Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

Pedagogy of Social Science Short Questions

Pedagogy of Social Science Short Questions

Social Science Short Material - click here


1. સામાજિક વિજ્ઞાન એટલે શું ?

  • કોદાળીથી કોમ્પ્યુટર સુધીની માનવ સમાજની વિકાસયાત્રા એટલે સામાજિક વિજ્ઞાન
  • સમાજ સાથે સંકળાયેલા વિવિધ પાસાંઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કહે છે.

2. સામાજિક વિજ્ઞાનનું વ્યક્તિગત દ્રષ્ટિએ મહત્વ જણાવો.

  • વ્યકિતગત ગુણોનો વિકાસ
  • જવાબદારીઓની સમજ વિકસાવવા
  • જીવન ઘડતરની સમજ વિકસાવવા
  • માનસિક શકિતઓનો વિકાસ કરવા
  • ભવિષ્યની સમજનો વિકાસ કરવા


3. સામાજિક વિજ્ઞાનનું સામાજિક દ્રષ્ટિએ મહત્વ જણાવો.

  • સામાજિક પરિવર્તન માટે જાગૃતિ લાવવા
  • આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવા
  • સાંસ્કૃતિક વારસાનું જતન કરવા
  • લોકશાહી સમાજની રચના કરવા



4. શૈક્ષણિક હેતુઓ એટલે શું ?

શૈક્ષણિક હેતુઓ એટલે શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટેના માર્ગોની સ્પષ્ટ રચના


5. સામાજિક વિજ્ઞાન કોર્નર વિષયના સામાન્ય હેતુઓના વર્ગીકરણના ત્રણ ક્ષેત્રોના નામ આપો.

  • જ્ઞાનાત્મક ક્ષેત્ર
  • ભાવાત્મક ક્ષેત્ર
  • ક્રિયાત્મક ક્ષેત્ર


6. સામાજિક વિજ્ઞાનના કોઇ પણ ચાર સામાન્ય હેતુઓ જણાવો.

  • વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનને લગતી બાબતો-માહિતીનું જ્ઞાન પ્રાપ્ત કરે
  • વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા સામાજિક વિજ્ઞાનના જ્ઞાનની સમજ કેળવે વિકસાવે
  • વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા સામાજિક વિજ્ઞાનના જ્ઞાનનો નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરે
  • વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનના અભ્યાસ સાથે સંબંધિત ઉપયોગી કૌશલ્યો વિકસાવે - કેળવે


7. સામાજિક વિજ્ઞાન શૈક્ષણિક હેતુઓનું મહત્વ જણાવો.

  • શિક્ષણની પદ્ધતિ નક્કી કરી શકાય છે. 
  • વર્ગ - વ્યવહાર દરમિયાન શિક્ષક કઈ પ્રવૃત્તિઓ કરશે અને વિદ્યાર્થીઓ પાસે કઈ પ્રવૃત્તિઓ કરાવશે, તેની વિચારણા કરી શકાય છે. 
  • શિક્ષણ માટેની શૈક્ષણિક સામગ્રી અને શૈક્ષણિક સાધનોના ઉપયોગ અંગે ખ્યાલ આવે છે. 
  • શિક્ષણના અંતે વિદ્યાર્થીઓનું પરીક્ષણ કે મૂલ્યાંકન કઈ રીતથી કરી શકાશે, તેનો નિર્ણય લઈ શકાય છે.



8. પાઠ આયોજન એટલે શું ?

  • શિક્ષણકાર્ય ના સફળતાપૂર્વક સંચાલન માટે સંપૂર્ણપણે વિચારેલી પૂર્વ તૈયારી એટલે પાઠ આયોજન.
  • અધ્યયન અધ્યાપનની સમગ્ર પ્રક્રિયાની વિગત પૂર્ણ વિચારણા એટલે પાઠ આયોજન
  • એન્જિનિયર જેમ મકાન બનાવતા પહેલાં બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે, તેવી રીતે શિક્ષક વર્ગમાં ગયા પછી એકમ કેમ શીખવવો તેની કાર્યપદ્ધતિની રૂપરેખા એટલે પાઠ આયોજન


9. પાઠ આયોજનનું મહત્વ જણાવો.

  • આત્મવિશ્વાસમાં વધારો કરવા
  • સંભવિત મુશ્કેલીનો સામનો કરવા
  • હેતુની સિદ્ધિ માટે
  • સમય મર્યાદા જાળવી રાખવા
  • શિક્ષણ કાર્યમાં થતી ઉતાવળ અટકાવવા


10. આદર્શ પાઠ આયોજનના ફાયદા જણાવો.

  • પાઠ આયોજનથી અધ્યાપનકાર્ય સુઆયોજિત, નિયમિત તેમ જ પદ્ધતિસરનું થાય છે. 
  • પાઠ આયોજન દ્વારા અધ્યાપકમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા અને આત્મભાન પેદા થાય છે. 
  • પાઠ આયોજન શિક્ષકના અધ્યાપનકાર્યને સરળ બનાવી તેમાં મદદરૂપ થાય છે. 
  • પાઠ આયોજન અધ્યેતાઓમાં રસ અને અભિરુચિ જાગૃત કરે છે.


11. એકમ આયોજન એટલે શું ?

  • એકમ એટલે વિષયવસ્તુનો ઉપવિભાગ, એ ઉપવિભાગ પસંદ કરી, એ આખા એકમ નું આયોજન કરવું તેને એકમ આયોજન કહેવાય છે.
  • એકમ એટલે સમાન કક્ષાવાળા અધ્યયન અનુભવનું સંકલન



12. એકમ આયોજનના લક્ષણો જણાવો.

  • વિષયવસ્તુને ધ્યાનમાં રાખી હેતુઓ નક્કી કરવા જોઈએ.
  • એકદમ ને અનુરૂપ બધા જ શેક્ષણિક સાધનોનો તેમાં સમાવેશ થતો હોવો જોઈએ સેકસી.
  • સારો એકમ સમસ્યાના ઉકેલ તરફ દોરી જતો હોવો જોઈએ.


13. એકમ આયોજનનું મહત્વ જણાવો.

  • સમયની બચત
  • શૈક્ષણિક સાધનોનો ઉપયોગ
  • પ્રવૃત્તિઓમાં વિવિધતા
  • શિક્ષણકાર્ય અસરકારક
  • ચોક્કસ અધ્યયન અનુભવો


14. રોલ પ્લે પ્રવિધિનું મહત્વ જણાવો.

  • વિદ્યાર્થીઓની સ્મરણશક્તિ કેળવાય છે.
  • વિદ્યાર્થીઓમાં સંવેગમય અને સંવેદનશીલ વલણો વિકસે છે. 
  • સામાજિક વિજ્ઞાનની ઘટનાઓ, પાત્રો અને પ્રસંગો યાદ રાખવા સરળ બની જાય છે. 
  • વિદ્યાર્થીને વાચિક અને અંગિક અભિનયની તક મળે છે, જેથી તેની ઉચ્ચારશુદ્ધિ, હાવભાવ અને વાણી કેળવાય છે.


15. શાળામાં સ્વાધ્યાય પદ્ધતિનો વિનિયોગ કરવાની બે રીતો જણાવો

  • વ્યક્તિગત
  • સામૂહિક


16. શૈક્ષણિક સાધનની વ્યાખ્યા આપો.

  • શિક્ષક વર્ગખંડમાં શૈક્ષણિક હેતુઓ ની સિદ્ધિ માટે શિક્ષણને રસપ્રદ બનાવવા માટે વિવિધ અધ્યયન અનુભવો પુરા પાડવા માટે જે ઉપકરણોનો ઉપયોગ કરે છે તેને શૈક્ષણિક સાધનો કહે છે.
  • શિક્ષણ આપવાની પ્રક્રિયા સરળ બને તે માટે વાપરવામાં આવતા સાધનો એટલે શૈક્ષણિક સાધનો.


17. શૈક્ષણિક સાધનો ના કેટલા પ્રકાર છે અને કયા કયા ?

ત્રણ 

  • દ્રશ્ય સાધનો 
  • શ્રાવ્ય સાધનો 
  • દ્રશ્ય-શ્રાવ્ય સાધનો


18. શેક્ષણિક સાધનોનું મહત્વ જણાવો

  • ચર્ચાનો પ્રમાણ ઘટાડી શકાય છે
  • વિકાસમાં મદદરૂપ
  • રસવૃત્તિ જાળવી રાખે
  • અશક્ય લાગતાં અનુભવો આપવા


19. શૈક્ષણિક સાધનોની પસંદગીની કોઈપણ બે બાબતો જણાવો.

  • વિદ્યાર્થીઓની માનસિક - બૌદ્ધિક વયકક્ષાને અનુરૂપ શૈક્ષણિક સાધનોની પસંદગી કરવી. 
  • શૈક્ષણિક ઉપયોગિતાની દષ્ટિએ બહુ મૂલ્યવાન હોય એવાં સાધનોની પસંદગી કરવી. 
  • સામાજિક વિજ્ઞાનના વિષયના હેતુઓની સિદ્ધિમાં વિષયની ક્ષમતાઓની સિદ્ધિમાં સહાયરૂપ હોય તેવાં શૈક્ષણિક સાધનો પસંદ કરવાં.



20. શૈક્ષણિક સાધનોની કોઈપણ બે મર્યાદાઓ જણાવો

  • સાધનો લઈ જવા - લાવવામાં વધુ સમય જાય છે.
  •  શિક્ષકમાં સાધનોના ઉપયોગ અંગે ઉદાસીનતા હોય છે. ઉત્સાહનો અભાવ હોય છે.
  • શિક્ષક પાસે સાધનોના અસરકારક ઉપયોગ અથવા કુશળ સંચાલનની ક્ષમતા નથી હોતી.


21. દ્રશ્ય સાધનો એટલે શું ?

જે સાધનોના ઉપયોગથી ફક્ત માહિતી જોઈ શકાય તેવા સાધનોને દ્રશ્ય સાધનો કહેવાય છે.


22. શ્રાવ્ય સાધનો એટલે શું ?

જે સાધનોના ઉપયોગથી ફક્ત માહિતી સાંભળી શકાય તેને શ્રાવ્ય સાધનો કહેવામાં આવે છે.


23. સમય રેખાની ઉપયોગિતા જણાવો.

  • સમયરેખા દ્વારા ઇતિહાસના બનાવોને સમયના સંદર્ભમાં સરળતાથી સમજી શકાય છે. 
  • જે - તે કાળની ઘટનાઓનું ઝડપથી પુનરાવર્તન કરવામાં સમયરેખા ઉપયોગી બને છે. 
  • માનવવિકાસના ઇતિહાસમાં બનેલી મહત્ત્વની ઘટનાઓના કાળનો તુલનાત્મક અભ્યાસ કરવા સમયરેખા ઘણી અસરકારક સાબિત થાય છે.



24. નકશાનો અર્થ

નકશા માટે અંગ્રેજીમાં Map શબ્દ વપરાય છે. આ શબ્દ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. "Mappa Mundi" શબ્દ પરથી ઊતરી આવેલ છે. Nicon નામના સાધુએ સૌ પ્રથમ વખત Map શબ્દ પ્રયોજ્યો છે, જેનો અર્થ હાથરૂમાલના કદનો સામાન્ય ટૂકડો કે જે પૃથ્વી વિશે કંઈક કહે છે તેવો થાય છે.


25. નકશાની ઉપયોગિતા જણાવો.

  • વિષય વસ્તુની સ્પષ્ટ સમજ
  • વિવિધ કૌશલ્યનો વિકાસ
  • અર્થઘટન કરતા શીખે
  • વિદ્યાર્થીઓની ભાગીદારીમાં વધારો


26. પૃથ્વીના ગોળાનું શૈક્ષણિક મહત્વ જણાવો

  • દિવસ - રાત, ઋતુઓ, ચંદ્રની કળાઓ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ભરતી - ઓટ જેવી પ્રાકૃતિક ઘટનાઓનો સાચો ખ્યાલ પૃથ્વીના ગોળા દ્વારા મળે છે.
  • વિશ્વના દેશો અને મહાસાગરોનાં સ્થાન તથા દિશા અંગે સાચી સમજૂતી આપે છે.
  • અક્ષાંશ રેખાંશ, કટિબંધો વગેરેની સમજ આપે છે.


27. પૃથ્વીના ગોળાના પ્રકારો જણાવો.

  • રાજકીય ગોળાઓ
  • પ્રાકૃતિક ગોલાઓ
  • રેખાંકિત ગોળાઓ
  • અંક્ષાશ - રેખાંશ દર્શાવતા ગોળાઓ


28. ચાર્ટ્સના ઉપયોગનું મહત્વ જણાવો.

  • સામાજિક વિજ્ઞાનની કઠિન અને જટિલ બાબતોને ચાર્ટ્સ દ્વારા સરળતાથી સમજાવી શકાય છે, સ્પષ્ટ કરી શકાય છે. 
  • ચાર્ટ દ્વારા કોઈપણ મુદ્દાની માહિતીની ક્રમબદ્ધ (સાતત્યપૂર્ણ) અને તાર્કિક રજૂઆત થઈ શકે છે . 
  • સામાજિક વિજ્ઞાનની વિષયવસ્તુને ચાર્ટ દ્વારા પ્રતીકાત્મક રીતે રજૂ કરી શકાય છે અને તેને પરિણામે તેનું અર્થઘટન સરળ બને છે.


29. ચાર્ટના પ્રકારો જણાવો.

  • વૃક્ષ ચાર્ટ
  • સંગઠન ચાર્ટ
  • સમય ચાર્ટ
  • વિકાસ ચાર્ટ
  • ગ્રાફ ચાર્ટ


30. સિક્કાનું મહત્વ જણાવો.

  • સિક્કાઓના આધારે જે તે સમયના શાસનકર્તા (રાજવી) અને તેનો સમયગાળો જાણી શકાય છે. 
  • સિક્કા ઐતિહાસિક - સાંસ્કૃતિક ઘટનાની, રાજકર્તાના શાસનસમયની નિશ્ચિત સાલવારી જાણવા ઉપયોગી આધાર બની રહે છે.


31. ચિત્રોનું શૈક્ષણિક મહત્વ જણાવો.

  • ચિત્રો અમૂર્ત વસ્તુને મૂર્ત સ્વરૂપે રજૂ કરે છે. 
  • ચિત્રો શિક્ષકના શાબ્દિક કથનમાં ઘટાડો કરે છે. તેનાં સમય અને શક્તિને બચાવે છે. તેના અધ્યાપનકાર્યમાં ઝડપ લાવે છે. 
  • ચિત્રો ભૂતકાળ અને વર્તમાનને જીવંત બનાવે છે.


32. સાહિત્યક સ્રોતો દ્વારા વર્ગખંડમા થતા કોઈપણ બે લાભો જણાવો.

  • વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે રુચિ જાગૃત થાય છે. 
  • વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની જિજ્ઞાસામાં વધારો થાય છે. 
  • વિદ્યાર્થીઓને સ્વ - અધ્યયનની ટેવ પડે છે.


33. સામયિકોનો ઉપયોગ જણાવો.

  • અદ્યતન જ્ઞાન અને માહિતી આપવા ઉપયોગ કરી શકાય. 
  • નિયમિત વાંચન દ્વારા તેમાંની ઉપયોગી સામગ્રી માહિતીનો અધ્યાપન દરમિયાન ઉપયોગ કરી શકાય. 
  • વર્ગકાર્ય દરમિયાન પ્રાકૃતિક - કુદરતી ઘટનાઓની સમજ આપવા માટે સામયિકોનો ઉપયોગ કરવો જોઈએ. દા.ત. પૂર, ભૂકંપ, દુષ્કાળ, વાવાઝોડું, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે ઘટનાઓ વિશેની માહિતી, ચિત્રો, નકશા, ચાર્ટ, કોઠા સાથે રજૂ થાય છે. આવી માહિતીનો વર્ગકાર્ય વખતે સમુચિત ઉપયોગ કરવો જોઈએ.


34. સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ જણાવો.

  • પાઠ્યપુસ્તકની સામગ્રીની પૂર્તિ અને પુષ્ટિ કરવા. 
  • સામગ્રી અંગે સમજ વિકસાવવા. 
  • પ્રોજેક્ટ કાર્ય હાથ ધરવા. 
  • અન્ય વિષયો સાથે અનુબંધ બાંધવા.


35. દસ્તાવેજી ચિત્રો અને ફિલ્મની કોઈપણ બે મર્યાદાઓ જણાવો

  • ફિલ્મો મોંઘી હોય છે. બધા જ એકમો માટે ફિલ્મો પ્રાપ્ય નથી, મેળવવી અઘરી છે. 
  • જોવા માટે વધુ સમય આપવો પડે છે અને ફિલ્મ ચાલે ત્યાં સુધી શિક્ષક લગભગ નિષ્ક્રિય રહે છે.



36. સામાજિક વિજ્ઞાન ખંડનું મહત્વ જણાવો.

  • શૈક્ષણિક સાધનનો ઉપયોગ વધારવા માટે 
  • સાધનોની જાળવણી કરવા માટે 
  • શિક્ષકના સમયની બચત કરવા માટે 
  • વિવિઘ નોંધણી કરવા માટે 
  • બુલેટિન બોર્ડની સજાવટ કરવા માટે


37. અભ્યાસક્રમ એટલે શું ?

અભ્યાસક્રમ એટલે વિદ્યાર્થીઓ શાળામાં કે શાળા બહાર પોતાના સર્વાગી વિકાસ માટે તેની જરૂરિયાતો, રુચિ, અભિયોગ્યતા અને શક્તિ અનુસાર જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ આદરે છે અને તે પ્રવૃત્તિઓના ફલસ્વરૂપે જે અનુભવો પ્રાપ્ત થાય છે તે સર્વ પ્રવૃત્તિઓ અને અનુભવો.


38. સામાજિક વિજ્ઞાન શિક્ષક હાથપોથી નું મહત્વ જણાવો.

  • નિશ્ચિત છે, તે સામાજિક વિજ્ઞાનના શિક્ષકને સામાજિક વિજ્ઞાન વિષયના પ્રત્યેક એકમના તમામ મુદ્દાઓ અંગે સમગ્રતાલક્ષી ચિત્ર અંકિત કરે છે. 
  • તે શિક્ષકને પ્રત્યેક એકમના અધ્યયન માટે વિદ્યાર્થી પાસે કયું પૂર્વજ્ઞાન અપેક્ષિત છે, તેની માહિતી આપે છે. આથી શિક્ષક તે પૂર્વજ્ઞાનની પૂરતી ચકાસણી કર્યા બાદ તે એકમ શીખવવાની શરૂઆત કરી શકે છે.


39. સામાજિક વિજ્ઞાનમાં પ્રવાસનું મહત્વ જણાવો.

  • કાલ્પનિક પ્રવાસ પદ્ધતિ અધ્યાપનમાં નવીનતા લાવે છે. 
  • પ્રવાસના પ્રદેશના નકશાઓનું વાચન કરવાનું કૌશલ્ય વિદ્યાર્થીઓમાં કેળવાય છે. 
  • વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિનો ઉપયોગ કરી તેઓને વધુ સારી રીતે કલ્પના કરતા કરી શકાય છે.


40. મુલાકાતની મર્યાદાઓ જણાવો

  • મુલાકાતમાં વધુ સમય ફાળવવો પડે છે. 
  • અભ્યાસક્રમ પૂરો કરવામાં મુશ્કેલીઓ પડે છે. 
  • શાળાના સમયપત્રક સાથે મેળ બેસાડવામાં મુશ્કેલી અનુભવાય છે.


41. સંગ્રહાલયનું શૈક્ષણિક મહત્વ જણાવો.

  • સામાજિક વિજ્ઞાનનું અધ્યાપન - અધ્યયન તાદૃશ્ય, મૂર્ત, વાસ્તવિક અને રોચક બને છે. 
  • સામાજિક વિજ્ઞાનનું અધ્યાપન - અધ્યયન રસપ્રદ, જીવંત અને અર્થપૂર્ણ બને છે. 
  • વિદ્યાર્થીઓને ઘણી બાબતોનો પ્રત્યક્ષ પરિચય મળી રહે છે.


42. ઇકો કલબની ઉપયોગીતા જણાવો.

  • શાળા સંકુલના પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો થાય છે. 
  • બાળકોમાં પર્યાવરણ પ્રત્યે લાગણીનો ગુણ સંક્રાંત થાય છે. 
  • પ્રકૃતિના ખોળે બેસીને બાળકો શિક્ષણ લઈ શકે છે. 
  • બાળકોમાં સહકારથી કામ કરવાની પ્રેરણા મળે છે.


Post a Comment

Please do not enter any spam link in the comment box.