અર્થ
શિક્ષકને અધ્યાપન અંગે માર્ગદર્શન આપવા માટે તજ્જ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવતા પુસ્તકને શિક્ષક - નિદર્શિની કહેવામાં આવે છે.
શિક્ષક નિદર્શિનીને અધ્યાપનપોથી, ટીચર્સ હેન્ડબુક, ટીચર્સ મેન્યુઅલ ટીચર્સ ગાઈડ વગેરે બીજાં નામથી પણ ઓળખવામાં આવે છે.
મહત્વ
- શિક્ષક નિદર્શિની ( હાથપોથી ) માંથી પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન મળી રહે છે.
- સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય પ્રશ્નો માટેનાં દિશાસૂચન હોય છે.
- એકમના અધ્યાપન માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવવી, કયાં શૈક્ષણિક સાધનો અપનાવવાં, તે અંગેની માહિતી મળી રહે છે.
- સાહિત્ય સ્વરૂપ, વ્યાકરણ વિશેના પાયાના વિષયવસ્તુનું જ્ઞાન મળી રહે છે.
- પ્રત્યેક વિષયાંગના શિક્ષણકાર્યની રૂપરેખા, હેતુઓ, વિસ્તૃત ચર્ચા, મૂલ્યાંકન, સ્વાધ્યાય વગેરે બાબતોની જાણકારી જોવા મળે છે.
- શિક્ષક - નિદર્શિની તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ગુજરાત રાજય પાઠ્યપુસ્તક મંડળે કેટલાક વિષયોની શિક્ષક - નિદર્શિની તૈયાર કરાવેલ છે.
ઉપયોગ
- વિષયશિક્ષણના અધ્યાપનમાં ઉપયોગી બને છે.
- નવી નવી પ્રયુક્તિઓ અભિગમોનો વર્ગશિક્ષણમાં ઉપયોગ કરવામાં ઉપયોગી બને છે.
- વિવિધ સંદર્ભોનો વર્ગશિક્ષણમાં ઉપયોગ કરી શકાય છે.
- પદ્ધતિ, શૈક્ષણિક સાધનો, સ્વાધ્યાય અને મૂલ્યાંકન અંગે માર્ગદર્શન મળી રહે છે.
- માતૃભાષાના હેતુઓથી માહિતગાર બની હેતુઓના સંદર્ભમાં શિક્ષણ કાર્યનો અભિગમ અપનાવવા.
- માતૃભાષાના વિષયવસ્તુ દ્વારા હાર્દરૂપ તત્ત્વોને યોગ્ય રીતે સ્પષ્ટ કરવામાં માર્ગદર્શન મેળવવા, કયા એકમ સાથે ક્યું હાર્દરૂપ તત્ત્વ સંકળાયેલું છે, તેની સમજ સરળતાથી મેળવી શિક્ષણકાર્ય સમયે સ્પષ્ટ કરી શકાય.
- એકમના શિક્ષણકાર્યની શરૂઆત પહેલાં એકમમાં સમાયેલા મુખ્ય વિચારોની પૂરી સમજ કેળવી શિક્ષકને સક્રિય બનાવવા. શિક્ષકની સક્રિયતા વિદ્યાર્થીઓને સક્રિય બનાવી શકે.
- અધ્યાપન પોથીનો ઉપયોગ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં સાંકળવાની તક આપે.
- માતૃભાષાના શિક્ષણમાં અનુભવાતી વિવિધ મુશ્કેલીઓ આપમેળે દૂર કરી શિક્ષણકાર્યને વધુ અસરકારક બનાવવા.