ભાષા એ માનવ સમાજનું મુખ્ય ચાલકબળ છે. ભાષા માનવસમાજ અને સંસ્કૃતિમાં મહત્વનું ચાવીરૂપ સ્થાન ધરાવે છે. ભાસ્યાથી ચાલતો સમગ્ર વાણિજ્ય વ્યવહાર, વેપાર ઉદ્યોગ, રાજ્ય વહીવટ, શિક્ષણ, વૈજ્ઞાનિક શોધ - સંશોધન વગેરેનું તંત્ર ટૂટી પડે. ભાષાનું બૌદ્ધિક, સાંસ્કૃતિક, આર્થિક કે સામાજિક જે કઈ વિકાસ છે તે ભાષાને આભારી છે.
ભાષા માનવ સંસ્કૃતના વિકાસનું અનિવાર્યબળ છે. ભાષા વિના કોઈ સંસ્કૃતિ વિકસી તો ન જ શકે, ટકી પણ ન શકે.
ભાષા અને સમાજ વચ્ચેનો સંબંધ
જો માણસનો પહેરવેશ જીવનશૈલી પર જે તે સમાજની અક્ષર હોય તો ભાષા સમાજથી અલિપ્ત કેવી રીતે રહી શકે ? ભાષા સમાજ સાથે ગાઢ સંબંધ છે.
1) સંપૂર્ણ સમાજની સંપતિ
મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે સમાજમાં રહે છે, અન્ય સાથે ભાષા દ્વારા વ્યવહાર કરે છે. માનવી સમાજમાં રહીને જ ભાષા શીખે છે.
2) ભાષાએ ન જિતાયેલ સંપતિ છે (અર્જિત)
વ્યક્તિ જમ્યા પછી જે સમાજમાં રહે છે તે તેની ભાષા બોલવા પ્રયાસ કરે છે - ઉચ્ચારણ કરતા શીખે છે. દા.ત. ગુજરાતમાંથી વ્યક્તિ મદ્રાસ જાય તો મદ્રાસની ભાષા શીખે છે. મદ્રાસથી અમેરિકા જાય તો તે અમેરિકાની ભાષા શીખે છે. આમ, વ્યક્તિ વાતાવરણ અને સમાજને અનુકુળ એક કે વધુ ભાષા શીખી શકે છે.
3) સમાજની ભાષા પર અસર
માનવીએ પોતાનો જીવન વ્યવહાર ચલાવવા માટે ભાષાનો સ્વીકાર કરેલ છે. તેથી માનવ જીવન ભાષા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. સમાજમાં દરેક વર્ગના લોકો ભાષાનાં માધ્યમથી કોઈને કોઈ રીતે પોત - પોતાના જીવન વ્યવહાર ચલાવે છે.
દા.ત. વ્યવહાર પ્રમાણે દરેક ક્ષેત્રની પોતાની આગવી ભાષા છે. ઉદા, શિક્ષણ, કાયદો, વર્તમાનપત્ર, ટી.વી., મેડિસિન, બિજનેસ વગેરે પોતાની આગવી ભાષા ધરાવે છે. આજે સેલફોન પર વ્હાટ્સએપના ઉપયોગમાં અંગ્રેજી લિપિમાં ગુજરાતી જે રીતે વાંચવા મળે છે, તે બદલતાં સમાજનું પ્રતિબિંબ જ પાડે છે ને!
4) ભાષાની સમાજ પર અસર
બાળક જન્મથી બોલવાની ક્ષમતા ધરાવે છે પણ તે શું બોલશે તે તેની આસપાસના લોકો અને સમાજ નક્કી કરે છે. જંગલમાં રહેતું બાળક જુદા - જુદા અવાજ કરી શકે છે, પણ ભાષા બોલી શકતું નથી, એટલે જ કહેવાય છે, કે ભાષા આનુવંશિક નથી, પણ સાંસ્કૃતિક સંક્રમણ છે.
ભાષાની ઓળખ
મનુષ્ય સામાજિક પ્રાણી છે. એ સમાજમાં રહેતો હોઈ એના વિચારો, લાગણીઓ, જરૂરિયાતો, ભાવો અન્ય સમક્ષ પ્રગટ કરવા માટે ભાષાનો ઉપયોગ કરે છે. મૈત્રી વિકસાવે છે કે જુદી - જુદી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે. આપણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, બંગાળી જેવી અનેક જુદી - જુદી ભાષાઓનો ઉપયોગ કરીએ છીએ.
આ વિશ્વમાં લગભગ ૬૦૦૦ જેટલી ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે અને એ પ્રત્યેક ભાષા આદાન પ્રદાનનું કાર્ય કરે છે, તે અર્થમાં કોઈ ભાષા એકબીજાથી શ્રેષ્ઠ કે નિમ્ન નથી. તે દરેક ભાષાને પોતાની આગવી ખુશબુ છે આગવી મિઠાશ છે. તે વ્યવહાર માટે પૂરેપૂરી શક્તિશાળી છે.
ભાષાનો પ્રભાવ
માણસ હાવભાવ સાથે આરોહ - અવરોહ સાથે પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરે ત્યારે આપણને ગમે છે. કેટલીક વ્યક્તિઓનું પ્રવચન સંભાળવું આપણને ગમે છે તેનું કારણ એ જ કે ભાષા ઉપર તેમની પકડ વધુ હોય છે. દા.ત. નરેન્દ્ર મોદી બોલે ત્યારે હાવભાવ, આરોહ અવરોધ સાથે બોલે છે, જયારે તે બોલવા માટે ઉભા થાય છે ત્યારે તેમનો પ્રભાવ પ્રવચનમાં થતો જોવા મળે છે.
દરેક ભાષાને તેનો આગવો પ્રભાવ છે તે વિશે સમાન થવાની જરૂર છે. જ્યારે ઓછું બોલતી કોઈ બોલી નષ્ટપ્રાય થાય, ત્યારે તે આખી સંસ્કૃતિ નષ્ટ થાય એવો ભાવ થાય છે, માટે જ વિષય અંગે અભ્યાસક્રમમાં તેના વિશે સંવેદનશીલ કેળવવાનો પ્રયાસ થયો છે.
ભાષા અને પૂર્વગ્રહ
પૂર્વગ્રહ એટલે વિરુદ્ધમાં બોલવું. જ્યારે કોઈ વ્યક્તિ તરફ આપણને પૂર્વગ્રહ હોય ત્યારે તે બોલવા ઊભી થાય ત્યારે પૂર્વગ્રહ સાથે બોલે છે. મનુષ્યો પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરે ત્યારે પૂર્વગ્રહને ધ્યાનમાં રાખી સામેની વ્યકિતના વિરોધમાં બોલે છે.
દા.ત. ઘણી વખત આપણે એ જોયું છે કે અમુક જાતિ, વિસ્તાર કે જ્ઞાતિના લોકો જે ભાષા બોલે છે તે પ્રત્યે કેટલાક સમાજનાં લોકો તિરસ્કાર કે મજાકના સ્વરૂપમાં જુએ છે. આ બાબત જે તે સમાજનું અપમાન છે. શિષ્ટ ભાષા પ્રત્યેના કોઈ વિશેષ પક્ષપાતને કારણે આપણે કેટલીક બોલી બોલતાં લોકોને પછાત માનવાની ભૂલ કરી બેસતા હોઇએ છીએ.