1. વર્ણ નો અર્થ આપો.
- વર્ણો મુખમાંથી નીકળતા ધ્વનિઓ (અવાજો) હોય છે.
- બધા જ ધ્વનિઓ વર્ણો નથી હોતાં (દા.ત. ગુજરાતી ભાષામાં ખોંખારો, ડચકારો જેવાં ધ્વનિઓ વર્ણો નથી. ‘ક’ ‘મ’ ‘વ’ વગેરે વર્ણો છે.)
- વર્ણોના જોડાણ અને ગોઠવણીથી અર્થદર્શક શબ્દ એકમો રચાય છે.
- વર્ણ એ ભાષાનો નાનામાં નાનો ઘટક છે.
2. ભાષા એટલે શું ?
"ભાષા એટલે માનવસમાજમાં સહકાર અને વ્યવહાર માટે વપરાતું યાદચ્છિક ઉચ્ચાર્ય સંકેતોનું સંઘટિત તંત્ર"
3. ધ્વનિ કોને કહે છે ?
ફેફસામાંથી નીકળતી હવા કોઈ પણ સ્થાન સાથે અવરોધાઈને મુખ વાટે બહાર નીકળી બહારની હવા સાથે ઘર્ષણ પામી આંદોલિત થાય છે. તેથી અવાજમાં પરિવર્તન થાય છે. જેને આપણે ધ્વનિ કહીએ છીએ
4. ઉચ્ચારણની પ્રક્રિયાાનાં વિવિધ અંગોના નામ જણાવો.
- ફેફસાં
- શ્વાસનળી
- સ્વરપેટી
- નાદતંત્રીઓ
- પડજીભ
- તાળવું
- જીભ
- દાંત
- હોઠ
5. અઘોષ ધ્વનિ કોને કહે છે ?
નિષ્કંપ અવસ્થા વખતે થતા ધ્વનિને અઘોષ કહેવાય. ક - ખ - ચ - છ - ટ - ઠ - ત - થ - ૫ - ફ વગેરે વર્ણો અઘોષ છે.
6. ઘોષ ધ્વનિ કોને કહે છે ?
સકેત અવસ્થા વખતે થતા ધ્વનિને ઘોષ કહેવાય. ગ - ઘ - જ - ઝ - ડ - ઢ - દ - ધ -બ - ભ વગેરે અને બધા જ સ્વરો ઘોષ છે.
7.સ્વર કોને કહે છે ?
- જે ધ્વનિનો કોઇ પણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચાર થઈ શકે તેને સ્વર કહે છે.
- જે હવા અવરોધ વગર જ પસાર થાય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને સ્વર કહે છે.
8. વ્યંજન કોને કહે છે ?
જો હવા ઓછા કે વધુ અવરોધ સાથે પસાર થાય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને વ્યંજન કહે છે.
9. સ્વરના મુખ્ય બે પ્રકારના નામ જણાવો.
- હ્રસ્વ સ્વર
- દીર્ઘ સ્વર
10. હ્રસ્વ સ્વર કોને કહે છે ?
જેના ઉચ્ચારણમાં ઓછો સમય લાગે છે એટલે કે જેનો સાંકડો ઉચ્ચાર થાય છે તેને હ્રસ્વ સ્વર કહે છે જેમ કે - અ, ઇ, ઉ, ઋ, આ ચાર સ્વરનો ઉચ્ચાર ટૂંકો (હ્રસ્વ) છે માટે તે હ્રસ્વ સ્વર કહેવાય છે મ.
11. દીર્ધ સ્વર કોને કહે છે ?
જેના ઉચ્ચારણમાં વધુ સમય લાગે છે એટલે કે જેનો પહોળો ઉચ્ચાર થાય છે તેને દીર્ઘ સ્વર કહેવાય છે. જેમ કે આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ આ સ્વરોનો ઉચ્ચાર દીર્ઘ (લાંબો) છે. તેથી તે દીર્ધ સ્વર કહેવાય છે.
12. સંયુક્તદીર્ધ સ્વર કોને કહેવાય ?
આ સ્વરોમાંના એ, ઐ, ઓ, ઔ, આ સ્વતંત્ર સ્વર નથી. પણ જુદાં જુદાં સ્વરની મેળવણીથી બન્યાં છે. ‘અ’ કે ‘આ’ ની સાથે ‘ઈ’ કે ‘ઈ’ મળતાં એ, ‘અ’ કે ‘આ’ ની સાથે ‘ઉ’ કે ‘ઊ’ મળતાં ‘ઓ’ ‘અં’ કે ‘આ’ ની સાથે ‘અ’ મળતાં ‘ઐ’ ‘અ’ કે ‘આ’ ની સાથે ‘ઓ’ મળતાં ‘ઔ’ થાય છે. આથી તે સંયુક્તદીર્ધ સ્વર કહેવાય છે.
13. સંધિ સ્વર કોને કહે છે ?
એ, ઐ, ઓ, ઔ, અને બીજા ત્રણ આ, ઈ, ઉ, એમ સાત સ્વરોને સંધિત સ્વર અથવા સંધિ સ્વર કહેવામાં આવે છે.
14. સજાતીય અને વિજાતીય સ્વર કોને કહે છે ?
એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરો આપસ આપસના સંબંધને લીધે સજાતીય કે સપર્ણ કહેવામાં છે.
જુદાં જુદાં સ્થાનોમાંથી બોલાતાં સ્વરો વિજાતીય કે અસર્વણ સ્વરો કહેવાય છે.
15. વ્યંજન કોને કહે છે ?
જે અક્ષરનો ઉચ્ચાર કરવામાં સ્વરની મેળવણી કરવી પડે છે . એટલે કે સ્વરની મેળવણી કર્યા પછી જે સહેલાઈથી બોલી શકાય છે તે વ્યંજન કહેવાય છે.
ક્, ખ્, ગ્ , ધ્, ચ્, છ્, જ્, ઝ્, ઞ્, ટ્, ઠ્, ડ્, ઢ્, ણ્, ત્, થ્, ધ્, ન્, પ્, ફ્, બ્, ભ્, મ્, ય્, ર્, લ્, વ્, શ્, ષ્, સ્, હ્, ળ્ વગેરે વ્યંજનો છે.
16. વ્યંજનના પ્રકાર જણાવો.
- કંઠ્ય
- તાલવ્ય
- મૂર્ધન્ય
- મૂર્ધન્ય
- ઓષ્ઠય
17. ઉષ્માક્ષર કોને કહે છે ?
ઉષ્માક્ષર : શ્, ષ્, સ્ અને હ્ નો ઉચ્ચાર કરતી વખતે અવાજમાં વેગ કે જોશ આવે છે, તેથી એ ઉષ્માક્ષર કહેવાય છે.
18. ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન કોને કહે છે ?
ઘોષ વ્યંજનો : કેટલાંક વ્યંજનો બોલતાં કોમળ કે મૃદુ અવાજ નીકળે છે. આવા વ્યંજનોને ઘોષ વ્યંજનો કહેવાય છે. દરેક વર્ગના છેલ્લાં ત્રણ એટલે કે ગ્, ઘ્, ઙ્, જ્, ઝ્, ઞ્, ડ્, ઢ્, દ્, ધ્, ન્, પ્, બ્, ભ્, મ્, ય્, ર્, લ્, વ્, હ્, ળ્, એ 21 વ્યંજનો ઘોષ વ્યંજનો છે.
અઘોષ વ્યંજનો : દરેક વર્ગના પહેલા બે એટલે કે ક્, ખ્, ચ્, છ્, ટ્, ઠ્, ત્, થ્, પ્, ફ્, અને શ્, ષ્, સ્ એ 13 વ્યંજનો બોલતાં અવાજ કોમળ નહિ પણ કઠોર નીકળે છે, તેથી તે અઘોષ વ્યંજનો કહેવાય છે.
19. અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનો કોને કહે છે ?
મહાપ્રાણ વ્યંજનો : ગ્, ઘ્, છ્, ઝ્, ઠ્, ઢ્, પ્, ધ્, ફ્, ભ્, શ્, ષ્, સ્, હ્ વ્યંજનોનો ઉચ્ચાર કરતી વખતે વધુ પ્રાણવાયુની જરૂર પડે છે, તેથી તે મહાપ્રાશ વ્યંજનો કહેવાય છે.
અલ્પપ્રાણ વ્યંજનો : ક્, ખ્, ઙ્, જ્, ઞ્, ટ્, ડ્, ણ્, ત્, દ્, ન્, પ્, બ્, મ્, ય્, ૨, લ્, વ્, ળ્ આ વ્યંજનોનો ઉચ્ચાર કરવામાં ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે, તેથી એ વ્યંજનો અલ્પપ્રાણ વ્યંજનો કહેવાય છે.
20. અર્ધસ્વર એટલે શું ?
અર્ધસ્વર : શબ્દોમાં બીજા સ્વરો સાથે જોડાતાં કેટલીકવાર ઈ, ઉ, ઋ, લૃ એ સ્વરોમાંથી અનુક્રમે ય્, ૨્, લ્, વ્ વ્યંજનો બને છે તેથી આ વ્યંજનો અર્ધસ્વર કહેવાય છે.
21. અનુસ્વાર કોને કહે છે ?
ઊંટ, ઈંટ, કુંવારું, ઈંધણ જેવાં શબ્દોમાં અનુસ્વારનો ઉચ્ચાર નાકમાંથી સાદી રીતે થાય છે તેને કોમળ અનુસ્વાર કહે છે.
22. સમાનાર્થી શબ્દ કોને કહે છે ?
- સમાનાર્થી = સમાન + અર્થી. એટલે કે સમાન અર્થ આપનાર. હકીકતમાં સમાનાર્થી શબ્દમાં સમાનાર્થ શબ્દ છૂપાયેલ છે. સમાનાર્થ એટલે સમાન અર્થ. જયારે સમાનાર્થી એટલે સમાન અર્થ ધરાવતો શબ્દ.
- એવાં જેમનો અર્થ સમાન થાય છે, અથવા તો લગભગ સમાન થાય તો તેવાં શબ્દોને આપણે સમાનાર્થી શબ્દો કહેવાય.
- સમાનાર્થી એવાં શબ્દો છે જે સરખો કે લગભગ સરખો અર્થ ધરાવતા શબ્દ છે. બીજી રીતે કહીએ તો કોઈ એક શબ્દ અન્ય બીજા કોઈ શબ્દ સાથે સમાન અર્થ ધરવતો હોય તો તે શબ્દો સમાનાર્થી શબ્દો થયાં કહેવાય.
23. સમાનાર્થી શબ્દ નું મહત્વ જણાવો.
- કેટલાક લોકો અભિવ્યક્તિ કરતાં હોય ત્યારે કોઈ ચોક્કસ અર્થ માટે જે શબ્દનો ઉપયોગ કર્યો હોય તે જ અર્થ માટે તરત જ કે નજીકમાં જ કોઈ શબ્દ વાપરવાનો હોય તો અગાઉ વાપરેલ શબ્દના બદલે બીજો શબ્દ વાપરીને પોતાની કુશળતા વ્યક્ત કરે છે.
- કેટલાક લોકો એક જ શબ્દનું પુનરાવર્તન ના કરતાં તેના સમાનાર્થી વાપરવાનું પસંદ કરે છે.
- એક જ શબ્દનું વારંવાર પુનરાવર્તન કરવાથી અર્થગ્રહણ કરનારને કંટાળો આવે છે. આ કંટાળો દૂર કરવા માટે સમાનાર્થી શબ્દ વપરાય છે.
- અભિવ્યક્તિને આકર્ષક બનાવીને અર્થગ્રહણ કરનારના દિલદિમાગમાં સ્થાન મેળવી શકાય છે. અભિવ્યક્તિને ચોટદાર બનાવીને અર્થગ્રહણ કરનારને ઉત્તેજિત કરી શકાય છે. પોતાને જે અર્થમાં જે પણ કહેવું છે તે જ અર્થમાં સામેની વ્યક્તિ ગ્રહણ કરે માટે પણ સમાનાર્થી શબ્દોમાંથી ચોક્કસ શબ્દની પસંદગી કરવામાં આવે છે.
- એકના એક શબ્દનો ઉપયોગ કરવાનું ટાળવું હોય ત્યારે સમાનાર્થી ઉપયોગી બની શકે છે.
- જે પણ અર્થમાં કહેવું હોય તે માટે ઘણાં શબ્દો હોય તો કહેવામાં સરળતા રહે છે.
- જે પણ કહેવાઈ ગયું હોય તે સામેની વ્યક્તિ સમજી ના શકે ત્યારે સમાનર્થી શબ્દનો ઉપયોગ કરીને સમજાવવું સરળ પડે છે.
24. વિરોધી શબ્દ કોને કહે છે ?
કોઇ એક શબ્દના અર્થ કરતાં વિરોધી અર્થ ધરાવતા શબ્દને વિરોધી શબ્દ કહેવામાં આવે છે.
25. વિરોધી શબ્દનું મહત્વ જણાવો.
- ભાષાના શિક્ષક વર્ગખંડમાં કોઈ કૃતિનું વિષયાભિમુખ કરવી રહ્યા છે. ત્યારે તેઓ મૂળ કૃતિથી વિરોધી ભાવ ધરાવતું કોઈ ઉદાહરણ આપશે અને ત્યારબાદ કહેશે કે, આ ઉદાહરણથી વિરોધી ભાવ ધરાવતી કૃતિ વિષે આજે આપણે શીખીશું.
- કોઈ શબ્દની સમજ પડી હોય, પણ પૂરેપૂરો વિશ્વાસ ના હોય કે ખરેખર આપણે જે સમજ્યા છીએ એ બરાબર છે ? ત્યારે આને વિરોધી શબ્દનો ઉપયોગ કરીને સમજવાનો પ્રયત કરીશું તો સરળતાથી ખબર પડી જશે.
- ભાષામાં કોઈ હકાર વાક્યને નકારમાં ફેરવવું હોય કે નકાર વાક્યને હકારમાં ફેરવવું હોય ત્યારે વિરોધી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં એ બાબતની નોધ લઈશું કે, વાક્યનું જયારે પરિવર્તન કરવામાં આવે છે ત્યારે તેનો અર્થ બદલાવો ના જોઈએ. જેમકે, ‘સુધા ડાહી છોકરી છે’ તે વાક્યને નકારમાં ફેરવવું હોય તો કહી શકાય કે, ‘સુધા ગાંડી છોકરી નથી’
- શબ્દકોશમાં કેટલાક શબ્દોની સમજ આપવા માટે વિરોધી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
- વિરોધી શબ્દનો ઉપયોગ કરીને આપણે ચોક્કસ મુદ્દા પર ભાર મૂકી શકીએ છીએ.
- વિરોધી શબ્દોના ઉપયોગ દ્વારા આપણે વિરોધાભાસ બતાવી શકીએ છીએ.
- વિરોધી શબ્દનો ઉપયોગ કરવાથી આપણે જે કહેવું છે તે સ્પષ્ટ અને સરળતાથી કહી શકીએ છીએ.
- વિરોધી શબ્દોનો ઉપયોગ કરવાથી તમારા મુદ્દા પર ભાર મૂકવામાં મદદ મળે છે. જેમકે, જીવનમાં સુખદુઃખ તો આવ્યા કરે. રમતમાં હારજીત તો થાય.
26. સંક્ષેપલેખન કોને કહે છે ?
આપેલા લખાણનો પૂરેપૂરો અર્થ આવી જાય, દરેક મુદ્દાનો સમાવેશ પણ થાય તેવી રીતે ટૂંકમાં રજૂ થયેલ લેખિત અભિવ્યક્તિને સંક્ષેપલેખન/સારલેખન કહે છે.
27. સંક્ષેપલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
- આપેલ પરિચ્છેદનું એકાગ્રતાપૂર્વક બે - ત્રણ વાર વાંચન કરવું
- ફકરાનો પૂરેપૂરો અર્થ સમજો.
- મહત્ત્વના મુદ્દાની અલગ નોંધ કરો.
- તમને જે જે વિગતો ફકરાના મુખ્ય અર્થથી અસંગત કે વધારાની લાગતી હોય તેને દૂર કરો. જે વિગતો ફકરાના અર્થ સાથે સુસંગત છે તેને જ ધ્યાનમાં લો.
- અવતરણ, ઉદાહરણ, અલંકાર પ્રયોજતાં વાક્યોને દૂર કરો.
- નોંધાયેલા મુદ્દાઓને યોગ્ય રીતે જોડીને સંક્ષેપ કરો.
- સંક્ષેપ સળંગ, સ્પષ્ટ અને સરળતાથી સમજી શકાય તેવો હોવો જોઈએ.
- શક્ય હોય ત્યાં સુધી સારાંશ તમારી ભાષામાં તમારા શબ્દોમાં લખો.
- ફકરાના મૂળ વાક્યોને લેવાનો આગ્રહ ના રાખો. જરૂર જણાય તો જ ફકરાના મૂળ વાક્યો લો.
- સામાન્ય રીતે સંક્ષેપ મૂળ લખાણથી ત્રીજા ભાગનો હોય છે.
- સંક્ષેપ કરતી વખતે મૂળ લખાણનાં અગત્યના મુદ્દાઓ આવી જવા જોઈએ.
- તમારું પોતાનું કશું જ ઉમેરશો નહીં. એટલે કે, તમારા પોતાના વિચારો અભિપ્રાયો ના ઉમેરો. ફકરાના વિચારોને અનુમોદન આપવા કોઈ અવતરણ ના આપો.
- આખા ફકરાના હાર્દને સમાવી લે તેવા શીર્ષકની પસંદગી કરો.
28. સંક્ષેપલેખનનાં સોપાનો જણાવો.
- પરિચ્છેદની રજૂઆત અને વાચન
- પરિચ્છેદની ચર્ચા - મુદ્દાની તારવણી
- મુદ્દાની ગોઠવણી
- મુદ્દાઓની પુનઃ ગોઠવણી
- સંક્ષેપલેખન
29. વિચારવિસ્તાર માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
- આપેલી પંક્તિ કે વિધાન એકાગ્રતાપૂર્વક વાંચી, તેના મુખ્ય અર્થ/વકતવ્યને બરાબર સમજી લો.
- પંક્તિમાં રહેલ મહત્ત્વના શબ્દો નીચે લીટી દોરો.
- અર્થવિસ્તાર કરતી વખતે મુખ્ય ત્રણ વિભાગ પાડવા. પ્રારંભ, મધ્ય વિભાગ અને અંત. આ ત્રણેય વિભાગની સ્પષ્ટતા પાછળ કરી છે.
- આપેલા વિધાન કે કાવ્યપંક્તિનો વિસ્તાર તમારી નોટની 10-15 લીટીમાં કરવો જોઈએ.
- ફકરામાં આપેલાં વાક્યો એકબીજા સાથે યોગ્ય રીતે સંકળાયેલા હોવા જોઈએ. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ.
- વિચારને વિસ્તારતી વખતે મૂળ વિચારને સહાય ના કરે એવી બાબતોથી દૂર રહેવું જોઈએ.
- એક જ વાત કે ઉદાહરણનું પુનરાવર્તન ન કરવું.
- વાક્યો ટૂંકા, સ્પષ્ટ અને સરળ હોવાં જોઈએ. ભાષાકીય ભૂલ ન કરવી.
- વિચાર - વિસ્તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? તે ચોક્કસ નથી. તમે કરેલ સ્પષ્ટીકરણ તમને સંતોષ આપે તે અગત્યનું છે.
- વિચારનો વિસ્તાર કર્યા પછી એક વાર વાંચી જવું જોઈએ. જરૂરી સુધારા પણ કરવા.
30. વિચારવિસ્તાર ને કેટલા ભાગ વિભાજીત કરવામાં આવે છે ?
ત્રણ...
- પ્રારંભ
- મધ્ય ભાગ
- અંત
31. વિચારવિસ્તારનાં સોપાનો જણાવો.
- પંક્તિની રજૂઆત
- પંક્તિ વાંચન
- વિધાર્થી નોંધ
- ચર્ચા
- મુલ્યાંકન
- સ્વાધ્યાય
32. નિંબધનાં પ્રકારો જણાવો.
- આત્મકથા
- વર્ણનાત્મક નિંબધ
- ચિંતનાત્મક નિંબધ - વિવેચનાત્મક નિંબધ
- કાલ્પનિક નિંબધ
33. શાલેય નિંબધનાં લક્ષણો જણાવો.
- નિંબધ માત્ર ગદ્ય માં જ લખાય છે.
- વર્ણનને જ મહત્વ
- વિષયની મર્યાદા નથી
- મૌલિકતા
- લંબાઈ
- પરિચ્છેદ
- શૈલી
- માળખું
34. નિબંધ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
- નિબંધ એટલે બંધન વિનાનું. આમ છતાં નિબંધને વિષયવસ્તુ, લખાણની લંબાઈ, રજૂઆત વગેરેનું બંધન છે તે ધ્યાનમાં રાખો.
- નિબંધ લખવામાં વિષયાંતર ન થાય તેની કાળજી રાખવો.
- બિનજરૂરી મુદ્દાનો સમાવેશ ન કરો.
- રજૂઆત ક્રમિક કરો.
- વિચાર કે મુદ્દો બદલાય ત્યાં ફકરા પાડો.
- મુદ્દાને વિકસાવવા તેને મદદરૂપ થાય તેવા ઉદાહરણો, અવતરણો કે કાવ્યપંક્તિઓ મૂકો.
- વિષયવસ્તુના અર્થ અને ભાવને અનુરૂપ જ ઉદાહરણ, અવતરણ કે કાવ્યપંક્તિ પસંદ કરવી.
- ભાષાકીય ભૂલો ન થાય તેની કાળજી રાખો.
- વિચારો સ્પષ્ટ રીતે, સરળ ભાષામાં રજૂ કરો.
35. નિબંધના માળખાને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે ?
- પ્રારંભ
- મધ્યભાગ
- અંત
36. નિબંધલેખન અધ્યાપનનાં સોપાનો જણાવો.
- પ્રારંભ
- મુદાઓ નક્કી કરવા
- મુદાઓનો વિસ્તાર
- વિધાર્થી દ્વારા લેખન
- મુલ્યાંકન
- સ્વાઘ્યાય
37. વર્ણનાત્મક ગદ્યના લક્ષણો જણાવો.
- પરિચ્છેદમાં એક જ કાળને કે અવસ્થાને રજૂ કરતાં વાક્યો વપરાયાં હોય છે.
- આખા પરિચ્છેદમાં એક જ સ્તરના અથવા સામાન્ય રીતે એક કક્ષાના - શિષ્ટશૈલી કે બોલચાલની શૈલીના શબ્દો, સમાસો, રૂઢિપ્રયોગો વગેરે વપરાયો હોય છે.
- વર્ણનમાં સચોટતા લાવવા અલંકારો વપરાયા હોય છે.
- વર્ણનમાં વિગતોનો ક્રમ હોય છે. ક્યારેક મહત્ત્વની વિગતોથી શરૂ કરી ઓછી મહત્ત્વની વિગતો તરફ અને ક્યારેક ઓછી મહત્ત્વની વિગતોથી શરૂઆત કરી વધુ મહત્ત્વની વિગતો તરફનો ક્રમ જાળવી રખાયો હોય છે.
38. ભાવાત્મક ગદ્યના લક્ષણો જણાવો
- ઉદ્ગારસૂચક અને પ્રશ્નાર્થસૂચક વાક્યો વધુ વપરાય છે.
- હદયના ભાવથી લખાય છે.
- તેમાં અંગત ભાવો અને લાગણીઓ મક્કમતાથી રજૂ થાય છે.
- ઉદ્ગાર કે લાગણીઓને વ્યક્ત કરતાં શબ્દપ્રયોગો વધારે હોય છે.
- લેખક પોતાની મનોસ્થિતિનું નિરૂપણ કરે છે.
39. વિવરણાત્મક ગદ્યના લક્ષણો જણાવો
- જે - તે વિષયવસ્તુના સ્પષ્ટીકરણ માટે ઉદાહરણો પણ પ્રયોજવામાં આવે છે.
- ક્યારેક વર્ગીકરણ કે પૃથક્કરણ પણ કરવામાં આવે છે.
- 'આવાં કારણોસર', 'એટલે કે:, ‘બીજી રીતે કહીએ તો’ , ‘સારાંશ એટલો કે’ , ‘આમ જોતાં’ , ‘મતલબ કે’ , ‘ટૂંકમાં’ – જેવાં પદો આ ગદ્યમાં વાપરવામાં આવે છે .
- કેટલાંક વર્ણનાત્મક ગદ્યમાં લખાયેલાં લખાણને જરા જુદી રીતે વિવરણાત્મક ગદ્યમાં રૂપાંતર કરી શકાય ; પણ બધાં જ વર્ણનાત્મક ગદ્યનું રૂપાંતર વિવરણાત્મક ગદ્યમાં ન પણ કરી શકાય.
40. વાદાત્મક ગદ્યના લક્ષણો જણાવો
- તાર્કિક અને દલીલ આધારિત રજૂ થાય છે.
- દલીલો સીધી અથવા તર્કના રૂપમાં રજૂ કરાય છે.
- વાચકને સંમત કે અસંમત ક૨વા માટે તાર્કિક દલીલો રજૂ થાય છે.
- દલીલોની શ્રેણી રજૂ થાય છે.
41. અહેવાલના પ્રકારો જણાવો.
- સામાન્ય અહેવાલ
- સરકારી અહેવાલ
- અખબારી અહેવાલ
42. અહેવાલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
- અહેવાલ માટે આપેલા વિષયને બરાબર સમજી લેવો.
- બને ત્યાં સુધી ઘટનાની કાચી રૂપરેખા તૈયાર કરવી અને ક્રમિક ગોઠવણી કરવી.
- અહેવાલમાં માત્ર મહત્ત્વની જ બાબતોનો સમાવેશ કરવો.
- ગૌણ બાબતોનો ઉલ્લેખ ક્રમિકતા - એકસૂત્રતા જાળવવા પૂરતો જ કરવો.
- અહેવાલમાં તારીખ, સમય, સ્થળ, ક્રમિકતા વગેરેનો યોગ્ય સાચો સત્યતાભર્યો જ ઉલ્લેખ કરવો.
- ઘટનાનું ટૂંકું અને સચોટ, વાચકને વાંચવું ગમે તેવું વર્ણન કરો.
- અગત્યની વિગતો ભૂલી ના જવાય તેની કાળજી રાખવી.
- જો કોઈ વક્તાએ પ્રવચન કરેલ હોય તો તમના વક્તવ્યને અવતરણરૂપે લઇ શકાય.
- અલંકારિક ભાષાનો ઉપયોગ ટાળવો.
- અહેવાલ બનેલી ઘટનાનો હોય છે, જેથી તેની વાક્ય રચના ભૂતકાળમાં હોવી જોઈએ.
- અહેવાલમાં બનેલી ઘટનાના વિભાગ - પાસાં પ્રમાણે ફકરા પાડવા. ફકરાઓ એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ.
- અહેવાલની ભાષા શુદ્ધ, સ્પષ્ટ, સરળ અને પ્રવાહી રાખવી.
- અહેવાલ ઘટનાના દરેક પાસાને સત્યરૂપે યથાર્થ રજૂ કરે છે જેથી તેમાં કલ્પનાવિહારને સ્થાન નથી.
- અહેવાલને યોગ્ય શીર્ષક આપવું જોઈએ.
- અહેવાલની શરૂઆત સ્થળ અને સમય દર્શાવીને જ કરવી.
43. અહેવાલ લેખનના સોપાનો જણાવો.
- અહેવાલનું મહત્વ
- પ્રસંગ ઘટનાનું નિરુપણ
- ચર્ચા
- મુલ્યાંકન
- સ્વાધ્યાય
44. અહેવાલ લેખનનું માળખું જણાવો
- પ્રારંભ
- મધ્યભાગ
- અંત
45. ઉદઘોષક કોને કહેવાય ?
- ઉદઘોષક શબ્દ મૂળ શબ્દ ‘ઉદઘોષ’ પરથી આવ્યો છે. ઉદઘોષ એટલે પોકાર, ઢંઢેરો. આ પોકાર કે ઢંઢેરો એટલે કોઈ વાતની રજૂઆત લોકોના સમૂહ સમક્ષ મોટેથી કરવી. જેને ઉદઘોષણા કે જાહેરાત કરી એમ પણ કહેવાય. આમ ઉદઘોષ કે ઉદઘોષણા કરનાર એટલે ઉદઘોષક
- ઓક્સફર્ડ ડિક્શનેરી મુજબ - એવી વ્યક્તિ કે જે કંઇક ઘોષણા કરે છે, ખાસ કરીને કોઈ એવી વ્યક્તિ જે રેડિયો અથવા ટેલિવિઝન પરના કાર્યક્રમોની રજૂઆત કરે છે.
- એવી વ્યક્તિ કે જે ઘોષણા કરે છે, ખાસ કરીને જે પ્રોગ્રામના ઘટકોનો ક્રમ રજૂ કરે છે કે સ્ટેજ પર રહીને સભાનું સંચાલન કરે છે.
- ઉદઘોષક એ સભા સંચાલનનો એક સ્તંભ છે. જે સભાની શરૂઆત કરાવે છે, તેને આગળ વધારે છે અને અંતમાં તેનું સમાપન કરે છે.
46. ઉદઘોષકમાં કેવા કૌશલ્યો હોવા જોઈએ.
- બોલવાની કુશળતા
- અવતરણો - કાવ્યપંક્તિઓ અને ઉદાહરણો બાદશાહ
- સારો વાચક અને સંશોધનકાર
- બાહ્ય વ્યકિતત્વ
- પ્રસાર - સંબધિત ઉપકરણોનો ઉપયોગ કરવામાં સમર્થ
- જટિલ પરિસ્થિતિઓને સાંભળી શકે
- ટીમ પ્લેયર હોય
- ચોકસાઈ જાળવવાનો આગ્રહ
47. ઉદઘોષકની ભૂમિકા જણાવો
- કાર્યક્રમનો સંવાહક
- કાર્યક્રમની સફળતાનો આધાર
- સમય સાચવવો
- શ્રોતાઓને પકડી રાખવા
- તસ્થતાાભરી જવાબદારી
- શ્રોતા અને વક્તા વચ્ચે જોડતી કડી
- કાર્યક્રમનીીવિગતોનું જોડાણ કરવું
- કાર્યક્રમના હેતુથી શ્રોતાને સતત અહેસાસ કરાવે
- કાર્યક્રમની રૂપરેખાને પકડી રાખવી
- વિષયાંતર ના થાય તે જોવું
- સગવડતા અને અગવડતાને ધ્યાનમાં રાખવા
- પ્રમાણસર મર્યાદામાં રજૂઆત કરવી
- શરૂઆત અને અંત આકર્ષક બનાવવા
48. સભા સંચાલકમાં કેવાં જરુરી ગુણો હોવા જોઈએ.
- સારો આયોજનકર્તા
- સારો શ્રોતા
- પ્રત્યાયન કૌશલ્ય (બોલવામાં મીઠાશ)
- જુસ્સો –એકાગ્રતા
- દબાણ હેઠળ શાંત
- સમસ્યા ઉકેલવાની ક્ષમતા
- ટેક્નોલૉજીનું જ્ઞાન
49. સભા સંચાલકની શું ભૂમિકા હોય છે ?
- કાર્યક્રમ પહેલાં જરૂરી તૈયારી કરવી
- ચાલુ કાર્યક્રમ દરમિયાનની જવાબદારી
- કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જવાબદારી
- આર્થિક પરિસ્થિતિનો વિચાર
- સમયનો ભોગ આપવો
- ખુલ્લું મન રાખીને નિર્ણય લેવા
- કાર્યવાહીમાં પ્રભુત્વ ટાળવું
- સભા સભાના હેતુ મુજબ કામ કરવું
- સભા પોતાની ટીમમાં યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી
50. કાવ્યના રસસ્થાનોના અંગો જણાવો
- કાવ્ય નો મુખ્ય વિચાર કે મધ્યવર્તી ભાવ
- લાગણી રસ
- કલ્પના
- અલંકારો
- છંદ
- ભાષા અને કાવ્ય ગુણો
51. કાવ્ય ના પ્રકારો જણાવો
કાવ્યના ઘણાં પ્રકારો છે. જેમકે, મુક્તક, પદ, સૉનેટ, ગઝલ, ઊર્મિગીત, ખંડકાવ્ય, મહાકાવ્ય, રસ, ગરબી વગેરે
52. ગદ્ય / પદ્ય સમીક્ષા કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
- ગદ્ય/પદ્યનું અર્થગ્રહણ બરાબર થાય અને ભાવ બરાબર પકડાય તે માટે ગદ્ય/પઘને બે - ત્રણ વાર શાંતિથી વાંચી જાવ.
- ત્યારબાદ ગદ્ય/પદ્યની નીચે આપેલા પ્રશ્નો બે વાર વાંચીને તે પ્રશ્નો મનમાં રાખીને ગદ્ય/પદ્ય ને ફરીથી વાંચી જાવ.
- કાવ્યમાં સમાવિષ્ટભાવ ઉપરાંત અલંકાર, છંદ, રસ, પ્રકાર વગેરેને સમજવાનો પ્રયત્ન કરો.
- પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર ગદ્ય/પદ્યમાં કઈ પંક્તિમાં છે તે નક્કી કરો.
- તમને આપેલાં પ્રશ્નો સીધે સીધા કવિ કે લેખકે ઉપયોગમાં લીધેલા શબ્દો સ્વરૂપે નહિ હોય, જેથી પ્રશ્નોને બરાબર સમજો.
- પ્રશ્નનો જવાબ લખવા માટે તમારા પોતાના શબ્દોનો જ ઉપયોગ કરો. કવિ કે લેખકે આપેલાં શબ્દો કે વાક્યો સીધાં જ જવાબરૂપે ના મૂકો.
- જવાબ આપતી વખતે વિષયાંતર ના થાય તેની કાળજી રાખો.
- પ્રશ્નો જે ક્રમમાં આપેલા છે તે જ ક્રમમાં ઉત્તરો લખો.