1. સ્વ એટલે શું ?
સ્વ એટલે વ્યક્તિ પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધોનો જે અર્થ કરે છે તે.
2. સ્વના પ્રકારો જણાવો.
- વાસ્તવિક સ્વ,
- સંભવિત સ્વ,
- આદર્શ સ્વ
3. સ્વ ઓળખનો શાબ્દિક અર્થ આપો.
Identity શબ્દ મૂળ લેટિન ભાષાના શબ્દ "Identite" પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય 'The Same' એટલે કે સરખું, પાછળથી લેટિન ભાષાના 'Identitas' જેનો અર્થ થાય ફરી - ફરી એ જ એટલે કે પુનરાવર્તિત સરખાપણું. પરંતુ તાત્વિક વિચારધારા પ્રમાણે અહીં જુદા અર્થમાં “Self - Identity” પ્રયોજવામાં આવે છે.
4.સ્વ ઓળખ એટલે શું ?
સ્વ ઓળખ એટલે કોઈ વિશ્લેષણ કે મૂલ્યાંકન નહીં પરંતુ તત્ક્ષણ જે કંઈ આપણામાં હોય તેને તે જ સ્વરૂપમાં ઓળખવું.
5. પ્રકૃતિના ત્રણ ઘટકોના નામ જણાવો.
સત્વ, રજસ, તમસ
6. સત્વ એટલે શું ?
સત્વ એટલે એવું ઘટક જે વ્યક્તિને આનંદ, સુખ, પરમસુખ, સર્વગીય સુખ અને સંતોષનો અનુભવ કરાવે તે
7. પંચકોશના નામ જણાવો.
- અન્નમય કોશ
- પ્રાણમય કોશ
- મનોમય કોશ
- વિજ્ઞાનમય કોષ
- આનંદમય કોશ
8. વલણ એટલે શું ?
“વલણ એટલે ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ ઢબમાં પ્રતિક્રિયા કરવાની વ્યક્તિની તત્પરતા”
9. માન્યતા એટલે શું ?
"કોઈ વ્યક્તિ કે વસ્તુમાં વિશ્વાસ કે ભરોસો મૂકવાની મનની ટેવ કે સ્થિતિ એટલે માન્યતા"
10. સામાજિક સ્વ એટલે શું ?
“માનવીય સંબંધો, વ્યવસાય, રાજકીય વ્યવસ્થા, ધર્મ કે વંશના આધારે થતું લેબલિંગ કે ઓળખ એટલે સામાજિક “સ્વ”.
11. સાંસ્કૃતિક સ્વ એટલે શું ?
સાંસ્કૃતિક સ્વ એટલે વ્યક્તિના એવા ગુણો કે લક્ષણો કે જે પ્રત્યેક સમાજની પોતાની આગવી સંસ્કૃતિમાં વિકસેલી સમસ્ત સંસ્થાઓના માળખાને અનુરૂપ હોય.
12. સ્વને વિકસાવવી સંસ્થાઓ જણાવો.
- શાળા,
- કુટુંબ
- સમાજ
13. સમાજ એટલે શું ?
"સમાજ" એટલે સમ + આજ. જે દરેકની આજને સમ = સમાજ. રોજ સવારે નવી આજ થવાની જ છે. તેથી રોજ - રોજની આ આજને સમાં રાખે તે સમાજ સરખી બનાવે તે.
14. રૂઢિચુસ્તતાની વ્યાખ્યા આપો.
રૂઢિચુસાતા એટલે એક ચોક્કસ, વધુ પડતી સામાન્યીકરણ કરેલી માન્યતા જે ચોક્કસ જૂથ કે લોકોના સમૂહ વિશે હોય તે.
15. પૂર્વગ્રહ એટલે શું ?
વ્યક્તિ કે જૂથ સાથેનો વિરોધ કે અણગમો એટલે પૂર્વગ્રહ
પૂર્વગ્રહો - જે વલણો વ્યક્તિ - વ્યક્તિ કે જૂથ - જૂથ વચ્ચે સામાજિક અંતર કે સંઘર્ષ ઊભું કરનારાં હોય તેને પૂર્વગ્રહો કહેવાય છે.
16. જ્ઞાતિ એટલે શું ?
જ્ઞાતિ એટલે ગોત્ર જૂથોનું બનેલું એવું અંતર્વિવાહી વિશિષ્ટ નામ ધરાવતું સંગઠિત સ્તરજૂથ.
17. ભાષા એટલે શું ?
“ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ”
18. આધ્યાત્મિક સ્વની વ્યાખ્યા આપો.
આધ્યાત્મિક સ્વ એટલે સઘળી સવસ્તુઓમાં એક અવિભાજય આત્માના ચેતનનો ધબકાર, પ્રત્યેકમાં રહેલ વ્યક્તિરૂપ આધ્યાત્મિક સત્ પ્રકૃતિના તમામ ગુણોના સારરૂપે વ્યક્ત થાય છે.
19. અધ્યાત્મ એટલે શું ?
અધ્યાત્મ એટલે દુન્યવી અને બહારના થોપેલા ખ્યાલો તોડી સ્વતંત્ર બની કેવળ પોતાની જન્મદત્ત દિવ્યતાને પ્રગટ કરવી તે.
20. એકીકૃત માનવતાની સંકલ્પના કોણે આપી હતી.
પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીએ
21. એકીકૃત માનવતા વ્યાખ્યા આપો.
વ્યક્તિ થી લઈને સમષ્ટિની કલ્યાણની ભાવના એટલે એકીકૃત માનવતા
22. સ્વ આત્મજાગૃતિની વ્યાખ્યા આપો.
આપણી જાતને પારસ્પરિક સંબંધોના દર્પણમાં નીરખી આપણા વિચારો, કાર્યો, પ્રયોજનો કે પ્રેરણાઓનું નિરીક્ષણ કરવું, પરંતુ તેની નિંદા કે સમર્થન ન કરવું એટલે સ્વ આત્મજાગૃતિ
23. સ્વ નિરીક્ષણ એટલે શું ?
સ્વનિરીક્ષણ એટલે જ્યારે જે ક્રિયા થતી હોય ત્યારે જ તેને સાક્ષીભાવે જોવી. સાચી ઓળખ મેળવવા માટે કોઈ જ વિલંબ કે આળસ વિના આપણી સાથે ઘટેલી તત્કાલ ઘટનાઓને જોતા રહેવું.
24. આત્મસંયમ પ્રક્રિયાની વ્યાખ્યા આપો.
આત્મસંયમ એટલે પોતાની જાતની શોધ કરવા, જીવનના સાચા મૂલ્ય અને અસ્તિત્ત્વના અર્થની શોધ કરવા માટે આત્મજ્ઞાનનો પ્રકાશ મેળવવા વૃત્તિઓ પર સ્વયં અનુશાસનની પ્રક્રિયા.
25. યોગનાં આઠ અંગો નામ જણાવો.
- યમ,
- નિયમ,
- આસન,
- પ્રાણાયામ,
- પ્રત્યાહાર,
- ધારણા,
- ધ્યાન,
- સમાધિ
26. જે. કૃષ્ણમૂર્તિનો જન્મ 25 મે, 1896 ના રોજ આંધ્રના ત્રિચુર જિલ્લાના ક્યાં ગામમાં થયો હતો ?
જે. કૃષ્ણમૂર્તિનો જન્મ 25 મે, 1896 ના રોજ આંધ્રના ત્રિચુર જિલ્લાના મદનાપલ્લી નામના ગામમાં થયો હતો