Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

CoS 2 Gender School and Society Short Questions


1. લિંગનો અર્થ જણાવો.

લિંગ એ જીવશાસ્ત્રીય પરિભાષા છે, જે સ્ત્રી અને પુરુષ વચ્ચેની જૈવશાસ્ત્રીય ભિન્નતાને દર્શાવે છે. 

જીવશાસ્ત્રીયની દૃષ્ટિએ જોઈએ તો સ્ત્રી અને પુરુષના સમગ્ર અવયવો એકસરખા નથી. પ્રોસ્ટેટ ગ્રંથિ સ્ત્રીમાં નથી. પ્રજોત્પત્તિની ક્ષમતા બંને ધરાવે છે, પણ ગર્ભાશય, ગર્ભધારણ, બાળજન્મ અને સ્તનપાન વગેરેની ક્ષમતા સ્ત્રી પાસે છે. સ્ત્રીના ગર્ભાશયમાં માત્ર 'X' રંગસુત્રો (Chromosomes) હોય છે. બાળકની જાતિ ( Sex ) નક્કી કરવામાં પુરુષનાં રંગસૂત્રો જવાબદાર છે . તેના ‘X’ અને ‘Y' ક્રોમોઝોમ્સમાંથી "X” પુરુષ બાળક અને ‘XX’ થી બીજ ફલિત થાય તો સ્ત્રી બાળક જન્મે છે. લૈંગિક ભિન્નતાને લીધે સ્ત્રી અને પુરુષ વચ્ચે કેટલીક ભિન્નતાઓ સર્જાય છે, તે પ્રાકૃતિક છે.


2. જાતિ અર્થ આપો.

જેન્ડર (Gender) શબ્દની વ્યુત્પત્તિ ‘Genil’ શબ્દ પરથી ઈ છે, જેના અર્થમાં સમાજ અને સંસ્કૃતિ સાથે સ્ત્રી - પુરુષના સંબંધને જોડવામાં આવે છે. એ અર્થમાં જેન્ડર એટલે સ્ત્રી અને પુરુષનાં લક્ષણો – એટલે કે પુરુષત્વ (Masculinity) અને સ્ત્રીત્વ (Femininity). પુરુષત્વ પુરુષોચિત લક્ષણોને સૂચિત કરે છે, જયારે સ્ત્રીત્વ સ્ત્રી સંદર્ભગત લક્ષણોને ઉજાગર કરે છે. આમ, તેઓની વર્તન ઢબ તેઓને પુરુષ અને સ્ત્રી હોવાની વિભાવના આપે છે. આમ, જેન્ડર એ સામાજિક રીતે ઘડતર પામતી સંકલ્પના છે.


3. જાતિનું સ્વરૂપ સમજાવો.

  • જેન્ડરને સ્ત્રી અને પુરુષ વિશે કોઇ પક્ષપાત નથી, બંને લિંગને એક સરખી રીતે સાર્શે છે. જાતિ (Gender) એ પુરુષ અને સ્ત્રીને એક સરખી રીતે લાગુ પડતી બાબત છે. 
  • આ એક બૌદ્ધિક ખ્યાલ છે, આ ખ્યાલ જન્મજાત નથી. આ શીખેલો ખ્યાલ છે. તે જે રીતે વાતાવરણમાં ઊછરતો જાય છે તેમ તેમ વિકસતો જાય છે. તેમાં કુટુંબ, શાળા, સમવયસ્કો, સમૂહ માધ્યમો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 
  • સ્ત્રી અને પુરુષ માટે સામાજિક, સાંસ્કૃતિક, માનસિક બાબતો એટલી બધી નિર્ણાયક છે કે તેને આધારે તે પોતાનાં મૂલ્યો, માન્યતાઓ, વલણો અને સંબંધો વિકસાવે છે. 
  • કુટુંબ, જ્ઞાતિ, ધર્મ, વર્ગ, દેશ - પ્રદેશ વગેરે સ્ત્રી અને પુરુષ માટે આગવી ઓળખ ઊભી કરે છે, જે તેના લૈંગિક દરજ્જા સાથે પણ સંકળાયેલી છે. 


4. પિતૃસત્તાક એટલે શું ?

પિતૃસત્તાકનો સામાન્ય અર્થ પિતાનું અથવા કુલાધિપતિનું શાસન. જેમાં પુરુષની સત્તા સર્વોપરી છે. સ્ત્રીની ભૂમિકા ઓછી મહત્ત્વની ગણાય છે. પુરુષ સ્ત્રી કરતાં ચઢિયાતો છે. સ્ત્રી – પુરુષના સંબંધોમાં સ્ત્રીનું સ્થાન પુરુષની સરખામણીમાં હંમેશા દ્વિતીય કક્ષાનું રહે છે.


5. પિતૃસત્તાક સામાજિક પરંપરાના મુખ્ય ત્રણ ક્ષેત્રો જણાવો.

  • સ્ત્રીના શ્રમ પર પુરુષનું નિયંત્રણ
  • સ્ત્રીની જાતીયતા પર નિયંત્રણ
  • સ્ત્રીની પ્રજનન શક્તિ પર નિયંત્રણ


6. માતૃસત્તાક એટલે શું ?

માતૃસત્તાકનો સામાન્ય અર્થ માતાનું અથવા સ્ત્રીની માલિકીનું શાસન.

જે કુટુંબોમાં કે સમાજમાં સ્ત્રીનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોય છે અને સગપણ, વંશ, વારસો, સત્તા અને નિવાસ સ્ત્રી પક્ષથી નક્કી થતાં હોય તેને માતૃસત્તાક પરંપરા કહેવામાં આવે છે.


7. નારીવાદ એટલે શું ?

સ્ત્રીઓને પુરૂષો જેવા જ અધિકારો અને તકો મળવા જોઈએ એવી માન્યતાને નારીવાદ તરીકે ઓળખવામાં આવે છે. 

સામાન્ય અર્થ નારીવાદ એટલે સ્ત્રીઓનો અધિકાર

નારીવાદ એટલે સમાજમાં, કામના સ્થળે અને પરિવારમાં થતાં સ્ત્રીઓ પરના દમન અને શોષણ પ્રત્યે ચેતના તથા સ્ત્રીઓ અને પુરુષો દ્વારા આ પરિસ્થિતિઓને બદલવાની દિશામાં જાગૃત સક્રિયતા.


8. નારીવાદનાં સિદ્ધાંતો જણાવો.

  • ઉદારમતવાદી નારીવાદ
  • માર્કસવાદી નારીવાદ
  • ઉદ્યમવાદી નારીવાદ
  • સમાજવાદી નારીવાદ
  • મનોવિશ્લેષણવાદી નારીવાદ
  • સાંસ્કૃતીક નારીવાદ
  • અસ્તિત્વ નારીવાદ
  • અનુઆધુનિક નારીવાદ


9. નરવાદ એટલે શું ?

નરવાદ એટલે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોને પણ સમાન અધિકારો, પુરુષોની લાક્ષણિકતાઓનો સ્વીકાર જેવી વિચારધારાઓ ધરાવતી સામાજિક - રાજકીય ચળવળ.

નારવાદનો સામાન્ય અર્થ પુરુષના અધિકારો માટેની ચળવળ

પુરુષોના અધિકારોની હિમાયત;  પુરૂષોની લાક્ષણિકતા તરીકે ગણવામાં આવત. અભિપ્રાયો, મૂલ્યો, વગેરેનું પાલન અથવા પ્રોત્સાહન


10. સામાજિક પરિપ્રેક્ષ્યના સિદ્ધાંતો જણાવો.

  • જાતીયતાનો કાર્યાત્મક સિદ્ધાંત
  • સંઘર્ષ સિદ્ધાંત
  • સાંકેતિક આંતરક્રિયા સિદ્ધાંત
  • નારીવાદી સમાજશાસ્ત્રીય સિદ્ધાંત


11. મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યના સિદ્ધાંતો જણાવો.

  • ઉત્ક્રાંતિનો સિદ્ધાંત
  • જૈવસામાજિક સિદ્ધાંત
  • સામાજિક અધ્યયન સિદ્ધાંત
  • જાતિ યોજના સિદ્ધાંત


12. જાતિ આધારિત રૂઢિચુસ્તતા એટલે શું ?

જાતિ આધારિત રૂઢિચુસ્તતા એટલે સમાજમાં સ્ત્રી અને પુરુષને તેમની જાતિને આધારે વિશિષ્ટ લક્ષણો કે ભૂમિકાઓ ભજવવાની રીત 

રૂઢિચુસ્તતાનો શાબ્દિક અર્થ થાય છે - જૂની પ્રણાલીનો જ સમા કરનાર (Conservative), જયારે પૂર્વગ્રહનો અર્થ થાય છે - અગાઉથી બાંધવામાં આવેલો મત કે અભિપ્રાય. 

રૂઢિચુસ્તતા એ પરંપરાગત આવતી માન્યતાઓને આધારે વિકસિત થયેલી હોય છે, જે વ્યક્તિનાં વલણો ઉપર પણ સીધી કે આડકતરી રીતે અસર કરે છે. અમુક પ્રકારના નિર્ણયમાં પણ ઘણી વાર આ રૂઢિચુસ્તતા અસર કરતી હોય છે.


13. જાતિગત રૂઢિચુસ્તતા અટકાવવામાં શિક્ષકની ભૂમિકા જણાવો.

  • વિદ્યાર્થીઓનું સામાજીકરણ કરવાની જવાબદારી
  • ઉષ્માભર્યું અંગત સંબંધોનું પ્રસ્થાપન
  • તટસ્થ વર્તન કરવાની ભુમિકા
  • શિસ્તબદ્ધ વાતાવરણમાં કામ કરાવનાર તરીકે


14. જાતિગત રૂઢિચુસ્તતા અટકાવવામાં વાલીની ભુમિકા જણાવો

  • જવાબદાર માતા પિતા ની ભુમિકા
  • સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવાની ભુમિકા
  • આદર સન્માન વિકસાવવાની ભુમીકા
  • સામાજિક સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી કરવાની ભૂમિકા


15. જાતિગત રૂઢિચુસ્તતા અટકાવવામાં શાળાની ભૂમિકા જણાવો.

  • શિક્ષણ સંસ્થા વિવિધ પ્રકારના માનવીઓથી બનેલી એક સામાજિક સંસ્થા છે. 
  • તેનાં નિશ્ચિત કાર્યો હોય છે, અને તે કાર્યોને બજાવવા માટે તેનું એક સામાજિક રચના તંત્ર ઘડાય છે. જેમાં સંચાલકો, આચાર્ય, શિક્ષકો, ઑફિસ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓનો પોતાનો નિશ્ચિત દરજ્જો હોય છે, અને એ દરજ્જા પ્રમાણે દરેકે પોતાની ભૂમિકા બજાવવાની હોય છે. 
  • આ ભિન્ન - ભિન્ન ભૂમિકાઓ બજવવા માટે તેમ જ પારસ્પરિક સંબંધોનું નિયમન કરવા માટે કેટલાંક ધોરણો, વહીવટી નિયમો અને કાર્ય કરવાની રીતિઓ હોય છે. 
  • આ પ્રકારે નિર્ધારિત થતી ચોક્કસ સામાજિક વ્યવસ્થા શિક્ષણના કાર્યો સિદ્ધ કરવા કામ કરે છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક તેમજ ઇતર સિદ્ધિઓનો આધાર શિક્ષણ સંસ્થાના સંચાલન પર રહે છે.


  • 16. જાતિયતાનું પ્રતિનિધિત્વમાં પાઠ્યપુસ્તકોનું મહત્વ જણાવો.
  • Show Answer
  • વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મન પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત સામગ્રીનું મૂલ્ય વિશેષ હોય છે. ઘણી વખત તેઓ એની સીમાની બહાર વિચારવાનું પણ ટાળતા હોય છે. 
  • પાઠ્યપુસ્તકો અભ્યાસ, દઢીકરણ અને મૂલ્યાંકન માટે પણ અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 
  • એક એવી પણ માન્યતા પ્રવર્તે છે કે, પાઠ્યપુસ્તકમાં છપાયેલી માહિતી કે વસ્તુ સાચી જ હોય છે, ખોટી હોઈ શકે જ નહીં. 
  • એમાં પ્રકાશિત વિષયવસ્તુના મુદ્દાઓ, સમજૂતી, ઉદાહરણો, ચિત્રો, વિવરણો, ટિપ્પણી, સ્વાધ્યાયો અને પ્રવૃત્તિઓ બધાનું અત્યંત મૂલ્ય છે.


17. શાળાકિય પ્રવૃતિઓમાં જાતિયતાનું પ્રતિનિધિત્વ ધરાવતી શાળાઓમાં કયાં કયાં સર્વગ્રાહી અભિગમની જરૂરિયાત જણાય છે ?

  • વાલીઓ, સમુદાય, શિક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ માટે જાતિ– સંવેદનશીલતાના કાર્યક્રમો હાથ ધરવા 
  • છોકરીઓના શિક્ષણની જરૂરિયાત, જાગૃતિ અને સમજણ વિશે સભાન કરવા. 
  • છોકરીઓ અને છોકરાઓની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ અને શીખવાની પ્રક્રિયાઓને પ્રતિભાશીલ બનાવવા માટેના કૌશલ્યમાં વધારો કરવા શિક્ષકોને તાલીમ આપવી. 
  • છોકરીઓને તેમના શિક્ષણમાં જાતિ આધારિત અવરોધોને દૂર કરવા માટે તેમનામાં આત્મવિશ્વાસ વધે, દઢતાથી બોલતા શીખે, કુશળતાપૂર્વક ચર્ચા કરી શકે તે માટે સશક્તિકરણના કાર્યક્રમો કરવા.


18. સમાજમાં જાતિગત પ્રતિનિધિત્વ દૂર કરવાં માટે કયાં ક્યાં પગલાં લેવા જોઈએ.

  • સ્ત્રીશિક્ષણમાં વધારો
  • કુરિવાજો દૂર કરવા
  • સ્ત્રી સન્માન માટેની પ્રવૃતિઓ
  • વાલીજાગૃતિ
  • સ્વૈચ્છિક સંગઠનો
  • સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા


19. જાતિગત પૂર્વગ્રહના સંદર્ભ મહિલાઓ સાથે કંઈ કંઈ અસમાનતાઓનો ભેદભાવ રાખવામાં આવે છે ?

  • સ્ત્રીઓની ઉત્પાદકતા અને શ્રમશક્તિ પર નિયંત્રણ
  • આરોગ્ય પર નિયંત્રણ
  • સ્ત્રીઓની ગતિશીલતા
  • મિલકત અને અન્ય આર્થિક સાધનો પર અંકુશ
  • કાનૂની વ્યવસ્થા


20. કામની જગ્યાએ કઈ કઈ બાબતમાં જાતિ ભેદભાવ જોવા મળે છે ?

  • સમાન વેતન
  • કાર્ય સંબંધી
  • પ્રકૃતિગત ભેદભાવ
  • સામાજીક શ્રમ વિભાજન
  • પૂર્વગ્રહયુક્ત ભેદભાવ


21. સમતા એટલે શું ?

સમતા એટલે સમત્વ કે સરખામણું


22. સમાનતા એટલે શું ?

સમાનતા એટલે સંખ્યા, રકમ, કિંમત, તીવ્રતામાં સમાન સ્થિતિ

પ્રતિષ્ઠા, સ્થાન કે વિશેષાધિકારની ‘સમાનતા’ બાબતમાં સમાનતાની સ્થિતિ. 

સત્તા, લાયકાત અને પ્રાપ્તિ કે ઉમદાપણામાં કે જોખમી પરિસ્થિતિમાં પણ સમાનતા.

વ્યક્તિમાં ભેદભાવ વગરની સમાનતા, ન્યાય કે વાજબીપણું કે વસ્તુમાં પ્રમાણબદ્ધતા કે સરખો હિસ્સો. 

સપાટી, કદ, આકાર સ્થિતિ, ગતિ કે પ્રક્રિયાના સંદર્ભમાં એક સરખાપણું.


23. સ્ત્રી પુરુષ સમાનતા માટેની બંધારણીય જોગવાઈઓ જણાવો.

  • અવૈદ્ય વેપાર અને વેઠપ્રથાને નાબૂદ કરવામાં આવી છે, જેમાં 14 વર્ષની નીચેની વયનાં બાળકોને મજૂરીએ ન રાખવાની જોગવાઈ છે. 
  • કોઈપણ સ્ત્રીને આવક મર્યાદા વગર મફત અને સક્ષમ કાનૂની સહાય પ્રાપ્ત કરવાનો અધિકાર મળે છે. 
  • સરખા કામ માટે પુરુષ અને સ્ત્રીને સરખા વેતનનો અધિકાર પ્રાપ્ત થાય છે. 
  • ગર્ભવતી સ્ત્રીઓ માટે પ્રસૂતિની સહાય અંગે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
  • સ્ત્રીઓને નીચી (હીન) દર્શાવે તથા ગૌરવને હાનિ પહોંચાડે તેવા પ્રકારના વ્યવહારનો ત્યાગ કરવાની દરેક નાગરિકની ફરજ બને છે. 
  • બંધારણીય ઈલાજોના અધિકાર અંતર્ગત કોઈપણ વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોની સુરક્ષા કરી શકે છે. મૂળભૂત અધિકારોથી જો વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયનો આશરો લઈ શકે છે. આ અધિકારોની જાળવણી માટે રીટ દાખલ થઈ શકે છે. 
  • મૂળભૂત પ્રાથમિક શિક્ષણ વિનામૂલ્યે મેળવવાનો અધિકાર મળે છે. 6 થી 14 વર્ષનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે.


24. RTE શિક્ષણનાં અધિકારની મુખ્ય જોગવાઈઓ જણાવો.

  • મફત શિક્ષણ 
  • ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની રાજ્યની જવાબદારી 
  • બંધારણી મૂલ્યોને અનુરૂપ અભ્યાસક્રમ રચના 
  • શિક્ષકની ગુણવત્તા 
  • શાળાઓની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાં 
  • સામાજિક સમરસતાને જાળવવી 
  • બાળકના હકનું રક્ષણ અને બાળમજૂરી પર પ્રતિબંધ 
  • વહીવટી સરળતા 
  • સમાજની સહભાગિતા 
  • મૂલ્યાંકનમાં સુધારા કરવા


25. જાતિ આધારિત સમાનતાની જોગવાઈઓ જણાવો.

  • દરેક બાળકને (છોકરાઓ અને છોકરીઓ) પોતાના ઘરથી નજીક (ઓછામાં ઓછું 1 કિમી) ની શાળામાં પ્રવેશ, જેથી કરીને માતા - પિતા કોઈપણ જાતના ખચકાટ કે ભય રાખ્યા વિના પોતાની છોકરીઓને શાળાએ મોક્લી શકે અને સલામતી સંબંધિત પડકારો નિવારી શકાય. 
  • વિદ્યાર્થી - શિક્ષક ગુણોત્તર (શિક્ષક દીઠ બાળકોની સંખ્યા), વર્ગખંડો, છોકરીઓ અને છોકરાઓ માટે અલગ શૌચાલય, પીવાના પાણીની સુવિધા વગેરે યોગ્ય પ્રમાણમાં હોવું જરૂરી છે. 
  • ભારતમાં દરેક પ્રાથમિક શાળા (પ્રાથમિક શાળા + માધ્યમિક શાળા) એ શિક્ષણના અધિકાર અધિનિયમ દ્વારા નિર્ધારિત લઘુત્તમ ધોરણ જાળવવા ધોરણોના આ સમૂહનું પાલન કરવું પડશે.


26. મહિલા અને બાળ વિકાસ માટે કેન્દ્રના વિભાગોના નામ જણાવો.

  • મહિલા અને બાળ વિકાસ કમિશનર 
  • નિયામક, સમાજ સુરક્ષા 
  • ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ 
  • ગુજરાત રાજય મહિલા આયોગ 
  • જેન્ડર રિસોર્સ સેન્ટર 
  • કમિશનર, કેન્દ્રીય સમાજ કલ્યાણ બૉર્ડ


27. મહિલા અને બાળ વિકાસ વિભાગની મહત્વની યોજનાઓ જણાવો.

  • નારી સંરક્ષણ આશ્રયગૃહ 
  • વ્હાલી દીકરી 
  • વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના 
  • મહિલા વિકાસ એવૉર્ડ 
  • કુટુંબ સલાહ કેન્દ્ર
  • મહિલા જાગૃતિ શિબિર 
  • મહિલા સંમેલન/નારી ગૌરવ દિન 
  • નારી અદાલત 
  • અભયમ્ 181 મહિલા હેલ્પલાઇન 
  • પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર 
  • મહિલા પોલીસ વોલેન્ટીયર (MPV) 
  • બેટી બચાવો, બેટી પઢાઓ 
  • વન સ્ટોપ સેન્ટર ‘સખી’ યોજના (O.S.C.) 
  • પૂર્ણા યોજના 
  • મહિલા શક્તિ કેન્દ્ર 
  • માતા યશોદા ઍવોર્ડ 
  • પોષણ સુધા યોજના 
  • માતા યશોદા ગૌરવ નિધિ 
  • સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ 
  • રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના 
  • પ્રધાનમંત્રી માતૃવંદના યોજના


28. જેન્ડર રિસોર્સ સેન્ટર (GRC) કર્યો જણાવો.

  • જાતિગત બાબતે વૈચારિક સ્પષ્ટતા અને જાગૃતિ લાવવી. 
  • જાતિગત આયોજન, જાતિગત સંવેદનશીલતા અને જાતિગત વિષયોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તકૃનિકી સહયોગ આપવો
  • સરકાર તેમજ અન્ય સ્વૈગિક સંસ્થાઓ દ્વારા જાતિ આધારિત સમાન ન્યાય સંબંધિત પ્રયત્નો વધુ કેન્દ્રિત, કાર્યદક્ષ પ્રભાવશાળી બનાવવા માટે સલાહ અને સમર્થન પૂરું પાડવું.
  • વિવિધ સ્ટોકહોલ્ડર્સ (હિતધારક) તેમજ બદલાવ લાવનારાઓના પ્રયત્નોને સંકલિત કરવા 
  • વિકાસના જુદા જુદા ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી અને તેઓની સ્થિતિ દર્શાવતા આંકડાઓ સાથેની ડેટા બેંક તૈયાર કરી પ્રકાશિત કરવી.


29. દહેજ એટલે શું ?

દહેજ - લગ્નપ્રસંગમાં કન્યા પક્ષ તરફથી વર પક્ષને આપવામાં આવતી રોકડ રકમ કે અન્ય વસ્તુઓ, સામાજીક દૂષણ

દહેજની વ્યાખ્યા : દહેજ એટલે લગ્નમાં એક પક્ષકારે બીજા પક્ષકારને અથવા બંને પક્ષકારો પૈકી કોઈ પક્ષકારને અથવા બીજી કોઈ પણ વ્યક્તિને લગ્ન વખતે અથવા તે પહેલાં કે પછી કોઈ સમયે સદરહુ પક્ષકારોનાં લગ્નસંબંધી સીધી અથવા આડકતરી રીતે આપેલ અથવા આપવાનું કબૂલ કરેલ મિલકત અથવા કીમતી જામીનગીરી.

દહેજનો અથૅ એવો થાય છે કે જે સંપત્તિ વિવાહના સમયે કન્યાના પરિવાર તરફથી વરપક્ષના પરિવાર ને આપવામાં આવે છે. 


30. દહેજ અંગે કાયદાકીય જોગવાઈઓ જણાવો.

  • દહેજપ્રથાનાં દૂષણને પરિણામે 1961 થી આ કાયદા હેઠળ કોઈ વ્યકિત દહેજ આપે અથવા લે અથવા દહેજની માંગણી કરે તો તે ગુનો બને છે અને તે શિક્ષાને પાત્ર બને છે. ફોજદારી કલમ 174 મુજબ કોઈપણ સ્ત્રીનો સાત વર્ષનો લગ્નગાળો હોય અને અપમૃત્યુ થાય તો વિશેષ તપાસની જોગવાઈ કરવામાં આવેલ છે. 
  • ગુજરાતમાં કોઈપણ સ્ત્રીનો લગ્નગાળો 10 વર્ષનો હોય અથવા 30 વર્ષથી નાની ઉંમર હોય તેમજ તેઓ સાસુ, સસરા સાથે રહેતી હોય અને અકુદરતી રીતે મૃત્યુ પામે તો તેવા દરેક કેસમાં અપમૃત્યુ નોંધી તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને કરવાની રહે છે. 
  • મરનાર સ્ત્રીની લાશનું પોસ્ટમોર્ટમ બે ડૉકટરોની પેનલથી કરાવવાનું ફરજિયાત છે. ઇન્કવેસ્ટ પંચનામું એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને ફરજિયાત કરવાનું હોય છે. 
  • ઉપરાંત બનાવની જાણ થતાં જ મહિલા સુરક્ષા સમિતિના સભ્યોને પણ જાણ કરવાની રહે છે. આ તપાસ પૂરી થાય પછી કાગળો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવે છે. 
  • હાલમાં સરકાર માત્ર દહેજપ્રથાને નાબૂદ કરવા જ નહીં, પરંતુ સ્ત્રીબાળકનું સમાજમાં સ્થાન ઊંચુ લાવવા ઘણા બધા કાયદા અને સુધારણાઓ લાવી છે.


31. જન્મ પૂર્વે જાતિ પરીક્ષણ એટલે શું ?

સ્ત્રી સગર્ભા બને એટલે તેની વિશેષ સ્વાસ્થ્ય સંભાળની જરૂર પડે છે, તેમાં અઘતન તબીબી સંશોધન અને સારવાર સહાયરૂપ બને છે. સ્ત્રીના ગર્ભમાં સ્ત્રીજાતિ હશે કે પુરુષજાતિ તેનું પરીક્ષણ કરવું, એટલે જન્મ પૂર્વે જાતિ પરીક્ષણ.


32. જન્મ પૂર્વે જાતિ પરીક્ષણ અંગે કાયદાકીય જોગવાઈઓ જણાવો.

  • પ્રિ - નેટલ ડાયોગ્નોસ્ટિક ટેક્નિક એક્ટ (PNDT) - 1991 અન્વયે ગર્ભનું જાતીય પરીક્ષણ કરવા ઉપર પ્રતિબંધ છે. 
  • સ્ત્રીભ્રૂણહત્યાના પ્રતિબંધિત કાયદાઓ ગર્ભસ્થ શિશુ, પુત્ર છે પુત્રી તે જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી, એમ્નીઓસેન્ટેસીસનો ઉપયોગ કરવો તે જાન્યુઆરી, 1996 થી કાનૂની રીતે સજાને પાત્ર ગુનો બને છે. 
  • અલ્ટ્રાસાઉન્ડ પદ્ધતિથી સાધન - સામગ્રી ધરાવનાર તમામ દવાખાનાઓની નોંધણી ફરજિયાત બની છે. તેમજ દવાખાનામાં કાયમી ધોરણે અંગ્રેજીમાં કે સ્થાનિક ભાષામાં સૂચના લખી હોવી જોઈએ કે, “ગર્ભનું જાતીય પરીક્ષણ કરવાની કાનૂની મનાઈ છે.”


33. ઘરેલુ હિંસા એટલે એટલે શું ?

ઘરેલુ હિંસા એટલે મહિલા પર ઘરના સભ્યો અથવા ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા થતી હિંસા, જેમા ભોગ બનનાર મહિલાને શારીરિક તકલીફ પહોચે, તેનુ કોઈ એક અંગ જોખમમાં મુકાય, જાતીય માનભંગ કરવો, મહેણા- ટાણાં કરવાં, દહેજ માટે માંગણી કરવી, ખર્ચ માટે નાંણા ન આપવાં, તેની આવક છીનવી લેવી વગેરેનો સમાવેશ થાય છે.


34. ઘરેલુ હિંસાના ચાર પ્રકારો જણાવો.

  • શારીરિક હિંસા
  • જાતીય હિંસા
  • શાબ્દિક અથવા ભાવાત્મક હિંસા
  • આર્થિક હિંસા


35. ઘરેલુ હિંસા અંગે કાયદાકીય જોગવાઈઓ જણાવો.

  • પીડિત મહિલાને સુરક્ષા માટે મળનારા અધિકારોમાં - 
  • (1) મદદ મેળવવા માટે અરજી (આવેદન) ( સુરક્ષા આદેશ, આર્થિક મદદ, કસ્ટડી આદેશ , આવાસીય (રહેઠણ) આદેશ અને ક્ષતિપૂર્તિ આદેશ માટે. 
  • (2) સેવા પૂરી પાડનારની સેવાઓ મેળવી શકે છે. (3) સંરક્ષણ અધિકારીની સેવાઓની ઉપલબ્ધતા પ્રાપ્તિ. 
  • (4) મફત કાનૂની સહાયતા. 
  • (5) 498 - ક IPC અંતર્ગત ફરિયાદ રજૂ કરવી. 
  • કાનૂની મદદ, સલાહ, શરણ (આશરો), દાકતરી તપાસની સુવિધાઓ પીડિતાને આપવામાં આવે છે. 
  • સામે પક્ષે નોટિસ આપવામાં સંરક્ષણ અધિકારી ફરજ બજાવે છે, જો નોટિસ મેળવનાર કોઈ હાજર ન હોય તો નોટિસ આરોપીના રહેવાની આસપાસ ( પરિસર ) ની પાસે એવી જગ્યાએ ચોંટાડવામાં આવે છે કે જેથી જતાં – આવતાં બધાંને તે દેખાઈ શકે. જો આરોપી નોટિસ લેવાની મનાઈ કરે તો તેની સામે જામીનપાત્ર અથવા બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવે છે અને પીડિતાના પક્ષમાં એકતરફી હુકમ કરવામાં આવે છે. 
  • જો ઇ - મેઇલ, ફોન અથવા અન્ય કોઈ માધ્યમથી સુરક્ષા અધિકારી અથવા સેવા આપનારને ઘરેલુ હિંસાની કોઈ ચોક્કસ જાણકારી મળતી હોય તો તે સ્થિતિમાં તુરંત પોલીસ મદદ કરે છે. સંરક્ષણ અધિકારી અથવા સેવા આપનારની સાથે ઘટનાસ્થળ પ૨ જઈને ઘરેલુ હિંસાની ઘટનાનો રિપોર્ટ તૈયાર કરે છે. 


36. સ્ત્રી સલામતી સંબંધી સભાનતા વિકસાવવા માટે કયાં કયાં પગલાં લઇ શકાય ?

  • સ્વ જાગૃતિ
  • માહિતીની જાણકારી
  • પોલિસ સ્ટેશનનો સંપર્ક
  • વિધાયક સંબંધોનો વિકાસ
  • જાતિ સમાનતાનો વિકાસ
  • સાવધાની અને સતર્કતા
  • પ્રતિકાર કરવાની હિંમત


37. આંતરરષ્ટ્રીય કક્ષાએ જાતિગત સમાનતાની જરૂરીયત

  • વૈશ્વિક સ્તરે 750 મિલિયન મહિલાઓ અને છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા કરવામાં આવ્યા હતા અને 30 દેશોમાં ઓછામાં ઓછી 200 મિલિયન મહિલાઓ અને છોકરીઓને સ્ત્રી જનન અંગ વિચ્છેદન (Female Genital Mutilation FGM) કરાવવામાં આવ્યું હતું. 
  • 30 દેશોમાં જ્યાં 15 થી 19 વર્ષની વયની છોકરીઓ માટે સ્ત્રી જનન અંગવિચ્છેદન (Female Genital FGM) ની પ્રથા પ્રચલિત છે, તે દેશોમાં Mutilation 2000 ની સાલમાં દર બે છોકરીઓએ 1 ને કરાવવામાં આવ્યું હતું, જે 2017 માં ઘટીને દર 3 છોકરીઓએ 1 ને કરાવવામાં આવ્યું હતું. એટલે કે, Female Genital Mutilation (FGM) નો દર ઘટ્યો છે. 
  • આજે પણ 18 દેશોમાં, પતિઓ કાયદેસર રીતે તેમની પત્નીઓને કામ કરતાં અટકાવી શકે છે, 9 દેશોમાં અને પુત્રીઓને સમાન વારસાનો અધિકાર નથી અને 19 દેશોમાં મહિલાઓને ઘરેલુ હિંસાથી રક્ષણ આપતો કાયદો નથી.


38. યુનેસ્કો પુરું નામ જણાવો.

The United Nations Educational scientific and Cultural Organization


39. શાળાકીય જાતિગત સુરક્ષા એટલે શું ?

 એટલે બાળકો માટે તેમના ઘરથી શાળાના પરિવહનથી શરૂ કરીને શાળાથી ઘર સુધી પહોંચે ત્યાં સુધી સલામત વાતાવરણનું નિર્માણ કરવું અને સુરક્ષા એ એક એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને જાળવવા માટે શારીરિક, માનસિક અથવા વસ્તુથી થતી હિંસાને નિયંત્રિત કરવામાં આવે છે.


40. સંપૂર્ણ શાળા સલામતી માટે ત્રણ પાયાના અભિગમો જણાવો.

  • જવાબદારીપૂરવક નું માળખું અને કાયદાકીય જોગવાઈઓ
  • સંપૂર્ણ શાળા સલામતી અભિગમ
  • બહુક્ષેત્રીય અભિગમ


41. સલામતી માર્ગદર્શિકાની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો

  • શૌચાલયમાં પરિચારકોની ફરજિયાત હાજરી. 
  • માળખાકીય સુવિધાઓના આધારે શાળાઓનું વર્ગીકરણ. 
  • સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે સીસીટીવી કેમેરાની સ્થાપના. 
  • શિક્ષકોની નિમણૂક કરવા માટે એક વ્યાપક અને માળખાગત પ્રક્રિયા. 
  • શાળાઓમાં સત્તાવાળાઓ માટે સ્વચ્છતાનાં કડક ધોરણો. 
  • ઉપરોક્ત તેમ જ અન્ય નિયમોનો અમલ થાય તેની ખાતરી કરવા માટે મેનેજમેન્ટની જવાબદારી.


42. બાળ સુરક્ષા એટલે શું ?

‘બાળ સુરક્ષા’ એટલે 18 વર્ષની વય સુધીનાં તમામ બાળકોનું તેમન જીવન સામેના હાલના કે ભવિષ્યમાં ઉદ્ભવી શકે તેવા તમામ જોખમોથી રક્ષણ કરવું. સરળ શબ્દોમાં કહીએ તો, બાળકોની સુરક્ષા પર ધ્યાન આપીને જોખમી પરિસ્થિતિથી તેમનું રક્ષણ કરવું.


43. પોકસો એક્ટ હેઠળ આવતા વિભાગો જણાવો.

  • પેનિટરેટિવ લૈંગિક હુમલો
  • ઉત્તેજિત ઘૂસણખોરી લૈંગિક હુમલો
  • ઉત્તેજિત જાતીય હુમલો
  • અશ્લીલ હેતુઓ
  • અશ્લીલ સામગ્રીનો સંગ્રહ


44. લિંગ પ્રતિનિધિત્વના નિર્ધારણ માટેનાં ત્રણ ઘટકો જણાવો.

દરજ્જો, 

સત્તા, 

સ્વાયત્તા


45. લિંગ પ્રતિનિધિત્વને અવરોધતા લેંગિક અસમાનતાના ઘટકો જણાવો.

અસમાન વેતન, 

અસમાન દરજ્જો, 

જાતીય સતામણી, 

જાતિવાદ, 

અસમાન તક


46. લિંગ પ્રતિનિધિત્વને અવરોધતા લિંગ અસમાનતાના કારણો જણાવો.

શિક્ષણમાં અસમાનતા, 

રોજગાર સમાનતાનો અભાવ, 

વ્યાવસાયિક ભેદભાવ, 

કાયદાકીય સુરક્ષાનો અભાવ, 

શારીરિક સ્વાયત્તતાનો અભાવ, 

નબળી તબીબી સંભાળ, 

ધાર્મિક સ્વતંત્રતાનો અભાવ . 

રાજકીય પ્રતિનિધિત્વનો અભાવ, 

જાતિવાદ, 

સામાજિક માનસિકતા


47. ભારતીય શાળાઓમાં લૈંગિક રૂઢિવાદ દૂર કરવા માટે શાળા કક્ષાએ કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય ?

રમત ગમત, 

મહાનુભાવોના વ્યાખ્યાન, 

સારી સંસ્થાઓની મુલાકાત, 

સાંસ્કૃતિક કાર્યક્રમ, 

યોગ્ય કાર્યો અને તેના પુરસ્કાર


48. લિંગ પૂર્વગ્રહનાં બે પ્રકારો જણાવો.

જાગૃત લિંગ પૂર્વગ્રહ

અજાગૃત લિંગ પૂર્વગ્રહ


49. લિંગ પૂર્વગ્રહ એટલે શું ?

"એક લિંગનો બીજા લિંગ પ્રત્યે પક્ષપાત એટલે લિંગ પૂર્વગ્રહ"


50. શાળા વ્યવસ્થા સમિતિ નીચેનાં કાર્યો જણાવો.

 શાળાની કામગીરી પર દેખરેખ - નિયંત્રણ રાખશે. 

શાળા વિકાસ યોજના તૈયાર કરી તેની ભલામણ ક૨શે. 

યોગ્ય સ૨કા૨ અથવા સ્થાનિક સત્તાતંત્ર અથવા બીજા કોઈ સ્રોતમાંથી મળેલી ગ્રાન્ટના ઉપયોગ પર દેખરેખ નિયંત્રણ રાખશે. 

 નિયત કરવામાં આવે તેવાં બીજાં કાર્યો કરશે.


51. RTE 2009 ની મહત્વની બાબતો જણાવો

બધા માટે ફરજિયાત અને મફત શિક્ષણ, 

બેન્ચમાર્ક આદેશ, 

વિશેષ કેશો માટે વિશેષ જોગવાઈઓ, 

ભેદભાવ અને ઉત્પીડન સામે શૂન્ય સહિષ્ણુતા, 

બાળકોના સર્વાંગી વિકાસની ખાતરી કરવી, 

RTE ધોરણોના પાલનનું નિરીક્ષણ કરવું, 

શિક્ષણનો અધિકાર અધિનિયમ ન્યાયોચિત છે, 

સર્વ સમાવેશી શિક્ષણ માટે જગ્યા બનાવવી


52. જાતીય સતામણી એટલે શું ?

જ્યારે એવી વ્યક્તિ લૈંગિક ઉદ્દેશ્ય સાથે બાળક સાથે જાતીય વ્યવહાર કરે છે ત્યારે તેને " જાતીય સતામણી " કહેવામાં આવે છે ?


53. કિશોર આરોગ્ય માટે અભ્યાસક્રમમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

જાતીય શિક્ષણ, 

જાતીય રોગો અને તેનાથી બચવાના ઉપાયો, 

પૌષ્ટિક અને સંતુલિત આહાર, 

નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન

કિશોરાવસ્થાની માનસિક સમસ્યાઓ 

સ્વસ્થ રહેવા માટેની પ્રવૃત્તિઓ

Post a Comment

Please do not enter any spam link in the comment box.