1. મનોવિજ્ઞાનનો અર્થ જણાવો.
મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી (Psychology) કહેવામાં આવે છે. આ શબ્દ સાયકો (Psycho) અને લોગોસ (Logos) નો બનેલો છે. સાયકો એટલે આત્મા અને લોગોસ એટલે શાસ્ત્ર. આમ પહેલાંના વખતમાં મનોવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન એવો અર્થ કરવામાં આવતો હતો.
2. મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો.
- "મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે."
- "મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે."
- "મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે."
- "મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે."
3. મનોવિજ્ઞાનની શાખાઓના નામ જણાવો.
- સામાન્ય મનોવિજ્ઞાન
- ચિકિત્સા મનોવિજ્ઞાન
- શૈક્ષણિક મનોવિજ્ઞાન
- સલાહ મનોવિજ્ઞાન
- ઔદ્યોગિક મનોવિજ્ઞાન
- સમાજલક્ષી મનોવિજ્ઞાન
- શારીરિક મનોવિજ્ઞાન
- પ્રાણી મનોવિજ્ઞાન
- પ્રાયોગિક મનોવિજ્ઞાન
- બાળ મનોવિજ્ઞાન
- સામુદાયિક મનોવિજ્ઞાન
- વ્યક્તિગત મનોવિજ્ઞાન
4. શૈક્ષણિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો.
- શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિઓમાં થતા માનવવર્તન સાથે સંબંધિત છે.
- શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શિક્ષણપ્રદ અનુભવોનું વર્ણન કરી તેની સમજૂતી આપે છે.
- શૈક્ષણિક મનોવિજ્ઞાનને અધ્યયન ‘શા માટે’ અને ‘ક્યારે’ સાથે સંબંધ છે.
- શૈક્ષણિક મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાનના એ તથ્યો અને સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે કે જે શિક્ષણની પ્રક્રિયાને સમજવામાં અને સુધારવામાં મદદરૂપ છે.
- શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રયોગસિદ્ધ આધારભૂત પાયો છે.
5. શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રો જણાવો.
- અધ્યેતા
- અધ્યયન અનુભવો
- અધ્યયન પ્રક્રીયા
- અધ્યયન પરિસ્થિત
- અધ્યેતાનું મુલ્યાંકન
- શિક્ષક
6. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ જણાવો.
- બાળકની ઓળખ
- શિક્ષણ પદ્ધતિનું નિર્ધારણ
- શિક્ષણનું આયોજન
- વ્યક્તિગત વફાવતો અનુસાર શિક્ષણ
- આનુવંશિક વારસાની સમજ
- અનુકૂલન અને શિસ્તના પ્રશ્નોની સમજ
- તંદુરસ્ત સંબધોનો વિકાસ
- વિદ્યાર્થીનું મુલ્યાંકન
7. વૃદ્ધિ કોને કહે છે ?
- ઉંમરના વધવા સાથે શરીરના વિવિધ અવયવોના, વજન, કદ અને આકારમાં થતા ફેરફારોને વૃદ્ધિ કહેવામાં આવે છે.
- સ્નાયુઓ, હાડકાં, હૃદય, વજન, શરીરના કદ અને આકારમાં ઉંમરના વધવા સાથે થતા ફેરફારોનો વૃદ્ધિમાં સમાવેશ થાય છે.
- વૃદ્ધિ એટલે વધવું તે. ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધી વ્યક્તિના શરીરનાં કદ, વજન અને વિસ્તારમાં વધારો થતો રહે છે. આ વધારો તે વૃદ્ધિ છે.
8. વૃદ્ધિની કોઇપણ ત્રણ લાક્ષણીકતાઓ જણાવો.
- વૃદ્ધિ એ શારીરિક પરિવર્તનો સૂચવે છે. શરીરનાં કદ, આકાર કે વજનમાં કે અન્ય સ્વાભાવિક ફેરફારોને વૃદ્ધિ કહેવામાં આવે છે.
- વૃદ્ધિ મોટે ભાગે વારસા કે વંશાનુક્રમ પર આધારિત છે.
- તે કુદરતી અને સહજ પ્રક્રિયા છે.
- માનવજીવનમાં અમુક ઉંમર સુધી કે પરિપક્વતા કે પુખ્તતા પ્રાપ્ત થાય ત્યાં સુધી જ વૃદ્ધિ (Growth) થાય છે.
- વૃદ્ધિ મર્યાદિત કાળ સાથે જોડાયેલી છે.
- વૃદ્ધિ કોઇ વિશિષ્ટ અંગોનું પરિવર્તન સૂચવે છે.
9. વિકાસ ની વ્યાખ્યા આપો.
- વિકાસ સતત ચાલતી અને ક્રમિક પ્રક્રિયા છે.
- વિકાસ એ વૃદ્ધિ પૂરતો સીમિત નથી, તેને બદલે તે પરિપક્વતાના લક્ષ્ય તરફ દોરી જનાર પ્રગતિશીલ પરિવર્તનની હારમાળા છે. વિકાસના પરિણામે વ્યક્તિમાં નવીન અભિયોગ્યતાઓ અને નવીન શક્તિઓનો આવિર્ભાવ થાય છે.
- વિકાસ એ માત્ર શારીરિક કે માનસિક શક્તિના વધારાનો ઉલ્લેખ કરવાને બદલે બીજું ઘણું સૂચવે છે. વિકાસ અનેક કાર્યોના એકીકરણની જટિલ પ્રક્રિયા છે.
- વિકાસ દ્વારા વ્યક્તિ પરિપૂર્ણતાની પ્રાપ્તિ તરફ આગળ વધે છે. ખ્યાલાત્મક જ્ઞાનની પ્રાપ્તિ એ વિકાસનો ઉદ્દેશ છે.
10. વિકાસના લક્ષણો જણાવો.
- વિકાસ એ જીવનપર્યંત આજીવન ચાલનારી પ્રક્રિયા છે.
- વિકાસ એ સંકુલ ઘટના છે. શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી વિકાસ જન્મે છે.
- વારસો અને વાતાવરણ વિકાસ પર અસર કરે છે.
- વિકાસ એ બાળકના વર્તનનું પ્રેરક પરિબળ છે.
- વિકાસની સીધી અસર બાળકની ક્રિયા કે પ્રવૃત્તિ પર થાય છે.
- વિકાસમાં સમગ્રતા છે, તે સમગ્ર પરિવર્તન સૂચવે છે.
- વિકાસના ફેરફારો વર્તનના સંદર્ભમાં અનુભવી શકાય છે.
- વિકાસને અંતે વ્યક્તિ અનુભવો દ્વારા શિક્ષણ મેળવે છે.
- વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે.
11. વૃદ્ધિ અને વિકાસના સિદ્ધાંતો જણાવો.
- નિરંતર વિકાસનો સિદ્ધાંત
- વિકાસની વિભિન્ન ગતિનો સિદ્ધાંત
- વિકાસક્રમનો સિદ્ધાંત
- વિકાસ- દિશાનો સિદ્ધાંત
- એકીકરણનો સિદ્ધાંત
- પરસ્પર સંબંધનો સિદ્ધાંત
- સમાન તરાહનો સિદ્ધાંત
- પૂર્વ આગાહીનો સિદ્ધાંત
12. વિકાસના કોઇપણ ત્રણ પ્રકારો જણાવો.
- શારીરિક વિકાસ
- જાતીય વિકાસ / લૈંગિક વિકાસ
- ચેષ્ટા (હલનચલનનો) વિકાસ
- સાંવેગિક વિકાસ
- માનસિક (બૌદ્ધિક) વિકાસ
- સામાજિક વિકાસ
- નૈતિક વિકાસ
- વ્યક્તિત્વ વિકાસ
13. વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતાં પરિબળો જણાવો.
- વારસો
- વાતાવરણ
14. પરિપક્વતા એટલે શું ?
- પ્રાણીઓમાં વારસાગત લક્ષણો આપમેળે અને અનુભવની મદદ વગર પ્રગટ થવાની પ્રક્રિયાને પરિપક્વતા કહે છે.
- વ્યક્તિ સમયની સાથે સાથે એ તમામ વિશેષતાઓ ગુણોને ગ્રહણ કરે છે કે જેનો પાયો ગર્ભાધાન સમયે તેના કોષોમાં રહેલો હતો આવી વિકાસાત્મક પ્રક્રિયા એટલે પરિપક્વતા.
15. માનવ વિકાસની આઠ અવસ્થાઓના નામ અને સમયગાળો જણાવો.
1. ગર્ભાવસ્થા :- બીજધારણથી જન્મ સુધી
2. શૈશવકાળ / શિશુ અવસ્થા :- 0 to 5 years
3. કિશોરાવસ્થા / ઉત્તર શૈશવકાળ :- 6 to 11 years
4. તરુણાવસ્થા / તારુણ્ય :- 11 - 12 to 17 - 18 years
5. યુવાવસ્થા [ Youth ] :- 18 to 24 years
6. પુખ્તાવસ્થા [ Adulthood ] :- 25 to 40 ycars
7. પ્રૌઢાવસ્થા / આધેડ અવસ્થા :- 40 to 60 years
8. વૃદ્ધાવસ્થા [ Old age ] :- ( Age of Decline ) 60 to Till dcath
16. તરુણાવસ્થા એટલે શું ?
- શૈશવ અને કિશોરાવસ્થા પછી માનવજીવનની એક વિશિષ્ટ અવસ્થા શરૂ થાય છે, જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે.
- સામાન્ય રીતે તેની વયમર્યાદા બારથી વીસ વર્ષની ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે 11 વર્ષથી શરૂ થઈ 21 મા વર્ષ સુધી વિસ્તરેલી હોય છે. તે માનવજીવનનો સંક્રાન્તિકાળ છે અને માનવીના જીવનઘડતરમાં તે અગત્યનું સ્થાન ધરાવે છે.
17. ભારતીય તરુણ-તરુણીઓનાં તરુણાવસ્થાનાં લક્ષણો જણાવો.
- 13 વર્ષના ભારતીય તરુણની ઊંચાઈ 61" અને તરુણીની ઊંચાઈ 62.5" જેટલી હોય છે . 16 વર્ષની ઉંમરે ભારતીય તરુણની ઊંચાઈ 67.5" જેટલી અને તરુણીની ઊંચાઈ 64.6" જેટલી થાય છે
- ભારતીય તરુણતરુણીઓને કિશોરાવસ્થાના ઉત્તરાર્ધમાં જ તારુણ્યનો અણસાર આવી જાય છે આ અવસ્થામાં 12 વર્ષથી 20 વર્ષ સુધી શારીરિક વિકાસ થતો રહે છે. શારીરિક વૃદ્ધિ તેની ચરમસીમાએ પહોંચે છે. છોકરામાં પુરુષનાં અને છોકરીમાં સ્ત્રીનાં લક્ષણો જોવા મળે છે.
- ભારતીય સંદર્ભમાં તરુણની તુલનામાં તરુણીઓમાં વૃદ્ધિ વહેલી થાય છે. અને 15 થી 16 વર્ષ સુધીમાં અટકી જાય છે.
- ભારતીય તરુણ - તરુણીઓમાં 16 વર્ષની તરુણાવસ્થાનાં તરુણ તરુણીઓના માનસિક વિકાસને દર્શાવે છે.
18. તરુણાવસ્થાનાંં પડકારો જણાવો.
- અસ્પષ્ટ ભાવિજીવનના પડકારો
- વર્તનવૈચિત્ર્યનો પડકારો
- સામાજિક પડકારો
- અનુકૂલનના પડકારો
- જાતીય પડકારો
- સ્વની ઓળખના પડકારો
19. તરુણાવસ્થાના શૈક્ષણિક ફલીતાર્થ જણાવો.
- તરુણાવસ્થામાં આવતા શારીરિક ફેરફારો સંદર્ભે તરુણોને સ્પષ્ટ સમજ આપવી જરૂરી છે. શાળામાં શરીર વિજ્ઞાનનું જ્ઞાન તરુણોને આપવું જોઈએ, જેથી તેઓ શારીરિક ફેરફારને સામાન્ય ઘટન તરીકે જોઈ શકે.
- તેઓને તે મુજબ શિક્ષણ આપવું જરૂરી છે.
- તેઓને ક્ષમતા અનુસાર માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
- તરુણોની ક્ષમતાઓની યોગ્ય જાણકારી શિક્ષકને હોવી જોઈએ જેથી તે તેમની ક્ષમતાઓને ઓળખી, તેનો ઉપયોગ થાય તેવ્ વાતાવરણ ઊભું કરી શકે.
- તરુણો યોગ્ય કાર્ય કરે કે જવાબદારીવાળાં કાર્યો કરે તો તેમને બિરદાવવા જોઈએ.
- તેમના અયોગ્ય વર્તન બદલ તેમને ધમકાવવા ન જોઈએ, પણ તેમની વાતને કાળજીપૂર્વક સાંભળી, તેઓને યોગ્ય અને અયોગ્ય વચ્ચેનું અંત૨ સમજાવવું જોઈએ.
20. તરુણાવસ્થાની સમસ્યાઓ જણાવો.
- શારીરિક સમસ્યાઓ
- સામાજિક સમસ્યાઓ
- જાતીય સમસ્યાઓ
21. જિન પિયાજેનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ?
જિન પિયાજેનો જન્મ 9 મી ઑગસ્ટ, 1896 ના રોજ સ્વિટ્ઝર્લેન્ડમાં થયો હતો.
22. જિન પિયાજે એ કયો સિદ્ધાંત રજુ કર્યો છે ?
જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત
23. જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતનાં ચાર સોપાનો કે તબકકો જણાવો.
- સાંવેદનિક - કારક તબક્કો
- પૂર્વ ક્રિયાત્મક તબક્કો
- મૂર્ત ક્રિયાત્મક તબક્કો
- અમૂર્ત ક્રિયાત્મક તબક્કો
24. જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતનાં શૈક્ષણિક ફલીતાર્થ જણાવો.
- જ્ઞાનાત્મક વિકાસનો દર, ઝડપ પર વ્યક્તિગત તફાવતની અસર પડે છે. તેથી અધ્યાપન દરમિયાન શૈક્ષણિક સાધન - સામગ્રી અધ્યેતાની વિકાસ કક્ષાને ધ્યાનમાં રાખી વાપરવી જોઈએ.
- પિયાજે એ દરેક અવસ્થામાં અધ્યેતા કરી શકે તેવી પ્રવૃત્તિઓ સૂચવી છે તે પ્રમાણે અધ્યાપન આયોજન કરવું જોઈએ.
- અધ્યેતાઓમાં અસમતુલા પેદા કરે તેવા અધ્યયન ઉદ્દીપનો પૂરાં પાડવા જોઈએ. કારણ કે અધ્યેતાની જ્ઞાનાત્મક વિચાર શક્તિ અસમતુલન દૂર કરવાના પ્રયત દરમિયાન વિકસે છે.
- અધ્યેતાઓના પૂર્વાનુભવ કે પૂર્વજ્ઞાન સાથે શીખવવાના નવા વિચારોને સાંકળવા જોઈએ. કારણ કે જ્ઞાનાત્મક સંરચનાઓ તેની પુરોગામી સંરચનાઓમાંથી વિકસે છે.
- અધ્યેતાઓને મૂર્તમાંથી અમૂર્ત તરફ લઈ જાય. પ્રત્યક્ષમાંથી પરોક્ષ તરફ અને સરલથી સંકુલ તરફ લઈ જાય.
- બાળકો મોટેરાંઓની જેમ વિચારતા નથી. તેથી શિક્ષકે પુખ઼વયના લોકોના દૃષ્ટિકોણથી બાળકોની વિચારણાને ન મૂલવવી જોઈએ.
25. લેવ વિગોવ્સ્કીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?
લેવ સેમિયોનોવિચ વિગોવ્સ્કીનો જન્મ બેલેરશિયા (પશ્ચિમ રશિયા) માં 1896 માં થયો હતો.
26. લેવ વિગોવ્સ્કીનો જ્ઞાનાત્મક વિકાસ પર અસર કરતાં પરિબળો જણાવો.
ભાષા અને અંગત બોલી
પુખ્તો અને સમવ્યસ્કોની ભૂમિકા
27. વિગોવ્સ્કીના સિદ્ધાંતનાં શૈક્ષણિક ફલીતાર્થ જણાવો.
- શિક્ષકોએ બાળકોની જિજ્ઞાસા, પ્રશ્નો વગેરે અંગે ખૂબ ધીરજ અને ખંતથી માર્ગદર્શન આપવું જોઈએ.
- શિક્ષકોએ વર્ગખંડમાં એવી સ્થિતિઓનું નિર્માણ કરવું જોઈએ કે જેથી બાળકોને સ્વસંવાદ ક૨વાની જરૂર પડે.
- શાળામાં સમવયસ્કો સાથે આંતરક્રિયા વધુ કરવી પડે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ.
- શિક્ષકે શિક્ષણને સમાજાભિમુખ બનાવવું જોઈએ. સમાજના જ્ઞાની - અનુભવી માણસોના વાર્તાલાપો, પ્રશ્નોત્તરી કાર્યક્રમો વગેરે ગોઠવવા જોઈએ.
- શિક્ષકોએ સહકારમૂલક અધ્યાપન પદ્ધતિઓ અપનાવવી.
- શિક્ષકોએ અધ્યેતાઓને બોલવા દઇ, સારા શ્રોતા બની રહવું જોઇએ.
- શિક્ષકો અનુકરણ દ્વારા શિક્ષણ માટે નિદર્શનો વધુ ગોઠવો.
- શિક્ષકો નિરીક્ષિત સ્વાધ્યાય પદ્ધતિઓ વાપરો, અધ્યયનમાં સહાયક બનો, અધ્યાપક નહિ.
- શિક્ષકો પ્રશ્ન કૌશલ્ય વિકસાવો, ઉત્તરદાતા ન બનો.
28. ZPD નું પૂરું નામ જણાવો.
Zone Of Proximal Development - સંભવિત વિકાસનું ક્ષેત્ર
29. કોહ્લબર્ગનો પરિચય આપો.
લોરેન્સ કોહ્લબર્ગનો જન્મ 25 ઑક્ટોબર, 1927 ના રોજ બ્રોન્કસવિલે, ન્યૂયૉર્કમાં થયો હતો. તેઓ તેમનાં માતાપિતાનું એકમાત્ર સંતાન હતા. તેમનાં માતાપિતા સમૃદ્ધ હતાં. કુટુંબની સમૃદ્ધિનો ઉપયોગ કરવાને બદલે તેમણે મર્ચન્ટ મરિન્સમાં ખલાસી બનવાનું નક્કી કર્યું. તેમની આ ખલાસીની કામગીરી દરમિયાન તેમણે પેલેસ્ટાઈનમાં ઘેરી રાખેલા ભીરું જ્યુઈશોને મદદ કરવાનું કાર્ય પણ કર્યું. આ પરિસ્થિતિના કારણે કોલેંબર્ગને નૈતિક તર્કના વિકાસ સંબંધિત અભ્યાસમાં રસ ઉત્પન્ન થયો.
30. કોહ્લબર્ગના નૈતિક વિકાસનાં સોપાનો જણાવો.
- બાહ્ય નિયંત્રિત નૈતિકતા
- વૈયક્તિકતા અને વિનિમય
- પરસ્પર અપેક્ષાઓ અને આંતર વૈયક્તિક સ્વીકૃતિ
- સામાજિક તંત્ર
- સામાજિક કરાર
31. એરિક એરિક્સન નો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?
15 મી જૂન 1902 ના રોજ જર્મનીના ફેન્કફર્ટમાં એરિક-એરિક્સન ( Erik Erikson)નો જન્મ થયો હતો.
32. એરિક - એરિકસના મનઃસામાજિક વિકાસની આઠ અવસ્થાઓ જણાવો.
1.વિશ્વાસ – અવિશ્વાસ :- જન્મથી 12-18 માસ
2.સ્વાયત્તતા - શરમ :- 18 માસથી 3 વર્ષ
3.પહેલ કરવી – અપરાધભાવ :- 3 થી 6 વર્ષ
4.પરિશ્રમ – લઘુતા :- 6 થી 12 વર્ષ
5.ઓળખ – ભૂમિકા મૂંઝવણ :- 12 થી 18 વર્ષ , તરુણાવસ્થા
6.ગાઢ સંબંધ – એકલવાયાપણું :- 18 થી 40 વર્ષ
7.ઉત્પાદકતા – નિષ્ક્રિયતા :- 40 થી 65 વર્ષ
8.પરિપૂર્ણતા – નિરાશા (હતાશા) :- 65 વર્ષ પછી
33. એરિક્સનના સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો.
- મનોસામાજિક વિકાસ માટે શિક્ષકનું વર્તન અને અધ્યેતાનો શિક્ષક સાથેનો સંબંધ મહત્ત્વનો છે, તેથી શિક્ષકે સાવચેતીપૂર્વક વર્તનો કરવા જોઈએ.
- એરિક્સનના મત મુજબ, વ્યક્તિત્વ વિકાસની દરેક અવસ્થાએ કટોકટી સર્જાય છે ને તેના સફળતાપૂર્વક નિવારણથી વિકાસ શક્ય બને છે તો અહીં શિક્ષકે અધ્યેતા માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા અદા કરવાની છે. કટોકટી નિરાકરણ વ્યવસ્થાપન ગોઠવવું જોઈએ.
- 18 માસથી 3 વર્ષ અને 3 થી 6 વર્ષની અવસ્થાનો મોટો સમયગાળો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ગાળો છે ત્યારે સ્વાયત્તતા અને પહેલ કરવાની તીવ્ર ઇચ્છા પ્રબળ હોય છે. આને સમજીને શિક્ષકે શિશુઓને મુક્ત રમત માટેની વિપુલ તકો આપવી જોઈએ. બાળકો જુદી જુદી બાબતો અજમાવે, ચકાસે, પ્રયોગ - કરે તેને પ્રોત્સાહન આપવું જોઈએ. અસ્વીકાર્ય એવાં વર્તન માટે તે શરમ અનુભવે તેવી સ્થિતિ ટાળવી જોઈએ.
- ત્યારબાદની અવસ્થાને પ્રાથમિક શિક્ષણની અવસ્થા કહી શકાય. તેઓને ઉધમ કરવો પડે તેવા ઉદ્યોગો પ્રવૃત્તિઓમાં જોડો. આનાથી તેઓ શ્રમ કરશે, સફળતાનો આનંદ માણશે. પરસ્પર સહકાર કેળવશે. અને અધ્યેતાઓ પોતાની સિદ્ધિઓની સ્પર્ધા કરે તે ધ્યાન રાખવું. આથી લઘુતાગ્રંથિ અટકાવી શકાશે. ઇર્ષા અનુભવતા અધ્યેતાઓ પોતાની સિદ્ધિઓને લક્ષમાં લેતાં પોતાનાં વર્તન વિશે સંતોષ અનુભવશે.
34. વ્યક્તિગત તફાવતો એટલે શું ?
“શરીરના આકાર અને સ્વરૂપ, શારીરિક કાર્યો, ગતિ સંબંધી કુશળતાઓ, બુદ્ધિ, સિદ્ધિ, જ્ઞાન, અભિરુચિ, લાગણીઓ, વિચાર કે શોખમાં વ્યક્તિમાં ભિન્નતાઓ જોવા મળે છે જેમનું માપન શક્ય છે તેને વ્યક્તિગત તફાવતો કે વૈયક્તિક ભિન્નતાઓ કહેવામાં આવે છે.
35. વ્યક્તિગત તફાવતના ક્ષેત્રો જણાવો.
- શારીરિક ભિન્નતા
- માનસિક ભિન્નતા
- ગતિ ભિન્નતા
- શીખવાની શૈલીમાં ભિન્નતા
- સામાજિક ભિન્નતા
- વ્યક્તિત્વમાં ભિન્નતા
- મૂલ્યોમાં ભિન્નતા
- વલણોમાં ભિન્નતા
- ચારિત્ર્યમાં ભિન્નતા
- વિશિષ્ટ શક્તિઓમાં ભિન્નતા
- વિચારોમાં ભિન્નતા
- સંવેગોમાં ભિન્નતા
36. વ્યક્તિગત તફાવત ના કારણો જણાવો.
- વારસો
- વાતાવરણ
- જાતિ
- ઉંમર અને બુદ્ધિ
- શિક્ષણ
37. વ્યક્તિગત વિભિન્નતાઓના શૈક્ષણિક ફલિતાર્થો જણાવો.
- વિધાર્થીઓનું વર્ગીકરણ
- વ્યક્તિગત શિક્ષણ
- વર્ગના મર્યાદિત સંખ્યા
- ગૃહકાર્યનું આયોજન
- શિક્ષણ પદ્ધતિઓનું આયોજન
38. બુદ્ધિનો અર્થ જણાવો.
સંસ્કૃતમાં बुध એટલે જાણવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું એ ક્રિયાપદ પરથી बुद्धि એ શબ્દ બન્યો છે. તેના પરથી વોઘ એટલે કે જ્ઞાન એ શબ્દ બન્યો છે. મનની એવી શક્તિ કે જે સાચા જ્ઞાનનું ઉત્પત્તિસ્થાન છે અને જેને લીધે મૂર્ત વિચારો સમજી શકાય છે તેને માટે ગ્રીક ભાષામાં NOUS શબ્દ હતો. શક્તિ જ્યારે કાર્યાન્વિત બનતી હતી ત્યારે તેને Noesis એ નામે ઓળખાતા હતા. લેટિન ભાષામાં આ બંને શબ્દો Intellectus અને Intelligentia બન્યા અને અંગ્રેજીમાં તેમાંથી intellect અને intelligence એવા શબ્દો ઊતરી આવ્યા.
39. બુદ્ધિ ની વ્યાખ્યા આપો.
- જીવનમાં પેદા થતી સંબંધિત નૂતન પરિસ્થિતિઓ સાથે યોગ્ય રીતે અનુકૂલન સાધવાની વ્યક્તિની ક્ષમતા એ બુદ્ધિ છે.
- બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે.
- બુદ્ધિ એક એવી શક્તિ છે જે આપણને સમસ્યાઓના સમાધાન તરફ લઈ જાય છે અને આપણા ઉદ્દેશો સિદ્ધ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.
- બુદ્ધિ એ વ્યક્તિમાં રહેલી ઉદ્દેશપૂર્ણ કાર્ય કરવાની, તાર્કિક રીતે વિચાર કરવાની અને વાતાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન ક૨વાની સમગ્ર અને વૈશ્વિક શક્તિ છે.
40. બુદ્ધિ અંગેનો સ્પિયરમેનનો દ્વિઅવયવી સિદ્ધાંતના બે ઘટકો નામના જણાવો.
સામાન્ય ઘટક ( G - General Factor )
વિશિષ્ટ ઘટક ( S - Specific Factor )
41. બુદ્ધિ અંગેનું ગિલફડનું SOI ( ત્રિપરિમાણદર્શક મોડેલ) ને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરો..
SOI - Structure Of Intellect
1. ક્રિયા - બોધ, સ્મૃતિઅંકન, સ્મૃતિધારણ, વિકેન્દ્રીચિંતન, કેન્દ્રિત ચિંતન, મૂલ્યાંકન
2. વસ્તુ - દ્રશ્ય, શ્રાવ્ય, ચિન્હ, શબ્દાર્થ, વર્તન
3. નીપજ - એકમો, વર્ગો, સંબંધો, તંત્રો, પરિવર્તનો, ફલીતાર્થ
42. બુદ્ધિમાપન એટલે શું ?
બુદ્ધિમાપન એટલે બાળકની માનસિક યોગ્યતાનું માપ કરવું – માપન કરવું.
43. બુદ્ધિ કસોટીના પ્રકારો જણાવો.
- વ્યક્તિગત બુદ્ધિ કસોટીઓ
- સમૂહ કસોટીઓ
- શાબ્દિક કસોટીઓ
- અશાબ્દિક કસોટીઓ
- ક્રિયાત્મક કસોટીઓ
44. વ્યક્તિત્વ એટલે શું ?
- વ્યક્તિત્વ એટલે વ્યક્તિમાં રહેલા એવા ગુણોનો સમુચ્ચય કે જે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી જુદી પાડી શકે. આ ગુણ આંતરિક કે બાહ્ય હોઈ શકે.
- વ્યક્તિત્વ એટલે કે Personality – પર્સનાલિટી શબ્દ મૂળ લેટિન શબ્દ Persona – પર્સોના ઉપરથી ઊતરી આવ્યો છે. Persona –પર્સોના એટલે કે નકાબ – મહોરું. જેને અંગ્રેજીમા Mask કહેવામાં આવે છે.
- વ્યક્તિત્વ એટલે સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન
- વ્યક્તિત્વ એટલે વ્યક્તિની મનોશારીરિક રચનાઓનું ગતિશીલ સંગઠન છે, જે વાતાવરણ સાથે સમયોજન સાધે છે.
45. વ્યક્તિત્વને અસર કરતાં પરિબળો જણાવો.
- શારીરિક તત્વો
- માનસિક તત્વો
- સાંવેગિક તત્વો
- જાતિભેદ
- વારસો
- વાતાવરણ
- સામાજિકિકરણ
- સંસ્કૃતિ
46. વ્યક્તિત્વના બે પ્રકાર જણાવો.
અંતર્મુખી વ્યક્તિત્વ
બહિર્મુખી વ્યક્તિત્વ
47. સર્જનાત્મકતા એટલે શું ?
- સર્જનાત્મકતા એટલે પૂર્વધારણાઓ અથવા તારણો કે જે વ્યક્તિ માટે નવા, બુદ્ધિશાળી, મૌલિક અને અસામાન્ય હોય છે.”
- નવો વિચાર, તરેહ કે સબંધ ઉત્પન્ન કરવાના હેતુથી વાતાવરણને અનુકૂળ કરવા માટે ઉત્પ્રેરિત થયેલા મનનું એક કાર્ય એટલે સર્જનાત્મકતા’’
- કોઈ નવી વસ્તુનું પૂર્ણ કે આંશિક ઉત્પાદન એટલે સર્જનાત્મકતા.
48. સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાની પ્રયુક્તિઓ જણાવો.
- બ્રેઇન સ્ટૉર્મિંગ
- પ્લે – વે
- સમસ્યાઉકેલ
- જૂથચર્ચા
- ક્વિઝ
49. માનસિક સ્વાસ્થ્ય એટલે શું ?
- “વાસ્તવિકતાની ભૂમિ પર વાતાવરણ સાથે પૂરતું અનુકૂલન સાધવાની ક્ષમતા એટલે માનસિક સ્વાસ્થ્ય.
- માનસિક સ્વાસ્થ્યનો અર્થ છે - “દૈનિક જીવનમાં ભાવનાઓ, ઈચ્છાઓ, જીવનની વાસ્તવિક્તાઓનો સામનો કરવાનું અને તેનો સ્વીકાર કરવાનું સામર્થ્ય”
- માનસિક સ્વાસ્થ્ય એટલે સુગ્રથિત વ્યક્તિત્વ. સુગ્રથિત વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વનાં વિવિધ મનોશારીરિક પાસાઓનું એકબીજા સાથે સુમેળભર્યું સંકલન.
- સામાન્ય શબ્દોમાં કહી શકાય કે સમગ્ર વ્યક્તિત્વની સુમેળભરી કામગીરી એટલે માનસિક સ્વાસ્થ્ય.
50. માનસિક સ્વાસ્થ્યને અસર કરતાં પરિબળો જણાવો.
- શારીરિક પરીબળો
- આનુવંશિક પરિબળો
- કૌંટબિક પરિબળો
- સામાજિક પરીબળો
51. માનસિક આરોગ્ય ની વ્યાખ્યા આપો.
- માનસિક આરોગ્ય એ માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને માનસિક વિકૃતિને રોકવા સાથે સંકળાયેલ છે.
- માનસિક આરોગ્ય એક એવું વિજ્ઞાન છે જે માનવ કલ્યાણ સાથે સંબંધ ધરાવે છે તથા માનવ સંબંધોના દરેક ક્ષેત્રનો વ્યાપ વધારે છે.
- માનસિક આરોગ્ય એ, તેનું નામ સૂચવે છે એ પ્રમાણે, માનસિક સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતાની જાળવણી તથા માનસિક સ્વસ્થતાના પ્રત્યક્ષીકરણ સાથે સંકળાયેલ છે.
- માનસિક સ્વાસ્થ્યમાં અભિવૃદ્ધિ કરવા માટે અને વહેલા નિદાન તથા નિવારણ દ્વારા માનસિક માંદગીની અસરને ઘટાડવા માટે લેવાતાં પગલાંઓનો સમાવેશ માનસિક આરોગ્યમાં થાય છે.
52. માનસિક સ્વસ્થતા ધરાવતા વ્યક્તિના લક્ષણો જણાવો.
- માનસિક સ્વસ્થતા ધરાવતી વ્યક્તિ બદલાયેલી પરિસ્થિતિ સાથે સહજ રીતે અને ઝડપથી અનુકૂલન સાધી શકે છે.
- તે અન્ય લોકો સાથે સરળતાથી ભળી શકે છે.
- તેનું સામાજિક અનુકૂલન સારું હોય છે.
- તે પોતાની મર્યાદાઓ અને શક્તિઓને સારી રીતે સમજી શકે છે.
- તે સાંવેગિક પરિપકવતા ધરાવે છે.
- તે સ્વતંત્ર અને મૌલિક રીતે વિચારી શકે છે.
- તે સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લઈ શકે છે.
- હંમેશાં વાસ્તવિક દુનિયામાં જીવે છે.
- તે કાલ્પનિક તથા તરંગી વિચારોથી દૂર રહે છે.
- નિષ્ફળતાઓથી તે વ્યાકુળ નથી થતી અને બિનજરૂરી ચિંતા નથી કરતી.
53. અનુકૂલન એટલે શું ?
- અનુકૂલન એટલે વ્યક્તિએ પોતાની જાત, પરિસ્થિતિ કે અન્ય વ્યક્તિઓ સાથે અનકૂળ બનીને રહેવું તે.
- અનુકૂલન એ એવી પ્રક્રિયા છે કે જે દ્વારા વ્યક્તિ સ્વ અને વાતાવરણ વચ્ચે સુસંવાદી સંબંધ જાળવવા વર્તનમાં પરિવર્તન લાવે તે.
- અનુકૂલન એટલે કટોકટીની પળોમાં પણ પોતાની જાતનું સંવેગો આવેગોનું નિયંત્રણ કરી સમાજ સ્વીકાર્ય વર્તન કરવા કોશિશ કરવી.
- વ્યક્તિની જરૂરિયાત અને પરિસ્થિતિ વચ્ચે અસરકારક રીતે સુમેળ સાધવાનો પ્રયાસ
- વ્યક્તિનો પોતાની જાત સાથેનો, પરિસ્થિતિ સાથેનો કે સમાજની વ્યક્તિ કે વ્યક્તિઓ સાથેનો સંવાદિતા પૂર્ણ સુમેળ સાધવાનો પ્રયાસ.
- વ્યક્તિ પોતાના વાતાવરણ કે પરિસ્થિતિ કે વ્યક્તિઓ વચ્ચે સંતુલિત સંબંધ જાળવવા પોતાના વર્તનમાં એ પરિબળોને અનુરૂપ ચોક્કસ પરિવર્તન લાવે છે તે.
- પ્રાપ્ત થયેલી ઘટનાઓ, પરિસ્થિતિઓ, સંજોગો અને સમાજ કે તેની વ્યક્તિઓ સાથે અનુરૂપ થઈને રહેવાની અને વર્તવાની ઘટના.
54. અનુકૂલીત વ્યક્તિનાં બે લક્ષણો જણાવો.
- વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય એટલે કે તેની વયકક્ષા અનુસાર તેનો શારીરિક વિકાસ, વજન, ઊંચાઈ, અંગ - ઉપાંગનો વિકાસ સામાન્ય હોય છે. આવી વ્યક્તિ પોતાની જાત સાથે અને આસપાસનાં વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં સરળતા અનુભવે છે.
- અનુકૂલિત વ્યક્તિ પોતાના સંવેગો પર નિયંત્રણ રાખી શકે છે. ક્યારે, કોની સામે કેવા સંવેગો કેટલી માત્રામાં પ્રદર્શિત કરાય અને ક્યારે પ્રદર્શિત ન કરાય તે બાબત તેણે શીખી લીધી હોય છે. એટલે કે તેના સંવેગાત્મક વ્યવહારમાં યોગ્ય સંતુલન જોવા મળે છે.
55. અપાનુકૂલન એટલે શું ?
અનુકૂલનની વિરોધી સ્થિતિ
56. અપાનુકૂલન વ્યક્તિનાં લક્ષણો જણાવો.
- તેમનામાં આત્મ - વિશ્વાસનો અભાવ જોવા મળે છે.
- તેઓમાં હીનતાનો ભાવ જોવા મળે છે.
- તે ચિંતિત હોય છે.
- આત્મ - નિયંત્રણનો અભાવ ધરાવે છે.
- પોતાને સતત અસુરક્ષિત અનુભવ્યા કરે છે.
- એકાંત પ્રિય અથવા તો પોતાનામાં જ ખોવાયેલા રહેવાનું પસંદ કરે છે. સમૂહમાં જતાં ડરે છે.
- તેઓ આક્રમક અને નિર્દયી બની જાય છે.
- ધૈર્ય કે સહનશીલતા ગુમાવી બેસે છે.
57. અપાનુકૂલન નાં કારણો જણાવો.
- કુટુંબ અને કુટુંબની બહાર વધતાં જતાં સંઘર્ષો
- ઝડપી સામાજિક પરિવર્તનોને કારણે વધતી જતી અસલામતીની લાગણી.
- કેટલીક માનસિક મર્યાદાઓ જેવી કે નિમ્ન બુદ્ધિ કક્ષા, અંતર્મુખીપણું.
- આત્મગૌરવનો અભાવ : સ્વ વિશેનો નીચો ખ્યાલ.
- પરાણે સ્વીકારવાં પડતાં સામાજિક મૂલ્યો અને ધોરણો.
- ભીરુતા અને ચિંતા ઉત્પન્ન કરતી ગરીબી.
- વણસંતોષાયેલી મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો
58. બચાવ પ્રયુક્તિ કોને કહે છે ?
- વ્યક્તિ હતાશા કે વૈફલ્યથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો આશ્રય લે છે તે પ્રયુક્તિઓને બચાવ પ્રયુક્તિ, માનસિક પ્રયુક્તિઓ કે અનુકૂલન પ્રયુક્તિઓ કહેવામાં આવે છે.
- જેના દ્વારા લોકો તેમના હેતુઓ સિદ્ધ કરે, તંગદિલી હળવી કરે અને સંઘર્ષ દૂર કરે તેને બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે.
- તીવ્ર સાંવેગિક આઘાત, હતાશા કે સંઘર્ષનાં પરિણામે જ્યારે મનોવૈજ્ઞાનિક સમતોલનને ખતરો ઊભો થાય છે ત્યારે માણસ દોષારોપણથી બચવા જે છળ કપટ તથા ચક્રવ્યૂહોનો સહારો લે છે તેને જ બચાવપ્રયુક્તિ કે સંરક્ષણ પ્રયુક્તિઓ કહે છે.
- બિનજરૂરી ચિંતાથી અહંને બચાવવાના હેતુથી અવચેતન મન જે યુક્તિઓની મદદ લે છે તેને બચાવપ્રયુક્તિઓ કહેવાય છે.
59. વિવિધ બચાવ પ્રયુક્તિઓના નામ જણાવો.
- પ્રક્ષેપણ
- દમન
- સ્થગિતતા અને પીછેહઠ
- તાદાત્મ્ય
- કૃગિમ પ્રાયશ્ચિત્ત
- આત્મઘાત
- વિરોધીભાવ અભિવ્યક્તિ
- આવેગનું એકાકીકરણ
- યૌકિકરણ
- ઉદાત્તીકરણ
- ક્ષતિપૂર્તિ
- સહાનુભૂતિ મેળવવાની વૃત્તિ
60. ઉદાત્તીકરણ બચાવ પ્રયુક્તિ કોને કહે છે ?
કોઈ પૂર્ણ ન કરી શકાય તેવી ઇચ્છાઓ કે અનૈતિક ઇચ્છાઓને સમાજમાં સ્વીકાર્ય હોય તેવા વિકલ્પો તરફ વાળી દેવાની પ્રક્રિયાને ઉદાત્તીકરણ કહે છે.
61. પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ કોને કહે છે ?
જ્યારે વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા કે મોભો જાળવી રાખવા માટે પોતાના દોષો કે ખામીઓને બીજા પર ઢોળી દે છે ત્યારે તેને પ્રક્ષેપણ કહેવામાં આવે છે.
62. કૃત્રિમ પ્રાયશ્ચિત્ત કોને કહે છે ?
વ્યક્તિ જ્યારે કોઈ અયોગ્ય કાર્ય કરે ત્યારબાદ તે કૃત્રિમ એટલે કે ખોટું પ્રાયશ્ચિત્ત કરે તેને કૃત્રિમ પ્રાયશ્ચિત્ત કહે છે.
63. વિરોધીભાવ અભિવ્યક્તિ એટલે શું ?
જ્યારે વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઇચ્છાઓ જેવી હોય તેના કરતાં જુદું જ બોલે કે વર્તે તો તેને વિરોધીભાવ અભિવ્યક્તિ કહે છે.
64. આવેગનું એકાકીકરણ કોને કહે છે ?
પોતાના મનમાં ઉત્પન્ન થતા આવેગોને રોકી દેવા અથવા પોતાના મનના આવેગોને ઉત્પન્ન જ ન થવા દેવા તેને આવેગનું એકાકીકરણ કહેવાય.
65. યૌક્તિકરણ એટલે શું ?
વ્યક્તિને જ્યારે જીવનના કોઈ ક્ષેત્ર કે કાર્યમાં નિષ્ફળતા મળે ત્યારે તે તેની નિષ્ફળતાને છુપાવવા માટે સાચું કારણ રજૂ કરવાના બદલે સારું કારણ રજૂ કરે તો તેને યૌક્તિકરણ કહે છે.
66. જૂથ સંચલન એટલે શું ?
- સામાન્ય રીતે જૂથની સભ્યો ૫૨ અને સભ્યોની જૂથ ૫૨ થતી અસરને જૂથ સંચલન કહે છે.
- જૂથ સંચલન એ જૂથમાં થતાં આંતરિક પરિવર્તનો દર્શાવે છે.
- જૂથના સભ્યો દ્વારા જૂથ પર અને જૂથ દ્વારા તેના સભ્યો ૫૨ જે અસર પડે છે, તેના અભ્યાસને જૂથ સંચલન કહે છે.
67. જૂથના પ્રકારો જણાવો.
- પ્રાથમિક જુથ
- ગૌણ જુથ
- ઔપચારિક જુથ
- અનઔપચારિક જુથ
- સામાજિક જુથ
- મનોવૈજ્ઞાનિક જુથ
68. જૂથ આંતરક્રિયા એટલે શું તેના બે પ્રકાર જણાવો.
જૂથ આંતરક્રિયા એટલે જૂથના સભ્યો વચ્ચે થતી ક્રિયાઓ આપ - લે, વિનિમય
આંતરક્રિયા બે પ્રકારની હોય છે :
( 1 ) પ્રત્યક્ષ આંતરક્રિયા : એટલે કે તેમાં જૂથના સભ્યો રૂબરૂ વિનિયમ કરે છે, વિચારોની આપ લે કરે છે.
( 2 ) પરોક્ષ આંતરક્રિયા : એટલે રૂબરૂ થયા વગર સભ્યોનો વિચાર વિનિમય અન્ય માધ્યમો દ્વારા જૂથના સભ્યો દ્વારા થતી આંતરક્રિયા.
69. સામાજિકતામિતિ એટલે શું ?
- “વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે થતી આંતરક્રિયા દરમિયાન એકબીજા પ્રત્યે પેદા થતી આકર્ષણ, અસ્વીકૃતિ કે ભેદભાવની લાગણીના કારણે ઉદ્ભવતા સામાજિક - સાંવેગિક વાતાવરણનો અભ્યાસ એટલે સામાજિકતામિતિ.”
- સામાજિકતામિતિ એ જૂથના સભ્યો વચ્ચેના સંબંધોની તરાહ શોધીને તેનું વિશ્લેષણ કરવાની એક પદ્ધતિ છે. તે વર્ગખંડમાં પ્રવર્તમાન સામાજિક સંબંધોનો એક અભ્યાસ છે.
- સામાજિક્તામિતિ એક વ્યાપક શબ્દ છે જે જૂથમાં લોકોની પસંદગી, સંપ્રેષણ અને આંતરક્રિયાની તરાહને લગતાં પ્રદત્તના એકત્રીકરણ અને વિશ્લેષણની પદ્ધતિનો નિર્દેશ કરે છે.
70. સામાજિકતામિતિનો ઈતિહાસ જણાવો.
- સામાજિક્તામિતિનો સૌપ્રથમ ઉપયોગ ઇ.સ. 1934માં થયો હતો.
- ઑસ્ટ્રીયના મનોવૈજ્ઞાનિક જે.એલ.મોરે સામાજિક્તામિતિ પ્રયુક્તિના અન્વેષક હતા.
- પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બેઘર થયેલ વ્યક્તિઓના કેમ્પમાં તેમના સામાજિક અનુકૂલનનો અભ્યાસ કરવા માટે તેઓએ સર્વપ્રથમ આનો ઉપયોગ કર્યો હતો.
- ત્યારબાદ અમેરિકાની શાળાઓમાં વૈજ્ઞાનિક ઢબે વિદ્યાર્થીઓના જૂથ પર સંશોધન કરવા માટે તેમણે આ તનિકનો ઉપયોગ કર્યો હતો.
71. સામાજિક્તામિતિ તૈયાર કરવાના સોપાનો જણાવો
- પ્રશ્નાવલીની રચના : હકારાત્મક, નકારાત્મક પ્રશ્નો
- પ્રશ્નાવલીીનું સંચાલન
- સામાજિક્તામિતિ કોષ્ટકની રચના
- પ્રતિચારોની નોંધ
- પ્રતિચારોનું વિષ્લેષણ
72. સામાજિક્તામિતિનો ઉપયોગ જણાવો.
- વર્ગમાં નેતાની પસંદગી કરાતી હોય ત્યારે સામાજિકતામિતિનો ઉપયોગ કરીને નેતાની પસંદગી થઈ શકે છે.
- વર્ગમાં વિવિધ વર્તન - તરાહ દર્શાવતા વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડી શકાય.
- વિદ્યાર્થીના પેટા - જૂથની વર્ગવ્યવહાર પર થતી અસરનો અભ્યાસ થઈ શકે છે.
- વર્ગમાં કેટલાં જૂથ જોવા મળે છે ? જૂથ - જૂથ વચ્ચે અનુકૂલન પ્રાપ્ત થાય તે માટે સામાજિકતામિતિનો ઉપયોગ કરી શકાય.
- વર્ગમાં એકલા - અટૂલા, અસામાજિક વિદ્યાર્થીઓ શોધીને જરૂરી માર્ગદર્શન આપી શકાય.
- વિદ્યાર્થીના માનસનો સાચો ખ્યાલ આવે છે.
73. સામાજિક્તામિતિની મર્યાદાઓ જણાવો.
- વર્ગમાં કોઈ વિદ્યાર્થી માટે વધુ પસંદગી આપવાની હોય ત્યારે પસંદગીની તીવ્રતાની ખબર પડતી નથી.
- વર્ગમાં સામાજિકતામિતિને આધારે નિદાન કર્યા પછી ઉપચારાત્મક કાર્યનો ખ્યાલ આવતો નથી.
- વર્ગમાં વધુ પરિવર્તન થતું હોવાથી વધુ વખત સામાજિકતામિતિનો ઉપયોગ કરીને માહિતી મેળવવી પડે છે. વધુ વખત માહિતી મેળવવામાં વધુ સમય જાય છે.
- વિદ્યાર્થીઓ ખોટી માહિતી આપે તો અર્થઘટન ખોટું થાય છે.
- નકારાત્મક પ્રશ્નો પૂછવાનું અજુગતું લાગે છે, તેથી તેવા પ્રશ્નો પૂછવાનુ ટાળવું એ જ ઇચ્છનીય છે.
- પરિણામમાં અમુક સમયે પરિવર્તન થતું રહેતું હોવાથી કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવવું હોય તો આવી શકાતું નથી.