(1) પોતીકું (2) સાર્વત્રિક જે બંને "સ્વ"ના વિકાસ માટે જરૂરી છે. આટલી ચર્ચા કર્યા બાદ સાંસ્કૃતિક સ્વની સંકલ્પના સ્પષ્ટ કરીએ..
સાંસ્કૃતિક સ્વ :
સ્વ અને સંસ્કૃતિના સમન્વયથી ઊભો થતો સ્વ એટલે સાંસ્કૃતિક સ્વ. દરેક વ્યક્તિગત સ્વ અને સંસ્કૃતિ એકબીજા સાથે સંબંધિત છે. દરેક વ્યક્તિગત સ્વ પોતાના જૂથની માન્યતાઓ, ધોરણો અને મૂલ્યોના અનુસરણ દ્વારા સંસ્કૃતિના વાહક, સંચાલક અને સર્જક તરીકે કાર્ય કરે છે.
- માર્ગારેટ મીડના મતે, “વિભિન્ન પ્રકારની સંસ્કૃતિ વિભિન્ન પ્રકારના "સ્વ"નું ઘડતર કરે છે.”
- સાંસ્કૃતિક સ્વ એટલે જે - તે સંસ્કૃતિમાં સમાવિષ્ટ થતી સંસ્થાઓના સમગ્ર ક્ષેત્રને દૃષ્ટિગોચર થતાં "સ્વ"ના લક્ષણોનો સમૂહ
- સાંસ્કૃતિક સ્વ એટલે સ્વ/વ્યક્તિના એવા ગુણો કે લક્ષણો કે જે પ્રત્યેક સમાજની પોતાની આગવી સંસ્કૃતિમાં વિકસેલી સમસ્ત સંસ્થાઓના માળખાને અનુરૂપ હોય.
- સાંસ્કૃતિક સ્વ એટલે પ્રત્યેક સંસ્કૃતિ પોતાની જરૂરિયાત અનુસાર પોતાની સંસ્થાઓને સહાયભૂત થઈ પડે તેવા વ્યક્તિત્વને ઘડે છે તે.
- સંસ્કૃતિ દ્વારા ઘડાતી ટેવોની પ્રક્રિયા વ્યક્તિના દરજ્જા, ભૂમિકા અને તેના “સ્વ” સાથે સંગઠિત થાય ત્યારે સાંસ્કૃતિક સ્વનો ઉદ્દભવ થાય છે .
- વ્યક્તિને અપાતી તાલીમ, જ્ઞાન અને શિક્ષણ સંસ્કૃતિનિર્મિત હોય છે એટલે કે સૂચનો (SUGGESTIONS) દ્વારા વ્યક્તિમાં સંસ્કૃતિના વિભિન્ન તત્ત્વો દાખલ કરવામાં આવે છે, જેના દ્વારા વ્યક્તિનાં "સ્વ"નો વિકાસ થાય છે. વ્યક્તિનો “સ્વ” એ વ્યક્તિત્વનો ઉદ્દભવ (Genesis of Personality) છે, હાર્દ છે. સાંસ્કૃતિક માળખામાં જ સૂચનો દ્વારા વિકસતો સ્વ એ જ સાંસ્કૃતિક સ્વ છે.
- સાંસ્કૃતિક સ્વ ઉભયાન્વયી પ્રક્રિયાથી ઘડાય છે. સંસ્કૃતિ સ્વને ઘડે છે અને સ્વ સંસ્કૃતિને ઘડે છે.