Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

CUS 2 જ્ઞાન અને અભ્યાસક્રમ - Short Questions

CUS 2 જ્ઞાન અને અભ્યાસક્રમ - Short Questions


1. જ્ઞાન મીમાંસાની વ્યાખ્યા આપો.

જ્ઞાન મીમાંસા એટલે પ્રમાણિત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તેનું મનોમંથન.


2. જ્ઞાન મીમાંસાનો શાબ્દિક અર્થ આપો.

જ્ઞાનમીમાંસા માટે અંગ્રેજીમાં પ્રચલિત શબ્દ છે Epistemalogy. આ શબ્દ મૂળ ગ્રીક ભાષાના Episteme એટલે જાણવું, Epistanai એટલે સમજવું તથા Epithistania એટલે સ્વીકૃત નિયમ જેવા શબ્દો પરથી વ્યુત્પન્ન થયો છે.


3. તત્ત્વ મીમાંસા એટલે શું ?

તત્ત્વજ્ઞાન એટલે તત્ત્વ સંબંધી જ્ઞાન, તત્ત્વ એટલે સાર, મૂળ રહસ્ય કે અસલ સ્વરૂપ. તત્ત્વજ્ઞાનને દર્શનશાસ્ત્ર પણ કહે છે.


4. જ્ઞાન એટલે શું ?

જ્ઞાન એટલે જે - તે વિષયના નિયમોને વ્યવસ્થિત રીતે ગ્રહણ કરી બીજાઓ સમક્ષ એ નિયમો રજૂ કરવાની આવડત.


5. જ્ઞાન શાબ્દિક અર્થ આપો.

સંસ્કૃતિની ज्ञान ધાતુ પરથી ઊતરી આવેલો શબ્દ એટલે જ્ઞાન, જેનો અર્થ થાય છે જાણવું, સમજવું, પરિચિત થવું, કુશળતા મેળવવી, પ્રવીણ થવું, વિદ્યા, શિક્ષણ, કલા અને કૌશલોમાં પારંગતતા મેળવી.


6. જ્ઞાનના કોઇ પાંચ લક્ષણો જણાવો.

  • જ્ઞાન શક્તિ છે. 
  • જ્ઞાનને સમાપ્ત કરી શકાતું નથી. 
  • સત્ય એ જ જ્ઞાન છે. 
  • જ્ઞાનની કોઈ સીમા નથી, અનંત છે, તેમાં જ્ઞાત, અજ્ઞાત બધું જ સમાઈ જાય છે. 
  • જ્ઞાનને અનુભવ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

7. જ્ઞાનની શાખાઓના પ્રકારના નામ જણાવો.

  • તત્ત્વ મીમાંસા
  • જ્ઞાન મીમાંસા
  • મૂલ્ય મીમાંસા


8. જ્ઞાનના સ્રોતનાા નામ જણાવો. 

  • સામાન્ય બુદ્ધિ, 
  • ઇન્દ્રિય અનુભવ દ્વારા જ્ઞાન, 
  • તર્ક કે વિચારશક્તિ દ્વારા જ્ઞાન, 
  • ગુરુમત કે શાસ્ત્રપ્રમાણ કે સત્તાધિકારીઓ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન, 
  • અંત પ્રેરણા કે આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન, 
  • સાક્ષાત્કાર, 
  • વિશ્વાસ કે શ્રદ્ધા, 
  • નિયંત્રિત અનુભવ


9. જ્ઞાનના પ્રકારો જણાવો.

  • વિદ્યાશાખાકીય જ્ઞાન 
  • અભ્યાસક્રમના વિષયવસ્તુ કે સામગ્રીનું જ્ઞાન 
  • ધાર્મિક જ્ઞાન 
  • અનુભવજન્ય કે અનુભવસિદ્ધ જ્ઞાન 
  • પ્રગટ કે પ્રકાશિત જ્ઞાન 
  • વૈજ્ઞાનિક જ્ઞાન 
  • ભારતીય દર્શન મુજબ પરા - અપરા જ્ઞાન


10. ભારતીય દર્શનમાં આદિ શંકરાચાર્ય મુજબ , જ્ઞાનના બે પ્રકાર માનવામાં આવે છે. ક્યાં ક્યાં ? નામ જણાવો.

  • અપરા વિદ્યા
  • પરા વિદ્યા


11.સૈદ્ધાંતિક જ્ઞાન વ્યવહારુ જ્ઞાન વચ્ચેનો તફાવત ઉદાહરણ આપી સ્પષ્ટ કરો.

 સૈદ્ધાંતિક જ્ઞાન : પુસ્તકો કે કોઈપણ માધ્યમમાંથી પ્રાપ્ત કરેલ માહિતી, વિષયવસ્તુ, સિદ્ધાંતો, સંકલ્પનાઓ વગેરેને સૈદ્ધાંતિક જ્ઞાન કહે છે. લખી - વાંચી કે સાંભળીને પ્રાપ્ત થતું જ્ઞાન સૈદ્ધાંતિક જ્ઞાન છે. સૈદ્ધાંતિક જ્ઞાન કોઈ બાબત સાચી છે કે ખોટી, તેની માહિતી આપતું જ્ઞાન છે. વ્યવહારુ જ્ઞાનના અમલીકરણ કરતાં પહેલાં તેનું સૈદ્ધાંતિક જ્ઞાન મેળવવું જરૂરી બને છે. વ્યવહારુ જ્ઞાન ઉપર પ્રભુત્વ મેળવવા માટે તેનું સૈદ્ધાંતિક જ્ઞાન હોય એ આવશ્યક છે. તેના સ્ત્રોત છે - પુસ્તકો, ટી.વી., વર્તમાનપત્રો, માસમીડિયા, કમ્યુટર વગેરે. 

વ્યવહારુ જ્ઞાન : જીવનના અનુભવોમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે વ્યવહારુ જ્ઞાન છે. વ્યવહારુ જ્ઞાન Learning by Doing એટલે કે ક્રિયા કરતાં શીખવું તેના દ્વારા પ્રાપ્ત થાય છે. વ્યવહારુ જ્ઞાન અનુભવજન્ય હોવાથી તેની અસર કાયમી હોય છે. સૈદ્ધાંતિક જ્ઞાનનું વ્યવહારુ અમલીકરણ વ્યવહારુ જ્ઞાનમાં થાય છે. દા.ત., ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સૈદ્ધાંતિક જ્ઞાન છે, જયારે રોકેટ ટેક્નોલોજી જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર આધારિત છે, તે વ્યવહારુ જ્ઞાન છે.


12. મૂર્ત જ્ઞાન એટલે શું ?

મૂર્ત જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જે વાસ્તવિક હકીકત ઉપર આધારિત હોય છે. જેને પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેને મૂર્ત શાન કહેવાય છે.


13. અમૂર્ત જ્ઞાન એટલે શું ?

અમૂર્ત જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જે તાર્કિક વિચારણા કે વિચારો ઉપર આધારિત હોય છે.


14. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનક્રિયા વિશે માહીતી આપો.

  • જ્ઞાતા એટલે જે જાણે છે તે, માણસ, અહમ્ એટલે કે "હું" પોતે 
  • જ્ઞેય એટલે જે કાંઈ જાણવાનું છે તે જ્ઞાનનો વિષય અને 
  • જ્ઞાનક્રિયા એટલે શેયને જ્ઞાતા સન્મુખ લાવી મૂકે છે તે

15. જ્ઞાન પ્રક્રિયાના કોઈ ચાર ઘટકો નામ જણાવો.

  • પ્રત્યક્ષ જ્ઞાન
  • સ્મૃતિ 
  • સંયમ, 
  • તર્ક, 
  • અનુમાન, 
  • શબ્દજ્ઞાન, 
  • અંતજ્ઞાન

16. પ્રત્યક્ષીકરણ જ્ઞાનના બે પ્રકારો જણાવો.

  • લૌકિક પ્રત્યક્ષીકરણ
  • અલૌકિક પ્રત્યક્ષીકરણ


17. જ્ઞાન પ્રાપ્તિ કરવાના અભિગમોના નામ જણાવો

  • અંત:પ્રજ્ઞા, 
  • ગુરુમત, 
  • તર્કસંગતતા/બુદ્ધિવાદ, 
  • અનુભવવાદ, 
  • વૈજ્ઞાનિક પદ્ધતિ


18. અંત:પ્રજ્ઞા એટલે શું ?

 કોઈપણ જાતના અનુમાન કે તર્કના અવલંબન વિના તકાલ થતું આકલન કે પ્રશાન એટલે અંત:પ્રજ્ઞા.


19. અભ્યાસક્રમ એટલે શું ?

અભ્યાસક્રમ એટલે વિવિધ પ્રવૃત્તિ દ્વારા થતા અનુભવો કે જેમના દ્વારા વિદ્યાર્થીના જ્ઞાન, કૌશલ્ય, સમજ, રસ, ટેવ અને મૂલ્યોનું ઘડતર થાય. અર્થાત્ અભ્યાસક્રમ એટલે શાળામાં યોજાતી સમગ્ર પ્રવૃત્તિઓ અને શાળાનું સમગ્ર જીવન કે વાતાવરણ.


20. મૂલ્યાંકનની વ્યાખ્યા આપો.

  શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થીઓ પક્ષે કેટલે અંશે સિદ્ધ થયાં તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયાને મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે.


21. SCE Full Form

School Based Comprehensive Evaluation (શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન)


22. સ્વ - અધ્યયન કાર્ય એટલે શું ?

 વિદ્યાર્થીઓની સમજશક્તિ, તર્કશક્તિ, વિચારશક્તિ વગેરેને વિકસાવે અને તેના આધારે વિષયવસ્તુનું દેઢીકરણ થાય તે પ્રકારનું આયોજનબદ્ધ રીતે અપાયેલું કાર્ય એટલે સ્વ - અધ્યયન કાર્ય.


23. અભ્યાસક્રમ મૂલ્યાંકનના બે પ્રકારો જણાવો.

  • રચનાત્મક મુલ્યાંકન
  • સંકલ્પનાત્મક મુલ્યાંકન


24. વિકાસાત્મક મૂલ્યાંકન એટલે શું ?

વિકાસાત્મક મૂલ્યાંકન એટલે અભ્યાસક્રમના આયોજન અને વિકાસના તબક્કા દરમિયાન થતું મૂલ્યાંકન.

25. વિકાસાત્મક મૂલ્યાંકન બે સ્તરો જણાવો

  • પ્રક્રિયા મુલ્યાંકન
  • નીપજ મુલ્યાંકન


26. અભ્યાસક્રમ મૂલ્યાંકનના પાસાંઓ કયા કયા છે ?

  • પૂર્વ કસોટી - ઉત્તર કસોટી
  • માનાંક સંદર્ભ કસોટી અનેે મૂલક  સંદર્ભ કસોટી


27. અભ્યાસક્રમ રચનાના પરિમાણોનાં ફક્ત નામ લખો.

  • સ્પષ્ટીકરણ, 
  • સંતુલન, 
  • સાતત્ય, 
  • અવકાશ, 
  • ક્રમ, 
  • સંકલન


28. અભ્યાસક્રમ આયોજનની સંકલ્પના જણાવો.

અભ્યાસક્રમનું આયોજન એ એક જટિલ પ્રવૃત્તિ છે, જેનો અભ્યાસક્રમ ક્ષેત્રના વિચારો અને અન્ય સંબંધિત શાખાઓ સાથેની આંતરપ્રક્રિયાનો સમાવેશ થાય છે. જો કે, અભ્યાસક્રમના આયોજનનો અંતિમ હેતુ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ શિક્ષણની તકોનું વર્ણન છે.


29. અભ્યાસક્રમ આયોજનના સ્તરના નામ જણાવો.

  • રાષ્ટ્રીય કક્ષા
  • રાજ્ય કક્ષા
  • શાળા કક્ષા 
  • શિક્ષક ટીમ કક્ષા 
  • શિક્ષકની વ્યક્તિગત કક્ષા 
  • વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સહકારી આયોજન સાથે વર્ગખંડની કક્ષા

30. રાષ્ટ્રીય સ્તરે અભ્યાસક્રમ આયોજન માટેની વિવિધ સંસ્થાઓના નામ જણાવો

  • NCERT 
  • UGC 
  • MHRD 
  • NCTE 
  • CBCE


31. સ્વાયત્તતાનો અર્થ સ્પષ્ટ કરો.

 સ્વ - શાસન કરવાની ગુણવત્તા અથવા સ્થિતિ.


32. અભ્યાસક્રમમાં સ્વાયત્તતાનાં કોઇપણ બે ધ્યેયો જણાવો.

  •  શિક્ષકો અને વિદ્યાર્થીઓને રચનાત્મક બનાવવા માટેની તકો પૂરી પાડવા માટે. 
  • તેમની રચનાત્મક પ્રતિભાનો ઉપયોગ કરવા માટે. 
  • અધ્યાપન, પરીક્ષા અને સંશોધનનાં ધોરણોને સુધારવા અને સામાજિક જરૂરિયાતોને ઝડપથી સંતોષવી.


33. અભ્યાસક્રમમાં આધારચિહ્ન એટલે શું ?

અભ્યાસક્રમમાં આધારચિહ્નની વ્યુહરચના વૈચારિક અને વ્યવહારિક રીતે મહત્ત્વપૂર્ણ છે અને વહીવટી પ્રક્રિયાઓ તેમ જ અધ્યાપન મોડેલોને સુધારવા માટે ઉપયોગમાં લેવાય છે. અન્ય સંસ્થાઓમાં પરીક્ષા પ્રણાલી અને મોડેલોની તપાસ કરીને અને તેમની તનિકો અને અભિગમોને અનુરૂપ કરીને કૉલેજો અને યુનિવર્સિટીઓમાં તેનો વિનિયોગ કરવો.


34. અભ્યાસક્રમમાં આધારચિહ્નનું મહત્વ જણાવો.

  • તે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માટે યોગ્ય છે. 
  • તે બાહ્ય મૂલ્યાંકન માટે એક માળખું પ્રદાન કરશે, તેના બદલાવ માટેના પ્રતિકારને દૂર કરવામાં મદદ કરશે. 
  • જયાં શિક્ષણ અને સંશોધન અંગેની મૂલ્યવાન માહિતી અને અનુભવોને એકબીજા સાથે આદાન - પ્રદાન કરી શકે છે, તે સંસ્થાઓ વચ્ચે સંદેશાવ્યવહારનું નવું નેટવર્ક બનાવવામાં મદદ કરે છે.


35. અભ્યાસક્રમમાં આધારચિહ્ન સ્વરૂપ સંસ્થાઓનાં નામ લખો.

  • UGC
  • NCTE
  • યુનિવર્સિટી


Post a Comment

Please do not enter any spam link in the comment box.