આધારચિહ્નો અર્થ :
જયારે શિક્ષણ માટે ચોક્કસ માપદંડ નકકી કરવામાં આવે ત્યારે શિક્ષણમાં આધારચિહન નકકી થાય છે,
તે અન્ય વિદ્યાર્થીઓની તુલનામાં કોઈ ચોક્કસ વિદ્યાર્થી વર્ગ અથવા તો શાળામાં તેનો ક્રમ કયાં છે, એ જોવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
અભ્યાસક્રમમાં આધારચિહ્ન :
અભ્યાસક્રમમાં આધારચિહ્નની વ્યુહરચના વૈચારિક અને વ્યવહારિક રીતે મહત્ત્વપૂર્ણ છે અને વહીવટી પ્રક્રિયાઓ તેમ જ અધ્યાપન મૉડેલોને સુધારવા માટે ઉપયોગમાં લેવાય છે. અન્ય સંસ્થાઓમાં પરીક્ષા પ્રણાલી અને મૉડેલોની તપાસ કરીને અને તેમની તનિકો અને અભિગમોને અનુરૂપ કરીને કૉલેજો અને યુનિવર્સિટીઓમાં તેનો વિનિયોગ કરવો.
અભ્યાસક્રમમાં વધુ સભાનપણે આધારચિહ્ન એ એક સંસ્થાની કાર્યપ્રણાલીને અન્ય સંસ્થા સાથે ચોક્કસ દેખરેખ દ્વારા બાહ્ય પ્રવૃત્તિઓ, આંતરિક પ્રવૃત્તિઓ, કાર્યોનું માપન અને તેની તુલના કરવા માટેની સતત અને વ્યવસ્થિત પ્રક્રિયા છે. અભ્યાસક્રમમાં આધારચિહ્ન એ અન્ય સંસ્થાને પોતાની ક્ષમતામાં કેવી રીતે વધારો કરવો, તે શીખવવા માટેની પદ્ધતિ કહી શકાય.
અભ્યાસક્રમમાં આધારચિહ્નોના મુખ્ય ઘટકો :
(1) સ્પર્ધા
(2) માપન
(3) પ્રખ્યાત સંસ્થાઓનું સંગઠન
(4) વિદ્યાર્થીઓનો સંતોષ નવા વિચારો પ્રત્યે નિખાલસતા
(5) સતત પ્રક્રિયા
અભ્યાસક્રમમાં આધારચિહ્ન : પ્રકૃતિ :
તે યુનિવર્સિટીઓની કામગીરી અથવા ધારા - ધોરણો અથવા બંને તેની સમકક્ષ સંસ્થાઓની સાથે તુલના કરીને કામગીરીમાં સુધારો લાવવાનું સાધન છે.
તે યુનિવર્સિટીના વ્યાપક પ્રશ્નો અથવા ફક્ત એક જ ક્ષેત્રને અસર કરતી વિશિષ્ટ બાબતો વિશે હોઈ શકે છે : તે યૂહાત્મક હોઈ શકે છે. (મુખ્ય સમસ્યા હલ કરવા) અથવા ચક્રિય હોઈ શકે (નિયમિત ધોરણો ઘણાં ક્ષેત્રોને સંબોધિત કરવું) અથવા એડ - હોક હોઈ શકે (તકનો લાભ લેતાં).
શિક્ષણમાં આધારચિહ્નો ઉપયોગ વહીવટી પ્રક્રિયાઓ તેમ જ કૉલેજોમાં અધ્યાપન મોડેલોમાં સુધારો કરવા માટે થઈ શકે છે. અન્ય સંસ્થાઓમાં પરીક્ષા પ્રણાલી અને મૉડેલોની તપાસ કરીને અને તેમની તનિકો અને અભિગમોને અનુરૂપ કરીને કોલેજો અને યુનિવર્સિટીઓમાં તેનો વિનિયોગ કરવો.
અભ્યાસક્રમમાં આધારચિહ્નનું મહત્ત્વ :
- તે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માટે યોગ્ય છે.
- તે બાહ્ય મૂલ્યાંકન માટે એક માળખું પ્રદાન કરશે, તેના બદલાવ માટેના પ્રતિકારને દૂર કરવામાં મદદ કરશે.
- જયાં શિક્ષણ અને સંશોધન અંગેની મૂલ્યવાન માહિતી અને અનુભવોને એકબીજા સાથે આદાન - પ્રદાન કરી શકે છે, તે સંસ્થાઓ વચ્ચે સંદેશાવ્યવહારનું નવું નેટવર્ક બનાવવામાં મદદ કરે છે.
- શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણની અસરકારકતા અને શિક્ષણની ગુણવત્તા વધારવા માટે વિવિધ વ્યુહરચનાઓ અપનાવે છે.
- અભ્યાસક્રમમાં આધારચિહ્ન સંશોધન અને શિક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિઓ, બૂહરચનાઓ, પ્રણાલીઓ અને તકનિકીઓને ઓળખવામાં મદદ કરશે.
- તે એક પ્રવૃત્તિ છે અને સંસ્થા કોઈ નેતૃત્વની સ્થિતિ સ્થાપિત કરવા માટે ઉપયોગ કરે છે.
- તે સંદર્ભનો મુદ્દો છે, જે અન્ય વસ્તુઓની તુલના કરવામાં આવે છે અથવા નેતૃત્વની સ્થિતિ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- જે - તે સંસ્થાના વર્લ્ડ - ક્લાસ હોવાના કારણોનું મૂલ્યાંકન કરો અને તે જ્ઞાનને સંસ્થાનાં ઉત્પાદનો અને પ્રક્રિયાઓમાં સતત એકીકૃત કરો.
અભ્યાસક્રમમાં આધારચિહ્નના પ્રકારો :
ચાર પ્રકારનાં આધારચિહ્ન :
આંતરિક, સ્પર્ધાત્મક, ક્રિયાત્મક અને સામાન્ય .
અભ્યાસક્રમમાં આધારચિહ્નોનાં સોપાનો :
સોપાન - 1 આધારચિહ્ન પ્રક્રિયાઓ સ્પષ્ટ કરવી
સોપાન - 2 કઈ સંસ્થાઓ વિશે આધારચિહ્ન નક્કી કરી શકાય, તે સ્પષ્ટ કરવું
સોપાન - 3 માહિતી એકત્રિત કરવી.
સોપાન - 4 શાની પૂર્તતા જરૂરી છે તેનું વિશ્લેષણ
સોપાન - 5 ભવિષ્યનાં વલણો નક્કી કરવા.
સોપાન - 6 પરિણામો જાણવી.
સોપાન - 7 સુધારેલાં લક્ષ્યો પર સર્વસંમતિ મેળવવી.
સોપાન - 8 કાર્ય યોજના સ્થાપિત કરવી.
સોપાન - 9 આયોજનનું અમલીકરણ અને પરિણામોનું નિરીક્ષણ કરવું.
સોપાન - 10 આધારચિહ્ન પુનઃપ્રાપ્ત કરવું.
અભ્યાસક્રમ વિકાસમાં રાષ્ટ્રીય કક્ષાની વૈધાનિક સંસ્થાઓની ભૂમિકા
યુજીસી, એનસીટીઇ, યુનિવર્સિટીઓમાં
( i ) UGC (યુ.જી.સી.) (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)
- રચના - 1956
- મુખ્ય મથક - નવી દિલ્હી
- યુનિવર્સિટીના શિક્ષણના સંકલન, નીતિ નિર્ધારણ અને પ્રસ્થાપિત ધોરણોની જાળવણી માટેની તે રાષ્ટ્રીય સંસ્થા છે.
- યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન કૉલેજોને અનુદાન પ્રદાન કરે છે.
કાર્યો :
- આર્થિક બાબતોની પૂછપરછ
- યુનિવર્સિટીઓ અને કોલેજોને તેમના વિકાસ અને જાળવણી માટે અનુદાન ફાળવવા અને વિતરણ કરવા
- યુનિવર્સિટી શિક્ષણને પ્રોત્સાહન અને સંકલન આપવું
- યુનિવર્સિટી અને કોલેજોના શિક્ષકો / અધ્યાપકો અને અન્યની નિમણૂક અને સેવા માટેના નીતિ - નિયમો બનાવવા.
- વિવિધ સ્તરે અસ્તિત્વમાં રહેલા અભ્યાસક્રમોની સમીક્ષા કરવી.
- અભ્યાસક્રમના એકમના / કોર્સના આધુનિકીકરણ અને તેમને પુનર્ગઠન માટેના સૂચનો સૂચવવા.
( ii ) NCTE (National Council for Teacher Education)
1973 સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર માટેની સલાહકાર સંસ્થા 1995 થી વૈધાનિક સંસ્થા
એનસીટીઇનો ઉદ્દેશ :
- મુખ્ય ઉદેશ શિક્ષક - પ્રશિક્ષણના આયોજન અને સંકલિત વિકાસને હાંસલ કરવાનો છે.
- શિક્ષક - પ્રશિક્ષણ પ્રણાલીમાં નિયમો અને ધોરણોની યોગ્ય જાળવણી થાય તે જોવું.
કાર્યો :
- શિક્ષક - પ્રશિક્ષણના વિવિધ પાસાઓને લગતા સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવા.
- શિક્ષક - પ્રશિક્ષણ ક્ષેત્રમાં યોગ્ય આયોજન અને કાર્યક્રમોની તૈયારી થાય તે માટે કેન્દ્ર અને રાજય સરકારના યુનિવર્સિટીઓ અને માન્ય સંસ્થાઓને ભલામણો કરવી.
- શિક્ષક - પ્રશિક્ષણ ક્ષેત્રે નવીનીકરણ અને સંશોધન માટે સંસ્થાઓને પ્રોત્સાહન આપવું.
- દેશમાં શિક્ષક - પ્રશિક્ષણ અને તેના વિકાસનું સંકલન અને નિરીક્ષણ કરે છે.
( iii ) યુનિવર્સિટી :
ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટેની એક સંસ્થા જે વિવિધ શાખાઓમાં શૈક્ષણિક ડિગ્રી એનાયત કરે છે.
ઉદ્દેશ્ય :
વિદ્યાર્થીઓને ઇચ્છિત જ્ઞાન, કુશળતા અને વલણ પ્રાપ્ત કરવા અને વિકસિત કરવા માટે સક્ષમ કરવા, આ કુશળતા અને વલણ છે, જે સમાજ દ્વારા ઈચ્છિત છે તે.
કાર્યો :
- યુનિવર્સિટીના ધારા - ધોરણ મુજબ શિક્ષણ પ્રદાન કરવા
- શિક્ષણ અને સંશોધન માટે સુવિધાઓ પ્રદાન કરવા અને પ્રોત્સાહિત કરવા
- જ્ઞાનની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહિત કરવા, અને સરકાર, ઉદ્યોગ, વાણિજ્ય અને સમુદાયને તેનો લાભ મળે તે જોવું
- સમુદાયની જરૂરિયાતોને પહોંચી વળવા, યોગ્ય સ્તરે શિક્ષણ અથવા અધ્યાપનના અભ્યાસક્રમો પ્રદાન કરવા
- ઉચ્ચ શિક્ષણ ઍવૉર્ડ એનાયત કરવા જ્ઞાનનો પ્રસાર અને શિષ્યવૃત્તિને પ્રોત્સાહન આપવા.