દાખલા તરીકે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવે છે. પરંતુ અન્ય સંસ્કૃતિઓમાં ગાય કેવળ પશુ છે. આથી ભારતીય જ્ઞાન સામગ્રીમાં ‘ગાયમાતા’ શબ્દ પ્રયોજી શકાય તેવો છે પરંતુ અન્ય સંસ્કૃતિઓમાં એ સમજવો પણ શક્ય નથી. આવું જ વિશ્વસ્તરીય તમામ અધ્યયન સામગ્રીમાં શક્ય બને છે. તેમાં પણ ખાસ કરીને ભાષાકીય બાબતોને ધ્યાનમાં રાખવી વધુ આવશ્યક બને છે. રૂઢિપ્રયોગોના અર્થ સમજવ. માટે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અનિવાર્ય છે. ધાર્મિક બાબતો પણ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલી છે.
આથી જ અધ્યયનની સામગ્રી સાંસ્કૃતિક સંદર્ભો સાથે લખાયેલી હોવી જોઈએ. સાંસ્કૃતિક સંદર્ભોમાં,
મુખ્ય સાંસ્કૃતિ સંદભૌઃ (1) ઐતિહાસિક બાબતો (2) રાજકીય ઘટનાઓ (3) ભૌગોલિક ઘટનાઓ (4) જૈવિક બાબતો (5) ધાર્મિક માન્યતાઓ (6) નૈતિક વિચારધારાઓ (7) સામાજિક રીત રિવાજો (B) લોકસાહિત્યના સંદર્ભ (9) શિષ્ટ છે. ના સંદર્ભોને સમજ્યા પછી અધ્યયન સામગ્રી લખાય તો તે સરળતાથી સમજી સાહિત્યકૃતિના સંદર્ભો (10) વર્તમાનપત્રો અને વર્તમાન ઘટનાઓ મુખ્ય સંદર્ભો શકાય તેવી રહે છે. અન્યથા સમજવામાં અર્થપૂર્ણ રહેતી નથી. પ્રત્યેક સંદર્ભને આપશે ઉદાહરણ સહિત સમજીએ.
( 1 ) ઐતિહાસિક બાબત :
⇛ દરેક પ્રદેશ, રાજ્ય, જ્ઞાતિ, જાતિ અને દેશનો ઇતિહાસ હોય છે. અધ્યયનની સામગ્રીમાં આ પ્રકારના સંદર્ભનો ઉપયોગ થયેલો હોય ત્યારે અધ્યેતા તેનાથી પરિચિત હોવો જોઈએ. આવા પરિચયથી જ સાહિત્યમાં લખાયેલ બાબતોને સમજી શકાય છે. દાખલા તરીકે 'બોસ્ટન ટી પાર્ટી' નો ઉલ્લેખ કરીને પોતાના અધિકારો માટે લડવાની વાત કોઈ જગ્યાએ થયેલી હોય તો તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વગર તે સમજવું શક્ય બનતું નથી.
⇛ દરેક વિસ્તારના પોતાના ઐતિહાસિક સંદર્ભો હોય છે. ગુજરાતમાં ‘ડભોઈના કિલ્લા'નો સંદર્ભ આપીને જયારે એમ કહેવામાં આવ્યું હોય કે, “અમુક વ્યવસ્થા ડભોઈના કિલ્લા જેવી છે” ત્યારે ડભોઈના કીલ્લાનો ઇતિહાસ જાણ્યા વગર આ સંદર્ભનો અર્થ સમજી શકાતો નથી. બહારથી મજબૂત પરંતુ અંદરથી ખોખલું એને ડભોઈના કિલ્લા જેવું છે કેમ કહેવાય છે ? તેના ઇતિહાસ પરથી જાણી શકાય. તમામ સંસ્કૃતિઓમાં આ પ્રમાણે પોતાના ઇતિહાસનો સંદર્ભ લઈને અનેક બાબતો લખાયેલી હોય છે. આ સંદર્ભોને જાણ્યા વગર ભાષાની જાણકારી હોય તોપણ કથનનો અર્થ સમજી શકાતો નથી. આથી જ દરેક ભાષાના, તે વિસ્તારને લગતા ઇતિહાસને જાણવો યોગ્ય અર્થધટન માટે આવશ્યક બની જાય છે.
( 2 ) રાજકીય ઘટનાઓઃ
⇛ રાજકીય ઘટનાઓ મોટે ભાગે ઐતિહાસિક હોય છે, પરંતુ નજીકની કેટલીક રાજકીય ઘટનાઓ આપણે ઇતિહાસમાં ગણતા નથી. તેમ છતાં લખાણમાં જયારે આ બાબતો હોય ત્યારે એક વિશિષ્ટ અર્થ કરતી હોય છે. ભારતના રાજકીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો નોટ બંધી, શાહીન બાગ, ઈમરજન્સી જેવા અનેક શબ્દો કોઈને કોઈ રાજકીય બાબત સાથે સંકળાયેલ છે. રાજકીય ઘટનાઓ પણ સ્થાનિક રાજકારવા સાથે સંકળાયેલી હોય છે. વર્તમાન પત્રોમાં આવતી આવી વિશિષ્ટ રાજકીય ઘટનાઓ કેટલીક વખત સંદર્ભ તરીકે વપરાતી હોય છે. આવા સંજોગોમાં સ્થાનિક રાજકારણને નહીં જાણનારાઓ તેનો પૂર્વાપર સંબંધ જાણી શકતા નથી.
⇛ રાજકીય ઘટનાઓ વિશ્વ કક્ષાની, રાષ્ટ્રકક્ષાની, રાજયકક્ષાની અથવા સ્થાનિક હોઈ શકે છે. આવી ઘટનાઓને કેટલીક વખત વિશિષ્ટ સંદર્ભ તરીકે વાપરવામાં આવે છે. દાખલા તરીકે “તમે અહીં શાહીન બાગ જેવું વાતાવરણ ઊભું કરશો નહીં” આમ કહેવા પાછળનો લેખકનો આશય શાહીન બાગ ની રાજકીય ઘટનાને સમજ્યાં વગર જાણી શકાતો નથી. આથી આવા સંદર્ભો શું અર્થ કરવા માગે છે તે સમજવા માટે તેના રાજકીય પરિપ્રેક્ષ્ય સમજવા જરૂરી બને છે.
( 3 ) ભૌગોલિક ઘટનાઓ :
⇛ કુદરતી ભૌગોલિક આપત્તિઓ, વિશિષ્ટ ઘટનાઓ, ભૌગોલિક પરિસ્થિતિઓ નિશ્ચિત પ્રકારના અર્થઘટન માટે ઉપયોગી હોય છે. જે તે વિસ્તારના સંદર્ભમાં આ પ્રકારની ભૌગોલિક ઘટનાઓ આલેખાયેલી હોય છે. કચ્છનો ભૂકંપ, મચ્છુમાં આવેલ પુર, છપ્પનનો દુષ્કાળ, સુનામી જેવી અનેક ઘટનાઓનો ઉપયોગ અધ્યયન સામગ્રીના વિશિષ્ટ પ્રકારના સંદર્ભતરીકે કરવામાં આવતો હોય છે. નાયાનો ધોધ જેવા વિશિષ્ટ સ્થાનો કોઈ સંદર્ભમાં વપરાતા હોય છે. આવી ભૌગોલિક ઘટનાઓ પાછળનો પરિપ્રેક્ષ્ય સમજયા પછી જ તેનો ઉલ્લેખ આ જગ્યાએ શા માટે કરવામાં આવ્યો છે તે સમજી શકાય છે, માટે જયાં સુધી નિશ્ચિત ભૌગોલિક ઘટનાઓને યોગ્ય સંદર્ભમાં સમજાવી શકાય ત્યાં સુધી લખાણનો અર્થ પૂરેપૂરો સમજી શકાતો નથી.
⇛ હિમાલય ની ઊંચાઈ પ્રાપ્ત કરો, તમારી વાતમાં સાગરનું ઊંડાણ છે.તમારી જિંદગી સફેદ રણ જેવી છે. જેવા વાક્યોમાં ભૌગોલિક સંદર્ભો જુદા જુદા અર્થમાં પ્રયોજાયેલા છે. જો આપણે તેની સાથે સંકળાયેલા ભૌગોલિક સંદર્ભોને યોગ્ય અર્થમાં સમજી ના શકીએ તો વાક્યમાં કહેવાયેલો મૂળભૂત અર્થ સમજી શકાતો નથી. વિશ્વમાં આવા અનેક ભૌગોલિક સ્થાનો રહેલા છે કે જેનો ઉપયોગ વાચના સંદર્ભમાં થતો જોવા મળે છે. આથી જ આવા ભૌગોલિક સંદર્ભોને સમજવા આવશ્યક છે. દરેક ભાષાને પોતાના વિસ્તાર અનુસાર ભિન્ન - ભિન્ન ભૌગોલિક પરિપ્રેક્ષ્ય રહેલો હોય છે. અંગ્રેજી ભાષામાં ગુજરાતના સ્થાનિક ભૌગોલિક સંદર્ભોનો ઉપયોગ કરીને લખવામાં આવેલું લખાણ બ્રિટનના માણસને સમજવું શક્ય બનતું નથી. આથી જ ભૌતિક ભૌગોલિક ઘટનાઓથી પરિચિત થવું અધ્યેતા માટે અનિવાર્ય બને છે.
(4) જૈવિક બાબતો :
વિશ્વના પ્રત્યેક વિસ્તારનું જૈવિક વૈવિધ્ય તે વિસ્તારના લોકો માટે સંદર્ભ નો વિષય બને છે. ‘સાપ અને નોળિયા જેવો સંબંધ' એવું કહેતી વખતે આપણે સાપ અને નોળિયો પરસ્પર લડતા રહે છે તે જૈવિક ઘટનાને વ્યક્તિઓ ઉ ૫૨ આરોપી જ કરીએ છીએ. એવી જ રીતે ચાતક પક્ષીની વાત, વાંદરા વેડા, ગધેડા જેવા હોવું, ગાય જેવા હોવું, બળદિયો જેવા અનેક પ્રાણીઓ માટે વપરાતા શબ્દો આપણે લોકજીવનમાં વાપરતા હોઈએ છીએ. આપણી ભાષામાં વપરાતા આવા શબ્દો અન્ય ભાષા ભાષીઓ માટે સમજવા અઘરા પણ બને. કદાચ એવું પણ બને કે આ પ્રકારના પ્રાણીઓ તે વિસ્તારમાં કે.ઈએ જોયા પણ ન હોય. આવા સંજોગોમાં આ જૈવિક સંદર્ભો જાણ્યા વગર વ્યક્તિ માટે તેનો અર્થ કરવો અસંભવ બને છે.
⇛ ચાતક પક્ષીને ચંદ્રની પ્રતીક્ષા છે અને આપણે ‘ચાતકની જેમ રાહ જોવી’ એ સંદર્ભમાં પ્રયોજી એ છીએ તે અર્થ ભાગ્યે જ અન્ય ભાષાના લોકો સમજી શકે, પાકિસ્તાનના કેટલાક વિસ્તારમાં ગધેડા આર્થિક સમૃદ્ધિનું વાહન બનેલા છે. આ વિસ્તારમાં ‘ગધેડા જેવા હોવું’ નો અર્થ ‘બુદ્ધિહીન હોવું’ એવો થવો શક્ય નથી. કદાચ ત્યાં આર્થિક રીતે સદ્ધર હોવાનો સંદર્ભ મળે. ‘બળદ જેવો છે’ એમ કહેવા પાછળનો આશય ‘બેવકૂફ છે’ એ અર્થ શહેરના બાળકો ભાગ્યે જ સમજી શકે. આમ જૈવિક સંદર્ભો લોકોના રોજ - બરોજના અવલોક્ન ઉપરથી બનેલા હોય છે. સ્થાનિક લોકોના અનુભવો અને કલ્પનાઓ સાથે તે તમામનું અર્થઘટન સંકળાયેલું હોય છે. આથી આવા સંદર્ભો સમજ્યા વગર ઘી વખત લેખિત સામગ્રીના અર્થઘટનમાં ઉણપ આવે છે.
( 5 ) ધાર્મિક માન્યતાઓ :
⇛ દરેક ધર્મની પોતાની વિશિષ્ટ માન્યતા હોય છે. આ માન્યતાથી ધર્મ સાથે સંકળાયેલા લોકોના લખાણમાં પ્રતિબિંબિત થતી હોય છે. ખ્રિસ્તી ધર્મના લેખકો બાઇબલ માં રહેલ વાર્તાઓ અને ઉપદેશ વિગેરેની રજૂઆત સહજભાવે કરે છે. એવી જ રીતે મુસ્લિમ ધર્મના અનુયાયીઓ તેમના ધર્મ સાથે સંકળાયેલી બાબતોને સહજ રીતે રજુ કરતા હોય છે . ઘણી વખત આ પ્રકારની બાબતો કોઈ નિશ્ચિત સંદર્ભો ઊભા કરે છે. એવું જ હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, યહૂદી ધર્મ અને શીખ ધર્મ સાથે શક્ય બને છે.
⇛ દાખલા તરીકે ગુડ ફાઈડે, લાસ્ટ સ ૫૨, હિજરત, કરબલા, રોઝા, રથયાત્રા, નવરાત્રી, કિરપાણ અશાતના, વિપશ્યના. જેવા પ્રત્યેક શબ્દ પાછળ ધર્મની માન્યતા અથવા કોઈ ને કોઈ ધર્મની વિશેષતા જવાબદાર છે. એ ધર્મના આ શબ્દો કોઈ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયેલા હોય તેવું બને. આખી જ ધાર્મિક માન્યતાઓ, ધર્મ સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દો, ધર્મ સાથે સંકળાયેલ ઐતિહાસિક બાબતો વિગેરે મહત્ત્વના સંદર્ભો રહેલા છે. આવા સંદર્ભ જાણ્યા વગર શું કહેવાયું છે તે સમજવું શક્ય બનતું નથી. આમાંના કેટલાક શબ્દો અન્ય ધર્મોમાં પણ વપરાતા હોય છે આથી વપરાયેલા શબ્દો કયા ધાર્મિક પરિપ્રેક્ષમાં વપરાયેલા છે તે જાણવું પણ મહત્ત્વપૂર્ણ બને છે દાખલા તરીકે ઉપેક્ષા શબ્દ સામાન્ય ભાષામાં અવહેલનાના પર્યાય તરીકે વપરાય છે પરંતુ બૌદ્ધ ધર્મના પરીક્ષામાં ઉપેક્ષા શબ્દ ‘અન્યનો સ્વીકાર’ જેવા હકારાત્મક અર્થમાં વપરાય છે. આથી આ પ્રકારના પારિભાષિક શબ્દોનો ધાર્મિક સંદર્ભ જણાવો બહુ જરૂરી છે. અન્યથા આપણે અર્થનો અનર્થ કરી બેસીએ એવું બને.
( 6 ) નૈતિક વિચારધારાઓ :
⇛ નીતિવિષયક વિચારધારાઓ અનેક પારિભાષિક શબ્દોની સર્જન કરનારી વિચારધારાઓ છે. પ્રત્યેક ક્ષેત્રમાં આ પ્રકારની નીતિવિષયક વિચારધારાઓએ અનેક શબ્દોની રચના કરી છે. પ્રત્યેક વ્યવસાયના પોતાના આચાર સંબંધી મૂલ્યો હોય છે. પંચશીલ, સહ અસ્તિત્વ, સાધન શુદ્ધિ, વિશ્વ શાંતિ, શિષ્ટાચાર, સાદગી, સદાચાર, સચ્ચાઈ, પ્રમાજ્ઞિકત્તા, ઈમાનદારી, સત્ય પરાયણતા, કરુણા જેવા અનેક મુલ્યોને વિવિધ રીતે સમજાવવા માટે દરેક વ્યવસાયમાં નૈતિક વિચારધારાઓ પ્રવર્તે છે. વિશ્વના અનેક દાર્શનિકો એ જુદી જુદી રીતે, જુદા જુદા શબ્દોમાં માનવમૂલ્યોને અનુસરવાની હિમાયત કરી છે. દાર્શનિકોની આ વિચારધારાઓમાં વૈવિધ્યસભર શબ્દોનો ઉપયોગ કરીને ભાષાકીય રીતે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રકારના મૂલ્યો માનવજીવનને વધુ સમૃદ્ધ બનાવતા હોય છે. આથી જ આ વિચારધારાઓમાં પ્રવર્તતા શબ્દોમાં બહુ મોટી માત્રામાં વૈવિધ્ય જોવા મળે છે.
⇛ દાર્શનિકોની આવી માન્યતાઓ, સ્પષ્ટતાઓ અને શાબ્દિક વિવિધતાઓને સમજ્યા પછી તેનો અર્થ ગ્રહણ યોગ્ય રીતે થઈ શકે છે. દાર્શનિક વિચારધારાઓના પારિભાષિક શબ્દોને સમજવા માટે વાંચન, ચિંતન, મનન અને નિદિધ્યાસનની જરૂર પડે છે. ઉપરાંત આ વિચારધારાઓને અનુસરતા મહાનુભાવો સાથેની ચર્ચા પણ અમુક શબ્દોને સ્પષ્ટ કરી શકે છે. આથી દાર્શનિક અને નૈતિક સંદર્ભોને સમજવા માટે જે દર્શનશાસ્ત્રના પ્રણેતાઓના સાહિત્યનો અભ્યાસ અનિવાર્ય છે.
( 7 ) સામાજિક રીત રિવાજો :
⇛ સમાન વ્યવસાય ધરાવતા, એક જ સ્થાને રહેતા, એક જ પ્રકારની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા જન સમુદાયને સમાજ તરીકે ઓળખવામાં આવે છે. આવા જન સમુદાયો અનેક પ્રકારના વૈવિધ્ય ધરાવે છે. લગ્ન પ્રસંગ, જન્મપ્રસંગ, સામાજીક મિલન, મરણ પ્રસંગ જેવા જીવનના પ્રત્યેક પ્રસંગોએ કેવી રીતે વર્તવું એ માટેના રીતરિવાજો બનેલા છે.
⇛ આ પ્રકારના પ્રસંગોને અનુરૂપ વર્તન વ્યવહાર અને રીતરિવાજ કહેવામાં આવે છે. રીતરિવાજ અને અનુલક્ષીને પ્રત્યેક સમાજમાં વિશિષ્ટ પ્રકારના શબ્દોનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે લગ્ન પ્રસંગે ‘ફટાણા’ ગવાય છે. વરને પુંખવામાં આવે છે. ઘરચોળું આપવામાં આવે છે. આવા અનેક શબ્દો વિસ્તાર પ્રમાણે ભિન્ન ભિન્ન હોય છે. સમાજના આવા રીતરિવાજોને અનુલક્ષીને રચાયેલા શબ્દોને સમજવા માટે સામાજિક રીત - રિવાજો જાણવા જરૂરી હોય છે. આ પ્રકારના સામાજિક સંદર્ભો વગ૨ શબ્દોને સમજવા શક્ય હોતા નથી.
⇛વિશ્વની તમામ સભ્યતાઓમાં માનવજીવનના પ્રત્યેક પડાવ ઉપર અનેક રીતરિવાજો બનતા અને બદલાતા રહે છે. સાથે સાથે તેને અનુરૂપ શબ્દો પણ થડાતા રહે છે. આથી સતત આ સંદર્ભોને સમજતા રહેવું અનિવાર્ય બને છે.
( 8 ) લોકસાહિત્યના સંદર્ભ :
⇛ લોકો દ્વારા પેઢી દર પેઢી સાંભળીને જે સાહિત્ય ટકી રહ્યું છે તે લોકસાહિત્ય છે. લોકસાહિત્યમાં વિશિષ્ટ શબ્દોની ભરમાર હોય છે. વર્ષોના વર્ષો સુધી એક કંઠેથી બીજે કંઠે ગવાયેલા ગીતો, વાર્તાઓ, કહેવત, હાલરડા, કથા ગીતો અને જોડકણાં લોકસાહિત્યમાં ખુબ જાણીતા છે.
⇛ વિશ્વની તમામ ભાષાઓમાં આવા લોકસાહિત્યનું અસ્તિત્ત્વ રહેલું છે. લોકસાહિત્યના મુખ્ય વિષય તરીકે લોકોની રહેણીકરણી, રીતરિવાજો, સામાજિક સંબંધો, વ્યક્તિગત સંબંધો, અંધવિશ્વાસ, વી૨૨સના ગીતો, પરંપરાઓ, ધાર્મિક બાબતો, જાદુટોણા અને સ્થાનિક વીરોના પરાક્રમની ગાથાઓ હોય છે.
⇛ સ્થાનિક ભાષામાં લખાયેલા, ગવાયેલા પેઢી દર પેઢીથી સંગ્રહાયેલા આ લોકસાહિત્યમાં સ્થાનિક જૂની ભાષાના શબ્દો મોટી માત્રામાં હોય છે. આ શબ્દોને સમજવા માટે સ્થાનિક ભાષાઓ ને સમજવી જરૂરી બનતી હોય છે, તે ઉપરાંત રીત રિવાજો અને લોક જીવનને પણ સમજવું જરૂરી બને છે.
⇛ આથી લોકસાહિત્યના ઉપરોક્ત સંદર્ભ અને લોકજીવન સમજવા ખૂબ ઊંડો અભ્યાસ જરૂરી બને છે. આપણે ત્યાં ગુજરાતીમાં રાષ્ટ્રીય શાયરનું ઉપનામ પ્રાપ્ત કરેલા સમર્થ કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ મહેનત કરીને સૌરાષ્ટ્રની રસધારમાં આવું લોકસાહિત્ય સંગ્રહિત કર્યું છે. ભાષાના જ્ઞાન માટે લોકસાહિત્ય સંદર્ભ મહત્ત્વનો છે.
( 9 ) શિષ્ટ સાહિત્ય કૃતિના સંદર્ભો :
⇛ શિષ્ટ સાહિત્ય સમાજ જીવનનું દર્પણ છે. અને એવું માની લેવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિઓ શિષ્ટ સાહિત્યથી પરિચિત છે. તેથી જ સામાન્ય લખાણોમાં પણ કેટલીક વખત શિષ્ટ સાહિત્યના, આધુનિક લેખકોના લખાયેલા સાહિત્યમાંના સંદર્ભો ટાંકવામાં આવે છે. સાહિત્ય કૃતિની ખબર ન હોય ત્યારે આવા સંદર્ભો સમજી શકાય એવા રહેતા નથી.
⇛ ભદ્રંભદ્ર, ઊંધા ચશ્મા, ખાંડણીયામાં માથું, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ, ગ્રામ્ય માતા જેવા અનેક ઉદાહરણો આપણે જયારે ગુજરાતીમાં આપીએ છીએ ત્યારે એની સાથે શિષ્ટ કૃતિઓમાં રહેલ અર્થ ધ્વનિત થાય છે. ‘અંગદનો પગ’ કહીએ ત્યારે ગુજરાતી સાહિત્યનો વિશિષ્ટ અર્થ આપણી સામે દૃષ્ટિ થાય છે. 'જટાયુ વૃત્તિ' જેવા શબ્દો આપણે સહજ રીતે વાપરીએ છીએ. પરંતુ ગુજરાતી સાહિત્ય નહીં જાણનારા માટે આ બાબતો સમજવી મુશ્કેલ બને એ સ્વાભાવિક છે.
⇛ આવું વિશ્વની દરેક ભાષાઓ સાથે સંકળાયેલા સાહિત્યનું છે. હિન્દી સાહિત્યની કૃતિઓમાં રહેલી ઘટનાઓ વિશિષ્ટ અર્થ કરવા પ્રયોજાતી અનેક વખત જોવા મળે છે. ‘કઠોર કૃપા’ સાથે સંકળાયેલ વાર્તા આપણને કૃપા પણ કઠોર હોય તે માનવા સક્ષમ બનાવે છે.
⇛ એવું જ અંગ્રેજી સાહિત્યમાં છે. તે સાહિત્યની અને કૃતિઓમાંથી પ્રાપ્ત થતા વિશિષ્ટ અર્થોને જુદા જુદા સમયે ભાષામાં પ્રયોજવામાં આવતા જોવા મળ્યા છે. ‘કિંગ મિડાસ’ એનું એક ઉદાહરણ છે. જ્યારે ‘કિંગ મિડાસ’નો ઉલ્લેખ કોઈપણ જગ્યાએ કરવામાં આવ્યો હોય ત્યારે વ્યક્તિની ધન લોલુપતા આપણા ધ્યાનમાં આવે છે. આમ, ભાષાના આવા શિષ્ટ સાહિત્યમાંથી નીપજેલી કૃતિઓના સંદર્ભ વગર આપણે તે બાબત સમજી શકતા નથી. માટે શિષ્ટ સાહિત્યના સંદર્ભો પણ મહત્ત્વપૂર્ણ છે. તે માટે આપણે તેનો અભ્યાસ કરવો જરૂરી બને છે.
( 10 ) વર્તમાનપત્રો અને વર્તમાન ઘટનાઓ :
⇛ વર્તમાનપત્રોએ સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓનું પ્રતિબિંબ દર્શાવે છે.
⇛ દરેક વિસ્તાર સહ વર્તમાનપત્રોમાં અલગ સમાચાર છપાતા હોય છે. જે પૈકીના કેટલાક વિશિષ્ટ અર્થ કરનારા બની રહે છે.
⇛ વર્તમાન સમયમાં ‘સમાન નાગરિક કાયદો’, હિટ એન્ડ રન, બજારની તેજી મંદી, રમત ગમત ને લગતા પારિભાષિક શબ્દો, કબૂતરબાજી, કોરોના કાળ, ક્વૉરેન્ટાઈન, સેનેટાઇઝ જેવા અનેક શબ્દો પ્રચલિત બન્યા છે. આ શબ્દોને અમુક સમય પહેલા સમજવા શક્ય હતા. સમયાંતરે નવા બનેલા આવા શબ્દો જુદા અર્થો કરી શકે છે.
⇛ પ્રત્યેક દેશમાં આ રીતે વર્તમાનમાં બનેલી ઘટનાઓ જુદા અર્થમાં વપરાતી હોય છે. જેને આપડો વર્તમાન ઘટનાના સંદર્ભ તરીકે ઓળખી શકીએ. આવા સંદર્ભો સમય અનુકૂળ સમજતા રહેવાના હોય છે, અને તેમની ઉપર સ્થળ અને કાળની અસર થતી હોય છે. ભાષામાં લખાયેલા મુદ્દાઓને પૂરેપૂરી રીતે સમજવા માટે આ પ્રકારના વર્તમાન સંદર્ભો પણ આવશ્યક છે.
સંસ્કૃતિમાં પેઢી દર પેઢી પ્રાપ્ત કરાયેલા જ્ઞાનનું વહન થતું હોય છે. જે અનુભવને આધારે પ્રાપ્ત થતું હોય છે. આગલી પેઢીના અનુભવો ત્યાર પછીની પેઢીને પ્રાપ્ત થાય છે. અનુભવ જ્ઞાન પ્રાપ્તિનું માધ્યમ છે. અનેક અનુભવો અને પ્રયોગો દ્વારા પ્રત્યેક પેઢીમાં નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત માનવીય મૂલ્યો, જીવન ત૨ફના અભિગમ, જીવન જીવવાનો અર્થ, માન્યતાઓ, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો, વ્યક્તિ અને પ્રાણીઓ તેમજ પ્રકૃતિ વચ્ચેના સંબંધો, બ્રહ્માંડ અંગેની સંકલ્પના, પૂર્વજો દ્વારા અર્જિત કરવામાં આવેલી સંપત્તિ એમ અનેક બાબતો એક પેઢીથી બીજી પેઢી સંસ્કૃતિ દ્વારા પ્રસાર પામે છે . અને તમામ પ્રકારના અર્જિત, અનુભવજન્ય, પ્રયોગો દ્વારા મળેલ તેમજ ઊંડા અવલોકનને કારણે પ્રાપ્ત થયેલ જ્ઞાન ભાષામાં લખાય છે. લખાયેલા આ જ્ઞાનને સંદર્ભોમાં સમજવા માટે તે કયા સંદર્ભમાં લખાયેલું છે તે જાણવું પણ મહત્ત્વનું છે. ઉપરોક્ત સંદર્ભને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું જ્ઞાન જાણવું વધારે યોગ્ય બની રહે છે . પાશ્ચાત્ય અને પૌરવાત્ય સંસ્કૃતિ વચ્ચે બહુ મોટો તફાવત હોવાને કારણે ઘણી બાબતો તે સંસ્કૃતિના મૂળ તત્ત્વોને જાણ્યા પછી જ સમજી શકાતી હોય છે. આથી જ અંગ્રેજ વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભયંકર ભૂલો કરેલી છે. તેમના દ્વારા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના સંદર્ભોની જાણકારી વગર વિચારવામાં આવેલી અનેક બાબતો આજે હાસ્યાસ્પદ લાગી રહી છે. રાજકારણ, કલા, સાહિત્ય, રમતગમત, વ્યવસાય, સામાજિક ઘટનાઓ, પ્રાદેશિક બાબતો જેવી અનેક સંદર્ભિત બાબતોથી લખાણ પ્રભાવિત થયેલું હોય છે. આથી આવી ભાષાને સમજવા માટે ઉપરોક્ત સંદર્ભોને જાણવા અનિવાર્ય હોય છે.
♦ સંદર્ભો જાણવા માટેના ઉપાયો :
⎆ સંદર્ભે જાણવા માટે વ્યક્તિએ પુષ્કળ માત્રામાં વાંચન કરવું જોઈએ.
⎆ અન્ય દેશના લોકો સાથે પત્રવ્યવહાર, મેઈલ તેમજ ચેટિંગ દ્વારા જીવંત શાબ્દિક આદાન - પ્રદાન કરવું જોઈએ. અને તે રીતે એ ક્ષેત્રના શબ્દો અને ઘટનાઓથી પરિચિત હોવું જોઈએ.
⎆ રેડિયોમાં આવતા Talk Show રસપૂર્વક સાંભળવા જોઈએ.
⎆ ટેલિવિઝનમાં થતી ચર્ચાઓ અને સમાચારો ધ્યાનથી સાંભળવા જોઈએ.
⎆ વિવિધ દેશોની ઐતિહાસિક ફિલ્મો પણ આ પ્રકારના સંદર્ભોને સમજવામાં ઉપયોગી બને છે.
⎆ કેટલાક સ્થાનિક સંદર્ભો સમજવા માટે તે સ્થળની મુલાકાત વધુ પ્રભાવી રહે છે.
⎆ વિવિધ દેશોની મુલાકાત અને ત્યાં સ્થાયી થઈને ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને સમજવી વધુ સરળ બનતી હોય છે.
⎆ શાળા - કૉલેજોમાં સેમિનાર ગોઠવીને આ પ્રકારના વિશિષ્ટ શબ્દો અંગેના ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાજકીય, ભૌગોલિક અને સામાજિક સંદર્ભોનો ખ્યાલ આપવો જરૂરી બને છે.
⎆ ભાષાને લગતા સંશોધન અહેવાલ, આર્ટીકલ અને શોધપત્રોનો અભ્યાસ કરવાથી પણ આ પ્રકારના સંદર્ભો અંગે યોગ્ય માહિતી મળી શકે છે.
ટૂંકમાં, સતત જાગૃત રહીને આસપાસની પરિસ્થિતિઓના અવલોકન દ્વારા અને જે તે સમયના સાહિત્યના અભ્યાસ દ્વારા પણ સંદર્ભોની ઊંડાણપૂર્વકની માહિતી પ્રાપ્ત કરી શકાય છે.