Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

માહિતી ટેકનોલોજી

માહિતી ટેક્નોલોજીનો અર્થ અને તેની સંકલ્પના : 
માહિતી ટેકનોલોજી શબ્દ બે શબ્દોનો બનેલો છે . માહિતી અને ટેકનોલોજી. આ બંને શબ્દના અર્થને સમજતા આપણે માહિતી ટેકનોલોજીને સારી રીતે સમજી શકીશું. માહિતી એટલે શું ? તે અગાઉના મુદ્દામાં ખૂબ જ વિસ્તૃત રીતે સમજ્યા. ટેકનોલોજી ને ગુજરાતીમાં આપણે તકનીકી એવા શબ્દથી પણ ઓળખીએ છીએ. ટેકનોલોજી એ વૈજ્ઞાનિક જ્ઞાનનું વ્યવહારુ સ્વરૂપ છે અથવા તો એમ પણ કહી શકીએ કે વૈજ્ઞાનિક જ્ઞાનને વ્યવહારમાં ઢાળવાની એક કળા છે. અર્થાત જે કઈ પણ વૈજ્ઞાનિક જ્ઞાન છે તેનો વ્યવહારમાં સારામાં સારી રીતે કેમ ઉપયોગ કરવો તે આપણને ટેકનોલોજી સમજાવે છે. 

માહિતી ટેક્નોલોજીની વ્યાખ્યા : 


સુક્ષ્મ-વીજાણુંઓ આધારિત કમ્પ્યૂટર અને દૂર - સંચારના સંયોજનથી ધ્વનિને લગતી, શાબ્દિક, ચિત્રાત્મક, તેમજ આંકડાકીય માહિતીનનું સંપાદન કરી તેના પર યોગ્ય પ્રક્રિયા કરી તેનો સંગ્રહ અને પ્રસારણ કરનાર તકનીકી એટલે માહિતી ટેકનોલોજી ." 
"માહિતી ટેકનોલોજી એટલે વ્યવસાય અને શિક્ષણના સંદર્ભમાં માહિતીની પ્રાપ્તિ, સંગ્રહ, પ્રસરણ અને તેના ડેટાના ઉપયોગ માટે કયૂટર અને ટેલિકોમ્યુનિકેશનના સાધનોનો ઉપયોગ." 
ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે માહિતી ટેકનોલોજી એક તંત્ર છે. માહિતી ટેકનોલોજી માહિતીનું એકત્રીકરણ કરીને તેને સંપાદિત કરવાનું કાર્ય કરે છે. અહી તંત્ર એ જુદા જુદા ભાગોથી બનેલ એક સમગ્ર રચના છે. 

માહિતી ટેકનોલોજીની લાક્ષણિકતાઓ :
માહિતી ટેકનોલોજીની ઉપરોક્ત વ્યાખ્યાઓનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે માહિતી ટેકનોલોજી કેટલીક વિશિષ્ટ લાક્ષણીકતાઓ ધરાવે છે જે નીચે મુજબ છે. 

1. માહિતી ટેકનોલોજી એક તંત્ર છે. 
2. માહિતીનું એકત્રીકરણ અને તેનો સંગ્રહ તેમા થાય છે. 
3. માહિતી પર જરૂરી પ્રક્રિયાઓ કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. 
4. માહિતીને ઉપયોગી સ્વરૂપમાં ઢાળે છે. 
5. માહિતીના પ્રસરણ માટે કયૂટર અને દૂર - સંચારના માધ્યમોનો ઉપયોગ કરે છે.

માહિતી ટેક્નોલોજીની શિક્ષણમાં જરૂરિયાત અને તેનો વિનિયોગ : 

શિક્ષણમાં માહિતી ટેક્નોલોજીની જરૂરિચાતઃ 
શિક્ષણએ આજીવન પ્રક્રિયા છે માટે શીખવા માટે માહિતીની જરૂરિયાત આપણને હંમેશા રહે છે. માહિતી ટેકનોલજિની જરૂરિયાત વિષે વિચારીએ તો, સમગ્ર જગતમાં માહિતીનો વિસ્ફોટ થયો છે, માટે તેને મેળવી અને તેનાથી જ્ઞાત થવાની જરૂરિયાત છે. શિક્ષણને નાવીન્યસભર તેમજ રુચિકર બનાવવા માટે પણ માહિતી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. અધ્યેતાને શીખવામાં નાવીન્યપૂર્ણ સંદર્ભ અને મદદ મળી રહે તે માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ, અનિવાર્ય છે. ટેક્નોલોજીની સાક્ષરતાએ આજના સમાજની માંગ છે જે માહિતી ટેક્નોલોજીના ઉપયોગથી પ્રાપ્ત થાય તેમ છે. 

આજે સમગ્ર જગતમાં માહિતી ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણની ગુણવત્તા અને સ્તરમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. માહિતીની સરળ પ્રાપ્યાતાને લીધે શિક્ષણની ક્ષિતિજો ઘણી વિસ્તરી છે. માહિતી ટેકનોલોજી શા માટે જરૂરી છે તે પ્રશ્નના જવાબમાં આપણે નીચેની મુખ્ય ત્રણ બાબતો વિષે વિચારીએ. 
૧. શિક્ષણનું સાર્વત્રીકરણ એ સમાજની સૌથી મોટી જરૂરિયાત છે. 
૨. શિક્ષણને ઓછું ખર્ચાળ અને બધા લોકો માટે પ્રાપ્ય બનાવવા પ્રયત્નો ચાલી રહ્યા છે. 
૩. શિક્ષણની ગુણવત્તા પર ભાર મુકવામાં આવે છે. માહિતી ટેકનોલોજી શિક્ષણની આ જરૂરિયાતોની પૂર્તિમાં મદદરૂપ સાધન બની રહે છે. 

શિક્ષણનું સાર્વત્રીકરણ એ સમાજની માંગ છે. બધાજ લોકો કોઈ પણ સ્થળ, સંખ્યા, સમયના બંધનો માંથી મુક્ત થઇ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સમાજની જરૂરિયાત છે. શિક્ષણ પાછળનો ખર્ચ પ્રમાણમાં ઘટે તે ઇચ્છનીય છે. શિક્ષણ મેળવવું ઓછું ખર્ચાળ બને તે પણ સમાજ ઈચ્છે છે. શિક્ષણની ગુણવત્તાની જાળવણી પણ ખૂબજ જરૂરી છે. ગુણવત્તાનો ખ્યાલ અહી શીખનાર માટે ગુણવત્તાયુક્ત વાતાવરણ, સંસાધનો, વિષયવસ્તુ, પદ્ધતિઓ, પ્રયુક્તિઓ તેમજ તેની શૈક્ષણિક નિષ્પતિઓ સાથે જોડાયેલો છે. 

માહિતી ટેકનોલોજીનો શિક્ષણમાં વિનિયોગ : 

માહિતી ટેકનોલોજીના શિક્ષણમાં વિનિયોગથી ઉપરોક્ત ત્રણેય જરૂરિયાતને સરળતાથી પાર પાડી શકાય છે. માહિતી ટેકનોલોજી શિક્ષણને તેની જરૂરિયાતોની પૂર્તિમાં મદદ કરે છે. માહિતી ટેકનોલોજીના શિક્ષણમાં વિનિયોગ વિષે હવે ચર્ચા કરીશું. 

1). શિક્ષણના સાર્વત્રીકરણ માટે : 

શિક્ષણના સાર્વત્રીકરણમાં માહિતી ટેકનોલોજીનું ખુબજ અગત્યનું યોગદાન રહેલું છે. ટેકનોલોજીને લીધે શિક્ષણની નવી પદ્ધતિઓનો જન્મ થયો છે જે આજે શિક્ષણની ચીલા ચાલુ પદ્ધતિઓ સામે પડકારરૂપ બની ગઈ છે. વૈશ્વિકસ્તર પર આજે જયારે શિક્ષણ પ્રાપ્ય બન્યું છે. ત્યારે એ સ્પષ્ટ પણે માની લેવું પડે કે શિક્ષણનું સાર્વત્રીકરણ થયું છે. ખૂબ જ ઝડપથી થતા પરિવર્તનોમાનું આ એક પરિવર્તન છે. આજે માહિતી ટેકનોલોજી ઘરથી શાળા અને શાળાથી વ્યવસાય સુધી અસરકારક રીતે ઉપયોગમાં લેવાઈ રહી છે. શિક્ષણનો વિચાર આજે માત્ર શાળા પૂરતો માર્યાદિત રહ્યો નથી. Internet ના વધતા ઉપયોગે શિક્ષણને સમય, સ્થળ, સંખ્યા જેવા બંધનોમાંથી મુક્ત કરી દીધું છે.

માહિતી ટેકનોલોજીના વિકાસના કારણે શિક્ષણના સ્વરૂપમાં બદલાવ આવ્યો છે. શાળા કક્ષાએ અપાતું શિક્ષણ મોટા દેશોમાં આજે કયૂટર વડે આપવામાં આવે છે. આજે વિકસિત દેશોમાં માહિતી ટેકનોલોજીને લીધે શાળા શિક્ષણ વેબ - આધારિત શિક્ષણ બની ગયું છે. ઈન્ટરનેટના ઉપયોગ વડે આજે ખૂબ જ સરળતાથી શિક્ષણ મેળવી શકાય છે. Online Education એ જૂથ શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં એક સાથે હજારો લોકો શિક્ષણ મેળવી શકે છે. વીડિઓ - કોન્ફરન્સના માધ્યમથી પોતાના વિચારો, સમસ્યાઓ અને ઉકેલો એક બીજા સાથે ખૂબ જ સરળતાથી શેર કરી શકે છે. આજે વિકસિત દેશોમાં T.V, રેડિયો અને ઇન્ટરનેટનો આવા જૂથ શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. દા.ત. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા ચલાવાતા Online અભ્યાસક્રમો જ્યાં વિદ્યાર્થીઓ સ્થળ અને સંખ્યાના બંધનો વિના અભ્યાસ કરી શકે છે. 

આજે ઘણી યુનિવર્સિટીઓ પોતાની વેબ - સાઈટ્સ ધરાવે છે જ્યાં તે પોતાના વિદ્યાર્થીઓ માટે Online લાઈબ્રેરીની વ્યવસ્થા કરી આપે છે જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા આ પુસ્તકાલયનો ઉપયોગ કરી શકે છે. સંશોધન માટેના તેમજ અન્ય શૈક્ષણિક પુસ્તકો માટે ERIC (http://eric.ed.gov/) તેમજ Inflibnet (http://www.inflibnet.ac.in/) જેવી Online લાઈબ્રેરી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ તમામ બાબતો માહિતી ટેક્નોલોજીને આભારી છે. 

ઉપરોક્ત તમામ બાબતોથી એક બાબત સ્પષ્ટ થાય છે કે શિક્ષણના સાર્વત્રીકરણ પાછળ માહિતી ટેકનોલોજીનું યોગદાન સવિશેષ રહ્યું છે. 

2). શિક્ષણ ઓછું ખર્ચાળ બનાવવા :  
માહિતી ટેકનોલોજીના વિનિયોગથી શિક્ષણ ઓછું ખર્ચાળ બને છે. શિક્ષણ આપવાની નવી વિકસી રહેલી જુદી જુદી પદ્ધતિઓ શિક્ષણની પ્રક્રિયાને સરળ અને ઓછી ખર્ચાળ બનાવે છે. શિક્ષણમાં Online Education, web - Based Education ના ઉપયોગને લીધે શિક્ષણ ઓછું. ખર્ચાળ બન્યું છે. દૂરવર્તી શિક્ષણનું યોગદાન પણ તેમાં સવિશેષ રહ્યું છે. દૂરવર્તી શિક્ષણનો ખ્યાલ આપણને વર્ગખંડની બહારના શિક્ષણ તરફ નિર્દેશ કરે છે. શિક્ષણ હવે માત્ર વર્ગખંડમાંજ આપી શકાય છે તેવી માન્યતા ચાલે તેવી નથી. જુદી જુદી યુનિવર્સિટીઓ માં દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમો ચાલે છે. જે વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળા અને કોલેજમાં અભ્યાસ કરવા માટે જવા સક્ષમ ન હોય કે આર્થિક રીતે નબળા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરી શકતા હોવાથી આ પ્રકારના અભ્યાસક્રમો ખૂબ જ ઓછા ખર્ચાળ હોય છે. દા.ત ભારતમાં ડો. બાબા સાહેબ આમ્બેડકર અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી આવા પ્રકારના અભ્યાસક્રમો ચલાવે છે. 

3). શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે : 
પ્રાથમિકથી લઇ કૉલેજ કક્ષા સુધી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સરકાર આજે પ્રયત્ન કરી રહી છે. દરેક વિદ્યાર્થીને શિક્ષણમાં સમાન ભાગીદારી, સમાન વાતાવરણ, સમાન સંસાધનો, સમાન તકો પ્રાપ્ત થાય તેવા કાર્યક્રમો અમલમાં મુકાયા છે. Online Education, Web based Education, Computer Assisted Learning અને Computer Aided Learning જેવાં શિક્ષણના સ્વરૂપો દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ઘણોજ સુધારો આવ્યો છે. શિક્ષકને વિષયવસ્તુની અસરકારક રજૂઆત કરવા માટે ચિત્ર, ચલચિત્ર, એનિમેશન વગેરે Internet ના માધ્યમથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તે પોતાની સજ્જતા વધારવા માટેના સંદર્ભો ઈન્ટરનેટના માધ્યમથી મેળવે છે અને પોતાની સમજનો વિકાસ કરે છે. વેબબેઇઝ કોન્ફરન્સ શિક્ષક - વિદ્યાર્થી અને વિદ્યાર્થી - વિદ્યાર્થીને એક બીજા સાથે જોડી વાર્તાલાપ કરવામાં સરળતા કરી આપે છે જે અંતેતો શિક્ષણની ગુણવત્તા સુધારે છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.