Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

ભાષાના અધ્યયન ઉપર અસર કરતા પરિબળો

ભાષાના અધ્યયન ઉપર અસર કરતા પરિબળો .
( ભૌતિક , મનોવૈજ્ઞાનિક અને સામાજિક ) 


ભાષાનું અધ્યયન અને અધિગ્રહણ અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે. ભાષાના અધિગ્રહણની સંભાવના આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર અવલંબે છે. ભાષા અધ્યયનના ક્ષેત્રમાં કાર્ય કરનાર સ્ટેવિકના મત અનુસાર "During the process of language learning & teaching, there may be multiple types of variables can affect. It could be defined as internal & external variables." (Stavick 1980), જેનો અર્થ એ થયો કે ભાષા અધિગ્રહણ માટે આંતરિક અને બાહ્ય પરિબળો મહત્ત્વપૂર્ણ રીતે કાર્યરત છે. આપણે ભાષા અર્થમહણ માટેના મહત્ત્વપૂર્ણ પરિબળોની ચર્ચા કરીએ કે જે પરિબળો વ્યક્તિને ભાષાનું અધિગ્રહણ કરવા માટે સક્રિય કરે, ભાષા અધિગ્રહણના આવશ્યક તત્ત્વો પૂરા પાડે, વાતાવરણ પુરું પાડે, ભાષાને સમજવા માટેની તકો ઊભી કરે, ભાષાના ગુઢ અર્થો સ્પષ્ટ કરે, ભાષા સમજવા માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરે અથવા એથી વિરુદ્ધ ભાષા ન સમજાય અથવા યોગ્ય રીતે અર્થ પ્રહણ થઈ શકે નહીં કે પછી યોગ્ય અર્થગ્રહઊં કરવા જેની અનિવાર્ય આવશ્યકતા હોય તેવા પ્રસંગો ઊભા કરે ત્યારે તે પરિબળ "ભાષા અધ્યયન ઉપર અસર કરતું પરિબળ" છે તેવું કહી શકાય. ભાષા અધ્યયન ઉપર અસર કરતા પરિબળોને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે.


પ્રત્યેક પરિબળને આપો વિગતવાર સમજીએ . 

( 1 ) ભૌતિક પરિબળો : 

ભાષા અધ્યયન માટે કેટલાક દેખીતા પરિબળો જવાબદાર હોય છે. જેને આપણે ભૌતિક પરિબળ તરીકે ઓળખીએ છીએ. ભાષાના અધિગ્રહણ માટે આવા ભૌતિક પરિબળો દેખીતી રીતે હકારાત્મક અથવા નકારાત્મક અસર ઉભી કરે છે. અને તેને પરિણામે અધ્યેતા ભાષાને સરળતાથી શીખી શકે છે અથવા ભાષા શીખવામાં મુશ્કેલી અનુભવે છે. ભાષા શીખવામાં મદદરૂપ થતા પરિબળો હકારાત્મક છે, જયારે ભાષાના શિક્ષણમાં જે પરિબળો મુશ્કેલીઓ ઉભી કરે છે તેમને નકારાત્મક પરિબળો કહેવામાં આવે છે. કોઇ એક પરિબળ બન્ને અસરો ઊભી કરી શકે છે. ભાષા અષિમહણના ભૌતિક પરિબળો નીચે મુજબ છે. 
(અ) અધ્યેતાનું સ્વાસ્થ્ય
(બ) શારીરિક ખોડખાંપણ 
(ક) જાતિ 
(ડ) અધ્યેતાની ઉંમર 
ભાષા અધિગ્રહણ ઉપર અસર કરતા ઉપરોક્ત પ્રત્યેક ભૌતિક પરિબળને વિગતવાર સમજીએ. 

(અ) અધ્યેતાનું સ્વાસ્થ્ય : 

અધ્યેતાનું સ્વાસ્થ્ય સારું હોય તો તે ઉત્સાહપૂર્વક અધ્યયન કરી શકે છે. પરંતુ જયારે સ્વાસ્થ્ય સારું ના હોય ત્યારે ભાષાનું જ્ઞાન મેળવવાની ક્ષમતા ઘટી જાય છે. ભાષાને સમજવા માટે શારીરિક સ્વાસ્થ્ય યોગ્ય હોવું જરૂરી છે. વારંવાર માંદા પડી જતાં બાળકો, રોગિષ્ટ બાળકો ઓછા ક્રિયાશીલ હોય છે. શીખવવામાં આવતી ભાષા તરફ તેઓ સજાગ નથી હોતા. પરિણામે આવા બાળકો ભાષાનું અધિગ્રહણ કરવા માટે સક્ષમ નથી હોતા. અસ્વસ્થ બાળકો ચીડીયા બને છે, નીરસ હોય છે અને વારંવાર ગુસ્સો કરતા રહીને અધ્યયનથી વિમુખ રહે છે. આથી જ બાળકો સ્વસ્થ રહે એ માટે યોગ્ય ખોરાક, સ્વચ્છતા, કસરત, યોગાભ્યાસ, ખેલ કૂદ અને શારીરિક શ્રમ જેવી પ્રવૃત્તિઓ કરાવતા રહીને સ્વસ્થ રાખવા જોઈએ. સ્વસ્થ અધ્યેતા સરળતાથી ભાષા ગ્રહણ કરી શકે છે. તે ખુશખુશાલ હોય છે અને ભાષા મહામાં તેને કષ્ટ પડતું નથી. બાળકો મેદાનની રમતો, ભાષાની રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ લેતા હોય તો સ્વસ્થ રહે છે. વિદ્યાલય અને ઘરના સ્વસ્થ વાતાવરણ દ્વારા બાળકોને શારીરિક રીતે સ્વસ્થ રાખી શકાય છે. 

શાળામાં સ્વચ્છતા, સ્વયં શિસ્ત, સ્વસ્થ મનોવૈજ્ઞાનિક વાતાવરણ, શિક્ષકોનો વ્યવહાર, નિયમિતતા, શાળાના મકાનની બાંધણી, શુદ્ધ પાણી અને ખોરાકની વ્યવસ્થા, સમયાનાંતરે ડૉક્ટરી તપાસ, આરોગ્ય વિષયક કાળજી, યોગાભ્યાસ, શારીરિક શિક્ષણ, મેદાનની રમતો વિગેરે અનેક ઉપાયો યોજીને બાળકો સ્વસ્થ રહે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. શાળા બહાર ઊભા રહેતા રેકડીવાળાઓ, ફેરિયાઓ અને દુકાનદારો ઉપર નજર રખાવી જોઇએ કે જેથી દૂષિત ખોરાક, નશાકારક પદાર્થો કે પછી બિન આરોગ્યપ્રદ વસ્તુઓ બાળકોને પ્રાપ્ત ના થાય રહે. 

( બ ) શારીરિક ખોડખાપણ : 

ભાષાના અધ્યયન માટે તેને સાંભળવી જરૂરી છે. શ્રવણ અભ્યાસ વગર કોઈ પણ ભાષા આવડતી નથી. આ ઉપરાંત ભાષાને બોલવા માટે ગળા અને મુખના સ્નાયુઓ તેમજ સ્વરપેટી યોગ્ય હોવી જરૂરી છે. ભાષાશિક્ષણમાં શારીરિક ખોડખાપણ, ખાસ કરીને શ્રવણ મંદ બાળકો, મૂકબધિર બાળકો, સ્વરપેટીની ખામી ધરાવતા બાળકો અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે કોઈપણ ભાષાનું જ્ઞાન મેળવવું બહુ મુશ્કેલ હોય છે. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે મૂકmબધિર બાળકો પૈકીના મોટાભાગના બાળકો ગંભીર રીતે શ્રવણમંદ હોય છે. અને ભાષા નહીં સાંભળી શકવાને કારણે બોલી પણ શકતા નથી. આવા બાળકોને વિશિષ્ટ મંત્રો દ્વારા શ્રવણનો અભ્યાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. મૂકબધિર બાળકો માટે ખાસ 'સંજ્ઞાયુક્ત ભાષા' (Sign Language) દ્વારા પણ તેમને શીખવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ sign language સ્થાનિક રીતે વિકસેલી અથવા આંતરરાષ્ટ્રીય અને સાર્વભૌમિક પણ હોય છે. વિશ્વમાં અનેક પ્રકારની સાઇન લેન્ગવેજ પ્રચલિત છે. ભૌતિક ભાષાઓની જેમ જ સાંકેતિક ભાષા અર્થહીન લાગતી સૂક્ષ્મ સંજ્ઞાઓ દ્વારા સંગઠિત થઈને બને જેમાં હાથનો આકાર (Handshapo), દિશાનો વિન્યાસ (Orientation), અભિવ્યક્તિનું સ્થાવ (Location), ગતિ (Movement) અને હાવભાવ (Expresslon) દ્વારા રજૂ કરવામાં આવે છે જેને HOLME સ્વરૂપે સારબધ્ધ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સંકેત ભાષાઓ મૂકબધિર વિદ્યાલયમાં શીખવવામાં આવે છે, જેથી વિશ્વના કોઇપણ સ્થળે આ ભાષામાં કહેવાતી બાબતો મૂકબિયર વ્યક્તિ સરળતાથી સમજી શકે છે. એ જ રીતે અંધ બાળકો શ્રવણ અભ્યાસ દ્વારા ભાષા બોલતાં તો શીખી જાય છે, પરંતુ વાંચી નહિ શકવાને કારણે ભાષા વાંચન અને લેખનની ક્ષમતા ધરાવતા નથી. આના ઉપાય રૂપે બ્રેઇલ લિપિ દ્વારા આવા બાળકોને અભ્યાસ કરાવીને ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. બ્રેઈલ લિપિ નો આવિષ્કાર 1821 માં નેત્રહીન ફ્રાન્સના લેખક લૂઈ બ્રેઈલએ કર્યો જેમાં જાડા કાગળ ઉપર અક્ષરો, સંખ્યાઓ અને વિરામ ચિન્હો ઉપસાવીને લખવામાં આવે છે, જેમાં છ- છ બિંદુઓની બે પંક્તિઓ દ્વારા એક અક્ષર રચાયેલો હોય છે. આ રીતે 12 બિંદુઓ ઉપસાવીને કુલ 64 અક્ષર અને ચિન્હોવાળી લિપિ બનાવી કે જેમાં માત્ર શબ્દો જ નહિ પરંતુ સંગીતના નોટેશન પણ લખી શકાય છે. આ લિપિ આજે સમગ્ર વિશ્વમાં નેત્રહીન લોકો માટે કોઈપણ ભાષા લખવા માટે ઉપયોગી બની રહી છે. 

( ક ) જાતિ :

ભાષા બોધન ઉપર અધ્યેતા કઈ જાતિ ધરાવે છે એ પણ અગત્યનું છે. અહીં જાતિ એટલે 'સ્ત્રી અથવા પુરુષ' એમ સમજવાનું છે. મનોવૈજ્ઞાનિકોના અભ્યાસ અનુસાર સ્ત્રીજાતિના અધ્યેતાઓ પુરુષ જાતિના અધ્યેતાઓ કરતાં વધુ સરળતાથી ભાષાનું અર્થગ્રહણ અને અભિવ્યક્તિ કરી શકે છે. 

( ડ ) અધ્યેતાની ઉંમર : 

ભાષા અધિગ્રહણ માટે પરિપક્વ ઉંમર આવશ્યક છે. જોકે પરિપક્વતા ઉપરાંત બહુ મોટી ઉંમરના લોકો પણ ભાષા અધિગ્રહણ માટે ક્ષમતા ગુમાવે છે. હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને સાયકોલોજીસ્ટ Taven Plnker ના સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોઈપણ વ્યક્તિની ઉંમર 10 થી 18 વર્ષની હોય ત્યારે તે ભાષા શિક્ષજ્ઞ નો આદર્શ સમય છે. આ સમયને ભાષા શિક્ષણ માટે નો સંક્રાંતિકાળ ગણવામાં આવ્યો છે. જોકે માતૃભાષા અધિગ્રહણ માટે મનોવૈજ્ઞાનિકોએ ત્રણ પાંચ વર્ષની ઉંમરને યોગ્ય ઉંમર ગણી છે. કારણ કે આ ઉંમરમાં બાળકોમાં ચેતાતાપ્તિ સ્નાયુ (Neuromuscular) મિકેનિઝમ કાર્યક્ષમ રીતે સક્રિય હોય છે અને વધુમાં વધુ બાર વર્ષ સુધી તે સક્રિય રહી શકે છે. એટલે કે આ ઉંમર દરમિયાન ભાષા સરળતાથી આવડે છે. 
જોકે પરિપક્વતાનો સંદર્ભ પ્રાપ્ત જ્ઞાન સાથે પણ હોય છે તેથી જ્ઞાનાત્મક પરિપક્વતા ઉપર કામ કરતા મનોવિજ્ઞાનિક Klein Dimroth ના જણાવ્યા અનુસાર 
"language learning is an accumulative process that allows us to build on already existing knowedge, Children cannot acquire complex morphological and grammatical phenomena so easily." 
એટલે જ ભાષાના કેટલાક વિશિષ્ટ પ્રબુદ્ધ સ્વરૂપોને સમજવા માટે જરૂરી હોય તેવું પૂર્વજ્ઞાન નાના બાળકો પાસે અપેક્ષિત નથી. આવા સમયે ભાષા શીખવાની સર્વોત્તમ ઉંમર દસ વર્ષથી અઢાર વર્ષની ગણવામાં આવી છે. કારણ કે આ ઉંમરમાં બાળકો બૌદ્ધિક પરિપક્વતા (Cognitive Maturity) પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે. જેથી ભાષામાં રહેલ જટિલ સ્વરૂપો સમજી શકે, વ્યાકરણના ઘટકોને સમજી શકે અને ભાષાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. 
આમ ભાષાસંપ્રાપ્તિ માટે મહત્ત્વના ભૌતિક ધટકોની આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે ભાષા સંપ્રાપ્તિના અધિગ્રહણના મનોવૈજ્ઞાનિક ઘટકો ની ચર્ચા કરીશું.  

( 2 ) મનોવૈજ્ઞાનિક પરિબળો : 

ભાષાસંપ્રાપ્તિ માટે કેટલાંક આંતરિક પરિબળો બહુ મહત્ત્વના છે. અહીં આંતરિકનો અર્થ ‘માનવ મન સાથે સંકળાયેલા’ એવો થાય છે. ભાષા બોલવી એને એક પ્રકારનું જટિલ વર્તન છે. આર્નોલ્ડ અને બ્રાઉનના મત મુજબ Success in language learning depends less on materials, techniques and linguistic analyses, and more on what goes on inside and between the people in the classroom ( Arnold and Brown 1999 ) આથી ભાષા સંપ્રાપ્તિ માટે અસરકારક પરિબળોનો અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે ભાષા સંપ્રાપ્તિ માટે મનોવૈજ્ઞાનિક પરિબળો અસરકારક બને છે. ભાષા - સંપ્રાપ્તિના મનોવૈજ્ઞાનિક પરિબળો નીચે મુજબ છે. 
1. બુદ્ધિપ્રતિભા (Intelligence Talent) 
2. ધ્યાન (Attention) 
3. રસ (Interest) 
4. યોગ્યતા (Aptitude) 
5. હેતુ (Motive) 
6. ઈરાદો (Intent) 
7. થાક (Fatigue) 
ભાષાસંપ્રાપ્તિના ઉપયોગ મનોવૈજ્ઞાનિક પરિબળોને વિગતે જોઈએ. 

1 ) બુદ્ધિપ્રતિભા (Intelligence Talent) : 

બુદ્ધિપ્રતિભાના અર્થમાં વિચારવાની ક્ષમતા, અનુભવમાંથી જ્ઞાન મેળવવાની ક્ષમતા, સમસ્યા ઉકેલની આવડત, નવી પરિસ્થિતિનો સામનો કરવાની અને સમાયોજનની ક્ષમતાનો સમાવેશ થાય છે. જાણીતા મનોવૈજ્ઞાનિક થર્સ્ટન (1938) એ બુદ્ધિપ્રતિભાને મુખ્ય સાત વિભાગમાં વહેંચી છે જેમાં શબ્દસાતત્ય, શાબ્દિક અર્થગ્રહણ, અવકાશીય ક્ષમતા, ગ્રહણશીલતાની ઝડપ, આંકડાકીય ક્ષમતા, આગમનાત્મક તર્ક અને સ્મૃતિની શક્તિને બુદ્ધિપ્રતિભા ગણાવી છે. સ્પષ્ટ થાય છે કે પ્રતિભામાં ભાષાના તત્ત્વો ઉપસ્થિત છે. 
માટે કહી શકાય કે, ભાષાની સંપ્રાપ્તિ માટે, ભાષાને યોગ્ય રીતે સમજવા માટે અને ભાષા બોલવા માટે બૌદ્ધિક ક્ષમતા હોવી જરૂરી છે. ભાષા અને મનોવિજ્ઞાનનો સંયુક્ત અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિક Steven Pinker ના અભ્યાસ અનુસાર ભાષા સમજવા માટે સામાન્ય બુદ્ધિ હોવી આવશ્યક છે. સામાન્ય બુદ્ધિ કરતાં નીચે બુદ્ધિવાળા લોકો ભાષા ગ્રહણ કરી શકતા નથી, અથવા ભાષાના યોગ્ય અર્થને સમજવા તેમના માટે અઘરા પડતા હોય છે. 
આમ કહી શકાય કે બુદ્ધિપ્રતિભાને ભાષાના અધિગ્રહણ સાથે સીધો હકારાત્મક સંબંધ છે. એટલેકે અતિશય ઓછી બુદ્ધિ ભાષા અધિગ્રહણમાં બાધક પરિબળ બને છે એ સ્વીકારી શકાય એવું છે, જ્યારે અતિશય વધારે બુદ્ધિની ભાષા અધિગ્રહણની ક્ષમતા ઉપર નોંધપાત્ર અસર થાય છે એવું સાબિત થઇ શક્યું નથી. 

( 2 ) ધ્યાન ( attention ) : 

કોઈપણ અધ્યયન પ્રક્રિયામાં એકાગ્રતા અનિવાર્ય પરિબળ છે. એકાગ્રતાપૂર્વક થયેલું પ્રત્યેક પ્રકારનું અધ્યયન ફળદાયી બન્યું છે. કોઈ પણ કાર્ય સાતત્યપૂર્વક અને અસરકારક રીતે કરવામાં આવે ત્યારે એકાગ્રતાથી થયેલું કહેવામાં આવે છે. અમેરિકન ફિલોસોફર William James (1890) ના મત મુજબ "Attention is the taking possession by the mind, in clear and vivid form , of one out of what seen several simultaneously possible objects or trains of thought. Focalization, concentration, of consciousness are of its essence." 
એટલે કે વિલિયમ જેમ્સ (1890) ના મત મુજબ : "ધ્યાન એ માનવ મસ્તિષ્ક દ્વારા એક સાથે સ્પષ્ટ અને વિવિધ સ્વરૂપોમાં લેવામાં આવેલ એક સાથે શક્ય તેટલા પરિબળો પર લેવામાં આવેલું નિયંત્રણ છે. જેમાંથી એક સાથે અનેક શક્ય પદાર્થો અથવા વિચારોની હારમાળા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ એક મુદ્દા પર ચિત્તને કેન્દ્રિત કરવું તે એકામતા એટલે કે ધ્યાનનો સાર છે." 
કોઈપણ કાર્ય એકાગ્રતાથી કરવામાં આવે તો તે અસરકારક બને છે. અધ્યેતાનું એકધારું લાંબા સમય સુધી અધ્યયનના એક જ ઘટક કે કાર્ય સાથે સંકળાયેલા રહેવું એટલે ધ્યાન. ધ્યાન એ એકાગ્રતાનું સક્રિય સ્વરૂપ છે. જે કાર્ય સાધવામાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે. 
ભાષા અર્થગ્રહણમાં તેથી જ ધ્યાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્ગખંડમાં "શિક્ષક શું શીખવે છે" તે જેટલું મહત્ત્વપૂર્ણ છે, તેથી વધારે મહત્ત્વપૂર્ણ વિદ્યાર્થી કેટલા ધ્યાનથી ગ્રહણ કરે છે તે બાબત છે. વિદ્યાર્થી ધ્યાનપૂર્વક ભાષા જાણવાનો પ્રયત્ન કરે તો અવશ્યપણે ભાષા અધિગ્રહણ ખૂબ સરળતાથી થાય છે. એથી વિરુદ્ધ જો વિદ્યાર્થી ભાષા અધ્યયનની પ્રક્રિયા દરમિયાન ધ્યાન ના આપે તો અધિગ્રહણ શક્ય બનતું નથી.

ધ્યાન વધારવાના ઉપાયો : 
(1) એક સાથે અનેક કાર્ય કરવાની જગ્યાએ એક સાથે ફક્ત એક જ કાર્ય કરો. એટલે કે મલ્ટિટાસ્કિંગ ટાળો. 
(2) પૂરતી ઊંઘ લો 
(3) ધ્યાન અને એકાવ્રતાનો અભ્યાસ કરો. 
(4) શીખવાની બાબતોમાં સક્રિય બનો. 
(5) અવાજો અને ધ્યાન ભંગ ન થાય તેવું શાંત સ્થાન પસંદ કરો. 
(6) વર્તમાનમાં રહેવાનો અભ્યાસ કરો. 
(7) અભ્યાસ ક્ષેત્રના તમામ મુદ્દાઓ સમજવાનો પ્રયાસ કરો. 

(3) ૨સ (interest) : 

રસને કારણે જ કાર્ય સરળ બને છે. જે કાર્યમાં વ્યક્તિને રસ હોય તે કાર્ય તે સરળતાથી કરી શકે છે અને લાંબો સમય સુધી કરે છે. આથી રસને શક્તિશાળી પ્રેરક પ્રક્રિયા ગણવામાં આવી છે. જીવનના પ્રત્યેક ક્ષેત્ર ઉ ૫૨ રસ ઊંડી અસર કરે છે. ભાષાશિક્ષણ ક્ષેત્ર ઉપર પણ રસ અસરકારક બને છે. આથી જ મનોવૈજ્ઞાનિકોએ રસના ક્ષેત્રમાં ખૂબ કાર્ય કર્યું છે. જાણીતા મનોવૈજ્ઞાનિક સ્ટ્રોંગના મતેઃ 
"Interests are the sun total of likes and dislikes for a wide range of stimulus objacts and activities"  - Strong 
એટલે કે વ્યક્તિના ગમા અને અણગમાના વિશાળ વિસ્તારને જે વ્યક્તિને આંતરિક ઘટક કાર્ય કરવા કે પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે છે, તેને રસ કહેવામાં આવે છે. 
વ્યક્તિને જેમાં રસ હોય છે તે પ્રવૃત્તિ લાંબો સમય સુધી કરતી રહેતી હોય છે. અને વ્યક્તિને જેમાં રસ નથી હોતો તે પ્રવૃત્તિ લાંબો સમય સુધી ક૨વી ગમતી નથી. જો બાળકને ભાષાના શિક્ષણમાં રસ હોય, અથવા તે ભાષામાં રસ હોય તો તે ભાષા જલ્દી શીખી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રસ ઉત્પન્ન કરી શકાય તેવું લક્ષણ છે. બાળકોને ગમતી પ્રવૃત્તિઓ જેવીકે રમતગમત, વાર્તા, નાટક, ગીત અને સંગીત સાથે ભાષા અધ્યયનને જોડી દેવામાં આવે તો સરળતાથી રસ ઉત્પન્ન થઇ શકે છે. રસ નિશ્ચિત પ્રવૃત્તિમાં લાંબો સમય ટકાવી રાખવાની પ્રેરણા આપે છે. જાણીતા શિક્ષણવિદ કો અને કોના જણાવ્યા અનુસાર ; 
"interest may refer to the motivating force that impels us to attend to a person or a thing or an activity" - Crow & Grow 
એનો અર્થ એ થયો કે રસ આપણને કોઈપણ પ્રવૃત્તિમાં, વ્યક્તિમાં અથવા વસ્તુમાં સતત પ્રવૃત રાખવા માટેનું પ્રેરક બળ પૂરું પાડે છે. આથી જ ભાષાના અધિગ્રહણમાં રસને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. 

(4) યોગ્યતા (Aptitude) : 

યોગ્યતા એ જન્મથી જ પ્રાપ્ત થયેલ ક્ષમતા છે . બાળપણથી જ કોઈ કાર્ય કરવામાં વ્યક્તિ કુશળ હોય તો તે તેની યોગ્યતા ધરાવે છે તેમ કહેવાય. ભાષાની ગ્રહણશીલતાની પણ યોગ્યતા હોય છે. કેટલાક બાળકો બાળપણથી જ નિશ્ચિત પ્રકારના કૌશલ્ય ધરાવતા હોય છે. જેને આપણે કુદરતી પ્રતિભા (Natural Talent) તરીકે ઓળખીએ છીએ. આથી જ કહેવાયું છે કેઃ "યોગ્યતા અથવા પ્રતિભા એ કોઈપણ કાર્ય કરવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમજવાની, શીખવાની, કલાની અથવા વ્યવસાયની કુદરતી ક્ષમતા છે. આ પ્રકારની ક્ષમતા ધરાવતા બાળકો પોતાની ક્ષમતાના ક્ષેત્રમાં સરળતાથી અને ઝડપથી કૌશલ્ય પ્રાપ્તિ કરી શકે છે." સંગીતની ક્ષમતા, ચિત્ર દોરવાની ક્ષમતા, દોડવાની યોગ્યતા, રમત - ગમતની યોગ્યતા વિગેરે આના ઉદાહરણો છે. આવી યોગ્યતા આનુવંશિક રીતે આવી શકે છે. વિશ્વમાં ઉપલબ્ધ પ્રત્યેક વ્યવસાયની વ્યવસાયિક યોગ્યતા જાણવા માટે મનોવૈજ્ઞાનિકોએ અનેક સાધનો બનાવ્યા છે. જેના દ્વારા બાળકો પોતાની યોગ્યતાનું ક્ષેત્ર નક્કી કરી શકે. 
ભાષા યોગ્યતાના ક્ષેત્રમાં અમેરિકાના જાણીતા ભાષાશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિક જ્હૉન, બી.કેરોલ (John B, Carroll) એ ઊંડાણપૂર્વક કાર્ય કર્યું. એમણે ભાષા યોગ્યતાના મુખ્ય ચાર ક્ષેત્રો સૂચવ્યા છે. (1) ધ્વન્યાત્મક સંકેત ક્ષમતા ( Phonetic Coding Ability). (2) વ્યાકરણ સંવેદના (Grammatical Sensitivity). (3) ગોખવાની ક્ષમતા (Roto Learning Ability) (4) આગમન તર્ક અધ્યયન ક્ષમતા (Inductive Learning Ability). જે વિદ્યાર્થીઓમાં આ પ્રકારની યોગ્યતાઓ હોય તે વિદ્યાર્થીઓ ભાષા સરળતાથી ગ્રહણ કરી શકે છે.

આથી જે બાળકોમાં ભાષાકીય યોગ્યતા જેમકે, શબ્દની ઓળખ, શબ્દોનું અર્થગ્રહણ, યોગ્ય શબ્દનો યોગ્ય સમયે ઉપયોગ કરવાની ક્ષમતા, કોઈ પણ ભાષાને ધ્યાનથી સાંભળવાની ક્ષમતા, હાવભાવ અને ઉચ્ચારણ ઉપરથી અર્થગ્રહણની ક્ષમતા જેવી વિશિષ્ટ યોગ્યતા હોય તો ભાષાનું અધિગ્રહણ સરળતાથી થઈ શકે છે. આથી જ ભાષા અધિગ્રહણની યોગ્યતા ધરાવતા બાળકો ખૂબ જ ઝડપથી ભાષા શીખી શકે છે. એથી વિરુદ્ધ ભાષા અધિગ્રહણની યોગ્યતા નહીં ધરાવતા બાળકોને ભાષા શિખવામાં તકલીફ પડે છે. 

(5) હેતુ (Motive) : 

કોઈપણ કાર્યની સફળતાનો આધાર તેના હેતુ પર રહેલો છે જે હેતુથી કાર્ય કરવામાં આવે છે તે જ હેતુને સિદ્ધ કરવા માટે પ્રયત્ન થાય છે. ભાષા અધિગ્રહણના સંદર્ભમાં જોઈએ તો, કોઈ પણ ભાષા અનેક હેતુસર શીખવવામાં આવતી હોય છે. માતૃભાષા રોજબરોજના વ્યવહારો માટે શીખવામાં આવે છે, આથી આ ભાષાને શીખવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરવો પડતો નથી, તેમાં વ્યવહારિક શબ્દો હોય છે, સહજ રીતે કોઈપણ કાર્ય કરતા કરતા માતૃભાષા શીખી જવાય છે. પરંતુ જ્યારે શાળામાં માતૃભાષા શીખવવામાં આવે છે ત્યારે તેનો હેતુ અધ્યયનનો છે. આથી એમાં વ્યાકરણ, ભાષાવૈવિધ્ય, શિષ્ટ શબ્દો, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ, અનેકાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો, વિશિષ્ટ ક્ષેત્રના પારિભાષિક શબ્દો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. આમ હેતુ બદલાતાની સાથે જ ભાષા શીખવાની પ્રક્રિયા અને અધિગ્રહણ ક્ષમતા ઉપર તરત જ અસર થાય છે. 
ભાષાશિક્ષણના નીચે મુજબના હેતુઓ હોઈ શકે. 
1. ભાષાનો પરિચય મેળવવો.
2. ભાષા સાંભળવા, બોલવા અને લખવાના કૌશલ્યનો વિકાસ કરવો, 
3. ભાષાના માધ્યમ દ્વારા અન્ય વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું. 
4. ભાષાના તલસ્પર્શી જ્ઞાન દ્વારા સાહિત્ય રચનાની ક્ષમતા કેળવવી. 
5 . તે ભાષા બોલતા દેશમાં વ્યવસાય અર્થે જવું. 
6. તે ભાષા જાણતા વ્યક્તિઓ સાથે ધંધા - રોજગારથી જોડાવું.

7. તે ભાષા બોલતા લોકોની સંસ્કૃતિ વિશે જાણવું. 
8. વિવિધ લોકો સાથે સામાજિક સંબંધોથી જોડાવું 
9. તે ભાષા જાણીને તે ભાષામાં લખાયેલા ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો. 
10 . તે ભાષાના સાહિત્યનો અભ્યાસ કરવો. 
11. તે ભાષા ધરાવતા લોકોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જાણવી. 
12. રોજબરોજના વ્યવહારમાં તે ભાષાનો ઉપયોગ કરવો. 
13. તે ભાષા તરફ હકારાત્મક અભિગમ કેળવવો. 
14. તે ભાષાને અન્ય ભાષાઓ સાથે સરખાવવી. 
15. તે ભાષાના અનેક પરિબળોનો સંશોધનાત્મક અભ્યાસ કરવો. 

ઉપર પ્રમાણેના પ્રત્યેક હેતુ મુજબ ભાષાનો અભ્યાસ કરવાની પદ્ધતિ બદલાય છે. એ જ રીતે એ ભાષાના અર્થ ગ્રહણ કરવા માટેની અધ્યેતાની માનસિકતા પણ બદલાય છે. આથી કોઈ પણ ભાષાના અધ્યયન માટે હેતુ જાણવો અનિવાર્ય છે. જેમકે ફક્ત ભાષાથી પરિચિત થવા માટે અધ્યયન કરવામાં આવતું હોય ત્યારે ભાષાના વ્યાકરણના પરિબળોને જોવાની જરૂર રહેતી નથી. સામાન્ય બોલચાલની ભાષા શીખવાથી તેનો પરિચય થઈ જાય છે. પરંતુ ધારો કે ભાષાને બોલવાની ક્ષમતા વિકસાવવી હોય તો ભાષા સાંભળીને શીખવી પડે. જો તેના ઉચ્ચારોનું જ્ઞાન ન થાય તો બોલતા આવડી શકે નહીં. એ જ રીતે જો ભાષાનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને અન્ય વિષયનું જ્ઞાન મેળવવાનું હોય તો તે વિષયના પારિભાષિક શબ્દોનું જ્ઞાન વધુ આવશ્યક બની જાય છે. કારણકે કોઈપણ ભાષામાં વિષયને લગતા પારિભાષિક શબ્દો તે ભાષાના વિશિષ્ટ શબ્દો હોય છે. બોલચાલની ભાષા કરતા તે જુદા પડે છે. 

(6) ઈરાદો (Intent) : 

વિદ્યાર્થીનો અધ્યયન માટેનો ઈરાદો તેની સિદ્ધિ ઉપર અસર કરે છે. ઈરાદો હેતુ કરતા વધારે વ્યક્તિગત છે. ઇરાદા સાથે વ્યક્તિગત ઈચ્છા પણ જોડાયેલી છે. એટલે કે વ્યક્તિની પોતાની આંતરિક ઇચ્છા અને હેતુ બંનેનું એકસાથેનું સ્વરૂપ એટલે ઈરાદો. હકારાત્મક ઇરાદા સાથે શીખવામાં આવે તો તે સરળતાથી શીખી શકાય છે. કારણ કે હકારાત્મક ઈરાદો ઉત્સાહ પ્રેરક હોય છે. નાના બાળકો નવી ભાષાઓને સરળતાથી ગ્રહણ કરી શકે છે તેની પાછળનું મુખ્ય કારણ તેમનો હકારાત્મક ઇરાદો છે. 
એથી વિરુદ્ધ મનુષ્યની ઈચ્છા વગર કોઈ ભાષા શીખવા માટેની ફરજ પાડવામાં આવી હોય તેવા સંજોગોમાં તે ભાષા શીખવી તે માણસ માટે અઘરી બને છે. આ પ્રકારની પરિસ્થિતિને આપણે નકારાત્મક ઈરાદો (Negative Lntant) કહી શકીએ. આ પ્રકારનો નકારાત્મક ઈરાદો વ્યક્તિનો ફક્ત પોતાના માટે છે એમ નહીં પરંતુ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ હોઈ શકે. નકારાત્મક ઇરાદો ધરાવતા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ધ્યાન આપી શકતા નથી. એવા સમયે ભાષા શીખવી તેમને માટે બોજારૂપ બને છે. કેટલાક રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક અથવા સામાજિક કારણોસર પણ વ્યક્તિને ભાષા તરફ અણગમો ઊભો થતો હોય છે. આવા સંજોગોમાં જે ભાષા તરફ અણગમો ઉત્પન્ન થયો હોય તે ભાષા શીખવી ખૂબ અઘરી બને છે. ભાષાના વ્યાકરણના ઘટકો, શિક્ષણની પ્રયુક્તિઓ, શિખવાડનાર તરફનો અભિગમ જેવી બાબતો પણ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિનો ઈરાદો નકારાત્મક બને છે. આથી વ્યક્તિનો નકારાત્મક ઈરાદો અનેક કારણોસર સંભવી શકે. એવા સંજોગોમાં ભાષા ગ્રહણની પ્રક્રિયા વ્યક્તિ માટે કઠિન બની જાય છે. 
ઉદાહરણ તરીકે દક્ષિણ ભારતના કેટલાક રાજયોમાં રાજકીય કારણસર હિન્દી ભાષાનો મોટા પાયા ઉપર વિરોધ થયો, એવા સંજોગોમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં હિન્દી ભાષા શીખવવી અઘરી બની. સામૂહિક રીતે લોકોનો ઈરાદો બદલાય ત્યારે ભાષા શિક્ષણ માટે મોટું વિઘ્ન બની રહે છે. આથી કોઈ પણ ભાષાને શીખવતા પહેલા તે ભાષા તરફ વ્યક્તિનું હકારાત્મક વલણ બંધાય તે આવશ્યક છે. 

(7) થાક (Fatigue) : 

કોઈપણ પ્રકારના અધ્યયન માટે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. એકપણું શીખ્યા પછી અથવા એકધારું કામ કર્યા પછી ફરી એને કામ કરવાનું આવે ત્યારે વ્યક્તિ થાક અનુભવે છે. આ પ્રકારના શારીરિક અને માનસિક થાકની અવસ્થામાં વ્યક્તિની ગ્રહણશક્તિ ઘટી જાય છે. થાક ભણાવવાનો સમય, વ્યક્તિની ઉંમર, ભાષાની કઠિનતા, અધ્યેતાની માનસિક તણાવમાં હોવાની સ્થિતિ, સહઅભ્યાસી મિત્રોનું, શિક્ષકનો ઉત્સાહ, અધ્યાપન પ્રયુક્તિ, ક્ષમતા જેવી અનેક બાબતો પર આધારિત છે. કેટલીક ભૌતિક બાબતો જેવી કે... વર્ગખંડનું તાપમાન, વર્ગખંડમાં થતો ઘોંઘાટ, બેઠક વ્યવસ્થા, સમયપત્રકમાં ભાષા શિક્ષણનું સ્થાન, વર્ગવ્યવસ્થા, શાળાની પ્રવૃતિઓ વિગેરે પણ થાક માટેનું કારણ હોઈ શકે. 
શારીરિક થાકને કારણે અધ્યયન પ્રક્રિયામાં બાળકો ધ્યાન આપવામાં નિષ્ફળ રહે છે. આવી પરિસ્થિતિમાં બાળકોને પૂરતો આરામ મળી રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. સતત એક કલાકથી વધુ સમય એકધારા બેસી રહેવાથી શારીરિક થાક અનુભવાય છે. જેથી થોડા થોડા સમયે વિશ્રાંતિ લેવી જોઈએ. એ જ રીતે ખૂબ જ કઠિન વિષયવસ્તુનું અધ્યયન કરવામાં આવે ત્યારે માનસિક થાક અનુભવાય છે. વ્યાકરણના કઠિન મુદ્દાઓ સમજાવતી વખતે માનસિક થાક વિદ્યાર્થીઓ અનુભવે છે. માનસિક થાકમાંથી મુક્તિ મેળવવા માટે રમતગમત, ગીત, ઉખાણા અને વાર્તાઓનો ઉપયોગ કરવો જોઈએ. રસપ્રદ રીતે પણ કઠિન બાબતો શીખવી શકાય છે. તે માટે વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. કઠિન મુદ્દાઓ સરળ આગમનાત્મક ઉદાહરણો દ્વારા રસપ્રદ બનાવી શકાય છે. ચર્ચા અને વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયાની રમતો, સ્મૃતિ સંદર્ભિત રમતો, ભાષા સંદર્ભિત સાતત્ય અને ઝડપથી ૨મતો દ્વારા માનસિક થાક ઓછો કરી શકાય છે. 
ઉત્સાહ અને તાજગીભર્યા વાતાવરણમાં કોઈ પણ ભાષા શીખવવી સરળ બને છે. આ માટે વર્ગનું વાતાવરણ તાજગીભર્યું રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ. પુરતી વિશ્રાન્તિ લઈને ભાષાના કઠિન મુદ્દાઓને સરળતાથી સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ. અધ્યયન પ્રક્રિયા ધીમી પડી છે એવું સમજાય ત્યારે શિક્ષકે પોતાની પ્રયુક્તિઓમાં ફેરફાર લાવવો જોઈએ. વિદ્યાર્થીઓને સક્રિય રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. અત્યંત લાંબો સમય શીખવાડવાની જગ્યાએ ટૂંકા ટૂંકા સમયગાળામાં શીખવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સ્થિતિનો ખ્યાલ રાખવો જોઈએ. તનાવભર્યું વાતાવરણ ઊભું ન થાય, હળવાશ અને સહજ વાતાવરણમાં અધ્યયન પ્રક્રિયા થાય તે સતત જોતા રહેવું જોઈએ.

(3) સામાજિક પરિબળો : 

ભાષા સામાજિક વાતાવરણમાં સહજતાથી શીખી શકાતી હોય છે. જો સામાજિક પરિસ્થિતિ ભાષાને અનુકુળ ન હોય તો ભાષા શીખવી કઠિન બને છે. સમાજના નીચેના કેટલાક પરિબળો ભાષાની સ્પષ્ટતા માટે અસરકારક બની રહેલા છે. 
1. ઘર 
2. પરિવાર 
3. મિત્ર વર્તુળ 
4. શાળા 
5. ચૅટિંગ ગ્રુપ 
6. સમૂહ માધ્યમો 
7. સામાજિક પ્રસંગો 

( 1 ) ઘરઃ 

ભાષા અધ્યયન ઉપર ઘર અને ઘરનું વાતાવરણ મહત્ત્વપૂર્ણ અસર કરે છે. ભાષાના અધ્યયનની શરૂઆત ઘરથી થાય છે. બાળક શરૂઆતના સમયમાં શ્રવણાભ્યાસ દ્વારા ભાષા સંપ્રાપ્તિ કરે છે. આવા સમયે ઘરમાં બોલાતી ભાષા, ઉચ્ચારણ, બોલવાની ઢબ, શબ્દ વિન્યાસ, શબ્દભંડોળ, અભિવ્યક્તિની રીત વિગેરે અનેક બાબતો ઘરમાં જે રીતે બોલાતી હોય તે રીતે જ બાળક પણ શીખે છે. ઈ.સ.1953 થી UNESCO દ્વારા પ્રાથમિક શાળાઓમાં ઘરની ભાષા એટલેકે માતૃભાષામાં બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાષાશાસ્ત્રીઓના મતે ઘરમાં બોલાતી ભાષા એ વિદ્યાર્થીના અધ્યયનનો પાયો રચી આપે છે. વળી તેમાં વિચાર પ્રક્રિયા પણ સહજતાથી થાય છે, માટે મૌલિક વિચારો અને સમજની સ્પષ્ટતા માટે ઘરની ભાષા જ મહત્ત્વપૂર્ણ ભાષા છે, એના માટે જ ઘ૨ની ભાષા વધારે યોગ્ય રીતે બોલાય તે આવકાર્ય છે 
“Children need to develop strong foundations in the language that is dominant in the home, where most children spend most of their time. Home language skills are transferable to new languages and strengthen children's understanding of language use." 

ભાષાના સંદર્ભમાં ઘરમાં બોલાતી ભાષા માતા - પિતા દ્વારા બોલાતી, આડોશપાડોશ દ્વારા બોલાતી, ઘરમાં અન્ય સભ્યો જેવા કે ભાઈ બહેન દ્વારા બોલાતી, તેમજ વડીલો દ્વારા બોલાતી ભાષામાં તફાવત હોઈ શકે છે. બાળકો પોતાનો મોટાભાગનો સમય ઘરમાં વિતાવે છે. આવા સમયે સતત ઘરમાં બોલાતી ભાષાનો અભ્યાસ થતો રહેતો હોય છે. જ્ઞાત અથવા અજ્ઞાત રીતે આ ભાષા બાળકો શીખી લેતા હોય છે. માટે જ સંસ્કૃતમાં કહેવાયું છે કેઃ 

यदा यदा मुंच्यति वाक्य बाणम् तदा तदा जाति कुलः प्रमाणम् |

એટલે કે વ્યક્તિ જયારે જ્યારે વાક્ય બોલે છે ત્યારે ત્યારે તેના ઘર અને કુટુંબનું પ્રમાણ મળી રહે છે. ઘરમાં બોલાતી ભાષા, વાકય પ્રયોગો અને બોલવાની રીત સ્વાભાવિક રીતે જ બાળકના જીવનમાં ઊતરી જાય છે. 

શિક્ષિત માતાપિતાના સંતાનો ભાષા ગ્રહણની શક્તિ વિશેષ પ્રમાણમાં ધરાવતા હોય છે. ખાસ કરીને માતા શિક્ષિત હોય ત્યારે ઘરમાં બોલાતી ભાષા પરિષ્કૃત હોવાની સંભાવના વધારે છે. આ ઉપરાંત દાદા, દાદી, કાકા, ફોઈ અને નાના મોટા ભાઈઓ તેમજ બહેનોની સાથે બાળકોએ સતત વાર્તાલાપ કરતો રહેવાનો હોય છે. આથી ઘરના સભ્યોની ભાષાની અસર પણ બાળક ઉપર થાય છે. આથી જ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સંયુક્ત કુટુંબના બાળકો ભાષાની દૃષ્ટિએ વિભક્ત કુટુંબની સરખામણીમાં વધુ સક્ષમ હોય છે. વિભક્ત કુટુંબમાં બાળક સાથે ભાષાકીય વ્યવહાર કરવા માટે ફક્ત માતા અથવા પિતા જ ઉપલબ્ધ હોય છે. આવા સંજોગોમાં બાળકો ભાષા વિનિમયમાં વૈવિધ્ય પ્રાપ્તિ કરી શકતા નથી. એની અસર એવી ઊભી થાય છે કે બાળકને વિભક્ત કુટુંબમાં ભાષાનો પૂરતો અભ્યાસ કરવાની તક મળતી નથી. સંયુક્ત કુટુંબના અનેક સભ્યો જ્યારે શિક્ષિત હોય ત્યારે ભાષાનો શ્રવણ અભ્યાસ ખૂબ સારી રીતે શક્ય બને છે. અનેક સભ્યો સાથે સતત શાબ્દિક વ્યવહાર કરતા રહેવાને કારણે આવા બાળકોની ભાષા કૌશલ્યની ક્ષમતા આપોઆપ વિકસે છે. આથી આવા બાળકોમાં ભાષાના અધિગ્રહણની ઝડપ વધુ હોય છે.

પોતાનાથી મોટા ભાઇભાંડુઓ ધરાવતા બાળકોને મોટા ભાઈ અથવા બહેનની સાથે ભાષા વ્યવહાર કરવાની તક મળે છે. આથી તેમની ભાષા અભિવ્યક્તિ પણ સરળતાથી વિકસે છે. એક જ સંતાન હોય તેવા સંજોગોમાં બાળકોને આ પ્રકારની તક સાંપડતી નથી. આથી એકાકી બાળકો ધરાવતા ઘરોમાં બાળકોને ભાષાના અભ્યાસની ઓછી તક રહે છે. જેની અસર બાળકના ભાષા જ્ઞાન ઉપર થાય છે. મોટા ભાઈભાંડુઓ પોતાનાથી નાના ભાઈ - બહેનો સાથે ભાષા વ્યવહાર કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. આથી તેમની ભાષા પણ સુધરી શકે છે. 

ઘરમાં બોલાતી ભાષા વર્ગખંડમાં બોલાતી ભાષા કરતા ભિન્ન હોય તો નકારાત્મક અસર ઊભી થવાની શક્યતા છે. માતૃભાષા ઉપરની પકડ હોય ત્યારે વિશ્વની કોઇ પણ ભાષા સમજવી સરળ બને છે. આથી જ વિનાના તમામ શિક્ષણશાસ્ત્રીઓ માતૃભાષાને વધુ મજબૂત રીતે શીખવવાની હિમાયત કરતા હોય છે. પરંતુ ઘર માં બોલાતી માતૃભાષા કરતા જયારે શાળામાં બોલાતી ભાષા અલગ પડે છે ત્યારે બાળક ભાષાના શિક્ષણમાં તણાવ અનુભવે છે. ઘરે બોલાતી ભાષા કરતા શાળામાં બોલાતી ભાષા વધુ સારી છે એવું વિચારીને માતૃભાષા તરફ લઘુતાગ્રંથિ પણ સેવે છે. આ પ્રકારની માનસિક સ્થિતિને કારણે બાળકોની ભાષા ગ્રહણની શક્તિ ઘટે છે. વળી સંચાર માધ્યમો, ટેલિવિઝન અને મોબાઈલ જેવા સાધનો દ્વારા જે પ્રકારની સીરીયલ, ફિલ્મ, કાર્ટુન અને સમાચારો સતત ઘરમાં ચાલુ હોય છે તેને કારણે પણ બાળકોની ઘરની ભાષા બદલાઈ જાય છે. કેટલીકવાર બાળકો હિન્દી અથવા અન્ય ભાષાના શબ્દોનો સહજ પ્રયોગ કરતા હોય છે. જોકે એ બાબત સાવ અયોગ્ય ન ગણીએ તો પણ, ઘરમાં બોલાતી ભાષાને પ્રદૂષિત કરવામાં અસરકારક બને છે. કેટલીકવાર આ પ્રકારની દૂષિત ભાષાઓ વિદ્યાર્થીને વર્ગખંડની અનેક પ્રવૃત્તિઓમાં અર્થગ્રહણની ક્ષતિ ઉત્પન્ન કરી શકે છે. 

ઘરમાં બોલાતી માતૃભાષાને યોગ્ય રીતે શીખવવી જોઈએ. એનું મુખ્ય કારણ એ છે કે આ ભાષા અન્ય તમામ પ્રકારનાં શાનની પ્રાપ્તિ માટેનું પાયાનું પરિબળ બની રહે છે. એક વખત કોઈ એક ભાષા ઉપર સંપૂર્ણ પ્રભુત્વ આવી જાય તો, તે ભાષાના પાયા ઉપર વિશ્વની તમામ ભાષાઓ શીખવી સરળ બને છે. પરંતુ કોઈ ભાષા ઉપર પૂરતુ પ્રભુત્વ જ ન હોય તેવા સંજોગોમાં કોઈ પણ ભાષા ઊંડાણપૂર્વક શીખવી અઘરી બની જાય છે. આથી કોઈ એક ભાષા ઉપર વ્યક્તિએ સંપૂર્ણ પ્રભુત્વ મેળવવું જોઈએ. અને ભાષાનું પ્રભુત્વ મેળવવા માટે ઘરની ભાષા જેવું હાથવગું સાધન બીજું કોઈ નથી. ઘરમાં બોલાતી ભાષા અસરકારક બને તે માટે નીચેના પ્રયત્ન અવશ્ય કરવા જોઈએ. 

♦ માતા - પિતાએ પોતાના બાળકો સાથે શુદ્ધ માતૃભાષામાં વાર્તાલાપ કરતા રહેવો જોઈએ.
♦ પોતાની માતૃભાષા તરફનો આદર જળવાઈ રહે તે પ્રમાણેનું વર્તન ધરમાં થવું જોઈએ. 
♦ માતૃભાષામાં રહેલા અનેક શબ્દોનો પરિચય બાળકોને કરાવતા રહેવું જોઈએ. 
♦ વડીલોએ પોતાના બાળકોને વાર્તા, રમત ગમત અને સામાન્ય વ્યવહાર દરમિયાન પોતાની ભાષામાં રહેલ વિવિધતાનો અનુભવ કરાવતા રહેવું જોઈએ. 
♦ ઉખાણા, કહેવતો, સમાનાર્થી શબ્દો, નવીન શબ્દ પ્રયોગો વિગેરેનો ઘરમાં વ્યવહાર થાય તે ઇચ્છનીય છે. 
♦ નાના બાળકો જયારે અંદરો - અંદર વાત કરતા હોય ત્યારે માતૃભાષામાં વાત કરે તેવો આગ્રહ રાખવો જોઈએ. 
♦ પોતાના ઘરમાં બોલાતી ભાષા તરફનું બાળકનું ગૌરવ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ માટે ઘરમાં બોલાતી ભાષાના શ્રેષ્ઠ લેખકો, કવિઓ અને મહાપુરુષોનો પરિચય મળે એ પ્રકારની વાર્તાઓ કહેવી જોઈએ. 
♦ વિશિષ્ટ પ્રસંગોએ પોતાની ભાષામાં ગીતો, અભિવ્યક્તિ, અભિનય, વક્તવ્ય વિગેરે થાય તે આવકાર્ય છે. દાખલા તરીકે જન્મદિવસે જન્મદિવસને અનુરૂપ માતૃભાષામાં ગીત ગાવામાં આવે તો તે ગૌરવપૂર્ણ અને ઉચિત બની રહે 
♦ ઘરના સભ્યોએ પોતાના ભાષાના ઉચ્ચારો તરફ ધ્યાન રાખવું વિસ્તારની અસર પ્રમાણે ભાષાના ઉચ્ચારણોમાં દોષ ના આવે તેની કાળ રાખવી જોઈએ.
♦ મહેમાનોની ઉપસ્થિતિમાં બાળકોને અન્ય ભાષાની કવિતાઓ, ગોખેલું વકતૃત્વ બોલવા માટેના આગ્રહો છોડી દેવા જોઈએ. આવી પ્રવૃત્તિ બાળકને પોતાની ભાષા તરફનો છુપો અણગમો ઊભો કરે છે. 
♦ કૌટુંબિક સંબંધો તંદુરસ્ત રહે, ઘરમાં તણાવની પરિસ્થિતિમાં બોલાઈ જતી ભાષા ઉપર સંયમ રહે, યોગ્ય ભાષા પ્રયોગો થાય તે માટે ઘરના તમામ સભ્યોએ સજાગ રહેવું જોઈએ. 
♦ ઘરમાં પુસ્તકોનું વાંચન, સાહિત્યકૃતિઓની ચર્ચા, કાવ્યનો આસ્વાદ, માતૃભાષાના ગીતો, પ્રસંગોચિત કાર્યક્રમો, વિશિષ્ટ વ્યક્તિઓને આમંત્રણ, વિશિષ્ટ વ્યક્તિઓની મુલાકાત વિગેરે જેવા સહજ કાર્યો દ્વારા ભાષાનો ઉંડાણપૂર્વકનો પરિચય મળી રહે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. 
♦ મૌલિક વિચારોની રજૂઆત બાળકો પોતાના ઘરમાં સહજતાથી કરે તેવા પ્રસંગો સમયાંતરે ઉભા કરવા જોઈએ. 
♦ બાળકોને તેમના મંતવ્યો પૂછવા જોઈએ, વાર્તા કહેવા પ્રેરિત કરવા જોઈએ, પ્રવાસના વર્ણન, મિત્રોની વાતો, અને અનુભવોનું આદાનપ્રદાન કરે તે માટે પ્રેરણા આપવી જોઈએ. 

આમ, ઘર ભાષાના અધિગ્રહણ માટેનું પાયાનું સ્થળ છે. ઘરમાં બોલાતી ભાષા બાળકના વિકાસ માટેની પાયાની ભાષા છે. આ ભાષાનું જેટલું સુયોગ્ય અધ્યયન થશે, તેટલી જ બાળકના વિકાસની વિશેષ ક્ષમતાઓનો વિકાસ થશે. આ બાબતોનો વિચાર કરીને ઘરની ભાષા યોગ્ય બને તે માટે પ્રયત્નો થવા જોઇએ. માતૃભાષાના ભોગે આપવામાં આવેલું કોઈપણ શિક્ષણ સરવાળે નુકસાનકર્તા બને છે. ઘ૨ની ભાષાને પ્રબુદ્ધ અને શુદ્ધ બનાવવાની જવાબદારી ઘરના પ્રત્યેક શિક્ષિત સભ્યની છે. 

(2) પરિવારઃ 

પરિવાર સમાજનું વિકસિત અંગ છે. ઘર પછી આપણે પરિવારને વિશેષ હત્ત્વ આપીએ છીએ. પરિવારમાં બોલાતી ભાષા વ્યક્તિની સૌથી નજીકની ભાષા છે. આગળ જોયું તેમ કુટુંબમાં બોલાતી ભાષા ઉપર કુટુંબના અનેક સભ્યોની અસ૨ પડે છે. એ જ રીતે પરિવાર કુટુંબનો મોટો એકમ છે. એક કરતાં વધારે કુટુંબો મળીને એક મોટો પરિવાર બને છે. ભારતીય પરિવારો સમગ્ર વિશ્વમાં વિસ્તરેલા છે. આવા સમયે જાણવા મળ્યું છે કે કેટલાક પરિવારો વિદેશમાં રહીને પણ પોતાની ભાષા જાળવી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. વળી, આજની પરિસ્થિતિમાં કેટલાક પરિવારો અન્ય પ્રદેશોમાં રહીને પણ પોતાની ભાષાનો પ્રયોગઘરમાં કરતા હોય છે. પરંતુ અન્ય પ્રદેશમાં રહેતા બાળકો પોતાના પરિવારની ભાષાથી દૂર થતા જાય છે. અને પરિણામે પારિવારિક ભાષાઓનો ઉપયોગ નવી પેઢીના બાળકો કરી શકતા નથી. આવા સંજોગોમાં દેશ - વિદેશમાં વિસ્તરેલા પરિવારોએ ભાષા જાળવી રાખવા માટે પ્રયત્ન કરવો પડે છે. 

આ દૃષ્ટિએ પરિવાર ભાષા ગ્રહણ માટેનું વિશિષ્ટ પરિબળ બની જાય છે. એક જ પરિવારમાં એક કરતાં વધુ ભાષાઓ બોલાતી હોય તેવી પરિસ્થિતિ આજે નિર્મિત થઈ છે . ભાષા અધિગ્રહણમાં આવા સંજોગોમાં ઘણી વખત સ્થાનિક ભાષાઓ કરતા પારિવારિક ભાષાઓ ભિન્ન બને છે. આથી સ્થાનિક ભાષાના અધ્યયનની માટેની પ્રક્રિયા પ્રમાણમાં કઠિન બને છે. પારિવારિક ભાષા સ્થાનિક પ્રશિક્ષણની ભાષા કરતા જુદી હોવાને કારણે બાળકો બે પ્રકારની મુશ્કેલી અનુભવે છે. 1. સ્થાનિક પ્રશિક્ષણની ભાષા સમજવાની મુશ્કેલી અને 2. પોતાની માતૃભાષા યોગ્ય રીતે બોલી શકવાની મુશ્કેલી. જો સ્થાનિક ભાષાઓ પારિવારિક ભાષાઓ કરતા ભિન્ન હોય તો ભારતમાં પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકી દેવાનો શિરસ્તો છે. આવી પરિસ્થિતિમાં બાળકોએ ત્રણ ભાષા સાથે કામ લેવું પડે છે, માતૃભાષા, સ્થાનિક દેશી ભાષા અને અંગ્રેજી ભાષા. ભાષા અધિગ્રહણના સિદ્ધાંતો અનુસાર કૌટુંબિક ભાષા આ સંદર્ભમાં અધ્યયનની ભાષા કરતાં જુદી પડે છે, જે બાળકો માટે બોજારૂપ બની શકે છે. 

પરિવાર આ રીતે ભાષા અધિગ્રહણમાં નકારાત્મક વાતાવરણ બનાવી શકે છે. પારિવારિક ભાષાઓને પોતાની નવી પેઢી સુધી પહોંચાડવા માટે કેટલાક પરિવારો પ્રયત્નશીલ હોય છે. ખાસ કરીને વિદેશમાં રહેતા પરિવારો, પોતાના બાળકો માતૃભાષાથી વંચિત ના રહે તે માટે ચિંતિત હોય છે. વિદેશમાં રહેતા પરિવારો અને દેશમાં રહેતા પરિવારોની ભાષા કાળક્રમે બદલાતી જાય છે. ભાષાવિજ્ઞાનના સિદ્ધાંતો અનુસાર આ પ્રક્રિયા સહજ છે, પરંતુ તેને કારણે પરિવારના સભ્યો વચ્ચે ભાષા અને વાતચીતના વ્યવહારો ઉપર અસર થતી જોવા મળે છે. પરિવારના પ્રત્યેક સભ્ય માટે અન્ય સભ્યો સાથે શાબ્દિક વ્યવહાર કરવો કઠિન થતો જાય છે. આ મુશ્કેલી નિવારવા કેટલાક દેશોમાં પારિવારિક ભાષા શીખવવા માટે શાળામાં વર્ગ ચલાવવામાં આવે છે. 

( 3 ) મિત્ર વર્તુળઃ 

બાળકનો મોટાભાગનો સમય મિત્રવર્તુળ સાથે પસાર થતો હોય છે. મિત્રો જે ભાષામાં વાત કરતા હોય છે તે ભાષા સમજવામાં સરળતા રહે છે. આથી જ ભાષાના અધિગ્રહણમાં મિત્રો દ્વારા બોલાતી ભાષા અસર કરે છે. મિત્રો દ્વારા બોલાતી ભાષા ઉપરાંત સામાજિક સંબંધો, સ્વની ઓળખ, ભાષાનું જ્ઞાન, પ્રેરણાત્મક બાબતો, અભિવ્યક્તિની રીત, અધ્યયન ટેવ અને તંદુરસ્ત રહેવા માટેની ટેવો જેવી અનેક બાબતો ઉપર મિત્રવર્તુળની અસર થાય છે. 
સંશોધક Hartup (1996) મિત્ર વર્તુળના સંદર્ભમાં કહે છે કે.... 
Friendships are a vital dimension of child development. They are key markers of the selectivity of interpersonal relationship, provlding social, linguistic and cognitive scaffolding. - Hartup (1996) 
 આ દૃષ્ટિએ મિત્રવર્તુળ, બાળકોના વિકાસમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપે છે. ખાસ કરીને ભાષા વિકાસમાં મિત્રવર્તુળ અસરકારક પરિબળ બની રહે છે.

1. મિત્રોનું વર્તુળ બાળકને એક સામાજિક વ્યવહાર કરવા માટેનું ફલક પૂરું પાડે છે. જેમાં બાળકો તેમની ભાષામાં વ્યવહાર કરતા હોય છે. આ ભાષા વ્યવહાર દરમિયાન અનેક શબ્દોનો ઉપયોગ, ભાષા વૈવિધ્યનો ઉપયોગ તેમજ અભિવ્યક્તિની કુશળતાનો અનુભવ કરતા હોય છે. 

2. પોતાની કક્ષાનાં બાળકો સાથે આંતરવ્યવહાર દરમિયાન બાળકો ભાષાકીય કૌશલ્ય કેળવતા હોય છે. સ્પષ્ટ અને શુદ્ધ ભાષા બોલતા પરિવારોમાંથી આવતા બાળકો અને અસ્પષ્ટ પ્રાદેશિક ભાષા બોલતા પરિવારમાંથી આવતા બાળકો પરસ્પર વ્યવહાર દરમિયાન ભાષા બોલવાની પ્રયુક્તિ, પદ્ધતિ અને શબ્દોની આપ - લે કરે છે. પરિણામે ઘણી વખત ભાષા બોલવાની પ્રયુક્તિમાં અને ભાષાકીય વ્યવહારમાં બાળકો ઉત્તમ ભાષા જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી વિરુદ્ધ કેટલાક બાળકોમાં ભાષાની અશુદ્ધિ આવવાની સંભાવના પણ છે.

3. એક સંશોધન મુજબ મિત્રવર્તુળ વ્યવહારિક કુશળતા અને ભાષાકીય કૌશલ્યોમાં વૃદ્ધિ કરે છે જેમ કે સામેની વ્યક્તિને સમજવી, પ્રશ્નો પૂછવા અને જવાબો આપવા, રમૂજ અને બિન - મૌખિક સંદેશાવ્યવહારને સમજવો અને વિવિધ સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય રીતે ભાષા વ્યવહાર કરવો. 

4. મિત્ર વર્તુળમાં બોલાતી ભાષા મિશ્ર ભાષા હોઈ શકે છે. એનું કારણ એ છે કે મિત્ર વર્તુળમાં આવેલા સભ્યો ભિન્ન ભિન્ન ભાષા પૃષ્ઠ-ભૂમિમાંથી આવે છે. આથી એક અવલોકન મુજબ બાળકો પોતાના મિત્રો સાથે ભિન્ન - ભિન્ન પ્રકારની ભાષાઓમાં મિશ્ર થયેલા શબ્દો સાથે વાતો કરતા હોય છે. ખાસ કરીને મેટ્રો સિટીમાં બાળકોને આ પ્રકારના મિત્રો હોય છે. જેને પરિણામે કોઈ એક ભાષાની સીમા ઉલ્લંઘીને મિત્રવર્તુળમાં ભાષા વ્યવહાર ચાલે છે. આ પ્રકારનો 'બહુ ભાષા મિશ્રિત સમભાવ' મિત્રવર્તુળને ભાષાથી સમૃદ્ધ કરે છે. વળી અન્ય ભાષા તરફની ગ્રંથિઓ દૂર કરે છે. આસપાસમાં બોલાતી તમામ ભાષાઓ તરફ સમાનતાનો અનુભવ ધરાવે છે. આવા બહુભાષી મિત્રવર્તુળને કારણે બાળકોની ભાષા ગ્રહણ કરવાની શક્તિમાં અનેક ગણો વધારો નોંધાયો છે. 

5. પ્રત્યેક ભાષા વ્યાકરણની દૃષ્ટિએ સમાનતા ધરાવે છે, જયારે શબ્દોની દૃષ્ટિએ એટલે કે ધ્વનિસંકેતોની દૃષ્ટિએ ભિન્નતા ધરાવે છે, અનેક ભાષાઓનું સાનિધ્ય મળવાથી તેમાં રહેલી સમાનતાઓ અને ભિન્નતાઓ તરફ સ્વાભાવિક રીતે સમજ કેળવાય છે. આ એક પ્રકારનો હકારાત્મક અને સમાવેશી અભિગમ છે. મિત્ર વર્તુળમાં બોલાતી ભાષા સામાજિક ભાષા સમરસતાનું ઉદાહરણ હોય છે. અન્ય ભાષાઓ તરફનો સ્વાભાવિક દૃષ્ટિકોણ નિશ્ચિત ભાષા તરફના હકારાત્મક દૃષ્ટિકોણ તરફ વળે છે. પરિણામે બહુભાષી મિત્રવર્તુળમાં વાતો કરતા નાના બાળકો અન્ય ભાષા ગ્રહણ પ્રત્યેની લઘુતાગ્રંથિથી પીડાતા નથી. આથી ભાષા ગ્રહણની ક્ષમતા વધે છે. 

6. રાષ્ટ્રીય ઇન્ટીગ્રેશન કાર્યક્રમોમાં મોકલવામાં આવે ત્યારે બાળકો એક કરતાં વધુ ભાષાના પરિચયમાં આવે છે. અને અનેક ભાષાઓના જીવંત સંપર્કમાં આવે છે. અનેક ભાષાઓ સાંભળીને, તે ભાષાના લોકો સાથે જીવંત શાબ્દિક આદાન - પ્રદાન કરીને નવા શબ્દોના પરિચયમાં આવી શકાય છે. નવા શબ્દોના પરિચય સાથે સાંભળવામાં આવતી ભાષા સમજવાનો સાહજિક પ્રયત્ન કરવામાં આવે છે. આથી તેમની ભાષા ગ્રહણની ક્ષમતા વધે છે. શાળાઓ જ્યારે આ પ્રકારના રાષ્ટ્રીય એકતાના કાર્યક્રમો, સેમિનાર અથવા સંમેલનો ગોઠવે ત્યારે બાળકોને તે કાર્યક્રમમાં મોકલવાથી બાળકોની ભાષાની ગ્રહણ શક્તિમાં વધારો થાય છે. 

7. એક રાજ્યની શાળા અન્ય રાજ્યની અથવા દેશની શાળા સાથે કેટલીક વખત ‘વિદ્યાર્થી આદાન - પ્રદાન’ની વ્યવસ્થા ગોઠવે છે. જેને ‘સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ’ કહેવામાં આવે છે. આ પ્રકારની વિદ્યાર્થી આદાન - પ્રદાનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ નવા રાજ્ય અથવા દેશની ભાષાથી પરિચિત થાય છે અને એ ભાષાને ગ્રહણ કરવાની ક્ષમતા વિકસાવે છે. જેમાં એક જ ભાષાના અનેક વૈવિધ્ય, જેવા કે લહેકો, ઉચ્ચાર પરિવર્તન, અર્થભેદ વિગેરે પણ ધ્યાનમાં આવે છે, વળી ત્યાંના સામાજિક પરિવેશના સંપર્કમાં આવવાને કારણે બાળકોની દૃષ્ટિવિશાળ બને છે. અન્ય દેશો અથવા રાજ્યની સંસ્કૃતિ તરફ સહજ ભાવના કેળવે છે. જે બાળકને આજીવન ઉપયોગી બને છે.

આમ મિત્ર વર્તુળ ભાષા ગ્રહણમાં અગત્યની ભૂમિકા ભજવે છે. શિક્ષકો, માતા - પિતા અને શાળા પરિવારે બાળકોના મૈત્રી જૂથો ઉપર ગંભીરતાથી વિચારવું ખાવશ્યક છે. આવા મિત્ર વર્તુળ બાળકના જીવનમાં ભાષા ગ્રહણ ઉપરાંત અનેક નાબતો ઉપર હકારાત્મક તેમજ નકારાત્મક અસર કરી શકે છે. બાળકોના જૂથો વી પ્રવૃત્તિમાં રત છે, કેવી ભાષાનો ઉપયોગ કરે છે, કેવા વલણ ધરાવે છે, કઈ મતો રમે છે, કયા સ્થાનોએ સમય વ્યતીત કરે છે તેમજ પરસ્પર કેવો વ્યવહાર નીરે છે તે સંશોધનનો વિષય છે. તેના દ્વારા બાળકોના અધ્યયન અને ભાષા ગ્રહણની મતાઓનો અભ્યાસ સરળતાથી થઈ શકે તેમ છે. 

(4) શાળા : 

સમાજના પ્રશિક્ષણમાં શાળા મહત્ત્વનું યોગદાન આપે છે. શાળાના પ્રત્યેક ર્યક્રમોમાં ભાષાશુદ્ધિનો આગ્રહ રાખવામાં આવે છે. તેમ છતાં મહત્ત્વની વાત છે કે તમામ શાળાઓમાં વિવિધ પ્રકારની બોલી બોલતા, જુદી જુદી માતૃભાષા ધરાવતા, જુદા જુદા આર્થિક સામાજિક ધોરણના બાળકો શિક્ષણ લેતા હોય છે. આથી શાળાની ભાષાના બે પ્રકાર બની જાય 1. વર્ગખંડમાં શિક્ષક દ્વારા બોલાતી ભાષા, 2. બાળકોમાં અંદરો અંદર બોલાતી ભાષા. આ વિષય ઉપર જુદી જુદી જાતના અનેક સંશોધનો થયેલાં છે. પ્રત્યેક વિસ્તાર માં રહેલી શાળા, તે વિસ્તારના ભાષાકીય વૈવિધ્યથી અલગ રહી શકતી નથી. આથી જ શાળામાં બોલાતી ભાષા શીખવવામાં આવતી ભાષા કરતા ભિન્ન છે. અને તેને પરિણામે શીખવવામાં આવતી ભાષાનું અધિગ્રહણ ભિન્ન રીતે થતું હોય છે. વળી કેટલીક વખત શિક્ષકની મર્યાદાઓ પણ શાળામાં ભાષા અધિગ્રહણની મર્યાદા બની જાય છે. ભાષા અધિગ્રહણ એ ભાષાના શિક્ષણ કરતા અલગ પડે છે. ભાષાનું શિક્ષણ ઇરાદાપૂર્વક કરવામાં આવતી પ્રક્રિયા છે. તેમાં જાગૃતપણે ભાષા શીખવાની હોય છે. જ્યારે ભાષા અધિગ્રહણ કુદરતી પ્રક્રિયા છે. તેમાં અજાગ્રતપણે ભાષા આવડી જતી હોય છે. શાળાના વાતાવરણમાં બોલાતી ભાષા અજાગ્રતપણે આવડી જતી ભાષાનુ ઉદાહરણ છે. વિદ્યાલયમાં વિશ્રાંતીના સમયે, વર્ગમાં શિક્ષક પ્રવેશે તે પહેલાનો સમય, શિક્ષકના આવ્યા હોય તેવા સમયે, કાર્યક્રમમાં પરસ્પર વાત કરવાની હોય તેવા સમયે, પ્રવાસ અને પર્યટન સમયે, કાર્યક્રમોની તૈયારી કરવાના સમયે અને શાળા છૂટતાં કે શાળામાં આવતા પહેલાનો સમય વિદ્યાર્થીઓ અંદરો અંદર જે ભાષામાં વાત કરે છે તે ભાષા અભિગ્રહણ માટે વિશિષ્ટ ભાષા છે. વિશેષ અવલોકન કરવામાં આવે તો ધ્યાનમાં આવે છે કે બાળકો દ્વારા બોલાતી આ સમયની ભાષા વિદ્યાલયમાં શિક્ષણ દરમિયાન બોલાતી ભાષા કરતા ભિન્ન છે. વિદ્યાર્થી આ સમય દરમિયાન ભાષા અધિગ્રહણ કરે છે. ભાષા અધિગ્રહણ આ દૃષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચેના ભાષા સંદર્ભિત આદાનપ્રદાનથી સંભવે છે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં રહેતો અન્ય રાજયોનો વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતો હોય તે છતાં મરાઠી ભાષા અધિગ્રહણ કરી શકે છે. 

બાળકોની ભાષા અધિગ્રહણ શક્તિને વધારવા માટે દરેક શાળા પોતાની રીતે અનેક કાર્યક્રમો આયોજિત કરતી હોય છે. આ કાર્યક્રમો શાળાના વિસ્તાર, શાળામાં બોલાતી ભાષાના સંદર્ભમાં, વિઘાલય સાથે સંકળાયેલા ધાર્મિક ઘટકો, વિદ્યાલયમાં ભણતા બાળકોની બોલી, વિદ્યાલય સાથે સંકળાયેલા ટ્રસ્ટના સક્રિય વ્યક્તિઓની અપેક્ષાઓ, વિદ્યાલયમાં ભણાવતા શિક્ષકોની ક્ષમતા, અને વિદ્યાલયના અન્ય વિદ્યાલય સાથેના સંબંધો ઉપર અવલંબે છે. ભાષા અધિગ્રહણ માટે આ તમામ ઘટકો જવાબદાર છે. નીચેના કેટલાક વિશેષ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓની પ્રથમ ભાષાનું અધિગ્રહણ અને દ્વિતીય ભાષાનું અધિગ્રહણ સરળતાથી થઇ શકે તે માટે શાળાઓ પ્રયત્ન કરી શકે. 

(1) ભાષાને સંદર્ભમાં લઈને કાર્યક્રમો : 
ભાષા સંદર્ભિત કાર્યક્રમો જેવા કે, માતૃભાષા દિવસ, કાવ્ય લેખન, કાવ્ય પઠન, લોકગીતો , સમૂહ ગીતો, વર્ગખંડમાં નાટ્ય પ્રવૃત્તિ, લેખક અથવા કવિનો પરિચય, મહાનુભાવોનું વક્તવ્ય, જ્ઞાનસત્રો, પત્રકારોનાં પરિચય અને વક્તવ્ય, બાળગીતો, હાલરડા, ડાયરો, લોકકથાઓ, પોતાની ભાષામાં આવેલી સારી ફિલ્મો બતાવવી, પુસ્તક વાંચન, સામૂહિક લેખન, ભાષા સંદર્ભિત ચર્ચા સભા, સમાચાર વાંચન, સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની ચર્ચા તેમજ પોતાની ભાષાનું ગૌરવ વધારતાં આ સિવાયના અનેક કાર્યક્રમો હાથ ધરી શકે. 

(2) ભાષા સંદર્ભિત સ્પર્ધાઓ : 
વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, શ્રુત લેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, જ્ઞાનાત્મક બાબતોની ચર્ચા, જોડણી સંદર્ભિત સ્પર્ધાઓ , ઉચ્ચાર સંદર્ભિત સ્પર્ધાઓ, લેખન સંદર્ભિત અન્ય સ્પર્ધાઓ, ગીત ગાન સ્પર્ધા, કાવ્ય પઠન સ્પર્ધા, સુભાષિતનું અર્થઘટન કરવાની સ્પર્ધા, પઠન સંદર્ભિત સ્પર્ધાઓ, સ્મૃતિ અને અભિવ્યક્તિની સ્પર્ધાઓ યોજીને કોઈપણ શાળા વિદ્યાર્થીઓના ભાષાના અધિગ્રહણની ક્ષમતા વધારી શકાય છે. 

(3) વિશિષ્ટ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા :
કેટલીક વિશિષ્ટ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની ભાષા અધિગ્રહણની ક્ષમતાને વધારે છે. આવી શૈક્ષણિક પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓ જુદા જુદા શબ્દોથી પરિચિત થાય છે, શબ્દ રચનાઓનું અર્થઘટન કરતા થાય છે, ભાષાના ઊંડાણને સમજવાનો પ્રયત્ન કરે છે અને ભાષાના બહુવિધ પસાઓથી પરિચિત થાય છે. દાખલા તરીકે ભાષાના વિશ્વકોષનું અધ્યયન, જોડણી કોષનો ઉપયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દની સમજ, ઉખાણા અને તેનો ઉકેલ, જોડકણાની રચના, લોકબોલીના શબ્દોનું અર્થઘટન, કહેવતો અને તેનું અર્થઘટન. શબ્દો ઉપર ભાર મૂકવાથી વાક્યનો અર્થ બદલાય છે. તેના પ્રયોગો, લેખિત સામગ્રીનું અર્થઘટન, ભાષાના અનેકાર્થી શબ્દોનો પરિચય, યોગ્ય રીતે વાંચન, ઉચ્ચાર શુદ્ધિ જેવી અનેક બાબતો વર્ગખંડની અંદર સક્રિય રહીને શીખવી શકાય છે. આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ અનેક શબ્દોના સંપર્કમાં આવે છે, તેના ઉચ્ચારની શુદ્ધિ અને અર્થઘટનને સમજે છે, શબ્દોના યોગ્ય ધ્વનિસ્વરૂપોને ઓળખી શકે છે. અને તેને પરિણામે તેમની ભાષા ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. 

(4) ચર્ચાસભા અને સેમિનાર દ્વારા : 
શાળામાં જયારે ચર્ચાસભા યોજાય છે ત્યારે વિદ્યાર્થીઓ મૌલિક વિચારો અભિવ્યક્ત કરી શકે છે. સહાધ્યાયીઓના મૌલિક વિચારોમાં ઉપયોગમાં આવેલી ભાષા મહત્ત્વપૂર્ણ હોય છે. અને એ ભાષા જલ્દીથી બાળકો યાદ રાખી લે છે. એનું મુખ્ય કારણ એ છે કે આ ભાષા પોતાની ઉંમરના બાળકો દ્વારા બોલાવાયેલી હોય છે, આ ભાષામાં વપરાયેલા શબ્દો બાળકોને સમજવા સરળ હોય છે. ચર્ચા સભાઓમાં હકારાત્મક અને નકારાત્મક બાબતો માટે વિદ્યાર્થીઓએ પૂરેપૂરું અધ્યયન કરીને આવવું પડે છે. અને અભિવ્યક્તિ યોગ્ય રીતે થાય તે માટે મૌલિક ચર્ચાઓ કરવી પડે છે. વળી યોગ્ય કોટેશન પણ વાપરવા પડે છે. આ રોંદર્ભમાં ચર્ચા સભાઓ ભાષાને વધુ સમૃદ્ધ ક૨વા માટે અગત્યની થઈ જાય છે. બાળકો ચર્ચા સભામાં સ્પર્ધાત્મક દૃષ્ટિકોણથી વિષયની રજૂઆત કરતા હોય છે. આ પ્રકારની વિષયની રજૂઆત પરિપક્વ ભાષા માટે મહત્ત્વપૂર્ણ બની રહે છે. ભાષા અધિગ્રહણની ક્રિયામાં આ પ્રકારની ચર્ચા સભાઓ અસરકારક બની રહે છે. 
એ જ રીતે સેમિનારમાં રજુ થનાર વિષયો પણ જેવી રીતે રજૂ થાય છે તેમાં ભાષા મહત્ત્વનું પ્રદાન કરે છે. અગત્યની બાબતોને તર્કબદ્ધ રીતે સમજાવવાની ક્ષમતા સેમિનારમાં મહત્ત્વપૂર્ણ હોય છે. આ પ્રકારના સેમિનારમાં ભાગ લેવાથી બાળકોને પોતાની વાત તર્કબદ્ધ રીતે રજુ કરતા આવડે છે. એ માટે યોગ્ય તર્કનો ઉપયોગ, યોગ્ય શબ્દોનો ઉપયોગ, આવશ્યક સંદર્ભોનો ઉપયોગ અને સંશોધનાત્મક દૃષ્ટિકોણથી રજૂઆતની ક્ષમતાનો વિકાસ થાય છે. ભાષા અધિગ્રહણમાં આ પ્રકારનો વિકાસ મહત્ત્વપૂર્ણ બની રહે છે.
 આ ઉપરાંત શાળાઓમાં અનેક પ્રકારની વિશિષ્ટ પ્રવૃત્તિઓ, પ્રવાસ અને પર્યટન આયોજનો, વિદ્યાર્થીઓના આદાન - પ્રદાનની વ્યવસ્થાઓ જેવીકે રાજ્ય અથવા દેશના આંતર વિદ્યાલય વિદ્યાર્થી આદાન - પ્રદાન, અન્ય રાજયોમાં યોજાતી શિબીરો, ભાષા શિબીરો વિગેરે અનેક બાબતો વિદ્યાર્થીના ભાષા અધિગ્રહણના કાર્યમાં અસરકારક ભૂમિકા ભજવે છે. 

(5) ચેટિંગ ગ્રુપ :

 આધુનિક સમયમાં આ પ્રકારે વાતચીત વધુ સમય થઇ રહી છે. ચેટિંગને કારણે બાળકો વિવિધ શબ્દોને ટૂંકમાં લખતા થઈ ગયા છે. આવા સંજોગોમાં ભાષા ગ્રહણની અંદર ચેટિંગ ગ્રુપ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચેટિંગ ગ્રુપમાં થતી વાતો જે ભાષામાં લખાય અને બોલાય છે તે ભાષા સરળતાથી ગ્રહણ થઈ શકે છે. અહીં ચેટિંગ કરનારા બંને પક્ષોના વ્યક્તિઓ માટે ભાષાને ગમે તે રીતે વાપરવાની મોકળાશ છે. આથી જ ભાષા અધિગ્રહણમાં આ પ્રકારના ગ્રુપ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. વિદેશોમાં આ સંદર્ભે અનેક સંશોધનો થયા છે. ટીનેજર્સ ટૂંકા શબ્દો વાપરીને પોતાની વાત અભિવ્યક્ત કરે છે. તે સમયે જે શબ્દો ટૂંકમાં વપરાયેલા હોય તે શબ્દો સાથેના ભાષાના મૂળ શબ્દો આ બાળકો ધીમે ધીમે ભૂલી જતા હોય છે. પરિણામે ભાષામાં પરિવર્તન આવે છે. અને બાળકોની અધિગ્રહણ ક્ષમતા ઘટે છે. આથી સમયાંતરે આ પ્રકારના ચેટિંગ દરમિયાન કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે તેનું અધ્યયન કરવા યોગ્ય છે. 

(6) સમૂહ માધ્યમો : 

દિવસના બહુ મોટા સમયગાળામાં સમૂહ માધ્યમો આપણા સંપર્કમાં આવતા હોય છે. સમૂહ માધ્યમો દ્વારા વપરાતી ભાષા સ્વાભાવિક રીતે જ આપણે ગ્રહણ કરી લેતા હોઈએ છીએ. આથી જ પ્રત્યેક સમુહમાધ્યમમાં વપરાતી ભાષા વ્યક્તિની ભાષા ગ્રહણની ક્ષમતા ઉપર અસર કરે છે. સતત હિન્દી ભાષામાં સાંભળ્યા પછી હિન્દી ભાષાના અનેક શબ્દો આપો સરળતાથી સમજી, બોલી શકીએ છીએ. જ્યારે ચાઇનીઝ ભાષા સાંભળતા નહીં હોવાને કારણે તે સમજવી અને બોલવી રય બનતી નથી. આથી જ સમૂહ માધ્યમો શુદ્ધ ભાષામાં પ્રસારિત થાય તેવો નામક સેવવામાં આવે છે. એક સંશોધન મુજબ બાળકો ઘરમાં પણ કેટલાક વિશિષ્ટ અન્ય ભાષાના શબ્દો બોલતા થઇ જાય છે. દાખલા તરીકે ગુજરાતી ભાષા બોલતાં ઘરમાં બાળકો હિન્દી ભાષામાં બોલતા થઇ જાય છે, અથવા બાળકોની ઘરની ભાષામાં કોશિશ, સોચો, આઉંગા, જાઉંગા જેવા હિન્દીના શબ્દો ઉમેરાઈ ગયેલા જોવા મળે છે. આ ભાષા ગ્રહણ ઉપરનો સમૂહ માધ્યમોનો પ્રભાવ છે. તો સૂક્ષ્મતાથી જોવામાં આવે તો સમૂહ માધ્યમો આપણા વિચાર ઉપર પણ ઊંડી અસર કરતા હોય છે. આથી સમૂહ માધ્યમો પૈકી કયા સમુહમાધ્યમ સાથે કામ લેવું તે વિવેક પૂર્વક વિચારવા યોગ્ય છે. ભાષા અધિગ્રહણ ઉપર આ તમામ સમૂહ માધ્યમો ખૂબ ઊંડી અસર કરતા જોવા મળ્યા છે. આથી જ જો અંગ્રેજી ભાષા શીખવાની ઈચ્છા હોય તો સતત અંગ્રેજી ભાષાના સમૂહ માધ્યમો સાથે કામ પાર પાડવું જોઈએ. અને અન્ય કોઈપણ ભાષા શીખવી હોય તો તેના લાંબા સંપર્કમાં રહેવા માટે સમૂહ માધ્યમ એક કારાત્મક ભૂમિકા ભજવી શકે છે. ભાષા અધિગ્રહણની દૃષ્ટિએ કેટલીક વખત આ સમૂહ માધ્યમો દ્વારા વપરાતી ભાષા સ્થાનિક ભાષા ઉપર પણ અસર કરી શકે છે અને તે નકારાત્મક પણ હોઈ શકે છે. 

(7) સામાજિક પ્રસંગો : 

સામાજિક પ્રસંગોએ બોલાતી ભાષા સામાન્ય ભાષા હોય છે. અને આ ભાષા રોજ - બરોજના જીવનની ભાષા છે. આ ભાષા જો અધ્યયનની ભાષાની નજીકની ભાષા હોય તો ભાષા અધિગ્રહણ માટે હકારાત્મક ભૂમિકા ભજવે છે. સામાન્ય બોલચાલમાં બોલતા શબ્દો વ્યક્તિના મગજમાં ઝડપથી સ્થિર થઇ જતા હોય છે. આથી જ લગ્ન પ્રસંગોએ, સામાજિક રીતરિવાજના પ્રસંગોએ, સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન, ધાર્મિક કાર્યક્રમો દરમિયાન, સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ દરમિયાન, સામૂહિક ભાષણ દરમિયાન, તહેવારોમાં, સામાન્ય મેળાવડાઓમાં અને જન્મદિવસ જેવા નિયમિત પ્રસંગોમાં બોલાતી ભાષા, બાળકોની ભાષા અધિગ્રહણની ક્ષમતામાં વધારો કરી શકે છે. ભાષા જ્યારે સામાન્ય પ્રસંગોએ ઉપયોગમાં લેવાતી હોય ત્યારે તે સહજતાથી સ્વીકારી લેવામાં આવે છે. અજ્ઞાત રીતે જ આપણા અજ્ઞાત મનમાં સરળતાથી પ્રવેશી જાય છે. અને આ રીતે સામાન્ય મેળાવડાઓ અને પ્રસંગો ભાષા અધિગ્રહણમાં બહુ મહત્ત્વનો ફાળો આપે છે. આથી જ ભાષા સાંસ્કૃતિક વારસાનું વહન કરતી જોવા મળી છે, કારણ કે સાંસ્કૃતિક વારસો ભાષાઓ પર ટકેલો છે. ભાષા દ્વારા સંસ્કૃતિના અનેક તત્ત્વોનું વહન થાય છે. સંસ્કારોનું વહન થાય છે. માટે ભાષા અધિગ્રહણ ઉપર સામાજિક પ્રસંગો બહુ મોટી અસર કરતાં જોવા મળ્યા છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.