બ્રેઈન સ્ટોર્મિંગ ( Brain Storming ) :
બ્રેઈન સ્ટોર્મિંગ એ ખૂબ જ જાણીતી અને સમસ્યાના ઉકેલમાં ઉપયોગમાં આવતી પ્રવિતિ છે. સંસ્થાની કાયાપલટ કરવામાં સંસ્થાના તમામ સત્યો તેમાં જોડાય અને ઉત્તેજના અનુભવે તેવી પ્રવિધિ છે. આ પ્રવિધિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીમાં શક્ય એટલા વિચારો બહાર લાવવાનો છે. કોઈ કાર્યક્રમ કોઈ મુદ્દો, કોઈ સૂત્ર, કોઈ સમુદાય કે સમસ્ત વિચારોના ઉકેલમાં બ્રેઇન સ્ટોર્મિંગનો ઉપયોગ થાય છે.
અર્થ :
‘બ્રેઇન’ એટલે "મગજ". મગજમાં આવેલ જ્ઞાનતંતુનો સમૂહ. મસ્તિષ્કના ઉપરના ભાગની આંતરિક બાજુ, જે શરીર નિયંત્રણ રાખે છે અને વ્યક્તિને વધુમાં વધુ વિચારવા માટે શક્તિમાન બનાવે છે કે જે જ્ઞાનતંતુની આખી વ્યવસ્થા, કેન્દ્રિય સ્કૃતિ અને લાગણીઓનું નિયમન અને સંકલન કરે છે.
સ્ટોર્મ એટલે ‘વરસાદ, હવા, બરફ અને રેતી તત્ત્વોનું બનેલું તોફાની હવામાન.'
બ્રેઇન સ્ટોર્મિંગનો ગુજરાતીમાં અર્થ થાય છે : “મગજનું ઘમ્મર વલોણું.”
શબ્દકોષની દષ્ટિએ બ્રેઇન સ્ટોર્મિંગનો અર્થ થાય છે : 'તાત્કાલિક પ્રેરણ', 'તેજસ્વી વિચાર', 'મુશ્કેલીનો એક ઊંચો ઉંબરો', 'તાત્કાલિક વ્યાયામ'.
વ્યાખ્યા :
'પરિસંવાદની એક એવી પ્રવિધિ કે જેના દ્વારા સમૂહ સભ્યો કોઈ ચોક્કસ સમસ્યા પર સ્વયંસ્ફરતાથી વિચારણા કરે અને સમસ્યાના ઉકેલો શોધે છે.' - Alex Osborn
બ્રેઇન સ્ટોર્મિંગ એટલે ચોક્કસ રસના ક્ષેત્રમાં વધુને વધુ વિચાર બહાર લાવવાની પ્રક્રિયા છે. - Alex Osborn
"બ્રેઇન સ્ટોર્મિંગ એ સમસ્યાન્ત ઉકેલનો એક ભાગ છે કે જેના દ્વારા વિદ્યાર્થીમાં રહેલી શક્તિઓનો વધુમાં વધુ ઉપયોગ કરી નવા વિચારોને જન્માવે છે."
'વિચારોને જન્મ આપવાની એક પ્રવિધિ છે. સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલો કયા છે તે માટે આ પ્રવિધિનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓને સર્જનાત્મક તરફ વાળવા પ્રોત્સાહિત કરે છે. ઉત્તમ વિચારની રજૂઆત કોઈ પણ પ્રકારની ટિકા-ટિપ્પણ કે ભય વગર રજૂ થઈ શકે. આમ, એક ચોક્કસ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે સ્વયંસ્કૂરિત વીચારોનું આદાન-પ્રદાન થાય છે.' - કેન્નીધામ
આ વ્યાખ્યાઓ જોતાં સમજી શકાય કે બ્રેઇન સ્ટોમિંગમાં નિશ્ચિત મુદાને સ્પર્શતા શ્રેષ્ઠ વિચારોને પ્રાપ્ત કરવાનો હેતુ છે. સ્ટોર્મિંગને સમજવા માટે આપણી પાસે છાસમાંથી માખણ મેળવવા માટેની ઘમ્મર વલોણાની જૂની પદ્ધતિ જાણીતી છે. ખાસ કરીને ઘરની સ્ત્રી સમાજ છાસને બે વિરુદ્ધ દિશામાં વારંવાર ગોળગોળ ફેરવીને છાસની અંદર વાસ્તવિક તોફાન એટલે કે સ્ટોર્મિગ પેદા કરે છે, છાસના કણેકણ પરસ્પર એવા અફળાય છે કે તેનું વિચ્છેદન થઈને તેનામાં સમાવિષ્ટ ઉત્તમ એવું માખણે તરવા માંડે છે. મગજને જરા ઉત્તેજિત કરતી ચર્ચા પણ મગજમાં આજ પ્રકારનું તોફાન પેદા કરે છે કે જે અંતે શ્રેષ્ઠ વિચારનું પ્રદાન કરવા ચર્ચાના ભાગીદારને ક્ષમતા આપે છે.
આ એક શિક્ષણની વ્યુહરચના છે જે સંપૂર્ણપણે પ્રજાતાંત્રિક છે એની ધારણા એવી છે કે એક વ્યક્તિની અને એ સમૂહ વધારે વિચાર આપી શકે છે. આ શિક્ષણ પ્રવિધિ સ્વરૂપ સમસ્યાકેન્દ્રી હોય છે. એમાં વિદ્યાર્થીઓને સમસ્યા આપી દેવામાં આવે છે. અને એમને એ સમસ્યા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે કહેવામાં આવે છે. જે વિચાર મનમાં ફ્રી તે વિચાર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જો કે એવું જરૂરી નથી કે એમના બધા વિચાર સાર્થક જ હોય. આવી રીતે આખા સમૂહને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને સમૂહ સમસ્યાનું વિશ્લેષણ સંશ્લેષણ અને મૂલ્યાંકન કરે છે.
આ શિક્ષણ વ્યુહરચનાનો આધાર શૈક્ષણિક તેમજ મનોવિજ્ઞાન બંને પર છે. બ્રેઈન સ્ટોમિંગનો સંબંધ ભાવાત્મક પક્ષના નિમ્ન તેમજ ઉચ્ચ સ્તરના ઉદેશ્યો સાથે છે. એને જ્ઞાનાત્મક પક્ષના ઉચ્ચસ્તરના ઉદેશ્યોની પ્રાપ્તિ માટે પણ કામે લગાડી શકાય છે. આ શિક્ષણ યૂહરચના વિદ્યાર્થીઓને સારો વિચારો રજૂ કરવામાં સહાયક બને છે. આ શિક્ષણ વ્યુહરચના મૂલ્યાંકન માટે સર્જનાત્મક પરીક્ષાઓ વધુ સાર્થક તથા ઉપયોગી કારણ કે એની શિક્ષણ પરિસ્થિતિઓમાં સર્જનાત્મક ક્ષમતાઓમાં વિકાસ માટે વધુ તક મળે છે.
બ્રેઇન સ્ટોર્મિંગની પ્રક્રિયા :
બ્રેઇન સ્ટોર્મિંગની પ્રવિધિ કઈ રીતે અમલમાં મૂકી શકાય જે નીચે મુજબ છે.
- વર્ગને નાનાજૂથમાં વહેંચવા જૂથમાં વિદ્યાર્થીની સંખ્યા ચારથી પાંચ હોય એ ઇચ્છનીય છે ઓછામાં ઓછા ચાર, વધુમાં વધુ અગિયાર સભ્યો જોડાય. જાણીતા મુદ્દાની ચર્ચા - પાઠ્યક્રમ - સોફ્ટવેર
- પ્રત્યેક જૂથમાં નોંધ કરનાર વ્યક્તિની નિમણૂક કરો.
- સમસ્યાના સંદર્ભમાં વિચારો રજૂ કરો. એમાં કોઈ પણ પ્રકારની મૂલવણીની છૂટ નથી. વિદ્યાર્થી કોઈ પણ વિચારો હાંસીપાત્ર કે તરંગી વિચારો રજૂ થવા જોઈએ.
- વિચારો રજૂ કરવા માટે વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમય આપો. અન્ય જાણકારો સાથે ચર્ચા પુસ્તકો, વીડિઓ કે સંદર્ભો કે સાધનોમાંથી માહિતી એકઠી કરીને વિચારો રજૂ કરી શકાય.
- જૂથના સભ્યો જે કંઈ પણ બોલે તેને પ્રોત્સાહન આપો
- બધા જ વિચારોને ચોકબોર્ડ પર નોંધો.
- વિચારો અક્ષરસઃ લખવાની નથી પણ ચાવરૂપ મુદ્દાઓની નોંધ કરો.
- વર્ગના બધા વિદ્યાર્થીઓ નિહાળી શકે તે રીતે લખો. સૂચન કરનાનું નામ લખશો નહીં. આમ, બધા જ વિચારોની એક સરસ યાદી તૈયાર કરો.
- બ્રેઇન સ્ટોર્મિંગની બેઠક પૂરી થાય પછી સર્જનની સર્જનાત્મકતાનો લાભ લો. મૂલવણી કરતા પહેલા કે વિચારોને ક્રમ આપતા પહેલા પુનઃ વિચારણા કરો. વિચારોનું પુનરાવર્તન થતું નથી તે જુઓ.
- બધા જ શક્ય વિચારો પછી ક્રમ આપવાનો પ્રયત્ન કરો. શ્રેષ્ઠ વિચાર છે તેને પ્રથમ ક્રમ આપવામાં આવશે અને વિચારો નિરર્થક હોય તેને કાઢી નાખો.
બ્રેઇન સ્ટોર્મિગનું મહત્ત્વ / લાભ :
- બ્રેઇન સ્ટોર્મિંગ એ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી શિક્ષણની વ્યુહરચના છે.
- દરેક વિદ્યાર્થીને પોતાના વિચારો રજૂ કરવાની છૂટ અને તક મળે છે.
- સમૂહમાં ચર્ચા થતી હોવાથી સંપૂર્ણરૂપે મુક્ત રીતે ચર્ચામાં ભાગ લે છે.
- બ્રેઇન સ્ટોર્મિંગ એ સમસ્યાના ઉકેલ લાવવા માટેની એક પ્રવિધિ છે.
- બાળકોને મહત્ત્વ મળતું હોવાથી તેઓ ઉત્સાહથી શિક્ષણકાર્યમાં ભાગ લે છે.
- વિદ્યાર્થી નીડરતાથી પોતાના વિચારો રજૂ કરવામાં સક્ષમ બને છે.
- સમસ્યાનું સંશ્લેષણ, વિશ્લેષણ, મૂલ્યાંકન સમૂહ દ્વારા જ થાય છે, પરિણામે સર્વ સંમતિ સધાય છે.
- વિદ્યાર્થીમાં સારા વિચારોનો વિકાસ થાય છે.
- વિદ્યાર્થીઓની તર્કશક્તિ વિકસે છે.
- સારા - નરસાનો વિવેક આવે છે.
- વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે.
- વિદ્યાર્થીની મૌખિક અભિવ્યક્તિ વિકસે છે.
- વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જાગે છે.
- વિદ્યાર્થીઓ બીજા વિચારોને સ્વીકારતા થાય છે.
બ્રેઇન સ્ટોર્મિંગની મર્યાદા :
- વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ ચર્ચામાં ભાગ લેતા નથી.
- થોડાક હોશિયાર કે વાચાળ વિદ્યાર્થીઓ જ સહભાગી બને, બાકીના નિષ્ક્રિય બની જાય છે.
- વર્ગના બધા વિષયો માટે ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રવિધિ નથી.
- ક્યારેક પોતાનો મત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન મનદુ:ખમાં પરિણમે છે.
- ક્યારેક ચર્ચા અવળા માર્ગે ચઢી જાય એવું પણ બની શકે.
- વિદ્યાર્થીઓને ચર્ચાનો કે સમસ્યાનો સંપૂર્ણ ખ્યાલ ન હોય તેવી સ્થિતિમાં ફળપ્રદ પરિણામ પ્રાપ્ત થતું નથી.
- આપણે ત્યાં વર્ગખંડોમાં વિદ્યાર્થીની સંખ્યા વધુ હોય ત્યારે આવી પ્રવિધિ પ્રયોજનવી વધુ મુશ્કેલ છે.