- ડો. લક્ષ્મણ સ્વામી ( લંકાસ્વામી) મુદ્લિયારની અધ્યક્ષતામાં 23, સપ્ટેમ્બર 1952માં પંચની સ્થાપના કરવામાં આવી.
- અભ્યાસક્રમમાં વૈવિધ્ય લાવવું, ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવાની ભલામણ કરી.
- પંચે નોંધ્યું કે તત્કાલીન અભ્યાસક્રમ અને અધ્યાપન પરીક્ષાકેન્દ્રી બની ગયું છે. જેના કારણે વિધાર્થીની રસરુચિ, મૌલિકતા અને ક્ષમતાઓ પર વિઘાતક અસર પડે છે.
મુખ્ય ભલામણો :
- હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ અપનાવવી. સ્કૂલોએ વિદ્યાર્થીની પ્રગતિનો રેકોર્ડ રાખવો અને સર્વાંગી પ્રગતિ પર ભાર મૂકવો.
- સંખ્યાત્મક ગુણ (માર્કસ) આપવાના બદલે સાંકેતિક અંકન (ગ્રેડ) પદ્ધતિને અનુસરવું.
- એક જાહેર પરીક્ષા લેવી જેનાં અંતિમ પરિમાણ આપતી વખતે શાળા દ્વારા લેવામાં આવેલી કસોટીઓ, સ્કૂલ રેકોર્ડ અને જાહેર પરીક્ષાના પરિણામના આધારે પ્રમાણપત્ર આપવું.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ એક કેન્દ્રીય અભ્યાસક્રમ હોવો જોઈએ. ભાષા, સામાજિકવિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, શારીરિક શિક્ષણ જેવા મૂળભૂત વિષયોનો કેન્દ્રીય વિષયોમાં સમાવેશ કરવો જોઈએ. આ સૂચન મુજબ પ્રાદેશિક સરકારોએ ટેકનિકલ, વાણિજ્ય (કોમર્સ) અને કૃષિ હાઈસ્કૂલને વધારે અનુદાન આપવાનું શરૂ કર્યું.
- માધ્યમિક સ્તર પર વ્યાવસાયિક અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી.
- માધ્યમિક સ્તરે ભારતીય ભાષાઓને શિક્ષણના માધ્યમરૂપે સ્વીકારવામાં આવી, જો કે વિશ્વવિધાલય સ્તર પર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અનિવાર્યપણે રહ્યું.
- 1952-53માં નિમાયેલા માધ્યમિક શિક્ષણ પંચે શિક્ષણના નીચેના ઉદ્દેશો (Goals) નક્કી કર્યા હતા.
- લોકશાહી નાગરિકતાનો વિકાસ
- જીવન જીવવાની કળા માટે શિક્ષણ
- સાચી દેશભક્તિની ભાવનાનો વિકાસ
- વ્યાવસાયિક ક્ષમતાનો વિકાસ
- વ્યક્તિત્વનો વિકાસ
- નેતૃત્વ માટેની કેળવણી