પત્રકોના પ્રકાર :
(1) લાઇવ સ્ટોક : ( વિદ્યાર્થી, શિક્ષક વગેરે જીવંત સાથે સંબંધિત)
(2) ડેડસ્ટોક : (નક્શા, ચાર્ટ, રમત, પ્રયોગશાળા, ઉદ્યોગ, ફર્નિચર, ઘગેરે મૃત બાબતોનો લગતાં)
(1) જનરલ રજિસ્ટર :
→ દાખલા માટે પ્રમાણભૂત
→ શાળાના કાયમી રેકોર્ડ માટે
(2) હાજરીપત્રક :
→ વિધાર્થીનું હાજરીપત્રક
→ શિક્ષકોનું હાજરીપત્રક
મહત્વ :
→ નિયમિતતા જાણી શકાય.
→ શિક્ષકોનું પ્રમાણ
→ હાજરીની અનિવાર્યતા
→ અનુદાન માટે
→ વિધાર્થીઓની હાજરી પર અંકુશ
(3) પરિણામપત્રકની અગત્ય :
→ વિદ્યાર્થીની નિપુણતા જાણી શકાય.
→ દરેકની ક્રમિક પ્રગતિ જોઈ શકાય.
→ મૂલ્યાંકનનો માપદંડ
→ વિદ્યાર્થીઓની વિષયવાર કક્ષા જાણી શકાય.
(4) સેવાપોથી :
- જે-તે શિક્ષકની પ્રતિવર્ષની કામગીરી જાણી શકાય.
- પ્રતિવર્ષ શિક્ષકોને જે ઈજાફો મળે તેનો સેવાપોથી સાથે સંબંધ છે.
➻ વિવિધ પત્રકો
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમની જોગવાઈ અનુસાર શાળાંત પ્રમાણપત્ર જીસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેને સમજીએ :
⧪ પત્રક A (રચનાત્મક મૂલ્યાંકન)ની સમજ :
- ધોરણ ૩ થી 8માં ધોરણવાર, વિષયવાર અને સત્રવાર અલગ અલગ પત્રકો ભરવાના હોય છે.
- જે વિષયમાં 20 કરતાં વધારે અધ્યયન ઉપલબ્ધિઓ હોય ત્યાં પ્રતિનિધિરૂપ પસંદ થયેલા 20 અધ્યયન ઉપલબ્ધિઓના માત્ર ક્રમાંક્ત પત્રમાં દર્શાવવા.
⧪ પત્રક B (વ્યક્તિગત વિકાસપત્રક)ની સમજ :
- વિદ્યાર્થીઓનાં રસનાં ક્ષેત્રો, વ્યક્તિગત તેમજ સામાજિક ગુણી, મૂલ્યો, શારીરિક કૌશલ્યો વગેરે બાબતોના મૂલ્યાંકન માટે વ્યક્તિગત વિકાસપત્રક B શિક્ષકે ભરવાનું હોય છે.
- આ પત્રકમાં કુલ 4 ક્ષેત્રોમાં કુલ 40 વિધાનોને આધારે શિક્ષકે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહે છે.
⧪ પત્રક C (પરિણામપત્રક)ની સમજ :
- આ પત્રકની માહિતી સત્રાંતે ભરવાની રહે છે. સત્ર દરમિયાન વિદ્યાર્થીના ક્રમિક વિકાસ અને કૌશલ્યના વિકાસના વિષય આધારિત મૂલ્યાંકન માટે મહત્ત્વનું છે. અભ્યાસિક અને સહ અભ્યાસિક વિષયમાં સિદ્ધિ નક્કી કરી શકાય છે.
- 3 થી 8ના જુદા જુદા વિષયો તેમજ મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીએ મેળવેલ ગુણને આધારે રોડ અપાય છે.
⧪ પત્રક D (ધોરણ-1 અને 2નું મૂલ્યાંકન) પત્રકની સમજ :
- આ પત્રક ધોરણ-1 અને 2ના વિધાર્થીઓના મૂલ્યાંકન માટેનું છે.
- વિદ્યાર્થીના વિષય આધારિત મૂલ્યાંકન, પ્રવૃત્તિઓને આધારે કરી શકાય છે.
⧪ પત્રક E (સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિપત્રક) :
- વિદ્યાર્થીના સંગૃહીત પ્રગતિની નોંધ માટે તૈયાર કરવામાં આવેલ છે. વિદ્યાર્થી ધોરણ-1થી પ્રવેશ મેળવી ક્રમશઃ ધોરણ 8 અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે છે.
- આ ગાળા દરમિયાન તેના વ્યક્તિત્વમાં, વિષય આધારિત જ્ઞાનમાં, સામાજિક અનુકૂલનમાં, સર્વાંગી વિકાસમાં અને શારીરિક વિકાસમાં બદલાવ આવતો રહે છે.
- આ દરેક બદલાવની નોંધ પ્રાથમિક શિક્ષણ દરમિયાન પત્રક E માં કરવાની રહે છે.
- આ પત્રકને આધારે શિક્ષકને ક્યાં વર્ગના વિધાર્થીનો વિકાસ ક્રમ કેવો છે, જ્ઞાન કેવું છે, તેની જાણકારી મળે છે. તેના આધારે આગળના વર્ગ માટે આયોજન કરી શકાય છે.
⧪ પત્રક F (ધોરણ 3 થી 8નું પ્રગતિપત્રક) સમજ :
- વિદ્યાર્થીઓની શૈક્ષરિક અને સહરીસહિક વિષયોમાં થયેલી પ્રગતિની વિગતો આ પત્રમાં નોંધવાની હોય છે.
- આ પ્રક્રિયા માટે શિક્ષકે નિયત નમૂનાના ધોરણ 3 થી 8ના પ્રગતિપત્રકનો ઉપયોગ કરવાનો હોય છે.
➽ શાળાંત પ્રમાણપત્ર :
- પ્રારંભિક શિક્ષણની પૂર્ણતા પ્રમાણપત્ર પ્રારંભિક શિક્ષણ પૂરું થયાના એક મહિનાની અંદર શાળા/તાલુકા/જિલ્લા કક્ષાએ આપવું જોઈએ.
- વિધાર્થી ધોરણ-૪ સુધીનું શિક્ષણ પૂર્ણ કરે ત્યારે
⧪ કામકાજનો સમય :
ધોરણ : 1 થી 5 કામકાજના (200) દિવસ (1 વર્ષ) શૈક્ષણિક કામીગીરી કરવાની 800 ક્લાક (1 વર્ષ)
ધોરણ : 6 થી 8 કામકાજના 220 દિવસ (1 વર્ષ) શૈક્ષણિક કામગીરી કરવાની 1000 કલાક (1 વર્ષ)
ધોરણ : 1થી 5માં દરરોજ 4 (ચાર) કલાક 6 થી 8માં દરરોજ (પાંચ) ક્લાક વર્ગકાર્ય કરવાનું રહેશે.