ભાષા, માનવસમાજમાં પરસ્પરના વ્યવહાર માટેનું સાધન છે. તે માનવીની અંગત આવશ્યકતા અને અનુભૂતિની અભિવ્યક્તિ માટેનું માધ્યમ છે. સંસ્કૃતમાં 'ભાસ' એટલે બોલવું, તે પરથી 'ભાષા' શબ્દ ઉતરી આવ્યો છે. ભાષાશાસ્ત્રીઓ એવું મને છે કે, આરંભકાળમાં માનવી પોતાની જરૂરીયાતો, લાગણીઓ વગેરે વિવિધ ચેષ્ટા દ્વારા દર્શાવતો, ત્યારે પછી જુદા જુદા અવાજ અને ઉદગારો દ્વારા તે પોતાના મનોભાવો વ્યક્ત કરતો થયો, માનસિક અને સામાજિક રીતે તે વિકસતો ગયો તેમ તેમ તેણે પોતાની લાગણીઓ અને વિચારો દર્શાવવા માટે ક્રમે ક્રમે અર્થવાહક શબ્દો સર્જ્યા. તેમાંથી ભાષા ઘડાતી ગઈ અને વિકસતી ગઈ.
વ્યાખ્યા
"સપ્રમાણીત અર્થમાં ભાષા એટલે એકબીજા સાથે વિચારો અને લાગણીઓનું આદાન - પ્રદાન કરવાની વ્યવસ્થા"
" ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ." - સ્વીટ
"ભાષા યાદચ્છીક વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે. જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાના સહકાર સાધે છે અને એકબીજા સાથે સંપર્કમાં આવે છે."
નિયમ અનુશાસિત વ્યવસ્થા તરીકે ભાષા :
વિભાવના અને અર્થ ભાષા ની વિભાવના પરથી એ સ્પષ્ટ થાય છે કે એ અન્યોન્ય સાથે પ્રત્યાયન કરવામાં વાપરતાં પ્રતિકોનું માનવસર્જિત, નિયમબદ્ધ, ગતિશીલ અને સર્જનાત્મક તંત્ર છે. તે છુટાછવાયા કે અવ્યવસ્થિત પ્રતીકોની ભેળસેળ નથી પણ એક સુવ્યવસ્થિત તંત્ર છે. દરેક ભાષાને તેના વિવિધ નિયમો છે. ઉચ્ચારણ કઈ રીતે કરાય, શબ્દો કઈ રીતે જોડાય, ભૂત, વર્તમાન કે ભવિષ્યકાળ કઈ રીતે દર્શાવાય, કર્તા, કર્મ, વિશેષણ અને ક્રિયાપદોને કેવી રીતે ઉપયોગ કરવો તેનો ચોક્કસ નિયમો છે અને એટલા માટે જ તેને નિયમ અનુશાસિત ભાષા તરીકે ઓળખવામાં આવે છે.
ભાષા નિયમન તંત્રના પાસાંઓ
[1] ધ્વનીશાસ્ત્રીય પાસું
આ પાસું ભાષામાં વપરાતાં મૂળભૂત ઉચ્ચારો કે ધ્વનીઓનું વિશ્લેષણ કરે છે. આપને જે વાણી બોલીએ છીએ તેના લઘુતમ એકમને ધ્વની એકમ (ફોનીમ) કહે છે. ગુજરાતી ભાષામાં અ, આ, ઉ, ઈ વગેરે ૧૨ સ્વરો અને ક, ખ, ગ, ઘ, વગેરે મળી ને ૩૪ વ્યંજનો છે. આપને કોઈ પણ ધ્વની ઉચ્ચારીએ તે ભાષાનો મૂળાક્ષર બનતો નથી. જેમકે, આપણા સ્વાભાવિક ઉચ્ચારો, આહ, ઉહ, વગેરે પણ આપને એ ધ્વની નિયમાનુસાર વ્યવસ્થામાં ઢાળ્યા આમ બે ધ્વનીઓ વચ્ચેના અર્થપૂર્ણ જોડાણને ધ્વનીશાસ્ત્રીય પાસા તરીકે ઓળખવા માં આવે છે.
[2] અર્થપૂર્ણ એકમનું પાસું
ઉપર જોયું તે મુજબ ધ્વનીઓને અર્થપૂર્ણ રીતે જોડવાથી શબ્દ બને છે. કોઇપણ રીતે ધ્વનીને જોડી દેવાથી અર્થપૂર્ણ શબ્દ બને નહી. ભાષાના નાનામાં નાના શબ્દને અર્થપૂર્ણ એકમ કહે છે. દા.ત.બોલવું એ એક અર્થપૂર્ણ એકમ છે. આ જોડાણો કરવાના દરેક ભાષાના પોતાના નિયમ છે, તેને મોર્ફોલોજીક્લ રૂલ્સ કે અર્થપૂર્ણ એકમ અંગેનો નિયમ કહે છે.
[3] શબ્દસયોજનનું પાસું
વ્યાકરણની દ્રષ્ટિએ સ્વીકારી શકીએ એવા શબ્દસમૂહોના સંયોજનોને શબ્દસયોજાનનું પાસું કહે છે. જેમ અક્ષરોને તેમ ગોઠવી દેવાથી શબ્દ નથી બનતો તેમ શબ્દો ગમે તેમ ગોઠવી દેવા થી અર્થપૂર્ણ વાક્ય નથી બનતું વાક્ય રચવા માટે શબ્દો કેવી રીતે જોડવા જોયે તેને શબ્દસંયોજન કહે છે.
[4] શબ્દાર્થશાસ્ત્રીય પાસું
ભાષાના નિયમો અંતર્ગત આ પાસે શબ્દોના છુટા છુટા અર્થો નહિ પણ, શબ્દો અને ફકરાઓ જોડાયા પછી તેની સમગ્રતયા અથવા સર્વગ્રાહી અર્થ શું મળે છે, તેને શબ્દાર્થશાસ્ત્રીય પાસું કહે છે. આ પાસું શબ્દોને વાક્યમાં જોડ્યા પછી નીપજતા અર્થને તપાસે છે. દા.ત. કરસનદાસ માણેકના એક કાવ્ય "શાને" આવું થાય છે.
[5] સામાજિક સંદર્ભલક્ષી પાસું
ભાષા અને સમાજ એકબીજાના અવિભાજ્ય અંગ છે. સમાજ વગર ભાષાને અને ભાષા વગરના સમાજને કલ્પી શકાય નહિ એટલે એકના વાક્યને પણ કોઈની સમક્ષ રજુ કરવાનું છે, તે જાણીને ભાષામાં જે ફેરફાર કરવાના થાય છે તેને સામજિક સંદર્ભલક્ષી કહે છે. લાડના લહેકા સાથે બોલવામાં આવતા સબ્દો જુદી જુદી વ્યક્તિઓ, જુદા જુદા સંજોગોમાં ભાષાનો ઉપયોગ જુદી જુદી રીતે કરવાનો હોય છે.
[6] સંવેદનાત્મક પાસું
ભાષાના આ પાસાને શાબ્દિક કરતા વક્તા કે લેખકના મનોભાવો સાથે નીશાબત છે. એકના એક વાક્યો વ્યક્તિ કઈ મનોદશામાં બોલે છે તે બાબત તે નામનો ભાદાર્ક પાસાને રજુ કરે છે. આ બાબત ભાષાની અભિવ્યક્તિના લય, અવાજની ઉચી થડકો, ગતિ વગેરે વિશે સમજુતી આપે છે. આ પાસું શાબ્દિક અભિવ્યક્તિ સાથે સંકળાયેલી અશાબ્દિક અભિવ્યક્તિને દર્શાવે છે. દા.ત. “હું મજામાં છું” એ ત્રણ શબ્દોનું બનેલું વાક્ય અલગ - અલગ રીતે બોલશે. આ ત્રણેય શબ્દોનો અલગ - અલગ અર્થ પણ અનુભવાશે. એટલે વાક્ય એક જ પણ તેને કેવા ભાવથી બોલે છે. તે વિધાન અલગ અર્થ નીપજાવે છે. આમ, વક્તાની લાગણીશીલ બાબતોને રજુ કરતા ભાષાના નિયમને સંવેદનાત્મક પાસાં તરીકે ઓળખવામાં આવે છે.
[7] લક્ષણક્રેન્દ્રી પાસું
આ પાસાને વિશેષ તો અલગ - અલગ વિષયો, વ્યવસ્થા કે સમાજમાં લોકો વચ્ચે અલગ - અલગ પરિસ્થિતિઓમાં થતા સંવાદોમાં પ્રયોજાતી ભાષાને સ્પર્શે છે. કોઈ ડોકટર તેના દર્દી સાથે, કોઈ વકીલ તેના અશીલ સાથે, કોઈ શિક્ષક તેના વિધાર્થી સાથે વાતચીત કરે ત્યારે જે તે વિષય કે બાબતના પારિભાષિક શબ્દોનો ઉપયોગ થાય છે. જે તે વિષયનું વિષયવસ્તુ, સંસ્કૃતિક બાબતો કે વ્યવસાયની વિશિષ્ટ ભાષા પ્રયોજાય ત્યારે ભાષાના લક્ષણ કેન્દ્રીય પાસાનો વિચાર થતો હોય છે.
ઉપરોક્ત સાતેય બાબતો ભાષાની એક શિક્ષક તરીકે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે જ્યારે ભાષા કર્મ કરવાનું હોય ત્યારે આ બાબતોને સમજવી આવશ્યક બની જાય છે.