1. ભાષા એટલે શું ?
કોઈ પણ દેશ અથવા વિસ્તા૨ માં ૨હેતા માનવોની પરસ્પર પ્રત્યાયન કરવા માટેની પદ્ધતિસરની ઉચ્ચાર પ્રણાલીને ભાષા કહી શકાય.
2. ભાષાની વ્યાખ્યા આપો.
1. પ્લેટોના મતે 'વિચાર અને ભાષા વચ્ચે બહુ ઓછું અંતર છે. વિચાર આત્માની મૌન અથવા અધ્વન્યાત્મક વાતચીત છે અને એ જ શબ્દ ધ્વન્યાત્મક બનીને હોઠો ઉપ૨ પ્રકટ થાય ત્યારે ભાષા કહેવાય છે.'
2. સ્વીટના મત અનુસાર 'વન્યાત્મક શબ્દો દ્વારા વિચારોને પ્રગટ કરવા તેને જ ભાષા કહેવાય છે.'
3. વેન્દ્રિય મતે ભાષા એક પ્રકારના ચિહ્નો છે. આવા ચિહ્નોનો આશય પ્રતીકોથી છે. એવા પ્રતીકો કે જેના દ્વારા માનવ પોતાના વિચારો બીજા સમક્ષ પ્રગટ કરતા હોય છે. આ પ્રતિકો અનેક પ્રકારના હોય છે જેમકે નેત્ર ગ્રાહ્ય, શ્રોત્ર ગ્રાહ્ય અને સ્પર્શ ગ્રાહ્ય વસ્તુતઃ ભાષાની દૃષ્ટિએ શ્રોત્ર ગ્રાહ્ય પ્રતીકો જ સર્વશ્રેષ્ઠ છે.
4. બ્લૉક અને ટ્રૅગરના મતે ‘ભાષા યાદચ્છિક ભાસ પ્રતીકોનું તંત્ર છે કે જેના દ્વારા સામાજિક સમૂહ પરસ્પર સહયોગ કરી શકે છે.’
5. એ.એચ. ગર્ડીબર ના મતે વિચારોની અભિવ્યક્તિ માટે જે સ્પષ્ટ ધ્વની સંકેતોનો વ્યવહાર કરવામાં આવે છે, તેમના સમૂહોને ભાષા કહે છે.
6. એરિસ્ટોટલ ભાષાને ધ્વનિનું પ્રતિકાત્મક સ્વરૂપ કહે છે. મનુષ્ય દ્વારા આ સર્જાયેલ ધ્વનિ સંકેતો એના વિચારો, લાગણીઓ, કલ્પનાઓ અને ઈચ્છાઓ અભિવ્યક્ત કરી શકે છે. મૂર્ત અને અમૂર્ત પ્રકારના ધ્વનિ સંકેતો અર્થસભર વાક્યો - રચે છે અને એ ભાષામાં પરિણમે છે.
7. અમેરિકન ભાષાશાસ્ત્રી એડવર્ડ સપિરના મતે ભાષા સંપૂર્ણપણે માનવ દ્વા૨ા રચાયેલી; વિચારો, સંવેદનો, ઈચ્છાઓ વગેરેને અભિવ્યક્ત કરવાની ધ્વનિમય સંકેત વ્યવસ્થા છે.
3. બોલી અને ભાષાનો અર્થ જણાવો.
ભાષા એટલે એક મોટા વિસ્તારમાં બોલાતી તે પ્રદેશના લોકોની પ્રાદેશિક ભાષા.
કોઇ પ્રદેશના નાના જૂથના લોકો બોલતા હોય તેવી ભાષાને બોલી કહેવામાં આવે છે.
4. પ્રાદેશિક બોલી કોને કહે છે ?
કોઈ વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્ર સાથે સંકળાયેલી ભાષાનું પેટા જૂથ છે. દરેક ભૌગોલિક ક્ષેત્ર સાથે કોઈ ને કોઈ બોલી સંકળાયેલી હોય છે. જેને પ્રાદેશિક બોલી તરીકે ઓળખી શકાય.
5. વંશીય બોલી કોને કહે છે ?
અમુક વંશના લોકો કોઈ એક સમયે નિશ્ચિત સ્થળે રહેતા હોઈ, એક બોલી વિકસાવે છે અને ત્યારબાદ તે અન્ય સ્થાને રહેવા જતા પોતાની સાથે પોતાની બોલી લેતા જાય છે. જેને વંશીય બોલી કહે છે.
6. ભારતનાં બંધારણની કલમ ૩૪૫ નાં પરિચ્છેદ ૮ માં મુકવામાં આવેલ ૨૨ અધિકૃત ભાષાનાં નામ જણાવો.
(1) આસામીઝ / (Axomiya) (2) બંગાળી (3) બોડો (4) ડોગરી (5) ગુજરાતી (6) હિન્દી (7) કન્નડ (8) કાશ્મીરી (9) કોંકણી (10) મૈથિલી (11) મલયાલમ (12) મણિપુરી , મૈતૈયા, મૈતૈ, મૈથૈઇ (13) મરાઠી (14) નેપાળી (15) ઉડિયા (16) પંજાબી (17) સંસ્કૃત (18) સંથાલી (19) સિંધી (20) તમિલ (21) તેલુગુ (22) ઉર્દૂ
7. શાસ્ત્રીય ભાષાના નામ આપો.
તમિલ, સંસ્કૃત, કન્નડ, તેલુગુ, મલયાલમ, ઓડિયા
8. ભાષાનાં અધ્યયન ઉપર અસર કરતાં પરિબળોના નામ જણાવો.
1. ભૌતિક પરીબળો : અધ્યેતાનું સ્વાસ્થ્ય, શારીરિક ખોડખાંપણ, જાતિ, અધ્યેતાની ઉંમર
2. મનોવૈજ્ઞાનિક પરીબળો : બુદ્ધિપ્રતિભા, ધ્યાન, રસ, યોગ્યતા, હેતુ, ઈરાદો, થાક
3. સામાજિક પરીબળો : ઘર, પરિવાર, મિત્ર વર્તુળ, શાળા, ચૅટિંગ ગ્રુપ, સમૂહ માધ્યમો, સામાજિક પ્રસંગો
9. પ્રથમ ભાષા અધિગ્રહણ ના સોપાનો જણાવો.
- સ્વરઉચ્ચાર
- બબડવું
- એક શબ્દ ઉચ્ચારણ
- બે શબ્દ ઉચ્ચારણ
- બહુશબ્દ
10. દ્વિતીય ભાષા અધિગ્રહણના સોપાનો જણાવો.
- પૂર્વ ઉત્પાદન સોપાન
- અગ્ર ઉત્પાદન
- સંભાષણ ઉદ્દભવ
- મધ્યમ પ્રવાહિતા
- ભાષા પારંગતતા
11. ભાષા વિકાસનાં સિદ્ધાંતો જણાવો.
અંત: ક્રિયાત્મક સિદ્ધાંત
સ્વદેશી સિદ્ધાંત
12. મેટાલિંગ્વીસ્ટીક જાગૃતિ એટલે શું ?
- મેટાલિંગ્વીસ્ટીક જાગૃતિ એટલે ભાષાના વૈવિધ્યને જાણીને ભાષાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવા માટેની જાગૃતિ.
- જ્યારે બોલવામાં આવતી ભાષાના તમામ પાસાઓને સમજીને, તેના ગર્ભિત વિશિષ્ટ અર્થોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા વિકસાવવા માટેની ભાષા સંદર્ભિત વ્યક્તિગત જાગૃતિ એટલે મેટાલિંગ્વીસ્ટીક જાગૃતિ.
- ભાષામાં રહેલા વિવિધ ઘટકો જેવા કે સમાનાર્થી શબ્દો, વિશેષણો, ભાષાની અર્થછાયાઓ, ભાષા ઉચ્ચારણની વિવિધતાઓ, નવા પ્રકારના શબ્દપ્રયોગો અને અલગ રીતે રજૂ થતી વાક્ય રચનાઓ. ભાષાની આ તમામ વિવિધતાઓ તરફ જાગૃત થવાની પ્રક્રિયાને મેટાલિંગ્વીસ્ટીક જાગૃતિ તરીકે ઓળખવામાં આવે છે.
13. મેટાલિંગ્વીસ્ટીક જાગૃતિના સંદર્ભમાં શ્રવણનો અર્થ જણાવો.
- સાંભળેલ ભાષાનું અર્થઘટન કરવાની અને તે દ્વારા બોલાયેલ વાક્યોની સમજને સ્પષ્ટ ક૨વાની પ્રક્રિયા એટલે શ્રવણ.
- શ્રવણનો અર્થ અહીં બોલાતી ભાષાને ધ્યાનપૂર્વક સાંભળવી તેમજ તેનો અર્થ સમજવો એવો થાય છે. જે ભાષા શીખવાની હોય તે ભાષા સાંભળવી જરૂરી બને છે. સાંભળ્યા વગર કોઈ ભાષા આવડતી નથી. પરંતુ શ્રવણ એ કેવળ સાંભળવાની પ્રક્રિયા નથી. તે સાંભળ્યા પછી અર્થગ્રહણ કરવાની પ્રક્રિયા પણ છે.
14. શ્રવણના પ્રકારો જણાવો.
- સામાન્ય શ્રવણ
- મનોરંજન માટેનું શ્રવણ
- વ્યવસાયલક્ષી શ્રવણ
- પસંદગીયુક્ત શ્રવણ
- ઊંડાણપૂર્વકનું શ્રવણ
- જટિલ શ્રવણ
15. મેટાલિંગ્વીસ્ટીક જાગૃતિના સંદર્ભમાં કથન કોને કહે છે ?
“કોઈ પણ વ્યક્તિ કોઈપણ ભાષામાં જ્યારે પોતાના વિચારો, લાગણી માન્યતાઓ, નિર્ણય અથવા અનુભૂતિને શાબ્દિક રીતે અભિવ્યક્ત કરે છે ત્યારે તેને કથન કહેવામાં આવે છે.”
16. કથનના ઘટકો જણાવો
- વાણીનું સાતત્ય,
- વ્યાકરણ શુદ્ધિ,
- શબ્દ ભંડોળ,
- ઉચ્ચાર શુદ્ધિ,
- બોલવાની લઢણ,
- વિચારની સ્પષ્ટતા,
- હાવભાવ અને આત્મવિશ્વાસ
17. વાંચનનો અર્થ જણાવો.
- દ્રશ્ય સંકેતો ઉકેલવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને વાંચન પ્રક્રિયા કહેવામાં આવે છે.
- વાંચન એટલે લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિના દશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા.
- વાંચન એ તર્કની પ્રક્રિયા છે.
18.મેટાલિંગ્વીસ્ટીક જાગૃતિના સંદર્ભમાં વાંચનના પ્રકારો જણાવો.
મુખવાંચન
મૂકવાંચન
19. બાળકોને શીખવવા માટેની પ્રચલિત ચાર પદ્ધતિઓના નામ જણાવો.
- અનુકરણ પદ્ધતિ
- પૅસ્ટોલૉજીની રચનાત્મક પદ્ધતિ
- તુલના પદ્ધતિ
- મૉન્ટેસરી પદ્ધતિ
20. વાંચનના ઉદ્દેશ્યો જણાવો.
- શબ્દના અર્થ સમજવા.
- શબ્દોની ઓળખ કરવી.
- વાક્યોના અર્થગ્રહણ કરવા.
- લખાયેલી સામગ્રીમાં રહેલ જ્ઞાન પ્રાપ્ત કરવું.
- લેખિત અભિવ્યક્ત થયેલી બાબતો સામે પ્રતિક્રિયા આપવી.
- વાંચન પછી નિર્ણય લેવો.
- વાંચનમાંથી મેળવેલ માર્ગદર્શનને કારણે વિચારોમાં પરિવર્તન લાવવું.
- વાંચન બાદ વર્તન - પરિવર્તન લાવવું.
- અર્થગ્રહણ અને તુલનાત્મક તર્ક - પ્રક્રિયાનો વિકાસ કરવો.
21. વાંચનના પ્રકારો જણાવો.
- સ્વતંત્ર વાંચન
- માર્ગદર્શિત વાંચન
- સહભાગી વાંચન
- મોટેથી વાંચન
- શાંત વાંચન
22. વાંચન શીખવવાની પદ્ધતિઓ જણાવો.
- વર્ણમાળા પદ્ધતિ
- ઉચ્ચાર શાસ્ત્રીય પદ્ધતિ
- શબ્દ પદ્ધતિ
- શબ્દ સમૂહ પદ્ધતિ
- વાક્ય પદ્ધતિ
23. વાંચનની પ્રયુક્તિઓ જણાવો. અથવા વાંચન વ્યૂરચનાઓ...
- સ્કેનિંગ
- સ્કીમિંગ
- કોલમનર વાંચન
- ચાવીરૂપ શબ્દોનું વાંચન
24. સ્કેનિંગ કોને કહે છે ?
કેટલીક વખત વાંચન દરમિયાન ઓછા સમયમાં મહત્ત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવી જરૂરી બનતી હોય છે. આવા સમયે ઓછા સમયમાં ઝડપભેર ઘણી મોટી માહિતીમાંથી આવશ્યક માહિતી મેળવવા માટે વાચક તે માહિતી ઉ૫૨ ઝડપથી નજર ફેરવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાચક પોતાને જરૂરી હોય તેવી વાંચન આ સામગ્રી જેવીકે નિશ્ચિત માહિતી, આકૃતિ, નામ, સંખ્યા, આંકડા, આવશ્યક વ્યાખ્યા જેવી બાબતો ગ્રહણ કરી લે છે તેને સ્કેનિંગ કહે છે.
25. સ્કીમિંગ કોને કહે છે ?
વાચક જ્યારે ખૂબ ઝડપથી વાંચન સામગ્રીમાંથી વાંચન કરીને આવશ્યક માહિતી પ્રાપ્ત કરી લે છે ત્યારે તે સ્કીમિંગ કહેવામાં આવે છે.
26. વાંચન સામગ્રીના પ્રકારો જણાવો.
1. નિરૂપણાત્મક વાંચન સામગ્રી,
2. વર્ણનાત્મક વાંચન સામગ્રી
27. આદાન - પ્રદાન યુક્ત લેખનસામગ્રી કોને કહે છે ? ઉદાહરણ આપો.
- કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે જે લેખિત વિચારો અથવા સંવેદનાઓ નું આદાન પ્રદાન કરે છે તે આદાન - પ્રદાન યુક્ત લેખનસામગ્રી કહે છે.
- પત્રવ્યવહાર, આંતરિક મેમોરેન્ડમ્, ઍજન્ડા, ઇન્ટરવ્યૂ, બે જણ વચ્ચેનો સંવાદ, બે સંસ્થાઓ વચ્ચે પત્રવ્યવહાર, મિટિંગમાં થયેલ ચર્ચાનું લેખન વગેરે આદાન - પ્રદાન યુક્ત અધ્યયન સામગ્રીના ઉદાહરણ છે.
28. ચિંતનાત્મક લેખનસામગ્રી કોને કહે છે ?
લેખક પોતાના મૌલિક વિચારોને પોતાના ચિંતન સ્વરૂપે, સંવેદનાઓ અને ભાવનાઓ સ્વરૂપે, રચનાત્મક રીતે રજૂ કરે છે ત્યારે તેને ચિંતનાત્મક લેખનસામગ્રી કહે છે.
29. લેખન સામગ્રીના પ્રકાર જણાવો
સંક્ષિપ્ત લેખન સામગ્રી
બૃહદ લેખનસામગ્રી
30. લેખન એટલે શું ?
- અક્ષરો, આલ્ફાન્યુમેરિક ચિન્હો અને પ્રતીકો દ્વારા સંદેશા, વિચારો, અભિપ્રાયો અને સંવેદનાઓનું પ્રત્યાયન કરી શકાય તે માટેનો માર્ગ ને લેખન કહે છે.
- ભાષાના વિવિધ ઘટકો જેવાકે વક્તવ્ય, બોલવાની લઢણ, ઉચ્ચારો અને વિરામચિહ્નોના પ્રતીકોને આકૃતિ સ્વરૂપે નિશ્ચિત કરેલા સંકેતો અને પ્રતીકોના સમૂહનો ઉપયોગ કરીને દશ્ય સ્વરૂપમાં દર્શાવવાની તકનીક ને લેખન કહે છે.
31. લેખનની પ્રયુક્તિઓ અથવા પ્રવિધિઓ જણાવો.
- નોંધ બનાવવી.
- સંક્ષિપ્ત લખાણ લખવું.
- વાંચન અને લેખન વચ્ચે જોડાણ કરવું.
33. નોંધ બનાવવી કોને કહે છે ?
જ્યારે કોઈ વિશિષ્ટ પ્રકારના સ્રોતમાંથી મળેલી માહિતીને ઝડપથી સમજી શકાય તેમજ મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર પૂરતું ધ્યાન આપી શકાય તેવી રીતે લખવામાં આવે તો તેને ‘નોંધ બનાવવી’ કહેવામાં આવે છે.
34. શ્રેષ્ઠ નોંધના લક્ષણો જણાવો.
- સમગ્રનું પ્રતિનિધિત્વ
- સંક્ષિપ્ત
- સ્પષ્ટ
- સુંદર
- સરળ
- વ્યાકરણ શુદ્ધ
- પારિભાષિક શબ્દોનો ઉપયોગ
35. સંક્ષિપ્તીકરણ અથવા સંક્ષિપ્ત લખાણ કોને કહે છે ?
- કોઈપણ લાંબા લખાણમાંથી મહત્ત્વની આવશ્યક માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે લખવાની આવડત છે. દરેક પ્રકારના લખાણમાં મહત્ત્વની બાબતને શોધી લઈને સારાંશ રૂપે તેને રજૂ કરવી એટલે સંક્ષિપ્ત લખાણ લખવું. બે અથવા ત્રણ પેજનું લખાણ એકાદ ફકરામાં આવી જાય એવી રીતે લખવું એટલે સંક્ષિપ્ત લખાણ લખવું.
- મુખ્ય માહિતી સ્ત્રોતના અગત્યના તમામ મુદ્દાઓનો સમાવેશ થાય તે રીતે ઓછા શબ્દોમાં સાર રૂપે લખવામાં આવે ત્યારે તેને સંક્ષિપ્તીકરણ કહેવામાં આવે છે.
- કોઈ વસ્તુના મુખ્ય મુદ્દાઓનો સારાંશ કાઠવો.
- સંપૂર્ણ લેખનો ખૂબ ઓછા શબ્દોમાં કાઢવામાં આવેલો સારાંશ.
36. સંક્ષિપ્તીકરણ માટેના સોપાનો જણાવો.
- સાહિત્યનું વાંચન
- સાહિત્યના નાના વિભાગો પાડવા
- દરેક વિભાગમાં મુખ્ય મુદ્દાઓની ઓળખ
- સારાંશ લખો
- સાહિત્યના સંદર્ભમાં સંક્ષિપ્ત કરેલા મુદ્દાઓનું મુલ્યાંકન
37. બાળકોના લેખનનું વિશ્લેષણ કયાં હેતુસર કરવામાં આવે છે ?
- બાળકોના હસ્તાક્ષર સુધારવા .
- બાળકોની લેખન ક્ષમતા વધા૨વા .
- બાળકો લેખન દ્વારા ઉચ્ચ ચિંતનાત્મક વિચારોની લેખિત અભિવ્યક્તિ કરી શકે.
38. વર્ગખંડની ભાષા કોને કહે છે ?
"જ્ઞાનાત્મક તથ્યોને વિદ્યાર્થીઓ સુધી સાંપ્રત સંદર્ભોમાં પહોંચાડવા માટે વર્ગખંડમાં વપરાતી રોજબરોજની ભાષા એટલે વર્ગખંડની ભાષા"
39. ભારતીય વર્ગખંડમાં ભાષા વૈવિધ્યના કારણો જણાવો.
- ભૌગોલિક ક્ષેત્રનો પ્રભાવ
- સામાજિક વિસ્તારનો પ્રભાવ
- આર્થિક ક્ષેત્રનો પ્રભાવ
- રાજનૈતિક વિસ્તારનો પ્રભાવ
- સાંસ્કૃતિક વિસ્તારનો પ્રભાવ
- માતા - પિતાની શૈક્ષણિક યોગ્યતાનો પ્રભાવ
40. વર્ણન એટલે શું ?
વિદ્યાર્થીઓ સમક્ષ અધ્યયન વિષય સંદર્ભે રજૂ કરવામાં આવેલ ચિત્ર, આકૃતિ, આલેખ, નમુનો કે અન્ય શૈક્ષણિક સામગ્રીના તમામ પાસાઓને વિગતવાર શાબ્દિક રીતે રજૂ કરવાની પ્રક્રિયાને વર્ણન કહે છે.
41. અહેવાલ એટલે શું ?
અહેવાલ એટલે બની ગયેલી અથવા બની રહેલી ઘટના સંદર્ભિત વ્યક્તિએ કરેલ ઇરાદાપૂર્વકની સ્પષ્ટ અને ગંભીર નોંધ.
42. અહેવાલના પ્રકારો જણાવો.
- સામાન્ય અહેવાલ / વિશિષ્ટ અહેવાલ
- લાંબો અહેવાલ / ટૂંકો અહેવાલ
- માહિતીપ્રદ અહેવાલ / વિશ્લેષણાત્મક અહેવાલ
- વ્યક્તિગત અહેવાલ / સામૂહિક અહેવાલ
- સંખ્યાત્મક અહેવાલ / વર્ણનાત્મક અહેવાલ
- આંતરિક અહેવાલ / બાહ્ય અહેવાલ
- સામયિક અહેવાલ
- કાર્યક્રમ અહેવાલ
43. દલીલોના મુખ્ય ચાર પ્રકાર જણાવો.
- નિગમનાત્મક દલીલ
- આગમનાત્મક દલીલ
- ટોલમીન દલીલ
- રોગેરિયન દલીલ
44. વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થીનો સંબંધ તંદુરસ્ત બને તે માટે કયાં ઉપાયો અજમાવવા જોઈએ.
- વર્ગખડનું વાતાવરણ
- સાંવેગિક પ્રોત્સાહન
- વિધાર્થીઓ સાથે રામત ગમત
- વાસ્તવિક બનો
- વિદ્યાર્થીઓને ધ્યાનથી સાંભળો
- વિધાર્થીઓની જાણકારી મેળવો
- રમૂજવૃત્તિ
- વાલીઓ સાથે સંબંધ