- ઈ.સ.1939 માં વર્ધા મુકામે મારવાડી વિધાલય (હાલ નવભારત વિધાલય) ની રજત જયંતી પ્રસંગે તા. 22 23 ઓક્ટોબરે શ્રી મન્નારાયણજીએ ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ રાષ્ટ્રીય કેળવણીકારોનું એક સંમેલન યોજ્યું, આ સંમેલનમાં ગાંધીજીએ બુનિયાદી શિક્ષણનાં બીજ રોપ્યાં.
- 1904 માં આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના થઈ શિક્ષણના પ્રયોગો ત્યાં પણ ગાંધીજીએ કર્યાં.
સંકલ્પના :
- બુનિયાદી શિક્ષણ એટલે પાયાનું શિક્ષણ, તેના માટે અંગ્રેજી શબ્દ છે. Basic Education એટલે કે ખરી કેળવણી.
- તેમજ નઈ તાલીમ, પાયાની કેળવણી કે "વર્ધા શિક્ષણ યોજના" તરીકે પણ ઓળખવામાં આવે છે.
- Three H's - Hand (હાથ) Heart (હૃદય) Head (માથું) નું શિક્ષણ
ગાંધીજીના મંતવ્ય અનુસાર
- કેળવણી એટલે બાળકનાં શરીર, મન અને આત્માના જે ઉત્તમ અંશો છે તેને બહાર લાવી તેનો વિકાસ કરવો.
- ગાંધીજીના શબ્દો મુજબ : અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તેમ તેનો આરંભ પણ નથી. એ તો સ્ત્રી અને પુરુષને કેળવણી આપવાનાં અનેકમાંનું એક સાધન માત્ર છે. બુનિયાદી કેળવણીમાં અક્ષરજ્ઞાનને કેળવણી માનવામાં આવતું નથી.
- બુનિયાદી કેળવણી અનુસાર, કેળવણી ઉત્પાદક અને ઉપયોગી હોવી જોઈએ. - રાષ્ટ્રપિતા ગાંધીજી
- ગાંધીજીની વિચારધારા જીવનકેન્દ્રી અને અનુભવકેન્દ્રી હતી. માટે જ આ કેળવણીને સ્વાવલંબન માટેની કેળવણી પણ કહી શકીએ.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ :
- બાળવિકાસ બુનિયાદી શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત છે.
- બુનિયાદી શિક્ષણનો સામાજિક દૃષ્ટિકોણ સાર્વત્રિકીકરણનો સિદ્ધાંત સ્વીકારે છે. ઈ.સ. 1954 માં કોઠારી શિક્ષણપંચે "કાર્યાનુભવ" નો સ્વીકાર કરી સામાજિક જાગરુક્તાની જરૂરિયાત પર મહોર મારી છે.
બુનિયાદી શિક્ષણના સિદ્ધાંત
- સાત વર્ષનું મફ્ત અને ફરજિયાત શિક્ષણ
- માતૃભાષા દ્વારા શિક્ષણ
ઉદ્યોગ દ્વારા શિક્ષણ
ઉધોગ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત બુનિયાદી શિક્ષણનો પાયાનો સિદ્ધાંત છે. ગાંધીજીએ સૂચવેલ ઉઘોગોની યાદી :
1) રૂ, ઊન અને રેશમની બધી ક્રિયાઓ
2) ભરત, સીવણ
3) કાગળની બનાવટ
4) ચોપડીઓ બાંધવી
5) સુથારી કામ
6) રમકડાં બનાવવાં
7) ગોળ બનાવવો
8) દંતમંજન બનાવવું
સમવાયી શિક્ષણ :
ઉધોગની વાત કરીએ એટલે સમવાચી વાત કરવી ઘટે, કારણ ઉદ્યોગકેન્દ્રી સમવાયી શિક્ષણ એ બુનિયાદી શિક્ષણનું હાર્દ છે.
સ્વાવલંબનનું શિક્ષણ :
મેકોલે શિક્ષણ પદ્ધતિનો ઇતિહાસ
- ઈ.સ. 1600 માં ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓએ ભેગા થઈને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી
- ઈ.સ. 1894 માં લોર્ડ મેકોલે ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદા સભ્ય બની ભારત આવ્યા.
- ઈ.સ. 1835 માં તેમણે પોતાનું વિવરણપત્ર ગવર્નર જનરલની કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યું.
| બુનિયાદી શિક્ષણ | મેકોલે શિક્ષણ |
|---|---|
| ભારતીય સંસ્કૃતિના આધારે રચના થઈ હતી. | અંગ્રેજી સંસ્કૃતિના સમર્થકો ઊભા કરવાના હેતુથી થઈ હતી. |
| બુનિયાદી શિક્ષણના પ્રણેતા ગાંધીજી હતા. | મેકોલે ઉપરાંત મિશનરી સંસ્થાઓ ગવર્નર કાઉન્સિલના સભ્યોના આધારે હતું |
| બુનિયાદી શિક્ષણનું માધ્યમ માતૃભાષા છે. | પાશ્ચાત્ય ભાષાનો સ્વીકાર અને માતૃભાષાની અવગણના કરી. |
| માનવબાળના સર્વાંગી વિકાસને ધ્યાન પર રાખેલ. | માત્ર અંગ્રેજી વલણવાળા ‘બાબુ’ વર્ગને પેદા કરવાની વિચારધારા |
| સમાજના બધા વર્ગ માટે હતું. | માત્ર ઉચ્ચ વર્ગ માટે હતું. |
| જીવનલક્ષી બાબતોને વધુ મહત્ત્વ આપે. | આર્થિક ઉપાર્જન બાબતોને સ્પર્શે. |
| બુનિયાદી શિક્ષણ બાદ વિધાર્થી શ્રમ કરતો થાય છે, સ્વાવલંબી બને છે. | મેકોલે શિક્ષણ બાદ વિદ્યાર્થીને શ્રમ પ્રત્યે સૂગ જન્મે છે. પરાવલંબી બને છે. |