જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
DISTRICT INSTITUTE OF EDUCTION AND TRAINING (DIET)
આ પૈકી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની સ્થાપના શિક્ષણની ગુણવતા સુધારણામાં પ્રાથમિક શિક્ષકની ગુણવતાનું ઉન્નનયન, પ્રાથમિક શિક્ષણમાં 6 થી 14 વર્ષની વયના જૂથના બાળકોનો શાળા પ્રવેશ અને સ્થાયીકરણ, પ્રૌઢ શિક્ષણ, સમાજ શિક્ષણ કાર્યક્રમને વધારે અસરકારક બનાવવો, સેવાપૂર્વ અને સેવાકાલીન શિક્ષક - પ્રશીક્ષણને અસરકારક બનાવવા ભારતનાં તમામ રાજ્યોમાં પ્રત્યેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની સ્થાપના કરવાનું વિચારાયું હતું અને અમલી બનાવાયું હતું.
વર્ષ 2021 ની માહિતી મુજબ ભારતમાં કુલ 614 જિલ્લા શિક્ષણ અને તાલીમો ભવનો કાર્યરત હતા.
છેલ્લાં પાંચ વર્ષમાં તેમાં 15 થી 25 જેટલાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઉમેરાયા હશે. પ્રત્યેક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાછળ પ્રતિવર્ષ 50 થી 70 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે.
રાજ્યનું SCERT જિલ્લાનાં તમામ DIET નું નિયમન કરે છે અને માર્ગદર્શન પૂરું પડે છે મોટે ભાગે ગુજરાતમાં DEIT ની પ્રારંભ 1990 થી થયો છે.
જિલ્લાના સરકારી અધ્યાપન મંદિરોમાં શરુ થયેલા DIET હવે પુરતી સુવિધા ધરાવતા મકાનો, આધુનિક ઈલેક્ટ્રોનિક ઉપકરણો, સુંદર છાત્રાલયો ધરાવતા થયાં છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોતાનું કાર્ય અસાક રીતે કરી શકે તે હેતુ થી તેમાં વિવિધ વિભાગો છે. અધ્યાપકોની નિમણૂંક આ વિભાગો ધ્યાનમાં રાખીને થાય છે.
આ વિભાગો આ મુજબ છે .
1. પૂર્વ સેવા શિક્ષણ (PSTE) શાખા
2. કાર્યાનુભવ (W.E.) શાખા
3. જિલ્લા સંશાધન (DRU) શાખા
4. સેવા અંતર્ગત શિક્ષણ કાર્યક્રમ (IFIC) શાખા
5. પાઠય - સામગ્રી વિકાસ અને મૂલ્યાંકન (MDE) શાખા
6. શૈક્ષણિક તકનિકી (E.T.) શાખા
7. આયોજન અને વ્યવસ્થાપન (P & M) શાખા
8. વિજ્ઞાન સલાહકાર
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માં એક વર્ગ 1 ના અધિકારી, સિનીયર લેકચરર, લેકચરર, પ્રયોગશાળા સહાયક, ટેકનિશિયન, વિજ્ઞાન સલાહકાર, આંકડાશાત્રી, વહીવટી કર્મચારી અધિક્ષક, ગ્રંથપાલ, હિસાબનીશ, કારકુનો અને પટાવાળાની નિમણુંકની જોગવાઈ છે.
જો કે આ પૈકી કેટલીક જગ્યાઓ હજુ ખાલી છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા NCERT ના માધ્યમથી ચૂકવાય છે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો મૂળભૂત હેતુ શિક્ષકોનું પ્રશિક્ષણ, સમાજ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારણા, વિકલાંગોનું શિક્ષણ વગેરેમાં પૂરતો લાભ થાય એ છે. તેના વિવિધ વિભાગોના અધ્યાપકો સાથે મળીને કર્યો કરે છે.
કોઈ ચોક્કસ વિભાગમાં નિમણુંક મળી એટલે એ જ વિભાગનું જ કાર્ય કરવું એવી વાડાબંધી નથી. જિ.શિ.તા. ભવનની વિવિધ કાહાઓને જે કાર્યોની જવાબદારી સોપાઈ છે તેની વિગતો આ મુજબ છે.
1. પૂર્વ સેવા શિક્ષણ વિભાગ (PSTE) Pre Service Teacher Education :
આ વિભાગ દ્વારા સેવા પૂર્ણ પ્રશિક્ષણનું કાર્ય થાય છે. જિલ્લાની અન્ય પી.ટી.સી. કોલેજોને પ્રશિક્ષણનો આદર્શ નમુનો પૂરો પડવાનું કાર્ય આ વિભાગ કરે છે. મહદઅંશે પી.ટી.સી.ના પ્રથમ અને દ્વિતીય વર્ષના એક - એક વર્ગ અને કુલ ૧૦૦ જેટલા પ્રશિક્ષણાથીઓ હોય છે. આ વિભાગ પૂર્વ સેવા પ્રશિક્ષણની કામગીરી કરે છે. આ ઉપરાંત જીલ્લાની અન્ય પી.ટી.સી. કોલેજોને માર્ગદર્શન પુરું પાડે છે. આ વિભાગની વિશીષ્ટ કામગીરીમાં એન.એસ.એસ., યોગશિબિર, વાચન પ્રરણા શિબિર, વૃક્ષરોપણ, વિજ્ઞાન મેળાનું આયોજન જેવા કાર્યક્રમો થાય છે.
2. કાર્યાનુભવ (W. E.) શાખા :
આ શાખા કોઠારી શિક્ષણ પંચે સૂચવેલ કાર્યનુભવો Work Experiences જેને ઈશ્વરભાઈ પટેલ સમિતિએ સમાજોપ યોગી ઉત્પાદક શ્રમકાર્ય (SUPW) Society Useful Productive Work એવું નામ આપ્યું છે. તેને પ્રાથમિક -માધ્યમિક શાળાઓમાં અસરકારક બનવવા માર્ગદર્શન પુરું પડવાનું કાર્ય કરવાનું છે, જો કે શાળાઓએ તથા સમાજે આ કાર્યને ગંભીરતાથી સ્વીકાર્યું ન હોવાથી આ કાર્યને પૂરો વેગ મળતો નથી.
3. જિલ્લા સંસાધન શાખા (DRU) District Resource Unit :
શિક્ષણ માટેના વિવિધ સ્ત્રોત જિલ્લામાં સરળતાથી ઉલ્લાધ બને એવો હેતુ આ શાખા સ્થાપવા પાછળ રહેલો છે. આ વિભાગ પણ આવી કોઈ નોંધપાત્ર કામગીરી બજાવતો નથી.
4. સેવા અંતર્ગત શિક્ષણ કાર્યક્રમ (IFIC) શાખા :
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની આ મહતમની શાખા છે . જીલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો યોજવાનું કાર્ય આ શાખા કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન વિવિઘ પ્રકારના પ્રશિક્ષણ કાર્યક્રમો યોજે છે.
તેમાં વિવિધ વિષય શિક્ષણ, આચાર્ય નવસંસ્કારણ, મુલ્યાંકન - પ્રશ્રપત્ર રચના, પ્રશ્નબેંક રચના, કાર્યાનુભવ, સ્વાધ્યાયપોથી રચના, નવનિયુકિત વિદ્યા સહાયક તાલીમ વર્ગ , સાધન, નિમાર્ણ વસતિ શિક્ષણ, સંકલિત શિક્ષણ, યોગ શિક્ષણ, કલા શિક્ષણ, કેળવણી નિરિક્ષણ, અધ્યાપન મંદિરના અધ્યાપકો, આચાયોની પ્રશિક્ષણ, અંગ્રેજી શિક્ષણ વર્ગ, કઠપૂતળી દ્રારા શિક્ષણ, બાલમિત્ર વર્ગ, ક્રિયાત્મક સંશોધન તાલીમ, માઇક્રોટીચીગ, આંગણવાડી કાર્યકર તાલીમ, ઓડિયો - વિડિયો સ્ક્રીપ્ટ રાઈટીંગ, વિવિધ વિષયના કઠીન બિંદુઓ માટે પ્રશિક્ષણ, નવા પાઠયપુસ્તક અંગેનું પ્રશિક્ષણ, એન.એલ. સેલ.વર્ગો ભાષા ઉચ્ચાર શુદ્ધ, ઉચ્ચાર દોષ નિવારણ, જુથમંત્રી વહીવટી માર્ગદર્શન તાલીમ, માસ્ટર ટ્રેનર વર્ગો (વિવિધ વિષયો માટે), પી.ટી.સી. અભ્યાસક્રમ સમિક્ષા, નિમ્ન સ્ત્રી સાક્ષરતા સુધારણા તાલીમ અને વિવિધ પ્રકારના સેવાકાલીન કાર્યક્રમો યોજાય છે. જે તે શાખા પોતાને સંબધિત કાર્યક્રમ યોજવામાં મુખ્ય ભૂમિકા અદા કરે છે. પરંતુ કાર્યક્રમનું આયોજન IFIC શાખા દ્વારા થાય છે.આ કાર્યક્રમો યોજવા વિવિધ પ્રકારની ગ્રાન્ટ અપાય છે. જેમાં સેવાકાલીન તાલીમ ગ્રાન્ટ, EDN - 16, SOPT ગાન્ટ, DPEP સહાય વગેરેનો સમાવેશ થાય છે.
5. પાયસામગ્રી વિકાસ (MDE) શાખા :
જિ.શિ. અને તા.ભ.ની આ શાખા શિક્ષણ સહાયક સામગ્રી વિકસાવવાનું કાર્ય કરે છે. જેને પ્રકાશન શાખા પ્રકાશિત કરે છે. એમાં આદિવાસી બોલી અને શિષ્ટ ગુજરાતી ભાષા ના શબ્દો, સંશોધન પુસ્તિકાઓ, અભ્યાસક્રમના મોડ્યુલ, મૂલ્યાંકન પ્રશ્નો, વિવિધ વિષય શિક્ષણ પથદર્શિકા કમ્યુટર તાલીમ માર્ગદર્શિકા જેવાં સાહિત્યને વિકસાવવા અંગેના કાર્યો થયા છે.
6. શૈક્ષણિક તકનિકી (E.T.) શાખા :
આજના આ ઈલેક્ટ્રોનિક યુગમાં વીજાણું શૈક્ષણિક ઉપકરણો મહત્વના છે. કપ્યુટરની મદદથી શિક્ષણ હવે નવી બાબત નથી. સાદા શૈક્ષણિક સાધનોથી શરૂ કરી એલ.સી.ડી.નો ઉપયોગ અને પાવર પ્રેઝન્ટેશનનું પ્રશિક્ષણ આવશ્યક બન્યું છે. આ શાખા શૈલી સાધનસામગ્રી નિર્માણ, શૈલી ઉપકરણ ઉપયોગના પ્રશિક્ષણ અંગે નોંધપાત્ર કામગીરી કરે છે. પ્રત્યેક DIET માં એક કપ્યુટર વિભાગ છે. પી.ટી.સી. ની તાલીમમાં હવે ઉદ્યોગને અને કપ્યુટર શિક્ષણને સ્થાન અપાયું છે. ઈન્ટરનેટનો ઉપયોગ જયારે મહત્વનો બન્યો ત્યારે આ વિભાગ સક્રિય બને તે સ્વભાવિક છે.
7. આયોજન અને વ્યવસ્થાપન (P & M) શાખા :
આ શાખા સમગ્ર વર્ષના કાર્યક્રમોનું આયોજન વિવિધ શાખાઓના સહકારથી કરે છે. બધી જ શાખાઓનું સંકલન કરવું અને સેવા પૂર્વ તથા સેવાકાલીન પ્રશિક્ષણ કાર્યક્રમોયોજવાનું અને અમલી બનાવવાની મહત્વની કામગીરી આ શાખા કરે છે. આ અંગે વિવિધ શાખાના અનુભવી અધ્યાપક, આચાર્યશ્રી, સલાહકાર સમિતિના સભ્યોની બેઠક વર્ષમાં બે કે ત્રણ વખત યોજાય છે.
વિજ્ઞાન સલાહકાર :
વિજ્ઞાન સલાહકાર ગણિત - વિજ્ઞાનના પ્રશિક્ષણ કાર્યક્રમો યોજવામાં સહાયક બને છે.
જિલ્લાના વિજ્ઞાનમેળાના આયોજનમાં વિજ્ઞાન સલાહકાર મહત્વની ભૂમિકા ભજવે છે.
આમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરી રહ્યાં છે. તેના પ્રયત્નોને કરને સંકલિત શિક્ષણ, સમાજ શિક્ષણ, સંશોધન, મૂલ્યાંકન વગેરે ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ છે.
