Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

જાતિ અને કાયદા : દહેજ, જન્મ પૂર્વે જાતિ પરીક્ષણ, ધરેલુ હિંસા

જાતિ અને કાયદા

દહેજ 

    • દહેજ - લગ્નપ્રસંગમાં કન્યા પક્ષ તરફથી વર પક્ષને આપવામાં આવતી રોકડ રકમ કે અન્ય વસ્તુઓ, સામાજીક દૂષણ
    • દહેજની વ્યાખ્યા : દહેજ એટલે લગ્નમાં એક પક્ષકારે બીજા પક્ષકારને અથવા બંને પક્ષકારો પૈકી કોઈ પક્ષકારને અથવા બીજી કોઈ પણ વ્યક્તિને લગ્ન વખતે અથવા તે પહેલાં કે પછી કોઈ સમયે સદરહુ પક્ષકારોનાં લગ્નસંબંધી સીધી અથવા આડકતરી રીતે આપેલ અથવા આપવાનું કબૂલ કરેલ મિલકત અથવા કીમતી જામીનગીરી.
    • દહેજનો અથૅ એવો થાય છે કે જે સંપત્તિ વિવાહના સમયે કન્યાના પરિવાર તરફથી વરપક્ષના પરિવાર ને આપવામાં આવે છે. 
    •  દહેજ એ સમાજ માટે કલંકરૂપ છે, તેના કારણે મહિલાઓ પર અકલ્પનીય અત્યાચારો અને ગુનાઓ થતા આવ્યા છે.
    •  આ દૂષણે સમાજના દરેક વર્ગમાં મહિલાઓની જાન લીધી છે, પછી તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય. જો કે ગરીબ વર્ગની મહિલાઓ આ જળમાં વધુ જકડાય છે, કારણ કે, તેમનામાં શિક્ષણનો અભાવ હોય છે.
    •  દહેજને કારણે લગભગ દર વર્ષે ૫,૦૦૦ જેટલી મહિલાઓનું મૃત્યું થાય છે, અને લગભગ દરરોજ એક ડઝનથી વધુ મહિલાઓ જાણી જોઈને રસોઈમાં લગાડવામાં આવેલી આગથી મૃત્યુ પામે છે, જેને ‘દુલ્હનને સળગાવવી’(બ્રાઈડ બર્નિગ) તરીકે ઓળખવામાં આવે છે.
    • દહેજને ઉર્દૂમાં જનેજ કહેવામાં આવે છે. 
    • યુરોપ, ભારત, આફ્રિકા, અને દુનિયાના અન્ય ભાગોમાં દહેજ પ્રથાનો ઘણો લાંબો ઈતિહાસ છે. ભારતમા તેને દહેજ કે વર દક્ષિણાના નામથી ઓળખવામાં આવે છે. 
    • દહેજની પ્રથા આપણાં દેશના દેશના પુરૂષ પ્રધાન સમાજને દર્શાવે છે. આને તે જણાવે છે કે આજે પણ ભારતમાં મહિલાઓને નિચા સ્તરનો દરજ્જો આપવામાં આવે છે, આને તે આ સમાજનું શક્તિહિન અંગ છે. 

દહેજના કારણો.
  1. લાલચ 
  2. સામાજિક દરજ્જો 
  3. સામાજિક મુદ્દા 
  4. સમાજમા મહિલાઓનું સ્થાન 
  5. નિરક્ષરતા 
  6. રીતિ રિવાજોનું પાલન કરવું 
  7. દેખાવ કરવો 

દહેજ પ્રથાને બંધ કરવાના ઉપાયો 
  • સખત કાનૂન હોવું જોઈએ 
  • કાનૂનનું પાલન થવું જરૂરી છે 
  • સામાજિક જાગરૂકતા લાવવી જોઈએ 
  • સ્ત્રીઓને શિક્ષિત બનાવી અને આત્મનિર્ભર બનાવવી જોઈએ 
  • લોકોની માનસિકતામાં પરિવર્તન લાવવું જોઈએ.

દહેજ સંબંધિત કાનૂન 
    • દહેજ નિષેધ અધિનિયમ ૧૯૬૧ મુજબ દહેજ લેવામાં કે આપવામાં સહયોગ કરનારને ૫ વર્ષની જેલ અને ૧૫,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ છે. 
    • દહેજ માટે પ્રેરિત કે દુ:ખી કરવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ એ મુજબ પતિ કે તેના સંબંધીઓ દ્વારા સંપત્તિ કે કીમતી વસ્તુઓની માંગણી માટે તેમને ૩ વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.
    • ધારા ૪૦૬ મુજબ છોકરીના પતિ અને સાસરાવાળા ઓને ૩ વર્ષની સજા કરવામાં આવશે. જો તેઓ છોકરીને તેની સંપત્તિ આપવાની મનાઇ કરે તો. 
    • લગ્નના ૭ વર્ષની અંદર અસામાન્ય સંજોગોમાં છોકરીનું મૃત્યુ થાય તો એ સાબિત કરવામાં આવે છે કે છોકરીને દહેજ માટે દુ:ખી કરવામાં આવે છે. જેથી ૩૦૪ -બી ના ધારા હેઠળ પતિ અને સંબંધીઓ ને સાત વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા પણ થઈ શકે છે.

ઘરેલુ હિંસા 

    • એક સર્વે મુજબ, ભારતમાં દર ત્રીજી મિનિટે સ્ત્રીઓ પર ઘરેલુ હિંસા થાય છે. અને ભારતમાં દર છ કલાકે એક સ્ત્રી ઘરેલુ અત્યાચારને કરણે આત્મહત્યા કરે છે.
    • ઘરેલુ હિંસા એટલે મહિલા પર ઘરના સભ્યો અથવા ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા થતી હિંસા, જેમા ભોગ બનનાર મહિલાને શારીરિક તકલીફ પહોચે, તેનુ કોઈ એક અંગ જોખમમાં મુકાય, જાતીય માનભંગ કરવો, મહેણા- ટાણાં કરવાં, દહેજ માટે માંગણી કરવી, ખર્ચ માટે નાંણા ન આપવાં, તેની આવક છીનવી લેવી વગેરેનો સમાવેશ થાય છે.
    • આ દુષણ સમાજમાં બહોળા પ્રમાણમાં ફેલાયેલું છે, જેની સ્ત્રીઓ પર શારીરિક તેમા જ માનસિક ગંભીર અસરો જન્મે છે.
    • ભારતમાં નેશનલ ક્રિમિનલ રેકોર્ડ બ્યુરોના સર્વે મુજબ ભારતમાં દર ત્રીજી મિનિટે સ્ત્રીઓ પર ઘરેલુ હિંસા થાય છે અને તે ભારતમાં દર છ કલાકે એક સ્ત્રી કરેલું અત્યાચારને કારણે આત્મહત્યા કરે છે.
    • તે માટે નું મૂળભૂત કારણ તપાસતા ૧૯૯૩ માં યુનાઇટેડ નેશન જણાવ્યું છે કે સ્ત્રીઓ પરથી ઘરેલુ હિંસાના મૂળમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો અસમાન સામાજિક દરજ્જો છે. 

ઘરેલુ હિંસા રોકવાના કાયદા 

ઘરેલુ હિંસા અધિનિયમ સપ્ટેમ્બર 2005 માં ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. તે મહિલાઓને ભયમાંથી મુક્ત કરે છે, પણ સ્ત્રીઓ મોટેભાગે કાયદાનું શરણ લેવાનું ટાળે છે. આ દૂષણ સમાજમાં બહોળા પ્રમાણમાં ફેલાયેલું છે જેની સ્ત્રીઓ પર શારીરિક તેમ જ માનસિક ગંભીર અસરો જન્મે છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.