ભાષાખંડ
ભાષાખંડ એટલે કે જેમાં ગુજરાતી ભાષા વિષયક સંદર્ભ, સાહિત્ય, ચાર્ટ, દશ્ય શ્રાવ્ય સાધનો, કવિ પરિચય, લેખક પરિચય, સામાયિક વગેરેનો જે ખંડમાં ઉપયોગ કરવામાં આવે છે તે ભાષાખંડ કહેવાય છે.
સ્વરૂપ
- માતૃભાષા વિષયક ચાર્ટ, ચિત્ર હોવા જોઈએ
- શ્રાવ્ય સ્વરૂપ જેમ કે રેડિયો, ટેલિફોન, ગ્રામોફોન, ટેપરેકોર્ડર જેવા શ્રાવ્ય ઉપકરણો સ્થાયી કરી શકાય.
- દ્રશ્ય સ્વરૂપના ઉપકરણો પણ ભાષા ખંડમાં હોવા જોઈએ કેમ કે જયારે ભાષા આંખ વડે ગ્રહણ કરાય છે ત્યારે ભાષાનું સ્વરૂપ દેશ્ય દ્રશ્ય છે.
ભાષા ખંડની ઉપયોગિતા
- વિદ્યાર્થીઓને વ્યાકરણના નિયમો શીખવવામાં ઉપયોગી થાય છે.
- કવિ કે લેખકના પરિચય માટે
- સાહિત્ય વિષય સામગ્રીની જરૂરિયાતની પૂર્તિ માટે
- ભાષા અધ્યયનની પ્રક્રિયા માટે
- ભાષાના વિવિધ અંગો ધ્વનિતંત્ર, શબ્દભંડોળ, અર્થ, વ્યાકરણ વગેરે શીખવવા માટે.
- વિદ્યાર્થીઓને માતૃભાષા સંબંધી કોઈપણ મુશ્કેલીઓના નિવારણ તેમજ જ્ઞાનવર્ધક માટે ભાષાખંડ ઉપયોગી થાય છે.
ભાષા પ્રયોગશાળા
ભાષા પ્રયોગશાળાનું સ્વરૂપ
ભાષા પ્રયોગશાળા શબ્દનો પ્રયોગ સૌપ્રથમ વાર ૧૯૩૦ માં રાલ્ફ એચ. વોલ્ઝે (ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં) કર્યો હતો, પરંતુ ભાષા શીખવવા માટેના શ્રાવ્ય મશીનનો ઉપયોગ તેનાથી પણ આગળ ૨૬ વર્ષ પહેલા થયો હતો. ભાષા પ્રયોગશાળાનું પ્રારંભિક સ્વરૂપ આ પ્રકારનું હતું.
- દરેક પાત્રને સાંભળવા માટેની પરિસ્થિતિઓનો સમૂહ પૂરો પાડવામાં આવે.
- આ સમૂહ મુદ્રિત કરેલ અવાજો દ્વારા પૂરી પાડવામાં આવે.
- દરેક પાત્રને સાંભળવા માટે સ્વતંત્ર હેડફોન આપવામાં આવે.
પ્રકારના સ્વરૂપને શ્રાવ્ય-નિષ્ક્રિય AP (Audio - Passive) તરીકે ઓળખવામાં આવતું. તેમાં શીખનાર પાત્ર શીખવાની વસ્તુ સાંભળી શકે, પોતે શું શીખ્યો છે, તેની જાણ શીખવનારને કરી શકે નહીં.
ત્યારબાદ પાત્રને હેડફોન અને માઈક્રોફોન એમ બંને સુવિધાઓ આપવાનું શરૂ થયું. આ સ્વરૂપને શ્રાવ્ય સક્રિય (Audio - Active) તરીકે ઓળખવામાં આવ્યું. તેમાં પાત્ર શિક્ષકે રજૂ કરેલ વિગત સાંભળી શકે, પોતે બોલી શકે, પોતે બોલેલ વિગત પોતે સાંભળી શકે તેમ જ શિક્ષક પણ સાંભળી શકે.
ત્યારબાદ પ્રયોગશાળાઓમાં દરેક પાત્રને હેડફોન, માઈક્રોફોન અને ડબલ ટ્રેકવાળું ટેપ રેકોર્ડર આપવાનું શરૂ કરવામાં આવ્યું. આ સ્વરૂપ "તુલનાત્મક શ્રાવ્ય સક્રિય" AAC (Audio Active Comparative) તરીકે ઓળખાયું. તેમાં ઉપલા ટ્રેકમાં મૂળ કાર્યક્રમ ટેપ થઈ શકે અને નીચલા ટ્રેકમાં વ્યક્તિ પોતે બોલે તે ટેપ થઈ શકે. તેનાથી વ્યક્તિ પોતે જે બોલે તે ટેપ થઈ શકે. જેનાથી વ્યક્તિ પોતે જે બોલે તે ફરીથી સાંભળી શકે અને મૂળ કાર્યક્રમ સાથે સરખાવી શકે.
આ તમામ સ્વરૂપની પ્રયોગશાળાઓમાં દરેકે દરેક વિદ્યાર્થી માટે એક સ્થિર બૂથ પર આ પ્રકારની સુવિધાઓ હોય, જેનો દરેક વિદ્યાર્થી સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકે અને નિયંત્રક બૂથ હોય, જેની સાથે દરેક બૂથના ટેપ-રેકોર્ડર, હેડફોન અને માઈક્રોફોન જોડાયેલ હોય. આ બૂથ પર એવાં સાધનો ગોઠવેલા હોય, જેનાથી શિક્ષક દરેક વિદ્યાર્થીના બૂથ પરનાં સાધનોનું નિયંત્રણ કરી શકે, વ્યક્તિગત ધ્યાન આપી શકે અને વ્યક્તિગત રીતે દ્વિમાર્ગી વાતચીત કરી શકે.
સમય જતાં "લઘુ પ્રયોગશાળાઓ" અસ્તિત્વમાં આવી. તેમાં એક ટ્રોલી પર જ બધાં સાધનો ગોઠવી શકાય અને તેની મુક્ત હેરફેર થઈ શકે. આધુનિક ભાષા પ્રયોગશાળાઓ પ્રોજેક્શન સાધનો અને પડદાથી સજ્જ હોય છે. કેટલીક સમૃદ્ધ સંસ્થાઓમાં પ્રત્યેક પાત્રનું બૂથ કેન્દ્રિય વીડિયો રેકોર્ડર સાથે જોડેલ વ્યક્તિગત વીડિયો મોનિટરથી સજજ કરવામાં આવ્યું હોય છે. કેટલીક ભાષા - પ્રયોગશાળાઓમાં "ઑડિયો કેસેટ લાઈબ્રેરી" અને "ડાયલ સુવિધા" ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ઑડિયો કેસેટ લાઈબ્રેરી વ્યવસ્થા પાત્રને પોતાને જરૂરી કાર્યક્રમ પસંદ કરવાની તક આપે છે. માત્ર પોતે પોતાને જરૂરી કાર્યક્રમવાળી ટેપ લાઈબ્રેરીમાંથી મેળવી પોતાના બૂથ પર લઈ જઈને પોતાની અનુકૂળતા પ્રમાણે તે સાંભળી શકે અને તેનો મહાવરો કરી શકે. આ લાઈબ્રેરીનું એક આધુનિક સ્વરૂપ એ "ડાયલ સુવિધા" છે. તે માહિતીને સંગ્રહ કરવાની એક એવી વ્યવસ્થા છે કે જેમાં વ્યક્તિ પોતાના બૂથ પરથી ચોક્કસ નંબર ડાયલ કરીને પોતે પોતાને જરૂરી કાર્યક્રમ સાંભળી શકે છે.
ભાષા પ્રયોગશાળાનાં વિશિષ્ટ પાસાંઓ
[ 1 ] પુનરાવર્તન : ભાષા શીખવવામાં અનુકરણ અને મહાવરાની જરૂર પડે છે. આથી વિદ્યાર્થી સઘન મહાવરા માટે ટેપને અટકાવી શકવો જોઈએ. અને મૂળ અવાજનું અનુકરણ કરીને વારંવાર બોલી શકવો જોઈએ. આ તમામ ક્રિયાઓ ત્યારે જ શક્ય બને જયારે પોતે બોલેલ અવાજને ફરીથી, સાંભળી શકે અને પુનરાવર્તન કરી શકે.
[ 2 ] સ્વ - ગતિ : ભાષા પ્રયોગશાળામાં દરેક વિદ્યાર્થી પોતાની ઝડપે કામ કરે છે. ધીમું શીખનારને વધુ પુનરાર્તન કરવું પડે. જયારે ઝડપી શીખનારને ઓછું પુનરાવર્તન કરવા પડે. આમ દરેક પ્રકારના અધ્યેતાને શીખવાની તક મળે છે.
[ 3 ] કાર્યક્રમની પસંદગી : આધુનિક પ્રયોગશાળાઓ કેસેટ લાઈબ્રેરી અને ડાયલ સુવિધાની વ્યવસ્થા ધરાવતી હોય છે. તેને કારણે વિદ્યાર્થી પોતાની જરૂરિયાત પ્રમાણેનો કાર્યક્રમ પસંદ કરી શકે છે.
[ 4 ] નિયંત્રણ બૂથ : નિયંત્રણ બૂથ પર વિવિધ પ્રકારની ચાંપો હોય છે.
- વિતરણ ચાંપ : ચોક્કસ બૂથ પર ચોક્કસ કાર્યક્રમનું વિતરણ કરે છે.
- દેખરેખ ચાંપ : તેની મદદથી શિક્ષક કોઈપણ વિદ્યાર્થી પોતાના ટેપ પર જે રેકોર્ડ કરે છે, તેને સાંભળી શકે છે. તેથી શિક્ષક વિદ્યાર્થીની ભૂલ સુધારી શકે અને મૂલ્યાંકન કરી શકે.
- દ્વિમાર્ગી ચાંપ : કોઈપણ વિદ્યાર્થી સાથે વાતચીત કરવા માટે.
- જૂથ ચાંપ : ચોક્કસ કાર્યક્રમ સાંભળતા પાત્રોને જાહેરાત કરવા.
- સામાન્ય જાહેરાત ચાંપ : સમગ્ર પ્રયોગશાળામાં તમામ બૂથ પરના વિદ્યાર્થીઓને જાહેરાત કરવા માટે.
ભાષા - પ્રયોગશાળાના ફાયદાઓ
- વિદ્યાર્થીને ભાષાના મૂળ સ્વરૂપનો ખ્યાલ આવે છે.
- વિદ્યાર્થીઓને ભાષાનો સક્રિય ઉપયોગ કરવાનો વધુ સમય મળે છે.
- વિદ્યાર્થી પોતે જ્યારે મહાવરો કરે છે ત્યારે બીજાને કે બીજા મહાવરો કરે છે ત્યારે પોતાને અવરોધ થતો નથી.
- વિદ્યાર્થી પોતાની ભૂલો પોતે સાંભળી શકે છે.
- શિક્ષક વર્ગના અન્ય વિદ્યાર્થીઓને ખલેલ પાડ્યા વગર, કોઈપણ ચોક્કસ વિદ્યાર્થીઓને ખલેલ પાડ્યા વગર, કોઈપણ ચોક્કસ વિદ્યાર્થીને સૂચના આપી શકે છે કે તેની સાથે વાતચીત કરીને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે છે.