1. માહિતી એટલે શું ?
એકત્રિત કરેલ માહિતી પર માનસિક પ્રક્રિયા કે કમ્પ્યૂટર દ્વારા વિજાણુ પ્રક્રિયા કરીને તારવેલ અર્થપૂર્ણ હકીકતો એટલે માહિતી.
એકત્રિત કરેલ પ્રદતને આધારે તારવેલ કોઈ ચોક્કસ પરિણામ એટલે માહિતી.
માહિતી એટલે હકીકતો, પ્રદત કે અભિપ્રાયોનું એવું જ્ઞાન કે જે સાંકેતિક રીતે, દશ્ય - શ્રાવ્ય રીતે, કે ચિહ્ન સ્વરૂપે પ્રત્યાયન પામેલ હોય.
"કોઈપણ વિષય વિશે વિવિધ સ્વરૂપે અલગ - અલગ રીતે ભાર મૂકીને તેમ જ વિવિધ ઊંડાણથી જેની મદદથી સ્પષ્ટતા મેળવવામાં આવે છે તેને માહિતી કહે છે."
કોઈપણ વિષય, વ્યક્તિ, વસ્તુ પ્રસંગ, ઘટના કે પ્રક્રિયા અંગેની ઊંડાણપૂર્વકની સ્પષ્ટતા મેળવવાનું એક સાધન ઍટલે માહિતી.
પ્રત્યાયનની મદદથી સંચારણ કરવામાં આવેલ હકીકતો એટલે માહિતી.
2. પ્રદત (ડેટા) એટલે શું ?
"વ્યક્તિ અથવા વિજાણુ સાધનો દ્વારા જેના પર પ્રક્રિયા થઈ શકે, જેનું અર્થઘટન થઈ શકે અને પ્રત્યાયન થઈ શકે તેવી હકીકતો. ચિત્રો, શબ્દો, અંકો, આકૃતિઓ, ચલચિત્રો, અવાજ, સંગીત અને અન્ય ઘટકોની પદ્ધતિસરની અને વ્યવસ્થિત રજૂઆત એટલે પ્રદત."
3. ટેકનોલોજી ક્યાં બે ગ્રીક શબ્દોનો બનેલો છે ?
"Technikos” અને “Logos” નો બનેલો છે . “Technikos” નો અર્થ કળા થાય છે. તેને માટે અંગ્રેજીમાં “Technique” શબ્દ વપરાય છે, તેનો અર્થ કલા - કૌશલ તંત્ર, વસ્તુ નિર્માણની પ્રક્રિયા એમ થાય છે. જ્યારે “Logos” એટલે Doctrine of Science વિજ્ઞાન કે વિજ્ઞાન માટેનું એવો અર્થ થાય.
4. ટેકનોલોજી કોને કહે છે ?
વિજ્ઞાનના કોઈપણ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને માનવજીવનના વિકાસમાં કે સમસ્યામાં સુવિધા કરવામાં આવે તેને ટૅક્નોલોજી કહે છે.
5. ICT નું પૂરું નામ જણાવો.
Information And Communication Technology - માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી
માહિતી એટલે એકત્રિત પ્રદત્ત પરથી તારવેલ તથ્ય કે હકીકત.
પ્રત્યાયન એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વિચારોની આપ - લે.
પ્રૌદ્યોગિકી એટલે વિજ્ઞાનના સિદ્ધાંતોનો વ્યાવહારિક ઉપયોગ.
6. માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીની વ્યાખ્યા આપો.
“માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી એ તકનિકોનું ઘોતક છે, જે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સૂચનાઓનું પ્રત્યાયન, સંગ્રહ તથા નિર્માણ અને પ્રદર્શન કરે છે. આઈસીટીની આ વ્યાપક વ્યાખ્યામાં રેડિયો, ટેલિવિઝન, વીડિયો, ડીવીડી, ટેલિફોન મોબાઇલ, સેટેલાઇટ તંત્ર, કમ્પ્યૂટરના હાર્ડવેર અને સોફ્ટવેર, તેમની સાથે જોડાયેલ ઉપકરણો અને સેવાઓ જેવા કે - વીડિયો કોન્ફરન્સિંગ, ઇમેલ તથા બ્લોગનો સમાવેશ કરે છે.”
7. માહિતી પ્રત્યાયન ટેકનોલોજીના પાંચ ઘટકોના નામ જણાવો.
1. એકત્રિત કરવાની પ્રૌદ્યોગિકી
2. સંગ્રહ કરવાની પ્રૌદ્યોગિકી
3. પ્રત્યાયન પ્રૌદ્યોગિકી
4. પ્રોસેસિંગ પ્રૌદ્યોગિકી
5. પ્રદર્શન પ્રૌદ્યોગિકી
8. ઈન્ટરનેટની સંકલ્પના સ્પષ્ટ કરો.
ઇન્ટરનેટ એટલે બે કે તેથી વધુ કમ્પ્યૂટરનું જોડાણ . ઇન્ટરનેટ એ જુદાં જુદાં કમ્પ્યુટર નેટવર્કોને જોડતું એક પ્રકારનું નેટવર્ક છે. તેને સુપર - નેટવર્ક કે મેટાનેટવર્કથી પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટમાં મુખ્યત્વે બે મૂળભૂત ઘટકોનો સમાવેશ થાય છે, કમ્પ્યૂટર અને તેને પરસ્પર જોડતાં ઉપકરણો. ઇન્ટરનેટ શબ્દ બે અલગ - અલગ શબ્દોના જોડાણથી બનેલો છે. "INTERconnections" અને "NETwork" એટલે “INTERNET”. ઇન્ટરનેટથી જોડાયેલાં આ કમ્પ્યૂટરો વાયરથી , ફોનલાઇન કેબલથી અથવા વાયરલેસ ટૅક્નોલોજી જેવી કે ઑપ્ટિકલ ફાઇબર કે સેટેલાઇટ લિંકથી જોડાયેલાં હોય છે. ઇન્ટરનેટથી જોડાયેલાં કમ્પ્યૂટરોએ કેટલાક ઔપચારિક નિયમો અને કાયદાઓ અનુસરવા પડે છે, જેને "Protocol" કહે છે.
9. FTP, TCP અને IP નું પૂરું નામ જણાવો.
FTP - File Transfer Protocol
TCP - Transmission Control Protocol
IP - Internet Protocol
10. કોઈ પણ ત્રણ પ્રચલિત બ્રાઉઝરના નામ જણાવો.
Mozilla Firefox - મોઝિલા ફાયરફોક્સ,
Internet Explorer - ઇન્ટરનેટ એક્સપ્લોરર,
Google Chrome - ગૂગલ ક્રોમ નેવિગેટર
Apple Safari - એપલ સફારી
Opera - ઓપેરા
11. URL અને HTTP નું પૂરું નામ જણાવો.
URL - Uniform Resource Locator
HTTP - Hypertext Transfer Protocol
12. વપરાશકર્તાઓ દ્વારા પ્રમાણભૂત માહિતીના સંસાધનોનું મૂલ્યાંકન કરવા કયાં ક્યાં પાસાઓનો ઉપયોગ કરવામાં આવે છે ?
અધિકાર (Authority)
હેતુ (Purpose)
વ્યાપક્તા (Coverage)
ચલણ (Currency)
અનાત્મલક્ષિતા (Objectivity)
ચોકસાઈ (Accuracy)
13. હેકિંગ શબ્દનો શો અર્થ થાય છે ?
હેકિંગ એટલે બીજાના કમ્પ્યૂટરમાં પરવાનગી વગર ઘૂસ મારવી.
કમ્પ્યૂટર નેટવર્કની સિક્યુરિટી તોડી તેની ગોપનીયતાનું ઉલ્લંઘન કરી તેમાં પ્રવેશ કરવો.
હેકિંગ શબ્દ અંગ્રેજી ભાષા ‘Hack’ શબ્દ પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે કુહાડીથી આડેધડ કાપવું, ટુકડે ટુકડા કરી નાખવા, છોડિયા કાઢવા, ઘા પર ઘા ફટકારવા, અંગ ભંગ કરવું.
14. આઈ.ટી. અધિનિયમની કલમ 66 અનુસાર હેકિંગ એટલે શું ?
“કોઈ વ્યક્તિ કમ્પ્યૂટર રિસોર્સમાં રહેલી માહિતીમાં અનુચિત હાનિ કે નુકસાન કરવાનો ઇરાદો ધરાવતી હોય અથવા તેવી કોઈ માહિતીનો નાશ કરીને દૂર કરીને અથવા તેમાં ફેરફાર કરીને જાહેર જનતા અથવા કોઈ વ્યક્તિને હાનિ અથવા નુકસાન કરીને અથવા તેમ કરીને તેનું મૂલ્ય કે ઉપયોગિતામાં ઘટાડો કરી નાખે અથવા કોઈ સાધનથી તેમાં નુકસાન કરે તે વ્યક્તિ હેકિંગ કરે છે, તેમ ગણાય.”
હેકિંગ કરતી કોઈ વ્યક્તિ ત્રણ વર્ષ સુધીની કેદની અથવા બે લાખ રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષાને પાત્ર થશે.
15. હેકિંગને અટકાવવા કેવી તકેદારી રાખવી જોઈએ ?
1. અધિકૃત વેબસાઈટસ પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરો.
2. રેન્ડમ ઇ-મેઇલ જોડાણો પર ક્લિક કરશો નહીં.
3. ઉપયોગ પહેલા તમામ પ્રકારની હાર્ડ ડ્રાઈવ સ્કેન કરો.
4. મજબૂત અને અલગ-અલગ અલગ-અલગ પાસવર્ડ રાખો.
5.લોગઇન માહિતીને ક્યારે સેવ અથવા શેર ન કરો.
6. એન્ટી હેકિંગ/એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો.
16. કોપીરાઇટ કોને કહે છે ?
કોપીરાઇટ એ કાયદાનું સર્જન છે. કોપીરાઇટ દ્વારા વ્યક્તિ કે જેણે સાહિત્ય, નાટક કે કૃતિનું સર્જન કર્યું હોય તેને પોતાની કૃતિ અંગે વિવિધ અધિકારો પ્રાપ્ત થાય છે, આ અધિકારોને કોપીરાઇટ કહે છે.
ભારતનો કોપીરાઇટ અધિનિયમ, 1957 કોપીરાઇટ હક માટે લાગુ પાડેલ છે. આ અધિનિયમ તમામ પ્રકારની સાહિત્ય વિષયક કૃતિઓ (જેમાં સાહિત્ય, નાટક, જેવા તમામ પ્રકારોનો સમાવેશ થાય છે) ને લાગુ પડે છે.
17. કોપીરાઇટનું ઉલ્લંઘન એટલે ?
કોઈ વ્યક્તિ કોપીરાઇટના માલિકને નુકસાન જાય તે રીતે તેના સાહિત્યની નકલ કરે, વેચે, ભાડે આપે અથવા જાહેરમાં નફો મેળવવા માટે પ્રદર્શિત કરે તો તે કોપીરાઇટનું ઉલ્લંઘન કરે છે, તેમ કહેવાય.
18. સાહિત્યની ચોરી કોને કહે છે ?
અન્ય વ્યક્તિના વિચારો, શબ્દો અથવા કાર્યની નકલ કરવાની અને તેને પોતાના હોવાનો દાવો કરવાની ક્રિયાને સાહિત્યની ચોરી કહે છે.
19. TPCK રૂપરેખા કોણે રજૂ કરી છે ? TPCK નું પૂરું નામ આપો.
TPCK રૂપરેખા મિશ્રા અને કોહેર એ 2006 રજૂ કરી છે.
TPCK - Technological Pedagogical Content Knowledge
20. આભાસી વર્ગખંડ એટલે શું ?
આભાસી વર્ગખંડ (Virtual Classroom) એટલે "ભૌગોલિક રીતે એક જ સ્થળે કે વિવિધ સ્થળે ઉપસ્થિત વિદ્યાર્થીઓના સમૂહને શિક્ષક અને શિક્ષણના તજ્જ્ઞો સાથે પરસ્પર સાંકળતું માહિતી ટૅક્નોલોજી આધારિત તંત્ર કે જ્યાં બહુમાર્ગી જીવંત આંતરક્રિયા દ્વારા અધ્યાપન - અધ્યયન પ્રક્રિયા કરવામાં આવે છે, તેને આભાસી વર્ગખંડ કહે છે."
21. ઓનલાઇન ટીચિંગ ટૂલ્સ કોને કહે છે ?
ઓનલાઇન ટીચિંગ ટૂલ્સ એટલે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ શિક્ષણ માટેના વિવિધ સાધનો કે એપ્લિકેશન.
22. ગૂગલ ક્લાસરૂમની નિ:શુલ્ક સર્વિસ એક વર્ગમાં કેટલા શિક્ષક અને વિદ્યાર્થીઓ જોડાવાની અનુમતિ આપે છે ?
23. સહાયક ટૅક્નોલોજી કોને કહે છે ?
જે ટૅક્નોલોજી વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને અધ્યયન પ્રક્રિયા માટે સહાયતા પૂરી પાડે તેવી ટૅક્નોલોજીને સહાયક ટૅક્નોલોજી કહે છે. અંગ્રેજીમાં તેને ‘Assistive Technology’ અને ટૂંકાક્ષરીમાં (AT) કહે છે.
24. વાંચન માટેનાં સહાયિત સાધનોના નામ આપો.
સ્પીચ કોમ્પ્રેસર
ઓપ્ટાકોન
ટોકિંગ કોમ્પ્યુટર ટર્મિનલ
સુપર નોવા
25. લેખન માટેનાં સહાયિત સાધનોના નામ આપો
પેન/ પેન્સિલ ગ્રીપર
પેપર શીટ
વર્ડક્યુ
ગ્રાફિક ઓર્ગેનાઇઝર
26. સહાયક ટૅક્નોલોજી પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈપણ બે બાબતો જણાવો.
વિદ્યાર્થીની ઉંમર
ઉપલબ્ધતા
સંચાલન અને ઉપયોગ
સક્રિય ભાગીદારી
નિર્ભરતા
27. ઇ-મેલનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?
ઇન્ટરનેટ ઉપર ટેક્સ્ટ, ડોક્યુમેન્ટ, ચિત્રો, વોઇસ મેસેજ, લિંક વગેરે માહિતીની આપ - લે કરવા માટે ઇ - મેઇલનો સૌથી વધુ ઉપયોગ કરવામાં થાય છે.
28. શૈક્ષણિક બ્લોગ બનાવવાના ઉપયોગો જણાવો.
શાળા કે શિક્ષકો પોતાના દ્વારા થતી તમામ પ્રવૃત્તિઓ બ્લોગ પર રજૂ કરી શકે છે.
વાલીઓ અને સમાજને શાળાકીય પ્રવૃત્તિઓથી માહિતગાર રાખી શકાય છે.
કોમેન્ટ દ્વારા શિક્ષકો અને વાલીઓના પ્રતિભાવો જાણી શકાય છે.
દૈનિક પ્રવૃતિઓની વિગતો બ્લોગ પર નિયમિત રીતે રજૂ કરી શકાય છે.
વર્ગમાં કે શાળામાં થયેલ પ્રવૃત્તિઓના અહેવાલ તૈયાર કરીને મૂકી શકાય છે.
વર્ગ કે શાળામાં ભવિષ્યમાં થનારી પ્રવૃત્તિઓના આયોજનો વિશે અગાઉથી જાણ કરી શકાય છે.
બ્લોગ ઉપર ધોરણવાર કે વિષયવાર પેજ વિકસાવી વિવિધ પ્રકારનું સાહિત્ય વિદ્યાર્થીઓ માટે મૂકી શકાય છે.
29. Wiki ની સ્થાપક કોણ છે અને wiki ના બે ફાયદા જણાવો.
કનિંગહામ નામના અમેરિકન પ્રોગ્રામર દ્વારા ઈ. સ. 1995 માં વિકસાવવામાં આવ્યું હતું.
ફાયદા - ઇન્ટરનેટ ઉપર દરેક વ્યક્તિ માટે તદ્દન મફતમાં ઉપલબ્ધ છે.
તમે તમારા રસના વિષય ઉપર લખાણ લખી શકો છો અને અન્ય વ્યક્તિઓ તેમાં માહિતી ઉમેરી ફાળો આપી શકે છે.
30. લર્નર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું ?
લર્નર મેનેજમેન્ટ સિસ્ટમ એ લર્નર એક્ટિવિટી મેનેજમેન્ટ સિસ્ટમ (Learner Activity Management System - LAMS) તરીકે પણ ઓળખાય છે. LAMS એ એક બિન નફાકારક સંસ્થા (NGO) છે. આ સંસ્થા અધ્યયનની સંકલ્પનાઓમાં સંશોધન અને વિકાસનું સંચાલન કરે છે. આ ફાઉન્ડેશન ઓસ્ટ્રેલિયાની મેકવેર યુનિવર્સિટીમાં મેકવેર ઇ - લર્નિંગ સેન્ટર ઓફ એક્સેલેન્સનો એક ભાગ છે. પ્રો. જેમ્સ ડાલઝીએલ ઇ - લર્નિંગ સેન્ટરના ડાયરેક્ટર અને LAMS ફાઉન્ડેશનના શોધક છે. લર્નર મેનેજમેન્ટ સિસ્ટમ આંતરક્રિયાત્મક અધ્યયન પ્રવૃત્તિઓ વિકસાવવાનું એક નવું ક્રાંતિકારી ટૂલ છે.
31. EPUB માટે કોઇ પણ બે લોકપ્રિય એન્ડ્રોઇડ એપના નામ આપો
Aldiko
Universal Book
32. પોડકાસ્ટીંગ કોને કહે છે ?
કમ્પ્યૂટરની મદદથી કોઈ માહિતીને ઓડિયો સ્વરૂપે રજૂ કરવામાં આવે તેને ‘Podcasting’ કહે છે.
કોઈપણ પ્રકારનું સાહિત્ય કે સામગ્રી જે ઓડિયો સ્વરૂપમાં હોય તેને ‘પોડકાસ્ટ’ કહે છે. દા.ત. આપણે ઇન્ટરનેટ ઉપર કોઈ લેખ કે માહિતી વાંચતા હોઈએ ત્યારે તે ટેક્સ્ટ એટલે કે લખાણ સ્વરૂપે હોય છે. એના એ જ લેખને જો કોઈ વ્યક્તિ દ્વારા અવાજમાં રેકોર્ડ કરી ઓડિયો સ્વરૂપે રજૂ કરવામાં આવે તો તેને 'પોડકાસ્ટ' કહે છે
33. ઓડિયો/વીડિયો સ્ટ્રીમિંગનો શિક્ષણમાં ઉપયોગ જણાવો.
શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફેસબુક પર સ્ટ્રીમિંગ કરી શકે છે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓ યુટ્યુબ ચેનલ બનાવી પોતાના વિષયને લગતા વીડિયો લેકચર તેમાં અપલોડ કરી શકે છે.
ફેસબુક અને યુટ્યુબ આ બંને માધ્યમો ઉપર લાઇક અને કોમેન્ટની સુવિધા છે. તે ઉપરથી પ્રસારિત વીડિયો સંદર્ભે પ્રતિભાવો મેળવી શકાય છે.
યુટ્યુબ ટ્યુબ વીડિયોને ડાઉનલોડ કરી તેને અનુકૂળ સમયે એકથી વધુ વાર ઇન્ટરનેટ વગર જોઈ શકાય છે.
34. મૂકનું પૂરું નામ આપી તેનો અર્થ જણાવો .
Mooc પૂરું નામ Massive Open Online Course છે.
જયાં Massive એટલે વિશાળ જનસમુદાય માટે Open એટલે સાર્વજનિક, બધા માટે ખુલ્લું મુકાયેલ. Online એટલે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા Courses એટલે અભ્યાસક્રમો અર્થાત્, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વિશાળ જનસમુદાય માટે સાર્વજનિક સ્તરે મફતમાં મૂકાયેલ અભ્યાસક્રમ એટલે MOOC.
35. MOOC ના પ્રકારો જણાવો.
xMOOC
eMOOC
quasiMOOC
SPOC
36. MOOCના ફાયદાઓ જણાવો.
1. બધા માટે ઉપલબ્ધ છે અર્થાત્ સમય અને સ્થળનું બંધન નથી.
2. આજીવન શિક્ષણ માટેનું અમોધ શસ્ત્ર છે.
3. વ્યાવસાયિકો માટે રસના અથવા આવશ્યક વિષયોનું શિક્ષણ મેળવવાનું શક્ય છે.
4. સમય અને સ્થળનું બંધન નથી.
5. અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે આશીર્વાદરૂપ છે.
6. પ્રવેશ માટે ઉંમર, લાયકાત કે અન્ય પ્રમાણપત્રોની જરૂરિયાત પડતી નથી.
7. નાણાંકીય દૃષ્ટિએ ઓછા ખર્ચાળ છે.
8. વિષય નિષ્ણાતો પાસે ભણવાની તક મળે છે.