Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

Pedagogy of Mathematics Short Questions

Pedagogy of Mathematics Short Questions

Credit By :- www.gyanclassroom.com 
🖋️ :- Kanthuji Rathod


1. ગણિત એટલે શું ?

  • ગણિતને અંગ્રેજી માં Mathematics કહેવામાં આવે છે. આ અંગ્રેજી શબ્દ મૂળ લેટિન ભાષાના શબ્દ Methemetica પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે Learning Science.
  • ગણિત એટલે રાશિ અને અવકાશ વિજ્ઞાન - શબ્દકોશ. 
  • ગણિત એટલે વિવિધ વિષયોના વિકાસ માટેની પદ્ધતિ છે - G L Evans
  • ગણિત એટલે ગણતરીનું વિજ્ઞાન.


2. જ્ઞાનાત્મક ક્ષેત્ર ના હેતુઓ જણાવો.

૧) જ્ઞાન 

૨) સમજ 

૩) ઉપયોગ 

૪) પૃથક્કરણ 

૫) સંયોગીકરણ 

૬) મૂલ્યાંકન


3. ભાવાત્મક ક્ષેત્ર ના હેતુઓ જણાવો.

૧) ધ્યાનમાં લેવું

૨) પ્રતિચાર આપવો

૩) મૂલ્ય ધારણ કરવું

૪) મુલ્યોને વ્યવસ્થિત કરવા

૫) અમુક મૂલ્ય દ્વારા ચારિત્ર્યગઠન


4. મનુ શારીરિક ક્ષેત્રના હેતુઓ જણાવો.

૧) પ્રત્યક્ષીકરણ

૨) ધ્યાન કેન્દ્રિત કરવું

૩) માર્ગદર્શન હેઠળ પ્રતિચાર

૪) કાર્યપ્રણાલી શીખી જવું

૫) પ્રભુત્વ કે સંકુલ બાહ્ય પ્રતિચાર


5. ગણિતના ચાર સામાન્ય હેતુઓ જણાવો.

      ૧) વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્રનું જ્ઞાન મેળવે

      ૨) વિદ્યાર્થીઓ સમાજ કેળવે

      ૩) વિદ્યાર્થીઓમાં કેટલા કૌશલ્યો કેળવાય

      ૪) વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરતા થાય


6. અનુદેશાત્મક હેતુઓ એટલે શું?

  • અનુદેશાત્મક હેતુઓને સૂચનાત્મક હેતુઓ પણ કહે છે.
  • વિશિષ્ટ હેતુઓ ની રચનાને આધારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અનુભવો આપ્યા બાદ તેનામાં વિષયવસ્તુના સંદર્ભ જે વર્તન પરિવર્તનો થાય છે તે દર્શાવતા વિધાનો એટલે અનુદેશાત્મક હેતુઓ.


7. પાઠ આયોજન એટલે શું ?

  • શિક્ષણકાર્ય ના સફળતાપૂર્વક સંચાલન માટે સંપૂર્ણપણે વિચારેલી પૂર્વ તૈયારી એટલે પાઠ આયોજન.
  • અધ્યયન અધ્યાપનની સમગ્ર પ્રક્રિયાની વિગત પૂર્ણ વિચારણા એટલે પાઠ આયોજન.
  • એન્જિનિયર જેમ મકાન બનાવતા પહેલાં બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે, તેવી રીતે શિક્ષક વર્ગમાં ગયા પછી એકમ કેમ શીખવવો તેની કાર્યપદ્ધતિની રૂપરેખા એટલે પાઠ આયોજન.


8. આયોજનનું મહત્વ જણાવો.

  • આત્મવિશ્વાસમાં વધારો કરવા
  • સંભવિત મુશ્કેલીનો સામનો કરવા
  • હેતુની સિદ્ધિ માટે
  • સમય મર્યાદા જાળવી રાખવા
  • શિક્ષણ કાર્યમાં થતી ઉતાવળ અટકાવવા


9. આદર્શ પાઠ આયોજન ના ફાયદા જણાવો.

  • પાઠ આયોજનથી અધ્યાપનકાર્ય સુઆયોજિત, નિયમિત તેમજ પદ્ધતિસરનું થાય છે. 
  • પાઠ આયોજન દ્વારા અધ્યાપકમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા અને આત્મભાન પેદા થાય છે. 
  • પાઠ આયોજન શિક્ષકના અધ્યાપનકાર્યને સરળ બનાવી તેમાં મદદરૂપ થાય છે. 
  • પાઠ આયોજન અધ્યેતાઓમાં રસ અને અભિરુચિ જાગૃત કરે છે.


10. એકમ આયોજન એટલે શું?

  • એકમ એટલે વિષયવસ્તુનો ઉપવિભાગ, એ ઉપવિભાગ પસંદ કરી, એ આખા એકમ નું આયોજન કરવું તેને એકમ આયોજન કહેવાય છે.
  • એકમ એટલે સમાન કક્ષાવાળા અધ્યયન અનુભવનું સંકલન.


11. એકમ આયોજન ના લક્ષણો જણાવો.

  • વિષયવસ્તુને ધ્યાનમાં રાખી હેતુઓ નક્કી કરવા જોઈએ.
  • એકદમ ને અનુરૂપ બધા જ શેક્ષણિક સાધનોનો તેમાં સમાવેશ થતો હોવો જોઈએ.
  • સારો એકમ સમસ્યાના ઉકેલ તરફ દોરી જતો હોવો જોઈએ.


12. એકમ આયોજન નું મહત્વ જણાવો.

  • સમયની બચત
  • શૈક્ષણિક સાધનોનો ઉપયોગ
  • પ્રવૃત્તિઓમાં વિવિધતા
  • શિક્ષણકાર્ય અસરકારક
  • ચોક્કસ અધ્યયન અનુભવો


13. એકમ પાઠ આયોજન ના લાભો જણાવો.

૧) શિક્ષણ પ્રક્રિયામાં સાતત્ય આવે.

 ૨) વિષયવસ્તુનુ વિગત પૂર્ણ અધ્યયન-અધ્યાપન શક્ય બને.

૩) સમય અને શક્તિનો યથાર્થ ઉપયોગ થાય

૪) સમગ્ર મુલ્યાંકન હાથ ધરી શકાય છે.


14. મૌખિક કાર્ય પ્રયુક્તિ નું મહત્વ જણાવો.

૧) ગાણિતિક ગણતરીઓમાં ઝડપ આવે.

૨) ગાણિતિક ઉકેલો સ્પષ્ટ અને ઝડપી પ્રાપ્ત થાય.

૩) કાર્ય ઉત્સાહ વધારે.

૪) આત્મા વિશ્વાસ વિકસાવે 

૫) વિષયાંગ પ્રત્યે અભિરુચિ વધારે


15. દ્રઢીકરણ કાર્ય એટલે શું?

  • દ્રઢીકરણ એટલે અગાઉ શીખવાયેલા એકમના વિવિધ સ્વરૂપ ના દાખલા ગણવા માટેનો મહાવરો.
  • વિદ્યાર્થી વિવિધ ગણિત ના ખ્યાલો, નિયમો,સુત્રો ભૂલી ન જાય તે માટે દ્રઢીકરણ જરુરી છે.


16. વિહંગાવલોકન એટલે શું?

  • વિહંગાવલોકન એટલે વિહંગ + અવલોકન
  • આકાશમાં ઉડતું પક્ષી પૃથ્વી પરની વિવિધ વસ્તુઓ સમગ્ર રીતે જુએ છે તેવી રીતે ગણિતમાં કોઈ એકમ શીખ્યા બાદ તેને સમગ્ર રીતે જોવામાં આવે ત્યારે તે એકમનુ વિહંગાવલોકન કર્યું કહેવાય.
  • વિહંગાવલોકનને અંગ્રેજીમાં Review કહે છે.
  • Review એટલે View Again શીખેલી બાબતોને ફરીથી જોવી.


17. વિહંગાવલોકન નું મહત્વ જણાવો.

      ૧) શીખેલ એકમનુ સમગ્ર પણે પુનરાવર્તન થઇ શકે.

      ૨) સમગ્ર એકમ ની સમજ સ્પષ્ટ થાય.

      ૩) વિદ્યાર્થીના કાર્યમાં ભૂલો શોધી શકાય.

      ૪) મુદ્દાઓ વચ્ચે સળંગસત્રતા જળવાય.

      ૫) પરીક્ષામાં ટૂંક સમયમાં શીખવા ઉપયોગી બને.


18. ગણિતની બે બ્રેઈન સ્ટોર્મિંગ પ્રવૃત્તિ લખો.

     ૧) પરંપરાગત બ્રેઈન સ્ટોર્મિંગ

     ૨) પ્રાગતિક બ્રેઈન સ્ટોર્મિંગ


19. બ્રેઈન સ્ટોર્મિંગના લાભ જણાવો.

૧) સર્જનાત્મક વિચારોને પ્રેરણા

૨) દરેક વિચારોની સ્વીકારતા

૩) દરેક વ્યક્તિ સમૂહમાં અગત્ય

૪) સરળ અને કુતુહલતાપૂર્ણ


20. રમત પ્રવિધિના લક્ષણો જણાવો.

  • આનંદદાયક પ્રવૃત્તિ છે
  • ગમ્મત સાથે જ્ઞાન આપે છે
  • ભાર વિનાનું ભણતર છે
  • બાળકની જિજ્ઞાસાવૃત્તિ સંતોષે છે
  • તે અનૌપચારિક અને કુદરતી પ્રક્રિયા છે
  • બાળકો પોતાના સ્વતંત્ર ભાવો વ્યક્ત કરે છે


21. શૈક્ષણિક સાધનો એટલે શું?

  • શિક્ષણને રસપ્રદ બનાવવા માટે વિવિધ અધ્યયન અનુભવો પુરા પાડવા માટે જે ઉપકરણોનો ઉપયોગ કરે છે તેને શૈક્ષણિક સાધનો કહે છે.
  • શિક્ષણ આપવાની પ્રક્રિયા સરળ બને તે માટે વાપરવામાં આવતા સાધનો એટલે શૈક્ષણિક સાધનો.


22. શૈક્ષણિક સાધનો ના પ્રકારો જણાવો.

૧) દ્રશ્ય સાધનો

૨) શ્રાવ્ય સાધનો

૩) દ્રશ્ય-શ્રાવ્ય સાધનો


23. શૈક્ષણિક ઉપકરણો નું મહત્વ જણાવો.

  • ચર્ચાનો પ્રમાણ ઘટાડી શકાય છે
  • વિકાસમાં મદદરૂપ
  • રસવૃત્તિ જાળવી રાખે
  • અશક્ય લાગતાં અનુભવો આપવા


24. ઉપકરણોની પસંદગી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.

  • વિદ્યાર્થીઓની માનસિક - બૌદ્ધિક વયકક્ષાને અનુરૂપ શૈક્ષણિક સાધનોની પસંદગી કરવી. 
  • શૈક્ષણિક ઉપયોગિતાની દષ્ટિએ બહુ મૂલ્યવાન હોય એવાં સાધનોની પસંદગી કરવી. 
  • ગણિત વિષયના હેતુઓની સિદ્ધિમાં વિષયની ક્ષમતાઓની સિદ્ધિમાં સહાયરૂપ હોય તેવાં શૈક્ષણિક સાધનો પસંદ કરવાં.


25. શૈક્ષણિક ઉપકરણની મર્યાદા જણાવો.

  • સાધનો લઈ જવા - લાવવામાં વધુ સમય જાય છે.
  • શિક્ષકમાં સાધનોના ઉપયોગ અંગે ઉદાસીનતા હોય છે. ઉત્સાહનો અભાવ હોય છે.
  • શિક્ષક પાસે સાધનોના અસરકારક ઉપયોગ અથવા કુશળ સંચાલનની ક્ષમતા નથી હોતી.


26. ચાર્ટ ની અગત્યતા જણાવો.

  • ગણિત શિક્ષણમાં કેવળ શાબ્દિક રજૂઆત કરતા ચાર્ટ ના ઉપયોગ થી કરેલી ચિત્રાત્મક રજૂઆત વિદ્યાર્થીઓ માટે આકર્ષક અને અસરકારક નીવડે છે.
  • ચાર્ટનો ઉપયોગ શિક્ષક માટે સમય અને શક્તિનો બચાવ કરે છે.
  • અઘરા મુદ્દાઓને ચાર્ટ દ્વારા સમજાવી શકાય છે.


27. ચિત્રોના પ્રકાર જણાવો.

  • વર્ગ સામે બતાવવાના ચિત્રો
  • પ્રક્ષેપથી (પ્રોજેક્શન)બતાવવાના ચિત્રો


28. સ્વનિર્મિત સાધનોનુ શૈક્ષણિક મહત્વ જણાવો.

  • વિદ્યાર્થીઓના ગાણિતિક ખ્યાલ સ્પષ્ટ બને છે.
  • વિદ્યાર્થીઓની સર્જનશક્તિ ખીલે છે.
  • વિદ્યાર્થીઓ ફુરસદના સમયનો સદુપયોગ કરે છે.
  • વિદ્યાર્થીઓને નવું જાણવાની પ્રેરણા મળે છે.


29. શૈક્ષણિક સાધનોના ક્ષેત્રમાં કાર્ય કરતી બે સંસ્થાઓ ના નામ આપો.

  • કિશોર ભારતી (મધ્ય પ્રદેશ)
  • વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (અમદાવાદ)


30. ગણિતના બે સામાયિકોના નામ લખો.

  • મજાનું ગણિત
  • ગણિત દર્શન


31. ગણિત શિક્ષણમાં ઉપયોગી બે વેબસાઈટના નામ લખો.

  • www.multimath.com
  • www.allmath.com


32. ગણિત શિક્ષણમાં ઉપયોગી બે એપ્લિકેશનના નામ જણાવો.

  • Cuemath
  • WhiteHatJr
  • Extramarks


33. બ્લોગ એટલે શું?

બ્લોગ એટલે એક પ્રકારનો નિયમિત રીતે અપડેટ થતું વેબ પેજ. વેબ અને લોગ પરથી બ્લોગ શબ્દ બન્યો છે તેને ડિજિટલ ડાયરી અથવા રોજનીશી પણ કહી શકાય.


34. ગણિતના પાઠ્યપુસ્તકનુ મહત્વ જણાવો.

  • અભ્યાસક્રમની રૂપરેખા સમજી શકાય.
  • શિક્ષક વાલી તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન રૂપ.
  • વ્યક્તિગત શિક્ષણ આપવામાં ઉપયોગી.
  • શિક્ષણ કાર્યમાં સાતત્યતા જાળવવા ઉપયોગી.
  • પ્રયોગો અને પ્રોજેક્ટ કરવામાં ઉપયોગી.


35. ગણિતના શિક્ષક માટે હાથપોથીની અગત્યતા જણાવો.

  • પાઠ્યપુસ્તક માં રહેલ નવા શબ્દોની સંકલ્પના સ્પષ્ટ બને છે.
  • પાઠ્યપુસ્તકની જીવંત અને રસપ્રદ બનાવી શકાય છે
  • નવા સિધ્ધાંતો ના વિવિધ ઉદાહરણો મળી શકે છે
  • પાઠ્યપુસ્તકના શૈક્ષણિક મુદ્દાની પૂર્વભૂમિકા બાંધવામાં ઉપયોગી બને છે.
  • વિદ્યાર્થીઓના અપેક્ષિત પૂર્વજ્ઞાન ની ચકાસણી માટે ઉપયોગી બને છે.


36. ગણિત મંડળ એટલે શું?

ગણિત મંડળ એટલે ગણિત વિષયના અભ્યાસ સાથે ગાણિતિક મૂલ્યો ખીલવાની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, અભિગમો, કોયડાઓ અને સંશોધન કાર્ય માટે કાર્યરત મંડળ જેમાં રહી વિદ્યાર્થીઓ પોતાની શક્તિઓને શકે અને ગણિત શિક્ષણમાં પોતાનું આગવું પ્રદાન આપી શકે.


37. ગણિત મેળાનું મહત્વ જણાવો.

  • ગણિત મેળો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજને આધુનિક માહિતી અને સંશોધનોથી પરિચિત કરાવે છે.
  • તજજ્ઞોના વ્યાખ્યાનો ઉપયોગી માહિતી આપે છે.
  • વિદ્યાર્થીઓની શક્તિને બહાર લાવવાની તક, માર્ગદર્શન અને સુવિધાઓનો ઉપયોગ થાય છે.
  • ગણિત શિક્ષકનો મૂલ્યાંકન ગણિત મેળો જોતાં સહેજે થઇ શકે છે.
  • માર્ગદર્શન મેળવવાની ઉમદા તક પૂરી પાડી ગણિત શિક્ષણમાં નવો પ્રકાશ આપે છે.


38. ગણિત મેળાની પ્રવૃત્તિઓ જણાવો

  • ગણિતના વિવિધ પાસાઓ દર્શાવતી કૃતિઓનું પ્રદર્શન
  • ગણિતની ફિલ્મોનુ નિદર્શન
  • શિક્ષકો માટે અભ્યાસપત્ર વાંચન
  • ગણિતની જ્ઞાન કસોટી
  • વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા


39. ગણિત મેળામાં ઉપયોગી અને સહયોગી સંસ્થાઓના નામ જણાવો.

  • DIET
  • GCERT ગાંધીનગર
  • NCERT દિલ્હી
  • Science City ગાંધીનગર
  • PRL (Physical Research Laboratory) અમદાવાદ


40. ગણિતના શિક્ષક તરીકે ક્ષેત્ર પર્યટનનો કઈ રીતે ઉપયોગ કરશો તે જણાવો.

  • વિદ્યાર્થીને ગણિતમાં રસ લેતો કરવા રસ પોષક જ્ઞાનવર્ધક વૈજ્ઞાનિક ની મુલાકાત તે માટેનું આવશ્યક અંગ છે.
  • વિદ્યાર્થીને ક્ષેત્રફળમાં ખ્યાલ આપવા મોટા ખેતરોની મુલાકાત લઇ શકાય છે
  • જુદા જુદા આકારના બોક્સ બનાવતી કંપનીની મુલાકાત લઇ વિદ્યાર્થીમાં વિવિધ ભૌમિતિક આકારો,પરિમિતી, ક્ષેત્રફળ, ઘનફળ વગેરેનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય.
  • ક્ષેત્રીય મુલાકાત વિદ્યાર્થીઓને જીવન અને સમાજ વચ્ચેનો સંબંધ બાંધી વાસ્તવિક અનુભવો પૂરા પાડી શકે છે.


41. ગણિત ક્ષેત્રે યોજાતી પ્રખરતા કસોટીઓના નામ આપો.

  • Ramanujam Ganit Spardha (RGS)
  • Indian Mathematical Olympiad
  • International Mathematical Olympiad
  • National Mathematical Talent Contest (NMTC)
  • Mashava Mathematics Competition (MNC)
  • A.R Rao Mathematics Competition
  • All India Open Mathematics Scholarship Examination (AIOMSE)


42. INMO અને IMPOC નું પૂરું નામ આપો.

  • INMO-Indian National Mathematical Olympiad
  • IMPOC-INTERNATIONAL MATHEMATICAL OLYMPIAD TRAINING CAMP.


1 comment

  1. VERY NICE. GOOD JOB. VERY USEFUL.
Please do not enter any spam link in the comment box.