ધોરણ 6 થી 12 ગુજરાતી પાઠ્યપુસ્તક મુજબના શબ્દસમૂહ માટે એક શબ્દની યાદી...
અહીં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધોરણ 6 થી 12 ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ મુજબ આપેલ શબ્દસમૂહ માટે એક શબ્દ આપવામાં આવેલ છે, જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા, TAT મુખ્ય પરીક્ષા તેમજ અન્ય પરીક્ષાઓમાં ઉપયોગી થઈ શકે તે હેતુથી મૂકવામાં આવેલ છે.
| શબ્દ સમુહ | શબ્દ |
|---|---|
| રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું | આગિયા |
| ઢોલ જેવું વાદ્ય | પડઘમ |
| વાદળાંની ગર્જના અને વીજળી | ગાજવીજ |
| રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું | તમરું |
| દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી | ભૂશિર |
| જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ | દ્વીપકલ્પ |
| ચોમાસામાં થતું એક જીવડું | ઇંદ્રગોપ |
| બે મોટા સમુદ્રને જોડનારી ખાડી | સામુદ્રધુની |
| કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય | સરઘસ |
| તકરારનો નિવેડો લાવવા નીમેલી પાંચ કે વધુ માણસોની મંડળી | પંચાત |
| ગિરિને ધારણ કરનાર | ગિરિધર |
| હાથ પરની રોકડ રકમ | સિલક |
| ઝટ ન ઉકલી શકે એવો પ્રશ્ન | કોયડો |
| મૃત્યુની જાણ કરતો પત્ર | કાળોત્રી |
| મરણ પછી બારમા દિવસે થતો વિધિ | કારજ |
| પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું | સઢ |
| થાંભલાના જેવું ઊંચું ચણતર | મિનારા |
| પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ | ઝંઝા |
| જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ | ત્રિભેટો |
| હરાવી ન શકાય તેવું | અપરાજેય |
| જેનો ઇલાજ ન હોય તેવું | અસાધ્ય |
| શરીર ઉપરની વાઢકાપની ક્રિયા કરવી | નસ્તર |
| પાંપણના મૂળ આગળ થતી ફોલ્લી | આંજણી |
| કદી નિષ્ફળ ન જાય તેવું | રામબાણ |
| એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું | શેતરંજી |
| મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તાપાણી કે જમણ સાથે થતી ઉજવણી, વનભોજન, મિજબાની | ઉજાણી |
| ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું | ઈમારતી |
| લાકડાની વખાર | લાટી |
| નીચે ગોળ ચકતીમાં ઊભા સળિયાની દાંડીવાળુ કાંતવાનું એક સાધન | તકલી |
| તરતનું જ દોહેલું દૂધ | શેડકઢું |
| ઇચ્છા અનુસાર દૂધ આપનારી ગાય | કામધેનુ |
| બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો | ઉબેલ |
| પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિસ કરવી | ખરેરો કરવો |
| ઘી-ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ | કુલેર |
| મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર | ગર્ભદ્વાર |
| પ્રવેશ માટેનું દ્વાર | પ્રવેશદ્વાર |
| સાધુનો આશ્રમ | મઠ |
| કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર | સ્મૃતિમંદિર |
| મરણ પછીનું | મરણોત્તર |
| વીરની ગાથા | વીરગાથા |
| પગલાંની છાપ | પદચિહ્ન |
| રહેવા માટેનું સ્થાન | નિવાસસ્થાન |
| તપસ્યાનું સ્થળ | તપસ્યાસ્થળ |
| જિંદગીનું વૃત્તાંત | જીવનચરિત્ર |
| નવ રાત્રિઓનો સમૂહ | નવરાત્રી |
| સંસ્કૃતિને લગતું | સાંસ્કૃતિક |
| ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ | પરંપરા |
| જુદા જુદા દેશમાં ફરવું તે | દેશાટન |
| ઉત્તમ ઉક્તિ કે કથન | સૂક્તિ |
| જમવા માટે થાળીમાં મૂકવું | પીરસવું |
| ખળું કરવાની જગા | ખળાવાડ |
| રોમાંચ પમાડે તેવું | રોમાંચક |
| જમીન ઉપર સૂવું તે | ભૂમિશયન |
| ગણનામાં ન લેવા જેવું | નગણ્ય |
| સમાન વય ધરાવતું | સમવયસ્યક |
| લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય | લોહચુંબક |
| સાધારણ નહીં તેવું | અસાધારણ |
| જેનું મૂલ્ય રૂપિયાના સોળમા ભાગ જેવું છે તે | આનો |
| હઠપૂર્વકનો આગ્રહ | અઠાગ્રહ |
| છાબડાં ઘાટનું લોઢાનું એક પાત્ર | તગારું |
| જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું | ઘરગથ્થું |
| બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ | ઝરૂખો |
| મંજૂરી માટે રજૂ થતી સૂચના, પ્રસ્તાવ | દરખાસ્ત |
| પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે | આણું |
| એક કાનથી બીજા કાને એમ ફરવું | કર્ણોપકર્ણ |
| વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું | બાંધણી |
| જોરથી ફૂંકાતા પવનનો અવાજ | સમસમ |
| થોડા દિવસ પછી પાછું આપવાની શરતે લીધેલું | ઉછીનું |
| વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો | વ્યક્તિત્વ |
| બે-પાંચ પાનાંનું પતાકડું | ચોપાનિયું |
| કારેલાં પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર | કારેલાંલટ્ટુ |
| ચક્ર સંવતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ | ગુડી પડવો |
| પ્રવાહી પદાર્થ ચૂસતાં થતો અવાજ | સબડકો |
| ઊલટી થવાનો ઉછાળો | ઊબકો |
| સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી | પાળિયો |
| સૂર્યના વંશમાં જન્મેલું | સૂર્યવંશી |
| આવી પડેલું; વગર નોતરે આવેલું; અતિથિ | આગંતુક |
| જીર્ણ; છેક જૂનું; ઘસાઈ કે ખવાઈ ગયેલું | જીરણ |
| ઘરની બાજુની દીવાલ | કરો |
| રક્ષિત નહિ એવું | અરક્ષિત |
| વ્યવહારની બાબતોમાં કુશળ; વ્યવહારદક્ષ | વ્યવહાર કુશળ |
| ઘરનો શરૂનો ખુલ્લો ભાગ | ઓસરી |
| માટીની ભીંતનું નાનું ઘર; ઓરડી | ખોરડું |
| લીંપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો | ગાર |
| મરનારને સુવાડવા લીંપને તૈયાર કરેલી જગા | ચોકો |
| ઢોરના નીરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા | ગમાણ |
| લાગણીના ઊભરાથી છાતીમાં ભરાતો ડચૂરો | ડૂમો |
| ઘરની પાછલી ભીંત | પછીત |
| વલોવવું તે; વલોવવાની ગોળી | વલોણું |
| દહીંવલોવવાનું ગોળવાસણ | ગોળી |
| દહીં વલોવવાનો દાંડો-વાંસ | રવૈયો |
| કોઈ દોષ, ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું | અપરાધભાવ |
| બાનામાં આપેલા પૈસાનુ ખત | બાનાખત |
| છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું | મોભ |
| જોઈ ન શકાય તેવું | અદૃષ્ટ |
| ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ | લમણો |
| વાતચીતથી થતો આછો ઘોંઘાટ | કલબલ |
| પગનો ચાલવાનો અવાજ | પગરવ |
| ઢીલ કરવા નકામા આમતેમ ફર્યા કરવું | રસળવું |
| વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું તે | લહેકો |
| કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર | ઉદ્ઘોષક |
| મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા | દંતકથા |
| સો વર્ષનો ગાળો, સો વર્ષનો ઉત્સવ | શતાબ્દી |
| માયા દ્વારા ઊભી થતી જંજાળ | માયાજાળ |
| (જાદુના ખેલમાં) કરવામાં આવતી હાથની ચાલાકી | હાથચાલાકી |
| સહેલગાહ માટેની એક પ્રકારની (કાશ્મીરી) હોડી | શિકારો |
| થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોદડી | રજાઈ |
| નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી | ગધ્ધાવૈતરું |
| જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ | જીવનસંગ્રામ |
| રોગના કારણની તપાસ, રોગની ઓળખ | નિદાન |
| સાધી ન શકાય તેવું; જેનો ઈલાજ નથી તેવો | અસાધ્ય |
| ખસી શકે નહીં તેવું | સ્થાવર |
| એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે તેવું | જંગમ |
| ઘાસ, પાંદડાં વગેરેથી બનેલી ઝૂંપડી | પર્ણકુટી |
| અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ | આસુરીવૃત્તિ |
| તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન | ઢાલ |
| પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ | પિતાતુલ્ય |
| જ્યાં કોઈ સાંભળે નહિ ત્યાં કરેલું રુદન | અરણ્મરુદન |
| લોભ વગરનું | વણલોભી |
| સમાનદૃષ્ટિ રાખનાર | સમદૃષ્ટિ |
| પારકાના હિત માટે કાર્ય કરવું | પરમાર્થ |
| મલિન નથી તેવું | નિર્મળ |
| માનવનું ભક્ષણ કરનાર | માનવભક્ષી |
| શારીરિક રીતે સશક્ત | ખડતલ |
| વ્યંગમાં કહેવું તે | કટાક્ષ |
| જેની કોઈ સંભાળ રાખનાર નથી | અનાથ |
| જેને કોઈ રોગ નથી | નીરોગી |
| અડગ રહેવું તે | મક્કમ |
| આંખને ગમી જાય તેવું | નયનરમ્ય |
| મનને હરી લે તેવું | મનોહર |
| ખરાબ દશા હોવી તે | દુર્દશા |
| ગાયોનો સમૂહ | ગોધણ |
| મરણ પાછળ રોવું, ફૂટવું અથવા લોકિક | કાણ |
| સગાંસંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું | સૂતક |
| મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરવું | સરાવવું |
| અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર | કોઠાર |
| પૃથ્વી અને આકાશ જ્યાં મળતાં દેખાય તે કલ્પિત રેખા | ક્ષિતિજ |
| મામાનું ઘર | મોસાળ |
| એકસાથે સો વસ્તુઓ યાદ રાખવાની શક્તિ | શતાવધાની શક્તિ |
| શરીરે મોટું પણ અક્કલમાં ઓછું | જડસુ |
| હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી | હિમનદી |
| રસ્તાનો જાણકાર | ભોમિયો |
| કુદરતનું સુંદરધામ | પ્રકૃતિમંદિર |
| બરફથી ઢંકાયેલું | હિમાચ્છાદિત |
| વહેતા પાણીમાં થતું કૂંડાળું | વમળ |
| જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન | ગમ્ય સ્થાન |
| રાજકારણને લગતું કાર્ય | રાજકાજ |
| અડધી ઉંમરે પહોંચેલું | આધેડ |
| ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન | દળી |
| થોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો | તંગ |
| ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું | પેંગડું |
| ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગા | ગમાણ |
| ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ | જોગાણ |
6 થી 12 પાઠ્યપુસ્તક મુજબના રૂઢિપ્રયોગો: Click here