Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

PS 4 Advanced Pedagogy Short Questions

IITE B.Ed SEM 4
PS 4 - Advanced pedagogy
PS 4 - અદ્યતન શિક્ષણશાસ્ત્ર

1. શિક્ષણશાસ્ત્ર (pedagogy) નો અર્થ જણાવો.

  • વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ pedagogy શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી આવ્યો છે અને તેનો મતલબ છે ‘art of teaching children’ એટલે કે ‘બાળકોને ભણાવવાની કલા' 
  • Paidos એટલે child, અને agogos - એટલે leader. આમ, ગ્રીકમાં Pedagogue એટલે Teacher

2. અદ્યતન શિક્ષણશાસ્ત્ર એટલે શું ?

  • અધ્યયન - અધ્યાપનના કાર્યને વધુ શ્રેષ્ઠ કે અનુકૂળ રીતે આગળ વધારવાનો માર્ગ એટલે અદ્યતન શિક્ષણશાસ્ત્ર 
  • અઘતન શિક્ષણશાસ્ત્રનો અર્થ છે કાર્યકારી પ્રણાલીનું કુશળ આયોજન કે જેના દ્વારા ઉદ્દેશ્યને અનુકૂળ રીતે પ્રાપ્ત કરી શકાય. 
  • અદ્યતન શિક્ષણશાસ્ત્રનો અર્થ એ છે કે શિક્ષણ પ્રવૃત્તિમાં ભાગીદાર તરીકે સહભાગીઓને જોડવા માટે આયોજિત પ્રવૃત્તિઓનો વિકાસ અને અમલીકરણ


3. અદ્યતન શિક્ષણશાસ્ત્રની જરૂરિયાત જણાવો.

  • વિદ્યાર્થી જ્ઞાનની સાથે કૌશલ્યો પ્રાપ્ત કરી તેનો જીવનવ્યવહારમાં યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે અદ્યતન શિક્ષણશાસ્ત્રખૂબ જ જરૂરી છે. 
  • વિદ્યાર્થીઓ જાતે કાર્ય દ્વારા શીખતા હોવાથી અને તેમાં સફળતા મળતાં તેમનો આત્મવિશ્વાસ વધે છે, અને નવું શીખવા માટે પ્રેરાય છે. આમ, અદ્યતન શિક્ષણશાસ્ત્ર વિદ્યાર્થીઓની પ્રેરણાને મજબૂત બનાવે છે. 
  • વિદ્યાર્થી શોધ (explore) દ્વારા શીખે છે, જેમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ ત્રણે પાસાંનો ઉપયોગ થવાથી અદ્યતન શિક્ષણશાસ્ત્ર શોધ અધ્યયન કે સક્રિય અધ્યયનને પ્રોત્સાહન આપે છે. 
  • વિદ્યાર્થી જાતે શીખતાં હોવાથી અને જરૂર પડ્યે શિક્ષક દ્વારા માર્ગદર્શન મળતું હોવાથી વિદ્યાર્થીઓની સમજ વધે છે. આમ, અદ્યતન શિક્ષણશાસ્ત્ર વિદ્યાર્થીઓની સમજ વધા૨વામાં ખૂબ જ ઉપયોગી છે. 
  • અહીં દરેક બાળક પોતાની ગતિ મુજબ કાર્ય કરતું હોવાથી દરેક પ્રકારના બાળકો સાથે વિશિષ્ટ બાળકો માટે પણ અદ્યતન શિક્ષણશાસ્ત્ર ખૂબ ઉપયોગી બને છે.


4. અદ્યતન શિક્ષણશાસ્ત્રનું મહત્વ જણાવો.

  • અદ્યતન શિક્ષણશાસ્ત્ર અધ્યયનની ગુણવત્તા વધારે છે. 
  • અદ્યતન શિક્ષણશાસ્ત્રના ઉપયોગથી અધ્યયનકાર્ય દરમિયાન વિદ્યાર્થી વધુને વધુ ગ્રહણકર્તા બને છે. 
  • તે શિક્ષણમાં વિદ્યાર્થીની સહભાગીદારિતા વધારે છે. 
  • અદ્યતન શિક્ષણશાસ્ત્ર દ્વારા વિદ્યાર્થી જે તે બાબતને ઊંડાણપૂર્વક સમજી શકે તેવું અસરકારક જ્ઞાન મળે છે. 
  • તેનાથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ જ્ઞાનાત્મક કૌશલ્યોનો વિકાસ થાય છે. 
  • અદ્યતન શિક્ષણશાસ્ત્ર દ્વારા શોધ દ્વારા અધ્યયન શક્ય બને છે.


5. અદ્યતન શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતોની યાદી તૈયાર કરો.

  1. ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત 
  2. રસ - રુચિ જાગૃત કરવાનો સિદ્ધાંત 
  3. પ્રેરણાનો સિદ્ધાંત 
  4. જીવન સાથેના અનુબંધનો સિદ્ધાંત 
  5. વિષયો સાથે અનુબંધ જોડવાનો સિદ્ધાંત 
  6. આયોજનનો સિદ્ધાંત 
  7. વ્યક્તિગત તફાવતો સંતોષવાનો સિદ્ધાંત 
  8. લોકશાહીયુક્ત વર્ગવ્યવહારનો સિદ્ધાંત 
  9. જ્ઞાનની પસંદગીનો સિદ્ધાંત 
  10. અભ્યાસક્રમના વિભાજનનો સિદ્ધાંત 
  11. પુનરાવર્તનનો સિદ્ધાંત 
  12. સર્જન અને આનંદનો સિદ્ધાંત 
  13. ઉત્પાદનશીલતાનો સિદ્ધાંત 
  14. પરિવર્તનશીલતા અને સહભાગિતાનો સિદ્ધાંત 
  15. સિદ્ધિ પ્રેરણાના વિકાસનો સિદ્ધાંત 
  16. ભવિષ્યલક્ષી શિક્ષણનો સિદ્ધાંત 
  17. સહભાગીદારીયુક્ત શિક્ષણનો સિદ્ધાંત 
  18. નવીન કે આધુનિક ટેકનોલોજી તેમજ ઈન્ફર્મેશન ટેકનોલોજીના ઉપયોગનો સિદ્ધાંત


6. STEAM પૂરું નામ જણાવો.

S - Science ( વિજ્ઞાન )

T - Technology ( તકનિકી )

E - Engineering ( ઇજનેરી )

A - Arts ( કલા )

M - Mathematics ( ગણિત )


7. અનુભવજન્ય અધ્યયન એટલે શું ?

  • અનુભવજન્ય અધ્યયન એટલે એવી અધ્યયન પ્રક્રિયા છે કે જેમાં વિદ્યાર્થી ક્રિયા દ્વારા શીખે છે (Learning by doing) અને મેળવેલા અનુભવો ઉપર પોતાના પ્રતિભાવો આપે છે.


8. અનુભવજન્ય અધ્યયન દરમિયાન શિક્ષકની ભૂમિકા જણાવો.

  • બાળકો અનુભવ દ્વારા વાસ્તવિક જગતની પરિસ્થિતિઓથી પરિચિત થાય તેવા અનુભવોની પસંદગી શિક્ષકે કરવી જોઈએ. 
  • શિક્ષકે વર્ગખંડમાં વિચારક્ષમ પ્રશ્નો ઊભા કરવા જોઈએ. 
  • શિક્ષકે આ પ્રશ્નોની હદો નિશ્ચિત કરવી જોઈએ. 
  • શિક્ષકે વિદ્યાર્થીઓને સહકાર આપવો જોઈએ.
  • શિક્ષકે વિદ્યાર્થીઓને અનુકૂળ સ્ત્રોતો પૂરાં પાડવા જોઈએ. 
  • શિક્ષકે વિદ્યાર્થીઓને ભૌતિક અને સાંવેગિક સુરક્ષા પૂરી પાડવી જોઈએ.


9. અનુભવજન્ય અધ્યયનના ક્ષેત્રો યાદી તૈયાર કરો.

  1. સમાજ/સમુદાય આધારિત કાર્ય, 
  2. અવલોકન, 
  3. વ્યક્તિ અભ્યાસ, 
  4. પ્રોજેક્ટ કાર્ય 
  5. સંરચનાવાદી અધ્યયન, 
  6. સહભાગીદારિતા અધ્યયન, 
  7. સહયોગી અધ્યયન, 
  8. ઈન્ટર્નશીપ,
  9. સર્વિસ લર્નિંગ, 
  10. કો - ઓપરેટીવ લર્નિંગ, 
  11. કલીનીકલ એજ્યુકેશન, 
  12. પ્રેક્ટીકમ,
  13. ફિલ્ડ વર્ક, 
  14. સ્નાતક સંશોધન અનુભવ (ક્રિયાત્મક સંશોધન)


10. પ્રકલ્પ કે પ્રોજેક્ટ આધારિત અધ્યયનની વ્યાખ્યા આપો.

“જ્યારે બાળકને કોઈ સમસ્યા એટલી મહત્વની અને જરૂરી લાગે કે જેનો ઉકેલ મેળવવા મુક્ત અને નૈસર્ગિક વાતાવરણમાં સ્વપ્રયતે કાર્ય કરી એ સમસ્યાનો હલ મેળવે ત્યારે તે પ્રવૃત્તિ પ્રોજેક્ટ બની જાય છે.” - બર્ટન 

“શાળામાં આયાત થયેલો વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો એક અંશ એટલે પ્રોજેક્ટ'' - બેલાર્ડ

'પ્રોજેક્ટ એ કુદરતી વાતાવરણમાં થતું સમસ્યાનો ઉકેલ શોધવાનું એક કાર્ય છે.' - સ્ટીવન્સન

"પ્રોજેક્ટ એક ઉદ્દેશપૂર્ણ કાર્ય છે, જેને સહકાર, સદભાવનાઓ બાળક સ્વેચ્છાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે." - રાયબર્ન 

"સામાજિક પરિસ્થિતિમાં હેતુપૂર્વકની સહૃદયતાપૂર્વક ચાલતી હેતુપૂર્ણ પદ્ધતિ એટલે પ્રોજેક્ટ." - કિલ્પેટ્રિક


11. પ્રકલ્પ કે પ્રોજેક્ટ અધ્યયનનાં સિદ્ધાંતો જણાવો.

  1. હેતુલક્ષીતાનો સિદ્ધાંત
  2. ક્રિયાશીલતાનો સિદ્ધાંત
  3. વાસ્તવિકતાનો સિદ્ધાંત
  4. સ્વતંત્રતાનો સિદ્ધાંત
  5. અનુભવનો સિદ્ધાંત
  6. ઉપયોગિતાનો સિદ્ધાંત


12. પ્રકલ્પ કે પ્રોજેક્ટ અધ્યયનના સોપાનો જણાવો

  • પરિસ્થિતિ ઊભી કરવી
  • પ્રોજેક્ટની પસંદગી
  • આયોજન
  • અમલીકરણ
  • જુથ અહેવાલ
  • મૂલ્યાંકન


13.  પ્રકલ્પ કે પ્રોજેક્ટ અધ્યયની ઉપયોગિતા જણાવો.

  • વિદ્યાર્થીઓ સમસ્યા પર વિચાર કરતા થઈ જાય છે. તર્કબુદ્ધિથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે, જે ભવિષ્યમાં તેમના માટે ઉપયોગી નીવડે છે.
  • જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સમાજલક્ષી જીવનલક્ષી શિક્ષણના વિષયો પસંદ કરી વિદ્યાર્થીઓને વિવિધ સમૂહોમાં કરવાનું હોવાથી સહકારાત્મક અધ્યયન શક્ય બને છે. 
  • વિદ્યાર્થીઓમાં નેતાગીરી, સહયોગિતા, જવાબદારી, આત્માનુશાસન જેવા લોકશાહીના ગુણોનો વિકાસ થાય છે. જૂથપ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થી એકબીજાની નિકટ આવે, વિચારોનું આદાનપ્રદાન કરે, ચર્ચા - વિચારણા કરે, સામેનાં વ્યક્તિનાં મંતવ્યોને માન આપતાં શીખે, પોતાની સંમતિ કે અસંમતિ યોગ્ય કથનથી રજૂ કરતા શીખે વગેરે જેવા અનેક લાભ વિદ્યાર્થીને થાય છે. 
  • બાળકોનું સામાજીકીકરણ થાય છે. સમૂહમાં કાર્ય કરવાની ટેવ પડે છે. 
  • બાળકો માત્ર શિક્ષકો પાસેથી નહિ પણ એકબીજા પાસેથી અનુભવમાંથી શીખે છે.


14. સંરચનાવાદ અભિગમની વ્યાખ્યા આપો.

સંરચનાવાદ એ એવો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે જે અધ્યયનને સક્રિય અધ્યેતા દ્વારા ભૌતિક અને સામાજિક પર્યાવરણ સાથે આંતરક્રિયા કરીને થતી અર્થઘટનાત્મક પુનરાવર્તિત અને સંરચનાની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે.

“સંરચનાવાદ એ એવો સિદ્ધાંત છે કે જે અધ્યયનને અનુભવજન્ય પરિણામ પ્રાપ્તિ સાથે સરખાવે છે.”

“સંરચનાવાદ એ જ્ઞાન અને અધ્યયન અંગેનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત અનુસાર જ્ઞાન કામચલાઉ, વિકાસાત્મક અને બિનઅનાત્મલક્ષી, આંતરિક રીતે સંરચના પામેલ અને સમાજ તથા સંસ્કૃતિ દ્વારા મધ્યસ્થી પામેલ છે, જ્યારે અધ્યયન એવિશ્વ વિશેનું પ્રવર્તમાન વૈયક્તિક દૃષ્ટિબિંદુ અને નવી અંતઃસૂઝ વચ્ચેના ઘર્ષણ સામે લડવાની સ્વ - નિયમનયુક્ત પ્રક્રિયા છે."


15. સંરચનાવાદી અભિગમના સિદ્ધાંતો જણાવો

  1. સંરચનાવાદી અધ્યયન એ એક સક્રિય પ્રક્રિયા છે.
  2. સંરચનાવાદી અધ્યયન અર્થનું સર્જન તથા અર્થની પ્રણાલીઓનું સર્જન કરે છે.
  3. સંરચનાવાદી અધ્યયનમાં માનસિક પ્રક્રિયા અર્થસર્જન માટે અગત્યની છે. 
  4. સંરચનાવાદી અધ્યયન ભાષાના ઉપયોગ દ્વારા આકાર પામે છે. 
  5. સંરચનાવાદી અધ્યયન એ એક સામાજિક પ્રક્રિયા છે.
  6. સંરચનાવાદી અધ્યયન સંદર્ભજન્ય પ્રક્રિયા છે.
  7. સંરચનાવાદી અધ્યયન પૂર્વજ્ઞાન આધારિત છે. 
  8. અધ્યયન એ ત્વરિત આકાર પામતી ઘટના નથી, તેના વિશે ચિંતન કરવું પડે છે તથા તેનો જીવનમાં ઉપયોગ કરવો પડે છે.
  9. પ્રેરણા એ સંરચનાવાદી અધ્યયન માટેની પાયાની શરત છે.


16. સંરચનાવાદી વર્ગખંડમા શિક્ષકની ભૂમિકા જણાવો.

  • વર્ગખંડમાં વિદ્યાર્થી દ્વારા લાવવામાં આવતા જ્ઞાન તથા અનુભવોનો શિક્ષક દ્વારા સ્વીકાર કરવામાં આવે છે. 
  • વર્ગખંડમાં વિદ્યાર્થી સક્રિય તપાસ પ્રક્રિયા દ્વારા જ્ઞાનનું સર્જન કરે છે. શિક્ષક આ પ્રક્રિયામાં સહાય કરે છે. 
  • શિક્ષક વિદ્યાર્થીને માહિતીનાં વિવિધ સ્ત્રોત પૂરાં પાડે છે તથા વિદ્યાર્થીને શોધ માટે સહાય કરે છે. 
  • જ્ઞાનનું સર્જન સક્રિય રીતે કરવામાં આવે છે તથા અધ્યયનને સક્રિય શોધની પ્રક્રિયાનાં સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે. 
  • અધ્યયન કાર્યક્રમમાં લવચિકતા (Flexibility) જળવાય તેનો શિક્ષક ખ્યાલ રાખે છે. જેનાથી વિદ્યાર્થીની શોધ કરવાની પ્રક્રિયા સાથે અધ્યયન કાર્યક્રમનો વિકાસ થતો જાય છે.


17. સંરચનાવાદી વર્ગખંડમાં વિદ્યાર્થીની ભૂમિકા જણાવો.

  • વિદ્યાર્થીની ભૂમિકા તેના અધ્યયનમાં સક્રિય સહભાગીતા કેળવવાની છે. 
  • વિદ્યાર્થી તેની વર્તમાન સમજ અથવા જ્ઞાનનાં સંદર્ભમાં નવી સમજનું અથવા નૂતન જ્ઞાનનું નિર્માણ કે સર્જન કરે છે. 
  • વિદ્યાર્થી પોતાના અનુભવોનાં સંદર્ભમાં ચિંતન કરી પોતાના અધ્યયનનું નિયંત્રણ અને નિયમન કરે છે. 
  • વિદ્યાર્થી અધ્યયનની શરૂઆત પૂર્વજ્ઞાનના આધારે કરે છે. 
  • વિદ્યાર્થી પોતાના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ વિચારને ત્યજીને નવા વિચારને સ્વીકારવામાં નકારાત્મક અભિગમ ધરાવે છે અને તેના પરિણામસ્વરૂપ તેઓનાં પૂર્વજ્ઞાનને પડકારતા નવા જ્ઞાનનો તેઓ અસ્વીકાર કરે છે.


18. 5E મોડેલના પાંચ સોપાનો જણાવો.

  • Engage : જોડાવું / સહભાગી થવું / શીખવા માટે ઉત્પ્રેરિત કરવું. (વિદ્યાર્થીના ચારથી પાંચ જૂથ બનાવી, દરેક જૂથનું નવા જ્ઞાન સાથે જોડાણ કરવા પ્રવૃત્તિ સોંપવી). 
  • Explore : શોધવું / જાતે શીખવું / વિષયવસ્તુની સંકલ્પનાઓ અને મુદ્દાઓને સ્વ - પ્રયત્ને સમજવા. 
  • Explain : સ્પષ્ટીકરણ કરવું / દરેક જૂથનેતા સમગ્ર વર્ગ સમક્ષ પોતાના જૂથની ચર્ચા સમજાવશે. 
  • Elaborate : વિસ્તૃતીકરણ / તાર્કિક પરિણામો તારવવા. 
  • Evaluate : (સતત) મૂલ્યાંકન અપેક્ષિત પરિવર્તનોના સંદર્ભમાં પુરાવા એકત્રિત કરવા.


19. સંકલ્પના એટલે શું ?

સંકલ્પના એટલે અમુક વસ્તુઓ, બનાવો, ક્રિયાઓ, ગુણો કે વિચારો વિશે વ્યક્તિએ મેળવેલ અનુભવોમાંથી સમાન તત્વો ભેગા કરીને તેના ગુણધર્મો અથવા સંબંધોનું વર્ગીકરણ કરવાની ક્રિયા.


20. સંકલ્પના માનચિત્ર એટલે શું ?

સંકલ્પના માનચિત્ર એટલે એક સંકલ્પના અન્ય સંકલ્પનાઓ સાથે કઈ રીતે સંબંધિત છે તેની ચિત્રાત્મક સ્વરૂપે કરવામાં આવતી રજૂઆત.

આપણી સમજને વધુ સારી, દઢ બનાવવા કેટલાંક ચિત્રો, સંકેતો અને કડીરૂપ શબ્દો કે શબ્દસમૂહો નો ઉપયોગ કરવો એટલે સંકલ્પના માનચિત્ર.

આપણે જ્યારે કોઈ બાબત, ઘટના વ્યક્તિ કે વસ્તુને સમજીએ છીએ ત્યારે આપણા મગજમાં જે તે ચોક્કસ બાબત, ઘટના, વ્યક્તિ કે વસ્તુ અંગેનો નકશો ઊભો થતો હોય છે. દા.ત. ઉત્તરાયણ શબ્દ બોલતા જ આપણી નજર સમક્ષ પતંગ, દોરી, ચીકી, અગાશી પર પતંગ ઉડાડતા મિત્રો - પરિવારજનો, કપાયેલા પતંગને પકડવા દોડતા બાળકો જેવી ઘટનાઓની હારમાળા ઊભી થાય છે, એટલે કે આપણા મનમાં ઉત્તરાયણ અંગેનો એક નકશો તૈયાર થાય છે. આમ, આપણામાં ઊભી થતી સમજ અંગેનો નકશો એટલે સંકલ્પના માનચિત્ર.


21. સંકલ્પના માનચિત્ર પ્રકારો જણાવો.

  • સ્પાઈડર મેપ કે કરોળિયા જાળ આકારે રેખાકૃતિ કે સંકલ્પના માનચિત્ર
  • ક્રમબદ્ધ કે શ્રેણીબદ્ધ સંકલ્પના માનચિત્ર
  • ફલો ચાર્ટ - રૈખિક તરાહ
  • તંત્ર કે પ્રણાલી માનચિત્ર


22. સંકલ્પના માનચિત્ર હેતુઓ જણાવો.

  • વિચારોનું નિર્માણ કે સર્જન કરવું. (બ્રેઈન સ્ટોર્મિંગ વગેરે) 
  • સંકુલ માળખાનું નિર્માણ કરવું. (મોટું વિષયવસ્તુ, મોટી વેબ સાઈટસ હાયપરમીડિયા વગેરે) 
  • સંકુલ વિચારોને પ્રત્યાયિત કરવા. 
  • નવા જ્ઞાન સાથે પૂર્વજ્ઞાનનું સ્પષ્ટ રીત સંયોજન કરી અધ્યયનમાં મદદરૂપ બનવું. 
  • સમજનું મૂલ્યાંકન કે ગેરસમજનું નિદાન કરવું.


23. સંકલ્પના માનચિત્રનું મહત્વ જણાવો.

  • દૃશ્ય સ્વરૂપમાં હોવાથી વિદ્યાર્થીની સમજશક્તિમાં વધારો થાય છે. 
  • વિદ્યાર્થીની વિશ્લેષણશક્તિમાં વધારો થાય છે. કોઈ પણ સંકલ્પના સાથે જોડાયેલી અન્ય બાબતોનું વિશ્લેષણ બાળક સારી રીતે કરી શકે છે. 
  • પૂર્વજ્ઞાનને નવા જ્ઞાન સાથે સાંકળી બાળક પોતાની સંશ્લેષણશક્તિમાં વધારો કરે છે, જેથી મોટી બાબતોને પણ વિદ્યાર્થી સારી રીતે ગ્રહણ કરી શકે છે. 
  • વિદ્યાર્થીને બ્રેઈન સ્ટોર્મિંગ અને ઉચ્ચ સ્તરીય તર્ક માટે પ્રોત્સાહન આપે છે. 
  • વિદ્યાર્થીને નવી સંકલ્પનાઓ અને તેના જોડાણોને શોધવા બળ પૂરું પાડે છે. 
  • વિદ્યાર્થી સંકુલ વિચારોને પણ સારી રીતે પ્રત્યાયિત કરી શકે છે.


24. સંકલ્પના માનચિત્રમાં શિક્ષકની ભૂમિકા જણાવો.

  • સૌ પ્રથમ શિક્ષકે સંકલ્પના માનચિત્ર માટેનું માધ્યમ પસંદ કરવું જોઈએ. કાગળ અને પેન દ્વારા, સ્માર્ટબોર્ડના ઉપયોગ દ્વારા આવા સંકલ્પના માનચિત્ર બનાવી શકાય. ઓનલાઈન અધ્યયન સમયે Miro જેવા ઓનલાઈન વ્હાઈટબોર્ડ (Miro's Online Whiteboard) નો ઉપયોગ કરવો જોઈએ. 
  • ત્યારબાદ વિષયવસ્તુમાં રહેલી મુખ્ય સંકલ્પના અને પેટા સંકલ્પનાઓને ઓળખતા શિક્ષકે વિદ્યાર્થીને શીખવવું જોઈએ. સંકલ્પના માનચિત્રના મૂળભૂત ઘટકો બાળકો ઓળખતા તે માટે તેમને વિષયવસ્તુમાંથી વિશિષ્ટ મુદ્દાઓ કે વિશિષ્ટ પ્રશ્નો કાઢતાં કે ઓળખતા શીખવવું જોઈએ માટે શિક્ષક નાના સમૂહોમાં તેમને વિષયવસ્તુ સંલગ્ન પ્રવૃત્તિ કે કાર્ય સોંપી શકે અને પછી આ કાર્યને સમૂહમાં રજૂ કરી શકે. 
  • વિષયવસ્તુનાં મહત્વના મુદાઓ વચ્ચે રહેલા આંતરસંબંધોને ઓળખી આ મુદ્દાઓને માનચિત્રમાં કેવી રીતે ગોઠવી શકાય તે બાબતનું સમગ્રલક્ષી જ્ઞાન શિક્ષકે વિદ્યાર્થીઓને પૂરું પાડવું જોઈએ. 
  • આ સમગ્ર પ્રક્રિયામાં પૂર્વજ્ઞાનનું નવા જ્ઞાન સાથે જોડાણ કરવા શિક્ષકે સુવિધાકાર (Facilitator) બનવાનું છે.


25. ચિંતનાત્મક અધ્યયન એટલે શું ?

પોતાને થયેલા અનુભવ પર ચિંતન કરીને જે શીખવા મળે છે કે જે અધ્યયન થાય છે તેને ચિંતનાત્મક અધ્યયન કહે છે.  

ચિંતનાત્મક અધ્યયન એટલે વિદ્યાર્થીએ વિષયવસ્તુ સંબંધિત જે વાંચ્યું છે, કાર્ય કર્યું છે કે જે શીખ્યા છે તેના પરનું ચિંતન કરી તેની જાતે જ તેમાંથી અર્થ તારવવાની પ્રક્રિયા

વિદ્યાર્થી પોતાના અનુભવોનું અધ્યયન કરે છે અને તેના વિવિધ મુદ્દાઓનું ઊંડાણપૂર્વક ચિંતન કરે છે તેમજ તેના તરફ પોતાનો અભિગમ નિર્ણય કે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે ત્યારે તેને ચિંતનાત્મક અધ્યયન કહેવામાં આવે છે.

ચિંતનાત્મક અધ્યયન એટલે એવા પ્રકારનું અધ્યયન જે સમસ્યા આધારિત સ્વરૂપનું હોય.

માનવજાત પોતાના કાર્યોથી વધુ સચેત થાય તે માટે અનુભવોની શોધખોળ એટલે ચિંતનાત્મક અધ્યયન.


26. ચિંતનાત્મક અધ્યયનનું મહત્વ જણાવો.

  • વિદ્યાર્થીઓની અધ્યયન જરૂરિયાતોને અસરકારક રીતે પહોંચી વળવા માટે શિક્ષકના વ્યવહારમાં સુધારા માટે ચિંતનાત્મક અધ્યયન અગત્યનું સાધન છે. 
  • ચિંતનાત્મક અધ્યયન શિક્ષકને ન્યાયિક અને અન્ય સમક્ષ વર્ણવી શકાય તેવા પગલાં લેવામાં મદદ કરે છે અને તે શિક્ષકને આગળના પગલાં લેવામાં મદદ કરે છે. 
  • તે શિક્ષકને અનુકૂલિત થવામાં અને પ્રશ્નોના પ્રત્યુત્તર આપવામાં સહાય કરે છે. 
  • તે અધ્યયન - અધ્યાપનની મુખ્ય માન્યતાઓ અને ધારણાઓથી માહિતગાર થવામાં શિક્ષકને મદદ કરે છે. 
  • હકારાત્મક અધ્યયન વાતાવરણની રચનામાં તે શિક્ષકને મદદ કરે છે.


27. ચિંતનાત્મક અધ્યયન માટેનું ગિબ્સ ચક્રના સોપાનો જણાવો.

  1. વર્ણન
  2. લાગણી કે સંવેદનાઓ
  3. મૂલ્યાંકન
  4. પૃથક્કરણ
  5. તારણો કે નિષ્કર્ષ


28. ગિબ્સ ચક્ર દ્વારા અધ્યયનના ફાયદા જણાવો.

  • ગિબ્સ અધ્યયન ચક્રને સમજવું સહેલું છે અને તેનો ઉપયોગ કરવો પણ સહેલો છે. 
  • આ ચક્ર સમય સાથે શીખવાની તક આપે છે.
  • આ ચક્ર સમય સાથે આપણને વધુ સંતુલિત અને સચોટ નિર્ણય આપે છે. 
  • વિદ્યાર્થી અનુભવમાંથી યથાર્થ જ્ઞાન મેળવે છે. 
  • વિદ્યાર્થી અનુભવોને અધ્યયનના સંદર્ભમાં વિચારતો થાય છે, પરિણામે જીવનના તમામ પાસાંઓમાં તે પ્રતિક્રિયા આપવાની માનસિકતા કેળવે છે. 
  • પ્રતિક્રિયાત્મક વિચારો અનુભવ સાથે જોડાવાથી રોજબરોજના અનુભવો સાથે જ્ઞાનાત્મક પાસાંઓ જોડાય છે. આ રીતે જ્ઞાનને અનુભવાત્મક નક્કર આધારો પ્રાપ્ત થાય છે.


29. સહભાગીદારિતાયુક્ત અધ્યયનના ઘટકો જણાવો.

  1. હકારાત્મક પરસ્પરાવલંબન 
  2. ફેસ - ટૂ - ફેસ ઈન્ટરેકશન 
  3. વ્યક્તિગત તથા જૂથ જવાબદારી 
  4. સામાજિક કૌશલ્યો
  5. જૂથ પ્રક્રિયા


30. સહભાગીદારિતાયુક્ત અધ્યયનની વ્યુહરચનાઓ જણાવો.

  1. ઔપચારિક સહભાગીદારિતાયુક્ત અધ્યયન
  • અનૌપચારિક સહભાગીદારિતાયુક્ત અધ્યયન
  • સમૂહ આધારિત સહભાગીદારિતાયુક્ત અધ્યયન
  • લાંબા ગાળા માટેનું અધ્યયન જુથ


31. સહભાગીદારિતાયુક્ત અધ્યયન માટેની વર્ગખંડ પ્રવૃત્તિઓ જણાવો.

  1. ધ જીગશો
  2. થીંક પેર શેર
  3. જીગશો 2
  4. રિવર્સ જીગશો
  5. થ્રી સ્ટેપ ઇન્ટરવ્યૂ
  6. રાઉન્ડ રોબિન બ્રેઈન સ્ટોર્મિંગ
  7. થ્રી મિનિટસ્ ઇન્ટરવ્યૂ
  8. નંબર હેડ્સ ટુગેધર
  9. ઈન સાઈડ - આઉટ સાઈડ સર્કલ
  10. સ્ટેડ


32. સહભાગીદારિતાયુક્ત અધ્યયનમાં શિક્ષકની ભૂમિકા જણાવો.

  • વિદ્યાર્થીઓને પસંદ કરવા અને યોગ્ય જૂથમાં વહેંચવા 
  • જૂથનાં સભ્યો દ્વારા પ્રાપ્ત કરવાના લક્ષ્યો નક્કી કરવા. 
  • વિદ્યાર્થીઓને જરૂરી સામગ્રી (Materials) અને સંસાધનો કે સ્ત્રોતો (Resources) પૂરાં પાડવા. 
  • સમગ્ર અધ્યયન પ્રક્રિયા દરમિયાન દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું ટેકો આપવો. 
  • દરેક વિદ્યાર્થીની કાર્ય પ્રત્યેની સમજનું અવલોકન કરવું, સારસંભાળ લેવી. 
  • દરેક વિદ્યાર્થીના કાર્યદેખાવનું મૂલ્યાંકન તેના કાર્યપ્રદર્શનને આધારે કરવું.


33. સહયોગજન્ય અધ્યયનની વ્યાખ્યા આપો.

  • સહયોગજન્ય અધ્યયન એ એક પરિસ્થિતિ છે કે જેમાં બે અથવા બેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને અધ્યયન કરે છે.
  • “સહયોગજન્ય અધ્યયન એ અધ્યયન - અધ્યાપન માટેનો શૈક્ષણિક અભિગમ છે જેમાં વિદ્યાર્થીનાં જૂથ બનાવવામાં આવે છે અને વિદ્યાર્થીનાં જૂથનાં સભ્યો એક જૂથ તરીકે સમસ્યા ઉકેલ માટે, કાર્ય પૂર્ણ ક૨વા માટે તથા પરિણામ પ્રાપ્તિ માટે કાર્ય કરે છે."
  • સહયોગજન્ય અધ્યયન એવા પ્રતિમાન પર આધારિત છે કે જેમાં વિદ્યાર્થી જ્ઞાનનું સર્જન એકબીજા સાથે પોતાનાં અનુભવોની આપ - લે કરીને તથા કાર્યની સફળતા માટે પોતાની જવાબદારીઓ નિભાવીને કરે છે.



34. સહયોગજન્ય અધ્યયનના ચાર સિદ્ધાંતો જણાવો.

  1. વિદ્યાર્થી અધ્યયન પ્રક્રિયાના કેન્દ્રસ્થાને છે. 
  2. આંતરક્રિયા તથા કાર્ય એ અધ્યયન પ્રક્રિયાના મહત્વનાં ઘટકો છે. 
  3. જૂથમાં કાર્ય કરવું તે અધ્યયન પ્રક્રિયાની અગત્યની પદ્ધતિ છે. 
  4. વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ શોધવા માટે અધ્યયન પ્રક્રિયામાં Structural Approaches નો સમાવેશ કરવામાં આવે છે.


35. સહયોગજન્ય અધ્યયનના ફાયદાઓ જણાવો.

  • વિદ્યાર્થીઓમાં ઉચ્ચ પ્રકારના માનસિક વિચારોનો વિકાસ થાય છે. 
  • વિદ્યાર્થીમાં મૌખિક પ્રત્યાયનનો વિકાસ થાય છે. 
  • વિદ્યાર્થીઓમાં નેતૃત્વ કૌશલ્યનો વિકાસ થાય છે. 
  • વિદ્યાર્થી તથા શિક્ષક વચ્ચેની આંતરક્રિયા વધે છે. 
  • વિદ્યાર્થીમાં ધારણશક્તિ (Retention – લાંબા સમય સુધી યાદ રાખવાની શક્તિ) વધે છે. 
  • વિદ્યાર્થીમાં સ્વાભિમાન (Self - Esteem) નો વિકાસ થાય છે . 
  • વિદ્યાર્થી જવાબદારી સ્વીકારતા શીખે છે. 
  • વિદ્યાર્થી સમસ્યાની વિવિધ પરિપ્રેક્ષ્યમાં સમજ કેળવતા શીખે છે. 
  • વિદ્યાર્થી વાસ્તવિક જીવનનો સામનો કરવા તૈયાર થાય છે. 
  • વિદ્યાર્થીની સામાજિકતામિતિ સમૃદ્ધ થાય છે. 
  • વિદ્યાર્થી રોજગારીની તકો ઊભી કરવા સક્ષમ બને છે.


36. સહયોગજન્ય અધ્યયન માટેની વ્યૂહરચનાઓ જણાવો.

  • સ્પષ્ટ જુથ લક્ષ્યો બનાવવા
  • આ જૂથોને મધ્યમ રાખવા
  • જૂથનાં નિયમો સહેલાઈથી અનુકુલિત થઇ શકાય તેવા સ્થાપિત કરવા.
  • વિશ્વાસનું નિર્માણ કરવું અને મુક્ત પ્રત્યાયનને પ્રોત્સાહન આપવું.
  • મોટાં કાર્યો માટે, જુથ નિયમો બનાવો.
  • પુર્વ કસોટી અને ઉત્તર કસોટીનું નિર્માણ કરવું.
  • શીખવાની સમગ્ર પ્રક્રીયાનજ મૂલ્યાંકનના ભાગ તરીકે ગણવામાં આવે.
  • જીગસો ટેકનિક જેવી વિવિઘ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવાનું વિચારો.
  • જૂથોને ચિંતા ઘટાડવા માટે પરવાનગી આપે છે.
  • જુથ આંતરક્રિયાઓ સ્થાપિત કરો.
  • વાસ્તવિક જગતની સમસ્યાઓનો ઉપયોગ કરવો.
  • સમસ્યા ઉકેલ અને વિવેચનાત્મક તર્ક જેવા કૌશલ્યોમાં વધારો થાય તેના પર ધ્યાન કન્દ્રિત કરવું.
  • જુથ વૈવિધ્યને ધ્યાનમાં રાખવું.
  • સંતુલિત જુથ રચના કરવી
  • સ્કેફલ્ડીંગનો ઉપયોગ કરવો અથવા વિદ્યાર્થી સંકલ્પનાઓને સમજવાની શરૂઆત કરે ત્યારે શિક્ષક તરીકેની પોતાની જવાબદારી ઘટાડવી.
  • વિવિધ પ્રકારની અધ્યયન તરાહોને ધ્યાનમાં લેવી.
  • ટેકનોલોજી સહયોગજન્ય અધ્યયનને વધુ સરળ બનાવે છે.
  • 'ખરાબ જુથ કાર્ય'ને ટાળો.
  • 'જુથ વિચારો' થી સાવચેત રહો.
  • વૈવિધ્યને માન આપો.


37. સહયોગજન્ય અધ્યયનમાં શિક્ષકની ભૂમિકા જણાવો. 

  • સહયોગજન્ય અધ્યયનમાં, શિક્ષક પોતાની સત્તા બહું વિશિષ્ટ રીતે વિદ્યાર્થીઓ સાથે વહેંચે છે. 
  • પરંપરાગત વર્ગખંડમાં શિક્ષક મોટેભાગે ઉદ્દેશો નક્કી કરવા, શીખવાના કાર્યોની રચના કરવા અને વિદ્યાર્થી જે શીખ્યા છે તેનું મૂલ્યાંકન કરવા જવાબદાર છે. જ્યારે સહયોગજન્ય અધ્યયનમાં વિદ્યાર્થીઓને જે શીખવાનું છે તેના માળખામાં ચોક્કસ ઉદ્દેશો નક્કી કરવા શિક્ષક વિદ્યાર્થીઓને આમંત્રિત કરે છે તેમજ તે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ અને સોંપણી કાર્યો (submission work) માટેના વિકલ્પો પૂરાં પાડે છે અને વિદ્યાર્થીઓ જે શીખવા ઈચ્છે રીતે શીખવા તેમને પ્રોત્સાહિત કરે છે. 
  • સહયોગજન્ય અધ્યયનમાં જ્ઞાન કોઈ સહયોગજન્ય અધ્યયનમાં શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ ખાતરી કરે છે કે વિદ્યાર્થીઓ તેમના પોતાના જ્ઞાન અને તેમની શીખવાની વ્યૂહરચનાઓ એકબીજા સાથે વહેંચે છે કે નહિ, તેમજ એકબીજા સાથે આદરપૂર્વક વર્તે છે કે નહિ તેમજ ઉચ્ચ સ્તરની સમજણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે નહિ. 
  • તેઓ વિદ્યાર્થીઓને વિવિધ મંતવ્યો સાંભળવામાં મદદ કરે છે, જ્ઞાનના દાવાઓને પુરાવા સાથે સમર્થન આપે છે, વિવેચનાત્મક અને સર્જનાત્મક વિચારસરણીમાં જોડે છે અને વિદ્યાર્થીઓને મુક્ત (open) અને અર્થપૂર્ણ સંવાદમાં સહભાગી બનાવે છે.


38. TPCK નું પુરું નામ જણાવો.

Technological Pedagogical Content Knowledge


39. ટેકનો પેડાગોજીયુક્ત વર્ગમાં શિક્ષક માટે ક્યાં ક્યાં કૌશલ્યો હોવા જરુરી છે ?

  • વિષયવસ્તુ પર પ્રભુત્વ
  • પદ્ધતિશાસ્ત્રનું જ્ઞાન
  • ટેકનોલોજીનું જ્ઞાન
  • ટેકનોલોજીકલ પદ્ધતિશાસ્ત્રીય જ્ઞાન
  • ટેકનોલોજીકલ પદ્ધતિશાસ્ત્રીય વિષયવસ્તુનું જ્ઞાન


40. ટેકનો પેડાગોજી વર્ગમાં શિક્ષકની ભૂમિકા જણાવો.

  • સારા અધ્યાપન માટે શિક્ષકે વિષયવસ્તુનાં ઘટકો ( હકીકતો, સંકલ્પનાઓ, સિદ્ધાંતો વગેરે ) ની યોગ્ય ક્રમમાં ગોઠવણ કરવી. 
  • વિષયવસ્તુ માટે અસરકારક હોય તેવી પદ્ધતિશાસ્ત્રીય પ્રયુક્તિઓ પસંદ કરવી. 
  • જે તે વિષયવસ્તુ માટે અસરકારક હોય તેવી ટેકનોલોજી અંગે વિચાર કરવો.
  • ડિજિટલ સ્વરૂપે શિક્ષણસામગ્રી બનાવી તેનો વર્ગખંડમાં ઉપયોગ કરવો. જેમાં વર્ગખંડમાં પ્રત્યક્ષ ન લાવી શકાય તેવી વસ્તુઓ (દા.ત. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિડીયો), ભૂતકાળમાં બનેલ ઘટનાઓ (આઝાદી ચળવળના વિડીયો), પ્રત્યક્ષ ન જોઈ શકાય તેવી વસ્તુઓ (હદયની રચના અને કાર્ય), સરળતાથી ઉપલબ્ધ ન થાય તેવા - ખર્ચાળ સ્ત્રોતો (ખ્યાતનામ શિક્ષણવિદના વક્તવ્યોના વિડીયો) વિદ્યાર્થીઓ સમક્ષ ટેકનોલોજીના માધ્યમથી મૂકવાનો પ્રયાસ શિક્ષકે કરવો જોઈએ. ડિજિટલ અથવા સ્માર્ટ ક્લાસરૂમમાં ઈન્ટરેક્ટીવ વ્હાઈટબોર્ડનો ઉપયોગ કરવો. 
  • ગૂગલ, યૂટ્યૂબ, વિકિપીડિયા અને સોશિયલ મીડિયાનો શૈક્ષણિક ઉપયોગ કરવો. 
  • ઓનલાઈન અધ્યાપન ટૂલ્સ જેવા કે ગૂગલ ક્લાસરૂમ, આભાસી વર્ગખંડ આભાસી પ્રયોગશાળા વગેરેનો શિક્ષણમાં ઉપયોગ કરવો. 
  • પ્રત્યાયન ટૂલ્સ જેવાં કે ઈ - મેઈલ, ચેટ, બ્લોગ વગેરેનો અધ્યયન - અધ્યાપનમાં ઉપયોગ થવો જોઈએ.


41. સંકલિત શિક્ષણશાસ્ત્રના પાયાના ઘટકો જણાવો.

  • સૈદ્ધાંતિક જ્ઞાન
  • પ્રાયોગિક જ્ઞાન
  • સ્વ - નિયમનકારી જ્ઞાન
  • સામાજિક - સાંસ્કૃતિક જ્ઞાન
  • નિષ્ણાંત જ્ઞાનનાં વિવિધ સ્વરૂપોને સંકલિત કરવા માટેના સાધનો


42. રુબ્રિકસ એટલે શું ?

રબ્રિક એટલે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત પ્રમાણિત વર્તન.

કસોટીઓ, પ્રોજેક્ટસ કે પેપર્સનું શૈક્ષણિક ગુણાંકન કે ગ્રેડિંગ કરવા માટે વિશિષ્ટ કે ચોક્કસ માપદંડની યાદીવાળી માર્ગદર્શિકા એટલે રુબીક.

વિદ્યાર્થીઓના કાર્ય માટેના માપદંડનો સુસંગત સમૂહ એટલે રુબીક કે જે માપદંડ પર કામગીરીની ગુણવત્તાના સ્તરના વર્ણનનો સમાવેશ થાય છે.


43. રુબ્રિકસનાં પ્રકારો જણાવો.

  • સામાન્ય રુબ્રીક્સ 
  • વિશ્લેષણાત્મક રુબ્રીક્સ 
  • વિકાસાત્મક રુબ્રીક્સ 
  • સર્વાંગીણ રુબ્રીક્સ 
  • પ્રકાર્ય વિશેષ રુબ્રીક્સ


44. રુબ્રિકની રચનનાં સોપાનો જણાવો.

  • કામગીરી કે કાર્યદેખાવ (Performance) ના હેતુઓ નોંધવા 
  • કામગીરી કે કાર્યદેખાવને સાંકળતા પરિમાણો ઓળખવા 
  • ગુણવત્તાની કક્ષાઓને ઓળખવી 
  • ગુણવત્તાની દરેક કક્ષાને ગુણભાર કે પોઈન્ટ આપવા 
  • પરિમાણોની ગુણવત્તાના દરેક સ્તર માટેના માપદંડને ઓળખવા કે નક્કી કરવા.
  • રુબ્રીક ટેબલની રચના કરવી.


45.રુબ્રિકસનો ઉપયોગ જણાવો.

  • અનાત્મલક્ષી મૂલ્યાંકન જેમ કે બહુવિકલ્પ કસોટી, ખરાં - ખોટાં, ખાલી જગ્યા વગેરેને બાદ કરતાં આત્મલક્ષી મૂલ્યાંકન જેમ કે ચર્ચા, રજૂઆત (Presentation), નિબંધ, પ્રોજેક્ટ વગેરેના મૂલ્યાંકન માટે સ્ત્રીકનો ઉપયોગ થાય છે. 
  • રબ્રિકના ઉપયોગથી મૂલ્યાંકનકારની વિદ્યાર્થીઓ પાસેની અપેક્ષા સ્પષ્ટ બને છે . 
  • રબ્રિક દ્વારા વિદ્યાર્થી પણ જાણી શકે છે કે તેણે મૂલ્યાંકનકારની અપેક્ષાઓને કેવી રીતે ફળીભૂત કરવાની છે. 
  • રબ્રિક દ્વારા વિદ્યાર્થીઓને તેમના પોતાના કાર્યની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં સહાય મળે છે.


46. રુબ્રિકસનો અસરકારક ઉપયોગ કરવા માટે કંઈ કંઈબાબતો જરૂરી છે ?

  • રુબ્રિકસની ચર્ચા વિદ્યાર્થી સાથે કરવા વિધાર્થીઓને આપવાના ગુણ કે ગ્રેડની સમજૂતી વિદ્યાર્થીઓને આપવી 
  • રુબ્રિકસનો ઉપયોગ માત્ર પરીક્ષણ માટે જ નહિ પરંતુ અધ્યયન વિકાસના સાધન તરીકે કરવો
  • રુબ્રીક્સ આધારિત નમૂનાઓ વિદ્યાર્થીઓને બતાવવા
  • રુબ્રીક્સ દ્વારા અધ્યયનમાં વધારો કે વિકાસ કરવા પર ભાર
  • વિદ્યાર્થીઓને રુબ્રીક્સની રચના કરવા માટે પ્રેરિત કરવા
  • વિદ્યાર્થીઓને રુબ્રીક્સનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા
  • રુબ્રીક્સ આધારિત પ્રતિપોષણ વિદ્યાર્થીઓને આપવું


47. પોર્ટફોલિયોની વ્યાખ્યા આપો.

પોર્ટફોલિયો એટલે કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થીના કાર્યનો વ્યવસ્થિત અભ્યાસ.

પોર્ટફોલિયોનો અર્થ શબ્દકોશ અનુસાર, ‘દસ્તાવેજો કે ચીજવસ્તુઓ રાખવા માટેની જગ્યા.' એટલે કે પોર્ટફોલિયો એ વિદ્યાર્થીએ કરેલા કાર્યોનો હેતુપૂર્વક કરેલો અર્થપૂર્ણ સંગ્રહ છે. આ સંગ્રહ વિદ્યાર્થીએ સમયાંતરે કરેલા વિકાસની, પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની ગાથા છે. 

પોર્ટફોલિયો એ કોઈ એક કે એકથી વધુ વિષયમાં તેના કાર્ય, પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને સૂચિત કરતી સામગ્રીનું વ્યવસ્થિત એકત્રીકરણ છે. આ સામગ્રીમાં તેની પસંદગી, તેનાં કાર્યો, સ્વ - ચિંતન, સ્વ - મૂલ્યાંકન, વિદ્યાર્થીના કાર્યની સ૨ળતા કે સંકુલતા, કાર્ય વૈવિધ્ય, કાર્ય નવીનતા- જેવા પરીક્ષણના માપદંડોનો સમાવેશ થાય છે. પોર્ટફોલિયો રચનાનો ધ્યેય વિદ્યાર્થીને પોતાની પ્રતિભા, ક્ષમતાઓ અને જ્ઞાન નિર્દેશિત કરવાની તક પૂરી પાડવાનો છે. 

પોર્ટફોલિયો એ વિદ્યાર્થીના કાર્ય અને તેને સંબંધિત સામગ્રીની નોંધો છે કે જે વિદ્યાર્થીની એક કે એક કરતાં વધારે શાળા વિષયોની પ્રવૃત્તિઓ, સુપરત કાર્યો (Submissions) અને સિદ્ધિઓનો પદ્ધતિસરનો સંગ્રહ છે.


48. પોર્ટફોલિયોની ચાર લાક્ષણીકતાઓ જણાવો.

  • નોંધો
  • તારીખ
  • પ્રાથમિક રેખાંકન કે રૂપરેખા
  • પ્રતિભાવો


49. પોર્ટફોલિયોના પ્રકારો જણાવો.

1. હેતુ આધારિત પોર્ટફોલિયો

  • વિકાસ પ્રક્રિયા પોર્ટફોલિયો
  • કામચલાઉ પોર્ટફોલિયો
  • શ્રેષ્ઠકાર્ય અથવા નીપજ પોર્ટફોલિયો
  • પરીક્ષણ પોર્ટફોલિયો

2. માળખા આધારિત પોર્ટફોલિયો

  • નિશ્ચિત પોર્ટફોલિયો
  • મુક્ત પોર્ટફોલિયો


50. પોર્ટફોલિયોના ઘટકો જણાવો.

  • માપદંડ
  • પુરાવા
  • માળખું
  • સ્વ મૂલ્યાંકન


51. પોર્ટફોલિયોની વિકાસ પ્રક્રિયાના સોપાનો જણાવો.

  • હેતુ નિર્ધારણ
  • ગુણાંકન યોજના તૈયાર કરવી
  • સમાવિષ્ટ કરવાની બાબતો અંગે નિર્ણય
  • વિધાર્થી કાર્યોની યાદી બનાવવી
  • પોર્ટફોલિયોનો ઉપયોગ અને મુલ્યાંકન


52. પોર્ટફોલિયોના કાર્યો અને ઉપયોગ જણાવો.

  • પોર્ટફોલિયો સમયાંતરે વિદ્યાર્થીના કાર્યના વિસ્તારને દર્શાવે છે. 
  • તે વ્યક્તિગત વિદ્યાર્થીની પ્રગતિ વિશે મહત્વની માહિતી પૂરી પાડે છે. 
  • તે કાર્ય અને પ્રગતિના સ્વ - મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની સહભાગીદારીને સ્થાન આપે છે. 
  • તે વિદ્યાર્થીની કામગીરી અને સિદ્ધિના મૂલ્યાંકન માટે પાયારૂપ બને છે. 
  • તે વિદ્યાર્થીમાં સ્વ - મૂલ્યાંકન, ચિંતનશક્તિ અને વિવેચનાત્મક વિચારણાને પ્રોત્સાહિત કરે છે. 
  • તે વિદ્યાર્થીઓના કાર્યના વાસ્તવિક નમૂનાઓ પર આધારિત કામગીરીનું માપન કરે છે, જેનાથી વિદ્યાર્થીની વિષયવસ્તુની સમજ દૃઢ બને છે.


53. નિદાનાત્મક કાર્ય એટલે શું ?

વિદ્યાર્થીને જે તે એકમ શીખવામાં ક્યાં મુશ્કેલી છે, શી બાબતની કચાશ રહી ગઈ છે તે શોધવાની ક્રિયાને ‘નિદાનાત્મક કાર્ય’ કહે છે. 

શિક્ષણકાર્યની સમગ્ર પ્રક્રિયામાં એવા ક્યા પરિબળો કામ કરે છે કે જેનાથી વિદ્યાર્થી અભ્યાસમાં નબળો જણાય છે તે શોધી આપતી કસોટી એટલે નિદાન કસોટી. 

કોઈ એક એકમ કે અમુક એકમો શીખવ્યા પછી વિદ્યાર્થીઓમાં ક્યા પ્રકારની કેટલી સમજ વિકસી છે અને કઈ સમજ બરાબર વિકસી શકી નથી, અથવા તો વિદ્યાર્થીને કયો મુદ્દો હજુ આવડ્યો નથી તે જોવા માટે જે કસોટી રચવામાં આવે છે તેને નિદાન કસોટી કહે છે. એટલે કે કોઈએક વિષયાંગ કે અમુક વિષયાંગો શીખવ્યા પછી વિદ્યાર્થીઓમાં ક્યા પ્રકારની કેટલી સમજ વિકસી છે અને કઈ સમજ બરાબર વિકસી શકી નથી તે જોવા માટે જે કસોટીઓ રચવામાં આવે છે તેને નિદાન કસોટીઓ કહે છે.


54. નિદાન કસોટીની લાક્ષણિકતાઓ જણાવો

  •  નિદાન કસોટી દ્વારા વિદ્યાર્થીની કોઈ એકમમાં રહી ગયેલી કચાશ જાણી શકાય છે. એટલે કે આખા પાઠ્યક્રમને બદલે એકાદ એકમને આધાર બનાવાય છે. 
  • તેમાં જે તે એકમને સંલગ્ન વિવિધ બાબતોના માત્ર પ્રશ્નો જ હોય છે, કે જેમાં વિદ્યાર્થીની કચાશ કે મુશ્કેલી માલૂમ પડે છે. 
  • નિદાન પછીથી સુધારાલક્ષી ઉપચારાત્મક કાર્ય કરવાનો તેનો હેતુ છે. 
  • વર્ગના નબળાં બાળકો માટે આ કસોટીની રચના કરવામાં આવે છે. 
  • નિદાન કસોટીના પ્રશ્નો સિદ્ધિ કસોટીની જેમ કઠિનતાના ચડતા ક્રમમાં ગોઠવાયેલાં હોય છે. 
  • નિદાન કસોટીના પ્રશ્નો વધુ ઊંડાણવાળા હોય છે. આથી જે તે એકમની બધી જ બાબતોને સારી રીતે આવરી લે છે. 


55. નિદાન કસોટીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?

  • નિદાન કસોટી વિદ્યાર્થીઓની નબળાઈ શોધવા માટે વપરાય છે. તેથી વર્ગના બધા જ વિદ્યાર્થીઓને આ કસોટી ન આપતા માત્ર જે વિદ્યાર્થી નબળાં માલૂમ પડતાં હોય તેવા વિદ્યાર્થીઓને જ આ કસોટી આપવી. આવા વિદ્યાર્થીઓ શિક્ષક નિર્મિત કસોટી દ્વારા શોધી શકાય. 
  • નિદાન કસોટી અંગે અગાઉથી વિદ્યાર્થીઓને જાણ ન થવી જોઈએ કે તેઓ નબળાં છે, તેથી તેમને નિદાન કસોટી આપવામાં આવે છે. 
  • નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓ બધા જ પ્રશ્નો લખી શકે તેટલો સમય આપવો જોઈએ. વિદ્યાર્થીઓ નિદાન કસોટીના બધા જ પ્રશ્નોનાં ઉત્તરો લખે તે બાબત પણ ખાસ જરૂરી છે. 
  • પ્રશ્નોના ઉત્તરો લખાયા બાદ ઉત્તરવહીઓના દરેક ઉત્તરનું અર્થઘટન કરવું જોઈએ. તેમાંથી ક્યા પ્રશ્નોમાં વિદ્યાર્થી ખોટા ખ્યાલો ધરાવે છે તેની તપાસ થવી જોઈએ


56. ઉપચારાત્મક કાર્ય એટલે શું ?

નિદાન કાર્ય દ્વારા વિદ્યાર્થીઓની ખામીઓ અને તે પેદા થવાનાં જે કારણો શોધ્યાં હોય તેને અસરકારક રીતે દૂર કરી વિદ્યાર્થીઓમાં હેતુસિદ્ધિના અંતરાયો દૂર ક૨વાની ક્રિયાને ઉપચારાત્મક કાર્ય કહે છે. 


57. ઉપચારાત્મક કાર્ય માટે શિક્ષકે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?

  • જે બાબતની ભૂલો વિદ્યાર્થી અવારનવાર કરતો હોય તે બાબતનું જ ઉપચારાત્મક કાર્ય કરવું.
  • ઉપચારાત્મક અધ્યાપનમાં દશ્ય - શ્રાવ્ય સાધનોનો વધુ ઉપયોગ કરી વિદ્યાર્થીઓની સંકલ્પના વધુ દૃઢ બનાવવી. 
  • ઉપચારાત્મક કાર્યના દરેક તબક્કે વિદ્યાર્થીને તેના પરિણામની જાણ કરવી, જેનાથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે છે. 
  • વિદ્યાર્થીની શક્તિ જાણીને ત્યાંથી ઉપચારાત્મક કાર્યની શરૂઆત કરવી જોઈએ. 
  • વિદ્યાર્થીઓને વ્યક્તિગત કે સામૂહિક જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. 
  • નિદાન કસોટીમાં નિબંધ સ્વરૂપના પ્રશ્નો ન મૂકતાં ટૂંકજવાબી અને હેતુલક્ષી પ્રશ્નો મૂકવા જોઈએ. 
  • ઉપચારાત્મક કાર્ય સબળ બને તે માટે નિદાન કસોટી દ્વારા મેળવેલ ઉત્તરોના સાચા - ખોટાંપણા વિશે પ્રશ્નવાર પૃથક્કરણ સૂચવતી સારણી તૈયાર કરવી જોઈએ.  
  • સારણી દ્વારા મેળવેલ માહિતીનું પૃથક્કરણ કરી વિષયવસ્તુના જે તે મુદ્દા વિશે ઉપચારાત્મક ઉપાયો વિચારી તેનો અમલ કરવો જોઈએ.


58. ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા આપો.

“શિક્ષણનાં વ્યવસાયિકો (આચાર્ય, શિક્ષકો, નિરીક્ષકો પોતાના નિર્ણયો તથા વ્યવહારોને મૂલવવા; સુધારવા તથા યોગ્ય માર્ગદર્શન મેળવવા જે પદ્ધતિથી પોતાને પડતી સમસ્યાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે, તેને ક્રિયાત્મક સંશોધન કહે છે.”

 

ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષકને તેના શિક્ષણકાર્યમાં, જે ચોક્ક્સ મુશ્કેલીઓ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના ઉકેલ માટે વૈજ્ઞાનિક રીતે વિચારી, તે વિચારોનું જે તે વર્ગના કે શાળાના વિદ્યાર્થીઓ પર પ્રાયોગિક રીતે અમલીકરણ કરી ક્રિયા દ્વારા સમસ્યાના ઉકેલ માટેનું સંશોધન છે.

 

"પૂર્વગ્રહ કે પક્ષપાત વિના વૈજ્ઞાનિક અને પરલક્ષી દૃષ્ટિથી પ્રશ્નોના કે કોયડાઓના ઉકેલ માટે જે સંશોધનો થાય તેને ક્રિયાત્મક સંશોધન કહી શકાય."

 

ક્રિયાત્મક સંશોધન એ શિક્ષક માટે એવું હાથવગું સાધન છે કે જેનું કાર્ય સૈદ્ધાંતિક અને પ્રાયોગિક શિક્ષણ કાર્ય વચ્ચેની ખાઈને પુરવાનું કે તે બંને વચ્ચેના અંતરને ઘટાડવાનું છે.

 

"ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષકને તેના શિક્ષણકાર્યમાં જે ચોક્કસ મુશ્કેલીઓ નડે, તે મુશ્કેલીના - તે સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક ઢબે વિચારવું ને કામ કરવું તે."


59. ક્રિયાત્મક સંશોધનનું મહત્વ જણાવો.

  • શિક્ષક માટે શાળાલક્ષી કે વર્ગલક્ષી વિવિધ સમસ્યાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શક્ય બને છે. 
  • ક્રિયાત્મક સંશોધનનો ગાળો ટૂંકો હોવાથી સમસ્યાનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ મળે છે. 
  • ક્રિયાત્મક સંશોધન દ્વારા શાળા પ્રણાલી અને શિક્ષણ પ્રણાલીને વધુ અસરકારક અને સફળ બનાવી શકાય છે. 
  • શૈક્ષણિક કાર્યક્રમોની ગુણવત્તા વધારવામાં અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઉપયોગી બની રહે છે. 
  • શાળાના જડ, પ્રણાલીગત અને યંત્રવત વાતાવરણમાં ગતિશીલતા અને પરિવર્તન લાવી શકાય છે.


60. ક્રિયાત્મક સંશોધનના સોપાનો જણાવો.

  1. પ્રસ્તાવના
  2. ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા
  3. ક્રિયાત્મક સંશોધનનાં હેતુઓ
  4. ક્રિયાત્મક સંશોધન માટેની સમસ્યા
  5. સમસ્યા ક્ષેત્ર
  6. પાયાની જરૂરી માહિતી
  7. સમસ્યાના સંભવિત કારણો
  8. અગ્રતાક્રમ મુજબ ક્રિયાત્મક ઉત્કલ્પનાની રચના
  9. પ્રયોગ કાર્યની રૂપરેખા અને અમલીકરણ
  10. પ્રયોગ કાર્યનું મૂલ્યાંકન
  11. તારણ, પરિણામ અને અનુકાર્ય


61. ક્રિયાત્મક ઉત્કલ્પના એટલે શું ?

સમસ્યાના જે કારણો હકીકત છે તેને સુધારવા શિક્ષક ઉપાય વિચારે છે. જે તેને સમસ્યા ઉકેલ તરફ દોરી જાય છે. ‘જો હું આમ કરું તો .......... આવું થાય’ તેવી ધારણાઓ કરવામાં આવે છે. જેને ક્રિયાત્મક ઉત્કલ્પના કહે છે.


62. સંરચનાત્મક પરીક્ષણ માટેના આધુનિક સાધનની યાદી તૈયાર કરો.

  • શિક્ષક નિર્મિત કસોટી 
  • પ્રમાણિત કસોટી 
  • ઓળખયાદી 
  • પ્રસંગનોંધ 
  • ઓ.એમ.આર. (OMR) 
  • ક્રમ માપદંડ 
  • સિદ્ધિ કસોટી 
  • પ્રશ્નાવલિ 
  • મનોવૈજ્ઞાનિક કસોટી


63. શિક્ષક નિર્મિત કસોટી એટલે શું ?

કોઈ એક શાળાના એક વર્ગના વિદ્યાર્થીઓને જે ઉદ્દેશો અનુસાર કોઈ એક વિષય શીખવ્યો હોય તેનું મૂલ્યાંકન કરવા શિક્ષક જે કસોટી બનાવે તેને શિક્ષક નિર્મિત કસોટી કહેવામાં આવે છે. 

લેખિત પરીક્ષાઓ લેવા માટે શાળા - મહાશાળાઓમાં શિક્ષકો વિવિધ પ્રશ્નસ્વરૂપવાળી કસોટીઓ બનાવે છે જે શિક્ષક નિર્મિત કસોટી કહેવાય છે.


64. પ્રમાણિત કસોટી કોને કહેવાય ?

“ પ્રમાણિત કસોટી એ એક એવી કસોટી છે જેમાં કસોટીના પ્રશ્નોનાં નિશ્ચિત નમૂના હોય છે, ગુણાંકન કરવા માટેનાં ખાસ દિશાસૂચનો હોય છે અને માનાંકો કે ધોરણો સ્થાપિત કરવાના હેતુથી પ્રતિનિધિરૂપ જૂથોને તે આપવામાં આવે છે.’ 

“કોઈ સમષ્ટિના પ્રમાણિત નમૂનાની વ્યક્તિઓનાં વર્તન પાસાંનો અનાત્મલક્ષીપણે અભ્યાસ કરવાનું સાધન એ પ્રમાણિત કસોટી છે.”


65. ક્રમમાપદંડના પ્રકારો જણાવો.

  • સાંખ્યિક ક્રમમાપદંડ
  • આલેખિત ક્રમમાપદંડ
  • વર્ણનાત્મક ક્રમમાપદંડ


66. પરીક્ષણની વિવિધ પ્રયુક્તિઓની યાદી તૈયાર કરો.

  • અવલોકન કે નિરીક્ષણ 
  • મુલાકાત 
  • લેખિત સંકલન 
  • સર્વગ્રાહી પરીક્ષા 
  • કાર્યદેખાવ 
  • પ્રદર્શન 
  • સામુદાયિક સેવા કાર્ય 
  • મૌખિક પરીક્ષા 
  • વ્યક્તિ અભ્યાસ 
  • સામાજિકતામિતિ 
  • સ્વ- પરીક્ષણ 
  • સહાધ્યાયી પરીક્ષણ 
  • સમૂહ મૂલ્યાંકન 
  • ઓનલાઈન મૂલ્યાંકન
  • કાર્યશિબિર (Workshop)
  • જૂથ / સમૂહ ચર્ચા 
  • પુસ્તકાલય કાર્ય 
  • પ્રયોગશાળા કાર્ય 
  • સ્વાધ્યાય કાર્ય 
  • સેમિનાર 
  • ક્વિઝ 
  • માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી 
  • સ્ત્રોત નિર્માણ
  • પુસ્તક સમીક્ષા 
  • સમસ્યા ઉકેલ (Problem Solving Method) 
  • નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ (Supervised Study) 
  • બ્લેન્ડેડ લર્નિંગ (Online And Group Dynamics) 
  • માર્ગદર્શકનો અહેવાલ (Mentor's Report) 
  • શિક્ષકોની સમિતિ દ્વારા મૂલ્યાંકન 
  • મોબાઈલ દ્વારા મૂલ્યાંકન

Post a Comment

Please do not enter any spam link in the comment box.