1. ભાષાના શિક્ષકના ગુણો જણાવો.
- વિષયવસ્તુનું જ્ઞાન
- બાલ મનોવિજ્ઞાનનું જ્ઞાન
- તંદુરસ્ત સ્વાસ્થ્ય
- ચારિત્ર્યશીલતા
- સામાજિકતા
- નેતાગીરી
- મિત્રતા
- દ્રઢ મનોબળ
- પ્રસન્નતા
- નિષ્ઠા
2. ભાષા શિક્ષકની શૈક્ષણિક લાયકાત જણાવો.
- ભાષા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત પૈકી કોઈપણ) વિષય સાથે સ્નાતક (B.A.) ની પદવી મેળવેલ હોવી જોઈએ.
- શિક્ષક પ્રશિક્ષણની તાલીમ (B.Ed.) મેળવેલ હોવી જોઈએ.
- ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી માટેની પરીક્ષા (TET) (પ્રાથમિક વિભાગ માટે) અને (TAT) (માધ્યમિક વિભાગ માટે) પાસ કરવી ફરજિયાત છે.
- ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભાષા શિક્ષક થવા માટે તેણે ભાષાના કોઈ એક વિષય સાથે અનુસ્નાતક (M.A.) ની પદવી મેળવેલ હોવી જોઈએ. ઉપરાંત શિક્ષણ વિદ્યાશાખા સ્નાતકની પદવી ( B.Ed ) કરેલ હોવું જોઈએ. સાથે (TAT) ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
- કોઈપણ વિભાગના શિક્ષક જો તેની લઘુતમ લાયકાત કરતાં વધુ ઊંચી પદવી ધરાવતા હોય તો તે વધુ આવકાર્ય છે.
3. સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકના ગુણો જણાવો.
- સારું માનસિક સ્વાસ્થ્ય
- પ્રભાવશાળી વ્યક્તિત્વ
- અધ્યયનશીલતા
- મૈત્રીપૂર્ણ અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર
- સમાજનાં અનિષ્ટો પરત્વે સંવેદનશીલતા
4. સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની શૈક્ષણિક લાયકાત જણાવો.
પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે :
- સામાજિક વિજ્ઞાન વિષય સાથે સ્નાતકની પદવી (B.A.) અથવા (B.Com)
- શિક્ષણ વિદ્યાશાખામાં સ્નાતકની પદવી (B.Ed.)
- TET ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે :
- સામાજિક વિજ્ઞાન વિષય સાથે સ્નાતકની પદવી (B.A.)
- શિક્ષણ વિદ્યાશાખામાં સ્નાતકની પદવી (B.Ed.)
- TAT ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
5. અનુબંધ એટલે શું ?
- કોઈપણ બે વિષયોના અભ્યાસક્રમ કોઈક કોઈક બાબતોમાં સામાન્ય હોય અને એક બીજાના કાર્ય પ્રદેશને આવરી લેતો હોય તો તેનો અધ્યાપન સમયે જો નિર્દેશ કરવામાં આવે તો તેને અનુબંધ કહી શકાય.
- "જ્ઞાનની અખિલાઈના સંદર્ભમા એક વિષયનો અન્ય વિષયો સાથેનો યોગ્ય ભૂમિકા પ૨ નો સંબંધ એટલે અનુબંધ."
- "એક વિષયનો બીજા વિષયો સાથેનો કે તેના પેટા વિભાગો વચ્ચેનો સંબંધ એટલે અનુબંધ."
- "અનુબંધિત શિક્ષણ એટલે અભ્યાસક્રમનાં વિષયનું શિક્ષણ અન્ય વિવિધ વિષયો સાથે સંબંધ જોડી અખંડિત, સંકલિત અને સમન્વિત રીતે આપવામાં આવે તે"
6. અનુબંધનું મહત્વ જણાવો.
- વિદ્યાર્થીઓને વિશાળ દૃષ્ટિકોણ પૂરો પાડી શકાય છે.
- અનુબંધથી જ્ઞાનના સમગ્રપણાનો ખ્યાલ આવે છે.
- શિક્ષણકાર્ય રસપ્રદ બનાવી શકાય છે.
- કોઈપણ વિષયનો અનુબંધ બાંધી અધ્યયન - અધ્યાપન કરવાથી ફલ પ્રાપ્તિ ઊંચી કક્ષાની પ્રાપ્ત થાય છે.
- શાળામાં ગહન અભ્યાસક્રમનો બોજ ઘટાડી શકાય છે.
- નિશ્ચિત સમય મર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાય છે.
7. વિવિધ વિષયો સાથે અનુબંધ કરી વર્ગીકરણ કરો.
- ગુજરાતી અને અન્ય ભાષાઓ
- ભાષા અને સામાજિક વિજ્ઞાન
- ભાષા અને વિજ્ઞાન
- ભાષા અને ગણિત
- સામાજિક વિજ્ઞાન અને ગણિત
- સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન
- ઇતિહાસ અને વિજ્ઞાન
- નાગરીકશાસ્ત્ર અને વિજ્ઞાન
- ભુગોળ અને વિજ્ઞાન
- વિજ્ઞાન અને ગણિત
8. અધ્યાપન એટલે શું ?
અધ્યાપન એટલે વિવિધ વિષય શિક્ષણના હેતુઓ કે તેની ક્ષમતાઓના સંદર્ભમાં અધ્યેતામાં અપેક્ષિત ઇષ્ટ વર્તન - પરિવર્તનો લાવવા માટે યોજવામાં આવતી કેતુકેન્દ્રી - ક્ષમતાકેન્દ્રી અને અધ્યયનપ્રદ પ્રવૃત્તિઓ કે અનુભવોની હારમાળા.
9. અધ્યાપનના સિદ્ધાંતો જણાવો.
- ક્રિયા દ્વારા અધ્યાપન- અધ્યયનનો સિદ્ધાંત,
- રુચિ જાગૃત કરવાનો સિદ્ધાંત,
- પ્રેરણાનો સિદ્ધાંત,
- જીવન સાથે અનુબંધનો સિદ્ધાંત,
- વિષયો સાથે અનુબંધ જોડવાનો સિદ્ધાંત,
- ક્ષમતાકેન્દ્રી શિક્ષણનો સિદ્ધાંત,
- શિક્ષણ વ્યવહારનો સિદ્ધાંત,
- જ્ઞાનની પસંદગીનો સિદ્ધાંત,
- સર્જન અને આનંદનો સિદ્ધાંત,
- સિદ્ધિ પ્રેરણાના વિકાસનો સિદ્ધાંત,
10. સૌપ્રથમ અધ્યાપનનાં સૂત્રો કોણે રજૂ કર્યાં હતાં ?
સૌપ્રથમ હર્બર્ટ સ્પેન્સર નામના કેળવણીકારે એમના ‘Education’ નામના પુસ્તકમાં અધ્યાપનનાં સૂત્રો રજૂ કર્યાં. ત્યાર પછી ડૉ. વેલ્ટન અને ડો. ક્વીક તેમજ અન્ય કેળવણીકારોએ આ સૂત્રોના ઉપયોગને સમર્થન આપ્યું અને તેને વ્યાપક બનાવ્યાં.
11. અધ્યાપનના સુત્રો જણાવો.
- જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું
- સરળ પરથી કઠિન તરફ જવું
- મૂર્ત પરથી અમૂર્ત તરફ,
- પૃથક્કરણ પરથી સંયોજન તરફ જવું,
- સમગ્ર પરથી અંશ તરફ જવું,
- વિશિષ્ટ પરથી સર્વસામાન્ય તરફ જવું,
- અનુભવ સિદ્ધ તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું,
- આગમન પરથી નિગમન તરફ,
- મનોવૈજ્ઞાનિક પરથી તાર્કિક અભિગમ તરફ જવું,
12. અધ્યાપન પ્રવિધિઓનાં નામ જણાવો.
- માઇક્રોટિચિંગ
- ભાષા પ્રયોગશાળા
- ટેલિકોન્ફરન્સિંગ અને ઓનલાઈન ટીચિંગ
- અભિક્રમીત અધ્યયન
13. ભાષા પ્રયોગશાળાની જરૂરિયાત જણાવો.
- વ્યક્તિગત ભિન્નતા અનુસાર વિદ્યાર્થીઓ અધ્યયન કરી શકે.
- અસરકારક પ્રત્યાયના / સંપ્રેષણ માટે ભાષાનું spoken form જરૂરી છે, જે ભાષા પ્રયોગશાળામાં મળી શકે છે.
- પાઠ્યપુસ્તક દ્વારા થતા ભાષાશિક્ષણમાં શિક્ષક જ ભાષા બોલે અને વિદ્યાર્થી સાંભળે છે. જે તે ભાષાભાષી ના અવાજમાં ભાષા સાંભળી શકે છે . ભાષા પ્રયોગશાળામાં બાળક જે - તે ભાષાભાષી વ્યક્તિના અવાજમાં જ ભાષા સાંભળી શકે છે.
- વિદ્યાર્થીઓ ( વિદેશી ) ભાષાનાં મૂળભૂત કૌશલ્યો શ્રવણ, કથન, વાચન, અને લેખન, કેળવી શકે છે.
- શુદ્ધ ઉચ્ચાર સાથે ભાષા બોલી શકે.
14. ભાષા પ્રયોગશાળાની ચાર કાર્યપદ્ધતિના નામ જણાવો.
- પ્રસારણ પદ્ધતિ
- લાઇબ્રેરી પદ્ધતિ
- Diel Access પદ્ધતિ
- મિશ્ર પ્રકારની પદ્ધતિ
15. ભાષા પ્રયોગશાળાના ફાયદા જણાવો.
- વિદ્યાર્થીઓ વિદેશી ભાષા ત્યાંની વ્યક્તિ દ્વારા જ બોલાયેલ સ્વરૂપમાં સાંભળી શકે છે.
- વિદ્યાર્થીને સક્રિય રીતે ભાષા બોલવાનો પૂરતો સમય રહે છે.
- પોતાની ભૂલ પોતે જ સાંભળે અને સુધારો લાવે છે.
- દરેક વિદ્યાર્થી પોતાની ઇચ્છા અનુસાર ટેપ સાંભળી શકે છે.
- દરેક વિદ્યાર્થી પોતાની શક્તિ - ઝડપ - અનુસાર અધ્યયન કરી શકે છે.
16. કોને અભિક્રમિત અધ્યયનનો જન્મદાતા માનવામાં આવે છે ?
બી.એફ. સ્કિનરને અભિક્રમિત અધ્યયનનો જન્મદાતા માનવામાં આવે છે.
17. અભિક્રમિત અધ્યયનની વ્યાખ્યા આપો.
- “અભિક્રમિત અધ્યયન એ સ્વયંશિક્ષણની એક પદ્ધતિ છે, અને કાળજીપૂર્ણ રીતે યોજિત વિગતોની હારમાળા દ્વારા એની સિદ્ધિ થાય છે, જેમાં અધ્યયનકર્તા પાસેથી પ્રતિચાર માંગવામાં આવે છે અને પછી તે પ્રતિચારના સમર્થન અંગેની માહિતીની જાણ પણ કરવામાં આવે છે.”
- ‘એ તો પ્રત્યેક આવકાર્ય (Acceptable) વિદ્યાર્થીની વર્તણૂક પર નક્કર અને માપનક્ષમ અસર નિપજાવવા માટે શૈક્ષણિક બનાવોને પુનઃનિદર્શિત કરનાર ક્રમમાં ગોઠવવાની પદ્ધતિ છે.’
18. અભિક્રમિત અધ્યયનની લાક્ષણીકતાઓ જણાવો.
- અધ્યયનકર્તાના લક્ષ્ય જૂથને ધ્યાનમાં રાખીને ‘પૂર્વવર્તન’ અને ‘લક્ષ્ય - વર્તન’ ના સંદર્ભમાં તે ચોક્કસ (Precise) હોય છે.
- તે શૈક્ષણિક સામગ્રીને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની પ્રક્રિયા છે કે જે અધ્યયનનું ઊંડાણ અને અધ્યયનના દરને મહત્તમ બનાવે છે, સમજણ વધારે છે અને વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન જગાડે છે.
- તે અભિક્રમ અને અધ્યયનકર્તા વચ્ચેના આંતરવ્યવહાર (Interaction) પર વધુ ભાર મૂકે છે.
- અધ્યયનકર્તાને પ્રાપ્ત થતી નિષ્ફળતા અને તેમાંથી ઉપજતી નિરાશાને દૂર કરવા માટે તે તાર્કિક રીતે સ્પષ્ટ પગલામાં વ્યવસ્થિત ગોઠવેલ હોય છે.
19. અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો જણાવો.
- નાનાં પગલાંના સિદ્ધાંત
- સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત
- ત્વરિત પુષ્ટિનો (પરિણામની જાણનો) સિદ્ધાંત
- સ્વ - ગતિનો સિદ્ધાંત
- વિદ્યાર્થી પરીક્ષણનો સિદ્ધાંત
- ઓછામાં ઓછી ભૂલનો સિદ્ધાંત
20. અભિક્રમનાં પ્રકાર જણાવો.
- રૈખિક અભિક્રમ
- પ્રશાખા અભિક્રમ
- મેથેટિક્સ
21. પ્રશાખા અભિક્રમના પ્રકાર જણાવો.
પ્રશાખા પીછે
પ્રશાખા આગે
22. અભિક્રમિત અધ્યયનની મર્યાદાઓ જણાવો.
- વિજ્ઞાન, ગણિત, વ્યાકરણ સિવાય અન્ય વિષયોના અભિક્રમો રચવા અત્યંત મુશ્કેલ છે.
- અભિક્રમોની રચના શાસ્ત્રીય બનાવવા ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે, તેથી રોજિંદા શિક્ષણમાં આ પદ્ધતિ વ્યવહારુ બનતી નથી.
- અભિક્રમિત અધ્યયન એક નવો વિચાર છે. હજુ આપણી શાળાઓમાં શિક્ષક પાસે તે વિશે કશી ભૂમિકા નથી. છે તો અત્યંત અસ્પષ્ટ છે.
- અભિક્રમિત યોગ્યતા તપાસ્યા સિવાય અભિક્રમનો અમલ અસરકારક યા સફળ અભિક્રમ કહી શકાતો નથી.
23. અધ્યાપન પદ્ધતિઓ જણાવો.
વ્યાખ્યાન પદ્ધતિ
- કથન - ચર્ચા પદ્ધતિ
- જૂથચર્ચા પદ્ધતિ
- તુલનાત્મક પદ્ધતિ
- પ્રોજેક્ટ પદ્ધતિ
- નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ
- સ્વાધ્યાય અભ્યાસ પદ્ધિત
- સમસ્યાઉકેલ અભ્યાસ પદ્ધતિ
- સેમિનાર પદ્ધતિ
- પરિસંવાદ પદ્ધતિ
- જીવનવૃત્તાંત (જીવનચરિત્ર) પદ્ધતિ
- નિદર્શન પદ્ધતિ
- આગમન નિગમન પદ્ધતિ
- પૃથક્કરણ સંયોગીકરણ પદ્ધતિ
24. અધ્યાપન પ્રયુક્તિઓ જણાવો.
- વર્ણન પ્રયુક્તિ
- ઉદાહરણ પ્રયુક્તિ
- સ્પષ્ટીકરણ પ્રયુક્તિ
- પ્રશ્ન પ્રયુક્તિ
- કા.પા.કાર્ય પ્રયુક્તિ
25. વર્ણન પ્રયુક્તિનું મહત્ત્વ જણાવો.
- વર્ણન પ્રયુક્તિના ઉપયોગ દ્વારા ક્રમિક રજૂઆત કરી શકાય છે.
- આ પ્રયુક્તિના ઉપયોગ થકી સચોટ માહિતી પૂરી પાડી શકાય છે.
- વિવિધ અધ્યાપન પદ્ધતિઓના ઉપયોગ દરમિયાન આ પ્રયુક્તિનો ઉપયોગ શિક્ષણને વધુ અસરકારક બનાવે છે.
- વિદ્યાર્થીઓના માનસ પર વર્ણનને અનુરૂપ શબ્દચિત્રો ઉપસાવી શકાય છે.
- વિદ્યાર્થીઓનું અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
26. ઉદાહરણ પ્રયુક્તિની મર્યાદાઓ જણાવો.
- ઘણીવાર સમયસર અભ્યાસક્રમ પૂરો કરી શકાતો નથી.
- વિષયાંતર થવાની શક્યતા રહે છે.
- ઉદાહરણો સચોટ, ટૂંકાં, સ્પષ્ટ ન હોય તો તેનાથી કોઈ જ લાભ થતો નથી.
- વિદ્યાર્થીની કક્ષા પ્રમાણેના ઉદાહરણ રજૂ કરવામાં ન આવે તો યોગ્ય પરિણામ મળતું નથી.
27. સ્પષ્ટીકરણ એટલે શું ?
કોઈપણ નવી ઘટના કે ખ્યાલને તેના પૂર્વજ્ઞાન સાથે જોડીને નવી ઘટના કે ખ્યાલ અંગે ખૂટતી કડીઓ જોડવામાં આવે તેને સ્પષ્ટીકરણ કહે છે.
28. કા.પા. કાર્ય પ્રયુક્તિનું મહત્ત્વ જણાવો.
- કા.પા. પર નોંધ કરેલ મુદ્દાઓ વિદ્યાર્થી કથન સાંભળવવાની સાથે સાથે જુએ પણ છે, તેથી તે સરળતાથી યાદ રહી જાય છે.
- અગત્યના મુદ્દા કા.પા. પર નોંધવામાં આવતા હોવાથી વિદ્યાર્થી તેનું મહત્ત્વ સમજી શકે છે.
- આકર્ષક કા.પા. કાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
- ભાષા , સામાજિક વિજ્ઞાન, નામાનાં મૂળતત્ત્વો જેવા વિષયોમાં તો કા.પા. કાર્ય વગરના શિક્ષણ કાર્યની કલ્પના જ ન કરી શકાય.
- સમગ્ર વિષયવસ્તુનું સ્પષ્ટ ચિત્ર કા.પા. કાર્ય દ્વારા ઊપસી આવે છે.
29. સ્વાધ્યાય એટલે શું ?
જે એકમ અધ્યેતાઓએ ભણવાનો છે, તેનાં પ્રત્યભિજ્ઞા અને સ્વીકારરૂપે જે શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવે અને જેનાથી એ એકમનો અભ્યાસ ક્ષમતાપૂર્વક થઈ શકે તેવી પ્રવૃત્તિ એટલે સ્વાધ્યાય.
30. સ્વાધ્યાય અભિગમના લાભો જણાવો.
- અધ્યેતા સ્વપ્રયત્ને નિયત એકમની માહિતી પ્રાપ્ત કરે છે.
- અધ્યેતા વિવિધ સાધન - સામગ્રી અને સંદર્ભસાહિત્યના ઉપયોગ દ્વારા માહિતીની તારવણી અને નોંધ કરતાં શીખે છે.
- અભ્યાસક્રમના વિસ્તૃત મુદ્દાઓને સ્વાધ્યાય દ્વારા એકીસાથે આવરી લઈ શકાય છે.
- અધ્યેતાઓને ફૂરસદના સમયનો યોગ્ય ઉપયોગ કરવાની ટેવ પડે છે.
- સ્વાધ્યાય અભિગમને લીધે અધ્યેતાઓમાં ચોક્કસ પ્રકારના વર્તન ફેરફારો લાવી શકાય છે.
31. સમસ્યા ઉકેલના ઘટકો જણાવો.
- તૈયારી,
- ઉત્કલ્પના,
- ચોક્ક્સ ઉકેલ શોધવો,
- મુલ્યાંકન,
- સુધારણા
32. સમસ્યાઉકેલ અભિગમના લાભો જણાવો.
- સમસ્યાઉકેલ અભિગમ વિષય મુદ્દાની સમજને સ્પષ્ટ કરે છે અને સંપૂર્ણ બનાવે છે.
- આ અભિગમમાં તર્કબદ્ધતા કેન્દ્રસ્થાને હોવાથી તે અધ્યેતાઓની તર્કશક્તિને વિકસાવે છે.
- આ અભિગમથી અધ્યાપકને, અધ્યેતાને અને ખુદ શિક્ષણને સક્રિય બનાવી શકાય છે.
- યાદદાસ્ત પર આધારિત સ્મૃતિ કક્ષાના શિક્ષણને સ્થાને ચર્ચાત્મક કક્ષાના શિક્ષણને શક્ય બનાવે છે.
- સમસ્યા દ્વારા વિષયવસ્તુના એકમ તરફ અધ્યેતાઓને લઈ જઈ શકાય છે.
33. શિક્ષણ પ્રતિમાન એટલે શું ?
શિક્ષણ પ્રતિમાન એટલે કોઈ ચોક્કસ પ્રારૂપ, રૂપરેખા અથવા આદર્શને અનુસાર વર્તન અને ક્રિયાને ઢાળવાની સબળ બનાવવાની પ્રક્રિયા.
34. શિક્ષણ પ્રતિમાનનાં આધારભૂત સોપાનો જણાવો.
- ઉદ્દેશ,
- સંરચના,
- સામાજિક પ્રણાલી,
- મુલ્યાંકન પ્રણાલી
35. પૂછપરછ તાલીમ પ્રતિમાનનાં સોપાનો જણાવો.
- અસંગત ઘટનાની રજૂઆત
- માહિતી એકત્રીકરણ - સત્યતા ચકાસણી
- માહિતી એકત્રીકરણ - પ્રયોગીકરણ
- સ્પષ્ટીકરણનું નિર્માણ કરવું.
- શોધપ્રક્રિયાનું પૃથક્કરણ કરવું.
36. એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સમગ્ર પ્રવૃત્તિઓનાં ત્રણ સોપાનો જણાવો.
સોપાન -1 : એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
સોપાન - 2 : અધ્યયન વસ્તુની રજૂઆત
સોપાન - 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અન સ્થિરીકરણ.
37. શૈક્ષણિક હેતુઓના બે પ્રકાર જણાવો.
સામાન્ય હેતુઓ
વિશિષ્ટ હેતુઓ
38. સામાન્ય હેતુઓ કોને કહે છે ?
વર્ગશિક્ષણ માટે નિશ્ચિત કરાતા અપતા અધ્યયન હેતુઓને સામાન્ય હેતુઓ કહે છે.
39. વિશિષ્ટ હેતુઓ કોને કહે છે ?
- રોજબરોજના શિક્ષણમાં ઉપયોગી નીવડે અને એકાદ તાસમાં સિદ્ધ થઈ શકે તેવા હેતુઓને વિશિષ્ટ હેતુઓ કહેવામાં આવે છે.
- સામાન્ય હેતુઓની સિદ્ધિ માટે ટૂંકા ગાળામાં સિદ્ધિ હાંસલ કરી શકાય તેવા હેતુઓને વિશિષ્ટ હેતુઓ કહે છે.
40. સામાન્ય હેતુઓ જણાવો.
- શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે.
- વાચન દ્વારા અર્થગ્રહણ કરે.
- મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે.
- કથન દ્વારા અભિવ્યક્તિ કરે.
- લેખન દ્વારા અભિવ્યક્તિ કરે.
- સાહિત્ય કૃતિઓનો આનંદ મેળવે અને રસ કેળવે.
41. આગમન પદ્ધતિ એટલે શું ?
વિદ્યાર્થીઓ સમક્ષ પૂરતા પ્રમાણમાં ઉદાહરણો રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ ઉદાહરણો પરથી વિચારની પ્રક્રિયા શરૂ કરી સાચી રીતે તર્ક કરી સામાન્યીકરણ દ્વારા નિયમ તારવે તેને આગમન પદ્ધતિ કહે છે.
42. નિગમન પદ્ધતિ એટલે શું ?
- આગમન પદ્ધતિથી તદ્દન ઉલ્ટા પ્રકારની પદ્ધતિ એટલે નિગમન પદ્ધતિ.
- આ પદ્ધતિમાં વ્યાખ્યા કે સિદ્ધાંત પ્રથમ આપી દેવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ કે ચકાસણી ઉદાહરણો દ્વારા કરવામાં આવે છે.
43. નિગમન પદ્ધતિના ફાયદા જણાવો.
- આ પદ્ધતિ ખૂબ સરળ હોવાથી શિક્ષક તો પણ તેના માટે સરળ છે.
- જો બિનઅનુભવી હોય આ પદ્ધતિમાં શિક્ષક ઓછા સમયમાં વધુ માહિતીની સ્પષ્ટતા કરી શકે છે.
- મોટાં ધોરણો માટેના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થઈ છે.
- માહિતી સરળતાથી અને ઝડપથી આપી શકાતી હોવાને કારણે સમયની બચત થાય છે.
- આ પદ્ધતિ અમુક સંજોગોમાં આગમન પદ્ધતિની મર્યાદાઓ દૂર કરે છે.
44. તુલનાત્મક પદ્ધતિ કોને કહે છે ?
તુલના એટલે સરખામણી. જે કોઈપણ વિષયનાં વિષયવસ્તુ માટે ખૂબ જ મહત્ત્વની બાબત ગણાય છે. વાણિજ્ય વિષયમાં કોઈ એક એકમમાં વિવિધ મુદ્દાઓની બીજા અનેક મુદ્દાઓ સાથે તુલના થતી હોય છે. આ પ્રકારના કાર્યને શિક્ષણમાં તુલનાત્મક શિક્ષણ કે સરખામણીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
45. તુલનાત્મક પદ્ધતિનાં ફાયદા જણાવો.
- સમયનો બચાવ,
- અનુબંધ સ્થપાય,
- વિવિધ શક્તિનો વિકાસ,
- કઠિન મુદ્દાઓની સમજ,
- સંબંધ વિકસાવી શકાય,
- અસરકારક પદ્ધતિ
46. ભાષાંતર પદ્ધતિ કોને કહે છે ?
અનુવાદ કરવો એટલે એક ભાષામાં કહેવાયેલાને બીજી ભાષામાં કહેવું, ભાષાંતર કરવું. વળી આ ક્રિયાના પરિણામરૂપે બીજી ભાષામાં કહેવાયેલાને પણ અનુવાદ કહેવામાં આવે છે. વિદેશમાં અનુવાદન કૉમ્યુનિકેશન - વ્યાવસાયિક (પ્રોફેશનલ પ્રવૃત્તિ) પણ કહે છે.
47. ભાષાંતર પદ્ધતિનો ઉપયોગ જણાવો.
- અનુવાદ ભાષાશિક્ષણ ઉપરાંત એક મહત્ત્વની સામાજિક વિદ્યાકીય પ્રવૃત્તિ છે. આજના યુગમાં ભાષા વિજ્ઞાની, ભાષાંતરકારો કે ભાષા શિક્ષકો ઉપરાંત ઈલેકટ્રોનિક એન્જિનીયરીંગ અને ગણિતજ્ઞોના રસનો વિષય બની રહ્યો છે.
- વર્તમાનપત્ર, રેડિયો, વહીવટ, સાહિત્ય, વેપાર શિક્ષણ, પ્રવાસ વગેરે સાથે સંકળાયેલી વ્યક્તિઓને અનુવાદની જરૂર પડે છે.
- બીજી ભાષા શીખવા અનુવાદ ઉપયોગી થાય છે તથા બીજી ભાષાની પાયાની માહિતીથી અવગત થાય છે.
- બીજી ભાષાનું શબ્દભંડોળ દૃઢ થાય છે. તથા બીજી ભાષાના વર્ણ, ધ્વનિ વગેરેથી પરિચિત થાય છે.
48. વાર્તાકથન પદ્ધતિના લાભ જણાવો.
- વાર્તાકથન દ્વારા વિષય શિક્ષણને જીવંત બનાવી શકાય છે.
- આ પદ્ધતિના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં વિષય પરત્વે રુચિ જાગે છે. પરિણામે જે - તે વિષયનું શિક્ષણ બોજારૂપ બનતું નથી.
- યોગ્ય વાર્તાકથન દ્વારા વિદ્યાર્થીઓની કલ્પના શક્તિને ઉત્તેજના મળે છે. તેઓની સમક્ષ એક નવી સૃષ્ટિ ઊભી થાય છે, જેથી તેમની જિજ્ઞાસા પણ સંતોષાય છે.
- વાર્તા પદ્ધતિથી શીખેલ વિષયવસ્તુ દીર્ઘ સમય સુધી યાદ રહે છે.
- વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસાવી શકાય છે.
49. કથનચર્ચા પદ્ધતિનાં ફાયદા જણાવો.
- સહભાગીદારિતા,
- કઠિન મુદ્દાઓમાં સરળતા,
- શક્તિઓનો વિકાસ,
- વિવિધ અધ્યયન અનુભવો,
- મર્યાદા દુર થાય
50. નિદર્શન પદ્ધતિ કોને કહે છે ?
નિદર્શન પદ્ધતિને દાર્શનિક પદ્ધતિ પણ કહે છે. નિદર્શન પદ્ધતિના ઉપયોગ દ્વારા કોઈપણ વિષયનું શિક્ષણકાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં આ વિષયના શિક્ષા પરત્વે રસ ઉત્પન્ન કરી શકાય છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ સ્વરૂપમાં જ્ઞાન આપી શકાય છે.
51. નિદર્શન પદ્ધતિનું મહત્વ જણાવો.
- આ પદ્ધતિનાં ઉપયોગથી નામાનાં વિષયમાં આવતાં કૌશલ્યનો વિકાસ વિદ્યાર્થીઓમાં કરી શકાય છે.
- આ પદ્ધતિમાં નિદર્શન વખતે બતાવેલ મૂળ દસ્તાવેજો, પત્રકો, ખાતાઓ કે નમૂનાઓને જોવાથી વિદ્યાર્થીઓની અવલોકન શક્તિ વિકસે છે.
- અમૂર્ત ખ્યાલો મૂર્ત સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, તેથી અમૂર્ત ખ્યાલો સરળતાથી સ્પષ્ટ થાય છે.
- થોડા સમયમાં વધુ માહિતી રજૂ કરવાની તક મળે છે, જેથી સમયના બચાવ સાથે રસપ્રદ બને છે.
52. પૃથક્કરણ પદ્ધતિનાં લક્ષણો જણાવો.
- પૃથક્કરણ દ્વારા થતા શિક્ષણકાર્યમાં સાધ્યથી પક્ષ તરફ થઈને સાબિતી કે ઉકેલ મેળવવાનાં પગથિયા સૂચવાય છે.
- આ પદ્ધતિ તર્કસંગત ક્રિયા છે.
- આપેલ સમસ્યાના મુદ્દાઓને પૃથક્કરણ વિશ્લેષણથી સ્વાભાવિક નિયમ પર પહોંચાય છે.
- આ પદ્ધતિ વિદ્યાર્થીની અમૂર્ત તર્ક શક્તિ સંશોધન સૂઝ વિકસાવતી પદ્ધતિ છે.
53. આધાર પદ્ધતિ એટલે શું ?
પ્રાપ્ય સાધનો પૈકી કોઈ એક કે એકથી વધુ સાધન સામગ્રીનો ઉપયોગ કરી શિક્ષણકાર્ય કરવામાં આવે ત્યારે તેને આધાર પદ્ધતિ કહે છે.
54. આધાર પદ્ધતિનું મહત્વ જણાવો.
- આધાર પદ્ધતિના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં માનવસમાજના વિકાસ દરમિયાન બનેલી ઘટનાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમજવાનું વલણ વિકસે છે.
- વિવિધ આધારોના ઉપયોગને પરિણામે વિષયનું અધ્યાપન - અધ્યયન વધુ વાસ્તવિક અને પ્રત્યક્ષ બને છે.
- વિષયમાં વિવિધ ભૂતકાલીન ઘટનાઓનું આલેખન કેવી રીતે કરવામાં આવે છે તે પ્રક્રિયા સમજવામાં આધારોનો ઉપયોગ સહાયરૂપ બને છે.
55. માઇક્રોટીચિંગ એટલે શું ?
સામાન્ય રીતે માઇક્રોનો અર્થ સૂક્ષ્મ અથવા નાનું એવો ક૨વામાં આવે છે. આથી માઇક્રોટીચિંગ પાઠનું પાઠ્યવસ્તુ ઓછું હોય, વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય, પાઠનો સમય ઓછો હોય તેને માઇક્રોટીચિંગ કહેવામાં આવે છે.
56. માઇક્રોટીચિંગનાં લક્ષણો જણાવો.
- નાના પાયા પરનો શિક્ષણનો નમૂનો.
- તે દ્વારા અવલોકન ધારદાર બને.
- એકાદ નાની સંકલ્પના કે મુદ્દાનું શિક્ષણ.
- એકાદ શિક્ષણ કૌશલ્યને વિકસાવે.
- પાંચ કે સાત વિદ્યાર્થીઓને જ શિક્ષક ભણાવે.
- પાંચથી સાત મિનિટ શિક્ષણકાર્ય થાય.
- શિક્ષણમાં વર્તનનું વસ્તુલક્ષી, સંખ્યાત્મક અને ગુણાત્મક વિશ્લેષણ શક્ય બને.
57. માઇક્રોટીચિંગનાં પાંચ તબક્કાના નામ જણાવો.
- શિક્ષણનો તબક્કો
- પ્રતિપોષણનો તબક્કો
- પુનઃ આયોજનનો તબક્કો
- પુનઃ શિક્ષણનો તબક્કો
- પુનઃ પ્રતિપોષણનો તબક્કો
58. માઇક્રોટીચિંગનાં સોપાનો જણાવો.
- કૌશલ્યની પસંદગી કરવી.
- કૌશલ્ય અંગે સૈદ્ધાંતિક માહિતી મેળવવી.
- કૌશલ્યદર્શી પાઠનું નિરીક્ષણ કરવું.
- સૂક્ષ્મ - પાઠનું આયોજન કરવું.
- સૂક્ષ્મ - પાઠ આપવો (કૌશલ્યનો મહાવરો કરવો)
- સૂક્ષ્મ - પાઠનું મૂલ્યાંકન કરવું (પ્રતિપોષણ)
- પુનઃ સૂક્ષ્મ પાઠ આયોજન કરવું.
- પુનઃ સૂક્ષ્મ પાઠ આપવો.
- સૂક્ષ્મ - પાઠનું પુનઃ મૂલ્યાંકન કરવું (પુનઃ પ્રતિપોષણ)
59. માઇક્રોટીચિંગનું મહત્વ જણાવો.
- માઈક્રોટીચિંગ એક વખતે એક કે તેથી વધારે બે કે ચાર કૌશલ્યોને હસ્તગત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી તાલીમાર્થીઓને કૌશલ્ય હસ્તગત કરવાનો મહાવરો પ્રાપ્ત થાય છે.
- તે બિનઅનુભવી શિક્ષકોને કે પૂર્વતાલીમ માટે આવેલા શિક્ષકોને વર્ગખંડનાં આવશ્યક એવાં કેટલાંક કૌશલ્યો વિકસાવવામાં મદદરૂપ થાય છે.
- અનુભવી શિક્ષકોને આત્મનિરીક્ષણની તકો પૂરી પાડે છે. અનુભવી યા સેવારત શિક્ષકોને વર્ગવ્યવહારના પૃથક્કરણની તક પૂરી પાડે છે. કેટલીક વાર ચીલાચાલુ પધ્ધતિઓથી શિક્ષણ આપતા શિક્ષકોને કૌશલ્યોના યોગ્ય મહાવરાથી તેમની વ્યાવસાયિક સજ્જતા સુધારવાની તક મળે છે. તેઓ આત્મનિરીક્ષણ કરીને પોતાની નિર્બળતાઓ માઈક્રોટીચિંગથી દૂર કરી શકે છે.
- માઈક્રોટીચિંગ વર્ગવ્યવહાર દ્વારા સુધારવાની તક ઝંખતા શિક્ષકોને વિવિધ કૌશલ્યોમાં પ્રાવીણ્ય મેળવવાની તક આપે છે.
- માઈક્રોટીચિંગથી તાલીમાર્થીઓ અને શિક્ષકો પોતાની શક્તિઓ અને મર્યાદાઓથી જ્ઞાત થાય છે.
60. માઇક્રોટીચિંગનાં છ કૌશલ્યના નામ જણાવો.
- વિષયાભિમુખ
- પ્રશ્ન પ્રવાહિતા
- સ્પષ્ટીકરણ
- સુદ્રઢીકરણ
- કા. પા. કાર્ય કૌશલ્યય
- ઉદાહરણ કૌશલ્ય
61. વિષયાભિમુખ કૌશલ્ય કોને કહે છે ?
શિક્ષક જે વિષય, વિષયાંગ કે મુદ્દે શીખવવાનો હોય તેના પ્રત્યે વિદ્યાર્થીઓને અભિમુખ કે અભિપ્રેરિત કરવાના કૌશલ્ય (યુક્તિ - પ્રયુક્તિ) ને વિષયાભિમુખ કૌશલ્ય કહેવામાં આવે છે.
62. પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કોને કહે છે ?
પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય એટલે વિવિધ પ્રકારના પ્રશ્નો કે માત્ર પ્રશ્નો દ્વારા જ એકમના ઊંડાણમાં લઈ જવા તેને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કહેવાય છે.
63. પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય કોને કહે છે ?
64. પ્રશ્નપ્રવાહિતા કૌશલ્યના ત્રણ ઘટકો જણાવો.
- પ્રશ્નનું બંધારણ
- પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા
- પ્રશ્નનું ઉત્પાદન
65. સ્પષ્ટીકરણ કૌશલ્ય કોને કહે છે ?
શિક્ષક ખ્યાલ, ઘટના સંક્લ્પનાનું કેમ, શા માટે કે ‘શુ’ કેવી રીતે વિશે સમજાવવા જે પ્રયત્ન કરે છે તેને સ્પષ્ટીકરણ કહેવામાં આવે છે.
66. સ્પષ્ટીકરણ કૌશલ્ય માટે ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો જણાવો.
- સ્પષ્ટીકરણ માટેનું વિધાન જે તે ઘટના, ખ્યાલ કે સિધ્ધાંત યા ક્રિયાને અનુરૂપ હોવું જોઈએ.
- વિધાનોની રજૂઆત તાર્કિક ક્રમમાં ક્રમશઃ થવી જોઈએ.
- પુરોગામી વિધાન સાથે અનુગામી વિધાનનો સંબંધ જળવાઈ રહેવો જોઈએ.
- વિધાનના શબ્દો વિદ્યાર્થીઓથી સુપરિચિત હોવા જોઈએ.
- વિધાનની રજૂઆતમાં પ્રવાહિતા જળવાવી જોઈએ.
67. ઉદાહરણ કૌશલ્ય કોને કહે છે ?
પદાર્થ કે પરિસ્થિતિ જેમાં સિદ્ધાંત, વિચાર કે ખ્યાલ લાગુ પડતો હોય તો તે ઉદાહરણ કહેવાય છે.
68. ઉદાહરણ કૌશલ્યનું મહત્ત્વ જણાવો.
- વિદ્યાર્થીઓ જે - તે વિષયમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેમને શિક્ષણકાર્યમાં રસ પડે છે.
- વિદ્યાર્થીઓને જ્ઞાતથી અજ્ઞાત તરફ લઈ જઈ શકાય છે.
- વિદ્યાર્થીઓની સમજશક્તિ અને અર્થગ્રહણ શક્તિનો વિકાસ થાય છે.
- કઠિન કે અઘરા મુદ્દાઓને સરળ બનાવી શકાય છે.
- ખ્યાલ કે અમૂર્ત વિચારની સ્પષ્ટતા થાય છે.
- વિદ્યાર્થીઓ સક્રિય રીતે શિક્ષણમાં ભાગ લેતા થાય છે.
69. કા.પા. કાર્ય કૌશલ્ય કોને કહે છે ?
અસરકારક કા.પા. નોંધ કરવાના શિક્ષકના કૌશલ્યને કા.પા. કાર્ય કૌશલ્ય કહેવામાં આવે છે.
70. કા.પા. કાર્ય કૌશલ્યના ઘટકો જણાવો.
- હસ્તાક્ષરોની સુવાચ્યતા
- કા.પા.કાર્યની સ્વચ્છતા
- કા.પા. કાર્યની યોગ્યતા
71. સુદૃઢીકરણ કૌશલ્ય કોને કહે છે ?
વિદ્યાર્થીઓ વર્ગની પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ પ્રમાણમાં ભાગ લે, તે માટે શિક્ષકે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તેવી પ્રક્રિયા વધારાને વધારે પ્રમાણમાં કરવાનું તેમજ વિધાર્થીઓ હતોત્સાહ થાય તેવી પ્રક્રિયા ઓછામાં ઓછા પ્રમાણમાં કરવાનું કૌશલ્ય સુદૃઢીકરણ કૌશલ્ય કહેવાય છે.
72. સુદ્દઢકો એટલે શું ?
Tશિક્ષક વર્ગઅધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કે હતોત્સાહિત કરવા માટે જે યુક્તિ - પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે, તેને સુદ્દઢકો (Reinforcers) કહે છે.
73. હકારાત્મક સુદ્દઢકો અને નકારાત્મક સુદ્દઢકો કોને કહે છે ?
શિક્ષક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા જે સુદ્દઢકોનો ઉપયોગ કરે છે તેમને હકારાત્મક સુદ્દઢકો કહે છે અને વિદ્યાર્થીઓને નિરુત્સાહી કે હતોત્સાહી કરવા માટે જે સુદ્દઢકોનો ઉપયોગ કરે છે, તેમને નકારાત્મક સુદ્દઢકો કહે છે.
74. સિમ્યુલેશનનો અર્થ આપો.
સિમ્યુલેશન Simulate નો અર્થ છે - Simulation શબ્દ Simulate ઉપરથી બન્યો છે. - ખોટો વેશ ભજવવો, સ્વાંગ ધરવો.
75. સિમ્યુલેશનના લક્ષણો જણાવો
- સિમ્યુલેશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત પ્રમાણમાં રાખવામાં આવે છે.
- સિમ્યુલેશનના પાઠની સમયમર્યાદા ૨૦ મિનિટ જેટલી હોય છે.
- સિમ્યુલેશન દ્વારા શીખવવાનું વિષયવસ્તુ પણ ઓછું હોય છે એટલે કે નાનો એકમ પસંદ કરવામાં આવે છે.
- સિમ્યુલેશનમાં વિવિધ પદ્ધતિઓ પૈકી કોઈ એક પદ્ધતિ પસંદ કરી તેનો પાઠ આપવામાં આવે છે. આમ થવાથી તાલીમાર્થી વિવિધ પદ્ધતિઓ પર પોતાનું પ્રભુત્વ મેળવી શકે છે.
- સિમ્યુલેશન થકી ધારદાર અવલોકન શક્ય બને છે.