STEAM ( વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી, વિનયન કે કલા, ગણિત ) અધ્યયન
STEAM એ અધ્યયનનો એવો બહુવિદ્યાશાખાકીય શૈક્ષણિક અભિગમ છે કે જે કલા (Arts) ને વધુ પરિચિત STEM મોડેલ સાથે સાંકળે છે, જેમાં વિજ્ઞાન (Science), તકનિકી (Technology), ઈજનેરી (Engineering), વિનયન કે કલા (Arts) અને ગણિત (Mathematics) નો સમાવેશ થાય છે. આ પાંચે શબ્દોના પ્રથમ અંગ્રેજી અક્ષરને જોડીને STEAM શબ્દ બનાવવામાં આવ્યો છે. વિનયન કે કલા (Arts) અંતર્ગત STEAM શિક્ષણમાં નૃત્ય, ડિઝાઈન, પેઈન્ટિંગ, ફોટોગ્રાફી અને લેખન જેવી કલાઓનો સમાવેશ થાય છે.
STEAM અધ્યયનની સંકલ્પના
STEAM અધ્યયન દ્વારા પ્રોજેક્ટ આધારિત એવું અધ્યયન શક્ય બને છે કે જે પાંચ વિદ્યાશાખાઓ (વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી, વિનયન કે કલા, ગણિત) ના જ્ઞાનને અસર કરે છે અને વર્ગખંડમાં એવા વાતાવરણનું નિર્માણ કરે છે કે જેમાં બધા જ વિદ્યાર્થી પ્રવૃત્ત રહે છે, સક્રિય રહીને જ્ઞાનનું સર્જન કરે છે. શિક્ષણનો આ એવો સમગ્રતાવાદી અભિગમ છે કે જેનાથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ શક્ય બને છે, વિદ્યાર્થી એક જ સમયે અનેક પાસાંઓનો વિચાર કરી શકે છે.STEM અધ્યયનનો હેતુ બાળકને નવાચારો (Innovations) તરફ લઈ જાય છે, વિવેચનાત્મક ચિંતન (Think Critically) તરફ લઈ જાય છે અને બાળકના ગણિત અને વિજ્ઞાનના પાયાનો વિકાસ કરી ઈજનેરી અને તકનિકી દ્વારા વાસ્તવિક જગતની સમસ્યાઓ સામે ક્રિયાત્મક અભિગમોનો ઉપયોગ કરીને કે કલ્પનાશીલ તરાહોનો ઉપયોગ કરીને સમસ્યાના સમાધાન તરફ લઈ જાય છે. STEM માં arts (કલા) નો ઉમેરો થતાં STEAM શબ્દ બન્યો. આમ, વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી, અને ગણિતમાં કલાઓના વિનિયોગ દ્વારા તાર્કિક અને સર્જનાત્મક સમાધાનો પ્રાપ્ત થાય છે. એટલે કે એક સંગીતકાર, એક ચિત્રકાર, એક શિલ્પકાર કે એક નૃત્યકાર તેની ક્લામાં વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી અને ગણિતનો સમન્વય કરીને પોતાની કલાને અદભૂત બનાવી શકે છે.સિવિલ એન્જીનીયર, ફેશન ડીઝાઈનર, ગ્રાફિક ડીઝાઈનર, ઈન્ટીરીયર ડીઝાઈનર, ફોટોગ્રાફર, પાઈલોટ, મિકેનીકલ એન્જીનીયર અને એવા બીજા ઘણાં આધુનિક વ્યવસાયોમાં STEAM શિક્ષણ અતિ ઉપયોગી સાબિત થયું છે. આ બધી વિદ્યાશાખાઓનું સંકલિત જ્ઞાન નવીન બાબતોનું સર્જન કરે છે.
STEAM શિક્ષણની જરૂરિયાત
- ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોના ગુણવત્તાયુક્ત શિક્ષણના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા STEAM શિક્ષણ અનિવાર્ય બન્યું છે.
- વિદ્યાર્થીઓ તેમના અધ્યયનના પ્રાયોગિક પાસાં સાથે સક્રિય રીતે જોડાય અને ગૌત્ર ઉપજ તરીકે તેમની રોજગાર ક્ષમતામાં પણ સુધારો થાય તે માટે ઈ શિક્ષણ જરૂરી છે.
- સર્વાંગી અને બહુવિદ્યાશાખાકીય શિક્ષણ તરફની ગતિમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને નવવિચાર, તાર્કિક વિચારસરણી અને ઉચ્ચ સ્તરીય વિચાર ક્ષમતા, સમસ્યા ઉકેલ ક્ષમતા, જૂથકાર્ય, પ્રત્યાયન કૌશલ્ય, વધુને વધુ ઊંડાણપૂર્વકનું અધ્યયન અને અભ્યારાક્રમના તમામ વિષયો પર પકડ, સામાજિક અને નૈતિક સભાનતા જેવી કોરાત્મક અધ્યયન નીપજોના નિર્માણમાં વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી, કલા અને ગણિત (STEAM) નું બન્નુવિદ્યાશાખાકીય શિક્ષણ ખૂબ જરૂરી બન્યું છે.
- વર્તમાન સમયમાં બાળકના સર્વાંગીણ વિકાસ માટે જાહેર શાળાઓમાં કલાના શિક્ષણનો વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી અને ગણિત સાથે સમન્વય સાધવો અત્યંત જરૂરી હોવાથી STEAM શિક્ષણ અત્યંત જરૂરી બન્યું છે.
- આ અભિગમ વિદ્યાર્થીઓને કલામાં ઉપયોગમાં લીધેલા કૌશલ્યોનો બીજા વિષયોત્રોમાં ઉપયોગ કરીને તેમને સર્જનાત્મક રીતે વિચારવા સક્ષમ બનાવે છે.
- પરંપરાગત STEM વિષયોની સાથે આર્ટસનો ઉપયોગ કરીને STEAM શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં ચર્ચા, પૂછપરછ (INQULRY), સંવાદ અને વિવેચનાત્મક તર્ક દ્વારા સંયોજનાત્મક ખ્યાલો વિકસાવી શકાય છે. જેમાં વિદ્યાર્થીઓ વિચારશીલ બનીને આનુભાવિક અધ્યયનમાં જોડાય છે, સમસ્યા ઉકેલ માટે મથે છે, સહકારયુક્ત અધ્યયન શક્ય બને છે અને સર્જનાત્મક પ્રક્રિયાઓ દ્વારા કાર્ય કરે છે.
STEAM શિક્ષણનું મહત્વ
STEAM (વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી, વિનયન કે કલા, ગણિત) શિક્ષણનો હેતુ વિદ્યાર્થીની બધી જ ક્ષમતાઓ- બૌદ્ધિક, સૌંદર્યાત્મક, સામાજિક, શારીરિક, ભાવનાત્મક તથા નૈતિકતાને સંકલિત રીતે વિકસિત કરવાનો છે. આવું શિક્ષણ વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ, કલા, માનવવિદ્યાશાખા, ભાષા, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, વ્યાવસાયિક, તકનીકી અને ધંધાદારી ક્ષેત્રોમાં જરૂરી ક્ષમતા, સામાજિક જોડાણ માટેની નૈતિકતા, વ્યવહાર કૌશલ્ય જેવા કે પ્રત્યાયન, ચર્ચા, વાદવિવાદ વગેરેમાં તજજ્ઞતા વિકસિત કરશે. આ રીતનું સમગ્ર શિક્ષણ લાંબા સમય સુધી વ્યાવસાયિક, તકનીકી અને ધંધાદારી વિદ્યાશાખાઓ સહીત બધા જ સ્નાતક અભ્યાસક્રમોનો દ્રષ્ટીકોણ રહેશે.આધુનિક સમયમાં ભારતને જે પ્રકારના શિક્ષજ્ઞની આવશ્યકતા છે તેવા સર્વાંગી અને બહુવિદ્યાશાખાકીય શિક્ષણનો વિકાસ દેશમાં STEAM (વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી, વિનયન કે કલા, ગણિત) શિક્ષણ થકી થશે . ભારતીય તકનીકી સંસ્થા (IIT) જેવી ઈજનેરી સંસ્થાઓ પણ આર્ટ્સ અને માનવવિદ્યાશાખા સાથે સર્વાંગી અને બહુવિદ્યાશાખાકીય શિક્ષણ તરફ વળવા પ્રતિબદ્ધ છે તે જ રીતે, કલા (Arts) અને માનવવિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પન્ન વિજ્ઞાન શીખવાનો ઉદ્દેશ રાખી શકે છે અને વધુ વ્યાવસાયિક વિદ્યાઓ અને જીવન કૌશલ્યો શીખી શકે છે.STEAM (વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી, વિનયન કે કલા, ગણિત) શિક્ષણનું કલ્પનાશીલ અને પરિવર્તનશીલ અભ્યાસક્રમ માળનું સર્જનાત્મક વિદ્યાશાખાના સંશોધનોને શક્ય બનાવે છે તેમજ બહુપ્રવેશ અને નિકાસ શક્ય બનાવે છે, જેથી પ્રવર્તમાન અસ્તિત્વ ધરાવતી વિવિધ વિદ્યાશાખાઓની જડ સીમાઓ દૂર થશે અને આજીવન અધ્યયન માટેની નવી તકોનું સર્જન થશે. હવે પછીના સમયમાં વિશાળ બહુવિદ્યાશાખાકીય વિશ્વવિદ્યાલયો અસ્તિત્વમાં આવવાના છે ત્યારે સ્નાતક, અનુસ્નાતક અને વિદ્યાવાચસ્પતિ (ડોક્ટરલ) -સ્તરે સઘન સંશોધન આધારિત વિશિષ્ટીકરણ દ્વારા, બહુવિદ્યાશાખાકીય કાર્ય કરવાની તક શિક્ષાવિદો, સરકાર અને ઉદ્યોગો સાથે મળીને પૂરી પાડશે. જેનાથી બાળકની સંશોધન ક્ષમતાનો વિકાસ થશે.બાળકને કોઈ હદની બહાર જઈ નવું વિચારવા માટે STEAM શિક્ષા સક્ષમ બનાવે છે. વિદ્યાર્થીને વિવિધ પ્રકારની વિચાર પ્રક્રિયાઓ અને કૌશલ્યોનો સમગ્ર વર્ગકાર્ય દરમિયાન અનુભવ પ્રાપ્ત થતાં તે સમસ્યાનો ઉકેલ વિવિધતાપૂર્ણ રીતે કે સર્જનાત્મક રીતે લાવતા શીખે છે.વિઝ્યુઅલ આર્ટ, ડ્રામા અને સર્જનાત્મક લેખનમાં મળેલા અનુભવો વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે કામ કરવા હાથવગી તાલીમ પૂરી પાડે છે. આર્ટ્સમાં STEM શિક્ષણ ભળવાથી STEAM બને છે, આ સંયોજનથી વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે કોઈ પણ અઘરા વિષયોનું શિક્ષા પ્રાપ્ત કરી શકે છે.તકનિકી કે કલાયુક્ત નવા કૌશલ્યોના અધ્યયનમાં વિદ્યાર્થી પડકારરૂપ પરિસ્થિતિઓમાં હકારાત્મક વલણ સાથે ઉકેલ લાવતા શીખે છે. STEAM શિક્ષણમાં શિક્ષક વિવિધ પદ્ધતિઓના ઉપયોગથી સર્જનાત્મક રીતે સમસ્યાઓનો ઉકેલ લાવતા શીખે છે.STEAM વર્ગખંડોમાં ઉચ્ચ સહકારયુક્ત વાતાવરણ હોય છે, જેમાં વિદ્યાર્થીઓ નવી માહિતી મેળવવા અને સાથે કાર્ય કરવા કટિબદ્ધ હોય છે. બહુ વિદ્યાશાખા આધારિત પ્રોજેક્ટ કાર્યોમાં વિદ્યાર્થીઓ જવાબદારી વહેંચતા (To Share Responsibility) અને સમૂહમાં સમાધાનકારી વલણ (Compromise By Working In Group) અપનાવતાં શીખે છે. આમ અહીં, સહકારજન્ય અધ્યયન શક્ય બને છે.