5E મોડેલ એ એવું શિક્ષણ પ્રતિમાન છે કે જે અધ્યયનના સંરચનાવાદી અભિગમ પર આધારિત છે. જીવવિજ્ઞાનનો અભ્યાસક્રમનો અભ્યાસ કરવા માટે બનાવાયેલ એક સમિતિનાં મુખ્ય સંશોધક રોજક બાયબી દ્વારા 5Es નો સંરચનાવાદ આપારિત શિક્ષા પ્રતિમાન તરીકે વિકાસ કરવામાં આવ્યો. સંરચનાવાદ અનુસાર વિદ્યાર્થી પોતાનાં પૂર્વાનુભવોના આધારે નવા વિચારોનું સર્જન કરે છે. 5E પ્રતિમાન કોઈ પણ ઉંમરની વ્યક્તિને અધ્યાપન કરાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. 5E પ્રતિમાનના પ્રત્યેક સોપાન અધ્યયન તરેહનું વર્ણન કરે છે તથા પ્રત્યેક સોપાનની અંગ્રેજી મુળાક્ષર "E" થી શરૂઆત થાય છે, જેને નીચે મુજબ દર્શાવી શકાય :
5E શિક્ષણ પ્રતિમાન (5E Teaching Model)
1. Engage : જોડાવું/સહભાગી થવું શીખવા માટે ઉત્પ્રેરિત કરવું. (વિદ્યાર્થીના ચારથી પાંચ જૂથ બનાવી, દરેક જૂથનું નવા જ્ઞાન સાથે જોડાણ કરવા પ્રવૃત્તિ સોંપવી).2. Explore : શોધવું/જાતે શીખવું/વિષયવસ્તુની સંકલ્પનાઓ અને મુદ્દાઓને સ્વ - પ્રયત્ને સમજવા.3. Explain : સ્પષ્ટીકરણ કરવું/દરેક જૂથનેતા સમગ્ર વર્ગ સમક્ષ પોતાના જૂથની ચર્ચા સમજાવશે.4. Elaborate : વિસ્તૃતીકરણ/તાર્કિક પરિણામો તારવવા.5. Evaluate : (સતત) મૂલ્યાંકન/અપેક્ષિત પરિવર્તનોના સંદર્ભમાં પુરાવા એકત્રિત કરવા.
ઉપર દર્શાવેલ 5E શિક્ષણ પ્રતિમાનના અમલીકરણ દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓને અલગ અલગ જૂથમાં વહેંચે છે, તેમને પ્રવૃત્તિઓ પણ સોંપે છે અને દરેક સોપાનમાં થતાં કાર્યો પર સતત નજર રાખે છે, વિદ્યાર્થીઓનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરે છે અને સમગ્ર પ્રક્રિયામાં જ્યાં જરૂર જણાય ત્યાં તેમને માર્ગદર્શન પણ આપે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન તથા અમલીકરણ વિદ્યાર્થીના પૂર્વજ્ઞાન તથા પૂર્વાનુભવોના આધારે કરવામાં આવે છે. જેના પરિણામે તેઓ અર્થનું સર્જન કરે છે તથા સંકલ્પનાની તેમની સમજનું સ્વ - મૂલ્યાંકન કરે છે અને સાથે સાથે શિક્ષક દ્વારા તેમનું સતત માર્ગદર્શન અને મૂલ્યાંકન થતું રહે છે.
5E પ્રતિમાનના 5 સોપાનો :
1. Engage : જોડાવું/સહભાગી થવું શીખવા માટે ઉત્પ્રેરિત કરવું.
5E પ્રતિમાનનું આ પ્રથમ સોપાન છે. આ સોપાન વડે અધ્યયન - અધ્યાપનની શરૂઆત થાય છે. આ સોપાન વિદ્યાર્થીના પોતાના પૂર્વ અધ્યયન અનુભવોને વર્તમાન અધ્યયન અનુભવો સાથે જોડાણ માટેનું છે. આ સોપાનમાં શિક્ષકે વિદ્યાર્થીઓના જૂથ બનાવી દરેક જૂથને એવી પ્રવૃત્તિ સોંપવાની છે કે જેનાથી વિદ્યાર્થી જે શીખવાનું છે તેનાં હેતુઓ વિશે વિચારતો થાય, વિદ્યાર્થીએ જે સંકલ્પના, પ્રક્રિયા, મુદ્દાઓ અથવા કૌશલ્ય શીખવાના છે તેની સાથે માનસિક રીતે જોડાય.આ સોપાનમાં શિક્ષક પ્રશ્ન પૂછી, સમસ્યાનું વર્ણન કરીને, કોઈ આશ્ચર્યજનક ઘટના દર્શાવી કે વર્ણવીને અથવા દરેક જૂથને કોઈ પ્રવૃત્તિ આપીને પૂર્વજ્ઞાનનું નવા જ્ઞાન સાથે જોડાણ કરવામાં મદદરૂપ થાય છે. આમ, પ્રથમ સોપાનમાં નીચે પ્રમાણેની બાબતોનો સમાવેશ થાય છે :⭆ વર્તમાન તથા ભૂતકાળના અધ્યયન અનુભવો વચ્ચે સંબંધો પ્રસ્થાપિત કરવાં.⭆ આયોજન કરવામાં આવેલ વર્તમાન પ્રવૃત્તિઓનાં અધ્યયન પરિણામોનાં સંદર્ભમાં વિદ્યાર્થી પોતાના વિચારો કેન્દ્રિત કરે તે માટેનું પ્રોત્સાહન તેને પૂરું પાડવું.⭆ વિદ્યાર્થી સંકલ્પનાઓ, પ્રક્રિયાઓ તથા કૌશલ્યોનું અધ્યયન કરવા માટે બૌદ્ધિક સહભાગિતા કેળવે છે.
⧪ શિક્ષકની ભૂમિકા
➠ વિદ્યાર્થીમાં રસ તથા રુચિ પેદા કરે છે.➠ વિદ્યાર્થીમાં જિજ્ઞાસાનો ઉદભવ કરે છે.➠ વિદ્યાર્થીમાં પ્રશ્નોનો ઉદભવ કરે છે.➠ વિદ્યાર્થી પ્રવર્તમાન સંકલ્પના અથવા વિષયવસ્તુ અંગે શું જ્ઞાન ધરાવે છે અથવા શું વિચાર ધરાવે છે તે સંદર્ભે વિદ્યાર્થીના પ્રતિચાર પ્રાપ્ત કરે છે.
⧭ વિદ્યાર્થીનું કાર્ય
➤ વિવિધ પ્રકારનાં પ્રશ્નો જેવા કે આ શા માટે બન્યું ? હું આના વિશે પહેલેથી કેટલું જ્ઞાન (પૂર્વજ્ઞાન) અથવા જાણકારી ધરાવું છું ? અથવા મેં આના વિશે કેટલી માહિતી એકત્રિત કરી છે ? વગેરે પર વિચાર કરે છે.➤ સંકલ્પના અથવા વિષયવસ્તુ સંદર્ભે રસ દાખવે છે.આમ, પ્રથમ સોપાનમાં તે નવું જ્ઞાન મેળવવા તત્પર બને છે.
2. Explore : શોધવું/જાતે શીખવું/વિષયવસ્તુની સંકલ્પનાઓ અને મુદ્દાઓને સ્વ-પ્રયત્ને સમજવા.
આ સોપાનમાં વિદ્યાર્થી શીખવાની જેતે સંલ્પના, વિષયવસ્તુ અથવા ઘટના રાંદર્ભે સીધી સહભાગિતા કેળવે છે . અધ્યયન ક્રિયાઓનાં સંદર્ભમાં આ પ્રકારની સહભાગિતા કેળવીને વિદ્યાર્થી જે - તે સંકલ્પના, વિષયવસ્તુ અથવા ઘટના અંગે અનુભવો પ્રાપ્ત કરે છે.આ સોપાનમાં શિક્ષક એવી કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે કે જેના દ્વારા વિદ્યાર્થી તેના નિર્ધારિત જૂથમાં કાર્ય કરી સંકલ્પના પ્રક્રિયા અથવા કાર્યને સ્પષ્ટપણે ઓળખે છે અને તે સંબંધિત જ્ઞાનની સંરચના કરવાનું શરૂ કરે છે. પ્રથમ સોપાનમાં પૂર્વજ્ઞાન અને નવા જ્ઞાનને જોડતી સાંકળ રચવામાં આવે છે, જ્યારે બીજા સોપાનમાં વિદ્યાર્થીને સામાન્ય રીતે જૂથમાં પ્રવૃત્તિ આપવાની હોય છે. શિક્ષક દ્વારા સૂચવવામાં આવેલી અથવા તો પોતાના જૂથ દ્વારા નક્કી કરવામાં આવેલી વિવિધ શૈક્ષણિક સામગ્રીઓનો ઉપયોગ વિદ્યાર્થી કરે છે અને જૂથમાં ચર્ચા કરે છે આ સમયે શિક્ષકની ભૂમિકા શૈક્ષણિક સામગ્રી પૂરી પાડનાર, વિદ્યાર્થીઓની ચર્ચાને યોગ્ય દિશા નિર્દેશ આપનાર અને અન્ય જરૂરી મદદ કરનાર તરીકેની હોય છે.આમ, બીજા સોપાનમાં નીચે પ્રમાણેની બાબતોનો સમાવેશ થાય છેઃ⭆ વિદ્યાર્થી જૂથમાં કાર્ય કરે છે , જેના પરિણામે વિદ્યાર્થી બધા જ સભ્યોના અનુભવોના આધારે સર્વસામાન્ય અનુભવોની આધારશિલાનું નિર્માણ કરે છે, જે તેઓને આદાન - પ્રદાન તથા પ્રત્યાયનની પ્રક્રિયામાં સહાયક નીવડે છે.⭆ શિક્ષક વિદ્યાર્થી માટે એક માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. તેઓ વિદ્યાર્થીને જરૂરી અધ્યયન સામગ્રી પૂરી પાડે છે તથા વિદ્યાર્થીના ધ્યાન કેન્દ્રીકરણમાં સહાય કરે છે.⭆ આ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવતા વિવિધ પ્રશ્નોના ઉત્તર આપી શિક્ષક તેમના સહાયક બને છે.
⧪ શિક્ષકની ભૂમિકા
➠ તે વિદ્યાર્થીને જૂથમાં કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે.➠ વિદ્યાર્થી એક - બીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે તેઓનું નિરીક્ષણ કરે છે તેઓની આંતરક્રિયા સાંભળે છે અને તેમનું સતત મૂલ્યાંકન કરે છે.➠ જરૂર જણાય ત્યારે પ્રશ્ન ઊંડાણ કૌશલ્યનો ઉપયોગ કરી વિદ્યાર્થીની શોધ ક્રિયામાં દિશાનિર્દેશ કરે છે.➠ વિદ્યાર્થી જૂથને સમસ્યા સમજવા તથા તેનો ઉકેલ શોધવા માટે પૂરતો સમય આપે છે.
⧭ વિદ્યાર્થીનું કાર્ય
➤ તે મુક્તપણે વિચાર કરે છે પરંતુ તે પ્રવૃત્તિ અથવા અધ્યયન ક્રિયાની મર્યાદામ જ વિચાર કરે છે.➤ આગાહી કે ઉત્કલ્પનાઓની ચકાસણી કરે છે.➤ અન્ય વિકલ્પો શોધે છે તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે તેની ચર્ચા કરે છે.➤ નિરીક્ષણો તથા વિચારોની નોંધ કરે છે.➤ પોતાના જૂથનાં નિર્ણયો સ્થગિત રાખે છે એટલે કે જાહેર કરતાં નથી.
3. Explain : સ્પષ્ટીકરણ કરવું દરેક જૂથનેતા સમગ્ર વર્ગ સમક્ષ પોતાના જૂથની ચર્ચા સમજાવશે.
આ સોપાન વિદ્યાર્થી અગાઉના સોપાનમાં જે જ્ઞાન રચી શક્યો છે, સમજી ચૂક્યો છે, તેની સમજૂતી આપે છે. અહિ તે કથન, નિદર્શન, અથવા પ્રવૃત્તિ દ્વારા પોતાની સમજ પ્રગટ કરે છે. આ સ્તરે શિક્ષક અતિ મહત્વની ભૂમિકા ભજવી જરૂર જણાય ત્યાં નવા પારિભાષિક શબ્દો, વ્યાખ્યાઓ અને સ્પષ્ટીકરણો રજૂ કરી વિદ્યાર્થીઓના જ્ઞાનસર્જનને વધુ દૃઢ અને ચોક્કસ બનાવે છે.ત્રીજા સોપાનમાં નીચે પ્રમાણેની બાબતોનો સમાવેશ થાય છેઃ⭆ આ સોપાન દરમિયાન વિદ્યાર્થી પોતાના અમૂર્ત અનુભવોને પ્રત્યાયન કરી શકાય તેવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે.⭆ વિદ્યાર્થી ભાષાના ઉપયોગ દ્વારા વિવિધ ઘટનાઓને તર્કબદ્ર ક્રમમાં ગોઠવે છે.⭆ વિદ્યાર્થીઓ ‘સ્વ’ સાથે પ્રત્યાયન કરે છે, સહાધ્યાયીઓ સાથે પ્રત્યાયન કરે છે તથા શિક્ષક સાથે પ્રત્યાયન કરે છે.⭆ વિદ્યાર્થી જૂથમાં કાર્ય કરતા હોવાથી દરેક વિદ્યાર્થી એકબીજાની સમજને પોતાનાં નિરીક્ષણો, વિચારો, પ્રશ્નો તથા ઉત્કલ્પનાના આદાન - પ્રદાનથી સમર્થન આપે છે. વિદ્યાર્થી પોતાના દ્વારા કરવામાં આવેલ અધ્યયનનું, પોતાને થયેલ સ્પષ્ટીકરણનું અન્ય વ્યક્તિઓ સાથે આદાન - પ્રદાન કરે છે. દરેક જૂથનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ અધ્યયનનું પોતાના જૂથમાં સ્પષ્ટીકરણ થયા પછી દરેક જૂથના નેતા એક પછી એક આગળ આવી સમગ્ર વર્ગ સમક્ષ પોતાના જૂથના કાર્યની વાત મૂકે છે. જેના લીધે વર્ગના દરેક બાળકને સમગ્ર એકમની વિવધ બાબતોનું સ્પષ્ટીકરણ થાય છે.⭆ શિક્ષક પણ આ સોપાન દરમિયાન જે તે જૂથને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. જરૂર પડ્યે જે તે જૂથને સંકલ્પનાઓ, ઔપચારિક શબ્દો, વ્યાખ્યાઓની સમજ આપે છે તેમજ જરૂરી સ્પષ્ટતાઓ કરે છે.
⧪ શિક્ષકની ભૂમિકા
➠ વિદ્યાર્થીઓને તેમના શબ્દોમાં સંકલ્પનાઓ તથા વ્યાખ્યાઓની સ્પષ્ટતા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
⧭ વિદ્યાર્થીનું કાર્ય➠ વિદ્યાર્થીઓ પાસેથી તેના વિચારો સંદર્ભે સ્પષ્ટતા તથા પુરાવા માંગે છે .➠ ઔપચારિકપણે વ્યાખ્યાઓ, સ્પષ્ટતા તથા નવા શબ્દો જણાવે છે.➠ વિદ્યાર્થીઓ પૂર્વાનુભવોનો ઉપયોગ કરીને સંકલ્પનાઓની સ્પષ્ટતા કેળવે છે.
➤ સંભવિત નિરાકરણની સ્પષ્ટતા કરે છે અથવા જૂથનાં અન્ય વિદ્યાર્થીઓનાં પ્રશ્નોના ઉત્તર આપે છે.➤ જૂથના અન્ય વિદ્યાર્થીઓની સ્પષ્ટતાને ધ્યાનથી સાંભળે છે.➤ જૂથનાં અન્ય વિદ્યાર્થીઓની સ્પષ્ટતા સંદર્ભે પ્રશ્નો કરે છે.➤ શિક્ષક દ્વારા જે તે જૂથમાં કરવામાં આવતી સ્પષ્ટતાને ધ્યાનથી સાંભળે છે તથા સમજવાનો પ્રયત્ન કરે છે.➤ જે તે વિષયવસ્તુને સંગત પૂર્વે કરેલ વિવિધ પ્રવૃત્તિઓ અથવા ક્રિયાઓ અંગે વિચાર કરે છે.
➤ સ્વ - જૂથમાં સ્પષ્ટીકરણ કરતાં સમયે નોંધ કરવામાં આવેલ નિરીક્ષણોનો ઉપયોગ કરે છે.➤ સમગ્ર વર્ગ સમક્ષ વિવિધ જૂથ નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવતા સ્પષ્ટીકરણોને ધ્યાનથી સાંભળી દરેક વિદ્યાર્થી જે તે એકમનો સમગ્રલક્ષી સાર ગ્રહણ કરવા પ્રયાસ કરે છે.
4. Elaborate : વિસ્તૃતીકરણ તાર્કિક પરિણામો તારવવા.
આ સોપાનમાં વિદ્યાર્થીએ જે જ્ઞાનસર્જન કર્યું હોય તેને લગતાં કાર્યો અને વર્તનો ક૨વાની તક મળે છે, જેના કારણે તેમનાં જ્ઞાનનું વિસ્તરણ થાય છે. આ સોપાનમાં થતાં અનુભવો દ્વારા તેમનું જ્ઞાન વધુ વિસ્તરે છે, તેમાં વધુ ચીવટ આવે છે. વળી તે વાસ્તવિક પરિસ્થિતિમાં પોતાના જ્ઞાનનું ઉપયોજન કરવા સક્ષમ બને છે. શિક્ષકની ભૂમિકા આવી વાસ્તવિક પરિસ્થિતિ પૂરી પાડવાની અને તેમનાં જ્ઞાનનાં વિસ્તરણમાં જરૂર પડે મદદ કરવાની છે.ચોથા સોપાનમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે :⭆ આ સોપાનમાં વિદ્યાર્થીઓએ જેસંકલ્પનાઓનું અધ્યયન કર્યું છે અને સમગ્રલક્ષી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને વધુ બૃહદ રીતે સમજવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થીઓ અધ્યયન કરેલ સંકલ્પનાઓનો અન્ય સંકલ્પનાઓ સાથે સંબંધ સ્થાપિત કરે છે. વિદ્યાર્થી પોતાની આસપાસની દુનિયાના સંદર્ભમાં પણ પોતાની આ નવી સમજને સાંકળી જુએ છે.⭆ વિદ્યાર્થી મહત્વની સંકલ્પનાઓના સંદર્ભમાં તેઓએ પ્રાપ્ત કરેલ અનુભવોનાં સંદર્ભમાં વધુ ગહન અને બૃહદ્ સમજ કેળવે છે. તેઓ પોતાનાં રસના ક્ષેત્રનાં સંદર્ભમાં વધુ માહિતી એકઠી કરે છે તથા પોતાના કૌશલ્યોને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કરે છે.
⧪ શિક્ષકની ભૂમિકા
➠ અધ્યયન કરેલ સંકલ્પનાઓ તથા કૌશલ્યોનો ઉપયોગ વિદ્યાર્થી નૂતન પરિસ્થિતિમાં કરે તે માટે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે છે. તેમજ ત્રીજા સોપાનમાં સ્પષ્ટ થયેલા ઔપચારિક શબ્દો, વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ, મુદ્દાઓ વિદ્યાર્થી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખે છે.➠ વિદ્યાર્થીઓને અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.➠ વિદ્યાર્થીને પ્રવર્તમાન માહિતી તથા પુરાવાઓથી વાકેફ કરે છે તથા તેમને પ્રશ્નો પૂછે છે કે, “તમે કેટલું જાણો છો ?”, “તમે જે જાણો છો તેના સંદર્ભે શું વિચાર ધરાવો છો ?”➠ શિક્ષક દ્વારા ત્રીજા સોપાનની વિવિધ પ્રયુક્તિઓનો અહિ ઉપયોગ કરવામાં આવે છે.
⧭ વિદ્યાર્થીનું કાર્ય
➤ વિદ્યાર્થી નૂતન પરંતુ સમાન સંદર્ભ ધરાવતી પરિસ્થિતિઓમાં ઔપચારિક શબ્દો, વ્યાખ્યાઓ, સ્પષ્ટીકરણ તથા કૌશલ્યોનો ઉપયોગ કરે છે.➤ વિદ્યાર્થીએ પૂર્વે પ્રાપ્ત કરેલી માહિતીના આધારે પ્રશ્નો પૂછે છે; ઉકેલ સૂચવે છે; નિર્ણયો કરે છે તથા પ્રયોગોનું આયોજન કરે છે.➤ વિદ્યાર્થી પ્રાપ્ત કરેલ પુરાવાના આધારે તાર્કિક પરિણામો તારવે છે.➤ નિરીક્ષણો તથા સ્પષ્ટીકરણ નોંધે છે.
➤ સહાધ્યાયી મિત્રોની રામજની નોંધ લે છે તથા ચકાસણી કરે છે.
5. Evaluate : (સતત) મૂલ્યાંકન/અપેક્ષિત પરિવર્તનોના સંદર્ભમાં પુરાવા એકત્રિત કરવા.
આમ તો શિક્ષક દ્વારા સતત મૂલ્યાંકન અગાઉના ચારેય સોપાનોમાં થતું જ રહે છે જેના કારણે વિદ્યાર્થી કોઈ પણ સોપાનમાં ગેરમાર્ગે જતો હોય તો શિક્ષક તેને અટકાવી, જે તે વિષય મુદ્દા પર યોગ્ય રસમજ વિકસાવવામાં મદદ કરે છે. વિદ્યાર્થીએ સંકલ્પના, પ્રક્રિયા અથવા કૌશલ્ય વિશે રચેલાં જ્ઞાનની ચકાસણી શિક્ષક પાંચમા સોપાનમાં કરે છે.
શિક્ષકે જે શૈક્ષણિક હેતુઓ નિર્ધારિત કરેલાં હતાં તે કેટલે અંશે સિદ્ધ થયા તેની ચકાસણી આ સોપાનમાં થાય છે. આ માટે અવલોકન, મુલાકાત (ઈન્ટરવ્યુ), રૂબિક, પોર્ટફોલિયો વગેરેનો ઉપયોગ કરી શકાય.
પાંચમાં સોપાનમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકેઃ
⭆ આ સોપાન દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ દ્વારા અધ્યયન કરવામાં આવેલ રસંકલ્પનાઓ વિદ્યાર્થીઓ સારી રીતે શીખી શક્યા છે કે નહિ તેની ચકાસણી કરે છે. આ પ્રકારનું મૂલ્યાંકન (Evaluation) તથા પરીક્ષણ (Assessment) શિક્ષણ પ્રક્રિયાના પ્રત્યેક સોપાન દરમિયાન શિક્ષક દ્વારા સતત રીતે કરવામાં આવે છે.
⭆ આ પ્રકારનાં મૂલ્યાંકન (Evaluation) તથા પરીક્ષણ (Assessment) માં વિવિધ સાધનો જેવા કે પાઠ આયોજન, ઓળખયાદી (ચેક લિસ્ટ) ના ઉપયોગથી અધ્યાપક દ્વારા કરવામાં આવતું નિરીક્ષણ, રૂબ્રિક્સ, વિદ્યાર્થીની મુલાકાત, ચોક્કસ ઉદ્દેશ સાથે. બનાવવામાં આવેલ પોર્ટફોલિયો, પ્રકલ્પ (પ્રોજેક્ટ), સમસ્યા આધારિત અધ્યયન નિષ્પત્તિ (Problem Based Learning Products) તથા એમ્બેડેડ એસેસમેન્ટનો શિક્ષક દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.⭆ અધ્યયન પ્રક્રિયાનાં સંદર્ભમાં નિશ્ચિત પુરાવાઓ શિક્ષક, વિદ્યાર્થી તથા વાલી વચ્ચેનાં પ્રત્યાયન માટે અત્યંત મૂલ્યવાન હોય છે. વિદ્યાર્થી - અધ્યયનનાં આ પુરાવાઓના આધારે શિક્ષક પોતાનાં ભવિષ્યના અધ્યાપનનું આયોજન કરે છે તથા અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં સુધારા તથા દિશા પરિવર્તન સંદર્ભે નિર્ણય કરે છે.
⧪ શિક્ષકની ભૂમિકા
➠ શિક્ષક નૂતન સંકલ્પનાઓ તથા કૌશલ્યોનું અમલીકરણ કરે છે.➠ વિદ્યાર્થીઓના જ્ઞાન તથા કૌશલ્યોનું પરીક્ષણ કરે છે.➠ વિદ્યાર્થીએ પોતાના વિચારો તથા વર્તનોમાં લાવેલ પરિવર્તનોનાં સંદર્ભમાં શિક્ષક પુરાવા એકત્રિત કરે છે➠ વિદ્યાર્થીને પોતાનાં અધ્યયન તથા જૂથક્રિયા - પ્રક્રિયા કૌશલ્યોનું પરીક્ષણ કરવાની સ્વાયત્તતા આપે છે.➠ વિદ્યાર્થીઓને મુક્તજવાબી પ્રશ્નો પૂછે છેઃ “તમે આ શા માટે વિચારો છો ?’’, ‘‘તમારી પાસે શું પુરાવાઓ છે ?’’, ‘‘તમે X કે Y સંકલ્પના અંગે શું જાણો છો ?’, ‘તમે X- સંકલ્પનાને કઈ રીતે સ્પષ્ટ કરશો ?’ વગેરે.
⧭ વિદ્યાર્થીનું કાર્ય
➤ વિદ્યાર્થી સ્વયંને પ્રશ્નો પૂછે છેઃ “આ શા માટે બન્યું ?”, “હું આ વિશે પહેલેથી શું જાણું છું ?”➤ વિદ્યાર્થી વિષયવસ્તુમાં રસ દાખવે છે.