1. પાઠ્યક્રમ એટલે શું ?
કેળવણીના ધ્યેય સિદ્ધ કરવા શિક્ષક જે સાધનનો ઉપયોગ કરે છે, તે સાધન એટલે પાઠ્યક્રમ.
"પાઠ્યક્રમ એટલે આપણા અધ્યાપન અને આપણા વિદ્યાર્થીના અધ્યયન દ્વારા શું પ્રાપ્ત કરી શકાય તેની એક યોજના"
“પ્રાપ્ત કરી શકાય તેવા એકમોની દૃષ્ટિએ વાસ્તવિક વર્ગખંડના અમલીકરણ માટેની પ્રવૃત્તિઓનો સમૂહ એટલે પાઠ્યક્રમ”
પાઠ્યક્રમ એટલે વર્ગખંડમાં શું શીખી શકાય તેનું નિવેદન.
પાઠ્યક્રમ એટલે કોઈ વિશિષ્ટ સમૂહના અધ્યેતાઓ માટેનો વિશિષ્ટ વિષય.
પાઠ્યક્રમ એટલે જે શીખવી શકાય તેવા વિષયવસ્તુની પસંદગી અને તેનું એકીકરણ.
પાઠ્યક્રમ એટલે વર્ગખંડમાં ચાલતી શિક્ષણની વાસ્તવિક પ્રક્રિયા.
પાઠ્યક્રમ એટલે વિદ્યાર્થીના વર્ગખંડ અધ્યયન દ્વારા શું પ્રાપ્ત કરી શકાય તેની એક યોજના.
પાઠ્યક્રમ એટલે વાસ્તવિક વર્ગખંડના અમલીકરણ માટેની પ્રવૃત્તિઓનો સમૂહ .
2. અભ્યાસક્રમ એટલે શું ?
અભ્યાસક્રમ એટલે બાળકોએ શીખવાના વિષયો અને વિષયવસ્તુ.
શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નક્કી કરવામાં આવતા કોર્ષનું માળખું એટલે અભ્યાસક્રમ.
"શાળાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ મેળવેલા બધા જ અનુભવો એટલે અભ્યાસક્રમ."
અભ્યાસક્રમ એટલે માહિતી કે જ્ઞાન આપવું, વધારવું પ્રસારવું, અથવા તો બાળકનો માનસિક વિકાસ કરવો.
3. અભ્યાસક્રમને અંગ્રેજીમાં શું કહે છે ?
અભ્યાસક્રમને અંગ્રેજીમાં Curriculum કહે છે. આપણે આગળ જોયું તેમ આ શબ્દ મૂળ લૅટિન ભાષાના 'Currero' શબ્દ પરથી આવેલો છે, જેનો અર્થ ‘Lo Run' એવો થાય છે.
4. NCF અને NCFTE પૂરું નામ જણાવો.
NCF - National Curriculum Framework - 2005
NCFTE - National Curriculum Framework for Teacher Education
5. અભ્યાસક્રમના ધ્યેયો જણાવો.
ઉપયોગિતાનું ધ્યેય
સાંસ્કૃતિક ધ્યેય
માનસિક ઘડતરનું ધ્યેય
વિદ્યાર્થીના સામાજિક વિકાસનું ધ્યેય
વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસનું ધ્યેય
6. અભ્યાસક્રમના મૂળભૂત તત્વો જણાવો.
ઉદ્દેશ, વિષયવસ્તુ, શિક્ષણ પદ્ધતિઓ, મુલ્યાંકન
અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો જણાવો
1. તાર્કિકતા
2. ઉપયોગિતા
૩. પરિવર્તનશીલતા
4. વૈવિધ્ય
5. સંકલિતતા
8. વિષયવસ્તુની દૃષ્ટિએ અભ્યાસક્રમના પ્રકારો જણાવો.
1. વિષય આધારિત
2. વિદ્યાર્થીકન્દ્રી
૩. હેતુકેન્દ્રી
4. અનુભવ આધારિત
5. સંકલિત / વિદ્યાશાખા આધારિત
6. પ્રવૃત્તિ આધારિત
7. સમાજકેન્દ્રી
9. રચનાની દૃષ્ટિએ અભ્યાસક્રમના પ્રકારો જણાવો.
1. વૃદ્ધિમાન અભ્યાસક્રમ
2. વિકાસમાન અભ્યાસક્રમ
3. હાર્દરૂપ અભ્યાસક્રમ
10. સ્વરૂપની દૃષ્ટિએ અભ્યાસક્રમના પ્રકારો જણાવો.
1. ઔપચારિક અને અનૌપચારિક
2. શૂન્ય કે બાકાત
3. પ્રગટ / સ્પષ્ટ સ્થૂળ
4. પ્રચ્છન્ન / ગર્ભિત / સૂક્ષ્મ
5. અપેક્ષિત
6. જ્ઞાનાત્મક અને ભાવાત્મક
11. અભ્યાસક્રમના અભિગમો જણાવો.
1. વર્તન - તાર્કિક અભિગમ
2. પ્રણાલી - સંચાલકીય (માળખાયુક્ત) અભિગમ
3. બૌદ્ધિક - શૈક્ષણિક અભિગમ
4. માનવતાવાદી - સૌન્દર્યલક્ષી અભિગમ
12. અધ્યયન માટેની પ્રણાલી કોને કહે છે ?
“અધ્યયન માટેની પ્રણાલી એટલે હેતુ માટે વિનિયોગ પામતા લોકોનું, સામગ્રીનું, સુવિધાઓનું, સાધનોનું અને પ્રક્રિયાઓનું વ્યવસ્થિત જોડાણ’’
13. અભ્યાસક્રમના નિર્ધારકોના નામ જણાવો.
1. સમાજ વૈવિધ્ય
2. રાજકીય અને અર્ધકાનૂની પરિબળો
3. આર્થિક પરિબળો
4. વ્યાવસાયિક સંસ્થાઓ
5. પર્યાવરણીય બાબતો
6. સંસ્થાકીય બાબતો
14. કોઇપણ પાંચ અભ્યાસક્રમ રચનાના સ્રોતો જણાવો.
1. રાજ્ય
2. વિજ્ઞાન
૩. સમાજ
4. નૈતિક સિદ્ધાંત
5. જ્ઞાન
6. વિદ્યાર્થી
15. NCERT પૂરું નામ જણાવો.
NCERT - National Council of Educational Research and Training
16. અભ્યાસક્રમ વિકાસની પ્રક્રિયાનાં સોપાનો જણાવો.
તાત્ત્વિક જોડાણ અને શૈક્ષણિક જરૂરિયાતોનું મૂલ્યાંકન
ધ્યેયો અને હેતુઓની રચના
વિષયવસ્તુ પસંદગી અને એકીકરણ
અધ્યયન અનુભવોની પસંદગી અને ગોઠવણી
અભ્યાસક્રમનું મૂલ્યાંકન
અભ્યાસક્રમ વિકાસની અજમાયશ
17. આકસ્મિક પદ્ધતિ એટલે શું ?
વિદ્યાર્થીને જ્યારે કોઈ પ્રોજેક્ટ અથવા પ્રયોગ આપવામાં આવે છે તો તેની પાછળ એક નિશ્ચિત હેતુ હોય છે, પણ એની સાથે જ કેટલાક હેતુઓ જાણે - અજાણ્યે સિદ્ધ થતા હોય છે તેને આકસ્મિક પદ્ધતિ કહે છે.
18. અધ્યયન અનુભવોના બે પ્રકાર જણાવો.
1. શૈક્ષણિક હેતુઓને આધારે
2. અધ્યયન અનુભવોના આધારે
19. અભ્યાસક્રમ મૂલ્યાંકન એટલે શું ?
અભ્યાસક્રમ મૂલ્યાંકન એટલે ઈચ્છિત અભ્યાસક્રમનું આદાન - પ્રદાન કેટલું થયું છે તે શોધવા માટે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન