NCTE - National council for Teacher Education
[ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન ]
- નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન સંસ્થાની સ્થાપના ઈ.સ. 1973 માં થઇ હતી. પરંતુ તેનું કાર્ય માત્ર સલાહકાર સમિતિનું હતું.
- તે એન.સી.ઈ.આર.ટી.ના ટીચર એજ્યુકેશન વિભાગમાં પોતાનું કાર્ય કરતી હતી. જો કે તેને વિદ્યાકીય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી હતી.
- પરંતુ સલાહકાર સમિતિનો દરજ્જો હોવાને કારણે તેની પાસે કોઈ સત્તાઓ ન હતી. આને કારણે તે માત્ર સલાહ આપી શકે, પરંતુ કોઈ કાર્યક્રમ કરવા ફરજ ન પડી શકે.
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (1986) ની ભલામણોમાં શિક્ષક - પ્રશિક્ષણક્ષેત્રે એન.સી.ટી.ઈ.ને સત્તાઓ આપી સબળ બનાવવાની ભલામણો કરવામાં આવી હતી.
- આથી 17 ઓગસ્ટ 1995 માં લોકસભામાં ખરડો પસાર કરી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશનને વૈધાનિક દરજ્જો આપી તેને કેટલીક સત્તાઓ આપવામાં આવી.
- પૂર્વ પ્રાથમિક, પ્રથમિક - માધ્યમિક, શિક્ષક - પ્રશિક્ષણ સંસ્થાઓ માટે એન.સી.ટી.ઈ.ની માન્યતા મેળવવી અનિવાર્ય બની.
- બધા જ પ્રકારની પ્રશિક્ષણ સંસ્થાઓ (પૂર્વપ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક) એ એન.સી.ટી.ઈ.ની માન્યતા મેળવવી અનિવાર્ય બની.
- એન.સી.ટી.ઈ.ની સ્થાપનાનો ઉદેશ્ય શિક્ષક - પ્રશિક્ષણની ગુણવત્તા સુધારણાનો હતો.
- એન.સી.ટી.ઈ.નું વાળું મથક નવી દિલ્હીમાં છે. આ ઉપરાંત તેને વિવિધ ક્ષેત્રો માટેની ચાર વિભાગીય કમિટીઓ છે જે આ મુજબ છે.
1. ઇસ્ટર્ન રીજિયોનલ કમિટિ (પૂર્વ ભારતના રાજ્યો) – ભુવનેશ્વર
2. નોધન રીજિયોનલ કમિટિ (ઉતર ભારતનાં રાજ્યો) – જયપુર
3. સધર્ન રીજિયોનલ કમિટિ (દક્ષિણ ભારતનાં રાજ્યો) - બેંગ્લોર
4. વેસ્ટર્ન રીજિયોનલ કમિટિ (પશ્ચિમ ભારતનાં રાજ્યો) - ભોપાલ
- એન.સી.ટી.ઈ.ના વડા મથકનું નેતૃત્વ ચેર પર્સન દ્વારા થાય છે. જયારે રીજિયોનલ કમિટિના વડા રીજિયોનલ ડાયરેક્ટર હોય છે.
- એન.સી.ટી.ઈ.ની ક્ષેત્રીય કચેરી તેના કાર્યક્ષેત્રોનાં રાજ્યોમાં કોઈ પણ પ્રકારની શિક્ષક પ્રશિક્ષણની સંસ્થાને માન્યતા આપવાનું કાર્ય કરે છે.
- જો સંસ્થા નિયમાનુસાર કાર્ય ન કરે તો માન્યતા પછી ખેંચી લે છે.
- એન.સી.ટી.ઈ.માં સંશોધનો માટે વિદ્યાકીય, નીતિ નિર્ધારણ, આયોજન, નિયંત્રણ, અભ્યાસક્રમ, નવા પ્રયોગો, સંકલન, ગ્રંથાલય અને દસ્તાવેજીકરણ વિભાગો છે.
- એન.સી.ટી.ઈ.નું મુખ્ય કાર્ય સમગ્ર ભારતમાં ગુણવતાયુક્ત શિક્ષક - પ્રશિક્ષણ સંસ્થાઓ હોય તે જોવાનું અને શિક્ષક - પ્રશિક્ષણની ગુણવત્તા સુધારવાનું છે . જો કે ભ્રષ્ટાચારનાં વમળમાં ફસાયેલ એન.સી.ટી.ઈ. આ લક્ષ્ય ચૂકી ગઈ હોય એવી સૌને લાગે છે.
NCTEના કાર્યો
NCTEના મહત્વના કાર્યો આ મુજબ છે.
1. શિક્ષણ પ્રશિક્ષણની સંસ્થાઓ માટેના ધોરણ પ્રસ્થાપિત કરવાં જેમ કે મકાન ઉપરાંત અન્ય ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક સ્ટાફ અને બિનશૈક્ષણિક સ્ટાફની સંખ્યા શૈક્ષણિક યોગ્યતા વગેરે.
2. પ્રશિક્ષણ સંસ્થાઓ પ્રવેશ માટેની લધુતમ લાયકાત નક્કી કરવી. પ્રવેશ પધ્ધતિ નક્કી કરવી.
3. બધાં જ પ્રકારની પ્રશિક્ષણ સંસ્થાઓને માન્યતા આપવી. સંસ્થાઓનું વખતો વખત નિરીક્ષણ કરવું.
4. નમુનાનાં આદર્શ અભ્યાસક્રમો રચવા.
5. શિક્ષણની ગુણવત્તાની જાળવણી કરવી.
6. પ્રશિક્ષણ અંગે સેમિનાર કે વર્કશોપ યોજવા.
7. પ્રશિક્ષણ માટે ઉપયોગી પ્રકાશનો કરવાં.
8. રાજ્યમાં ચાલતી પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક પ્રશિક્ષણ સંસ્થાઓની આંકડાકીય માહિતી એકત્ર કરવી, પ્રકાશિત કરવી.
9. વિશ્વમાં ચાલતા પ્રશિક્ષણનાં સંદર્ભમાં ભારતની પ્રશિક્ષણ સંસ્થાઓમાં જરૂરી પરિવર્તનો સૂચવવા.
10. ક્ષેત્રીય પ્રશિક્ષણ સંતાઓના સહકારથી પ્રશિક્ષણ કાર્ય કરવું.
