1. સમાવેશી શિક્ષણ એટલે શું ?
"સમાવેશી શિક્ષણ એ મૂલ્યો, સિદ્ધાંતો અને અભ્યાસોનો સમૂહ છે કે જે બધાં બાળકોને, પછી ભલે તે અસાધારણ હોય, તેમ છતાં વધુ અસરકારક અને અર્થપૂર્ણ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે."
“સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાનાં વર્ગખંડમાં એક સાથે શિક્ષણ માટે મૂકવા.”
"સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક રીતે સમધારણ શિક્ષણ પ્રણાલીમાં મુકવા."
2. સમાવેશી શિક્ષણની જરૂરિયાતો જણાવો.
ક્ષમતાઓનો વિકાસ
વ્યક્તિત્વનું સન્માન
સકારાત્મક વાતાવરણ
સમાન તકો
નવી દૃષ્ટિકોણ
માનસિક પ્રગતિ
સામાજિક ગુણ
3. સમાવેશી શિક્ષણના અવરોધો જણાવો.
મનોવલણનો અવરોધ
ભૌતિક અવરોધ
માહિતી સંબધી અવરોધ
અભ્યાસક્રમમાં અવરોધ
શિક્ષકોની યોગ્યતા
કાયદાઓનો અમલ
4. શિક્ષણમાં અલગપણું એટલે શું ?
શિક્ષણમાં અલગપણું એટલે અલગ કરીને શિક્ષણ આપવાની વ્યવસ્થા.
5. શિક્ષણમાં એકીકરણ એટલે શું ?
વિકલાંગ બાળકોને મુખ્ય સમાજની શાળામાં લઈ લીધા, પરંતુ તેઓને તેમના જ વિકલાંગ બાળકોના જૂથ સાથે અલગ કરીને શિક્ષણ આપવાની વ્યવસ્થા.
6. ભારતીય બંધારણના આર્ટિકલ ૪૫ મૂજબ શું જોગવાઈ છે ?
રાજ્ય ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું.
7. વિકલાંગવ્યક્તિઓ માટેનો અધિનયમ (PwDAct) કયારે પસાર કરવામાં આવ્યો હતો ?
વિકલાંગવ્યક્તિઓ માટેનો અધિનયમ (PwDAct) ડિસેમ્બર, 1995 માં પસાર કરવામાં આવ્યો હતો.
8. શિક્ષણ મેળવવાનો અધિનિયમ (RTE Act) ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
શિક્ષણ મેળવવાનો અધિનિયમ (RTE Act) 2009 ના વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો.
9. સામાજિક સમાવેશન એટલે શું ?
‘‘સમાવેશી સમાજ એટલે બધા માટેનો સમાજ કે જેમાં દરેક વ્યક્તિને બધાં અધિકારો અને જવાબદારીઓ આપેલી હોય અને તે સમાજમાં સક્રિય ભૂમિકા ભજવતો હોય.’’
સામાજિક સમાવેશન એટલે લોકોની એકરૂપતા એવો અર્થ નહીં પરંતુ એવો સમાજ કે જેમાં વિવિધતા માટે અવકાશ હોય.
સામાજિક સમાવેશન એટલે એક એવી પ્રક્રિયા કે જેમાં બધાને સમાન તકો આપવા માટેનાં પ્રયત્નો થતાં હોય. પછી ભલે તે વ્યક્તિ ગમે તે પરિપ્રેક્ષ્યની હોય.
10. સામાજિક બહિષ્કરણ એટલે શું ?
સામાજિક બહિષ્કરણ એટલે એવી પરિસ્થિતિ કે જે સામાજિક સંમેલિતતાને અવરોધે છે. સામાજિક બહિષ્કરણ એ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ કે સમૂહોને સંપૂર્ણ કે અંશતઃ રીતે જીવનના દરેક તબક્કે સમાજમાંથી દૂર કરવા.
'Exclusion' નો ગજરાતી અર્થ થાય છે - છૂટાં પાડવું, બહિષ્કરણ, દૂર કરવું. અહીં Exclusion શબ્દ Social સાથે જોડાયેલો છે એટલે Social exclusion નો અર્થ થાય છે - સામાજિક બહિષ્કરણ.
11. સામાજિક સમાવેશનની જરૂરિયાતો જણાવો.
માનવ અધિકારો, સ્વતંત્રતા અને કાયદાને માન આપવા
સામાજિક આર્થિક રાજનૈતિક પ્રવૃતિઓમાં સહભાગી થવા
મજબૂત નાગરીક સમાજનું અસ્તિત્વ બનાવવા
જાહેર બાંધકામ અને સુવિધાઓને સાર્વત્રિકતા પહોંચતી કરવાં
સાંસ્ક્રુતિક વિવિધતાની પ્રશંસા કરવા
શિક્ષણ
12. સામાજિક સમાવેશન અને બહિષ્કરણ માટેનાં ચાવીરૂપ ક્ષેત્રો જણાવો.
ગરીબી
રોજગારી
સતત વિકાસ
13. સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો જણાવો.
સુગમતાનો સિદ્ધાંત
સમતાનો સિદ્ધાંત
સુસંગતતાનો સિદ્ધાંત
સહભાગિતાનો સિદ્ધાંત
સશક્તિકરણનો સિદ્ધાંત
14. સામાજિક સમતા એટલે શું ?
સામાજિક સમતા એટલે લોકોના જૂથોમાં ટાળી શકાય તેવા અથવા ઉપચારાત્મક તફાવતોની ગેરહાજરી.
15. અધ્યયન વિક્લાંગતાની વ્યાખ્યા આપો.
'અધ્યયન વિક્લાંગતા' એ એવી પરિસ્થતિઓનો સમૂહ છે કે જેમાં ભાષાની પ્રક્રિયા (મૌખિક અને લેખિત) માં કોઈ ખામી આવે છે. જે સમજવા, બોલવા, વાંચવા, લખવા, જોડણી કરવા અથવા ગાણિતિક ગણતરીઓ કરવા માટે મુશ્કેલી પ્રગટ કરી શકે છે. તેમાં પ્રત્યક્ષીકરણની વિકલાંગતા, ડિસ્લેક્સીયા, ડિસ્ગ્રાફિયા, ડિસકેલક્યુલિયા, ડિસપ્રેક્સિયા અને વિકાસાત્મક અફેઝિયા જેવી પરિસ્થિતિઓ સમાવિષ્ટ છે.
16. અધ્યયન વિકલાંગતાના પ્રકારો જણાવો.
પ્રત્યક્ષીકરણની વિકલાંગતા
ડિસ્લેક્સીયા
ડિસ્ગ્રાફિયા
ડિસકેલક્યુલિયા
ડિસપ્રેક્સિયા
અફેઝિયા
17. પ્રત્યક્ષીકરણની વિકલાંગતા કોને કહે છે ?
જયારે કોઈપણ વ્યક્તિને સામાન્ય દષ્ટી અને શ્રવણ હોવા છતાં તેનામાં મગજ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી માહિતીને સમજવામાં ખામી હોય ત્યારે તેને પ્રત્યક્ષીકરણની વિકલાંગતા કહે છે.
18. Hypo અને Hyper નો અર્થ જણાવો.
Hypo - સામાન્ય કરતા ઓછું
Hyper - સામાન્ય કરતા વધુ
19. ડિસ્લેક્સીયા એટલે શું ?
ડિસ્લેક્સીયા એટલે શબ્દો સાથે મુશ્કેલી.... જે વાંચન અને જોડણીને અસર કરે છે.
20. ડિસ્ગ્રાફિયા એટલે શું ?
ડિસ્ગ્રાફિયા એટલે લેખનમાં મુશ્કેલી.... જે લેખનની ક્ષમતાઓને અસર કરે છે.
21. ડિસકેલક્યુલિયા એટલે શું ?
ડિસકેલક્યુલિયા એટલે સંખ્યાઓ સાથે મુશ્કેલી.... કે જે અંકગણિતના કૌશલ્યો પ્રદર્શિત કરવાની ક્ષમતાને અસર કરે છે.
22. ડિસપ્રેક્સિયા એટલે શું ?
ડિસપ્રેક્સિયા એટલે પ્રવૃત્તિઓમાં સંકલન અને હેરફેર કરવામાં મુશ્કેલી.
23. અફેઝિયા એટલે શું ?
અફેઝિયા એટલે મગજમાં ભાષાના ભાગોને નુકસાન અથવા ઇજા થવાને કારણે એક પ્રત્યાયનનો વિકા૨.
24. બૌદ્ધિક વિક્લાંગતાની વ્યાખ્યા આપો.
‘બૌદ્ધિક વિક્લાંગતા’ એ એક એવી સ્થિતિ છે જે બૌદ્ધિક કાર્યમાં (તર્ક, અધ્યયન, સમસ્યા - ઉકેલ) અને અનુકૂલનશીલ વર્તણૂકમાં મહત્વપૂર્ણ મર્યાદાઓ સૂચવે છે. જેમાં રોજિંદા, સામાજિક અને વ્યવહારિક કૌશલ્યોની શ્રેણીને આવરી લેવામાં આવે છે.
25. ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની વ્યાખ્યા આપો.
‘ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર’ એક ન્યુરો - ડેવલપમેન્ટલ સ્થિતિ છે જે જીવનની શરૂઆતના ત્રણ વર્ષમાં ખાસ કરીને દેખાય છે. જે વ્યક્તિની પ્રત્યાયન કરવાની, સંબંધોને સમજવાની અને અન્ય સાથે સંબંધિત ક૨વાની ક્ષમતાને નોંધપાત્ર રીતે અસ૨ કરે છે અને વારંવાર અસામાન્ય અથવા રૂઢીચુસ્ત વર્તન સાથે સંકળાયેલી હોય છે.
26. ડેફ (deaf) નો અર્થ જણાવો.
ડેફ (Deaf) એ આપણે સામાન્ય વાતચીતમાં ઉપયોગમાં લેવાતો શબ્દ છે જેનો અર્થ થાય છે કે વ્યક્તિમાં ઓડિયોમીટરની મદદથી જાણવા મળે છે કે શ્રવણમંદતા સિવિયરથી પ્રોફાઉન્ડ સુધીની હોય. આવી વ્યક્તિ કે બાળક શ્રવણયંત્રની મદદથી કે શ્રવણયંત્ર વગર શાબ્દિક માહિતીને સાંભળે છે.
27. હાર્ડ ઓફ હીઅરીંગ શબ્દનો અર્થ જણાવો.
હાર્ડ ઓફ હીઅરીંગ કે સાંભળવામાં મુશ્કેલી પોતાના નામ ઉપરથી એવો અર્થ સૂચવે છે કે વ્યક્તિ પાસે શેષ કે બચેલી શ્રવણશક્તિ હોય છે. એટલે કે માઈલ્ડથી સિવિયર સુધીની શ્રવણમંદતા હોય છે. આવી વ્યક્તિઓ મૌખિક ભાષાનો ઉપયોગ કરી શકે છે.
28. વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના અધિનિયમ, 2016 મુજબ બધિરાંધતાની વ્યાખ્યા આપો.
બધિરાંધતા - કે જેનો અર્થ એવી સ્થિતિ છે કે જેમાં વ્યક્તિમાં શ્રવણ અને દૃષ્ટિની ક્ષતિઓનું સંયોજન હોઈ શકે છે. જેનાથી ગંભીર પ્રત્યાયન, વિકાસાત્મક અને શૈક્ષણિક સમસ્યાઓ થાય છે.
29. મગજનો લકવોની વ્યાખ્યા આપો.
"મગજનો લકવો" એ બિન - પ્રગતિશીલ ચેતાકીય સ્થિતિઓનું જૂથ છે, જે શરીરના હલનચલન અને સ્નાયુઓના સંકલનને અસ૨ કરે છે. મગજમાં એક અથવા વધુ નિશ્ચિત ક્ષેત્રોમાં નુકસાનને કારણે જન્મ પહેલાં કે જન્મ દરમિયાન કે જન્મ પછીના ટૂંકાગાળામાં તે થાય છે.
30. મગજના લકવાના પ્રકારો જણાવો.
સ્પાસ્ટીક મગજનો લકવો
એથેટોઇડ મગજનો લકવો
એટેક્સિક મગજનો લકવો
મિશ્ર પ્રકારનો મગજનો લકવો
31. ક્યા લકવાને હાઇપરટોનિક મગજના લકવતરીકે પણ ઓળખવામાં આવે છે ?
સ્પાસ્ટીક મગજના લકવાને... જે સૌથી સામાન્ય પ્રકાર છે અને તે તમામ કિસ્સાઓમાં 77% જોવા મળે છે.
32. કોને બિન - સ્પાસ્ટીક મગજનો લકવો પણ કહે છે ?
એથેટોઇડ મગજનો લકવો... જેને ડિસ્કીનેટિક મગજનો લકવો પણ કહે છે. જે લગભગ 2.6% બાળકોને હોય છે.
33. હલન - ચલનની વિકલાંગતા એટલે શું ?
હલન - ચલનની વિકલાંગતા એટલે મસ્ક્યુલોસ્કેલેટલ કે નર્વસ સિસ્ટમ કે બંનેની વિકૃતિના પરિણામે પોતાના અને વસ્તુઓના હલન - ચલન સાથે સંકળાયેલ વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરવા માટે વ્યક્તિની અક્ષમતા છે.
34. હલન - ચલનની વિકલાંગતાના પ્રકારો જણાવો.
ઉપરના અંગની હલન - ચલનની વિકલાંગતા
નીચેના અંગની હલન - ચલનની વિકલાંગતા
ધડ કે કરોડરજ્જુની હલન - ચલનની વિકલાંગતા
ટૂંકા કદ કે ઠીંગણાપણાની હલન - ચલનની વિકલાંગતા
અંગવિચ્છેદનની હલન - ચલનની વિકલાંગતા
35. RPwD Act, 2016 નું પૂરું નામ જણાવો.
રાઇટ્સ ઓફ પર્સન્સ વીથ ડિસેબીલીટીઝ એક્ટ. (Rights of Persons with Disabilities Act)
36. RPwD Act, 2016માં કેટલી વિકલાંગતાઓને સમાવિષ્ટ કરવામાં આવી છે.
21 વિકલાંગતાઓ
37. RPwD Act, 2016માં સમાવિષ્ટ 12 વિકલાંગતાઓના નામ જણાવો.
સ્નાયુઓની વિકૃતિ
કુષ્ઠરોગમાંથી સાજા થયેલ
ઠીંગણાપણું
એસિડના હુમલાનો ભોગ બનેલ પીડિત
વાચા અને ભાષાની વિકલાંગતા
માનસિક બિમારી
દીર્ઘકાલીન જ્ઞાનતંત્રીય બીમારી
બહુવિધ સ્કલેરોસિસ
કંપાવત
અધિ - રક્તસ્ત્રાવ
થેલેસેમિયા
સિકલ સેલ રોગ
38. અનુકૂલનની વ્યાખ્યા આપો.
"અનુકૂલન એ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને સંતોષવા માટે આકારણી, સામગ્રી, અભ્યાસક્રમ અથવા વર્ગખંડના વાતાવરણને સમાયોજિત કરવા સાથે સંદર્ભ ધરાવે છે, જેથી તે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને તેના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે.''
"શિક્ષકો એવી સામગ્રી પસંદ કરી શકે કે સામગ્રી જે સ્થિતિમાં છે તેવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરે, કાં તો તે સામગ્રીના સંપૂર્ણ અથવા આંશિક ભાગોનો અસ્વીકાર કરે, જે સામગ્રીઓ છે તેમાં વધારો કરે અને સામગ્રીના ભાગોમાં બદલાવ કરે."
"વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતાં વિદ્યાર્થીઓ સહીત તમામ પ્રકારના વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિષયવસ્તુ, અધ્યયન પ્રક્રિયા, મૂલ્યાંકન પ્રક્રિયા તથા શાળા કે વર્ગખંડના ભૌતિક પર્યાવરણમાં લચીલાપણું (Flexibility) લાવવાની ઘટનાને અનુકૂલન કહે છે."
"વિદ્યાર્થીના શૈક્ષણિક દેખાવને વધારવા અને તેને આંશિક રીતે સહભાગી બનાવવા અધ્યયન માટેના પર્યાવરણ, સૂચના કે સામગ્રીમાં સમાયોજન કરવામાં આવે તેને અનુકૂલન કહે છે."
39. અનુકૂલનનાં ક્ષેત્રો જણાવો.
અભ્યાસક્રમ
વર્ગવ્યવસ્થા
અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા
અધ્યયન અને અધ્યાપન સામગ્રીઓ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
મુલ્યાંકન
40. સમાયોજન એટલે શું ?
સમાયોજન એટલે એવી પ્રયુક્તિઓ કે જેનો ઉપયોગ વિકલાંગ વિધાર્થીઓને સમાવેશી શિક્ષણમાં સફળ બનાવવા માટે થતો હોય.
41. સમાયોજનના ઉદાહરણો જણાવો.
પ્રતિચારમાં સમાયોજન
પ્રસ્તુતિકરણમાં સમાયોજન
વ્યવસ્થામાં સમાયોજન
સમયપત્રકમાં સમાયોજન
42. સમાયોજનની જરૂરિયાતો જણાવો.
વિદ્યાર્થી સમાયોજિત થઇ શકે તે માટે
વિદ્યાર્થી સરખું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે
વિદ્યાર્થીઓમાં સમાનતાનો ભાવ લાવવા માટે
વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ લાવવા માટે
વિદ્યાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરવા માટે
43. રૂપાંતરણ એટલે શું ?
વિદ્યાર્થીઓને શીખવાની અને નિદર્શનની જે અપેક્ષા હોય તે પ્રમાણે નોંધપાત્ર રીતે ફેરફારો કરવામાં આવે તેને રૂપાંતરણ કહે છે.
રૂપાંતરણ (Modification) એ વિદ્યાર્થીઓની અધ્યયનની જરૂરિયાતોને સમાયોજિત કરવા માટે અધ્યયનના લક્ષ્યો, અધ્યાપન પ્રક્રિયાઓ, સ્વાધ્યાય કાર્યો અને આકારણીમાં ફેરફાર કરે છે.
44. સાર્વત્રિક રચનાના સિદ્ધાંતોના નામ જણાવો.
નિષ્પક્ષ ઉપયોગ
ઉપયોગમાં લચીલાપણું
સાધારણ અને સહજ જ્ઞાન
પ્રત્યક્ષ સુચના
ભૂલ માટે સહનશીલતા
ઓછો શારીરિક પ્રયાસ
અભિગમ માટે આકાર અને સ્થાન
વિદ્યાર્થીઓનો સમુદાય
45. સાર્વત્રિક રચનાની પ્રક્રીયા માટેના પગથિયાં જણાવો.
સ્થાનની ઓળખ કરવી
સૃષ્ટિને વ્યાખ્યાયિત કરવી
વપરાશકર્તાઓને સામેલ કરવા
માપદંડો કે માર્ગદર્શિકાને અપનાવવી
માપદંડો કે માર્ગદર્શિકાને લાગુ કરવી
સમાયોજન માટે આયોજન કરવું
પ્રશિક્ષણ અને સહયોગ
મૂલ્યાંકન
46. સાર્વત્રિક રચનાના વર્ગખંડમાં ઉદાહરણો આપો.
અધ્યયનના હેતુઓ બનાવવા
સ્વાધ્યાય કાર્ય નો વિકલ્પ
લવચિક કાર્યસ્થાન
નિયમિત પ્રતિસાદ
ડિજિટલ અને ઓડિયો ટેક્સ્ટ
47. વિભેદિત અનુદેશનની વ્યાખ્યા આપો
એક સારા અભ્યાસક્રમને ખરાબ રીતે ભણાવવાની અપેક્ષાએ ખરાબ અભ્યાસક્રમને સારી રીતે ભણાવવો એ વિદ્યાર્થીઓની માટે હંમેશા સારો અનુભવ આપે છે તથા અધ્યાપન અભ્યાસક્રમને આગળ વધારે છે.
અભ્યાસક્રમની તુલનામાં શિક્ષક દ્વારા અભ્યાસક્રમને કાર્યાન્વિત કરવા માટે ઉપયોગમાં લેવાયેલી વ્યૂહરચનાઓ વધુ હત્વપૂર્ણ હોય છે.
48. વિભેદિત અનુદેશનના આધારો જણાવો.
વિધાર્થીઓની તત્પરતા
વિધાર્થીઓની રુચિ
વિધાર્થીઓની શીખવાની રૂપરેખા
49. વિભેદિત અનુદેશનના ઘટકો જણાવો.
વિષયવસ્તુ
પ્રક્રીયા
પરિણામ
પ્રભાવિત કરવું
અધ્યયનનું વાતવરણ
50. માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકીનો અર્થ જણાવો.
માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકીને અંગ્રેજીમાં Information And Communication Technology કહે છે, જેને સંક્ષિપ્તમાં ICT કહે છે.
ICT એ એવી પ્રૌદ્યોગિકી કે તનિકી (Technology) છે જે માહિતીને લગતી પ્રવૃત્તિઓને આધાર આપે છે. આવી પ્રવૃત્તિઓમાં માહિતી (Data) ને એકત્રિત કરવી, માહિતીની પ્રક્રિયા કરવી, માહિતીનો સંગ્રહ કરવો અને માહિતીને પ્રસ્તુત રવી તે સમાવિષ્ટ છે. આ પ્રવૃત્તિઓમાં વધુને વધુ સહયોગ અને સંદેશાવ્યવહાર કે પ્રત્યાયન પણ શામેલ છે. તેથી માહિતી પ્રૌદ્યોગિકી (IT) અંતે માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી (ICT) બન્યું છે.
51. દ્રષ્ટિહિન વ્યક્તિઓ માટેની સહાયક પ્રૌદ્યોગિકી સાધનો જણાવો.
લાર્જ પ્રિન્ટ પુસ્તકો
ટાઇપોસ્કોપ
બ્રેઈલ રીડિંગ મટીરીયલ્સ
બઈલ ટ્રાન્સલેટર સોફ્ટવેર
સ્ક્રીન રીડર્સ સોફ્ટવેર
ડિજિટલ ઓડિયો રેકોર્ડર
52. શ્રવણમંદ વ્યક્તિઓ માટેની સહાયક પ્રૌદ્યોગિકી સાધનો જણાવો.
શ્રવણયંત્ર
કોકલિઅર
ઈન્ફ્રારેડ સિસ્ટમ
સી-પ્રિન્ટ તકનિકી
ટેલિકોમ્યુનિકેશન ડિવાઇસ ફોર ડેફ
53. વાણી અક્ષમ વ્યક્તિઓ માટેની સહાયક પ્રૌદ્યોગિકી સાધનો જણાવો.
ઓગ્મેન્ટેટીવ અને ઓલ્ટરનેટીવ કમ્યુનિકેશન (AAC)
ડૉ. સ્પીચ
ઇલેક્ટ્રોનિક ફ્લુએન્સી ડિવાઇસીસ
સ્પીચ એપ્સ
વોઇસ આઉટપુટ કમ્યુનિકેશન એઇડ્સ (VOCA)
54. અધ્યયન વિકલાંગ વ્યક્તિઓ માટેની સહાયક પ્રૌદ્યોગિકી સાધનો જણાવો.
સક્ષેપ વિસ્તારકો
વૈકલ્પિક કીબોર્ડ
ઇલે્ટ્રોનિક ગણિતની વર્કશીટ્સ
ટોકીંગ કેલ્ક્યુલેટર
શબ્દ આગાહી કાર્યક્રમો
55. ભારતીય પુનવર્સન પરિષદને અધિનિયમ સ્વરૂપે સંસદમાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ?
સપ્ટેમ્બર, 1992
56. ભારતીય પુનવર્સન પરિષદ અધિનિયમ કાયદાકીય રૂપમાં ક્યારે અસ્તિત્વમાં આવ્યો.
22 મી જૂન, 1993 નાં રોજ
57. ભારતીય પુનવર્સન પરિષદ અધિનિયમ હેઠળ કયો અધિકાર મળ્યો છે ?
ભારતીય પુનવર્સન પરિષદ અધિનિયમ હેઠળ અયોગ્ય અને લાયકાત વગરનાં વ્યક્તિઓ સારા વિકલાંગ વ્યક્તિઓને સેવાઓ પ્રદાન કરવાના કિસ્સામાં દંડાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર આ પરિષદને આપવામાં આવ્યો.
58. ભારતીય પુનર્વસન પરીષદનું મથક કયાં ખાતે સ્થિત છે ?
દિલ્હી ખાતે
59. RCI પૂરું નામ જણાવો.
ભારતીય પુનર્વસન પરિષદને અંગ્રેજીમાં Rehabilitation Council of India (રીહેબીલીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિય ) કહે છે. જેને ટૂંકમાં RCI કહે છે.
61. ભારતીય પુનર્વસન પરિષદ ( RCI ) નાં અધિનિયમનાં કલમ -19 મુજબ કુલ કેટલાં પ્રકારની વ્યાવસાયિકોની શ્રેણી છે ?
16 પ્રકારની
61. RPwD - 2016 અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો ?
17/04/2017 ના રોજ
62. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલા ટકા જગ્યાઓ વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે ?
5 %
63. નેશનલ ટ્રસ્ટ એ કેવા પ્રકારની સંસ્થા છે ?
નેશનલ ટ્રસ્ટ (રાષ્ટ્રીય વિન્યાસ) એ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની એક વૈધાનિક સંસ્થા છે, જે "ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, માનસિક વિકલાંગતા અને બહુવિધ વિકલાંગતા ધરાવતાં વ્યક્તિઓના કલ્યાણ માટે નેશનલ ટ્રસ્ટ'' અધિનિયમ (1999ના અધિનિયમ 44) હેઠળ સ્થપાયેલી છે.
64. નેશનલ ટ્રસ્ટની યોજનાઓ જણાવો.
દિશા (શીઘ્ર હસ્તક્ષેપ અને શાળા તૈયારી યોજના)
વિકાસ (ડે- કેર)
ઘરૌંદા (પુખ્તવયની વ્યક્તિઓ માટે ગ્રુપ હોમ)
નિરામય (આરોગ્ય વીમા યોજના)
જ્ઞાનપ્રભા (શૈક્ષણિક સહાય)
સંભવ (સાધનો અને સહાયક ઉપકરણો)
બઢતે કદમ (જાગરૂકતા અને સમુદાય આંતરક્રિયા)
65. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1979 નું વર્ષ ક્યાં વર્ષ તરીકે જાહેર કર્યું હતું ?
આંતર - રાષ્ટ્રીય બાળવર્ષ
66. આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકનાં કેટલાં અધિકારો સ્વીકારાયા છે ?
આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકનાં 11 અધિકારો સ્વીકારાયા છે.
વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ
પ્રેમ - હૂંફ અને સંરક્ષણ મેળવવું
સામાજિક જીવન મેળવવું
સ્વ - ઓળખ પ્રાપ્ત કરવી
બાળપણ ભોગવવું
શોષણમુક્તિ
શારીરિક સજામાંથી મુક્તિ
પ્રોત્સાહન મેળવવું
નિર્ણય લેવો
શિક્ષણ પ્રાપ્ત કરવું
સંકલિત સેવા મેળવવી
67. વંચિત જૂથનું બાળક એટલે શું ?
"વંચિત જૂથનું બાળક" એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા સરકાર યોગ્ય જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરે તેવા સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, ભૌગોલિક, ભાષાકીય, જાતિ અથવા બીજા પરિબળોને કારણે વંચિત રહેલાં આવા બીજા જૂથના બાળકો.
68. નબળા વર્ગનું બાળક એટલે ?
‘નબળા વર્ગનું બાળક’ એટલે યોગ્ય સરકારે જાહેરનામું બહાર પડીને નિર્દિષ્ટ કરેલી લઘુત્તમ મર્યાદા કરતાં જેમના માતા - પિતા અથવા વાલીની વાર્ષિક આવક ઓછી હોય, તેમનું બાળક.
69. પ્રાથમિક શિક્ષણ એટલે ?
પ્રાથમિક શિક્ષણ એટલે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ
70. RTE 2009 મુજબ કયાં અનુચ્છેદ માં છ થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે ?
અનુચ્છેદ 3.1
અનુચ્છેદ 3.2 - કોઈપણ બાળકને તેનું પ્રાથમિક શિક્ષણ લેવા અને પૂરું કરવામાંથી અટકાવે તેવી કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ અથવા ખર્ચ ચૂકવવા તે જવાબદાર રહેશે નહિ.
71. સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમ કોના દ્વારા શરુ કરવામાં આવ્યો હતો ?
અટલબિહારી વાજપેયી દ્વારા
72. સર્વ શિક્ષા અભિયાન દર વર્ષે નિશ્ચિત દરખાસ્ત માટે પ્રત્યેક વિકલાંગ બાળકને સમાવેશન માટે કેટલા રૂપિયા સુધીની સહાય આપે છે ?
રૂ. 3000/-
73. સંકલિત બાળ વિકાસ યોજના કયારે શરૂ કરવામાં આવી હતી ?
ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 2જી ઓકટોબર, 1975 નાં રોજ સંકલિત બાળવિકાસ યોજના (Integrated Child Development Services - ICDS) શરૂ કરી હતી.