એલેકઝાંડર (Alexander) (1954) અભ્યાસક્રમની રચના વિશે કહે છે કે, અભ્યાસક્રમની પસંદગી, આયોજન અને શાળામાં શૈક્ષણિક અનુભવો આગળ વધારવામાં કોઈ ચોક્કસ તરાહ અથવા માળખું અથવા માળખાકીય પ્રણાલી ઉપયોગમાં લેવાય છે. આ રીતે અભ્યાસક્રમ રચના એ એક યોજના છે, જે શિક્ષકો અધ્યયન પ્રવૃત્તિઓ પ્રદાન કરવા માટે અનુસરે છે. આમ, અભ્યાસક્રમ રચના એ અભ્યાસક્રમના આયોજનનો એક ભાગ બની જાય છે.
અભ્યાસક્રમની રચના કેટલાંક પરિમાણો (Dimensions) ને ધ્યાને લઈને કરવામાં આવે છે. આ પરિમાણો આ મુજબ છે :
1. અવકાશ (Scope) :
અભ્યાસક્રમની રચનાનું પ્રથમ પરિમાણ અવકાશ છે. અહીં અભ્યાસક્રમ રચના માટે ઉપયોગી વિષયવસ્તુ, સંલગ્ન વિષયના મુદ્દાઓ, વિવિધ અધ્યયન અનુભવો અને અનુરૂપ શૈક્ષણિક યોજનાનું આયોજન વગેરેને વ્યાખ્યાયિત કરે છે. અવકાશ શબ્દનું વર્ણન વ્યાપક, મર્યાદિત, સરળ, સામાન્ય વગેરે જેવા શબ્દો વડે થઇ શકે છે. કેટલો અભ્યાસક્રમ સમાવવો તેનો સંદર્ભ આપે છે. અભ્યાસક્રમને વિવિધ એકમો, પેટા એકમો, પ્રકરણો અથવા પેટા પ્રકરણો તરીકે વિભાજિત કરવામાં આવે છે.
2. ક્રમ / ક્રમિકતા (Sequence) :
અભ્યાસક્રમની રચના માટે દ્વિતીય પરિમાણ ક્રમિકતા છે. અભ્યાસક્રમની રચના માટે વિષયવસ્તુ અને અધ્યયન અનુભવોને જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક વિકાસના તર્કબદ્ધ રીતે અથવા વિકાસાત્મક તરાહ આધારિત ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે.
ક્રમિકતાના ચાર સિદ્ધાંતો આ મુજબ છે .
1. સરળથી સંકુલ અધ્યયન : વિષયવસ્તુ અને અધ્યયન અનુભવો સરળથી સંકુલ તરફની ગતિ મુજબ આપવા જોઈએ.
2. પૂર્વજરૂરિયાતો આધારિત અધ્યયન :
3. સમગ્રથી ખંડ અધ્યયન :
4. કાળક્રમિક અધ્યયન : વિષયવસ્તુ અને અધ્યયન અનુભવોની રજૂઆત કાળક્રમિક રીતે થવી જોઈએ.
વિષયવસ્તુને એકમોમાં સમાવવા માટેના મુખ્ય સિદ્ધાંતો :
1 . વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ક્રમિકતા :
2 . સંકલ્પના આધારિત ક્રમિકતા :
3 . પૃચ્છા આધારિત ક્રમિકતા : વિષયવસ્તુની સમજની સાથે અધ્યેતાઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન થઈ રહે તે રીતે ક્રમબદ્ધ રીતે રજૂઆત થાય, તે ધ્યાને લેવામાં આવે છે.
4 . અધ્યયન આધારિત ક્રમિકતા : અબેતાઓ જે બાબત શીખે છે, તે માટેની પૂર્વજરૂરિયાતો, વિષયવસ્તુની પરિચિતતા, તેની કઠિનતા અને તેના પ્રત્યેની તેમની રુચિ આધારિત ક્રમિક રીતે રજૂ કરવામાં આવે છેે.
3. સાતત્ય ( Continuity ) :
અભ્યાસક્રમની રચના માટે તૃતીય પરિમાણ સાતત્ય છે અભ્યાસક્રમની રચનાના સંદર્ભમાં વિષયવસ્તુની રજૂઆત સાતત્ય સાથે થવી જોઈએ. અહીં વિષયવસ્તુનું પુનરાવર્તન અને આવર્તક દેખાવ (Recurring Appearance) અભ્યાસક્રમમાં સાતત્ય પ્રદાન કરે છે . આ પ્રક્રિયા શીખનારને કૌશલ્યના વિકાસ અને અધ્યયન સ્થિરતાને મજબૂત કરવા માટે સક્ષમ બનાવે છે. વિચારોને વિકસિત કરવા માટે બૅનર તેને “સર્પાકાર અભ્યાસક્રમ” કહે છે. મુખ્ય વિદ્યાશાખાના વિચારોની રચના વચ્ચે આંતરસંબંધ અનુસાર વિષયવસ્તુનું આયોજન કરવામાં આવે છે, જેને સપકાર અભ્યાસક્રમ કહેવામાં આવે છે.
4. સંકલન | એકીકરણ (Integration) :
અભ્યાસક્રમની રચના માટે ચોથું પરિમાણ સંકલન / એકીકરણ છે.
"દરેક બાબતો એકીકૃત અને એકબીજા સાથે જોડાયલ છે. જીવન એ ઉભરતા વિષયોની શ્રેણી છે." આ અભ્યાસક્રમની રચનામાં એકીકરણ / સંકલનનો સાર છે,
સમગ્ર વિશ્વમાં વાસ્તવિક જીવનને અનુરૂપ બાબતોનું એકીકરણ કરવામાં આવે છે. વિષય આધારિત વિષયવસ્તુ અથવા વિદ્યાશાખા આધારિત વિષયવસ્તુ વચ્ચેની ભેદરેખાઓ ભૂંસી નાખવામાં આવે છે અને અલગીકરણ દૂર થાય છે.
5. સ્પષ્ટીકરણ (Articulation) :
અભ્યાસક્રમ રચનાનું પાંચમું પરિમાણ સ્પષ્ટીકરણ છે. અહીં અભ્યાસક્રમમાં સમાવિષ્ટ બાબતોનું સ્પષ્ટીકરણ ઊભી (Vertical) અથવા આડી (Horizontal) રીતે કરી શકાય છે. ઊભી રીતે સ્પષ્ટીકરણ એટલે વિષયવસ્તુમાં સમાવિષ્ટ બાબતો સ્તરથી સ્તર અથવા ધોરણથી ધોરણ સુધી ગોઠવવામાં આવે છે, જેથી નિમ્ન સ્તરનું વિષયવસ્તુ પછીના સ્તર સાથે જોડાયેલ હોય. દા.ત. ધોરણ -7 ના વિજ્ઞાન વિષયમાં આવતી કોઈ સંકલ્પનાનું સ્પષ્ટીકરણ ધોરણ -6 ના વિજ્ઞાન વિષયમાં આવતી કોઈ સંકલ્પના સાથે કરવું અને આગળ વધવું. આડી રીતે સ્પષ્ટીકરણ એક જ સમયે થાય છે. જેમ કે, ધોરણ - 6 ના સામાજિક વિજ્ઞાન વિષયમાં સમાવિષ્ટ બાબત / સંકલ્પના ધોરણ -6 માં વિજ્ઞાન વિષય સાથે સંબંધિત છે.
6. સંતુલન (Balance) :
અભ્યાસક્રમ રચનાનું છઠું પરિમાણ સંતુલન છે. અભ્યાસક્રમ રચનામાં સંતુલન સ્થાપિત કરવા માટે વિષયવસ્તુ, સમય, અધ્યયન, અનુભવો અને અન્ય બાબતોની સમાન વહેંચણી જરૂરી છે. આ બાબતોમાંથી કોઈ એક ઘટકનું વધારેપણું કે ઓછાપણું અભ્યાસક્રમ માટે ઘાતક નીવડે છે. અભ્યાસક્રમને સંતુલિત રાખવો એ તેની અસરકારકતા અને સુસંગતતા માટે ઉચિત સમય અને સમીક્ષાની જરૂર પડે છે.
