ધોરણ 6 થી 12 ગુજરાતી પાઠ્યપુસ્તક મુજબના રૂઢિપ્રયોગો ની યાદી...
અહીં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધોરણ 6 થી 12 ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ મુજબ આપેલ રૂઢિપ્રયોગો આપવામાં આવેલ છે, જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા, TAT મુખ્ય પરીક્ષા તેમજ અન્ય પરીક્ષાઓમાં ઉપયોગી થઈ શકે તે હેતુથી મૂકવામાં આવેલ છે.
| રૂઢિપ્રયોગ | રૂઢિપ્રયોગનો અર્થ |
|---|---|
| મોંમાંથી પાણી છૂટવું | ખાવાની ઇચ્છા થવી, મોંમાં લાળ છૂટવી |
| ઘાણ નીકળી જવો | ભયંકર સંહાર થઈ જવો; પાયમાલી થઈ જવી |
| હસવામાંથી ખસવું થવું | મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું |
| અભિમાન ઓગળી જવું | ગર્વ જતો રહેવો |
| ગેલમાં આવી જવું | આનંદમાં આવી જવું |
| ભભૂકી ઊઠવું | સળગી ઊઠવું |
| અધ્ધરપધ્ધર વાતો કરવી | ઉડાઉ જવાબ આપવો |
| ઊભી પૂંછડીએ ભાગવું | જીવ લઈને ભાગવું |
| લહે લાગવી | લગની લાગવી |
| આંખ ઊઘડવી | બરાબર સમજવું |
| ભીખના હાંડલાં ફરવાં | અત્યંત નિર્ધન હોવું |
| ઉચાળા ભરવા | ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું |
| પગરણ માંડવાં | શરૂઆત કરવી |
| બે પાંદડે થવું | સુખી-સંપન્ન થવું |
| નેવાનાં પાણીએ હાથ ધોવા | કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો |
| મનમાં ગાંઠ વાળવી | નક્કી કરવું |
| ડાંડાઈ કરવી | કામચોરી કરવી, આળસ કરવી |
| વહાણાં વાઈ જવાં | સમય જતો રહેવો |
| લાગમાં આવવું | તક મળવી, બરાબર કબજામાં આવવું |
| તેડું મોકલવું | નોતરું મોકલવું, બોલાવવું |
| ભોં ખોતરવા માંડવું | નીચું જોઈને ઊભા રહી જવું |
| અક્કલનું તાળું ઊઘડવું | બુદ્ધિ આવવી |
| મૌન સેવવું | મૂંગું રહેવું, ચૂપ રહેવું |
| આંખોમાં આંખો પરોવવી | એકબીજાની સામે એકધારું જોવું |
| રોમ રોમ સળગી ઊઠવું | ખૂબ ગુસ્સે થવું |
| પૂળો મૂકવો | સળગાવી મૂકવું, નાશ કરવો |
| હૈયું ભારે થવું | દુઃખનો અનુભવ કરવો |
| મોઢું પડી જવું | ઉદાસ થઈ જવું |
| જીવ બાળવો | ચિંતા કરવી |
| વહારે ધાવું | મદદ કરવી |
| અથથી ઇતિ સુધી | પહેલેથી છેલ્લે |
| પગે પાંખો આવવી | ઉત્સાહમાં આવી જવું |
| રચ્યાપચ્યા રહેવું | (કામમાં) મશગૂલ રહેવું |
| ઓસરી ગયો | ઘટી ગયો, ઓછો થઈ ગયો |
| કાળા પાણીની સજા | મુશ્કેલીરૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું તે |
| દમ નીકળી જવો | થાકી જવું |
| હાથ બંધાઈ જવો | કંજૂસી કરવી |
| કડવો ઘૂંટડો ગળવો | મન મનાવી લેવું |
| આશરો લેવો | આશ્રય કે આધાર તળે જવું |
| સમજણ પાકી હોવી | પૂરતી જાણકારી હોવી |
| કાળજી રાખવી | ચીવટ રાખવી, ચિંતા કરવી, દરકાર રાખવી |
| પડકાર ઝીલવો | કામ પાર પાડવાનું સ્વીકારી લેવું |
| ઊડીને આંખે વળગવું | જોઈને આંખ ઠરવી |
| ભાળ મેળવવી | તપાસ કરવી |
| ઝોલે ચઢવું | ઊંઘ આવવી |
| ઉત્સાહનો પાર ન રહેવો | અતિશય આનંદિત થવું |
| ફેરો ફોગટ જવો | કામમાં નિષ્ફળ રહેવું |
| બોલબાલા હોવી | ચલણ કે ચડતી કળા હોવી તે, ફતેહ |
| ગુંજતું થવું | નામના થવી, પ્રસિદ્ધિ મળવી |
| ડંકો વગાડવો | છાપ બેસાડવી |
| ઘેલું લગાડવું | ધૂન લગાડવી |
| વિક્રમ સર્જવો | ઊંચી સિદ્ધિ મેળવવી |
| પરિશ્રમ રેડવો | ખૂબ મહેનત કરવી |
| સ્તબ્ધ થઈ જવું | નવાઈ પામવું, આશ્ચર્ય પામવું |
| આકાશ આંબવું | સિદ્ધિ મેળવવી |
| જીવંત મૂર્તિ બની રહેવું | આદર, માન મેળવવાં |
| અમર થઈ જવું | કાયમી યાદ રહેવું |
| પ્રેરણાનું ઝરણું બની રહેવું | સલાહકાર કે માર્ગદર્શક બનવું |
| જીવમાં જીવ આવવો | શાંતિ થવી, ઉચાટ દૂર થવો |
| રાજીના રેડ થઈ જવું | બહુ જ ખુશ થઈ જવું |
| તડાકા મારવા | ગપસપ કરવી, ડિંગો મારવી |
| ટાપસી પૂરવી | ચાલતી વાતમાં હાજિયો પૂરવો |
| વાતવાતમાં વાંકું પડવું | માઠું લાગવું |
| દગો દેવો | વિશ્વાસઘાત કરવો, છળકપટ કરવું |
| ફિલ્મ ઉતારવી | ફજેતી થવી |
| બાપડું થઈ જવું | ગરીબડું કે રાંક થઈ જવું |
| વટ પાડવો | રોફ જમાવવો |
| ભરી પીવું | ન ગાંઠવું, ન ગણવું |
| ઠંડે કલેજે | કોઈ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર, નિરાંતે |
| આનાકાની કરવી | હા ના કરવી |
| આંખો પહોળી થઈ જવી | આશ્ચર્ય થવું |
| મોંમાં પાણી આવી જવું | ખાવાની તીવ્ર ઇચ્છા થવી |
| વાજતે ગાજતે માંડવે આવવું | જાહેર રીતે બહાર આવવું |
| અડવું લાગવું | સારું ન લાગવું, રુચિ બહાર લાગવું |
| રોટલો રળવો | આજીવિકા મેળવવી |
| પેટિયું રળવું | જીવનનિર્વાહ માટે કમાવું |
| ગાણું ગાવું | એકની એક વાત વારંવાર કહેવી |
| સૂર પુરાવવો | (ચાલતી વાતને) ટેકો આપવો |
| બાધાં મારવાં | આમતેમ ફાંફાં મારવાં |
| રાતાપીળા થઈ જવું | ઉશ્કેરાઇ જવું |
| મોં ચડાવવું | રિસાઈ જવું |
| સુખના દિવસો જોવા | જીવનમાં સુખશાંતિ આવવી |
| વરતાઈ જવું | ઓળખાઈ જવું |
| ઢગલો થઈ જવું | ખૂબ થાકી જવું |
| મન મોળું પડી જવું | ઈચ્છા ઓગળી જવી |
| જીવ બળવો | ચિંતા થવી |
| હિંમત હારી જવું | નાસીપાસ થઈ જવું |
| હૈયારી આપવી | સાંત્વના આપવી, સધિયારો કે સહારો આપવો |
| પાણાય નહિ પડવા | કોઈ બીમારી ન હોવી |
| કંઠ રૂંધાઈ જવો | દુઃખને કારણે હૈયું ભરાઈ જવું |
| કાનમાં મધ રેડાવું | કાનને ગમે તેવું સાંભળવું |
| જીભ ન ઊપડવી | બોલવાની હિંમત ના હોવી |
| હૃદય સાથે ચાંપવું | પ્રેમથી ભેટવું, આલિંગન આપવું |
| તેડી લાવવું | બોલાવી લાવવું |
| હરખપદૂડા થઈ જવું | આનંદથી ગાંડાઘેલા થઈ જવું |
| સમસમી જવું | ધૂંધવાઈ જવું |
| હૈયું ભરાઈ આવવું | દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું |
| વહારે ધાવું | સહાય કરવા આગળ વધવું |
| ગોઠી જવું | ફાવટ આવવી |
| હૈયું કકળી ઊઠવું | હૃદયમાં દુઃખ થવું |
| હૈયે ટાઢક વળવી | શાંતિ થવી, રાહત થવી |
| પણારે પડવું | માથેફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા |
| છાતીએથી અળગો કરવો | દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો |
| કુળને ઉજાળવું | કુળને શોભાવવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું |
| આયુધારા વહેવી | જીવતા રહેવું |
| ડિંગ થઈ જવું | આશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું |
| ગળે ડૂમો બાઝી જવો | ગળગળા થઈ જવું |
| આભાં બની જવું | દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જવું |
| રૂંવાડાં ઊભાં કરી દેવાં | રોમાંચિત થઈ જવું |
| વાતોનાં ગાડાં ભરવા | અતિશય વાતો કરવી |
| ધરમનો થાંભલો ખરી પડવો | કોઈ જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું |
| નવાં પગરણ માંડવાં | નવી શરૂઆત કરવી |
| આગને ઠારી શકે | વિઘ્નોને શાંત કરવાં, પાર કરવાં |
| તાળી લાગવી | એકતાન થવું |
| ભારે હૃદયે | દુઃખી હૃદયે |
| આંખ ભીની થવી | લાગણીસભર થવું |
| મોંમાં થી-સાકર | સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી |
| માથું ધુણાવવું | માથું હલાવી 'હા' કે 'ના'નો ઇશારો કરવો |
| નામ ને રૂપ મિથ્યા કરવું | નિર્મોહી થઈને જીવવું |
| તુરિયાનો તાર જાગી ઊઠવો | સમજણશક્તિનો ઉદય થવો |
| આઠે પો'ર આનંદ | હંમેશાં પ્રસન્ન રહેવું |
| હૃદય છલકાઈ જવું | આનંદિત થઈ ઊઠવું |
| શિખરો સર કરવાં | સફળતા પ્રાપ્ત કરવી |
| ધ્વજ ફરકાવવો | વિજય મેળવવો |
| માથે હાથ ફેરવવો | આશિષ આપવા, કાળજી લેવી |
| હાથ દેવો | સહારો આપવો, હૂંફ આપવી |
| સૂગ હોવી | ચિતરી ચડવી |
| મનના મેલા હોવું | ખરાબ દાનતના હોવું |
| આચરણમાં મૂકવું | પાલન કરવું, અમલમાં મૂકવું |
| કદર કરવી | લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો |
| ફાંફાં મારવાં | વ્યર્થ પ્રયત્ન કરવો |
| ઘી કેળાં હોવાં | પૈસાદાર હોવું, માલામાલ હોવું |
| અરેરાટી અનુભવવી | ત્રાસી જવું, દુઃખ અનુભવવું |
| આર્થિક સંકડામણ હોવી | આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિ હોવી |
| નવ નેજાં પડવાં | ખૂબ તકલીફ પડવી |
| હૃદય દ્રવી ઊઠવું | ખૂબ જ દુઃખી થવું |
| સત્તર પંચા પંચાણું | અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત |
| ચાલતા થવું | મૃત્યુ પામવું |
| પગ જડાઈ જવા | સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું |
| આંખો ભીની થવી | લાગણીશીલ થઈ જવું |
| દાઝ ચઢવી | ગુસ્સો આવવો |
| થાકીને લોથ થઈ જવું | અતિશય થાકી જવું |
| કંઠે પ્રાણ આવવા | ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું |
| હાંજા ગગડી જવાં | ખૂબ ગભરાઈ જવું |
| ઘોડા ઘડવા | આયોજન કરવું, વિચારવું |
| સોંસરવું નીકળવું | મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું |
| આંખો ફાટી જવી | આશ્ચર્યચકિત થઈ જવું |
| પેટ દેવું | મનની વાત કહેવી |
| હડી કાઢવી | દોટ મૂકવી |
| એકના બે ન થવું | વાત પર મક્કમ રહેવું |
| બે ઘોડે વાટ જોવી | ખૂબ આતુરતાથી રાહ જોવી |
| જીવતરનાં દાન દેવાં | કુરબાન થઈ જવું |
| મોળું ઓહાણ આપવું | માણસ નાહિંમત બને, ઢીલો પડે એવું કહેવું |
| અર્ધાઅર્ધા થવું | ચિંતાતુર થવું |
| એકના બે ન થવું | મક્કમ રહેવું |
| ખાટુંમોળું થવું | બગડી જવું |
| નસેનસમાં ઊતરી જવું | જીવનમાં વણાઈ જવું |
| મગજ ચસકી જવું | ગાંડા થઈ જવું, મગજ ઠેકાણે ન રહેવું |
| કર્યાં ભોગવવાં | કરેલાં કર્મોનું ફળ ભોગવવું |
| પુરાણ નીકળવું | એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી |
| તપી જવું | ગુસ્સે થવું |
| આંખ ફાટી જવી | અવાચક બની જોઈ રહેવું |
| આકુળવ્યાકુળ થવું | ખૂબ ગભરાઈ જવું |
| મન ભ્રમમાં પડવું | વહેમ કે શંકા થવી |
| બાર વગાડી દેવા | સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું |
| ગમ પડવી | સૂઝ-સમજ પડવી |
| વળતાં પાણી થવા | (અહીં) રોગનું જોર ઓછું થવું |
| વાત પકડાઈ જવી | સત્યનો ખ્યાલ આવી જવો |
| પોબારા ગણી જવું | નાસી જવું |
| પાશેરામાં પહેલી પૂણી | તદ્દન શરૂઆત |
| નમતું મૂકવું | જતું કરવું |
| ચાર હાથવાળું થવું | (અહીં) લગન થવું |
| વાત ઉડાવી દેવી | નિરાંત કે શાંતિ થવી |
| ડઘાઈ જવું | ગભરાટથી સ્તબ્ધ થઈ જવું |
| વગે કરવું | વ્યવસ્થિત કરવું |
| સનસનાટી તૂટી પડવી | આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી |
| શ્રાવણભાદરવો વહેવો | ચોધાર આંસુ વહેવાં |
| મનોરથ મનમાં રહી જવો | મનની ધારણા-મુરાદ પૂરી ન થવી |
| રોમાંચ અનુભવવો | (લાગણીથી) શરીર ઉપરનાં રૂવાં ઊભા થયાની અનુભૂતિ થવી |
| ગળોગળ આવી જવું | ધરાઈ જવું, કંટાળી જવું |
| પ્રાણ નિચોવવા | ખૂબ પરિશ્રમ કરવો |
| ચાલ ચાલવી | યુક્તિ પ્રમાણે અમલ કરવો |
| ભાજીમૂળા માનવા | વાતને સરળ જાણવી |
| જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવાં | જીવવાની આશા ન હોવી |
| ધનોત-પનોત નીકળી જવું | સર્વસ્વ નાશ પામવું |
| મનમાં ને મનમાં સમસમી રહેવું | અપ્રગટ રીતે રોષ કરવો, ગુસ્સાને મનમાં જ દાબી દેવો |
| જીવ તાળવે ચડી જવો | જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું, ભારે ઉચાટ થવો |
| કાગને ડોળે રાહ જોવી | ખૂબ આતુરતાથી રાહ જોવી |
| મોઢાં ચડી જવાં | રિસાઈ જવું |
| ઝળઝળિયાં આવવાં (-વી જવાં) | આંખમાં આંસુ આવી જવાં, ભાવવશ થઈ રડવું આવવું |
| હાથ પકડવો | લગ્ન કરવું |
| હૃદયનો કૂચો કરી નાખવો | લાગણીઓ કચડી નાખવી |
| છેલ્લે પાટલે બેસવું | આત્યંતિક નિર્ણય લેવો |
| દોમ દોમ સાહ્યબી હોવી | અતિશય સાધન-સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ જ સધ્ધર હોવી |
| હાથફેરો કરવો | ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી |
| ખાતર પાડવું | ચોરી કરવી |
| સોપો પડી જવો | શાંતિ છવાઈ જવી |
| છોભીલું પડવું | શરમ, સંકોચ થવો |
| હવાઈ કિલ્લા બાંધવા | મોટી-મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી |
| જાગ્યા ત્યાંથી સવાર | નવેસરથી પ્રારંભ |
| ગઈ ગુજરી ભૂલી જવી | ભૂતકાળ ભૂલી જવો |
| લોહી ઊકળી ઊઠવું | ગુસ્સે થવું |
| પગ મણમણના થઈ જવા | મન ખિન્ન થઈ જવું |
| ભાંજગડ ચાલવી | મનોમંથન અનુભવવું |
| થોથવાઈ જવું | ભાવાવેશમાં બોલી ન શકવું |
| ગળગળા થઈ જવું | રડમસ થઈ જવું |
| હાથ-વાટકો થવું | નાના-મોટા કામમાં ઉપયોગી થવું |
| વંઠી જવું | હાથથી જવું, બગડી જવું |
| લાંઠી કરવી | મજાક કરવી |
| માથું ફોડીને લોહી કાઢવું | સખત મહેનત કરવી |
| ભરખી જવું | ખાઈ જવું |
| ઘોડા ગંઠયા કરવું | મનોમંથન કરવું, કલ્પના કરવી |
| ચણચણાટી થવી | તાલાવેલી થવી |
| આભ ફાટવું | ખૂબ દુઃખ પડવું |
| બોર બોર આંસુ ટપકવાં | ચોધાર આંસુએ રડવું |
| પડખું સેવવું | સહેવાસ કરવો |
| દેન હોવી | હિમ્મત હોવી |
| ખરખરો કરવો | શોક વ્યક્ત કરવો |
| ગળચવાં ગળવાં | બોલતાં અચકાવું |
| કળી જવું | જાણી જવું |
| મહરે ચડવું | સામસામે સ્પર્ધામાં ઊતરવું |
6 થી 12 પાઠ્યપુસ્તક મુજબના શબ્દસમૂહ માટે એક શબ્દ: Click here