Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

LS 2 અઘ્યયન અને અધ્યાપન - Short Questions



1. અધ્યયન એટલે શું ?

પુનરાવર્તનને પરિણામે વર્તનમાં થતું પરિવર્તન એટલે અધ્યયન


2. અભિપ્રેરણા એટલે શું ?

અભિપ્રેરણા એટલે કોઈ હેતુપ્રાપ્તિ માટે ચોક્કસ દિશામાં સક્રિય થવું તે.


3. અધ્યયન સંક્રમણની વ્યાખ્યા આપો.

શીખવા માટે કોઈ એક ક્ષેત્રમાં વિકસાવેલ ચિંતનની, અનુભવની અથવા કાર્ય કરવાની કે કૌશલ્ય પ્રાપ્ત કરવાની ટેવોનો શીખવાના બીજા ક્ષેત્રમાં ઉપયોગને સાધારણ રીતે અધ્યયન સંક્રમણ કહે છે.


4. અધ્યયન સંક્રમણના પ્રકારો જણાવો

1.હકારાત્મક અધ્યયન સંક્રમણ 

2. નકારાત્મક અધ્યયન સંક્રમણ 

3. શૂન્ય અધ્યયન સંક્રમણ


5. અધ્યયન શૈલી એટલે શું ?

અધ્યયન શૈલી એટલે અધ્યયન માટે કે સંદર્ભે અધ્યેતા દ્વારા ઉદીપન સાથે કરવામાં આવતી સતત આતરક્રિયાની રીત - માર્ગ.

6. એડગર ડેલના અનુભવ શંકુના મુખ્ય ત્રણ વિભાગો જણાવો.

ક્રિયા, અવલોકન અને સંકેત


7. મેકલેલેન્ડના પ્રેરણાના સિદ્ધાંતની પાયાની ત્રણ મૂળભૂત જરૂરિયાતો જણાવો.

  • સબંધની જરૂરિયાત, 
  • સત્તાની જરૂરિયાત, 
  • સિદ્ધિની જરૂરિયાત


8. મેસ્લોના સિદ્ધાંતના પિરામિડમાં દર્શાવેલ જરૂરિયાતની શ્રેણીઓ જણાવો.

  • શારીરિક જરૂરિયાતો, 
  • સલામતીની જરૂરિયાતો, 
  • સ્નેહની જરૂરિયાત, 
  • પ્રતિષ્ઠાની જરૂરિયાતો, 
  • આત્મસાક્ષાત્કારની જરૂરિયાતો, 
  • જ્ઞાનાત્મકક જરૂરિયાતો, 
  • સૌદર્યાત્મક જરૂરિયાતો,


9. અધ્યયનના કોઈ ચાર લક્ષણો જણાવો.

  • અધ્યયન દ્વારા પ્રાપ્ત કરેલ વર્તન લગભગ ચાપી હોય છે. 
  • અધ્યયનન દ્વારા વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવી શકાય છે. 
  • અધ્યયનમાંં અનુભવ અને મહાવરા દ્વારા પ્રાપ્ત વર્તન - પરિવર્તનનો સમાવેશ થાય છે. 
  • અધ્યયનન આજીવન ચાલતી સતત પ્રક્રિયા છે. 
  • અધ્યયનન સાર્વભૌમિક (વનિક) પ્રક્રિયા છે.


10. અધ્યયન પર અસર કરતા પરિબળો જણાવો.

1. અધ્યેતા સંબંધી પરિબળો, 

2. અધ્યાપક સંબંધી પરિબળો, 

3. પ્રક્રિયા સંબંધી પરિબળો, 

4. વિષયવસ્તુ સંબંધી પરિબળો


11. અઘ્યયન તત્પરતા એટલે શું ?

અધ્યેતા અધ્યયન કાર્યમાં સફળતા મેળવવા કે સિદ્ધિ મેળવવા માટે કાર્ય કરવાની તત્પરતા દર્શાવેલ તેને અધ્યયન તત્પરતા કહે છે.


12. અનુબંધ એટલે શું ? ઉદાહરણ આપો.

અનુબંધ એટલે જુદા જુદા વિષયો વચ્ચેનો સહસંબંધ. 

ઉ.દા., ગુજરાતી કાવ્ય શીખવતી વખતે વચ્ચે ભૌગોલિક સ્થળોનું વર્ણન આવે ત્યારે તે સ્થળો વિશે ભૌગોલિક માહિતી આપે અને કાવ્ય શીખવતો જાય ત્યારે ગુજરાતીનો ભૂગોળ સાથે અનુબંધ થયો કહેવાય.


13. અનભિસંધિત પ્રતિચાર કોને કહે છે ?

જે પ્રતિચાર કુદરતી રીતે કે સાહજિક રીતે થાય તે અનભિસંધિત પ્રતિચાર કહેવાય છે.


14. શાસ્ત્રીય અભિસંધાન સિદ્ધાંતના કોઈપણ બે શૈક્ષણિક ફલિતાર્થ જણાવો.

  • વર્ગખંડમાં ઘંટ વાગવાથી બાળકો વર્ગખંડમાં પ્રવેશે છે.
  • બાળકોમા શિસ્ત, શિષ્ટાચાર અને હકારાત્મક વલણો કેળવી શકાય છે.
  • સુટેવોનું ઘડતર થઈ શકે છે, કુટેવો દૂર કરી શકાય છે.


15. સુદ્રઢકોના પ્રકારો જણાવો.

  • વિધાયક સુદ્રઢક,
  • નકારાત્મક સુદ્રઢકો,
  • શિક્ષા


16. થોર્ડડાઈકે આપેલ પ્રયત્ન અને ભૂલ સિદ્ધાંતના અધ્યયનના નિયમો જણાવો.

  • તત્પરતાનો નિયમ,
  • અસરનો નિયમ,
  • પુનરાવર્તનનો નિયમ


17. કોહલરના આંતરસૂઝ દ્વારા અધ્યયન સિદ્ધાંતના બે લક્ષણો જણાવો.

  • આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનો સહારો લેવામાં આવે છે. 
  • નવી પરિસ્થિતિમાં આ અનુભવો કામે લગાડી સમસ્યાનો ઉકેલ મેળવાય છે.
  • બુદ્ધિશાળી પ્રાણી આ પ્રકારે અધ્યયન કરી શકે છે. પ્રાણી જેમ વધુ બુદ્ધિશાળી તેમ તેનામાં આંતરસૂઝનું પ્રમાણ વધુ.


18. કારક વર્તન એટલે શું ?

જે વર્તનના ઉદ્દીપકો સ્પષ્ટ રીતે આંગળી ચીંધીને બતાવી કે દર્શાવી શકાતા ન તેવા વર્તનને કારક વર્તન કહે છે.


19. પ્રતિચારાત્મક વર્તન એટલે શું ?

જે પ્રકારનાં વર્તન ઉદીપકોથી નિયંત્રિત હોય એટલે કે જે વર્તનના ઉદીપકો સ્પષ્ટ રીતે આંગળી ચીંધીને દર્શાવી શકાય તેમ હોય તેવાં પ્રકારના વર્તનને પ્રતિચારાત્મક વર્તન કહે છે.


20. ઉદીપક એટલે શું ?

આપણી આસપાસના વાતાવરણ ( પર્યાવરણ ) માં અનેક પરિબળો હોય છે. આ બધાં પરિબળો પૈકી જે પરિબળ પ્રાણીના ચેતાતંત્ર પર અસર કરી તેનું ધ્યાન ખેંચી શકે અને તેને પ્રતિક્રિયા કરવા પ્રેરે તે પરિબળને ઉદીપક કહે છે.


21. સુર્દઢીકરણ એટલે શું ?

સુદઢીકરણ એટલે પ્રતિચાર બાદ રજૂ થતો કે દૂર થતો ઉદીપક કે જે ભવિષ્યમાં પ્રતિચારની સંભાવનાઓ વધારે.


22. અધ્યાપન એટલે શું ?

શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના પારસ્પરિક આંતરવ્યવહારની પ્રક્રિયા.


23. સારા અધ્યાપનના કોઈ ચાર લક્ષણો જણાવો.

  • તે ઉદ્દેશકેન્દ્રી, હેતુકેન્દ્રી અને ક્ષમતાકેન્દ્રો હોય છે.
  • તે અધ્યેતાના વ્યક્તિગત તફાવતોને સંતોષનારું હોય છે.
  • તેે સુઆયોજિત હોય છે.
  • સારું અધ્યાપન અનુભવકેન્દ્રી અને પ્રવૃત્તિકેન્દ્રી હોય છે.


24. વ્યવસાયની વ્યાખ્યા આપો.

જેમાં ચોક્કસ પૂર્વાભિમુખીકરણ અને તાલીમ જરૂરી હોય એવા વિશિષ્ટ ધંધો એટલે વ્યવસાય.


25. અધ્યાપનના તબક્કાઓ જણાવો.

  • આયોજન,
  • અમલીકરણ,
  • ચિંતન


26. અધ્યાપનના ત્રણ સ્તરો નામ જણાવો.

  • ચિંતન સ્તર,
  • સમજ સ્તર,
  • સ્મૃતિ સ્તર


27. અધ્યાપન સ્તર કોને કહે છે ?

શિક્ષક અધ્યેતાને અધ્યાપન થકી વિષયવસ્તુના સંદર્ભમાં વિચારવાની જે કક્ષાએ લઈ જાય છે તેને અધ્યાપન સ્તર કહેવામાં આવે છે.


28. ક્યાં અધ્યાપન સ્તરને હર્બાર્ટીયન મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે ?

સ્મૃતિ સ્તરને


29. સમજ સ્તરના અધ્યાપનને ક્યાં અધ્યાપન મોડલ તરીકે ઓળખવામાં આવે છે ?

મોરિસન અધ્યાપન મોડલ


30. શિક્ષક ભૂમિકાઓ જણાવો.

  • શિક્ષક – એક આદર્શ તરીકે 
  • શિક્ષકક - એક સુવિધાકાર તરીકે 
  • શિક્ષકક - એક મંત્રણા કરનાર (મધ્યસ્થી) તરીકે 
  • શિક્ષક-- એક સહ - અધ્યયનકર્તા તરીકે 
  • શિક્ષકક - એક ચિંતનાત્મક કાર્યકર તરીકે 
  • શિક્ષક-- એક વર્ગખંડ સંશોધક તરીકે


31. શિક્ષણ પ્રતિમાનની વ્યાખ્યા આપો.

કોઈ એક ચોક્કસ વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટેની અધ્યાપનની વ્યુહરચના એટલે શિક્ષણપ્રતિમાન.


32. શિક્ષણ પ્રતિમાનના આધારભૂત તત્વો જણાવો

  • ઉદ્દેશ, 
  • સંરચના, 
  • સામાજિક પ્રણાલી, 
  • સહાયક તંત્ર


33. એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલના ત્રણ સોપાનો જણાવો.

  • એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત, 
  • અધ્યયન વસ્તુની રજૂઆત, 
  • અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ


34. અભિક્રમિત અધ્યયનની વ્યાખ્યા આપો.

અભિક્રમિત અધ્યયન એ સ્વયંશિક્ષણની એક પદ્ધતિ છે અને કાળજીપૂર્ણ રીતે યોજિત વિગતોની હારમાળા દ્વારા એની સિદ્ધિ થાય છે. જેમાં અધ્યયનકર્તા પાસેથી પ્રતિચાર માંગવામાં આવે છે અને પછી પ્રતિચારના સમર્થન અંગેની માહિતીની જાણ પણ કરવામાં આવે છે.


35. અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો જણાવો.

  • નાનાં સોપાનોનો સિદ્ધાંતો, 
  • સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત, 
  • ત્વરિત પુષ્ટિનો સિદ્ધાંત, 
  • સ્વગતિ પ્રમાણે પ્રગતિનો સિદ્ધાંત, 
  • ઓછામાં ઓછી ભૂલનો સિદ્ધાંત, 
  • વિદ્યાર્થીના કાર્યની મુલવણી


36. અભિક્રમિત અધ્યયનના પ્રકારો જણાવો.

  • રેખિક અભિકમ, 
  • પ્રશાખા અભિક્રમ, 
  • મેથેટિક્સ


37. અભિક્રમિત અધ્યયન રચનાના મુખ્ય પાંચ તબક્કાઓ જણાવો.

  • આયોજન નો તબક્કો, 
  • યંત્રેતર સામગ્રીની રચના, 
  • વિકાસાત્મક અજમાયશ નિર્ણય દ્વારા, 
  • અભિક્રમની પ્રણાલીભૂત અને ક્ષેત્રોની ચકાસણી, 
  • અભિક્રમિત માર્ગદર્શિકા તૈયાર કરવી

Post a Comment

Please do not enter any spam link in the comment box.