સામાજિક સમાવેશન : અર્થ, સંકલ્પના અને જરૂરિયાતો
સામાજિક વિકાસ માટેનાં વિશ્વ શિખર સંમેલન (1995) માં એવું પ્રસ્થાપિત થયું કે સામાજિક સંકલન દ્વારા સમાવેશી સમાજ રચાય છે. સમાવેશી સમાજ એટલે “બધા માટેનો સમાજ" (A Society For All). આ વિશ્વ શિખર સંમેલનની ફળશ્રુતિ સમાન કોપનહેગન ઘોષણા અને પ્રોગ્રામ ઓફ એક્શન પ્રતિજ્ઞાપૂર્વક જણાવે છે કે સમાજનાં વિકાસ માટે ગરીબીને નિવારવી, સંપૂર્ણ રોજગારી અને સામાજિક સંકલન થવું જરૂરી છે. સભ્ય રાજયો પ્રતિબદ્ધ થયાં કે તેઓ સામાજિક સમાવેશનને વધારવા માટે વંચિત તેમજ નબળાં લોકોના સમૂહોની વિવિધતાને માન આપશે તેઓ દરેક વ્યક્તિઓને સમાન તકો અને ભાગીદારી આપશે.સામાજિક સમાવેશન કેવી રીતે લાવવું ? કે સમાવેશી સમાજનું નિર્માણ કેવી રીતે કરવું ? આ પ્રશ્ન નીતિ ઘડવૈયાઓ અને સામાજિક વિજ્ઞાનીઓ / સમાજશાસ્ત્રી સામે પડકારરૂપ છે. વંચિત કે નબળા વર્ગની વ્યક્તિને સામાજિક બહિષ્કરણ (Social Exclusion) થી લઈને સામાજિક સમાવેશન (Social Inclusion) તરફ લઈ જવાની પ્રક્રિયા ખૂબ સમજ માંગી લે તેવી છે. આથી આ પ્રકરણમાં આપણે સમાવેશી સમાજની સંકલ્પના, સામાજિક સમાવેશનની જરૂરિયાતો, સામાજિક બહિષ્કરણ અને સમાવેશન વચ્ચેનું અંતર, સામાજિક સમાવેશન અને બહિષ્કરજ્ઞના ચાવીરૂપ ક્ષેત્રો, સામાજિક સમાવેશનના વિઘ્નો અને તેને દૂર કરવાના ઉપાયો વિશે ઊંડાણથી અભ્યાસ કરીશું.
સામાજિક સમાવેશનનો અર્થ અને સંકલ્પના
“An Inclusive Society is a society that overrides differences of race, gender, class, generation, and geography, and ensures inclusion equality of opportunity as well as capability of all members of the society to determine an agreed set of social institutions that govern social interaction, (Expert Group Meeting on Promoting Social Integration, Helsinki, July 2008)"
સમાવેશી સમાજની વ્યાખ્યા આપતા હેલસિન્કી (2008) માં જણાવે છે “એક સમાવેશી સમાજ એ એવો સમાજ છે કે જાતિ, લિંગ, પેઢી અને ભૂગોળનાં તફાવતોથી ઉપર છે. આવો સમાજ લોકોને સમાન તકો અને સમાવેશન માટે ખાતરી આપે છે. ઉપરાંત સામાજિક સંસ્થાઓએ નિર્ધારિત કરેલી સામાજિક આંતરક્રિયાઓ કરવા માટે સમાજની દરેક વ્યક્તિ કે સભ્યને સક્ષમ બનાવે છે.”
કૉપનહેગનમાં 1995માં યોજાયેલ સામાજિક વિકાસ માટેના વિશ્વ શિખર સંમેલનમાં સમાવેશી સમાજની વ્યાખ્યા આ પ્રકારે આપેલી છે કે, “સમાવેશી સમાજ એટલે બધા માટેનો સમાજ કે જેમાં દરેક વ્યક્તિને બધાં અધિકારો અને જવાબદારીઓ આપેલી હોય અને તે સમાજમાં સક્રિય ભૂમિકા ભજવતો હોય.” આવા સમાવેશી સમાજમાં દરેકને માનવીય અધિકારો, મૂળભૂત સ્વતંત્રતા, સંસ્કૃતિ અને ધર્મમાં તફાવતો, સામાજિક ન્યાય, વંચિત અને નબળા વર્ગનાં લોકોની વિશિષ્ટજરૂરિયાતો, લોકશાહી ઢબે ભાગીદારી અને કાયદાની વ્યવસ્થા જોવા મળે છે.
સામાજિક રીતે સમાવેશી સમાજ કેવા કાર્યો કરે છે ? આ સંદર્ભે વિવિધ મંતવ્યો છે. ટેલર (2007) જણાવે છે કે, "દરેક સ્વરૂપોનું સંક્લન કે એકીકરણ કેવળ સ્થિર સમુદાયમાં વ્યક્તિનું અસ્તિત્વ દર્શાવે છે, જેમાં લોકો એક જગ્યાએ મળી શકે છે." સામાજિક સંકલન (Social Integration) કે સામાજિક સમાવેશન (Social Inclusion) ની આ સરળ અભિવ્યક્તિની વ્યાખ્યા હૃદયને સ્પર્શે છે કે "સમાજના રાભ્યોની વિવિધતા કે તફાવત સ્વીકાર્ય છે." સામાજિક સમાવેશન એટલે લોકોની એકરૂપતા એવો અર્થ નહીં પરંતુ એવો સમાજ કે જેમાં વિવિધતા માટે અવકાશ હોય. સામાજિકસમાવેશનની પ્રાપ્ત માટે લોકોની જરૂરિયાતો અને તેઓના અવાજોને સાંભળવાની જરૂર છે. સમાજનું આ સંમેલિતિકરણ સ્થિરતાનું સર્જન કરે છે અને જયારે આવશ્યક્તા ઊભી થાય ત્યારે બદલાવ લાવવા માટે તત્પર થાય છે.
બહુ બુનિયાદી પદોમાં જણાવીએ તો, "આંત૨રાષ્ટ્રીય માનવ અધિકાર કાયદા અનુસાર સરકારે વ્યક્તિના નાગરિક્તા અને રાજનૈતિક્તાના અધિકારો જેવાં કે વાણી સ્વાતંત્ર્ય, રાજનીતિમાં સહભાગિતા, વગેરેને માન આપવું જોઈએ. ઉપરાંત વ્યક્તિના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો જેવાં કે સ્વાસ્થ્ય સંભાળના અને શિક્ષણનાં અધિકારોને પ્રોત્સાહન આપવું જોઈએ." સમાવેશી સમાજમાં સભ્યોને માત્ર શિક્ષણ કે રાજનીતિમાં સહભાગી થવાનો અધિકાર મળતો નથી. પરંતુ શિક્ષણના અધિકાર અને રાજનીતિનાં અધિકારનો ઉપયોગ કરીને સમાવેશનની પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે. આવાં સમાવેશી સમાજનાં નિર્માણમાં એવા કયા ધટકો જરૂરી છે જેના દ્વારા સમાજ સમાવેશી બને તેની વિગતે સમજ મેળવીએ.
સામાજિક બહિષ્કરણ અને સામાજિક સમાવેશન
સામાજિક સમાવેશનને સમજતાં પહેલાં આપણે સામાજિક બહિષ્કરણના અર્થ વિશે જાણીએ.
સામાજિક બહિષ્કરણ (Social Exclusion) :
'Exclusion' નો ગજરાતી અર્થ થાય છે - છૂટાં પાડવું, બહિષ્કરણ, દૂર કરવું. અહીં Exclusion શબ્દ Social સાથે જોડાયેલો છે એટલે Social Cxclusion નો અર્થ થાય છે - સામાજિક બહિષ્કરણ.
સામાજિક બહિષ્કરણ એટલે એવી પરિસ્થિતિ કે જે સામાજિક સંમેલિતતાને અવરોધે છે. સામાજિક બહિષ્કરણ એ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ કે સમૂહોને સંપૂર્ણ કે અંશતઃ રીતે જીવનના દરેક તબક્કે સમાજમાંથી દૂર કરવા. આ બહિષ્કરણ વ્યક્તિની ઉંમર, જાતિ, લિંગ, સંસ્કૃતિ, ભાષા, આર્થિક્તા, શારીરિક સક્ષમતા વગેરેને ધ્યાનમાં રાખીને થતું જોવા મળે છે. સામાજિક બહિષ્કરણનો અર્થ થાય છે - લોકોના અવાજનો અભાવ, ઓળખનો અભાવ અથવા સક્રિય ભાગીદારીમાં અભાવ. ઉપરાંત તેઓને ઉત્તમ કાર્યો, મિલકત, જમીન, તકો, સામાજિક સેવાઓ અને રાજનૈતિક પ્રતિનિધિત્વથી દૂર રાખવા એટલે સામાજિક બહિષ્કરણ.
સામાજિક સમાવેશન (Social Inclusion) :
સામાજિક સમાવેશન એટલે એક એવી પ્રક્રિયા કે જેમાં બધાને સમાન તકો આપવા માટેનાં પ્રયત્નો થતાં હોય. પછી ભલે તે વ્યક્તિ ગમે તે પરિપ્રેક્ષ્યની હોય. જેનાથી તે ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે. આ એક બહુ - પરિમાણીય પ્રક્રિયા છે જેનો ઉદ્દેશ જીવનનાં દરેક તબક્કે સમાજના દરેક સભ્યને સંપૂર્ણ અને સક્રિય ભાગીદાર બનાવવાનો છે.
સામાજિક સમાવેશનને વધારે સ્પષ્ટ રીતે સમજવા પ્રયત્ન કરીએ.
સમાવેશન સમુદાય અને વ્યક્તિ એમ બંનેને લાભદાયી છે. જયારે લોકો એકબીજા પર વિશ્વાસ કરે છે અને તેઓની આંતરક્રિયા સળ બને છે ત્યારે સમાજમાં જવાબદારી અને પરસ્પર નિર્ભરતાનું સર્જન થાય છે. લોમ્બે જણાવે છે કે, "સમાવેશન એક અનુભૂતિ છે જેમાં દરેક વ્યક્તિને જરૂરી ગૌરવ પ્રાપ્ત થાય છે અને દરેક વ્યક્તિ કંઈકને કંઈક ફાળો આપે છે." સામાજિક સમાવેશન એ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે કે જેનો હેતુ સમાજમાંથી બહિષ્કરણ કરાયેલાનું સમાજમાં સમાવેશન કરવું તે છે.
સેન (Sen) વ્યાખ્યા આપતાં જણાવે છે કે, "સામાજિક સમાવેશન સામાજિક તત્ત્વોથી વધુ વિશેષ બને છે જેમાં નાગરિક દ્વારા સક્રિય ભાગીદારી , તકોની સમાનતા અને જીવનની સલામતીનો સમાવેશ થાય છે." ઉપર જણાવેલી તમામ વ્યાખ્યાઓનું હાર્દ એ છે કે, "સામાજિક સમાવેશન એ જીવનનાં દરેક તબક્કે સંપૂર્ણ ભાગીદારી સૂચવે છે."
સામાજિક સમાવેશનની જરૂરિયાતો
એક સમાવેશી સમાજ મૂળભૂત માનવ અધિકારો ઉપર નિરિત છે કે જેમાં "બધા માનવો જન્મથી સ્વતંત્ર અને ગૌરવ તેમજ અધિકારોમાં એકસમાન છે. તેઓ કારણ અને વિવેકથી સંપન્ન હોય છે. ઉપરાંત તેઓએ ભાઈચારાની ભાવનાથી એકબીજાને સાથે કાર્ય કરવું જોઈએ." આવાં સમાજની રચના માટે કાયદા, નિયમન અને નીતિઓ સમાવેશી હોવી જરૂરી છે. ચાલો, આપણે સમાવેશી સમાજની રચના માટેના જરૂરી ઘટકોને જાણીએ.
1 . માનવ અધિકારો, સ્વતંત્રતા અને કાયદાને માન આપવાં
સમાવેશી સમાજની પૂર્વ - આવશ્યકતા તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ બધાં માનવ અધિકારો, સ્વતંત્રતા અને કાયદાને માન આપવું એ પાયા સમાન છે. સમાજનાં દરેક સભ્યો કાયદાની દષ્ટિએ સમાન છે. ભલે તેઓ જુદી - જુદી આર્થિક, સામાજિક કે રાજનૈતિક સ્થિતિ ધરાવતાં હોય. દેશનાં ન્યાયતંત્રએ દેશનાં એવા સમાજને રક્ષણ આપવું જોઈએ કે જે સમાજ નિષ્પક્ષ, ઉત્તરદાયી અને સમાવેશી છે એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. થવાનું વલગ્ન ધરાવતો હોય. સમાજની દરેક વ્યક્તિ તે જ સમાજનું અભિન્ન અંગ છે એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ.
2. સામાજિક, આર્થિક અને રાજનૈતિક પ્રવૃત્તિઓમાં સહભાગી થવા
સમાજને સમાવેશી કરવા માટે સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએ દરેક સભ્યોને સામાજિક આર્થિક અને રાજનૈતિક પ્રવૃત્તિઓ માટે સક્ષમ બનાવવા અને દરેકને તેમાં ભાગ લેતાં કરવા. સમાજના મોટાભાગના સભ્યો સામાજિક, આર્થિક અને રાજનીતિનાં નિર્ધારણની પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લે તો સમાજ સમાવેશી થઈ શકે છે.
3. મજબૂત નાગરિક સમાજનું અસ્તિત્વ બનાવવા
મજબૂત નાગરિક સમાજ બધા લોકોને તેમના અધિકારો, માન અને વિશેષાધિકારોને પ્રોત્સાહન આપે છે. પરંતુ આ ત્યારે શક્ય બને કે જ્યારે વ્યક્તિ સમાજમાં રહીને તેઓની જવાબદારીઓ પરિપૂર્ણ કરતી હોય. વ્યક્તિને તેઓના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા હોવી જ જોઈએ. સમાજના દરેક રાભ્યોને એક્બીજા સાથે આંતરક્રિયાનો આત્મવિશ્વાસ મળવો જોઈએ.
4. જાહેર બાંધકામ અને સુવિધાઓને સાર્વત્રિકતા પહોંચતી કરવાં
સમાજના દરેક પ્રકારનાં સભ્યોને જાહેર બાંધકામ અને સુવિધાઓ મળી રહે તેવું સાર્વત્રિક વાતાવરણ ઊભું કરવું જ જોઈએ. જેવી કે સામુદાયિક કેન્દ્રો, મનોરંજનની સુવિધાઓ, જાહેર પુસ્તકાલયો, સંસાધન કેન્દ્રો, જાહેર શાળાઓ, રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો, બગીચાઓ, દવાખાના હોસ્પિટલ, પરબો વગેરેનો સમાજની દરેક વર્ગની વ્યક્તિ કોઈ પણ જાતની અડચણ વગર સરળતાથી ઉપયોગ કરી શકે તેવું વાતાવરણ સ્થાનિક, રાજય અને કેન્દ્ર સરકારે ઊભું કરવું જોઈએ, જે સમાવેશી સમાજને પ્રોત્સાહન આપે છે.
5. સાર્વજનિક માહિતીનો સમાન ઉપયોગ કરવાં
એ જ રીતે સાર્વજનિક માહિતીનો સમાન ઉપયોગ એ સમાવેશી સમાજના નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. આ પ્રક્રિયા દ્વારા સમાજનો સભ્ય દરેક માહિતી કે સૂચનાથી માહિતગાર બને છે. સમાજની ઈચ્છાઓ અને સમાજને મળતા લાભો માટેની માહિતી બને છે. માહિતીનો વિસ્તાર અને ફેલાવો કરવાથી સમાજના દરેક સભ્યોને લાભ થાય છે. વર્તમાન સમયમાં મોબાઈલ અને ઈન્ટરનેટ જેવા ટેક્નોલોજીના માધ્યમોથી સમાજનાં વિકલાંગો સહિતનાં તમામ વર્ગના લોકોને માહીતી પ્રાપ્ત થઈ શકે છે અને આ માહિતી સમાજના દરેક સભ્યોને એક સંમાન રીતે આવે છે.
6. સંપત્તિ અને સંસાધનોનાં વિતરણમાં સમાનતા લાવવાં
સમાવેશી સમાજ માટે બીજું અગત્યનું ઘટક એટલે સંપિત્ત અને સંશોધનોનાં વિતરણમાં સમાનતા, સંસાધનો કેવા આપવા ? એ જરૂરી છે. આથી સામાજિક આર્થિક નીતિઓ સમાન વિતરણ અને સમાન તકો આપનારી હોવી જોઈએ. સમાજનો વંચિત અને નબળા વર્ગનાં રાભ્યો માટે સંપત્તિ અને સંગતતાની નીતિઓ અને કાર્યક્રમો સમાવેશી હોવા જોઈએ.
7. સાંસ્કૃતિક વિવિધતાની પ્રશંસા કરવાં
સમાવેશી સમાજ માટે સાંસ્કૃતિક વિવિધતાની પ્રશંસા કરવી જોઈએ આ માટે સમાજે બહુવિધ ઓળખની ઉજવણી કરવી જોઈએ, વિવિધતાની ઉજવણી કરવાથી સમાજના સભ્યોની માન્યતા કે ઓળખ જાણી શકાય છે. સમાજના જુદા - જુદા લોકોમાં હેલી વિવિધતા પણ જાણી શકાય છે.
8. શિક્ષણ
શિક્ષણ પણ એક અતિ અગત્યનું સમાવેશી સમાજની રચના માટેનું ઘટક છે શિક્ષણ દ્વારા લોકો પોતાના સમાજની અને અન્ય સમાજની સંસ્કૃતિ અને ઈતિહાસ જાણી શકે છે. આથી લોકોને પોતાની અને અન્ય સમાજની સંસ્કૃતિ, ધર્મ પ્રત્યે આદરની લાગણી થાય છે. ખાસ કરીને બાળકોમાં શિક્ષણ દ્વારા વિવિધતા પ્રત્યે માન અને પ્રશંસાનાં મૂલ્યોનું સર્જન કરાવી શકાય છે. એજ રીતે શિક્ષજ્ઞ સમાજથી અલગ કરેલાં લોકોને સશક્ત બનાવે છે. શિક્ષણ દ્વારા સમાજની દરેક વ્યક્તિ વંચિત, નબળી કે વિકલાંગ વ્યક્તિને સમાજના રાભ્ય તરીકે સ્વીકારવાનું વલણ ધરાવશે અને સમજ કેળવશે.
આમ, સમાજને સમાવેશી બનાવવા માટે દેશની નીતિઓ, લોકોનું વલણ, સાધનોના વિતરણમાં સમાનતા, માહિતીની સમાનતા, સાંસ્કૃતિક વિવિધતાની શંસા અને શિક્ષણ એવાં જરૂરી ઘટકોમાં સુધારા કરવાની જરૂર છે.