Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

સામાજિક સ્વ

 સામાજિક સ્વ : 



    જો તમે તમારી સ્મૃતિ, યાદશક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હોય તો, તમે કોણ છો ? તેના ઉત્તર સ્વરૂપે આપણને જે મળે તેને સામાજિક સ્વના અર્થમાં પ્રયોજી શકાય. અહીં આપણને 'ગજની' ફિલ્મ યાદ આવી હશે સ્વાભાવિક છે. તેમાં તો ટૂંકી યાદશક્તિની વાત કરી છે, જયારે તે યાદશક્તિ ગુમાવી દે છે ત્યારે આજુબાજુના લોકો તેને જે પ્રમાણે કહે છે તે મુજબ તે પોતે વર્તન કરે છે. તેવી જ રીતે સામાજિક સ્વ એટલે આપણા આજુબાજુના લોકો આપણી જે ઓળખ આપે છે તે. 

        એપીએ સાઈકોલોજિકલ ડિકશનરી મુજબ- “પોતાની ઓળખ અથવા સ્વ ખ્યાલનાતે પાસાઓ કે જે આંતરવ્યક્તિત્વ સંબંધો અને અન્ય લોકોની પ્રતિક્રિયાઓથી મહત્ત્વપૂર્ણ અથવા પ્રભાવિત છે.” તે સામાજિક સ્વ છે.

         બીજા અર્થમાં જોઇએ તો આપણું વિશ્વ સામાજિક છે અને તે અન્ય લોકો સાથે ક્રિયાપ્રતિક્રિયામાં સમાયેલ છે. અહીં આપણે એકબીજાના સંબંધમાં આપણે પોતાને કેવી રીતે સમજીએ છીએ ? તંદુરસ્ત અથવા બિનતંદુરસ્ત ? તેમાં સંબંધ નિર્માણ, સહાનુભૂતિ અને વાતચીત શામિલ છે તેને સામાજિક સ્વ કહે છે. સામાજિક સ્વ આપણા માનસિક સ્વાચ્ય અને જીવનના લક્ષ્યોને પૂર્ણ કરવાની ક્ષમતા પર પણ અસર કરે છે. 

        તમે કુટુંબના સભ્યો સાથે, સોશ્યલ મીડિયા પરના મિત્રો સાથે વાતચીત કરી શકો છો, બોસ અથવા સહકાર્યકર સાથે મુલાકાત કરી શકો છો અને કોઈની સાથે વાત કરી શકો છો. આ બધી ક્ષણો અને તેમના દરમિયાન આપણે આપણા વિશે કેવું અનુભવીએ છીએ, તે આપણું સામાજિક સ્વ બનાવે છે. તેવો જ આપણો સામાજિક હનો વિકાસ થાય છે.
 સામાજિક સ્વ એ માનસિક સ્વાથ્યનો એક ભાગ છે. ઉચ્ચ સામાજિક સ્વ ધરાવતી વ્યક્તિઓમાં નીચેના લક્ષણો હોય છે. 
  • પોતાના દેખાવ અને સ્વયં પરની સભાનતા. 
  • પોતાના પરિવાર અને મિત્રો સાથેના મજબૂત ભાવનાત્મક સંબંધો. 
  • આત્મીય સંબંધોમાં સંપૂર્ણ શારીરિક સંતોષ. 
  • લોકો સાથે મૌખિક રીતે યોગ્ય રીતે વાતચીત કરવાની ક્ષમતા. 
  • અન્ય લોકો તરફ સહાનુભુતિ અને યોગ્ય સમજવાળો દષ્ટિકોણ. 
આમ, એ સામાજિક નો વિકાસ કરવા માટે ઉપરોક્ત લક્ષણો કેળવવા પડશે.

સામાજિક સ્વનો વિકાસ

         સામાજિક "સ્વ"ની ઓળખ કેટલીકવાર સમાજ દર્પણ ના આધારે પણ વ્યક્તિમાં આરૂઢ થાય છે. The looking - Glass Self ની વિભાવના આપણે આપણી જાતને કેવી રીતે નીરખીએ છીએ તેના દ્રષ્ટીકોણ પર આધારિત છે, તો ક્યારેક આપણે આપણા "સ્વ" ને અન્યના દ્રષ્ટિકોણના આધારે બનાવીએ છીએ. ઘણીવાર આપણને એમ લાગે કે મારી sense of humour સારી છે તેનું તારણ આપણે કથા આધારે કરીએ છીએ ? લોકો કહે છે કે તમારી બોલવાની શૈલીમાં એક આકર્ષણ, જાદુ અને રમૂજ છે, એવી વાતના આધારે આપણે આપણા "સ્વ" ને એક દ્દઢ ઓળખ આપી બેસીએ છીએ. 

        વ્યકિતની વિવિઘ પ્રકારની ઓળખના સંદર્ભમાં " સામાજિક ઓળખને સિદ્ધાંત" કેટલીક સામાજિક માન્યતાઓ અને પરંપરાઓની તુલનાઓ, માણસને જૂથના સભ્ય તરીકેનું લેબલ આપે છે, જે વ્યક્તિની જૂથવાર સામાજિક ઓળખ સાથે "સ્વ"ની ઓળખ માટે પણ એક બની રહે છે. લ્યુહટનેન અને ક્રોકર દ્વારા આવો એક સામાજિક ઓળખ માટેને માપદંડ રચવામાં આવ્યો જેના આધારે સામાજિક “સ્વ” ઓળખ ધરાવતી વિવિધ ઓળખને નીચે મૂજબ માનવીય સંબંધો, વ્યવસાય, રાજકીય જોડાણ, કલંક અને ધર્મવંશના આધારે લેબલ-ઓળખ આપવામાં આવી જે નીચે મુજબ છે :

સંબંધો વ્યવસાય રાજકીય જોડાણ કલંક ધર્મ/વંશ
વિધવા બૌદ્ધિક નારીવાદી રાહત મેળવનાર યહૂદી
વિધુર પુસ્તકિયો કીડો રાજકીય સ્વતંત્ર બેરોજગાર ખ્રિસ્તી
સ્ત્રી લશ્કરી પીઢ ડેમોક્રેટ બેઘર કેથોલિક
પ્રેમી કલેક્ટર સામ્યવાદી નવરો -

આમ, ઉપરોક્ત સામાજિક ટેગ (ઓળખ) એ વ્યક્તિમાં આરૂઢ થયેલ સામાજિક સ્વીકૃત થયેલ ઓળખ છે જે વ્યક્તિની વિવિધ પ્રકારે "સ્વ" ઓળખ પર પણ અસર કરે છે. 

      કેટલીકવાર સમાજમાં વ્યક્તિની સામાજિક વર્તન - તરાહના કારણે પણ ઓળખ આરૂઢ બની જાય છે. માતા-પિતાની બાળક પ્રત્યેની વર્તન-ત્તરાહોના સંદર્ભમાં એલ્ડરે (1962) માં તરુણોને "સ્વ" - ઓળખની કક્ષામાં મૂક્યા. આ કક્ષાઓ નીચે મુજબની છે. 
  1. આપખુદી વર્તન તરેહ 
  2. સત્તાવાહી વર્તન તરેહ 
  3. લોકશાહી વર્તન તરેહ 
  4. સમતુલિત વર્તન તરેહ 
  5. ઉદાર વર્તન તરેહ 
  6. હસ્તક્ષેપરહિત વર્તન તરેહ 
  7. અવગણનાત્મક વર્તન તરેહ 

ઉપરોક્ત વર્તન તરેહો માટે મા-બાપનાં વલણ, માન્યતાઓ, તેમની બાળકો અંગેની સમજ વગેરે જવાબદાર બને છે.


        ભારતીય સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થા વિદ્યમાન છે. પરંપરાગત રીતે રૂઢ થયેલા નીતિ - નિયમો કેટલીકવાર એટલા જડ બની જાય છે કે તેનાથી વ્યક્તિનું વ્યક્તિત્વ રૂંધાય છે. આવે સમયે વ્યક્તિનો 'સ્વ' સામાજિક "સ્વ" સાથે ટકરાય છે. આધુનિક જીવનમાં વ્યક્તિને ઓફિસના માણસો સાથે, પોતાના મિત્રમંડળ કે ક્લબના માણસો સાથે સંબંધ રાખવો પડે છે. કેટલીકવાર આંતરજ્ઞાતીય સંબંધો બાંધવા પડે છે ત્યારે સામાજિક 'સ્વ'ની સ્વીકૃતિ સામે વ્યક્તિના 'સ્વ'નો વિકાસ રૂંધાય છે. આ ઉપરાંત જે સમાજમાં વ્યક્તિને પ્રારંભિક સંઘર્ષો, વધારે પડતા નિયંત્રણો, સંદિગ્ધ રૂઢિઓ તથા પૂર્વગ્રહોનો સામનો કરવો પડ્યો હોય તેઓમાં ઇર્ષા, અસહકાર વગેરે સામાજિક "સ્વ"થી વિપરિત ગુણો વિકસે છે. 

        શાળાઓમાં યોજાતી વધુ પડતી સ્પર્ધાઓ, નાપાસ થનાર બાળકોને નિરુત્સાહી બનાવી તેમનામાં લઘુતાગ્રંથિ વિકસાવવામાં કારણભૂત બને છે. જયારે સફળ થનાર બાળકોમાં ગુરુતાગ્રંથિ વિકસે છે ને કોઈવાર આવા બાળકો 'સ્વ' - કેન્દ્રી બની જાય છે. આમ, વિવિધ પ્રકારની ઓળખના પરિણામે વ્યક્તિના 'સ્વ'માં આરૂઢ થયેલી માન્યતાઓ શૈક્ષણિક મૂલ્યોના સંવર્ધનમાં બાધારૂપ બને છે તે માટે NCERT દ્વારા કેટલાક સાંપ્રત મૂલ્યોની પસંદગી કરવામાં આવી છે. જેની સામાજિક 'સ્વ'ના સંદર્ભમાં 'સ્વ' વિકાસ માટેની સમજ કેળવવા માટે ખૂબ જ આવશ્યક્તા છે. આ મૂલ્યો નીચે મુજબના છે.

        સ્વાતંત્ર્ય, સત્ય, પ્રામાણિક્તા, સખત મહેનત, સ્વ-શિસ્ત, રાષ્ટ્રીયતાની ભાવના, ન્યાયપ્રિયતા, અહિંસા, બિનસાંપ્રદાયિક્તા, જાહેર મિલકતની સંભાળ માટેની જાગૃતિ, અન્યની લાગણીનો સ્વીકાર, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, જુસ્સો, સ્વચ્છતા, માનવતા, સહકાર અને લોકસેવા. ટૂંકમાં, જીવનના દરેક તબક્કે "સત્યમ્ શિવમ્  સુંદરમ્ સ્વીકાર અને આગ્રહ માટેની સમજ એટલે સ્વની સમજ

Post a Comment

Please do not enter any spam link in the comment box.