Pedagogy of Science Short Questions
Credit :- www.gyanclassroom.com
🖋️ Kanthuji Rathod
1. વિજ્ઞાન એટલે શું?
- સામાન્ય અર્થ કરીએ તો વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન.
- માનવીના દૈનિક જીવન અને સ્પર્શતુ જ્ઞાન એ જ વિજ્ઞાન.
- મનુષ્ય જીવન અને તેની સામાજિક જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને રચેલ અનુભવજન્ય બાબતોનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે વિજ્ઞાન.
- વિજ્ઞાન એટલે તર્કશુદ્ધ પ્રયોગ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન.
2. વિજ્ઞાનના તત્વોના નામ જણાવો.
- તથ્યો
- સંકલ્પનાઓ
- સિદ્ધાંતો
- નિયમો
- પૂર્વધારણાઓ
- સામાન્યીકરણ
3. બ્લૂમે શૈક્ષણિક હેતુ અને કયા ક્ષેત્રોમાં વિભાજીત કર્યા હતા?
- જ્ઞાનાત્મક કે બોધાત્મક ક્ષેત્ર
- ભાવાત્મક ક્ષેત્ર
- મનોશારીરિક ક્ષેત્ર
4. જ્ઞાનાત્મક ક્ષેત્ર ના હેતુઓની કક્ષાઓ જણાવો.
- જ્ઞાન (knowledge)
- સમજ (understanding)
- ઉપયોગ (application)
- પૃથ્થકરણ (analysis)
- સંયોગીકરણ (synthesis)
- મૂલ્યાંકન (evaluation)
5. ભાવાત્મક ક્ષેત્ર ના હેતુઓ જણાવો.
૧) ધ્યાનમાં લેવું
૨) પ્રતિચાર આપવો
૩) મૂલ્ય ધારણ કરવું
૪) મુલ્યોને વ્યવસ્થિત કરવા
૫) અમુક મૂલ્ય દ્વારા ચારિત્ર્યગઠન
6. મનોશારીરિક ક્ષેત્રના હેતુઓ જણાવો.
૧) પ્રત્યક્ષીકરણ
૨) ધ્યાન કેન્દ્રિત કરવું
૩) માર્ગદર્શન હેઠળ પ્રતિચાર
૪) કાર્યપ્રણાલી શીખી જવું
૫) પ્રભુત્વ કે સંકુલ બાહ્ય પ્રતિચાર
7. વિજ્ઞાન શિક્ષણના સામાન્ય હેતુઓ જણાવો.
- જ્ઞાન મેળવે
- સમજ કેળવે
- મેળવેલ ગુણનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરે
- માનસિક શક્તિઓ વિકસે
- કૌશલ્યો વિકસે
- વૈજ્ઞાનિક વલણો કેળવે
- વિજ્ઞાનમાં રસ કેળવે
8. અનુદેશાત્મક હેતુઓ એટલે શું?
- અનુદેશાત્મક હેતુઓને સૂચનાત્મક હેતુઓ પણ કહે છે.
- વિશિષ્ટ હેતુઓ ની રચનાને આધારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અનુભવો આપ્યા બાદ તેનામાં વિષયવસ્તુના સંદર્ભ જે વર્તન પરિવર્તનો થાય છે તે દર્શાવતા વિધાનો એટલે અનુદેશાત્મક હેતુઓ.
9. અનુદેશાત્મક હેતુઓના લક્ષણો જણાવો.
- આ હેતુઓ સ્પષ્ટ હોય છે
- આ હેતુઓ સમય મર્યાદિત હોય છે
- આ હેતુઓ વાસ્તવિક હોય છે
- આ હેતુઓ માપી શકાય તેવા હોય છે.
10. પાઠ આયોજન એટલે શું?
- શિક્ષણકાર્ય ના સફળતાપૂર્વક સંચાલન માટે સંપૂર્ણપણે વિચારેલી પૂર્વ તૈયારી એટલે પાઠ આયોજન.
- અધ્યયન અધ્યાપનની સમગ્ર પ્રક્રિયાની વિગત પૂર્ણ વિચારણા એટલે પાઠ આયોજન
- એન્જિનિયર જેમ મકાન બનાવતા પહેલાં બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે, તેવી રીતે શિક્ષક વર્ગમાં ગયા પછી એકમ કેમ શીખવવો તેની કાર્યપદ્ધતિની રૂપરેખા એટલે પાઠ આયોજન.
11. આયોજનનું મહત્વ જણાવો.
- આત્મવિશ્વાસમાં વધારો કરવા
- સંભવિત મુશ્કેલીનો સામનો કરવા
- હેતુની સિદ્ધિ માટે
- સમય મર્યાદા જાળવી રાખવા
- શિક્ષણ કાર્યમાં થતી ઉતાવળ અટકાવવા
12. આદર્શ પાઠ આયોજન ના ફાયદા જણાવો.
- પાઠ આયોજનથી અધ્યાપનકાર્ય સુઆયોજિત, નિયમિત તેમ જ પદ્ધતિસરનું થાય છે.
- પાઠ આયોજન દ્વારા અધ્યાપકમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા અને આત્મભાન પેદા થાય છે.
- પાઠ આયોજન શિક્ષકના અધ્યાપનકાર્યને સરળ બનાવી તેમાં મદદરૂપ થાય છે.
- પાઠ આયોજન અધ્યેતાઓમાં રસ અને અભિરુચિ જાગૃત કરે છે.
13. એકમ આયોજન એટલે શું?
- એકમ એટલે વિષયવસ્તુનો ઉપવિભાગ, એ ઉપવિભાગ પસંદ કરી, એ આખા એકમ નું આયોજન કરવું તેને એકમ આયોજન કહેવાય છે.
- એકમ એટલે સમાન કક્ષાવાળા અધ્યયન અનુભવનું સંકલન
14. એકમ આયોજન ના લક્ષણો જણાવો.
- વિષયવસ્તુને ધ્યાનમાં રાખી હેતુઓ નક્કી કરવા જોઈએ.
- એકમ ને અનુરૂપ બધા જ શેક્ષણિક સાધનોનો તેમાં સમાવેશ થતો હોવો જોઈએ.
- સારો એકમ સમસ્યાના ઉકેલ તરફ દોરી જતો હોવો જોઈએ.
15. એકમ આયોજન નું મહત્વ જણાવો.
- સમયની બચત
- શૈક્ષણિક સાધનોનો ઉપયોગ
- પ્રવૃત્તિઓમાં વિવિધતા
- શિક્ષણકાર્ય અસરકારક
- ચોક્કસ અધ્યયન અનુભવો
16. એકમ પાઠ આયોજન ના લાભો જણાવો.
૧) શિક્ષણ પ્રક્રિયામાં સાતત્ય આવે.
૨) વિષયવસ્તુનુ વિગત પૂર્ણ અધ્યયન-અધ્યાપન શક્ય બને.
૩) સમય અને શક્તિનો યથાર્થ ઉપયોગ થાય
૪) સમગ્ર મુલ્યાંકન હાથ ધરી શકાય છે.
17. પાઠ આયોજનના સોપાનો જણાવો.
- પ્રસ્તાવના
- હેતુ કથન
- વિષય નિરૂપણ
- મૂલ્યાંકન
- સ્વાધ્યાય
18. મૌખિક કાર્ય પ્રયુક્તિ એટલે શું?
મૌખિક કાર્ય પ્રયુક્તિ એક માનસિક કાર્ય છે, જેમાં પ્રશ્ન અથવા સમસ્યા મૌખિક અથવા માનસિક રીતે પેન અને કાગળ ની મદદ લીધા સિવાય ઉકેલવામાં આવે છે.
19. મૌખિક કાર્ય પ્રયુક્તિનું મહત્વ જણાવો.
- વૈજ્ઞાનિક ગણતરીઓમાં ઝડપ આવે.
- ઝડપી વિચાર કરવાની શક્તિ વિકસાવે.
- કાર્ય ઉત્સાહ વધારે
- વિષયાંગ પ્રત્યે અભિરૂચિ વધારે.
- આત્મવિશ્વાસ વધારે.
20. દ્રઢીકરણ કાર્ય એટલે શું?
- દ્રઢીકરણ એટલે અગાઉ શીખવાયેલા એકમના વિવિધ મુદ્દાઓ માટે નો મહાવરો.
- કોઈ એક નિશ્ચિત એકમને સુસંગત એવા વિવિધ ઉદાહરણો કે મુદ્દાઓ દ્વારા પુનરાવર્તન કરી સતત મહાવરો કરવાની ક્રિયા એટલે દ્રઢીકરણ.
21. વિહંગાવલોકન એટલે શું?
વિહંગાવલોકન એટલે વિહંગ + અવલોકન
આકાશમાં ઉડતું પક્ષી પૃથ્વી પરની વિવિધ વસ્તુઓ સમગ્ર રીતે જુએ છે તેવી રીતે વિજ્ઞાનમાં કોઈ એકમ શીખ્યા બાદ તેને સમગ્ર રીતે જોવામાં આવે ત્યારે તે એકમનુ વિહંગાવલોકન કર્યું કહેવાય.
વિહંગાવલોકનને અંગ્રેજીમાં Review કહે છે.
Review એટલે View Again શીખેલી બાબતોને ફરીથી જોવી.
22. વિહંગાવલોકન નું મહત્વ જણાવો.
૧) શીખેલ એકમનુ સમગ્ર પણે પુનરાવર્તન થઇ શકે.
૨) સમગ્ર એકમ ની સમજ સ્પષ્ટ થાય.
૩) વિદ્યાર્થીના કાર્યમાં ભૂલો શોધી શકાય.
૪) મુદ્દાઓ વચ્ચે સળંગસત્રતા જળવાય.
૫) પરીક્ષામાં ટૂંક સમયમાં શીખવા ઉપયોગી બને.
23. બ્રેઈન સ્ટોર્મિંગ એટલે શું?
- બ્રેઈન સ્ટોર્મિંગ એ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વિદ્યાર્થીઓનો સમૂહ કોઈક નવા વિચાર કે નવા રસના ક્ષેત્રમાં વિચારોનું ઉત્પાદન કરવાનું છે.
- આ પરથી ક્ષેત્રોના વિચારો અને નવા વિચારોનું સર્જન કરવામાં આવે છે જેને બ્રેઈન સ્ટોર્મિંગ કહી શકાય.
24. વિજ્ઞાનની બે બ્રેઈન સ્ટોર્મિંગ પ્રવૃત્તિ લખો.
૧) પરંપરાગત બ્રેઈન સ્ટોર્મિંગ
૨) પ્રાગતિક બ્રેઈન સ્ટોર્મિંગ
25. બ્રેઈન સ્ટોર્મિંગના લાભ જણાવો.
૧) સર્જનાત્મક વિચારોને પ્રેરણા
૨) દરેક વિચારોની સ્વીકારતા
૩) દરેક વ્યક્તિ સમૂહમાં અગત્ય
૪) સરળ અને કુતુહલતાપૂર્ણ
26. રમત પ્રવિધિના લક્ષણો જણાવો.
- આનંદદાયક પ્રવૃત્તિ છે
- ગમ્મત સાથે જ્ઞાન આપે છે
- ભાર વિનાનું ભણતર છે
- બાળકની જિજ્ઞાસાવૃત્તિ સંતોષે છે
- તે અનૌપચારિક અને કુદરતી પ્રક્રિયા છે
- બાળકો પોતાના સ્વતંત્ર ભાવો વ્યક્ત કરે છે
27. શૈક્ષણિક સાધનો એટલે શું?
- શિક્ષણને રસપ્રદ બનાવવા માટે વિવિધ અધ્યયન અનુભવો પુરા પાડવા માટે જે ઉપકરણોનો ઉપયોગ કરે છે તેને શૈક્ષણિક સાધનો કહે છે.
- શિક્ષણ આપવાની પ્રક્રિયા સરળ બને તે માટે વાપરવામાં આવતા સાધનો એટલે શૈક્ષણિક સાધનો.
28. શૈક્ષણિક સાધનો ના પ્રકારો જણાવો.
૧) દ્રશ્ય સાધનો
૨) શ્રાવ્ય સાધનો
૩) દ્રશ્ય-શ્રાવ્ય સાધનો
29. દ્રશ્ય-શ્રાવ્ય સાધનોના ઉદાહરણ આપો.
- TV
- LCD
- LED
- VCR
- DVD
- ફિલ્મ પ્રોજેક્ટર
- માઈક્રો ફિલ્મ
30. શૈક્ષણિક ઉપકરણોનું મહત્વ જણાવો.
- ચર્ચાનો પ્રમાણ ઘટાડી શકાય છે
- વિકાસમાં મદદરૂપ
- રસવૃત્તિ જાળવી રાખે
- અશક્ય લાગતાં અનુભવો આપવા
31. ઉપકરણોની પસંદગી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
- વિદ્યાર્થીઓની માનસિક - બૌદ્ધિક વયકક્ષાને અનુરૂપ શૈક્ષણિક સાધનોની પસંદગી કરવી.
- શૈક્ષણિક ઉપયોગિતાની દષ્ટિએ બહુ મૂલ્યવાન હોય એવાં સાધનોની પસંદગી કરવી.
- ગણિત વિષયના હેતુઓની સિદ્ધિમાં વિષયની ક્ષમતાઓની સિદ્ધિમાં સહાયરૂપ હોય તેવાં શૈક્ષણિક સાધનો પસંદ કરવાં.
32. શૈક્ષણિક ઉપકરણની મર્યાદા જણાવો.
- સાધનો લઈ જવા - લાવવામાં વધુ સમય જાય છે.
- શિક્ષકમાં સાધનોના ઉપયોગ અંગે ઉદાસીનતા હોય છે. ઉત્સાહનો અભાવ હોય છે.
- શિક્ષક પાસે સાધનોના અસરકારક ઉપયોગ અથવા કુશળ સંચાલનની ક્ષમતા નથી હોતી.
33. ચાર્ટ ની અગત્યતા જણાવો.
- વિજ્ઞાન શિક્ષણમાં કેવળ શાબ્દિક રજૂઆત કરતા ચાર્ટ ના ઉપયોગ થી કરેલી ચિત્રાત્મક રજૂઆત વિદ્યાર્થીઓ માટે આકર્ષક અને અસરકારક નીવડે છે.
- ચાર્ટનો ઉપયોગ શિક્ષક માટે સમય અને શક્તિનો બચાવ કરે છે.
- અઘરા મુદ્દાઓને ચાર્ટ દ્વારા સમજાવી શકાય છે.
34. ચિત્રોના પ્રકાર જણાવો.
- વર્ગ સામે બતાવવા ના ચિત્રો
- પ્રક્ષેપથી (પ્રોજેક્શન)બતાવવાના ચિત્રો
35. સ્વનિર્મિત સાધનોનુ શૈક્ષણિક મહત્વ જણાવો.
- વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક ખ્યાલ સ્પષ્ટ બને છે.
- વિદ્યાર્થીઓની સર્જનશક્તિ ખીલે છે.
- વિદ્યાર્થીઓ ફુરસદના સમયનો સદુપયોગ કરે છે.
- વિદ્યાર્થીઓને નવું જાણવાની પ્રેરણા મળે છે.
36. વિજ્ઞાન વિષયના કોઈ પણ બે સામાયિક ના નામ આપો.
- વિજ્ઞાન દર્શન-બાલ ગોવિંદ પ્રકાશન
- વિજ્ઞાન પરિચય-વિજ્ઞાન એકમ રાજ્ય શિક્ષણ ભવન અમદાવાદ
37. એનસાયક્લોપીડીયા ના પ્રકારો જણાવો.
એન્સાઇક્લોપીડિયા ને બે વિભાગમાં વહેંચવામાં આવે છે.
- સામાન્ય એનસાઇક્લોપીડિયા
- વિશિષ્ટ એનસાઇક્લોપીડિયા
38. કોઈ બે એનસાઇક્લોપીડિયાના ઉદાહરણ આપો.
- DK children encyclopaedia.
- Encyclopaedia of world scientist.
39. વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોને દસ્તાવેજી કોઈપણ બે ફિલ્મો ના ઉદાહરણ આપો.
- The quantum Indians
- Science Safari India
40. વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગી વેબસાઈટના નામ આપો.
- www.safariindia.com
- www.funbrain.com
41. વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગી એપના નામ આપો.
- સાયન્સ બર્નિલ હબ
- જનરલ સાયન્સ
- અમેઝિંગ સાયન્સ
42. વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગી બ્લોગના નામ આપો.
- www.science.buddies.org
- www.scienceblogs.com
43. વિજ્ઞાન પ્રયોગશાળાના હેતુઓ જણાવો.
- વૈજ્ઞાનિક વલણ કેળવાય.
- સંઘભાવના વિકસે.
- પ્રયોગ કૌશલ્યો કેળવાય.
- આત્મસૂઝ તથા આત્મવિશ્વાસ મેળવે.
44. અભ્યાસક્રમ નો અર્થ જણાવો.
- અભ્યાસક્રમ માટે અંગ્રેજી શબ્દ Curriculum વપરાય છે જે મૂળ લેટિન શબ્દ Currer પરથી બનેલ છે.
- લેટિન શબ્દ Currer નો વ્યુત્પતિવાંચક અર્થ સમજીએ તો, Currer એટલે A Course Run To Reach A Certain Goal એમ થાય. વિજ્ઞાન શિક્ષણના સંદર્ભમાં જોઈએ તો અભ્યાસક્રમ એ વિજ્ઞાન શિક્ષણના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાનુ એક અગત્યનુ વાહન છે.
45. વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનુ મહત્વ જણાવો.
- અભ્યાસક્રમની રૂપરેખા સમજી શકાય.
- શિક્ષક વાલી તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન રૂપ.
- વ્યક્તિગત શિક્ષણ આપવામાં ઉપયોગી.
- શિક્ષણ કાર્યમાં સાતત્યતા જાળવવા ઉપયોગી.
- પ્રયોગો અને પ્રોજેક્ટ કરવામાં ઉપયોગી.
46. વિજ્ઞાનના શિક્ષક માટે હાથપોથીની અગત્યતા જણાવો.
- પાઠ્યપુસ્તક માં રહેલ નવા શબ્દોની સંકલ્પના સ્પષ્ટ બને છે.
- પાઠ્યપુસ્તકની જીવંત અને રસપ્રદ બનાવી શકાય છે.
- નવા સિધ્ધાંતો ના વિવિધ ઉદાહરણો મળી શકે છે.
- પાઠ્યપુસ્તકના શૈક્ષણિક મુદ્દાની પૂર્વભૂમિકા બાંધવામાં ઉપયોગી બને છે.
- વિદ્યાર્થીઓના અપેક્ષિત પૂર્વજ્ઞાન ની ચકાસણી માટે ઉપયોગી બને છે.
47. વિજ્ઞાન મંડળનું મહત્વ જણાવો.
- વિજ્ઞાન શિક્ષણને અસરકારક બનાવી શકાય.
- વિદ્યાર્થીઓમાં હકારાત્મક વલણ કેળવી શકાય.
- વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેનો પૂર્વગ્રહ દૂર કરવામાં ઉપયોગી.
- સંઘભાવના અને સહકારની ભાવનાની વૃત્તિ વિકસે.
48. વિજ્ઞાન મેળાની ઉપયોગી સંસ્થાઓ જણાવો.
- DIET
- GCERT - ગાંધીનગર
- NCERT- દિલ્હી
- Science City - ગાંધીનગર
- RPL (Physical Research Laboratory) - અમદાવાદ