માહિતી અને પ્રસારણ વિભાગ જાહેરાત ક્રમાંક : INFO / 202021 / 1 અને INFO / 202021 / 2 અન્વયે અગત્યની સૂચના માહિતી અને પ્રસારણ વિભાગની જાહેરાત ક્રમાંક : INFO / 202021 / 1 અને INFO / 202021 / 2 અન્વયે નાયબ માહિતી નિયામક વર્ગ -૧ અને સહાયક માહિતી નિયામક ( સંપાદન ) વર્ગ -૨ તથા સિનિયર સબ એડીટર વર્ગ -૩ અને માહિતી મદદનીશ વર્ગ -૩ ની ભરતી માટેના પરીક્ષા કોલ લેટર ojas પરથી ડાઉનલોડ કરી શકાશે...
પોસ્ટ :
- > નાયબ માહિતી નિયામક વર્ગ -૧
- > સહાયક માહિતી નિયામક ( સંપાદન ) વર્ગ -૨
- > સિનિયર સબ એડીટર વર્ગ -૩
- > માહિતી મદદનીશ વર્ગ -૩
માહિતી અને પ્રસારણ વિભાગની જાહેરાત ક્રમાંક: INFO/202021/1 અને INFO/202021/2 અન્વયે ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષાના ઉમેદવારો માટે ખાસ સૂચના:- (૧) માહિતી વિભાગ દ્વારા લેવાનારી ભાગ-૨ મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્ર માત્ર ગુજરાતી ભાષામાં જ OJAS ઉપર મૂકવામાં આવ્યા છે. આ પ્રવેશપત્ર ઉમેદવારોએ ગુજરાતી ભાષામાં જ ડાઉનલોડ અને પ્રિન્ટ કરવા વિનંતી છે. ભાગ-૨ મુખ્ય પરીક્ષામાં પ્રવેશ વખતે માત્ર ગુજરાતી ભાષામાં પ્રિન્ટ કરેલા પ્રવેશપત્ર ધરાવનારા ઉમેદવારો જ પરીક્ષાખંડમાં પ્રવેશને પાત્ર ઠરશે; જેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. (ર) ભાગ-૨ મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્રમાં દર્શાવેલ બેઠક નંબર હવે પછીની યોજાનાર પરીક્ષા માટેનો બેઠક નંબર છે. આ બેઠક નંબર ભાગ-૧ પ્રિલીમીનરી પરીક્ષાના પરિણામમાં દર્શાવેલ બેઠક નંબર નથી. તેથી ભાગ-૨ મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્રમાં દર્શાવેલ બેઠક નંબર ભાગ-૧ પ્રિલીમીનરી પરીક્ષાના પરિણામમાં દર્શાવેલ બેઠક નંબર સાથે Match થશે નહી તેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
માહિતી અને પ્રસારણ વિભાગ જાહેરાત ક્રમાંક: INFO/202021/1 અને INFO/202021/2 અન્વયે અગત્યની સૂચના માહિતી અને પ્રસારણ વિભાગની જાહેરાત ક્રમાંક: INFO/202021/1 અને INFO/202021/2 અન્વયે નાયબ માહિતી નિયામક વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-૨ તથા સિનિયર સબ એડીટર વર્ગ-૩ અને માહિતી મદદનીશ વર્ગ-૩ની ભરતી માટેની ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષાના ઉમેદવારોને આથી સચેત કરવામાં આવે છે કે જે ઉમેદવારો સંબંધિત જગ્યા માટેની ભરતી નિયમોમાં ઠરાવેલી આવશ્યક શૈક્ષણિક લાયકાત “પત્રકારત્વના ક્ષેત્રની અનુસ્નાતક ડિગ્રી/સ્નાતક ડિગ્રી” ની લાયકાત ધરાવતાં ન હોય તેવા ઉમેદવારોને ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષામાં ન બેસવા જણાવવામાં આવે છે. તેમ છતાં જો કોઇ ઉમેદવાર કે જે “પત્રકારત્વના ક્ષેત્રની અનુસ્નાતક ડિગ્રી/સ્નાતક ડિગ્રી” ની લાયકાત ધરાવતાં ન હોવા છતાં આ પરીક્ષા આપશે તો તેવા ઉમેદવાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. ભરતી નિયમો માટે નીચેની Link જોવા વિનંતી છે. https://gujaratinformation.gujarat.gov.in/recruitment
પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો...
અમારા Telegram Group માં જોડવા Click here કરો...