Pedagogy of Gujarati Short Questions
1. માતૃભાષાની પરિભાષા આપો
માતૃભાષાનો શાબ્દિક અર્થ ‘મા પાસેથી મેળવેલી ભાષા’ એવો કરી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા. ‘જનની જન્મભૂમિશ્વ સ્વર્ગાદપિ ગરીયસી' એ વ્યાપક અર્થમાં વિચારીએ તો જન્મભૂમિરૂપી માતાની છાયામાં એક જ સ્થળવિસ્તારમાં વસતા માનવીઓ જે ભાષા દ્વારા પોતાનો વ્યવહાર ચલાવે તે માતૃભાષા. આ ઉપરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, એક ભાષા સમાજના લોકોના નિત્ય વ્યવહારના સાધન તરીકે જે ભાષા બોલાય તે માતૃભાષા.
2. માતૃભાષા એટલે શું ?
માતૃભાષા એટલે પોતાના લોકોનાં મૂલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજિક શિક્ષણથી ઘડાયેલા છે, તેના વારસાનો પરિચય આપતી ભાષા.
3. માતૃભાષાની બે લાક્ષણીકતાઓ જણાવો.
- ભાષા વિવિધ સ્વરૂપની છે. તેમાં પ્રથમ તે ધ્વનિઓની બનેલી છે અને બીજુ આ મર્યાદિત સંખ્યાના ધ્વનિ એકમોની વિવિધ ગોઠવણીમાંથી ભાષામાં અસંખ્ય સ્વરૂપો બની શકે છે.
- માનવભાષામાં નવનિર્માણની શક્તિ છે. પૂર્વેનસાંભળી હોય તેવી ઉક્તિઓનું નિર્માણ શક્ય બને છે.
- ભાષામાં ધ્વનિઓ અને તે દ્વારા વ્યક્ત થતા અર્થ વચ્ચે કોઈ સ્વભાવસહજ સંબંધ નથી. ચોક્કસ અર્થ વ્યક્ત કરવા કુદરતી શક્તિ નથી હોતી. તેમની વચ્ચે રૂઢિગત સંબંધ હોય છે.
4. ભાષાના ત્રણ સ્વરૂપો જણાવો.
- શ્રાવ્ય સ્વરૂપ
- દ્રશ્ય સ્વરૂપ
- સ્પૃશ્ય સ્વરૂપ
5. ભાષાના ઘટકો જણાવો.
- અક્ષર
- શબ્દ
- અંગ
- પ્રત્યય
6. પ્રત્યયના બે પ્રકારોના નામ જણાવો
- અંગસાધક પ્રત્યયો
- પરસાધક પ્રત્યયો
7. અંગસાધક પ્રત્યય એટલે શું ?
જે પ્રત્યય લગાડવાથી રૂપની માત્ર વ્યાકરણગત કામગીરી બદલાય છે એટલે કે તેના દ્વારા ફકત નવું અંગ જ રચાય છે તેને અંગસાધક પ્રત્યય કહે છે.
8. પદ સાધક પ્રત્યય એટલે શું ?
પદ કે દૈતીયિક રચના બનાવવા પ્રાથમિક રચનાને લગતા પ્રત્યયોને પદ સાધક પ્રત્યયો કહેવામાં આવે છે .
9. માતૃભાષાનું મહત્વ જણાવો.
- પ્રત્યાયનના માધ્યમ તરીકે
- વ્યક્તિત્વના ઘડતર માટે
- શિક્ષણના માધ્યમ તરીકે
- અન્ય વિષયના પાયા તરીકે
10. ભાષાના સામાન્ય હેતુઓ જણાવો.
- ભાષાનાં મૂળ તત્ત્વો નું જ્ઞાન પ્રાપ્ત કરે.
- શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે.
- વાચન દ્વારા અર્થગ્રહણ કરે.
- મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે.
- કથન દ્વારા અભિવ્યક્તિ કરે.
- લેખન દ્વારા અભિવ્યક્તિ કરે.
11. શૈક્ષણિક હેતુઓના પ્રકારો જણાવો.
- જ્ઞાનાત્મક હેતુઓ
- ભાવાત્મક હેતુઓ
- મનોશારીરિક હેતુઓ
12. પાઠ આયોજન એટલે શું ?
- પાઠ આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષક જે ક્રિયાઓનું આયોજન કરે તેનો આલેખપત્ર.
- હેતુઓને વ્યાખ્યાયિત કરવા, પાદ્યવસ્તુની પસંદગી અને તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી તથા પાઠ્યવસ્તુની રજૂઆત માટેની પદ્ધતિ અને પ્રક્રિયાઓ નક્કી કરવી એટલે પાઠ આયોજન.
13. પાઠ આયોજનનું મહત્વ જણાવો
- પાઠ આયોજનથી શિક્ષક વર્ગમાં પ્રવેશ કરે તે પહેલા મુદ્દા વિશે જરૂરી જ્ઞાન, માહિતી, હકીકતો તેમજ પૂર્વ તૈયારી માટેની તક મળે છે.
- અધ્યાપન માટેના ચોક્કસ સમય, મર્યાદા અને ઉદ્દેશનો પણ ખ્યાલ આવે છે.
- પાઠ આયોજનની શિક્ષક વર્ગમાં જાય છે ત્યારે વિષયવસ્તુ સંબંધો કયા - કયા શૈક્ષણિક સાધનો, સંદર્ભ ગ્રંથો, ઉદાહરણો, પદ્ધતિ તેમનું પ્રયુક્તિનો ઉપયોગ ક્યારે, કેવી રીતે કરવો તેનો પણ ખ્યાલ આવે છે.
14. તાસ આયોજન એટલે શું ?
તાસ આયોજન એટલે એક જ તાસમાં વિષયાંગનું કરવામાં આવતું શિક્ષણકાર્ય
15. તાસ આયોજનના સોપાનો જણાવો.
- પ્રારંભ
- વિષયનિરૂપણ
- સ્વાધ્યાય
- હેતુકથન
- મૂલ્યાંકન / પુનરાવર્તન
16. આદર્શ પાઠ આયોજનની લાક્ષણિકતાઓ જણાવો.
- શિક્ષક ના ઉદ્દેશ્ય પર આધારિત
- વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન આધારિત
- પાઠ આયોજનના સોપાનોનું વિભાજન
- શ્યામ ફલક નો ઉપયોગ
17. એકમ આયોજન એટલે શું ?
- એક જ પાઠનાં જુદાં જુદાં પાસાંના શિક્ષણનું આયોજન એટલે એકમ આયોજન.
- પાઠયપુસ્તકના કોઈ એક પાઠની વસ્તુનાં જુદાં જુદાં પાસાં પર તૈયાર કરેલા જુદા જુદા પાઠો યોજીને એકમની રચના થઈ શકે.
18. એકમ આયોજનના લાભ જણાવો.
- શિક્ષણપ્રક્રિયામાં સાતત્ય આવે છે.
- સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ (વર્તન - પરિવર્તનો) અને ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
- વિષયાંગના બધા મુદ્દાઓને પૂરતા પ્રમાણમાં ન્યાય આપી શકાય છે.
- વિષયવસ્તુનું વિગતપૂર્ણ ઊંડાણપૂર્ણ અધ્યાપન - અધ્યયન શક્ય બને છે.
- વિઘાર્થીઓને સમૃદ્ધ, ઘનિષ્ઠ, વૈવિધ્યપૂર્ણ, વ્યવસ્થિત, ચોક્કસ અને સતત અધ્યયન અનુભવો પૂરા પાડી શકાય છે.
19. એકમ આયોજનના સોપાનો જણાવો.
- એકમનું નામ
- શૈક્ષણિક હેતુઓ
- સંકલ્પનાઓ
- શૈક્ષણિક સાધનો
- મૂલ્યાંકન
- સંદર્ભ સાહિત્ય
- પેટા એકમો
- વિષયવસ્તુના મુદ્દા
- અધ્યાપન પદ્ધતિઓ
- અધ્યયન પ્રવૃત્તિઓ
- સ્વાધ્યાય
20. માતૃભાષા શિક્ષણમાં ઉપયોગી પ્રયુક્તિઓ ફકત નામ જણાવો.
- કાવ્યપઠન
- કાવ્યગાન
- સંદર્ભ કથન
- નાટ્યીકરણ
- મૂકવાચન
21. કાવ્યપઠન એટલે શું ?
કાવ્યપઠનમાં કવિએ વ્યક્ત કરેલ ભાવોને પકડવા અને તે ભાવ સરળતાથી ઉચ્ચારાય તેવું વાંચન એટલે કાવ્યપઠન.
22. કાવ્યગાન એટલે શું ?
કાવ્યગાન એટલે સામાન્ય માનવ પોતાની ઊર્મિઓને, લાગણીઓને સંતોષવા હૃદયને ઝંકૃત કરવા ગાઈ શકે તેવું ગાન.
23. સંદર્ભ કથન એટલે શું ?
સંદર્ભ કથન એટલે જેમાં વિષય સંબંધી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાની પ્રયુક્તિ.
24. સંદર્ભ કથન નું મહત્વ જણાવો.
- શિક્ષક અને વિદ્યાર્થી બંનેની જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે છે.
- વિદ્યાર્થીઓની વાચન અભિમુખતા વધે છે.
- વિદ્યાર્થીઓ લાઈબ્રેરીનો ઉપયોગ કરતા થાય છે.
- અદ્યતન માહિતી દ્વારા શિક્ષણ વિશ્વસનીય બને છે.
- એકમના સંદર્ભમાં પૂરક માહિતી મળતાં વિષયવસ્તુ સમૃદ્ધ બને છે.
- વિદ્યાર્થીઓ વિષય સાથે અનુબંધ બાંધતાં શીખે છે.
- વિદ્યાર્થીઓમાં ખોજ કરવાની જિજ્ઞાસા વધે છે.
25. નાટ્યીકરણ એટલે શું ?
નાટ્યીકરણ એટલે બનાવો, ઘટનાઓ, પાત્રોને અભિનય સાથે કે વિના અભિનયે સંવાદો દ્વારા મૂર્ત સ્વરૂપ આપવાની પદ્ધતિ.
26. નાટ્યીકરણ પ્રયુક્તિનું મહત્વ જણાવો.
- વિદ્યાર્થીઓમાં સર્જનશીલતાનો વિકાસ થાય છે. તેમની સર્જનશીલ અભિવ્યક્તિને પ્રદર્શિત કરવાની તક મળે છે.
- વિદ્યાર્થીઓની મૌખિક - વાચિક અને આંગિક અભિવ્યક્તિનો વિકાસ થાય છે.
- વિદ્યાર્થીઓમાં સંવેદનશીલતાનો વિકાસ થાય છે. ભાવાત્મક બુદ્ધિનો વિકાસ થાય છે.
- નાટકનાં પાત્રો સાથે તાદાભ્ય અનુભવે છે. પાત્રોનાં સુખદુ:ખ, ગુણ - દુર્ગુણને જાણે છે.
27. માતૃભાષા શિક્ષણમાં સાધનો ના ઉપયોગ નું મહત્વ જણાવો
- શૈક્ષણિક ઉપકરણથી અધ્યતાને પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ મળતાં સરળતાથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે , તેથી શિક્ષકનું કથન ઘટે છે.
- ઇન્દ્રિયગમ્ય અનુભવોને કારણે શિક્ષણમાં વૈવિધ્ય આવે છે.
- ઉપકરણો જિજ્ઞાસા - રસ પેદા કરી નવા અધ્યયન માટે પ્રવૃત્તિની પ્રેરણા આપે છે.
- અદ્યતન માહિતી પ્રાપ્ય બનતાં જ્ઞાનની ગહરાઈ પ્રાપ્ત થાય છે. ઉપકરણોના ઉપયોગથી એક કરતાં વધારે જ્ઞાનેન્દ્રિયો સક્રિય બને છે. આથી અનુભવોની છાપ ઘેરી અને સમૃદ્ધ બનતાં શિક્ષણ કાયમી બને છે.
- ઉપકરણ વર્ગમાં વધતી સંખ્યાને શીખવવામાં ન્યાય આપવામાં ઉપયોગી છે.
28. શૈક્ષણિક સાધનો ની પસંદગીમાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
- શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરે તેવાં હોવાં જોઈએ.
- એકમ કે વિષય સાથે સંબંધિત હોવાં જોઈએ.
- વિદ્યાર્થીઓની માનસિક અને બૌદ્ધિક વયકક્ષાને ધ્યાનમાં રાખવી.
- શૈક્ષણિક ઉપયોગિતાની દૃષ્ટિએ મૂલ્યવાન હોવું જોઈએ.
29. માતૃભાષાનાં કૌશલ્યોના નામ જણાવો
- શ્રવણ કૌશલ્ય
- કથન કૌશલ્ય
- વાચન કૌશલ્ય
- લેખન કૌશલ્ય
30. વાચનશક્તિ એટલે શું ?
વાચનશક્તિ એટલે સંજ્ઞાઓ અને અવાજનું પ્રત્યક્ષીકરણ સાધી તેનો અર્થ ઘટાવવાની શક્તિ.
31. વાચનના પ્રકાર જણાવો.
- મુકવાચન
- મુખવાચન
32. શબ્દકોશ એટલે શું ?
શબ્દકોશ એટલે શબ્દોની જોડણી અને તેના અર્થોનો કોશ. કોશ એટલે ભંડાર. આ અર્થમાં શબ્દોના ભંડારરૂપી ગ્રંથ એટલે શબ્દકોશ.
33. વિશ્વકોશ એટલે શું ?
વિશ્વ એટલે બધું, કોશ એટલે ખજાનો, સંગ્રહ. ટૂંકમાં, સર્વજ્ઞાનસંગ્રહ કહી શકાય. વિશ્વ પર પથરાયેલા જ્ઞાનના તમામ વિષયો કે બાબતો માટેનો માહિતી ગ્રંથ એટલે વિશ્વકોશ.
34. વિશ્વકોશ મહત્વ જણાવો.
- કોઈપણ વિષયની અધિકૃત માહિતી મેળવવામાં ખૂબ ઉપયોગી છે.
- માહિતીની સ્પષ્ટતા મેળવવા માટે ઉપયોગી છે.
- સાહિત્યનાં વિવિધ સ્વરૂપોની માહિતી મેળવી શકાય છે.
- સાહિત્યકોશ વિશેની અધિકૃત માહિતી ઉપલબ્ધ થઈ રહે છે.
35. સોફ્ટવેરના ત્રણ પ્રકારો જણાવો.
- સિસ્ટમ સોફ્ટવેર,
- એપ્લિકેશન સોફ્ટવેર,
- ડ્રાઇવર સોફ્ટવેર
36. શિક્ષણમાં ઉપયોગી ત્રણ એપ્લિકેશનના નામ જણાવો.
- મારી શાળા
- દીક્ષા
- માઇક્રસોફ્ટ ટીમ
37. ભાષાખંડ એટલે શું ?
ભાષાખંડ એટલે કે જેમાં ગુજરાતી ભાષા વિષયક સંદર્ભ, સાહિત્ય, ચાર્ટ, દશ્ય શ્રાવ્ય સાધનો, કવિ પરિચય, લેખક પરિચય, સામાયિક વગેરેનો જે ખંડમાં ઉપયોગ કરવામાં આવે છે તે ભાષાખંડ કહેવાય છે.
38. ભાષાખંડનું સ્વરૂપ જણાવો.
- માતૃભાષા વિષયક ચાર્ટ, ચિત્ર હોવા જોઈએ.
- શ્રાવ્ય સ્વરૂપ જેમ કે રેડિયો, ટેલિકોન, ગ્રામોફોન, ટેપરેકોર્ડર જેવા શ્રાવ્ય ઉપકરણો સ્થાયી કરી શકાય.
- દશ્ય સ્વરૂપના ઉપકરણો પણ ભાષા ખંડમાં હોવા જોઈએ કેમ કે જ્યારે ભાષા આંખ વડે ગ્રહણ કરાય છે ત્યારે ભાષાનું સ્વરૂપ દેશ્ય હોય છે.
39. ભાષા પ્રયોગશાળાના ફાયદાઓ જણાવો.
- વિદ્યાર્થીને ભાષાના મૂળ સ્વરૂપનો ખ્યાલ આવે છે.
- વિદ્યાર્થીઓને ભાષાનો સક્રિય ઉપયોગ કરવાનો વધુ સમય મળે છે.
- વિદ્યાર્થી પોતે જ્યારે મહાવરો કરે છે ત્યારે બીજાને કે બીજા મહાવરો કરે છે ત્યારે પોતાને અવરોધ થતો નથી.
- વિદ્યાર્થી પોતાની ભૂલો પોતે સાંભળી શકે છે.
40. પાઠ્યપુસ્તકનું મહત્વ સમજાવો.
- વિદ્યાર્થીઓ માટે સ્વઅધ્યયનનું એક સક્ષમ અને અસરકારક ઉપકરણ બની રહે છે.
- વિદ્યાર્થીઓ પુનરાવર્તન અને દઢીકરણ કરી શકે છે.
- ગૃહકાર્ય કરવામાં સહાયક બને છે.
- વિષયવસ્તુની સમજ મેળવવા ઉપયોગી છે.
- સ્વાધ્યાય સામગ્રી અને પ્રવૃત્તિઓ પૂરી પાડે છે.
- વર્ગશિક્ષણની પૂરક માહિતી મેળવવા ઉપયોગી બને છે.
41. આદર્શ પાઠ્યપુસ્તકના લક્ષણો જણાવો.
- પાઠ્યપુસ્તક ઉત્તમ સિદ્ધાંતો અનુસાર તૈયાર થયેલું હોય
- પાઠ્યપુસ્તક સારી ભૌતિક ગુણવત્તા પ્રમાણે તૈયાર થયેલું હોય
- આ બન્ને બાબતો જે - તે વયકક્ષા માટે ઉપયોગિતા અને સુવિધાપણું દર્શાવે છે.
- યોગ્ય લાયકાત ધરાવતા વિષય નિષ્ણાતો દ્વારા પાઠ્યપુસ્તક લખાયેલું હોવું જોઈએ.
42. શિક્ષક હાથપોથી એટલે શું ?
- શિક્ષકને અધ્યાપન અંગે માર્ગદર્શન આપવા માટે તજ્જ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવતા પુસ્તકને શિક્ષક હાથપોથી કહેવામાં આવે છે.
- શિક્ષક નિદર્શિનીને અધ્યાપનપોથી, ટીચર્સ હેન્ડબુક, ટીચર્સ મેન્યુઅલ ટીચર્સ ગાઇડ વગેરે બીજાં નામથી પણ ઓળખવામાં આવે છે.
43. શિક્ષક હાથપોથીનું મહત્વ સમજાવો
- શિક્ષક નિદર્શિની (હાથપોથી) માંથી પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન મળી રહે છે.
- સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય પ્રશ્નો માટેનાં દિશાસૂચન હોય છે.
- એકમના અધ્યાપન માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવવી, કયાં શૈક્ષણિક સાધનો અપનાવવાં, તે અંગેની માહિતી મળી રહે છે. સાહિત્ય સ્વરૂપ, વ્યાકરણ વિશેના પાયાના વિષયવસ્તુનું જ્ઞાન મળી રહે છે.
- પ્રત્યેક વિષયાંગના શિક્ષણકાર્યની રૂપરેખા, હેતુઓ, વિસ્તૃત ચર્ચા, મૂલ્યાંકન, સ્વાધ્યાય વગેરે બાબતોની જાણકારી જોવા મળે છે.
44. સહ અભ્યાસ પ્રવૃતિઓનું મહત્વ જણાવો
- વિદ્યાર્થીઓની માતૃભાષાનો વિકાસ થાય છે.
- આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને માતૃભાષાનું શિક્ષણ સંગીન રીતે આપી શકાય છે.
- વિદ્યાર્થીઓનો માનસિક કે બૌદ્ધિક, સાંવેગિક, સામાજિક અને નૈતિક તેમજ આધ્યાત્મિક વિકાસ શક્ય બને છે.
- વિદ્યાર્થીઓ સક્રિય બને છે.
- તેમનામાં આત્મવિશ્વાસનો આર્વિભાવ થાય છે.
- સહઅભ્યાસ પ્રવૃત્તિઓના આયોજનથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વના, આયોજકના ગુણો ખીલે છે.
45. નાટ્યીકરણ એટલેે શું ?
નાટ્યીકરણ એટલે બનાવો, ઘટનાઓ, પાત્રોને અભિનય સાથે કે વિના અભિનય સંવાદો દ્વારા મૂર્ત સ્વરૂપ આપવાની પદ્ધતિ.
46. નાટ્યીકરણ પદ્ધતિની મર્યાદાઓ જણાવો.
- બધા જ શિક્ષકો પાસે પાઠની વિષયવસ્તુને સંવાદના સ્વરૂપમાં નાટ્યીકરણમાં રૂપાંતર કરવાનું લેખનકૌશલ હોતું નથી.
- ગુજરાતી પાઠ્યપુસ્તકના બધા જ પાઠો કે એકમો આ પદ્ધતિએ શીખવી શકાતા નથી.
- આ પદ્ધતિનો ઉપયોગ કરવા વધુ સમય ફાળવવો પડે છે . આ પદ્ધતિના ઉપયોગ માટેની તૈયારી કાર્યબોજમાં વધારો કરે છે.
47. અંક પ્રકાશનનું મહત્વ સમજાવો
- વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે.
- વિદ્યાર્થીઓની લેખિત અભિવ્યક્તિ કેળવાય છે.
- વિદ્યાર્થીઓનાં વાચન અને લેખન કૌશલ્યોનો સુપેરે વિકાસ સાધી શકાય છે.
- વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને ઉત્તેજન મળે છે.
48. વાર્તાલાપ એટલે શું ?
વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય, અતિથિ વક્તાઓ કે વિદ્વાનો દ્વારા અપાતાં પ્રવચનો કે વ્યાખ્યાનોને વાર્તાલાપ કહેવામાં આવે છે.
49. શબ્દભંડોળના બે પ્રકારોના નામ જણાવો.
- વ્યાવહારિક શબ્દભંડોળ
- બોધપરીક્ષક શબ્દભંડોળ
50. નિદાનાત્મકતા એટલે શું ?
“શારીરિક, માનસિક કે પછી સામાજિક વિકૃતિમાં વર્તમાન લક્ષણોના ઇતિહાસમાં વિવેકપૂર્ણ અભ્યાસ દ્વારા એ લક્ષણોની પ્રકૃતિ નિર્ધારિત કરવાની પ્રક્રિયાને નિદાનાત્મકતા કહે છે.”
51. ઉપચાર એટલે શું ?
“ઉપચાર એટલે શીખવા, શીખવાની પ્રક્રિયા દરમ્યાન જ વિદ્યાર્થીઓ પોતાની ભૂલો સુધારી શકે તેવી માહિતી આપ્યા કરવાની વ્યવસ્થા.”