Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

CoS 1 Teacher and Learner in Society Short Questions

IITE B.Ed SEM 4
CoS 1 - Teacher and Learner in Society
CoS 1 - સમાજમાં શિક્ષક અને અધ્યેતા

1. રાષ્ટ્રીય ઐક્યનો અર્થ જણાવો.

રાષ્ટ્રીય ઐક્યનો સામાન્ય અર્થ થાય છે, દેશ અથવા રાષ્ટ્રના જુદા જુદા ધર્મો, ભાષાઓ, જાતિઓ, પ્રદેશો કે જૂથોના લોકોમાં દેશના હિત માટે દેશપ્રેમ અથવા દેશભક્તિની ભાવના.

રાષ્ટ્રીય ઐક્ય એટલે એકતાની લાગણીનો, એકરૂપતાનો, સંગઠિતતાનો વિકાસ. બીજી રીતે કહીએ તો સુમેળની, એકતાની અને ભાઈચારાની લાગણીઓ એટલે જ રાષ્ટ્રીય ઐક્ય.


2. રાષ્ટ્રીય ઐક્યનું મહત્વ જણાવો.

  • કોઈપણ નાગરિક અને સમાજ કે દેશના વિકાસનો આધાર જે તે દેશના નાગરિકોમાં રહેલી રાષ્ટ્રીય ઐકયની ભાવના પર છે. જેટલા પ્રમાણમાં રાષ્ટ્રીય ઐકય હશે તેટલા પ્રમાણમાં દેશ અને નાગરિકનો વિકાસ થાય છે. 
  • રાષ્ટ્રીય ઐકયને કારણો લોકો હળીમળીને રહે છે, એકબીજાના વિકાસમાં સાથ અને સહકાર આપે છે. 
  • રાષ્ટ્રીય ઐકયને કારણે જ કુદરતી આપાત્તિઓ સામે દેશ એક બનીને ઉભો રહે છે અને સૌ એકબીજાને મદદરૂપ થાય છે. 
  • રાષ્ટ્રીય ઐકયને કારણે દેશમાં તોફાનો, હુલ્લડો કે અન્ય અંધાધુંધી થતાં નથી, પરિણામે દેશ વિકાસ પામે છે. 
  • રાષ્ટ્રીય ઐકયની ભાવના જ લોકોને રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરતા શીખવાડે છે.


3. રાષ્ટ્રીય ઐક્યના પોષક પરીબળો જણાવો.

  • શિક્ષણ
  • સાંસ્ક્રુતિક વારસો
  • અભ્યાસક્રમ
  • આધુનિકરણ
  • આપણા રાષ્ટ્રીય પ્રતીકો
  • દેશનું બંધારણ
  • આર્થિક સમાનતા
  • સંતો અને સુધારકો
  • ભાષાકિય એકતા
  • ભાવાત્મક એકતા
  • અંગત એકાત્મ
  • સર્વધર્મ સમભાવ


4. રાષ્ટ્રીય ઐક્ય માટે અવરોધકરૂપ પરીબળો જણાવો.

  • આર્થિક અસમાનતા
  • કોમવાદ
  • સંકુચિત પ્રદેશવાદ
  • ભાષાવાદ
  • રાજકરણ
  • ધર્મ વચ્ચેનું વૈમનસ્ય
  • નિરક્ષરતા અને જાગૃતિનો અભાવ
  • જાતિવાદ
  • ત્રાસવાદ
  • નૈતિક મૂલ્યોનું ધોવાણ
  • ભ્રષ્ટાચાર


5. રાષ્ટ્રીય ઐક્ય સાધવામાં શાળાની ભૂમિકા જણાવો.

  • શાળામાં દરેક વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ - રાગદ્વેષ કે પૂર્વગ્રહ ન રાખવો. 
  • શાળામાં નિષ્પક્ષતા, તટસ્થતા, સમાનતા અને સહિષ્ણુતાનું વાતાવરણ જન્માવવું જોઈએ. 
  • શાળામાં આચાર્ય , શિક્ષકો વિદ્યાર્થી પ્રત્યેનો વાણી, વર્તન અને વ્યવહાર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 
  • શાળામાં સમાનતા અને એકતાની ભાવના કેળવાય તે માટે વર્ગના તમામ બાળકો માટે સમાન ગણવેશ દાખલ કરવો જોઈએ. 
  • શિક્ષણનું સિંચન કરનાર હરેક વ્યક્તિએ પૂર્વગ્રહયુક્ત અને પક્ષપાતભર્યા ઉચ્ચારણો રજૂ ન કરવાં.


6. રાષ્ટ્રીય ઐક્ય કેળવવા માટે શિક્ષકની ભૂમિકા જણાવો.

  • કોઈ પણ નાત - જાત આર્થિક અસમાનતાના ભેદભાવયુક્ત - પૂર્વગ્રહથી પર રહેવું. વિદ્યાર્થીઓ પક્ષપાતનો ભોગ ન બને તેની કાળજી રાખનાર હોવો જોઈએ . 
  • કોઈ પણ બાબતમાં તટસ્ય વલણ અપનાવે. વ્યક્તિ , બનાવો, પ્રસંગો અને ઘટનાઓનું વિશ્લેષણ કરે તે જરૂરી છે. 
  • લોકશાહી મૂલ્યો જેવાં કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, એકતામાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. 
  • પોતાના વિચારોમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને જનસેવાનું પ્રતિબિંબ પાડતો હોય. 
  • સદાય સત્યનો આગ્રહી હોય. વિદ્યાર્થીઓને મતારોપણ કરવાને બદલે સ્વતંત્ર વિચાર કરવા પ્રેરીને તેમના વૈચારિક સ્વાતંત્ર્યને ઉત્તેજન આપવાનો હશે. 
  • શિક્ષક કોઈનો દોરવાયો ન દોરવાય, વૈજ્ઞાનિક અને તાર્કિક તટસ્થપૂર્ણ વિશ્લેષણ કરી શકે તેવો હોય.


7. પ્રજાસત્તાક ભારતનાં લક્ષણો જણાવો.

  • સાર્વભૌમ 
  • સમાજવાદી 
  • બિનસાંપ્રદાયિક 
  • લોકતંત્રાકાત્મક    


8. સાર્વભૌમ એટલે શું ?

સાર્વભૌમ એટલે ભારતની પ્રજાની કોઈ પણ પ્રકારની બાહ્ય સત્તાની ગુલામીમાંથી મુક્તિ. પોતાનું તંત્ર ચલાવવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા.


9. સમાજવાદી એટલે શું ?

સમાજવાદી એટલે ભારતના પ્રત્યેક નાગરિકને કાયદાની મર્યાદામાં રહીને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની તકની સમાનતા.


10. બિનસાંપ્રદાયિકતા એટલે શું ?

બિનસાંપ્રદાયિકતા એટલે કોઈ પણ ધર્મ કે માન્યતાથી અલિપ્ત એવું રાજ્ય અને પ્રજામાં જુદાં જુદા જૂથો તેમજ વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારોમાં કોઈ પણ ધર્મ કે માન્યતાના પ્રભાવથી મુક્તિ.


11. લોકશાહી/લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા એટલે શું ?

લોકશાહી રાજ્ય વ્યવસ્થા એટલે રાજય ચલાવનાર સરકારમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ સ્થાન, કાયદાનું શાસન અને સ્વતંત્ર ન્યાયતંત્ર.


12. આમુખમાના મૂલ્યો (સિદ્ધાંતો) જણાવો.

1. ન્યાય 

  • સામાજિક
  • આર્થિક 
  • રાજકીય 

2. સ્વતંત્રતા 

  • વિચારની સ્વતંત્રતા 
  • અભિવ્યક્તિની સ્વતંત્રતા 
  • માન્યતાની સ્વતંત્રતા 
  • ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા

3. સમાનતા 

  • બંધુતા 
  • લોકશાહી
  • પ્રજાસત્તાક
  • સાર્વભૌમત્વ
  • વ્યક્તિનું ગૌરવ
  • એકતા અને અખંડિતતા


13. ભારતીય બંધારણ મુજબ ભારતીય નાગરિકોના મુખ્ય છ અધિકારો જણાવો.

  1. બંધારણીય ઈલાજોનો અધિકાર 
  2. સમાનતાનો અધિકાર  
  3. સ્વાતંત્ર્યનો અધિકાર 
  4. શોષણ વિરુદ્ધનો અધિકાર 
  5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો 
  6. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર


14. બંધારણ અનુસાર નાગરિકોની મૂળભૂત ફરજો જણાવો.

  • બંધારણે વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. 
  • સ્વાતંત્ર્ય માટેની લડતને પ્રેરણા આપનાર ઉદાત વિચારો અને આદર્શોને અનુસરવું અને તેનું નિષ્ઠાપૂર્વક સંવર્ધન કરવું. 
  • ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. 
  • જરૂર ઊભી થાય ત્યારે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રની સેવા બજાવવાની હાકલ પડે ત્યારે રાષ્ટ્રસેવામાં જોડાવાની. 
  • ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા વિભાગીય મતભેદોથી પર રહીને ભારતના તમામ લોકો વચ્ચે સંવાદિતા સ્થાપવાની તથા ભાઈચારા (ભ્રાતૃભાવ) ની ભાવના કેળવવાની અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડે તેવા વ્યવહારોનો ત્યાગ કરવાની. 
  • આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની. 
  • જંગલો તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની.
  • વૈજ્ઞાનિક મિજાજ, માનવવાદ ઉપરાંત જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવી. 
  • જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. 
  • રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના ઉચ્ચતર સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે, વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા કટિબદ્ધ થવાની. 
  • 6 થી 14 વર્ષના પુત્ર/આશ્રિતોને શિક્ષણ મળે તેવી તક આપવાની તેના મા-બાપ/વાલીની ફરજ છે.


15. વિવિધતા એટલે શું ?

વિવિધતા એટલે વિવિધ સંસ્કૃતિઓનું મિશ્રણ એક જ દેશમાં જોવા મળે છે તે.


16. બહુલતાવાદી સમાજનો અર્થ આપો.

વિવિધ સંસ્કૃતિઓ જેવી કે ભાષા, ધર્મ, જાતિ, લિંગ, પરંપરા રીત - રિવાજો, આર્થિક - સામાજિક દરજ્જાઓ વગેરેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જુદી પડે છે. સમગ્ર વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધ કે બહુવિધ સંસ્કૃતિઓ જોવા મળી શકે છે. આથી, ભારતીય સમાજને બહુલતાવાદી સમાજ કહી શકાય.


17. સામાજિક વિવિધતા કોને કહેવાય ?

સામાજિક વિવિધતા એ ધર્મ, સંસ્કૃતિ, આર્થિક સ્થિતિ વગેરેના કિસ્સામાં ચોક્કસ સમાજમાં જોવા મળતા તફાવતો છે. જો કોઈ ચોક્કસ સમાજના લોકોમાં ધર્મ, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, સામાજિક દરજ્જો, આર્થિક સ્થિતિ, ભાષાકીય વાતાવરણ વગેરેમાં વિવિધતા હોય, તો આ બાબત સામાજિક વિવિધતા કહેવાય.


18. સામાજિક વિવિધતાના ક્ષેત્રો/પ્રકારો જણાવો.

  • ધાર્મિક વિવિધતા
  • ભાષાકિય વિવિધતા
  • વંશીય વિવિધતા
  • ભૌગોલિક વિવિધતા
  • સાંસ્ક્રુતિક વિવિધતા
  • વ્યક્તિગત વિવિધતા
  • જાતિય વિવિધતા


19. સામાજિક વિવિધતાની શિક્ષણ પર અસર જણાવો.

  • વંચિત બાળક સુધી પહોચવામાં
  • અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકનું નિર્માણ
  • વિદ્યાર્થીઓનો સામાજિક વિકાસ
  • શિક્ષકના વર્તનવ્યવહાર
  • શાળાકીય પ્રવૃતિઓ
  • સામાજિક જૂથોની પોતાની શાળા


20. શિક્ષણની સામાજિક વિવિધતા પર અસર જણાવો.

  • શિક્ષણ તમામ લોકો અને સમાજ સાથે સંબંધિત છે. 
  • તમામ સમાજોની મૂળભૂત સામાજિક જરૂરિયાતમાં શિક્ષણ સહાયરૂપ થાય છે. 
  • શિક્ષણ જાતિ કે જ્ઞાતિ ભેદ હટાવવામાં ઉપયોગી છે 
  • શિક્ષણમાં વિવિધ વિષયો દ્વારા વિદ્યાર્થીઓ બીજાની સામાજિક વિવિધતા જાણી શકે છે. 
  • વિદ્યાર્થીઓ શાળામાં અન્ય વિદ્યાર્થી સાથે કેટલોક સમય રહેતો હોવાથી તે અન્ય સામાજિક જૂથના વિદ્યાર્થીને મિત્ર બનાવીને સામાજિક ભેદ મટાડે છે.


21. શાળામાં સામાજિક વિવિધતા વચ્ચે શિક્ષક / આચાર્યની ભૂમિકા જણાવો.

  • દરેક સમાજના બાળકોને રસ પડે તેવી રીતે શીખવવું જોઈએ. 
  • બાળકોને સમજાવતી વખતે આપવામાં આવતા ઉદાહરણો પણ વિવિધ સમાજને ધ્યાનમાં રાખીને આપવા જોઈએ. 
  • શાળામાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ વિવિધ સમાજને ધ્યાનમાં રાખી વિવિધ પ્રવૃત્તિઓ યોજવી જોઈએ.
  •  દરેક બાળકને વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેવાની અને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ.


22. સંસ્કૃતિનો અર્થ આપો.

સંસ્કૃતિ એટલે ચોક્કસ સમયે ચોક્કસ જૂથના લોકોની જીવનની રીત, સામાન્ય રિવાજો અને માન્યતાઓ.


23. સાંસ્કૃતિક વિવિધતાનો અર્થ જણાવો.

 સાંસ્કૃતિક વિવિધતા એટલે લોકોમાં તેમની વંશીય અથવા વંશીય પશ્ચાદભૂ, ભાષા, પહેરવેશ અને પરંપરાઓના કારણે જોવા મળતો તફાવત.

સાંસ્કૃતિક વિવિધતા એટલે ભાષાઓ, ધર્મો, સંગીત, નૃત્ય, ખાદ્યપદાર્થો, વાસ્તુકલા વગેરેમાં રહેલી વિવિધતા 


  • 24. ભારતમાં સાંસ્કૃતિક વિવિધતા હોવાના કારણો જણાવો.
  • Show Answer
  • ભારતની વસ્તી 140 કરોડ આસપાસ છે. આટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં સાંસ્કૃતિક વિવિધતા હોય તે સ્વાભાવિક છે. 
  • પ્રાચીન અને અર્વાચીન ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા અનેક શાસકોએ શાસન કરેલ છે. જેથી તે શાસકોની વિચારસરણી અને નીતિનિયમો વગેરેની અસર સાંસ્કૃતિક વિવિધતા પર થઇ છે.
  • ભારતમાં વિવિધ ધર્મના લોકો રહે છે, માટે પણ સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. 
  • ભારતમાં શિક્ષણનું સ્તર જુદા જુદા વિસ્તારોમાં જુદુ જુદુ રહ્યું છે. શિક્ષાના સ્તરની અસ૨ ભારતમાં સાંસ્કૃતિક વિવિધતા પર પણ થઇ છે.


25. ભારતમાં સાંસ્કૃતિક વિવિધતા કઈ કઈ બાબતોમા જોવા મળે છે ?

  • વાસ્તુકલા/સ્થાપત્ય
  • સાહીત્ય-શાસ્ત્રો
  • વ્યવસાય
  • પહેરવેશ
  • ખોરાક
  • ધર્મ
  • તહેવારો, રિવાજો અને પરંપરા
  • ભાષાઓ
  • કલાઓ
  • ફિલ્મો


26. સંસ્કૃતિની શિક્ષણ પર અસરો જણાવો.

  • શિક્ષણના ધ્યેયો
  • અભ્યાસક્રમ
  • પાઠ્યપુસ્તકો
  • શિક્ષકની શીખવવાની પદ્ધતિ
  • બાળકના શિક્ષણ પર
  • ગણવેશ
  • શાળાની સહ-અભ્યાસ પ્રવૃતિઓ
  • શિક્ષણમાં વાલીની ભાગીદારી


27. શિક્ષણની સંસ્કૃતિ પર અસર જણાવો.

  • સંસ્કૃતિમાં આધુનિકતાનો સમાવેશ
  • સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં
  • સંસ્કૃતિ માં પરિવર્તન માટે
  • અન્ય સંસ્કૃતિનો સ્વીકાર
  • સંસ્કૃતિને નેતૃત્વ પુરું પાડવા


28. શાળામાં સાંસકૃતિક વિવિધતા વચ્ચે શિક્ષક / આચાર્યની ભૂમિકા જણાવો

  • દરેક બાળકને રસ પડે અને તેમની સંસ્કૃતિ સચવાય તેવી પદ્ધતિઓનો ઉપયોગ શીખવવા માટે કરવો જોઈએ. 
  • શિક્ષકના વર્તન - વ્યવહાર કે બોલચાલમાં કોઈપણ સંસ્કૃતિના વિદ્યાર્થીનું દિલ ના દુભાય તેનું ધ્યાન રાખવું જોઈએ. 
  • બાળકોની સંસ્કૃતિ મુજબ તેમની માન્યતાઓ હશે. જેથી તે માન્યતાઓને ધ્યાનમાં રાખી બાળકોને કામ સોંપવામાં આવશે તો જ સફળતા મળશે. 
  • બાળકોની માન્યતાઓ જો અંધશ્રદ્ધાં ભરેલી હોય તો બાળકને સમજાવીને શાંતિ અને ધીરજથી વિજ્ઞાનનો સહારો લઈને અંધશ્રદ્ધા દૂર કરવી જોઈએ.


29. ભાષા એટલે શું ?

ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. 

ભાષા યાચ્છિક વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે, જેના વડે કોઈપણ એક સામાજિક જૂથના રાભ્યો એકબીજાને સહકાર આપે છે અને એકબીજા સાથે છે સંપર્કમાં આવે છે.


30. ભાષાકીય વિવિધતા એટલે શું ?

કોઈપણ દેશમાં વિવિધ કારણોથી એક કરતા વધુ ભાષા બોલાતી હોય છે આમ, એક જ સામાજિક જૂથ, પ્રદેશ કે રાજ્ય જે કોઈ એક એકમ હોય છે, જેમાં વધુ ભાષાનો ઉપયોગ થતો હોય તો તેને ભાષાકીય વિવિધતા કહેવામાં આવે છે.


31. ભારતમાં ભાષાની વિવિધતાના કારણો જણાવો.

  • ભારતીય ભૌગોલિક વિવિધતા
  • વિવિધ જૂથો વચ્ચેના આંતરિક સંપર્કો
  • પડોશી દેશોની ભાષાનો પ્રભાવ
  • સામાજિક રચના
  • વંશીય જૂથો
  • શહેરીકરણ
  • ધર્મ
  • વેપારધંધા
  • આર્થિક કારણો
  • શારીરિક કારણો
  • શિક્ષણ


32. શિક્ષણની ભાષાકીય વિવિધતા પર અસર જણાવો.

  • શિક્ષણ ધરાવતા પરિવારો બોલવા લખવામાં ભાષાનો ઉપયોગ સારી રીતે કરે છે. 
  • ભાષાના ચાર કૌશલ્યોના વિકાસ ૫૨ શિક્ષણની અસર ખૂબ જ થાય છે. 
  • શિક્ષણ એક એવું માધ્યમ છે કે જેના કારણે લોકો કોઈપણ વ્યવહારમાં ભાષાનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે જેથી સામેના વ્યક્તિનું સન્માન જળવાઈ રહે. 
  • શિક્ષણને કારણે લોકો શિષ્ટ ભાષાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવા લાગ્યા, જેના કારણે ભાષાની આંતરિક વિવિધતામાં ઘટાડો થવા લાગ્યો છે.


33. ભાષાકીય વિવિધતાની શિક્ષણ પર અસર જણાવો.

  • ભાષાકીય વિવિધતાને કારણે દરેક વ્યક્તિને તેની માતૃભાષામાં શિક્ષણ મળી રહે તે માટે વિવિધ માધ્યમની શાળાઓ ખોલવામાં આવે છે. 
  • ભાષાકીય વિવિધતાને સંતોષવા માટે જ શાળાકક્ષાએ વિવિધ ભાષાઓ શીખવવામાં આવે છે. 
  • ભાષાકીય વિવિધતાને કારણે ચોક્કસ વિસ્તારોમાં જે તે સ્થાનિક ભાષાના જાણકાર શિક્ષકની નિમણૂંક કરવામાં આવે છે. 
  • ભાષાકીય વિવિધતાને આધારે શાળામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.


34. શાળામાં ભાષાકીય વિવિધતા વચ્ચે શિક્ષક / આચાર્યની ભૂમિકા જણાવો

  • વર્ગ અને શાળામાં વિવિધ ભાષાકીય જૂથોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્ય કરવું જોઈએ. 
  • શિક્ષક બહુભાષી બનીને (વધુ ભાષાનો ઉપયોગ કરીને) શૈક્ષણિક કાર્ય કરવું જોઈએ. 
  • શાળામાં સહ - અભ્યાસ પ્રવૃત્તિઓના આયોજન વિવિધ ભાષાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. 
  • વિવિધ ભાષા સમૂહના તહેવારો – ઉત્સવોનું આયોજન શાળામાં કરવું જોઈએ.


35. ધાર્મિક વિવિધતા એટલે શું ?

એક જ સમુહ/રાજ્ય કે દેશમાં રહેતા લોકો જયારે વિન્નિધ ધર્મોનું પાલન કરે છે ત્યારે એમ કહેવાય કે ત્યાં ધાર્મિક વિવિધતા છે. 

ધાર્મિક વિવિધતા એટલે ધર્મ બાબતે લોકોમાં ધાર્મિક માન્યતા અને ધાર્મિક વ્યવહારમાં તફાવત.


36. ધાર્મિક વિવિધતા કઈ કઈ બાબતમાં જોવા મળે છે ?

  •  દરેક ધર્મની ધાર્મિક પરંપરાઓ અલગઅલગ છે. 
  • દરેક ધર્મ પોતપોતાની રીતે ચોક્કસ વસ્તુઓને પવિત્ર કે અપવિત્ર ગણે છે.
  • દરેક ધર્મના ધાર્મિક વર્તનો ચોક્કસ છે. 
  • મૂર્તિ પૂજામાં વિશ્વાસ કે અવિશ્વાસ. 
  • દરેક ધર્મ ચોક્કસ વસ્તુને પવિત્ર માણે છે. 
  • દરેક ધર્મના પવિત્ર સ્થળો અલગ અલગ છે. 
  • મોટાભાગના ધર્મનું અંતિમ ધ્યેય જુદું જુદું જોવા મળે છે.


37. ભારતમાં ધાર્મિક વિવિધતા હોવાના કારણો જણાવો.

  • ભારતમાં વસ્તીનું પ્રમાણ વધુ છે, તેમ જ ભારત એક લોકશાહી અને બિનસાંપ્રદાયિક દેશ હોવાના કારણે ભારતમાં બહુવિધ ધર્મનું પાલન કરનાર લોકો રહે છે. માટે ભારતમાં ધાર્મિક વિવિધતા છે. 
  • ભારત પર પરદેશી લોકોએ નાનામોટા હુમલા કરીને અથવા તો વેપાર કરવાના બહાને શાસન ચલાવેલું છે, જેથી આવા શાસકો જે ધર્મનું પાલન કરતા હતા તે ધર્મનું પાલન તેમની પ્રજા પાસે કરાવવાનો આગ્રહ રાખેલો જેથી ધાર્મિક વિવિધતા વધી. 
  • ભારત પ્રાદેશિક રીતે ઘણો મોટો દેશ છે. ભારતની કુદરતી સંપત્તિમાં વિપુલ પ્રમાણમાં વિવિધતા છે. જેથી નોકરી - ધંધાર્થે પરદેશથી ઘણાં લોકો ભારતમાં આવીને સ્થાયી થયા છે. આ કારણે પણ ભારતમાં ધાર્મિક વિવિધતા જોવા મળે છે.


38. શિક્ષણની ધાર્મિક વિવિધતા પર અસર

  • અસર ધાર્મિક વિવિધતાને કારણે જુદા જુદા ધર્મના અનુયાયીઓ વચ્ચે ક્યારેક સંઘર્ષ થાય છે. આ સંઘર્ષ ઘટાડવામાં શિક્ષણનો ફાળો બહુ મોટો છે. 
  • શિક્ષણને કારણે જ ધાર્મિક સાહિત્ય છપાય છે અને તેનો ફેલાવો થાય છે. 
  • શિક્ષણ જ ધાર્મિક બાબતો, લક્ષણો કે સિદ્ધાંતોને એક પેઢીથી બીજી પેઢી સુધી લઇ જાય છે. 
  • શિક્ષણને કારણે ધર્મનો પ્રચાર સરળ અને ઝડપી બને છે. 


39. શાળામાં ધાર્મિક વિવિધતા વચ્ચે શિક્ષક / આચાર્યની ભૂમિકા જણાવો

  • શાળામાં વિવિધ ધર્મના બાળકો અભ્યાસ માટે આવે છે, જેથી શાળામાં કોઈ ધર્મ પ્રત્યે હકારાત્મક કે નકારાત્મક વર્તન કે વાત કરવી ના જોઈએ. 
  • શાળાનું વાતાવરણ બિનસાંપ્રદાયિક હોવું જોઈએ. 
  • શિક્ષકે ધર્મ વિશેની વ્યક્તિગત માન્યતાઓ સાથે તટસ્થ રહેવું જોઈએ. કોઈપણ ધર્મ માટે પૂર્વગ્રહ ન હોવો જોઈએ.


40. ઓળખ એટલે શું ?

ઓળખ એટલે વ્યક્તિ અથવા વસ્તુ કોણ અથવા શું છે તે નિર્ધારિત કરતી લાક્ષણિકતાઓ.

વ્યક્તિ અથવા વસ્તુ કોણ છે અથવા શું છે તેની હકીકત.


41. ઓળખ પ્રસ્થાપન એટલે શું ?

 દરેક વ્યક્તિએ પોતાની ઓળખનું નિર્ધારણ, સ્થાપન કે પ્રસ્થાપન કરવું પડતું હોય છે. દરેક વ્યક્તિ પોતાની જાતને ઓળખતી થાય તો એમ કહી શકાય કે તે વ્યક્તિએ ઓળખ પ્રસ્થાપન કર્યું છે.


42. જેમ્સ માર્સિયાના ઓળખની સ્થિતિનાં સિદ્ધાંતની ઓળખની ચાર સ્થિતિઓ જણાવો.

  • ઓળખ મુઝવણ
  • પૂર્વનિર્ધારિત ઓળખ
  • અસ્પષ્ટ (કામચલાઉ) ઓળખ
  • ઓળખ સિદ્ધિ


43. જેફરી આર્નટના વિકસતી પુખ્તાવસ્થામાં ઓળખ પ્રસ્થાપનનાં સિધ્ધાંતોના ત્રણ ક્ષેત્રો જણાવો.

  • પ્રેમ
  • કાર્ય
  • વૈશ્વિક દ્રષ્ટીકોણ


44. ઓળખના પ્રકારો જણાવો.

  • સાંસ્ક્રુતિક ઓળખ
  • સામાજિક ઓળખ
  • વ્યવસાયિક ઓળખ
  • વંશીય અને રાષ્ટ્રીય ઓળખ
  • ધાર્મિક ઓળખ
  • લિંગ/જાતિ ઓળખ
  • રાજકીય ઓળખ


45. ઓળખ પ્રસ્થાપનનું મહત્ત્વ જણાવો.

  • ઓળખ પ્રસ્થાપન એ સ્વના વિકાસ માટે જરૂરી છે. 
  • વ્યક્તિના વ્યક્તિત્વને મજબૂત બનાવવા અને નિખાર આપવા માટે જરૂરી છે. 
  • અન્ય લોકો સાથે ભાવનાત્મક સબંધો બાંધવા અગત્યનું પરિબળ છે. 
  • વ્યક્તિને સકારાત્મક બનાવે છે. 
  • વ્યક્તિ પોતાના સબળા અને નબળા પાસાં જાણીને વિકાસ સાધી શકે છે.


46. ઓળખ પ્રસ્થાપન પર અસર કરતા પરિબળો જણાવો.

  • જ્ઞાન
  • શિક્ષણ
  • સામાજિક સાસ્કૃતિક વાતાવરણ
  • વાલી કે કુટુંબ
  • રસ રૂચિ
  • શારીરિક બાંધો અને દેખાવ
  • પ્રસાર માધ્યમો - સાયબર અને ઈન્ટરનેટ


47. સ્વ ઓળખ ધરાવતા વિધાર્થીના લક્ષણો જણાવો.

  • વ્યક્તિત્વ ખીલેલું હોય છે.
  • પોતાની જાત માટે ગૌરવ હોય છે.
  • મોટાભાગે ખુશ જોવા મળે છે.
  • શાળાની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લે છે.
  • સહપાઠીઓ સાથે મિત્રતાભર્યા સબંધો રાખે છે.


48. ઓળખ પ્રસ્થાપનની પ્રક્રિયામાં શાળાની ભુમિકા જણાવો.

  • શિક્ષકો પોતાના વર્તનવ્યવહારના આદર્શ ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓમાં ઓળખ પ્રસ્થાપન કરી શકે છે. 
  • વિદ્યાર્થીઓ શિક્ષકોના રસરુચિ, માર્ગદર્શન અને માન્યતાઓ વગેરેમાંથી પ્રેરણા લઈને પોતાની ઓળખ પ્રસ્થાપન કરી શકે છે. 
  • વિદ્યાર્થીઓ પોતાના મિત્રોના રસરુચિ, વર્તનવ્યવહાર, માન્યતાઓ વગેરેમાંથી પ્રેરણા લઈને પોતાની ઓળખ પ્રસ્થાપન કરી શકે છે. 
  • શિક્ષક બાળકોને પ્રોત્સાહિત કરીને તેમનામાં ઓળખ પ્રસ્થાપન કરી શકે છે.


48. ઓળખ કટોકટી એટલે શું ?

વ્યક્તિને પોતાના સ્વભાવ અથવા દિશા વિશે મૂંઝવણની સ્થિતિ એટલે ઓળખ કટોકટી.

ખાસ કરીને કિશોરાવસ્થામાં વ્યક્તિગત મનોસામાજિક સંઘર્ષ થાય છે, જેમાં વ્યક્તિની સામાજિક ભૂમિકા વિશે મૂંઝવણ હોય અને ઘણીવાર વ્યક્તિત્વમાં સાતત્ય ગુમાવાતા હોય તો આવી પરિસ્થિતિને ઓળખ કટોકટી કહે છે. 


50. એરિક્સન દ્વારા પ્રસ્તાવિત વૃદ્ધિના આઠ તબક્કાઓ જણાવો.

  • વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ ( જન્મથી ૧૮ માસ )
  • સ્વાયત્તતા વિરુદ્ધ શરમ ( ૧૮ માસથી ૩ વર્ષ )
  • પહેલ શકિત વિરૂદ્ધ અપરાધભાવ (૩ થી ૬ વર્ષ )
  • પરિશ્રમ વિરુદ્ધ લઘુતા ( ૬ થી ૧૨ વર્ષ )
  • ઓળખ વિરુદ્ધ ભુમિકા મુઝવણ ( ૧૨ થી ૧૮ વર્ષ )
  • આત્મીયતા વિરુદ્ધ અલગતા ( ૧૮ થી ૪૦ વર્ષ )
  • સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા ( ૪૦ થી ૬૫ વર્ષ )
  • પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા ( ૬૫ વર્ષ પછી )


51. ઓળખ કટોકટી ધરાવતી વ્યક્તિના લક્ષણો જણાવો.

  • તમે તમારી જાત માટે પ્રશ્ન કરી રહ્યાં છો કે તમે કોણ છો ? આ પ્રશ્ન જયારે રોજિંદા વિચાર અથવા કાર્યને પ્રભાવિત કરવાનું શરૂ કરે છે, ત્યારે ઓળખની કટોકટી આવી શકે છે. 
  • વ્યક્તિ તેના પર્યાવરણ સાથે બદલાય છે. 
  • અન્ય વ્યક્તિ સાથેના સબંધોથી વ્યક્તિ ઘડાય છે. 
  • વ્યક્તિ વારંવાર પોતાના અભિપ્રાયમાં ધરમૂળથી ફેરફાર કરે છે. 
  • વ્યક્તિને તેના વિશે પૂછવામાં આવે તે ગમતું નથી.


52. ઓળખ કટોકટી ઊભી થવાના કારણો જણાવો.

  • કોઈ આઘાતજનક ઘટનાથી. જેમ કે મોટર વાહન અકસ્માત અથવા કંઈક હિંસક ઘટના જોઈ હોય. 
  • તમારા સબંધોમાં બદલાવ આવે. ભાઈબહેન, મિત્રો કે અન્ય સગાં સાથે 
  • તમે જેને પ્રેમ કરો છો તેની ખોટ પડે. પ્રેમ ઓછો થાય કે બંધ થઇ જાય. 
  • તમારા લક્ષ્ય હાંસલ ના થાય 
  • શારીરિક કે માનસિક બિમારી હોય


53. ઓળખ કટોકટીમાંથી બહાર આવવાના ઉપાયો જણાવો.

  • બાળકની સરખામણી તેમના ભાઈ - બહેન કે તેમના સાથીદારી સાથે ન કરો. 
  • તેમને આત્મવિશ્વાસ સાથે કામ કરવાનું શીખવો. 
  • તેમનામાં રહેલી સારી બાબતો તેમને જણાવો 
  • મિડિયા પ્રસાર માધ્યમોથી તેઓ હલકા ના પડે તેની કાળજી રાખો. 
  • કિશોરોને તેમના માટે મહત્વપૂર્ણ વસ્તુઓની સૂચિ બનાવવા જણાવો. જેમાં લોકો, સ્થાનો, વસ્તુઓ અથવા વિચારો શામેલ હોઈ શકે છે.


54. નાગરિક કોને કહેવાય ?

દેશનો જવાબદા૨ સભ્ય કે જે દેશ માટે ઉત્પાદક બને, દેશની રક્ષા કરે અને દેશના વિકાસમાં યોગદાન આપે. આવા સભ્યને દેશનો નાગરિક કહેવાય.


55. જવાબદાર નાગરિકના ગુણો/લક્ષણો જણાવો.

  • જવાબદાર નાગરિક સાચા અર્થમાં દેશભક્ત હોય છે. 
  • તે દેશનો ઉત્પાદક સભ્ય હોય છે. 
  • તે સમાજનો સક્રિય સભ્ય હોય છે. 
  • તે દેશની જુદી જુદી બાબતોથી માહિતીગાર હોય છે. 
  • લોકો, ઇતિહાસ અને પરંપરાઓનું જ્ઞાન ધરાવે છે. જેણે આપણા સ્થાનિક સમુદાયો, આપણા રાષ્ટ્ર અને વિશ્વને આકાર આપ્યો છે.


56. જવાબદાર નાગરિકતા સામેના પડકારો જણાવો.

  • આતંકવાદ એ આજના સમયે સર્વ દેશના નાગરિકો અને જવાબદાર નાગરિકતા સામેનો મોટો પડકાર છે. જે નાગરિકોને શાંતિથી જીવવા દેતા નથી, પોતે તો બરબાદ થાય જ છે, પણ સાથે દેશને પણ બરબાદ કરે છે. 
  • કેટલાક લોકો પોતાના સ્વાર્થને ખાત્ર, માત્ર પોતાના ફાયદા માટે કેટલાક વર્તનવ્યવહાર કરે છે. જેમકે, ટ્રાફિકમાં રોંગ સાઈડ જવું, ભ્રષ્ટાચાર કરવો બીજાને છેતરવા વગેરે. આવી સ્વાર્થવૃત્તિ એ જવાબદાર નાગરિકતા સામે પડકાર છે. જેને ક્યારેક ફાયદો થાય છે, તે જોઇને અન્ય લોકો પણ તેવું કરવા પ્રેરાય છે.


57. વૈશ્વિક નાગરિકતા એટલે શું ?

વૈશ્વિક નાગરિક એટલે ઓળખનું બીજું નવું વૈશ્વિક સ્તર.


58. વૈશ્વિક નાગરિકની જવાબદારીઓ જણાવો.

  • વૈશ્વિક મુદ્દાઓ ૫૨ વ્યક્તિના પોતાના અને અન્યના દ્રષ્ટિકોણને સમજવાની જવાબદારી છે. 
  • લગભગ દરેક વૈશ્વિક મુદ્દા સાથે વિવિધ વંશીય, સામાજિક, રાજકીય અને આર્થિક દૃષ્ટિકોણ જોડાયેલા છે. વૈશ્વિક નાગરિકોની જવાબદારી છે કે તેઓ આ વિવિધ દૃષ્ટિકોણને સમજે અને સમસ્યા - નિવારણની સર્વસંમતિને પ્રોત્સાહન આપે. 
  • વૈશ્વિક નાગરિકે કોઈ ચોક્કસ દૃષ્ટિકોણનો પક્ષ લેવાનું ટાળવું જોઈએ અને તેના બદલે બધી બાજુઓનો વિચાર કરવો જોઈએ.


59. જવાબદાર નાગરિકતાના વિકાસ માટે શાળા/શિક્ષકની ભૂમિકા જણાવો.

  • ચારિત્ર્ય નિર્માણ અને જીવન કૌશલ્યો અને અભ્યાસક્રમમાં એકીકૃત કરીને શિક્ષક બાળકના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો બનાવીને તેને જવાબદાર નાગરિક બનાવી શકે. 
  • શિક્ષક બાળકમાં 'પોતાનામાં વિશ્વાસ રાખો'ની ભાવના ખીલવે. 
  • વિદ્યાર્થીઓની નકારાત્મક વિચાર પ્રક્રિયાઓનું નિયમન કરે. 
  • સમજ, તર્ક અને વિશ્લેષણના આધારે વર્ગખંડમાં પ્રશ્નોત્તરીને પ્રોત્સાહન આપે. 
  • શિક્ષક વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ તરીકે બહાર આવે, જેમાં જવાબદાર નાગરિકતા પૂરેપૂરી ભરેલી હોય.


60. તરુણોનું સ્વાસ્થ્ય એટલે શું ? 

તરુણોનું સ્વાસ્થ્ય એટલે તરુણોમાં રોગ અથવા અશક્તિની ગેરહાજરી જ નહીં, પણ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે. 

તરુણાવસ્થા એ ચોક્કસ સ્વાસ્થ્ય અને વિકાસલક્ષી જરૂરિયાતો અને અધિકારો સાથે જીવનનો સમયગાળો છે. આ સમય જ્ઞાન અને કૌશલ્યો વિકસાવવાનો, લાગણીઓ અને સંબંધોનું સંચાલન કરવાનું શીખવાનો અને એવા લક્ષણો અને ક્ષમતાઓ પ્રાપ્ત કરવાનો પણ છે.


61. તરુણોમાં કઈ કઈ સ્વાસ્થ્યની સમસ્યાઓ જોવા મળે છે ?

  • માનસિક સ્વાસ્થ્યની સમસ્યા
  • શારીરિક સ્વાસ્થ્યની સમસ્યા
  • સાંવેગિક સ્વાસ્થ્યની સમસ્યા
  • સામાજિક સ્વાસ્થ્યની સમસ્યા
  • મોબાઈલ અને ટેક્નલોજીનો વધુ પડતો ઉપયોગ


62. તરુણોની સ્વાસ્થ્ય સમસ્યાના કારણો જણાવો.

  • અકસ્માત, ઈજાને કારણે અપંગતા 
  • હિંસા 
  • માનસિક અસંતુલન 
  • દારૂ અને ડ્રગ્સનો ઉપયોગ 
  • તમાકુ અને સિગારેટનો ઉપયોગ 
  • કેટલાક કાયમી રોગો જેમકે, થાઇરોઇડ, બી.પી. 
  • જાતીય અને ચેપી રોગો 
  • પ્રારંભિક ગર્ભાવસ્થા અને બાળજન્મ 
  • હતાશા 


63. તરુણોની સ્વાસ્થ્ય માટે શિક્ષકની ભૂમિકા જણાવો.

  • માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા કિશોરો સાથે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરીને સલાહ કે સારવાર આપવા.
  • માતાપિતા અને અન્ય સામજિક સભ્યો સાથે સુમેળભર્યા સબંધો રાખે તે માટે સમજાવવા.
  • પોષણયુક્ત આહાર અને દૈનિક કસરતની ખાતરી કરી કિશોરોને કુપોષણ અને સ્થૂળતાનો સામનો કરવામાં મદદ કરવી. 
  • હિંસા કે આત્મહત્યામાંથી બચી ગયેલા વિદ્યાર્થીઓ માટે અસરકારક પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું.


64. ભારતમાં કિશોરવયના આયોગ્ય માટે સરકારશ્રી કાર્યક્રમોના નામ જણાવો.

  • કિશોરી શકિત યોજના
  • બાલિકા સમૃદ્ધિ યોજના
  • સબલા યોજના
  • રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ
  • કિશોર પ્રજનન અને જાતીય આરોગ્ય કાર્યક્રમ
  • શાળા આરોગ્ય કાર્યક્રમ
  • સાપ્તાહિક આયર્ન ફોલિક એસિડ સ્લીમેન્ટેશન
  • માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા યોજના


65. સાયબર એટલે શું ? 

સાયબર એટલે કમ્પ્યુટર સંબંધિત. કમ્પ્યુટર સાથે જોડાયેલું, કમ્પ્યુટરને લગતું બજારમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવો અથવા તો કમ્પ્યુટર નેટવર્ક. જેમાં એક કમ્પ્યુટર બીજા ઘણાં કમ્પ્યુટર સાથે ઈન્ટરનેટથી જોડાયેલ હોય છે. 


66. સાયબર સલામતી એટલે શું ?

સાયબર સલામતીએ સાયબર હુમલાઓથી સિસ્ટમ્સ, નેટવર્ક્સ, પ્રોગ્રામ્સ, ઉપકરણો અને ડેટાને સુરક્ષિત કરવા માટે તકનીકો, પ્રક્રિયાઓ અને નિયંત્રણોનો ઉપયોગ. તેનો હેતુ સાયબર હુમલાના જોખમને ઘટાડવાનો અને સિસ્ટમ્સ, નેટવર્ક્સ અને ટેક્નોલોજીના અનધિકૃત ઉપયોગ સામે રક્ષણ કરવાનો છે.


67. સાયબર સલામતી કયાં અને કેવી રીતે કરવી જોઈએ ?

  • ઓનલાઇન ખરીદી
  • બેંકના ઓનલાઇન વ્યવહાર
  • ડેબિટ કે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ
  • છેતરામણા Sms
  • ખરાબ એપ ઇન્સ્ટોલ કરવી
  • મોબાઈલ પર છેતરામણા ફોન
  • પબલિક નેટવર્કનો ઉપયોગ
  • ઓનલાઈન ચેટિંગ
  • નકલી જાહેરાતો
  • ઓનલાઇન ખોટી જોબ ઓફર
  • પબ્લિક પ્લેસ પર મોબાઈલ ચાર્જ કરવો
  • સોશિયલ મીડિયા પર અંગત માહિતી કે કાર્યક્રમ મૂકવા
  • સાયબર કાફેના ઉપયોગમાં સાવધાની
  • એની ડેસ્કનો ઉપયોગ
  • સામાન્ય પાસવર્ડ
  • એન્ટીવાયરસ વગર સોફવેરનો ઉપયોગ


68. સાયબર સુરક્ષાનું મહત્વ જણાવો.

  • આપણને ટેકનોલોજીના ઉપયોગમાં સુરક્ષા પૂરી પાડે છે. 
  • તે આપણા ડેટાની ચોરી કે ડેટાનું નુકશાન અટકાવે છે એટલે કે ડેટાની સુરક્ષા માટે. 
  • આર્થિક કે સામાજિક નુકશાન થતું અટકાવે છે. 
  • લોભામણી જાહેરાતો કે છેતરપિંડીથી બચાવે છે.
  • આપણે કરેલ કામની કોપી થવા દેતા નથી. 
  • આપણી ચિંતામાં ઘટાડો કરે છે.


69. સાયબર સલામતી માટે શાળા/શિક્ષકની ભૂમિકા જણાવો

  • આજે વિદ્યાર્થી ઑનલાઇન શિક્ષણ મેળવતો થયો છે ત્યારે તે મોબાઈલ અને કમ્પ્યુટરનો વિશેષ ઉપયોગ કરે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીને સાયબર સલામતી વિષે જ્ઞાન આપવું તે શિક્ષકની ફરજ બની જાય છે. ભલે તેના પાઠ્યપુસ્તકમાં કે અભ્યાસક્રમમાં આ મુદ્દો ના હોય. 
  • સાયબર હુમલા સામે શિક્ષકે પોતે સાવચેત રહેવું જોઈએ અને વિદ્યાર્થીને પણ સાવચેત કરવો જોઈએ. 
  • આજે દરેક વ્યક્તિ મોબાઈલ વાપરતી થઇ છે, ત્યારે મોટી ઉંમરના લોકોમાં સાયબર સલામતીનું જરૂરી શાન હોતું નથી, તેવા સંજોગોમાં વિદ્યાર્થીને સાયબર સલામતીનું જ્ઞાન શિક્ષક દ્વારા આપવામાં આવે તો તે ધેર પોતાના વાલીને પણ જણાવી શકે. 
  • આજના સમયમાં વિદ્યાર્થી ઑનલાઇન ક્લાસ ભરે છે એટલું જ નહીં પણ શિક્ષણ માટે તે ઘણી ઍપ્લીકેશન્સનો ઉપયોગ કરે છે ત્યારે તેના માટે સાયબર સલામતી મહત્વની છે. જે સલામતી શિક્ષકે આપવી જોઈએ.


70. સંઘર્ષ એટલે શું ? 

સંઘર્ષનો સામાન્ય અર્થ થાય છે. લડાઈ, ખાસ કરીને લાંબી લડાઈ, ઝઘડો વિવાદ, પક્ષકારો વચ્ચે તકરાર.

રુચિઓ અથવા સિદ્ધાંતો તરીકે વિચારોના ભેદને કારણે થતી અથડામણો. 

બે અથવા વધુ વિચારો, ઇચ્છાઓ, વગેરે વચ્ચેનો તફાવત એટલે સંઘર્ષ.


71. સંઘર્ષનાં પ્રકારો જણાવો.

  • આંતરવ્યકિતત્વ સંઘર્ષ
  • આંતરવૈયક્તિક સંઘર્ષ
  • આંતરિક જુથ સંઘર્ષ
  • આંતરજુથ સંઘર્ષ


72. સંઘર્ષ થવાના મુખ્ય કારણો જણાવો.

  • મૂલ્યો
  • હિત/સ્વાર્થ/જરૂરિયાત
  • શ્રેષ્ઠતા
  • અન્યાય
  • અજ્ઞાન
  • અણધારી નીતિઓ
  • શૈલી કે રીત
  • સંબધો
  • નબળું શાસન


73. સંઘર્ષ નિવારવા માટેનાં ઉપાયો જણાવો.

  • અનુકૂલન
  • સમસ્યા અવગણવી
  • સહયોગ
  • સ્પર્ધા
  • સમાધાનકારી


74. સંઘર્ષ નિવારવા શાળા/શિક્ષકની ભૂમિકાઓ જણાવો.

  • શાળામાં ઘણી વાર નાનીમોટી વાતે વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ થતો હો છે ત્યારે શિક્ષકે તટસ્થ રહીને બન્ને પક્ષોને સમજવવા જોઈએ. 
  • વિદ્યાર્થીઓ એકબીજાને આદરની દૃષ્ટિથી જુએ અને વર્તે તેવું વાતાવરણ કરવું જોઈએ. 
  • વિદ્યાર્થીઓને શિક્ષાની વાત અને વર્તન પર વિશ્વાસ બેસે તે માટે શિક્ષકે સતત કાળજી રાખવી જોઈએ. 
  • કોઈપણ વિદ્યાર્થી કે જૂથને ઠપકો આપવાનો થાય તો જાહેરમાં નાં આપતા એકલા બોલાવીને આપો.


75. શાંતિનો અર્થ આપો.

ખલેલમાંથી મુક્તિ એટલે શાંતિ. 

શાંતિ એ હિંસાનો અભાવ, સંઘર્ષની વર્તણૂકો અને હિંસાના ભયથી સ્વતંત્રતા દ્વારા સંવાદિતાની ઘટના છે. 

શાંતિ એ માત્ર સંઘર્ષની ગેરહાજરી નથી, તે સંઘર્ષ ને શાંતિપૂર્ણ માધ્યમથી સંભાળવાની ક્ષમતા છે. 

શાંતિનો અર્થ દુશ્મનાવટની ગેરહાજરી છે. તે સ્વસ્થ આંતરવ્યક્તિત્વ અને આંતરરાષ્ટ્રીય વાતાવરણનો ઉલ્લેખ કરે છે.


76. શાંતિનું મહત્વ જણાવો.

  • વ્યક્તિ કે સમાજ કે દેશ કે વિશ્વના વિકાસ માટે શાંતિ જરૂરી છે. શાંતિ વિના વિકાસ શક્ય નથી. શાંતિના અભાવે વિકાસ થતો નથી અથવા તો વિકાસની ગતિ ખૂબ જ ધીમી પડી જાય છે.
  • શાંતિ આપણા મનમાં સુરક્ષાની ભાવના પેદા કરે છે. 
  • શાંતિ વ્યક્તિ કે પ્રાણીઓને એવા વિશ્વમાં જીવવામાં મદદ કરે છે, જે દુશ્મનાવટથી મુક્ત છે.
  • શાંતિ સામાજિક સુખાકારી માટે મહત્વપૂર્ણ છે, જેથી લોકો સુમેળમાં રહે છે.


77. શાંતિ માટેનાં આધારસ્તંભો જણાવો

  • સરકાર
  • રોજીરોટી
  • સંસાધનોનું સમાન વિતરણ
  • અન્યના અધિકારોની સ્વીકૃતિ
  • પડોશીઓ સાથે સારા સંબંધો
  • માહિતીનો મુક્ત પ્રવાહ
  • માનવરૂપી મૂડીનું ઉચ્ચ સ્તર
  • ભ્રષ્ટાચારનું નીચું સ્તર


78. શાંતિના પ્રકારો જણાવો.

  • આંતરિક શાંતિ
  • બાહ્ય શાંતિ
  • હકારાત્મક શાંતિ
  • નકારાત્મક શાંતિ


79. શાંતિની સ્થાપનામાં શાળા/શિક્ષકની ભૂમિકા જણાવો.

  • શિક્ષકે બાળકોના મૂળભૂત અધિકારોનું સમર્થન કરવું જોઈએ. 
  • તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને આદરપૂર્વક વર્તન કરે તેવું વાતાવરણ શાળામાં ઊભું કરવું. 
  • શાળાનો તમામ સ્ટાફ એકબીજા સાથે હળીમળીને રહે તે જરૂરી છે. 
  • શાળામાં લોકશાહીભર્યું વાતાવરણ રાખવું.


80. વ્યવસાય એટલે શું ?

વ્યવસાય એટલે જેમાં અદ્યતન શિક્ષણ અને તાલીમ જરૂરી હોય અને બૌદ્ધિક કૌશલ્યો સામેલ હોય જે વ્યક્તિ આ પ્રકારનો વ્યવસાય કરે છે તેને વ્યાવસાયિક કહેવામાં આવે છે.


81. શિક્ષણ વ્યવસાય એટ્લે શું ?

શિક્ષણ વ્યવસાય એટ્લે વ્યાવસાયિક (શિક્ષકો) વ્યાવસાયિક જ્ઞાન અને કૌશલ્ય, મેળવેલ તાલીમ દ્વારા તમામ શીખનારાઓ માટે (વિદ્યાર્થીઓ) શીખવાની તકો ઊભી કરવા અસરકારક શિક્ષણ વ્યૂહરચનાની શ્રેણીનો ઉપયોગ


82. શિક્ષણનાં વ્યવસાયનું મહત્વ જણાવો.

  • શિક્ષણનો વ્યવસાય એક એવો વ્યવસાય છે કે જ્યાં જીવંત વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે. 
  • શિક્ષણના વ્યવસાયમાં નિષ્ઠા, પ્રેમ, સહાનુભૂતિની ખાસ જરૂર પડે છે.
  • શિક્ષણનો વ્યવસાય કરનાર શિક્ષક જો યોગ્ય રીતે શિક્ષણ ના આપે તો એક વ્યક્તિને નહિ પણ એક પેઢીને નુકશાન થાય છે. 
  • આ એક એવો વ્યવસાય છે કે જે વ્યવસાય કરનારને તેના લાભાર્થીઓ સાહેબ, સર કે મેડમ કહીને આદર અને પ્રેમ સાથે સંબોધે છે.


83. શિક્ષણ વ્યવસાયના મુખ્ય ઘટકો જણાવો.

  • શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન 
  • અધ્યાપન સૂત્રો અને સિદ્ધાંતોનું જ્ઞાન 
  • વિષયવસ્તુનું જ્ઞાન 
  • અધ્યાપન પદ્ધતિ અને પ્રયુક્તિઓનું જ્ઞાન 
  • શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવાના કૌશલ્યો 
  • મૂલ્યાંકન કરવાના કૌશલ્યનું જ્ઞાન 
  • વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંબંધો રાખવાનું કૌશલ્ય 
  • વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ કરાવવાનું કૌશલ્ય
  • શિક્ષણ સાથે સંકળાયેલ અન્ય પાસાંઓનું જ્ઞાન 
  • સારા હસ્તાક્ષરો 
  • નિયમિતતા, શિસ્ત, પ્રામાણિકતા વગેરે મૂલ્યો 
  • વર્ગખંડ વ્યવસ્થાપન 
  • સારું પ્રત્યાયન કૌશલ્ય


84. શિક્ષણનાં વ્યવસાયની લાક્ષણિકતાઓ જણાવો.

  • બૌદ્ધિક અને મનોવિજ્ઞાનનો સમાવેશ કરે છે . 
  • અધ્યાપન એ માત્ર એક કળા નથી વિજ્ઞાન પણ છે. 
  • તે કાચા માલને વ્યવહારુ અને કાબેલ બનાવે છે 
  • તેની પાસે શૈક્ષણિક રીતે પ્રત્યાયન – સંચાર ટેકનિક છે.  
  • શિક્ષક સતત શીખતો રહે છે.
  • જ્ઞાન કરતા કૌશલ્યને પ્રાધાન્ય. 
  • શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે.


85. શિક્ષણનાં વ્યવસાયમાં શિક્ષકની ભૂમિકા જણાવો.

  • શિક્ષક પાસે સારું પ્રત્યાયન કૌશલ્ય હોવું જોઈએ. 
  • તેને તેના વિષયનું અને વિષય સબંધિત પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. 
  • તે વિવિધ અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિનો જાણકા ૨ હોવો જોઈએ. 
  • તેનામાં ટેક્નોલૉજીનો ઉપયોગ કરવાના કૌશલ્ય હોવા જોઈએ. 
  • તેનામાં વિષય સબંધિત શૈક્ષણિક સાધનો વાપરવાની આવડત અને રસ હોવા જોઈએ.


86. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપો.

સમાજના વિભિન્ન એકમોના માળખામાં અને કાર્યમાં વધુ કે ઓછું પરિવર્તન એ સામાજિક પરિવર્તન છે - બી. સી. રાય

‘માનવની માનવસર્જિત રહેણીકરણી, વલણો અને ભૌતિક પરિવર્તન એ સામાજિક પરિવર્તનો છે.’ - મેકઆઈવર અને પેજ 

સામાજિક પરિવર્તન એટલે સામાજિક પ્રક્રિયા, સામાજિક તરાહો, સામાજિક આંતરક્રિયાઓ કે સામાજિક વ્યવસ્થાના કોઈ પણ અંશમાં પરિવર્તન અને પરિમાર્જન.- જ્હોન


87. સામાજિક પરિવર્તનનાં ત્રણ ઘટકો જણાવો.

  • ભૌતિક બાબતો
  • અભૌતિક બાબતો
  • સર્વદેશીય બાબતો


88. સામાજિક પરિવર્તનના ક્ષેત્રો જણાવો.

  • સામાજીક ક્ષેત્ર
  • આર્થિક ક્ષેત્ર
  • રાજકીય ક્ષેત્ર
  • નૈતિક ક્ષેત્ર
  • આધ્યાત્મિક ક્ષેત્ર 
  • ધાર્મિક ક્ષેત્ર
  • વૈજ્ઞાનિક ક્ષેત્ર


89. સામાજિક પરિવર્તન લાવનાર પરીબળો જણાવો.

  • માનવબુદ્ધિ અને આવિષ્કારો
  • શહેરીકરણ
  • આધુનિકરણ
  • સામાજિક મૂલ્યો, માન્યતાઓ
  • વિજ્ઞાન અને ટેકનોલોજી
  • વૈચારિક ક્રાંતિ 
  • જૈવિક પરીબળો
  • સાંસ્કૃતીક પરીબળો
  • રાજકિય પરીબળો


90. સામાજિક પરિવર્તન લાવવામાં અવરોધક પરિબળો જણાવો.

  • નિરક્ષરતા 
  • અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજો 
  • વસતિવધારો
  • સાંપ્રદાયિક કટ્ટરતા 
  • પ્રાદેશિકતા 
  • વિકાસ માટેનું અસમતોલ માળખું 
  • જાતિવાદ


91. સામાજિક પરિવર્તનમાં શિક્ષકની ભૂમિકા જણાવો.

  • સમાજ પરિવર્તનનો સાચો મશાલચી 
  • સમાજનો શિલ્પી
  • ભારતીય સંસ્કૃતિનો સંરક્ષક  
  • નૂતન દિશાઓનો માર્ગદર્શક


92. પડકાર એટલે શું ? 

પડકાર એટલે કોઈ કાર્ય કરતી વખતે ઊભી થયેલ સમસ્યા કે અવરોધ.

  • પડકાર એટલે કોઈ ધ્યેય સુધી પહોંચવા માટે ઊભી થયેલ સમસ્યાનો સામનો કરવાની પરિસ્થિતિ. 

પડકાર એટલે કંઈક નવું અને મુશ્કેલ જે તમને ઘણા પ્રયતો કરવા દબાણ કરે છે.


93. શિક્ષણ વ્યવસાય સામેના પડકારો એટલે શું ?

શિક્ષક શિક્ષણનો વ્યવસાય કરે છે. શિક્ષક જયારે શૈક્ષણિક કાર્ય કરતા હોય ત્યારે ચોક્કસ ધ્યેય સાથે કરે છે. શિક્ષકને પોતાના શૈક્ષણિક ધ્યેય સુધી પહોંચવામાં જે જે અવરોધો નડે છે તેને શિક્ષણની સામેના પડકારો કહી શકાય.


94. શિક્ષણ વ્યવસાય સામેના પડકારોના ચાર ઉદાહરણો આપો.

  • ઑનલાઇન શિક્ષણની પ્રક્રિયા ચાલી રહી હોય અને મોબાઈલની બેટરી ચાર્જ ના હોય, ઈન્ટરનેટ બંધ થઇ જાય વગેરે. 
  • શિક્ષક વર્ગમાં શીખવી રહ્યાં હોય અને શાળા બહાર કોઈના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળે અને ખોબ જ મોટા અવાજ સાથે મ્યુઝીક વાગતું હોય. 
  • વિદ્યાર્થીના કોઈ વર્તનમાં પરિવર્તન માટે શિક્ષકને વાલીની મદદની જરૂર હોય અને વાલી શિક્ષકને સહકાર આપતા ના હોય.
  • કોઈ શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત આવતા ના હોય અને તે માટેનું કારણ શાળામાં પીવાના પાણીની સગવડ નથી. તો પીવાના પાણીની સગવડ કરવી તે શિક્ષક માટે પડકાર ગણાય.

  • 95. શિક્ષણના વ્યવસાય સામે અત્યારે કયાં કયાં પડકારો જોવા મળે છે ?
  • Show Answer
  • વિધાર્થીઓ વચ્ચે રહેલી વિવિધતા
  • વિધાર્થીની કૌટુંબિક સમસ્યાઓ
  • પૂરતા આર્થિક ભંડોળનો અભાવ
  • વિદ્યાર્થીઓમાં શિસ્તનો અભાવ
  • શિક્ષકને શિક્ષણ સિવાયના વધારાના કામની સોંપણી
  • સમય વ્યવસ્થાપન
  • ખાનગી શાળા સંચાલકો તરફથી શોષણ
  • ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ ઊંચું
  • સરકારી શાળાઓમાં અનુકાર્યનો અભાવ
  • શાળામાં શિક્ષકોના જુથ
  • માતૃભાષા સિવાયની ભાષાના માધ્યમમાં શીખવું
  • કુટુંબથી દૂર નોકરી કરવી.
  • સરકારની નીતિઓ
  • શિક્ષણમાં ભ્રષ્ટાચાર
  • ઓનલાઇન શિક્ષણ સામેના પડકારો
  • પૂરતા શિક્ષકોનો અભાવ
  • ફિક્સ પગારમાં શિક્ષકોની નિમણૂક



96. આદર્શ શિક્ષક પાસેથી કંઈ કઈ માહીતી મેળવશો

  • વ્યક્તિગત
  • કૌટુંબિક
  • શૈક્ષિણક - વર્ગ અને વર્ગખંડ બહાર
  • સામાજિક
  • સર્વગ્રાહી


97. વ્યક્તિની લાક્ષણિકતા એટલે શું ? 

વ્યક્તિની લાક્ષણિકતાઓ એ ગુણો અથવા લક્ષણો છે, જે તેમની એક આગવી ઓળખ ઊભી કરે છે, વ્યક્તિમાં રહેલા જીન્સ દરેક વ્યક્તિની લાક્ષણિકતાઓ નક્કી કરે છે. 

લાક્ષણિકતા એ વ્યક્તિના વ્યક્તિત્વને ઘડે છે, રૂપ આપે છે. બીજી રીતે કહીએ તો વ્યક્તિત્વ એ લક્ષણો કે લાક્ષણીકતાઓ કે ગુણોને આધારે નક્કી થાય છે.


98. 21મી સદીના વિધાર્થીની લાક્ષણિકતાઓ જણાવો.

  • આજનો વિધાર્થી વિશ્વમાનવી
  • અસરકારક પ્રત્યાયન
  • જટિલ વિચારક
  • નેતૃત્વ લેવું ગમે
  • સર્જનાત્મકતા અને નવીનતા
  • સહયોગ
  • સતત જ્ઞાનની ઝંખના
  • અભ્યાસ સાથે જોબ
  • સ્વતંત્ર
  • અધિરાપણું
  • ટેકનોલોજીનો જ્ઞાતા અને ઉપયોગકર્તા
  • સામાજિકતા


99. 21મી સદીના વિધાર્થી સાથે શિક્ષકની ભૂમિકા જણાવો.

  • શિક્ષકે ટેકનોલોજીનું જ્ઞાન મેળવીને વર્ગખંડમાં તેનો ઉપયોગ વધુમાં વધુ કરવો પડશે. 
  • પોતાની અધ્યાપન પદ્ધતિમાં વિદ્યાર્થીના રસરુચિને ધ્યાનમાં રાખીને પરિવર્તન લાવવું પડશે. 
  • આજનો વર્ગખંડ શૈક્ષણિક સાધનોથી ભરપૂર રાખવો પડશે. અને આ સાધનોનો ઉપયોગ શિક્ષકે અવશ્ય કરવો જોઈએ 
  • શાળામાં લોકશાહીભર્યું વાતાવરણ સર્જીને વિદ્યાર્થીઓને કેટલીક બાબતોમાં સ્વતંત્રતા આપવી જોઈએ.


100. કૌશલ્ય એટલે શું

કોઈ કામ સારી રીતે કરવાની કુશળતા અને ક્ષમતા. 

કૌશલ્ય એ એવી ક્ષમતા છે જે તાલીમ અથવા અભ્યાસથી આવે છે.


101. 21મી સદીના કૌશલ્યો જણાવો

  • અધ્યયન કૌશલ્ય
  • સાક્ષરતા કૌશલ્ય
  • જીવન કૌશલ્ય


102. 21મી સદીના શિક્ષક પાસે ક્યાં કયાં કૌશલ્યો હોવા જોઈએ ?

  • પ્રત્યાયન કૌશલ્ય
  • ટેક્નલોજીનું જ્ઞાન અને ઉપયોગ
  • સંશોધન/સમસ્યા ઉકેલ કૌશલ્ય
  • જટિલ વિચારણા
  • સર્જનાત્મકતા
  • જીવન કૌશલ્યો
  • નેતૃત્વ
  • પરિવર્તનક્ષમતા
  • મીડિયા સાક્ષરતા
  • વૈશ્વિક શિક્ષક


103. ઑનલાઇન શિક્ષણનો અર્થ જણાવો.

  • ઑનલાઇન શિક્ષણ એ શિક્ષણનું એક સ્વરૂપ છે જે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વિતરિત અને સંચાલિત કરવામાં આવે છે. તેના માટે ઑનલાઇન એજ્યુકેશન અથવા ઑનલાઇન લર્નિંગ શબ્દ પણ વાપરવામાં આવે છે.
  • ઑનલાઇન શિક્ષણ એ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર, મોબાઈલ, લેપટોપ વગેરે જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા કૌશલ્ય અને જ્ઞાન મેળવવાની પ્રક્રિયા છે. 
  • ઓનલાઇન શિક્ષણ એ વર્ગને સંપૂર્ણ અથવા આંશિક રીતે ઈન્ટરનેટ અને ઓનલાઇન કોર્સ મેનેજમેન્ટ ટૂલ્સ દ્વારા શીખવવામાં આવે છે.


104. ઑનલાઇન શિક્ષણના ફાયદા જણાવો.

  • ઑનલાઇન શિક્ષણમાં શીખનાર ગમે ત્યારે પોતાના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકે છે. 
  • વિદ્યાર્થી ઈચ્છે તો પોતાના મિત્ર સાથે બેસીને પણ અભ્યાસ કરી શકે છે.
  • વિદ્યાર્થી ઈચ્છે તેવા કપડાં પહેરીને અભ્યાસ કરી શકે છે. 
  • વિદ્યાર્થી પોતાને ગમતી પ્રવૃત્તિ કરતા કરતા પણ શીખી શકે છે. 
  • વિદ્યાર્થી બિમાર હોય તો પણ પથારીમાં સૂર્તો - સૂતા કે હોસ્પિટલમાંથી પણ શિક્ષણ મેળવી શકે છે.


105. ઑનલાઇન શિક્ષણના ગેરફાયદા જણાવો.

  • શિક્ષણ પાછળ કુલ સમય વધુ જાય છે. જેમકે, અધ્યયન અધ્યાપનનો સમય, મૂલ્યાંકન અને હોમવર્કનો સમય, નવી - નવી માહિતી મેળવવાનો સમય, ટાઈપ કરવામાં, ઓડિયો સંભાળવાનો અને વિડિયો જોવાનો સમય, ઉપરાંત ક્યારેક આનંદ માટે પણ સર્ચ કરીને સમય પસાર કરવામાં આવે છે. આ રીતે ઑનલાઇન શિક્ષણથી સમય વધુ આપવો પડે છે. 
  • પ્રત્યક્ષ શિક્ષણમાં શિક્ષક તમારા ચહેરાના હાવભાવ કે વર્તન વ્યવહાર જોઇને તમારી માનસિકતાને માપી શકે છે અને એ રીતે તે પદ્ધતિ કે વર્તનવ્યવહારમાં ફેરફાર કરી શકે છે, જેનો ઑનલાઇન શિક્ષણમાં અભાવ જોવા મળે છે. 
  • ઑનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થી જો આળસુ બની જાય કે નિયમિત કામ ના કરે તો તેની પર રૂબરૂ ધ્યાન કે સૂચન કરનાર કોઈ નથી. પરિણામે તે હોમવર્ક કરવામાં, સમય સર ઇન્ટરનેટ જોડવામાં વિલંબ કરે છે. જેની નકારાત્મક અસર તેના શિક્ષણ પર થાય છે. 
  • કેટલાક વિદ્યાર્થીને ઑનલાઇન શિક્ષણ માટે કમ્પ્યૂટર કે લેપટોપ કે મોબાઈલ ખરીદવું ખૂબ જ મોંઘુ પડે છે.


106. ઓનલાઈન શિક્ષણ માટે જરૂરી બાબતો જણાવો.

  • ઉપકરણો
  • એપ્લિકેશન
  • કૌશલ્યો



107. ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા જણાવો.

  • ઓનલાઇન શિક્ષણ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓ તેમાં જોડાય તે માટેના પ્રયત્નો શાર્ક કરવા જોઈએ. 
  • ઓનલાઇન શિક્ષણ માટે જરૂરી સાધનો કમ્પ્યૂટરકે મોબાઇલ વાપરવાનું શિક્ષકે શીખવવું પડે. 
  • ઓનલાઇન શિક્ષણ માટે જરૂરી એપ્લીકેશનનો ઉપયોગ કરવા માટે ઍપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી અને તેને કેવી રીતે વાપરવી તે વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ. 
  • ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ કે વીજળીની સમસ્યાઓ નડતી હોય તો તે મુશ્કેલી નિવારવા શું કરવું તેના વિવિધ ઉપાયો શિક્ષકે બતાવવા જોઈએ. 
  • ઑનલાઇન એજ્યુકેશનનો સમય પ્રમાણસર રાખવો જેથી સાધનોની બેટરી કે ચાર્જંગની સમસ્યાઓ ઊભી ના થાય.

Post a Comment

Please do not enter any spam link in the comment box.